તમે તાજમહાલ તો જોયો હશે. પણ ક્યાંથી? નેચરલી, તેની સામે ઊભા રહીને અથવા તો જ્યાં બધા પ્રવાસીઓ પહોંચી શકે છે એ તાજના પહેલા મજલા પર ઊભા રહીને. પણ તાજના ગુંબજ પર ચઢીને - જ્યાં પ્રવાસીઓને જવાની મનાઈ છે - ત્યાંથી તાજનું મુખ્ય પ્રવેશદ્વાર, એની આસપાસનો બગીચો, દૂર ક્ષિતિજ સુધી...
સવાલ મોકલનારઃ જિજ્ઞેશ બુચ, અમદાવાદ એક જમાનામાં "જો બીવી સે કરે પ્યાર, વો પ્રેસ્ટિસ સે કૈસે કરે ઇન્કાર...'' લાઇનવાળી પ્રેશરકૂકરની જાહેરાત અત્યંત લોકપ્રિય બની હતી, એટલી લોકપ્રિય કે કંપની હજી પણ એ લાઇન બદલી શકતી નથી. એ લાઇનના મૂળમાં, કૂકરનું એક સેફ્ટી ફીચર હતું, જેને...
તમે વોટ્સએપનો ભરપૂર ઉપયોગ કરતા હો અને સંખ્યાબંધ ગ્રૂપ્સમાં પણ મેમ્બર હો તો મોટા ભાગે, તેમાંનાં અમુક ગ્રૂપ્સ તમારાં ફેવરિટ હશે, જેની ચેટ તમે વારંવાર તપાસતા હશો. આવા ફેવરિટ ગ્રૂપ કે વ્યક્તિની ચેટ સુધી ઝડપથી પહોંચવું હોય તો ફોનના હોમ સ્ક્રીન પર તેના શોર્ટકટ ઉમેરી શકાય...
તમે પ્રોફેશનલ ડિઝાઇનર હો કે કમ્પ્યુટરમાં સ્કૂલનો કોઈ પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા હો, સારી ગુણવત્તાની ઇમેજી જરૂર સૌ કોઈને પડતી હોય છે. સામાન્ય રીતે લોકો ગૂગલ પર ઇમેજ સર્ચ કરી, સારી લાગે તે ડાઉનલોડ કરી લેતા હોય છે, પરંતુ આ તસવીરો કોપીરાઇટથી સુરક્ષિત હોય છે એવી ગૂગલની નોંધ...
વિજ્ઞાનની દરેક બાબતની જેમ યુટ્યૂબ પણ એક બેધારી તલવાર છે, એ પણ જબરી ધારદાર. યુટ્યૂબ પર કલાકોના કલાકો વેડફવા પણ સહેલા છે અને અનેક પ્રકારની નવી-ઉપયોગી જાણકારી મેળવવી હોય તો પણ યુટ્યૂબનો જોટો મળવો મુશ્કેલ છે. સ્માર્ટફોન આવ્યા પછી યુટ્યૂબની લોકપ્રિયતા સતત વધી છે અને...
સ્થાનિક ભાષામાં કમ્પ્યુટર, સ્માર્ટફોન અને ઇન્ટરનેટના ઉપયોગને વિસ્તારવામાં ભારતની ગતિ, અન્ય દેશોની સરખામણીમાં ઘણી ધીમી રહી છે. કદાચ ભારતમાં ભાષાઓની વિવિધતા પણ એક કારણ હશે, પણ હવે આ દિશામાં જે કંઈ કામ થયું છે કે થઈ રહ્યું છે તેને એક છત્ર નીચે લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે....
કદાચ મોટા ભાગના લોકોની જેમ તમે પણ પીસી, લેપટોપ અને સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હશો. આ બ્રાઉઝર ઘણી બધી રીતે ચઢિયાતું છે, પરંતુ જો તમે લેપટોપમાં ક્રોમનો ઉપયોગ કરતા હો તો તમે કદાચ જાણતા હશો કે જ્યારે તમે ક્રોમનો વધુ ઉપયોગ કરો ત્યારે લેપટેપની બેટરી વધુ...
કેટલાક ભૂકંપ એવા હોય છે જેના આંચકા આપણા માટે લાંબા ગાળે લાભદાયી હોય છે. ગયા એક બે મહિનામાં આવા બે મોટા ભૂકંપનો આપણે અનુભવ કર્યો. એક નોટબંધીને પગલે આપણે સૌ નાની ચલણી નોટોના આધારે દૈનિક જરૂરિયાતો પૂરી કરવા મજબૂર બન્યા. બીજો આંચકો એ પહેલાંનો હતો, જેમાં એક સાથે ૩૦ લાખ...
ઘણા વખતથી વીપીએન ટર્મ વિશે જાણવાની જિજ્ઞાસા હતી, તે ‘સાયબરસફર’ દ્વારા ફળીભૂત થઈ. અન્ય એક વર્તમાનપત્રની કોલમમાં No Root Firewall નામની એક એપ વિશે સારો અભિપ્રાય વાંચીને અમે તે ડાઉનલોડ કરી છે. તેનો ફાયદો એ છે કે બ્રાઉઝિંગ દરમિયાન સ્માર્ટફોનની બીજી ઘણી એપ પાછળથી ઇન્ટરનેટ...
ગયા મહિને, એરટેલ કંપનીએ ભારતની પહેલી પેમેન્ટ બેન્ક લોંચ કરી. શરૂઆતમાં રાજસ્થાનમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે લોંચ થયેલી આ બેન્ક બચત ખાતામાં ૭.૨૫ ટકા જેટલું ઊંચું વ્યાજ આપશે. આ બેન્ક એટીએમ કે ડેબીટ કાર્ડ આપશે નહીં પરંતુ એરટેલના પસંદગીના આઉટલેટ્સ પરથી લોકો પોતાના ખાતામાંથી...
થોડા સમય પહેલાં, એમેઝોનની ભારતીય સાઇટ પર પ્રાઇમ સર્વિસ લોન્ચ થઈ અને હવે ભારતીયોને એમેઝોન પ્રાઇમ વીડિયોનો પણ લાભ મળવા લાગે તેના દિવસો ગણાઈ રહ્યા છે. તમે આ વાંચતા હશો ત્યારે તે કદાચ લોન્ચ થઈ ગઈ પણ હશે. જે રીતે યુટ્યૂબ પર વીડિયો જોઈએ છીએ, બરાબર એ જ રીતે, વાર્ષિક ભાડું...
ભારતનાં એરપોર્ટ અને રેલવે સ્ટેશન્સ પર મફત વાઇ-ફાઇનો લાભ મળવા લાગ્યો છે એ રીતે હવે બસમાં પણ ફ્રી વાઇ-ફાઇ મળે તેવી શક્યતા છે. એરટેલ કંપનીએ તેલંગણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના સાથમાં, હૈદ્રાબાદમાં ફરતી 115 લક્ઝરી એસી બસમાં પ્રવાસીઓને 4જી ડેટા કનેક્શન આપવાનો...
આપણા ગુજરાતમાં રાજ્ય સરકારે આઇસીટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યની સંખ્યાબંધ શાળાઓમાં કમ્પ્યુટર, મોનિટર તથા ઇન્ટરનેટ કનેકશન આપવાની પહેલ કરી હતી. તેની સાથોસાથ શાળાઓને આ સાધનોના ઉપયોગ માટે જોઇતી મદદ અને માર્ગદર્શન મળી રહે તે માટે રિસોર્સ પર્સનની નિયમિત મુલાકાતની વ્યવસ્થા પણ કરી...
ચિંતા કરશો નહીં, આ વાત ફક્ત જૂના ફોનને જ લાગુ પડે છે! ગયા મહિને વોટ્સએપ સર્વિસ સાત વર્ષની થઈ. વોટ્સએપ કહે છે કે જ્યારે તે લોન્ચ થઈ ત્યારના મોબાઇલમાં નોકિયા અને બ્લેકબેરીની ઓપરેટિંગ સિસ્ટમ હતી. આજે વેચાતા 99.5 ટકા સ્માર્ટફોનમાં ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ...
સેલ્ફીના શોખિનો માટે એક આનંદના સમાચાર - હવે આપણી સામે ઊડતો રહીને ફોટોગ્રાફ કે વીડિયો કેપ્ચર કરે એવા ડ્રોન કેમેરાનું વેચાણ શરૂ થઈ ગયું છે! સ્માર્ટફોનમાં આપણે સેલ્ફી લેતા હોઈએ ત્યારે હાથને એકદમ સ્ટ્રેચ કરીને દૂર રાખવો પડે. તેના ઉપાય તરીકે સેલ્ફી સ્ટીક આવી. પણ, સેલ્ફી...
[vc_row][vc_column][vc_column_text] સરકારે અણધારી જાહેર કરેલી નોટબંધને કારણે સામાન્ય લોકો રોકડા રૂપિયાની તીવ્ર તંગી અનુભવી રહ્યા છે ત્યારે, તેના ઉપાય તરીકે મોબાઇલ વોલેટનો ઉપયોગ વધવા લાગ્યો છે. આગળ શું વાંચશો? કેશલેસ ઇકોનોમી ખરેખર શક્ય છે? ભારતમાં કેશલેસ...
જૂના ફોટોગ્રાફ્સને ડિજિટલ સ્વરૂપ આપવાનું અત્યાર સુધી થોડું મુશ્કેલ હતું, પણ હવે એ કામ અત્યંત સરળ બનાવતી એક એપ લોન્ચ થઈ છે - જાણો તેના ઉપયોગની વિગતવાર માહિતી. થોડા દિવસ પહેલાં, દિવાળીની સાફસૂફી દરમિયાન, ઘરના માળિયામાંથી કે કબાટના કોઈ ખૂણામાંથી જૂના ફોટોગ્રાફ્સ ભરેલું...
ફોટોગ્રાફ સાથેની રમત તો જૂની છે, પણ હવે કમ્પ્યુટર વિઝન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજીથી ફોટોગ્રાફીના બધા જ એંગલ બદલાઈ રહ્યા છે! આગળ શું વાંચશો? કમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી શું છે? ગૂગલ ફોટોઝમાં શું શું શક્ય છે? આ અંકમાંના, જૂના ફોટોગ્રાફ્સને સ્કેન કરવા અંગેના...
સરકારના આદેશ અનુસાર, આવતા મહિનાથી તમામ નવા ફોનમાં, કટોકટીના સમયે ફક્ત એક બટન દબાવીને મદદનો સંદેશો મોકલી શકાય એવું પેનિક બટન ફરજિયાત થઈ રહ્યું છે. શું છે આ બટન? ભારત સરકારે જાન્યુઆરી ૨૦૧૭થી સેલફોનમાં પેનિક બટનની સુવિધા ફરજિયાત બનાવી દીધી છે. ભારત જેવા દેશમાં ખાસ કરીને...
પૃથ્વી પર માનવજાતનાં મૂળ ક્યાં છે અને ત્યાંથી તે ચારે તરફ કેવી રીતે વિસ્તરી? આ સવાલોના ઊંડાણભર્યા જવાબ આપતો એક ઇન્ટરએક્ટિવ મેપ જોવા જેવો છે. વિશ્વવિખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિન્સે હમણાં, બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એક પ્રવચનમાં કહ્યું કે "લખી રાખો, માનવજાત...
ચાલુ વાહનને તમારે સ્માર્ટફોનનો ઉપયોગ કર્યા વિના છૂટકો ન હોય, તો એન્ડ્રોઇડ ઓટોનો લાભ હવે મોંઘી-નવી કાર્સ પૂરતો સીમિત નથી. હવે એક એપ તરીકે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. આજુઓ, આનો ધીરુભાઈ અંબાણી કરતાં પણ મોટો બિઝનેસ છે, એટલે વાહન ચલાવતી વખતે પણ એના કાનેથી મોબાઇલ છૂટતો નથી....
[vc_row][vc_column][vc_column_text]રવિવારી સાંજે તમે કોઈ પણ રેસ્ટોરાંમાં જાઓ, એ ભરચક હોય અને રાહ જોતા ઊભા રહેવાની તૈયારી રાખવી જ પડે. હવે એવું બનશે કે તમે સ્માર્ટફોનમાં તમારી ફેવરિટ રેસ્ટોરાં સર્ચ કરો અને જે તે ક્ષણે ત્યાં કેટલીક ભીડ છે, એ લાઇવ જાણી શકશો! નવાઈ લાગી?...
[vc_row][vc_column][vc_column_text] ડિસેમ્બર મહિનો શરૂ થતાં આપણને સૌને આગામી આખું વર્ષ દેખાવા લાગે છે અને તેની સાથોસાથ નવા વર્ષ માટે કંઈક નવાં આયોજન કરવાનો ઉમંગ પણ જાગે છે. જો તમે પરફેક્ટ પ્લાનિંગમાં માનતા હો અને દરેક કામમાં યોગ્ય આયોજન મુજબ આગળ વધતા હો તો વિવિધ નોંધ...
ડ્રાઇવરલેસ કાર બનાવવાની રેસમાં ગૂગલ ઉપરાંત સંખ્યાબંધ કંપની જોડાઈ છે. આ ટેક્નોલોજી આપણા ધાર્યા કરતાં વધુ ઝડપથી વિકસી રહી છે અને હવે અવારનવાર જુદા જુદા દેશમાં આવી કાર પ્રાયોગિક ધોરણે ટેસ્ટ થવા લાગી હોવાના સમાચાર પણ આપણે વાંચીએ છીએ. ડ્રાઇવરલેસ કાર ખરેખર કેવી રીતે ચાલે છે...
સવાલ લખી મોકલનારઃ મહેન્દ્ર ચોટલિયા, કોટડા-સાંગાણી રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ નોટ અચાનક રદ થયા પછી જાગેલી હૈયાહોળીમાં તેના થોડા જ સમય પહેલાં બેંકિંગ ક્ષેત્રમાં ઉઠેલી મહાઆંધી ભૂલાઈ ગઈ. એક ખાનગી બેંકની એટીએમ સિસ્ટમની સલામતી વ્યવસ્થા હેક થયા પછી એ બેંકના એટીએમનો ઉપયોગ કરનારા એ...
સવાલ લખી મોકલનારઃ મુસ્તાક પતંગવાલા, સુરત સ્માર્ટફોનમાં ભરાઈ ગયેલી સ્પેસ ખાલી કરવાની મથામણમાં તમે એક પછી એક ફોટો, વીડિયો, એપ્સ વગેરે ડીલિટ કરવાનું શરૂ કરો ત્યારે ક્યારેક એવું બનતું હશે કે, ડીલિટની નિશાની પર ક્લિક કર્યા પછી ઝાટકો લાગે કે ઉતાવળમાં ડીલિટ નહોતું કરવાનું...
[vc_row][vc_column][vc_column_text] ફેસબુક પર તમે એકદમ સક્રિય હોય તો હવે ફેસબુકે તમારા એકાઉન્ટની સલામતી ફટાફટ તપાસી લેવાનું કામ ખાસ્સું સરળ બનાવી દીધું છે. ફેસબુકનો તમે પીસી પર વધુ ઉપયોગ કરતા હો કે એન્ડ્રોઇડ/આઇફોનમાં, તેમાં બધુ ઠીકઠાક છે કે નહીં તે થોડા થોડા વખતે...
આખી દુનિયાની વિવિધ ઓફિસના બધા બોસને ધ્રાસ્કો પડે એવા સમાચાર - પર્સનલ કમ્પ્યુટર પર વર્ષોથી અત્યંત લોકપ્રિય ગેમ સોલિટેરનું માઇક્રોસોફ્ટે એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે ફ્રી વર્ઝન લોન્ચ કર્યું છે. ઘરમાં તો ઠીક લોકો ઓફિસમાં ઢગલાબંધ કામ બાકી હોય ત્યારે પણ બે ઘડી ફ્રેશ થવાના...
માઇન્ડ પાવર વધારતી ગેમ્સમાં જેને રસ હોય, એવી કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે રુબિક ક્યુબ હંમેશા ફેવરિટ રહ્યો છે. જોકે આ ક્યુબ સોલ્વ કરવો બિલકુલ સહેલો નથી એટલે જ નવોનક્કોર ક્યુબ મેળવ્યા પછી તેને આડોઅવળો કરતાં જીવ ચાલે નહીં. જો તમે જાતે તેને ઉકેલી શકો, તો તમે જિનિયસ અથવા...
[vc_row][vc_column][vc_column_text] કોઈ વ્યક્તિ તમને તેનું વિઝિટિંગ કાર્ડ આપે, તેને તમે કેવી રીતે સાચવો છો? ફિઝિકલ ફોર્મમાં જ કોઈ કાર્ડ આલબમમાં સાચવી રાખતા હો તો જુદી વાત છે, પણ આજના સમય પ્રમાણે તેની ડિજિટલ કોપી સાચવી લેવી એ વધુ સારો ઉપાય છે. એપ્સ સ્ટોરમાં શોધવા જઈએ...
ફેસબુકમાં તમારા કોઈ મિત્રના સ્ટેટસ અપટેડનું લખાણ મોટા ફોન્ટમાં જોઈને, પેલી સફેદ કમીઝની ટીવી જાહેરાતની જેમ "ઉસકે ફોન્ટ મેરે ફોન્ટ સે બડે કૈસે? એવો સવાલ થયો હોય તો જાણી લો જવાબ! આમ તો ફેસબુક (ઇન્ટરનેટની તમામ વેબસાઇટ્સ/વેબસર્વિસીઝ) તમે તેના પર વધુ સમય વિતાવો એવું ઇચ્છે...
તમે ક્યારેય ‘સ્કોટલેન્ડયાર્ડ’ નામની એક રોમાંચક બોર્ડ ગેમ રમ્યા છો? આ ગેમમાં લંડન શહેરનો એક મોટો નકશો આપવામાં આવે છે. તેમાં એક પ્લેયર ભાગેડુ ગુનેગાર બને છે, બાકીના ત્રણ કે ચાર પ્લેયર સ્કોટલેન્ડયાર્ડના ડિટેક્ટિવ બને છે. આ સૌને લંડનની અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન, બસ અને...
ગયા અંકમાં, આપણે ગૂગલ એલ્લો એપની વાત કરી હતી, એ તમે અજમાવી જોઈ? એ અંકમાં સ્પષ્ટતા કરી હતી તેમ, આપણા મિત્રો આ નવી એપ પર ન હોવાથી તે આપણે મેસેજિંગ એપ તરીકે કામની નથી, પણ તેમાંની નવી સુવિધા ગૂગલ આસિસ્ટન્ટ શું છે જે જોવા-સમજવા આ એપ ઇન્સ્ટોલ કરવાની ખાસ ભલામણ કરી હતી. હજી ન...
સપ્ટેમ્બરનો અંક વાંચ્યો અને ઘણો ગમ્યો. આવતા અંકમાં બધા કાર્ડની ઓનલાઇન એપ્લિકેશન કેમ કરવી એની માહિતી આપજો. જેમ કે પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ વગેરે માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરાય તેની માહિતી સૌને ઉપયોગી થશે. આ ઉપરાંત, કેન્સર...
આજકાલ તમે કોઈ પણ ન્યૂઝ પોર્ટલ કે મોટી વેબસાઇટ પર જાઓ એટલે પાર વગરની જાહેરાતો તો જોવા મળે જ, પણ વીડિયો એડવર્ટાઇઝમેન્ટ્સની પણ ભરમાર જોવા મળે, જે પાછી આપોઆપ ચાલુ થઈ જાય! આ વીડિયો જાહેરાતો આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, આપણા બ્રાઉઝરમાં ઓટોમેટિકલી ડાઉનલોડ થાય છે અને પ્લે થવા...
ભારતમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ કેટલાં વિકસી રહ્યાં છે તેનો એક તાજો દાખલો - ભારતનાં બે ટોચનાં ટ્રાવેલ પ્લેટફોર્મ્સ - મેકમાયટ્રીપ અને આઇબીબો - હવે હાથ મિલાવી રહ્યાં છે અને આઇબીબોનાં બધાં ઓપરેશન્સ હવે મેકમાયટ્રીપમાં ભળી જશે. આ બંનેનું સહિયારું મૂલ્ય ૧.૮ અબજ ડોલર એટલે કે...
ભારતનાં રેલવે સ્ટેશન્સ પર ફ્રી વાઇ-ફાઇ આપવાનો ગૂગલનો પ્રોજેક્ટ આગળ ધપી રહ્યો છે, લોકો તેનો સારો એવો લાભ પણ લઈ રહ્યા છે, પણ ગૂગલે તેમાં ખાસ ખુશ થવા જેવું નથી. એક અહેવાલ મુજબ, ભારતનાં ૧૯ સ્ટેશન્સ પર ૧૫ લાખ જેટલા લોકો ફ્રી વાઇ-ફાઇનો લાભ લે છે. આ સ્ટેશન્સમાં, સૌથી વધુ લાભ...
રેલવે પેસેન્જર્સને ફક્ત ૯૨ પૈસામાં પ્રવાસ વીમો આપવાની પહેલને સારો પ્રતિસાદ મળ્યા પછી આઇઆરસીટીસી હવે રેલવે મુસાફરી દરમિયાન આપણા મોબાઇલ, લેપટોપ વગેરેનો પણ વીમો આપવાનું આયોજન કરી રહી છે. આ વિશે આઇઆરસીટીસી અને વીમા કંપનીઓ વચ્ચે ચચર્નિો એક દોર યોજાઈ ગયો છે. વીમા કંપનીઓને...
એક-બે મહિના પહેલાં વોટ્સએપે યૂઝર્સનો ડેટા ફેસબુકને આપવાનું નક્કી કર્યું અને એ મુજબ પોતાની પ્રાઇવસી પોલિસી બદલતાં હોબાળો થયો અને આખરે એ મુદ્દો અદાલતમાં ગયો. અદાલતે નવી પ્રાઇવસી પોલિસીને મંજૂરી તો આપી, પણ ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬ પહેલાંનો યૂઝર ડેટા ડિલીટ કરવાની વોટ્સએપને સૂચના...
ફેસબુકમાં ઇવેન્ટ્સ શેર કરવાની સગવડ તો છે જ, હવે ફેસબુકે તેને અલગ એપનું સ્વરૂપ આપ્યું છે. અત્યારે ફક્ત આઇફોન માટે લોન્ચ થયેલી આ એપ થોડા સમયમાં એન્ડ્રોઇડ પર પણ ઉપલબ્ધ થશે. આ એપમાં, આપણા મિત્રોએ જે ઇવેન્ટ્સમાં રસ બતાવ્યો હોય, આપણે લાઇક કરેલાં પેજીસ પર મૂકાયેલી નવી...
અત્યાર સુધી આપણે ઇન્ટરનેટ કે મોબાઇલમાં જોઈતી માહિતી આપણી રીતે શોધતા. હવે વિવિધ મેસેજિંગ એપ્સ અને બીજે ઠેકાણે આપણા વતી આ કામ કરી આપશે ચેટબોટ.
[vc_row][vc_column][vc_column_text]વહેતા સમય સાથે, આપણી પૃથ્વી પર કેવાં પરિવર્તનો આવી રહ્યાં છે એ જાણવા માટે જોવા જેવું છે, ગૂગલનું એક નવું ‘અર્થ’ એન્જિન. તમે ગૂગલ સર્ચ એન્જિનનો તો રાતદિવસ ઉપયોગ કરતા હશો, પણ ક્યારેય ગૂગલ અર્થ એન્જિનમાં ડૂબકી લગાવી છે? ‘એ વળી કયું...
હમણાં ‘ધ હિન્દુ’ અખબારે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા, ભારતમાં કાર્યરત વિવિધ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીના આંકડાના આધારે, પ્રકાશિત અહેવાલોના આધારે, ભારતમાં વિવિધ રાજ્યોમાં ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સનું કેટલું પ્રમાણ છે અને બ્રોડબેન્ડ...
ઇન્ટરનેટ પર ટેક ટ્યુટોરિયલ્સ આપતી અસંખ્ય સાઇટ્સ છે, પણ એમાંની બે ખાસ નોંધપાત્ર છે. સાવ સાચું કહેજો, હમણાં જે મુદ્દે ભારત અને પાકિસ્તાન યુદ્ધની અણી પર આવી ગયા, એ લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) ચોક્કસપણે શું છે એની તમને ખબર છે? એ તો ઠીક, બીજી એક લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ...
ભારતમાં કદાચ હમણાં શરૂઆત કરી, પણ અમેરિકા વર્ષોથી પાકિસ્તાનની પશ્ચિમ સરહદે ડ્રોનથી હુમલા કરી રહ્યું છે. તેની સચોટ રજૂઆત કરતું એક ઇન્ટરએક્ટિવ વિઝ્યુઅલાઇઝેશન જોવા જેવું છે. સપ્ટેમ્બર મહિનામાં જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં ભારતીય લશ્કરના બેઝ પર ત્રાસવાદી હુમલા પછી ભારત...
સવાલ લખી મોકલનારઃ રાજન ત્રિવેદી, અમદાવાદ રાજનભાઈએ ખરેખર તો સવાલ સાથે જવાબો પણ સૂચવ્યા છે અને કદાચ એમના જેવી મૂંઝવણ આપણામાંથી ઘણા લોકો અનુભવતા હોઈશું. આપણે તો મોબાઇલમાં કે પીસીમાં બહુ સહેલાઈથી મ્યુઝિક એપ્સ કે સાઇટ્સ કે સીડીની મદદથી આપણો સંગીત સાંભળવાનો શોખ પૂરો કરી...
[vc_row][vc_column][vc_column_text] સવાલ લખી મોકલનારઃ અશ્વિનસિંહ સોલંકી અને આશુતોષ સાધુ, અમદાવાદ ફક્ત ફોન સ્માર્ટ નથી થયા, યૂઝર પણ સ્માર્ટ થઈ ગયા છે એના એક તાજજો દાખલો છે આ સવાલ - વીપીએન શું છે? એન્ડ્રોઇડમાં એનો ઉપયોગ કેવી રીતે કરાય? શક્ય છે કે તમારા માટે પણ આ ગૂગલી...
સવાલ લખી મોકલનારઃ જિજ્ઞેશ પુરોહિત, અમદાવાદ છેલ્લા થોડા સમયથી જો તમે નોંધ્યું હોય તો એવું બનતું હશે કે તમે કોઈ જાણીતી ન્યૂઝ વેબસાઇટ કે અન્ય વેબસાઇટ પીસી કે મોબાઇલમાં બ્રાઉઝરમાં સર્ફ કરતા હો ત્યારે એક નાનકડો મેસેજ પોપઅપ વિન્ડો તરીકે સામે આવે. તમે કદાચ એના તરફ પૂરતું...
સવાલ લખી મોકલનારઃ વિદ્યાભારતી ટ્રસ્ટ, બારડોલી સામાન્ય રીતે, સ્માર્ટફોનમાંના કોન્ટેક્ટ્સની પ્રિન્ટઆઉટની જરૂરિયાત હવે ઊભી થાય નહીં કારણ કે કોન્ટેક્ટ્સનો બેક-અપ સાચવી રાખવા માટે જ કાગળ પર પ્રિન્ટ લેવી હોય તો તેના કરતાં ક્લાઉડ સ્ટોરેજ વધુ સારો અને સલામત રસ્તો ગણાય. છતાં,...
દિવાળી વેકેશનમાં જાતે બનાવો અને રમો એક રોમાંચક વોરગેમ! આ ગેમ જીતવા માટે ફક્ત નસીબ નહીં, ધારદાર દિમાગ પણ જોઈશે. જમ્મી અને કાશ્મીરમાં ઉરીના લશ્કરી મથક પર ત્રાસવાદી હુમલાને પગલે, ભારતે સર્જિકલ સ્ટ્રાઇક્સ કરી એટલે હવે ભારત-પાકિસ્તાન વચ્ચે આખી સરહદે તંગદિલી વધી રહી છે. તમે...
તમે કોઈ કામમાં વ્યસ્ત હો અને ત્યારે તમારે એન્ડ્રોઇડ ફોન ગૂંજી ઉઠે, તો તમે શું કરો છો? તમે એ કોલ રીસિવ કરવા ન માગતા હો, તો ફોનના સ્ક્રીન પર દેખાતા કોલ બટનને ડાબી તરફ સ્વાઇપ કરીને કોલ રીજેક્ટ કરતા હશો, બરાબર? પરંતુ કોલ કરનાર વ્યક્તિ મહત્વની હોય અને તમે એમને જણાવવા માગતા...
યુટ્યૂબ પર બોલીવૂડની કેટલીક કંપની ઉપરાંત, રસોઈ શીખવતા વીડિયોઝ અપલોડ કરીને ગૃહિણીઓ પણ મોટી કમાણી કરવા લાગી છે, પણ... સમય કેવો બદલાય છે એ ઘણી વાર પ્રશ્ર્નો પરથી પણ સમજાય છે. થોડા વર્ષ પહેલાં આ ‘સાયબરસફર’ સૌથી વધુ પૂછાતો પ્રશ્ન એ હતો કે બ્લોગમાંથી કમાણી કેવી રીતે કરાય?...
[vc_row][vc_column][vc_column_text] દિવાળીની સાફસૂફી પછી, ન જોઈતી ચીજવસ્તુઓ વેચી નાખવા માટે હવે આપણને એક નવો ઉપાય મળશે - ફેસબુક માર્કેટપ્લેસ સ્વરૂપે. અલબત્ત, આ સુવિધા કદાચ આવતી દિવાળીએ કામ લાગશે! આગળ શું વાંચશો? વસ્તુઓ ખરીદવા માટે વસ્તુઓ વેચવા માટે થોડા સમયમાં, આપણે...
[vc_row][vc_column][vc_column_text] વોટ્સએપને કારણે આપણે સહુ હવે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રીપ્શન બરાબર જાણી ગયા છીએ. આ એવી સુવિધા છે જેને કારણે આપણે વોટ્સએપમાંથી કોઈ વ્યક્તિને મોકલેલો મેસેજ આપણે પોતે અને તે વ્યક્તિ સિવાય વચ્ચે બીજું કોઈ વાંચી શકતું નથી. વોટ્સએપ કંપની પણ નહીં...
[vc_row][vc_column][vc_column_text]વોટ્સએપની લોકપ્રિયતા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તેમાં નવાં નવાં ફીચર પણ ઉમેરાતાં જાય છે. પહેલાં આપણે એક જ ફોન્ટમાં સાદી રીતે એટલે કે બોલ્ડ, ઇટાલિક કે અન્ડરલાઇન કર્યા વિના ડિફોલ્ટ ફોન્ટ જે હોય તેમાં મેસેજ કરી શકતા હતા. પછી સમય જતાં...
[vc_row][vc_column][vc_column_text] ગૂગલ ડોક્સનો ઉપયોગ કરો છો? ક્યારેક કોઈ ફાઇલમાં કેટલા શબ્દો છે એ જાણવાની જરૂર ઊભી થઈ? માઇક્રોસોફ્ટ વર્ડની જેમ ગૂગલ ડોક્સમાં પણ વર્ડ કાઉન્ટની સગવડ છે. તમારું ડોક્યુમેન્ટ ઓપન હોય ત્યારે સૌથી ઉપરના મેનુમાં ‘ટૂલ્સ’ પર ક્લિક કરો. તેમાં...
માનવ જાત માટે મહાસાગરનાં ઊંડાણ હંમેશાં રહસ્યભર્યાં રહ્યાં છે. એવું કહેવાય છે કે માણસ ચંદ્ર વિશે જેટલું જાણે છે તેના કરતાં મહાસાગરોનાં તળિયા વિશે ઓછું જાણે છે. મરિના ટ્રેન્ચ તરીકે ઓળખાતી જગ્યા, મહાસાગરની અત્યાર સુધી જાણી શકાયેલી સૌથી ઊંડી જગ્યા હોવાનું કહેવાય છે....
ભારતમાં હવે ખરેખર, રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીના શબ્દમાં કહીએ તો ‘ડેટાગીરી’નો યુગ શરૂ થાય એવું લાગે છે. ડેટા સસ્તો અને સુગમ બને તો સ્માર્ટફોનમાં શું શું કરવા જેવું છે એ તો ‘સાયબરસફર’ના અત્યાર સુધીના અંકોમાં હંમેશા આપ્યું જ છે, આ વખતની કવરસ્ટોરીમાં ડેટાના...
‘સફારી’ના એપ્રિલ-૨૦૧૬ના અંકમાં ‘સાયબરસફર’ વિશે વાંચીને, ‘સાયબરસફર’નો મે-૨૦૧૬નો અંક ખરીદ્યોય વાંચીને જાણ્યું કે ગુજરાતી ભાષામાં પણ આઇટી/કમ્પ્યુટરના વિષય ઉપર આટલું સરસ અને ઊંડાણપૂર્વકનું વિશ્વેષણ કરતું કોઈ મેગેઝિન છે! મે-૨૦૧૬ના અંક પછીના બધા અંકો વાંચ્યા, ભાષા અને રજૂઆત...
ભારતમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરોના આંકડા અનુસાર ૨૦૧૩ અને ૨૦૦૦ વચ્ચે સાયબર ક્રાઇમના પ્રમાણમાં ૭૦ ટકા જેટલો વધારો થયો છે. ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ અનુસાર જેમાં કમ્પ્યુટરનો એક સાધન તરીકે કે ટાર્ગેટ તરીકે ઉપયોગ...
ભારતના ઓટોઉદ્યોગમાં સ્માર્ટ ટેકનોલોજીનો પ્રસાર વધી રહ્યો છે. હમણાં જાણીતી ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેના વાહનોનું રીયલ ટાઇમ ટ્રેકિંગ થઈ શકે એવું ‘ડિજિસેન્સ’ નામનું એક ટેકનોલોજી સોલ્યુશન લોન્ચ કર્યું છે. જે વાહનમાં ડિજિસેન્સ ટ્રેકર હશે તે વાહનના માલિક ગમે...
તાજેતરમાં માઇક્રોસોફ્ટ અને લિનોવો કંપનીએ જોડાણ કર્યું છે અને તેના પગલે લિનોવોના એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સમાં માઇક્રોસોફ્ટની વિવિધ એપ્સ જેમ કે, ઓફિસ, વનડ્રાઈવ અને સ્કાઈપ પહેલેથી ઈન્સ્ટોલ્ડ હશે. ગયા વર્ષે માઇક્રોસોફ્ટે સેમસંગ સાથે પણ આ પ્રકારનું જોડાણ કર્યું હતું અને...
કેપજેમિની નામની એક વિશ્વઅગ્રણી ક્ધસલ્ટિંગ, ટેક્નોલોજી અને આઉટસોર્સિંગ કંપનીએ હમણાં બીએનપી પેરિબાસ બેન્કના સાથમાં, તેના ‘વર્લ્ડ પેમેન્ટ્સ રીપોર્ટ’ની ૧૨મી આવૃત્તિ પ્રકાશિત કરી છે અને આ રીપોર્ટ અનુસાર, આખા વિશ્વમાં ડિજિટલ પદ્ધતિથી નાણાંની લેવડદેવડ સતત વધી રહી છે. આ...
વોટ્સએપ પર તમે મોકલેલા મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે એટલે તમે અને તમારા મિત્ર સિવાય બીજું કોઈ તેને વાંચી શકતું નથી, પણ તમારો આખેઆખો ફોન જ બીજા કોઈ ‘મિત્ર’ના હાથમાં આવી જાય અને એ વોટ્સએપ ખોલે તો તમારા બધા મેસેજ વાંચી શકે છે. એક અહેવાલ મુજબ, વોટ્સએપ આ શક્યતા પણ...
સતત નબળી પડી રહેલી યાહૂ કંપનીએ હમણાં જાહેર કર્યું કે ૨૦૧૪માં તેના ૫૦ કરોડ યૂઝર્સનો ડેટા ચોરાયો હતો! જાણી લો ખરેખર શું બન્યું અને હવે બચાવ માટે શું કરી શકાય? તમે યાહૂની ઈ-મેઇલ સર્વિસનો ઉપયોગ કરો છો? ગણતરીનાં વર્ષ પહેલાં આ સવાલ પૂછાયો તો મોટા ભાગના લોકોએ હા કહ્યું હોત....
આજે આપણે સૌ ‘વીજળીવેગી’ ૪-જીની વાત કરી રહ્યા છીએ, પણ જાણીને નવાઈ લાગે એવી હકીકત એ છે કે હજી પણ ફોન નેટવર્કનો ઘણો ખરો હિસ્સો જૂની ટેક્નોલોજી પર આધારિત છે આગળ શું વાંચશો? ટેલિકમ્યુનિકેશન નેટવર્કની શરૂઆત ડાયલ-અપ ઇન્ટરનેટ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ મોબાઇલ નેટવર્ક્સનો વિકાસ...
[vc_row][vc_column][vc_column_text] ઇન્ટરનેટ પર ડેટાની કોઈ ખોટ નથી, પણ તેને એક્સેસ કરવા માટે જે નેટવર્ક છે તે સતત વધતી માંગને પહોંચી વળે તેમ નથી. આપણા કરતાં, મોટી ટેક કંપનીઝને તેની વધુ ચિંતા છે. આગળ શું વાંચશો? બેકબોનની ક્ષમતામાં વધારો સ્પેક્ટ્રમનો શક્ય એટલો વધુ ઉપયોગ...
આગળ શું વાંચશો? જિઓમાં કંઇક અલગ રીતે કોલિંગ શક્ય બનશે, એ અલગ રીત શું છે? તો પછી જિઓ કાર્ડવાળા ૪-જી વીઓએલટીઇ ફોન અને અન્ય સાદા ફોન વચ્ચે કેવી રીતે વાતચીત થાય છે? જિઓ માટે અલગ પ્રકારના ફોન જરૂરી છે? અન્ય નેટવર્ક પરથી જિઓ નેટવર્કના ફોન પર કેવી રીતે કોલ થશે? જિઓમાં વોઇસ...
[vc_row][vc_column][vc_column_text] વોટ્સએપનું સ્થાન લેવા ઘણી એપ્સે મથામણ કરી પણ કોઈ ફાવ્યું નથી. મિત્રો વિના, બધાં ફીચર્સ નકામાં! પણ ગૂગલ એલો એક જુદા કારણથી તપાસવા જેવી છે, ભલે પછી તેનો ઉપયોગ ન કરો! ઇન્ટરનેટ પર જ્યાં જુઓ ત્યાં આપણે બેધારી તલવારોનો સામનો કરવો પડે છે,...
ઇન્ટરનેટ પર વિવિધ સર્વિસનો ઉપયોગ કરવો અને આપણા ડેટા કે માહિતીની પ્રાઇવસીની અપેક્ષા રાખવી આ બંને બાબત એક સાથે સંભવ થવી હવે વધુ ને વધુ મુશ્કેલ બનતી જાય છે. હજી હમણાં જ લોન્ચ થયેલી ગૂગલ એપથી પ્રાઇવસીના મુદ્દે મોટો હોબાળો મચ્યો છે અને એના થોડા જ સમય પહેલાં, અત્યંત...
હમણાં યોજાયેલા આ કાર્યક્રમે સ્પષ્ટ કર્યું કે ગુજરાતમાં સોશિયલ મીડિયાનો લાભ લેવો સહેલો નથી! ગયા મહિને, ગુજરાતના મીડિયામાં ‘ટવીટર ટાઉન હૉલ’ શબ્દ ખાસ્સો ચર્ચામાં રહ્યો. અમદાવાદમાં તો મુખ્ય મંત્રી વિજય પાણીને ટવીટર પર સવાલો પૂછવા આમંત્રણ આપતાં હોર્ડિંગ્સ પણ લાગ્યાં એટલે...
જો તમે તમારા સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો તેનાં કેટલાંક સેટિંગ્સથી તમારું ઇન્ટરનેટ સર્ફિંગ સરળ અને સુવિધાભર્યું બની શકે છે. આગળ શું વાંચશો? લખાણ-ઇમેજ નાનાં-મોટાં કરો કોઈ પણ વેબ પેજ પરથી સર્ચ કરો મેનુમાં સિલેક્શનની ઝડપ વધારો સાઇટ સેટિંગ્સ તપાસો...
ડિજિટલ ઇન્ડિયાની પહેલને આગળ ધપાવતાં, પેપરલેસ ગવર્નન્સની દિશામાં ડિજિલોકર સુવિધા લોન્ચ થઈ છે, પણ સરકારી વિભાગોની સુસ્તી અને સલામતીની ચિંતાથી તે વેગ પકડતી નથી. આગળ શું વાંચશો? ડિજિલોકર કેવી રીતે કામ કરે છે? ડિજિટલ લોકર કેવી રીતે ખોલાવશો? તમે કદાચ આ રમૂજી ટૂચકો સાંભળ્યો...
તમે રોજેરોજ જેનો ઉપયોગ કરતા હશો એ જીમેઇલમાં તમારું કામ અસાધારણ રીતે ઝડપી બનાવવું હોય તો જાણી લો તેના કેટલાક સ્માર્ટ શોર્ટકટ્સ. આગળ શું વાંચશો? ઇનબોક્સ વ્યૂમાં ઉપયોગી શોર્ટકટ્સ કન્વર્સેશન વ્યૂમાં ઉપયોગી શોર્ટકટ્સ કમ્પોઝ બોક્સમાં ઉયોગી શોર્ટકટ્સ વાસ્તવિક જીવનમાં સફળતા...
પેનોરમિક ફોટોગ્રાફી તમારા રસનો વિષય છે? તો ન્યૂયોર્ક શહેરના આ નવાઈજનક પેનોરમામાં ખાંખાંખોળાં કરવાનું તમને ગમશે.
ગણતરી કરતી વખતે સંખ્યા સાથે શાબ્દિક નોંધ પણ ટપકાવવી હોય તો... આંકડા સાથે તમને ઝાઝો પનારો હોય તો તમે લાંબા સમયથી કેલ્ક્યુલેટર અપનાવી લીધું હશે. જેમ સ્માર્ટફોન પર આપણી યાદશક્તિ ઘટાડવાનું આળ છે તેમ કેલ્ક્યુલેટર આપણી મનોમન ગણતરી કરવાની શક્તિ ઓછી કરતી હોવાનું કહેવાય છે, પણ...
ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર જાહેરાતની આવકથી ચાલે છે, એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ અખબાર, રેડિયો, ટીવી કે આઉટડોર હોર્ડિંગમાં જોવા મળતી જાહેરાત અને ઇન્ટરનેટ પરની જાહેરાતમાં જબરો તફાવત શું છે એ તમે જાણો છો? આગળ શું વાંચશો? ઓનલાઇન ટ્રેકિંગની શરૂઆત... ઓનલાઇન ટ્રેકિંગના આધાર...
સંખ્યાબંધ સાઇટ્સ પર ફેસબુક કે ગૂગલના એકાઉન્ટથી લોગ-ઇન થવાની સુવિધા હોય છે. આ સુવિધાથી જે તે સાઇટ અને તેના યૂઝર કરતાં, સોશિયલ લોગ-ઇનની સગવડ આપનાર નેટવર્કને વધુ લાભ થયો હોય છે. આખરે કેટલી સાઇટ્સના પાસવર્ડ યાદ રાખવા? આ આપણને સૌને સતાવતો પ્રશ્ન છે. આપણે સૌ લગભગ રોજેરોજ...
ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં બધું એટલું બધું ઝડપથી બદલાય છે કે જ્યાં હો ત્યાં ટકી રહેવા માટે પણ નવું જાણવું પડે, જે માટે અનેક ટ્યુટોરિયલ્સ મળી શકે છે એક ભારતીય વેબસાઇટ પર. એજેક્સ, સી/સીપ્લસપ્લસ, સીજીઆઈ અને પર્લ, એચટીએમએલ અને એક્સએચટીએમએલ, પીએચપી, પાસ્કલ, રુબી, પાયથોન,...
અસાધારણ ઝડપી લોકપ્રિયતા મેળવનાર ગેમ ‘પોકેમોન ગો’ના સંદર્ભે આપણે વાત કરી હતી કે ઇન્ટરનેટ પર અત્યાર સુધીના સમયમાં બધું ધ્યાન કમ્યુનિકેશન પર કેન્દ્રિત હતું, પરંતુ હવે પછીનો સમય અનુભવનો રહેશે. એવો અનુભવ જે ડિજિટલ ટેકનોલોજીની મદદથી આપણે જ્યાં ન હોઈએ તે સ્થળનો અનુભવ કરાવે....
ઇન્ટરનેટનો ઉપયોગ કરતા ઘણા લોકોને ઘણી વાર નવાઈ લાગતી હોય છે - ગૂગલ, ફેસબુક, ટવીટર અને બીજી સંખ્યાબંધ સર્વિસીઝ અને તે ઉપરાંત, વિવિધ પ્રકારનું કન્ટેન્ટ આપતી અનેક સાઇટ્સ બધું જ મફત (અથવા લગભગ મફત) કેવી રીતે આપી શકે છે? એ બધી કંપની કમાણી કેવી રીતે કરતી હશે? જવાબ છે - આ...
હવે તો દર મહિને સેલેરી સાથે ‘સાયબરસફર’ની રાહ જોવાતી હોય છે. અમારા આઇટી ડિપાર્ટમેન્ટમાં નોન-ગુજરાતી લોકો પણ બહુ જ રસ લે છે. એ લોકોને ઇર્ષા પણ થાય કે "કાશ, આવું કંઈક ઇંગ્લિશમાં પણ આવતું હોત! એમનો મેસેજ છે કે તમે ઇંગ્લિશમાં, એટ લિસ્ટ, સોફ્ટ કોપીમાં સ્ટાર્ટ કરો. આ મેગેઝિન...
આ છે બહુ ગાજેલા સ્ટાર્ટઅપ્સની બીજી બાજુ - રણબીર કપૂર જેવા સ્ટાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લઈને ‘એપ્સ કા બાપ’ તરીકે લોન્ચ થયેલી ઓનલાઇન શોપિંગ સાઇટ ‘આસ્કમીબાઝાર’ની મૂળ કંપની આસ્કમી બંધ થઈ ગઈ હોવાના સમાચાર છે. આ લખાઈ રહ્યું છે ત્યારે તેની વેબસાઇટ www.askmebazaar.com લાઇવ...
હજી હમણાં સુધી આપણે ફોનનું નવું સિમકાર્ડ મેળવવું હોય તો બે-ચાર જાતના પુરાવાના દસ્તાવેજની નકલ અને એ અસલની જ નકલ છે એવું પૂરવાર કરવા અસલ દસ્તાવેજ સાથે લઈ જવા પડતા હતા. એ બધું સુપરત કર્યા પછી પણ કાર્ડ ચાલુ થવા માટે તો ફોન પર વેરિફિકેશન થતાં સુધી લાંબી ધીરજ ધરવી જ પડે....
ઇન્ટરનેટ પર દરેક જગ્યાએ આપણું પગેરું દબાવતી કૂકીઝથી બચીને, કોઈ પણ પ્રકારના પુરાવા છોડ્યા વિના બ્રાઉઝિંગ કરવાના કેટલાક ખરેખરા ફાયદા પણ છે! આગલાં પેજીસ પર, ઇન્ટરનેટ પર ઠેકઠેકાણે આપણું પગેરું દબાવતી કૂકીઝ વિશે વાંચ્યા પછી, અત્યારે તમારા પોતાના બ્રાઉઝરમાં કેટલી અને કેવી...
પાસવર્ડ પરફેક્ટ નથી એ બધા જાણે છે. હવે તેના વિકલ્પ તરીકે, બાયોમેટ્રિક રેકગ્નિશનની અજમાયશ શરૂ થઈ છે, જેમાં હમણાં હમણાં સમાચારોમાં ચમક્યું છે આઇરિસ સ્કેનિંગ. આગળ શું વાંચશો? ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ આઇરિસ સ્કેનિંગ આઇરિસ સ્કેનિંગ કેવી રીતે કામ કરે છે? ટોપ સિક્રેટ અને...
આપણે ત્યાં દેશમાં જ અંદરોઅંદર વાતચીત કરવા વીડિયો કોલિંગના કન્સેપ્ટ ખાસ વિકસ્યો નથી. પરદેશ રહેતા સ્વજન સાથે વાત કરવી હોય તો આપણે અગાઉના જમાનામાં ગૂગલ ટોક અને હવે વોટ્સએપ કે સ્કાઇપ અને આઇફોનમાં ફેસ ટાઇમનો જરૂર ઉપયોગ કરીએ, કારણ કે એ મફત થાય. દેશમાં પણ મફત તો થાય છે, પણ...
સવાલ લખી મોકલનારઃ કિશોર મજમુદાર, પાટણ પેન ડ્રાઇવ કમ્પ્યુટરના સ્લોટમાં નાખ્યા પછી આપણે અગાઉથી પસંદ કરેલા વિકલ્પો મુજબ બેમાંથી એક વાત થવી જોઈએ - કાં તો એક વિન્ડો ઓપન થાય, જેમાં પેન ડ્રાઇવ ડિટેક્ટ થઈ ગયા પછી શા પગલાં લેવાં છે તે પૂછવામાં આવે, અથવા આપણે વિન્ડોઝ...
સવાલ લખી મોકલનારઃ ધીરેન જોશી, પાલિતાણા લગભગ આપણને સૌને ગૂગલ ક્રોમની આદત પડી ગઈ છે અને બીજા બ્રાઉઝર્સ કરતાં એ ઘણી બધી રીતે ચઢિયાતું છે. આ બ્રાઉઝર એ રીતે ડિઝાઈન થયેલું છે કે તેમાં આપણે જેટલી ટેબ ઓપન કરીએ એ બધી અલગ અલગ પ્રોસેસ તરીકે કાર્યરત થાય છે. એટલે કે કોઈ એક...
સવાલ લખી મોકલનારઃ માધવ જે.ધ્રુવ, જામનગર ગૂગલમાં અમુક ચોક્કસ શબ્દો સર્ચ કર્યા પછી આપણને ગૂગલ તરફથી સર્ચ રીઝલ્ટ મળે અને તેમાંથી આપણે કોઈ એક લિંક પર ક્લિક કરીને એ વેબપેજ પર પહોંચીએ, ત્યારે આપણે ગૂગલમાં સર્ચ કરેલા શબ્દ હાઈલાઈટ થાય તેવી કોઈ સગવડ ખરી કે નહીં એવો મૂળ સવાલ...
સવાલ લખી મોકલનારઃ મહેશ ડી. વાઘેલા, સુરત એમેઝોન પ્રાઇમ એ એક એવી પેઇડ સુવિધા છે જેની મદદથી આપણને એમેઝોનની વિવિધ સર્વિસમાં બીજા કરતાં થોડો વધુ લાભ મળે છે. આ સુવિધા હવે ભારતમાં પણ ઉપલબ્ધ થઈ ગઈ છે. આપણે એમેઝોન.ઇનની વેબસાઇટ સાઇટ કે એપની મુલાકાત લઈએ ત્યારે જો આપણા શહેરમાં આ...
તમે દિવસની શરૂઆતમાં ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરો પછી મોટા ભાગે એવું બનતું હશે કે ધડાધડ ફેસબુક, જીમેલ, તમારી પોતાની કંપનીની સાઇટ અને અન્ય કોઈ ફેવરિટ સાઇટ જેવી ત્રણ-ચાર વેબસાઇટ એક સાથે ખોલી નાખતા હશો. દિવસ દરમિયાન આ બધી ફેવરિટ સાઇટ ઉપર નજર નાખતા રહેવાનું જરૂરી હોવાથી આપણે...
યુટ્યૂબ પર તમારો કેટલોક સમય પસાર થાય છે? દર મહિને યુટ્યૂબ પર ભીડ જમાવતા એક અબજથી વધુ લોકોમાં તમે પણ સામેલ હો અને જો તમે ખાસ્સો સમય યુટ્યૂબ પર ગાળતા હો તો નીચે આપેલી કેટલીક જાણકારી તમને ઉપયોગી થશે! હવે મોટા ભાગના વીડિયો પર જોવા મળતા, એ વીડિયો સંબંધિત વધુ માહિતી આપતા...
કોઈ મિત્રના દરરોજ આવતા મેસેજથી કંટાળ્યા હો અને તેને બંધ કેમ કરાય અથવા તો તમને કોઈ મિત્રે બ્લોક કર્યા છે કે કેમ એવા સવાલ મનમાં હોય તો જાણી લો જવાબ! અત્યારે દરેક એન્ડ્રોઇડ યૂઝર વોટ્સએપનો ઉપયોગ કરે છે કારણ કે સગાસંબંધીઓ કે મિત્રો સાથે એક સાથે ખરેખર જીવંત સંપર્કમાં રહેવા...
જ્યારે આપણે ઇન્ટરનેટ સર્ચ કરતા હોઈએ ત્યારે આપણને ઘણી એવી વેબસાઇટ મળે, જેની વારંવાર મુલાકાત લેવાનું મન થતું હોય છે. એ વેબસાઇટનું નામ વારંવાર ટાઇપ કરીને સર્ચ કરવું થોડું અઘરું કામ લાગતું હોય તો આપણે તેનો શોટકર્ટ ડેસ્ક્ટોપ પર બનાવી શકીએ છીએ. સાથે સાથે આપણે એ વેબસાઇટની...
સગાસંબંધી કે મિત્રો વિદેશ રહેતા હોય અને આપણે તેમની સાથે વાત કરવા માગતા હોઈએ ત્યારે આ સવાલ અચૂક થાય કે અત્યારે ત્યાં કેટલા વાગ્યા હશે? તે ઓફિસે હશે કે ઘરે? તે જાગતા હશે કે નહીં? ઇન્ટરનેટ પર થોડાં ફાફાં મારવાથી જવાબ મળી જાય, પણ તેના સહેલા ઉપાય પણ છે! આ માટે વિન્ડોઝમાં...
ભારતની વસતિ ઘણી છે એ તો ભારતનું બચ્ચે બચ્ચું જાણે છે, પણ ઘણી એટલે કેટલી? સવાલ માત્ર સંખ્યાનો નથી. આપણા દેશની કુલ વસતિમાં સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ કેટલું? ચાર વર્ષ સુધીનું બાળકોથી લઈને પાંચથી દસ વર્ષનાં, ૧૦થી ૧૪ વર્ષના અને એક પાંચ-પાંચ વર્ષના ગાળે આગળ વધતા જઈએ તો...
મોબાઇલમાં અપૂરતી સ્પેસ એ સ્માર્ટફોન ધરાવતા લગભગ બધા ભારતીયોનો પ્રાણપ્રશ્ન છે અને હવે આ વાત ગૂગલને પણ સમજાઈ છે. તમે કોઈ અજાણ્યા શહેરમાં જતા હો ત્યારે ગૂગલ મેપ્સમાંનો તેનો નક્શો ઓફલાઇન ઉપયોગ માટે સ્માર્ટફોનમાં સેવ કરી શકાય છે એ તમે જાણતા જ હશો (વાંચો ‘સાયબરસફર’નો...
ટેક્નોલોજીના ક્ષેત્રે જે ઝડપથી પરિવર્તનો આવી રહ્યાં છે તેનાં ઘણા લોકો માઠાં પરિણામ પણ ભોગવી રહ્યા છે. હવે સમય મોબાઇલ એપ્લિકેશન્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગનો આવી ગયો છે, પરિણામે વર્ષોથી કમ્પ્યુટર્સ, ચીપ્સ, સર્વર્સ વગેરે પ્રકારનાં સાધનોના ઉત્પાદનમાં સંકળાયેલી કંપનીઝ ભીંસ...
આપણી દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે એ આપણે સૌ જાણીએ છીએ, પણ કેટલી ઝડપથી એ સમજવા માટે પોકેમોન ગો જેવા કોઈ ઉદાહરણની જરૂર પડે છે! લોન્ચ થયાના ગણતરીના દિવસોમાં તો આ ગેમ આખી દુનિયામાં છવાઈ ગઈ. આ અંકમાં પોકેમોન ગો કેવી રીતે રમાય અને તેનાથી એપ્સમાંથી કમાણીના કેવા નવા ઉપાય...
હજી મોટા ભાગના એન્ડ્રોઇડ ફોન સુધી એન્ડ્રોઇડનું છઠ્ઠું માર્શમેલો વર્ઝન પહોંચ્યું નથી, ત્યાં એન્ડ્રોઇડે સાતમા, નોગેટ નામના વર્ઝનનો પ્રીવ્યૂ ડેવલપર્સ માટે લોન્ચ કરી દીધો છે. ફોનમાં ક્વાડ કે ઓક્ટા કોર ભૂલી જાઓ, ઝોપો નામની કંપનીએ વિશ્વનો પહેલો ડેકા-કોર પ્રોસેસર ધરાવતો...
ગુજરાતીમાં આ પ્રકારનું સાહિત્ય? ખૂબ ખૂબ અભિનંદન! - કેયુરભાઈ નાયક, શાળાઆચાર્ય, જમાલપોર, નવસારી જુલાઈનો અંક બહુ માહિતીપ્રદ રહ્યો. ઘણા સિનિયર્સ પણ આ મેગેઝિન વાંચી શીખે છે, જાણે છે તે અતિ આનંદની વાત છે. હું પણ આમાંનો એક છું. પાકી ઉંમરે પણ કાંઠલા ચડી શકે, જો ચડાવનાર કાબેલ...
આપણે સૌ જાણીએ છીએ કે સ્માર્ટફોનની ટેકનોલોજી એટલી ઝડપથી વિકસે છે કે આપણે ખરીદેલો નવો સ્માર્ટફોન બહુ ટૂંકા ગાળામાં જૂનો થઈ જાય છે, પણ આ ટૂંકો ગાળો ખરેખર કેટલો ટૂંકો છે એ જાણવું રસપ્રદ રહેશે. હમણાં થયેલા એક અભ્યાસ અનુસાર મોટા ભાગના સ્માર્ટફોન ફક્ત એક મહિનામાં તેની...
ઓગમેન્ટેડ રીયાલિટીનો થોડો ઉપયોગ કરતી આ નવતર ગેમે આખી દુનિયાને ખરા અર્થમાં ઘેલી કરી છે. એવું તે શું છે આ ગેમમાં? એકવીસ વર્ષ પહેલાં, ૨૧ સપ્ટેમ્બર, ૧૯૯૫ના દિવસે પહેલાં ભારતમાં અને પછી આખી દુનિયામાં જ્યાં જ્યાં ભારતીયો વસે છે એ બધે જ, ‘ગણેશની મૂર્તિ દૂધ પીએ છે’ એવા સમાચાર...
આગલા લેખમાં, પોકેમોન ગો ગેમ કેવી રીતે રમાય તેના વર્ણનમાં આપણે જાણ્યું તેમ, આ ગેમ બે સ્તરે ચાલે છે - એક સ્માર્ટફોનમાંની એપમાં અને બીજી વાસ્તવિક જગતમાં. એપમાં નક્શા પર જ્યાં પોકેમોન દેખાય ત્યાં ખરેખર પહોંચીને આપણે તેને પકડવો પડે. પોકેમોનને પકડતી વખતે જો આપણા ફોનનો...
આપણે સૌ ઇન્ટરનેટ પર સક્રિય રહીને તેની તાકાતમાં કોઈ ને કોઈ રીતે ઉમેરો કરીએ છીએ. આવી ‘સહિયારી શક્તિ’નો અનોખો ઉપયોગ કરે છે મ્યુઝિક ને ટીવી પ્રોગ્રામ પારખી આપતી એક એપ. આગળ શું વાંચશો? શઝામનો ઉપયોગ કેવી રીતે કરશો? આંકડાની નજરે શઝામ ગૂગલ પ્લે મ્યુઝિક સર્વિસ આવી રહી છે...
તમારા સ્માર્ટફોનની સ્માર્ટનેસ બાબતે તમને જરા સરખી પણ શંકા હોય તો જાણી લો કે તે ગણિતનાં અઘરાં સમીકરણ પણ પળવારમાં ઉકેલી શકે છે, આ રીતે... એક અઘરી પરીક્ષા આપવા માટે તૈયાર છો? નીચેની તસવીરમાં આપેલા સમીકરણનો જવાબ શોધી બતાવો! ગણિતમાં કાચા છો? નો પ્રોબ્લેમ! સ્માર્ટફોનના...
દરેક બાબતને ભૂગોળની નજરે જોઈ શકાય? બે યુનિવર્સિટીના એક રીસર્ચ પ્રોજેક્ટની સાઇટ જોતાં લાગે છે કે જોઈ શકાય અને આપણને લાંબા ગાળે કંઈક અલગ પ્રકારનું સર્ચ એન્જિન મળશે. ફદિયું પણ ખર્ચા વિના આખી દુનિયા ઘૂમી વળવું હોય તો નક્શાથી વધુ સારું બીજું કશું નથી! ભૂગોળના રસિયા લોકો...
વિયેટનામની એક ચાર કિલોમીટર લાંબી ગુફાના અનોખા કુદરતી વાતાવરણને માણો ૩-ડી પેનોરમા, ડ્રોન વીડિયો અને એનિમેટેડ ફિલ્મ સ્વરૂપે! આપનું સ્વાગત છે વિયેટનામ અને તેના ફૂંગ ન્હા-કે બેંગ નેશનલ પાર્કમાં. તમે એક નદીના પટમાં વચ્ચે ઊભા છો, અહીંથી આગળ વધીને તમે દાખલ થશો વિશ્વની સૌથી...
તમે તમારા બિઝનેસના પ્રમોશન માટે સંખ્યાબંધ ઈ-મેઇલ્સ મોકલતા હો અને તેમાંથી ખરેખર કેટલા ઓપન થાય છે એ જાણવું હોય તો ઈ-મેઇલ ટ્રેકિંગની વિશે જાણી લેવા જેવું છે. વોટ્સએપમાં આપણે કોઈને મેસેજ મોકલીએ પછી એ મેસેજ એ વ્યક્તિએ વાંચ્યો કે નહીં એ જાણવાની આપણને ભારે ચટપટી રહેતી હોય...
સવાલ મોકલનારઃ જનકભાઈ ઇટાલિયા, સુરત આ પ્રશ્નનો જવાબ પેપાલ કંપનીના નામમાં જ સમાયેલો છે. પે એટલે પેમેન્ટ અને પાલ એટલે ફ્રેન્ડ, મિત્ર. ઇન્ટરનેટ પર એક મિત્રની જેમ નાણાની લેવડદેવડ તદ્દન સરળ બનાવી દેતી સર્વિસ એટલે પેપાલ. પંદર-વીસ વર્ષ પહેલાં આખી દુનિયા મનીઓર્ડર, મનીગ્રામ કે...
સવાલ મોકલનારઃ અલ્પેશ બાદરશાહી, પોરબંદર જીમેઇલ, યાહુ વગેરે ઈ-મેઇલ પ્રોગ્રામ સામાન્ય રીતે આપણા ઈનબોક્સમાં વણજોઈતા ઈ-મેઇલ્સનો ભરાવો અટકાવવા માટે, આપણા પર આવતા ઈ-મેઇલ્સને બહુ ઝીણી ચારણીમાંથી પસાર કરે છે. પરંતુ તેને કારણે ક્યારેક એવું બને છે કે આપણે કામના ઈ-મેઇલ પણ સીધે...
સવાલ મોકલનારઃ અલ્તાફ શેખ, અમદાવાદ આજના સ્માર્ટફોન વધુ ને વધુ પાવરફુલ અને ફીચર રીચ બનતા જાય છે એ સાથે તેમાં કેટલીક મુશ્કેલીઓ પણ ઉમેરાતી જાય છે. જેમાંની એક સમસ્યા એટલે ફોન વધુ પડતો ગરમ થવો. જો તમારા ફોનમાં પ્રમાણમાં વધુ સારી રેમ (ત્રણ કે તેથી વધુ જીબી), વધુ પાવરફુલ...
આધાર કાર્ડના ઉદ્દેશ ઉપયોગી છે, તેની સાથે સંકળાયેલી ખામીઓ આપણા માટે જોખમી બને છે. જો તમે રોજેરોજ છાપાંના ખૂણે ખૂણે નજર ફેરવતા હો તો એક સમાચાર પર તમારી નજર જરૂર અટકી હશે રેલવે ટિકિટ મેળવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત બને તેવી શક્યતા છે! આમ તો વરસાદની જેમ આ આગાહી...
શાળામાં, ઓફિસમાં કે ઘરમાં તમે અમુક સાઇટ્સ બ્લોક કરવા માગતા હો તો બ્રાઉઝર, કમ્પ્યુટર, રાઉટર કે મોબાઇલ ડિવાઈસીઝમાં આ કેવી રીતે થઈ શકે તેની સ્ટેપ-બાય સ્ટેપ માહિતી આ પ્રશ્ન પૂછનાર વાચકમિત્ર : કેયૂરભાઈ નાયક, શાળા આચાર્ય, જમાલપોર, નવસારી આગળ શું વાંચશો? બ્રાઉઝરમાં સાઇટ...
તમારા સ્માર્ટફોનમાં ફેસબુક મેસેન્જર એપ છે? જો હોય અને બે ઘડીની ફુરસદ હોય તો તેને ઓપન કરો. એપ અપડેટેડ છે તેની ખાતરી કરીને, તમારા કોઈ મિત્રને મેસેજ મોકલવા માટે મેસેજ બોક્સ ઓપન કરો. કશો મેસેજ લખશો નહીં તો ચાલશે, ફક્ત ઇમોજીમાંથી ફૂટબોલની ઇમેજ પસંદ કરીને એ મોકલી આપો. હવે...
ઘણી વાર સમસ્યા સાવ નજીવી હોય, પણ જાણકારીના અભાવે એ મોટી મુશ્કેલી ઊભી કરતી હોય. અહીં આપેલી નાની-નાની વાતનો અમલ તમારા ચહેરા પર સ્મિત લાવશે એ નક્કી. બેટરી બચાવતી બે વાતની કાળજી સ્માર્ટફોનની બેટરી બહુ ઝડપથી ઊતરી જાય છે? ફક્ત બે વાતની કાળજી લેવાથી સ્થિતિમાં સુધારો થઈ શકે...
આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં ૨૦૧૬ સમર ઓલિમ્પિક્સની શરૂઆત થઈ ગઈ હશે. આ શહેરની વસતી આમ પણ ૬૦ લાખ જેટલી છે, તેમાં ૧૦,૦૦૦થી વધુ ખેલાડીઓ, પાંચ લાખ જેટલા મુલાકાતીઓ અને હજારો વ્યવસ્થાપકોનો મેળાવડો જામશે. આ શહેરમાં સંખ્યાબંધ અલગ અલગ...
મોબાઇલ માર્કેટમાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ૪-જી લોન્ચ સાથે ટેલિકોમ કંપનીઓમાં આંચકા વર્તાવા લાગ્યા છે. રિલાયન્સ તેની પરંપરા મુજબ અત્યંત ઓછા દરના પ્લાન રજૂ કરે તેમ હોવાથી દરેક ટેલિકોમ કંપની પોતપોતાના ગ્રાહકો જાળવી રાખવા માટે અત્યારથી પાણી પહેલાં પાળ બાંધવા લાગી છે....
ટીવીની ચેનલ્સમાં જાહેરાત આપનારી કંપનીનો સૌથી મોટો દુશ્મન કોણ? રીમોટ કંટ્રોલ! સિરિયલમાં બ્રેક આવે એટલે ફટાક આપણી આંગળી રીમોટ પર જાય, કાં તો ચેનલ બદલીએ અથવા વોઇસ મ્યૂટ કરીએ (સ્માર્ટફોન પણ બીજો મોટો દુશ્મન છે, કારણ કે બ્રેક આવતાં જ લોકો ફોનમાં વોટ્સએપ ચેક કરવા લાગે!). એ...
ગયા મહિને, ડાર્ક ઇન્ટરનેટ જગતમાં એક ભૂકંપ આવ્યો, પણ પછી જનજીવન રાબેતા મુજબ થઈ ગયું હોય એવું લાગે છે! ફેબ્રુઆરી ૨૦૧૬ના અંકમાં આપણે જેની વાત કરી હતી એ ટોરેન્ટ ડાઉનલોડિંગનો તમે વારંવાર ઉપયોગ કરતા હશો તો કોઈ ને કોઈ તબક્કે, તમે ‘કેટ’ તરીકે વધુ જાણીતી ‘કિકએસ ટોરેન્ટ્સ’...
આઇફોનમાં નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ થાય ત્યારે જૂના આઇફોનમાં સિસ્ટમ અપગ્રેડ કરવાનું કામ ઘણું સહેલું હોય છે, પણ એન્ડ્રોઇડ ફોનમાં હાઇએન્ડ મોડેલ સિવાય મોટા ભાગના ફોનમાં એન્ડ્રોઇડના નવા વર્ઝનનો લાભ ક્યારેય મળતો નથી. આ જ કારણે ગૂગલ લગભગ દર વર્ષે એન્ડ્રોઇડનું નવું વર્ઝન...
‘સાયબરસફર’માં અમારી કોશિશ હંમેશા એ રહે છે કે જે આપણી નજર બહાર હોય તેને તો નજરમાં લાવવું જ, સાથોસાથ તેમાં થોડા વધુ ઊંડા પણ ઊતરવું. એ દ્રષ્ટિએ આ અંકના ત્રણેય મુખ્ય લેખ મહત્વના છે. સ્માર્ટફોન હવે સૌના હાથમાં છે, પણ તેનાં કેટલાંય પાસાં આપણાથી અજાણ્યાં રહે છે. અહીં આપેલી...
૭૨ વર્ષનો હું, ૬૭ વર્ષનાં પત્ની. સ્માર્ટ ફોનના સ્માર્ટ યૂઝરગાઇડની રાહમાં મઝા આવશે. મોબાઇલ, કમ્પ્યુટર, લેપટોપ, ડીવીડી, સીડી, યુએસબી, પેન ડ્રાઇવ, મેમરી કાર્ડ, કાર્ડ રીડર વગેરે વગેરેમાં અને તેમનામાંથી ઓડિયો-વીડિયોની લેતી-દેતી શીખવાડે તેવી પુસ્તિકાની જરૂર છે. - મિલિંદ વી....
દૂરદર્શન પર ‘રામાયણ’ કે ‘મહાભારત’ સિરિયલ આવતી એ વખતે તમે પણ કદાચ તમારાં દાદીમાને ટીવી પર જેટલી વાર શ્રીરામ કે શ્રીકૃષ્ણ દેખાય એટલી વાર ભાવપૂર્વક નમન કરતાં જોયાં હશે! આજે સમય બદલાયો હોવા છતાં દાદીમા બદલાયાં નથી. હમણાં ઇન્ટરનેટ પર, ઇંગ્લેન્ડનાં એક દાદીમાએ ગૂગલને કરેલી...
આપણે સૌ સ્માર્ટફોનનો રોજબરોજ ઉપયોગ કરતા હોવા છતાં, તેમાં એટલી બધી ખૂબીઓ છે કે કોઈ ને કોઈ આપણા ધ્યાન બહાર રહી જ જાય. તમે હજી હમણાં જ સ્માર્ટફોનના પરિચયમાં આવ્યા હો તો તો એમાંની બધી જ વાતો તમને ગૂંચવશે અને સ્માર્ટફોનનો ખાસ્સા લાંબા સમયથી ઉપયોગ કરતા હશો તો પણ ક્યારેક...
કેમેરામાં વધુ ને વધુ મેગાપિક્સેલ ઉમેરવાની હરીફાઇને કારણે ડિજિટલ ફોટાઝની સાઇઝ સતત વધતી જાય છે. એટલે જ, આ ફોટોઝને ઓનલાઇન અપલોડ કરવાના થાય ત્યારે ફોટોની ગુણવત્તા ખાસ બગાડ્યા વિના તેની સાઈઝ ઘટાડતાં શીખી લેવું જરૂરી છે. આગળ શું વાંચશો? ફોટોગ્રાફની ફાઇલ સાઇઝ અને ડાઇમેન્શન...
ફોનને લોક રાખવો જરૂરી છે, પણ તેને વારંવાર અનલોક કરવાનું અગવડભર્યું લાગે છે? તમે એકદમ સચોટ નહીં, પણ સગવડદાયક ખરા એવા સ્માર્ટ લોક અજમાવી શકો છો. આગળ શું વાંચશો? ટ્રસ્ટેડ પ્લેસીઝ ટ્રસ્ટેડ ડિવાઈસીસ ટ્રસ્ટેડ ફેસ ટ્રસ્ટેડ વોઇસ ઓન બોડી ડિટેક્શન તમે તમારા સ્માર્ટફોનને ચોક્કસ...
આપણે સૌ રોજબરોજ કમ્પ્યુટરમાં કેટલીય વાર કોપી-પેસ્ટ કરીએ છીએ, પણ આ સુવિધાની ખૂબીઓમાં આપણે ખાસ ઊંડા ઊતરતા નથી. જાણીએ કોપી-પેસ્ટીની જાણી-અજાણી વાતો. કમ્પ્યુટરની સૌથી ઉપયોગી સુવિધાઓનું સર્વેક્ષણ થાય તો ટોપ સુવિધાઓમાં કોપી-પેસ્ટનો નંબર અચૂક આવે! આ સગવડ આપણી કેટલી બધી મહેનત...
બિંગ સર્ચ એન્જિનમાં ‘સોલાર સિસ્ટમ’ સર્ચ કરતાં સૂર્ય મંડળની વિવિધ માહિતી આપતી એક ઇન્ટરએક્ટિવ ઇમેજ જોવા મળશે, જેમાં... આગળ શું વાંચશો? એયુ એટલે? આપણી પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું?’, ‘શનિ ગ્રહ પૃથ્વી કરતાં કેટલો મોટો?’, ‘પૃથ્વીની ત્રિજ્યા કેટલી?’ આપણા સૂર્ય મંડળ અને...
પ્રોફેશનલ્સ માટેનું સોશિયલ નેટવર્ક લિંક્ડઇન હમણાં તેના પાસવર્ડ ચોરાયાની બાબતે ચર્ચામાં હતું, પણ હવે તે સમાચારોમાં છે જુદા કારણે - માઇક્રોસોફ્ટે તેને જબરી મોટી કિંમતે ખરીદી લીધું છે. ગયા અઠવાડિયે, તમે અખબારોમાં વાંચ્યું હશે કે માઇક્રોસોફ્ટ કંપનીએ કંઈક ૨૬ અબજ ડોલરમાં...
તમે જુદી જુદી ઘણી સોશિયલ મીડિયા સાઇટ્સ પર, એકથી વધુ એકાઉન્ટ સાથે એક્ટિવ હો તો તમારા પીસીમાં ડાઉનલોડ કરી લેવા જેવી એક સર્વિસ જાણી લો. જેમ જરૂરિયાત શોધની જનની છે તેમ અલગ અલગ પ્રકારના કમ્પ્યુટર પ્રોગ્રામ્સની પણ જન્મદાતા છે! ફેર એટલો કે કેટલાય નવા પ્રોગ્રામ એવા હોય છે કે...
ઇંગ્લિશમાં લખવાનું થાય ત્યારે It's ક્યારે લખવું અને Its ક્યારે લખવું એની ગૂંચવણ અનુભવો છો? તો તમારી બધી ગૂંચવણ ઉકેલી શકે છે નીચે આપેલો, એક વેબસાઇટનો સ્ક્રીનશોટ. આ વેબસાઇટ દુનિયાની કદાચ સૌથી નાની વેબસાઇટ હશે કેમ કે તેમાં ઉપલા સ્ક્રીનશોટ જેટલું જ લખાણ છે! માનવું મુશ્કેલ...
મે મહિનામાં, અમેરિકાએ પાકિસ્તાનની અંદર, અફઘાનિસ્તાનની સરહદ નજીક હાઇવે પર દોડી રહેલી એક કાર પર ડ્રોનથી હુમલો કરીને તાલિબાનના વડા મુલ્લા અખ્તર મન્સૂરને ખતમ કર્યો, એ પછી તમને અફઘાનિસ્તાનમાં ખરેખર શું ચાલી રહ્યું છે એ જાણવાની કે અમેરિકા પોતાના સૈનિકોને સલામત રાખીને કેવી...
સવાલ મોકલનારઃ કિશોર દવે, નાસિક એપલ અને એન્ડ્રોઈડ ફોનની સરખામણી થાય ત્યારે એપલના યુઝર્સ અનેક રીતે પોતાનો ફોન ચઢિયાતો હોવાની દલીલ કરી શકે છે પણ એક મુદ્દે તેમની પાસે કોઈ દલીલ રહેતી નથી - સ્ટોરેજના મુદ્દે. એન્ડ્રોઈડના મોટાભાગના ફોનમાં હવે ૧૬ જીબી જેટલી ઈન્ટરનલ મેમરી મળવા...
સવાલ મોકલનારઃ અશોક કાલાવડિયા, રાજકોટ સામાન્ય રીતે આપણે કોઈપણ કંપનીનું બ્રોડબેન્ડ કનેકશન લઈએ ત્યારે તેની સાથે એક રાઉટર મળતું હોય છે. આ રાઉટરમાં આપણે પીસીને કેબલથી કનેક્ટ કરી શકીએ છીએ અને જો રાઉટરમાં વાઈ-ફાઈની સુવિધા હોય તો વાઈ-ફાઈની સુવિધા ધરાવતા લેપટોપ અને...
સવાલ મોકલનારઃ સુહાગ ભાલોડિયા, જૂનાગઢ વોટ્સએપ અત્યંત લોકપ્રિય એપ હોવાના કેટલાક ગેરફાયદા પણ છે! આ એપમાં મેસેજીસની ધમાચકડી ચાલતી રહે છે. તમારા મિત્રો કે સ્વજ્નોના ગ્રૂપમાં રહેલા લોકો બહુ એક્ટિવ હોય તો જ્યારે જ્યારે તમે વોટ્સએપ ઓપન કરો ત્યારે તેમાં સંખ્યાંબંધ નવા મેસેજીસ...
યુટ્યૂબ એક વીડિયો સર્વિસ હોવા છતાં ઘણા બધા લોકો તેનો ઉપયોગ મ્યુઝિક પ્લેયર કે રેડિયો તરીકે કરતા હોય છે. તમારે ઓફિસમાં કામ કરતી વખતે યુટ્યૂબ પર મનપસંદ ગીતો સાંભળવા હોય તો વાત સહેલી છે. કોઈપણ બ્રાઉઝરમાં યુટ્યૂબ ઓપન કરીને તેમાં મનગમતાં ગીતો મૂકી દો (ગયા અંકમાં આપણે...
આપણે નિકટના સ્વજનો, મિત્રો સાથે વોટ્સએપમાંનાં ગ્રૂપના માધ્યમથી સતત સંપર્કમાં રહી છીએ. આપણે જ્યારે કોઈ વ્યક્તિને મેસેજ મોકલીએ ત્યારે તો એ મેસજ સાથે બે બ્લુ ટિક દેખાય તો આપણને જાણ થાય કે તેમણે મેસેજ વાંચી લીધો છે. ગ્રૂપમાં મેસેજ સાથે ફક્ત એક ટિક જોવા મળે છે. આમ છતાં,...
દુનિયાને એપલની ભેટ આપનાર સ્ટીવ જોબ્સના મતે, ડિઝાઇન એ નથી જે દેખાય છે, ડિઝાઇન એ છે જે આપણું કામ સહેલું બનાવે! સ્ટીવ જોબ્સની આ વિચારસરણી એપલની દરેક પ્રોડક્ટમાં પૂરેપૂરી દેખાય છે. તમારી પાસે એપલનો આઇફોન કે આઇપેડ વગેરે સાથે આવેલ રીમોટ કંટ્રોલ ઇયરફોન હોય તો તેની તમામ...
કોઈ વ્યક્તિએ પોતાના કમ્પ્યુટરમાં ધારો કે કોરલડ્રો પ્રોગ્રામમાં કોઈ ફાઇલ તૈયાર કરી. એ ફાઇલ એમણે તમને જોવા માટે મોકલવી છે. તમારા કમ્પ્યુટરમાં કોરલડ્રો પ્રોગ્રામ નથી. તો? તો પેલી વ્યક્તિ પોતાની કોરલડ્રો ફાઇલમાંથી પીડીએફ ફાઇલ તૈયાર કરશે અને પછી તમને મેઇલ દ્વારા કે...
માઇક્રોસોફ્ટ વર્ડના તમે પાવરયૂઝર હો તો તમે જાણતા હશો કે તેમાં આપણે વારંવાર ટાઇપ કરવાના થતા લાંબા શબ્દો માટે શોર્ટફોર્મ સેટ કરી શકીએ છીએ. જેમ કે આપણે વારંવાર ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત’ ટાઇપ કરવાનું થતું હોય તો ફક્ત જીઓઇ લખીને એન્ટર પ્રેસ કરવાથી આખો શબ્દપ્રયોગ ટાઇપ થઈ જાય...
ચોમાસું આવે અને વરસાદ ખેંચાય ત્યારે આપણને પાણીની અછતના પ્રશ્નો યાદ આવે છે. હકીકતમાં પાણીની બચત એ આખા વર્ષ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબત છે અને વિશ્વમાં પાણીની સ્થિતિ એ ધ્યાનથી સમજવાનો મુદ્દો છે. વિશ્વવિખ્યાત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)ના કેટલાક...
જો તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી કોઈ એપ, બુક કે મૂવી ખરીદતા હો તો તેના માટે પેમેન્ટ કરવાનું હવે સહેલું બન્યું છે. ગૂગલે ભારતમાં સેલ્યુલર કંપની આઇડિયા સાથે જોડાણ કર્યું છે. પરિણામે, હવે આપણે ગૂગલ પ્લે સ્ટોરમાંથી કોઈ ખરીદી કરીએ તો રકમ ચૂકવતી વખતે ‘બિલ માય આઇડિયા સેલ્યુલર...
‘સાયબરસફર’ના ફેબ્રુઆરી ૨૦૧૬ અંકમાં આપણે ટોરેન્ટ ડાઉનલોડિંગ વિશે વિગતવાર વાત કરી હતી. જો તમે ટોરેન્ટ ડાઉનલોડિંગમાં ઊંડા ઉતર્યા હશો તો ક્યારેક ને ક્યારેક તમારો ‘ધ પાયરેટ બે’ સાઇટ સાથે અચૂક ભેટો થયો હશે. ટોરેન્ટ ડાઉનલોડિંગ કરતા લોકોમાં આ સાઇટ અત્યંત લોકપ્રિય છે પરંતુ...
ક્યારેક માથું દુ:ખે, દાઢ દુ:ખે કે છાતીમાં જરા મૂંઝારા જેવું થાય તો આપણામાંના ઘણા લોકો તેના ઉપાય માટે ડોકટરની સલાહ લેવાના બદલે ‘ગૂગલ ડોકટર’ને પૂછવાનું પસંદ કરતા હોય છે. મોટી બીમારીમાં ડોકટરે અમુક ચોક્કસ સલાહ આપ્યા પછી બીજો અભિપ્રાય મેળવવા માટે બીજા કોઈ ડોકટરને મળવાને...
તમે અમદાવાદથી મુંબઈ કે લંડનની ફ્લાઇટમાં મુસાફરી કરો અને તમારી બેગ્ઝ દિલ્હી કે સિંગાપોર પહોંચી ગઈ હોય એવું તમારી સાથે બન્યું છે? આવા કિસ્સામાં મુસાફરોને તો હાલાકી થાય જ છે, પણ સામાન પરત લાવવામાં એરલાઈનને પણ મોટો ખર્ચ થાય છે. જગતભરની એરલાઈન્સ પોતાની નાલેશી ટાળવા એ...
કલ્પના કરો કે તમે કોઈ ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી ખરીદી કરી અને તેના બે-ત્રણ દિવસ પછી તમે ખરીદેલી ચીજના ભાવ ઘટે અને તમને ભાવફેર જેટલા રૂપિયા પરત મળે તો? કંઈક આવા જ આઈડિયા સાથેની એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ થઈ છે. ઈઝરાયેલના ડેવલપર્સે બનાવેલી આ એપ ‘અર્ની’ આપણા ઈમેઈલ અને...
ગયા મહિને વડોદરામાં સાતમા ધોરણના એક વિદ્યાર્થીએ મોબાઇલમાંથી, પોતાની શાળાની વિદ્યાર્થિનીઓને ન મોકલવા જેવા મેસેજ અને ઇમેજ મોકલ્યાં. પોલીસે ૧૩ વર્ષના એ છોકરાની આઇટી એક્ટ હેઠળ અટકાયત કરી, હવે જુવેનાઇલ કાયદા મુજબ કાર્યવાહી થશે. મોબાઇલનું સિમ કાર્ડ એ છોકરાની મમ્મીના નામે...
‘સફારી’ સામયિકના માધ્યમથી ‘સાયબરસફર’ના હમસફર બનવાનો મોકો મળ્યો છે. સ્માર્ટફોનમાં સરળતાથી દેશ અને દુનિયામાં બનતી સાયબર ઘટમાળોની જ્ઞાનવર્ધક સફર કરાવવા માટે સમગ્ર ’સાયબરસફર’ ટીમનો ખૂબ ખૂબ આભારઅને પ્રગતિ માટે દિલથી શુભેચ્છાઓ. -મોનાર્ક ત્રિવેદી, કનેક્ટિકટ, યુએસએ ગુજરાતી...
સાચું કહેજો, તમારા ફોનમાં ચાર્જિંગ માટે યુએસબી કનેક્ટર લગાવતી વખતે કે લેપટોપ/પીસીમાં યુએસબી પેનડ્રાઇવ કે માઉસ-કીબોર્ડ-પ્રિન્ટર વગેરેના યુએસબી પ્લગ ભરાવતી વખતે તમે થોડી મથામણ અને અકળામણ અનુભવો છો કે નહીં? મથામણ એટલા માટે કે હાલનાં પ્રચલિત યુએસબી કનેક્ટરમાં એક તરફનો ભાગ...
આપણો સ્માર્ટફોન વધુ ને વધુ સ્માર્ટ બનતો જાય છે ત્યારે એ આપણા જીવંત જોડીદાર તરીકે વર્તવા લાગે એવા દિવસો હવે બહુ દૂર લાગતા નથી. એપલ, ગૂગલ, ફેસબુક વગેરે કંપનીઓ સ્માર્ટફોનને વર્ચ્યુઅલ આસિસ્ટન્ટમાં ફેરવી નાંખવા માટે જબરજસ્ત પ્રયાસો કરી રહી છે એ ગયા મહિને ગૂગલે તેના...
[vc_row][vc_column][vc_message color="warning" message_box_color="warning" icon_fontawesome="fa fa-exclamation-triangle"]અપડેટઃ આ મજાની એપ હવે ઘણે અંશે બદલાઈ ગઈ છે. આ લેખમાં દર્શાવેલી સુવિધાઓ હવે એ જ સ્વરૂપે તેમાં ઉપલબ્ધ નથી.[/vc_message][vc_column_text] અસહ્ય, આકરા...
આગળ શું વાંચશો? રડાર વેધર શીપ્સ વેધર બોઇ વેધર સ્ટેશન્સ ડ્રોપસોન્ડ્સ વેધર સેટેલાઇટ્સ રડાર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દુશ્મનોનાં વિમાન પર નજર રાખતા રડાર ઓપરેટર્સનું કામ વરસાદ વખતે મુશ્કેલ બનતું હતું. એ વાતમાં વૈજ્ઞાનિકોને રસ પડ્યો અને રડાર આગળ જતાં વરસાદ, કરા કે...
અમેરિકન જીપીએસ ભૂલીને આપણે નાવિક તરફ વળી શકીશું - અલબત્ત થોડા સમય પછી. ભારતની પોતાની જીપીએસ જેવી નેવિગેશન સિસ્ટમ હવે હાથવેંતમાં છે - ગયા મહિનાના આ સમાચારમાં થોડા ઊંડા ઊતરીએ. ગયા અઠવાડિયે, પાકિસ્તાનની અફઘાનિસ્તાન તરફની સરહદ નજીક, બલૂચિસ્તાનમાં એક કારમાં જઈ રહેલા...
તમે ખરેખર વ્યસ્ત પ્રોફેશનલ હો તો ક્યારેક તમારે મોબાઇલમાંના કોઈ મેઇલ, પ્લેન ટિકિટ કે કોઈ વેબઆર્ટિકલની પ્રિન્ટ લેવાની જરૂર પડી હશે. ‘ક્લાઉડ પ્રિન્ટ’ તરીકે ઓળખાતી ટેક્નોલોજીથી તમે તમારા પ્રિન્ટરને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી, ગમે ત્યારે, ગમે ત્યાંથી તેમાં પ્રિન્ટ મેળવી શકો...
તમે એન્ડ્રોઈડ અને એપલ બંને પ્રકારના સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો હોય તો તમે નોંધ્યું હશે કે એન્ડ્રોઈડમાં મૂળ સિસ્ટમના કી-બોર્ડ ઉપરાંત બીજા ઘણાં કસ્ટમાઈઝડ કી-બોર્ડ ઈન્સ્ટોલ કરી શકાય છે. પરંતુ એપલમાં આવી સગવડ છેક આઈઓએસ ૮ પછી મળવાની શરૂ થઈ અને આમ પણ એપલનું પોતાનું કી-બોર્ડ...
સંખ્યાબંધ પ્રયાસો પછી પણ ગૂગલને સોશિયલ મીડિયામાં ધારી સફળતા મળી નથી. હમણાં ગૂગલે લોન્ચ કરેલી નવી સર્વિસ - સ્પેસિઝ - નો વિચાર સારો છે, પણ અગાઉની નિષ્ફળતા તેને નડશે. બારમા ધોરણના પરિણામ આવી ગયા પછી કઈ લાઈનમાં અને કઈ કોલેજમાં એડમિશન લેવાથી સારી કારકિર્દી ઘડાશે એની મૂંઝવણ...
જાણી લો, અનેક રીતે ઉપયોગી વિકિપીડિયાના લેખો જરા જુદી તપાસવાની એક નવી રીત ! જો તમે ગૂગલ મેપ્સના જબરા ફેન હશો તો તમે નોંધ્યું હશે કે ગૂગલ મેપ્સનું પણ શાહરુખ ખાન જેવું થતું જાય છે- પહેલાં જેવી મજા હવે નથી (શાહરુખની બાબતમાં તમારો જુદો મત હોઈ શકે, પણ ગૂગલ મેપ્સમાં તો એવું...
ભારતીય સંસ્કૃતિમાં ગજબની વિવિધતા છે - આવું આપણે વારંવાર સાંભળ્યું છે પરંતુ આપણી પોતાની સંસ્કૃતિના વૈવિધ્યનો પૂરો તાગ મેળવવો આપણે માટે મોટા ભાગે મુશ્કેલ હોય છે. હવે આ કામ થોડું સહેલું બને તેવી શક્યતા છે. ઈન્ટરનેટ પર સહપીડિયા (http://www.sahapedia.org/) નામે એક સ્રોત...
સવાલ મોકલનારઃ ચિંતન પુરોહિત, સુરત કમ્પ્યુટરનો બહોળો ઉપયોગ કરતા લોકોને જ થઈ શકે એવો પ્રશ્ન! આપણા કમ્પ્યુટરમાં ફોલ્ડરની અંદર ઘણી બધી ફાઇલ્સ અને ફોલ્ડર હોય છે તેનું લિસ્ટ પ્રિન્ટ કરવા માટે... (૧) સૌ પહેલા નોટપેડ ઓપન કરો અને તેમાં નીચે આપેલ કોડ પેસ્ટ કરો. @echo off dir %1...
સવાલ મોકલનારઃ રાકેશ શાહ, કોડિનાર આ સવાલ અગાઉ પણ પૂછાયો છે અને મે ૨૦૧૫ અંકમાં તેનો વિસ્તૃત જવાબ અપાયો છે, છતાં ટૂંકમાં જાણી લઈએ... ફેસબુક એકાઉન્ટમાં લોગ-ઇન, સેટિંગ્સમાં ‘સિક્યુરિટી’ પર ‘ડીએક્ટિવેટ યોર એકાઉન્ટ’ એવો વિક્લ્પ મળશે. આ રીતે એકાઉન્ટ ડિલીટ થતું નથી, પણ આવી...
ઇન્ટરનેટ કનેક્શન આજે દરેક કમ્પ્યુટરની જરૂરિયાત છે. મોટા ભાગે આપણે સારી સ્પીડ માટે બ્રોડબેન્ડ કનેક્શનનો ઉપયોગ કરીએ છીએ. જેમાં ઇન્ટરનેટ ડેટાની લિમિટ હોય છે અને અનલિમિટેડ પ્લાન હોય તો પણ હાઇસ્પિડ ડેટા પ્લાનની લિમિટ પૂરી થઈ જાય એટલે સ્પિડ ધીમી થઈ જતી હોય છે. આવી સ્થિતિમાં...
તમે પીડીએફ ફાઇલ્સનો કેટલોક ઉપયોગ કરો છો? ઇન્ટરનેટ પર પાર વગરનું કન્ટેન્ટ - પુસ્તકો, મેગેઝિન્સ, રીપોર્ટ્સ, પ્રેઝન્ટેશન્સ વગેરે - પીડીએફ સ્વરૂપે ઉપલબ્ધ હોય છે અને આપણે તેને ડાઉનલોડ કરી લીધા પછી ગમે ત્યારે ઓફલાઇન જોઈ શકીએ છીએ. આ ફાઇલ્સ વાંચવા એડોબ રીડર (કે બીજા કોઈ...
જ્યારે પણ આપણે ઇમેજમાંથી કોઈ ટેક્સ્ટ કોપી કરવી હોય ત્યારે આપણે ઇન્ટરનેટ પર ખાબકીએ અને ગૂગલમાં ‘ઇમેજ ટુ ટેક્સ્ટ કન્વર્ટર’ સર્ચ કરી જે ઓનલાઇન સર્વિસ મળે તેની મદદ લેવાની કોશિશ કરીએ. તમને ઇન્ટરનેટ સરળતાથી ઉપલબ્ધ હોય અને ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ થોડો ફાવતો હોય તો તેમાં જરૂરી...
ડેસ્કટોપ શોર્ટકટ આપણે આપણી સુવિધા માટે બનાવીએ છીએ. આ ઓરિજિનલ ફાઇલ હોતી નથી, પણ ઓરિજિનલ ફાઇલને ઓપન કરવાનો શોર્ટકટ રસ્તો છે, પણ જ્યારે આપણે કોઈ ફાઇલ કોઈને પેનડ્રાઇવ, સીડી કે ઇ-મેઇલ દ્વારા મોકલવાની હોય ત્યારે ઓરિજિનલ ફાઇલની જરૂર પડતી હોય છે. ત્યારે આપણે ઓરિજિનલ ફાઇલ...
ઘણા લોકોને સીડી પ્લેયર કરતાં રેડિયો વધુ પસંદ હોય છે, કારણ કે સીડી પ્લેયરમાં તો કયા ગીત પછી કયું ગીત આવશે એ આપણે જાણતા હોઈએ છીએ, જ્યારે રેડિયોમાં મજાની સરપ્રાઇઝ મળતી હોય છે! આવી જ સરપ્રાઇઝ આપણે યુટ્યૂબ પર પણ મેળવી શકીએ છીએ. ધારો કે તમને મુકેશનાં ગીતોમાં રસ છે. તમે...
શીર્ષક વાંચીને નવાઈ લાગી? શું જરૂર છે યૂટ્યુબમાં ‘સ્ટોપ બટન’ની? વીડિયો અટકાવવો હોય ત્યારે પોઝ બટન છે જ, સ્ટોપ બટન આપેલું જ નથી હોતું. જ્યારે આપણે યૂટ્યુબ પર વીડિયો પ્લે કરીએ ત્યારે એ વીડિયો ડાઉનલોડ થાય તેમ તેમ આપણે તેને જોઈ શકીએ, બરાબર? હવે જ્યારે કોઈ વીડિયો અધૂરો...
વિન્ડોઝમાંની સંખ્યાબંધ ખૂબીઓમાંની એક, જેનો તમે કદાચ લાભ લેતા નહીં હો. વિન્ડોઝમાં જેટલા અલગ અલગ પ્રકારની સુવિધાઓ છે, એટલી જ વિવિધતા આ સુવિધાઓ સુધી પહોંચવામાં છે! સામાન્ય રીતે આપણે સ્ટાર્ટ બટન પર ક્લિક કરી, જુદા જુદા પ્રોગ્રામ્સના લિસ્ટમાં જઈ, જે તે પ્રોગ્રામ કે સુવિધા...
વેબ બ્રાઉઝરમાં નવું પેજ ઓપન કરવા માટે આપણે ટેબનો ઉપયોગ કરી છીએ. આ ટેબ આપણા બ્રાઉઝિંગને બહુ સહેલું બનાવી દે છે. તમે ઇચ્છો તો તમારા કમ્પ્યુટરમાં પણ આવાં ટેબ્સ ઉમેરી શકો છો. Clover 3 એક એવું એક્સટેન્શન છે જેની મદદથી આપણે વિન્ડોઝ એક્સ્પ્લોરરમાં પણ ટેબનો ઉપયોગ કરી શકીએ....
વર્ડમાં આખા ડોક્યુમેન્ટની તમામ ટેક્સ્ટ સિલેક્ટ કરવી હોય તો આપણે Ctrl+A કીની મદદ લઈ શકીએ છીએ. એ જ રીતે એક્સેલમાં પણ Ctrl+Aનો ઉપયોગ થઈ શકે છે. જો તમે ડેટાનું ટેબલ બનાવ્યું હોય તો તેમાં કર્સર રાખી Ctrl+A પ્રેસ કરતાં ડેટા સિલેક્ટ થશે, બીજી વાર Ctrl+A કરતાં ટેબલનાં હેડર્સ...
વેકેશન પૂરું થવામાં છે, ક્યાંય ફરવા ન જઈ શકાયું હોય તો અહીં કુદરતસર્જિત અને માનવસર્જિત રોમાંચક સ્થળોના ફક્ત બે વીડિયો સેમ્પલ આપ્યાં છે. આ ફક્ત ઇશારો છે, તમારી ફુરસદે વર્ચ્યુઅલ ટુર કરવા માટે નીકળી પડો! તમે ક્યારેય કોંકણ રેલવેમાં મુંબઈથી ગોઆ-મેંગલોર તરફ પ્રવાસ કર્યો છે?...
તમારા રોજિંદા બિઝનેસના કામકાજમાં તમારો અનુભવ હશે કે ક્યારેક કોઈ ઈ-મેઈલ કે ફાઈલનો અમુક હિસ્સો આપણે આપણાં સહ કર્મચારી સાથે શેર કરવો જરૂરી હોય પરંતુ આખેઆખો ઈ-મેઈલ કે ફાઈલ આપણે તેને મોકલી શકીએ થેમ ન હોઈએ કારણ કે તેમાં અમુક માહિતી ખાનગી રાખવી જરૂરી હોય. અત્યાર સુધી આવી...
સવાલ મોકલનારઃ પ્રભાશંકર આચાર્ય, બોરીવલી, મુંબઈ યૂટ્યુબ પર કોઈ વીડિયો પસંદ આવી જાય અને તેને મિત્રો અથવા વોટ્સએપ ગ્રૂપમાં શેર કરવા ઇચ્છતા હો તો એ કામ આ રીતે થઈ શકે... તમારા ફોનમાં યૂટ્યુબ ઓપન કરો. જે યૂટ્યુબ વીડિયો શેર કરવા માગતા હો તેને પ્લે કરો. પ્લે કરવાથી તેની ઉપર...
વિશ્વનાં જુદાં જુદાં પ્રસિદ્ધ સ્થળોનો જરા જુદી રીતે પ્રવાસ ખેડવો છે? tripglimpse.com સાઇટ પર એક નક્શા પર વિવિધ સ્થળોનાં જોવાલાયક સ્થળોના વીડિયો જોવા મળશે. સાથે એ સ્થળ સંબંધિત વિકિપીડિયાનો લેખ તો ખરો...
ચોમાસુ એટલે કુદરતની કરામતને મન ભરીને માણવાની ઋતુ. એ સાથે ચોમાસુ આપણને જળચક્ર સમજવાની તક પણ પૂરી પાડે છે. આપણે સૌ ભણી ગયા છીએ અને જાણીએ છીએ કે ઉનાળામાં સમુદ્રનું પાણી ગરમ થઈ વરાળ બની આકાશમાં ઊંચે ચઢે છે, ત્યાં વરાળ ઠંડી પડીને વાદળામાં ફેરવાય છે અને સમુદ્ર પરથી જમીન તરફ...
સોસાયટીના ખુલ્લા પ્લોટમાં કે ગલીમાં રમાતા ક્રિકેટમાં આપણે આપણી રીતે જાતજાતના નવા નિયમો ઘડી કાઢતા હોઈએ છીએ પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અમલી વાસ્તવિક નિયમોમાં તમે ઊંડા ઉતરવા માંગતા હો તો આખરે આવી એક એપ તૈયાર થઈ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટનું સંચાલન ઇન્ટરનેશનલ ક્રિકેટ...
ગયા અંકમાં, એક ત્રાસવાદીના આઇફોનને ક્રેક કરવાના મુદ્દે એપલ અને એફબીઆઇ વચ્ચેની લડાઈ વિશે આપણે જાણ્યું હતું, તેનું પરિણામ જાણવાની તમને જિજ્ઞાસા હોય તો જાણી લો કે છેવટે એફબીઆઇએ એપલની મદદ વિના, એક થર્ડ પાર્ટી એજન્સીની મદદથી ફોન હેક કરી લીધો હતો. ફોનમાંથી શી માહિતી મળી તે...
કૃષિપ્રધાન ભારત દેશમાં સિંચાઈ જેવી ખેતીની પ્રાથમિક જરૂરિયાતો પણ હજી પૂર્ણ રીતે સંતોષાતી નથી અને દુકાળના સમયમાં વારંવાર સરકાર અને ખેડૂતો આમને-સામને આવી જાય છે એ હકીકત કોઈ રીતે નકારી શકાય તેમ નથી. પરંતુ બીજી તરફ ખેડૂતોને ડિજિટલ ઇન્ડિયા મિશનમાં આવરી લેવા માટે જે પ્રયાસો...
એકાદ વર્ષ પહેલાં આપણે વાત કરી હતી કે મુંબઈના વિખ્યાત ડબ્બાવાળાઓ અને ઓનલાઈન શોપિંગ સાઈટ ફ્લિપકાર્ટ હાથ મેળવી રહ્યા છે. મુંબઈના ડબ્બાવાળાઓ મુંબઈના ખૂણે ખૂણે વસતા મુંબઈગરાઓના ઘરેથી ટિફીન બોક્સ મેળવીને મુંબઈના બીજા અલગ અલગ ખૂણે કામ કરતા લોકો સુધી ચોકસાઈથી ટિફીન પહોંચાડવા...
આપણો દેશ ગજબના વિરોધાભાસોનો દેશ છે. એક તરફ આપણી બેન્ક્સ વિજય માલ્યા જેવા લેણદારોને હજારો કરોડોની લોન આંખ મીંચીને આપી દે છે અને પછી પરત મેળવી શકતી નથી. બીજી તરફ, આ જ બેન્કોની બનેલી વ્યવસ્થા, આખા વિશ્વમાં અજોડ ગણાય એ રીતે, એક-સવા અબજ લોકો સુધી વિસ્તારી શકાય એવી કેશ-લેસ...
‘કમ્પ્યુટરને કહો, બંધ હોજા સીમ સીમ’ આ માહિતી મને ખૂબ ઉપયોગી થવાની છે. આખો અંક વાંચવાની ખૂબ મજા આવી, સરસ માહિતી. અંક એક બેઠકે જ પૂરો કરી દીધો! ગુજરાતીમાં આવી માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને હા, જય આલ્ફા ગો! - સમ્રાટ ઠાકર, કલોલ આપના દ્વારા પ્રકાશિત ‘સાયબરસફર’નો...
‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૧૬ અંકમાં એક વાચકમિત્ર (આયુષ શાહ, ભુજ-કચ્છ)નો એક રસપ્રદ સવાલ પ્રકાશિત થયો હતો, "સ્માર્ટફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરવાને બદલે ક્લાઉડમાં ઇન્સ્ટોલ કરી, ત્યાંથી ઉપયોગમાં લઈ શકાય? ત્યારે એ સમયની સ્થિતિ અનુસાર વિસ્તૃત જવાબ અપાયો હતો, પણ હવે આયુષની...
આધાર કાર્ડ આપતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ)એ હમણાં એક સત્તાવાર નિવેદન આપીને લોકોને જાણ કરી છે કે યુઆઇડીએઆઇ તરફથી આપવામાં આવતું સાદું આધાર કાર્ડ કે તેની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવામાં આવતું આધાર કાર્ડ તમામ ઉપયોગ માટે સંપૂર્ણપણે માન્ય છે....
આ લેખનો વિષય સૂચવનાર વાચક મિત્ર : તપન મારુ, પૂણે કલ્પના કરો કે તમે કોઈ કરિયાણાની દુકાને કે કોઈ સુપરમાર્કેટમાં ગયા. તમારી ખરીદીનું બિલ ૪૩૬ રૂપિયા થયું. તમારે ખિસ્સામાંથી પર્સ કાઢીને છૂટા રૂપિયા શોધવાની કે તમારી ૫૦૦ રૂપિયાની નોટ સામે બાકીના રૂપિયા આપવા માટે...
અંગ્રેજી ભાષા પર તમારી ઠીક ઠીક પકડ હોય, પણ તમે વિવિધ શબ્દોની ઊંડી સમજ કેળવવા માગતા હો તો આ વેબસાઇટની વારંવાર મુલાકાત લેવા જેવી છે! કોઈ અંગ્રેજી શબ્દનો અર્થ પૂરેપૂરો ન સમજાય તો આપણે સૌ ડિક્શનરીનો આશરો લઈએ છીએ, પણ કઈ ડિક્શનરી? મોટા ભાગે ઇંગ્લિશ-ટુ-ગુજરાતી ડિક્શનરી. કારણ...
રેઝોલ્યુશન એક ઇમેજમાં કેટલી વિગતો સમાઈ શકશે તેનું માપ. ડિજિટલ ઇમેજ ‘પિક્સેલ’ તરીકે ઓળખાતા સંખ્યાબંધ નાના રંગીન ડોટ્સથી બને છે. ઇમેજમાં જેમ વધુ પિક્સેલ (કે રેઝોલ્યુશન) તેમ તેમાં વધુ વિગતો સમાઈ શકે. આગળ શું વાંચશો? મેગાપિક્સેલ ડ્યુઅલ એલઇડી/ટ્રુ ટોન ફ્લેશ લેસર ઓટો ફોકસ...
ખિસ્સામાં સ્માર્ટફોન હોય અને તેમાં વોટ્સએપ જેવી મેસેજિંગ સર્વિસ હોય તો સૌ સાથે સંપર્કમાં રહેવાનું, ફોટોગ્રાફ્સની આપલે કરવાનું વગેરે ઘણું સહેલું બની જાય, પણ સાથોસાથ ફોનની ગેલેરીમાં જમા થતા જતા ફોટોગ્રાફ્સને મેનેજ કરવાનું મુશ્કેલ પણ બનતું જાય. તમે જાણતા જ હશો કે આપણા...
તમારી સાથે આવું ઘણી વાર બન્યું હશે, કોઈ સમયે સ્માર્ટફોનથી વીડિયો લેવાના ઉત્સાહમાં, ફોન આડો રાખવાનું ભૂલાઈ જાય અને આપણે વર્ટિકલ પોઝિશનમાં વીડિયો કેપ્ચર કરી લઈએ! આવો વીડિયો ‘દેખીતી’ રીતે મજા પડે એવો ન હોય. હોરાઇઝન કેમેરા (Horizon Camera) નામની એક એપ આ પ્રોબ્લેમ ઉકેલી...
ઘણી વાર અમુક બાબતોને આપણે શક્ય એટલી સરળ બનાવી શકીએ તો તેનું ઊંડાણ સમજી શકીએ. પૃથ્વી પર વસતા લોકોના સંદર્ભમાં, આપણા સૌનું જીવન, રહેણીકરણી, ધર્મ, કુદરતી અને માનવસર્જિત સંસાધનો વગેરે આપણા સૌ વચ્ચે કેવા પ્રમાણમાં વહેંચાયેલું છે એ સમજવા માટે, કેટલાક લોકોએ આપણી પૃથ્વી પર...
ટવીટરની ‘પેરિસ્કોપ’ નામની સર્વિસની જેમ હવે ટૂંક સમયમાં ફેસબુકમાં પણ તમને લાઇવ વીડિયો શેર કરવાની તક મળશે - પણ ઉપયોગ સંભાળીને કરશો! કલ્પના કરો તમે તમારા આઇફોન કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ફેસબુક એપ ઓપન કરી અને પેલા જૂના ને જાણીતા સવાલ ‘વોટ્સ ઓન યોર માઇન્ડ?’નો જવાબ આપવા...
વોટ્સએપનો તમે રોજેરોજ ઉપયોગ કરતા હો, તો પણ તેમાં ઉમેરાયેલાં કેટલાંક નવાં ફીચરથી હજી તમે અજાણ હો એવું બની શકે છે. અહીં વોટ્સએપની એવી કેટલીક નવી સુવિધાઓની માહિતી આપી છે, જે કાં તો તમારા ફોનમાં આવી ગઈ હશે, અથવા નવા અપડેટ સાથે આવવામાં હશે. કેટલીક સુવિધાઓ એવી પણ છે, જે હજી...
એન્ક્રીપ્શનની સુવિધાથી એમ ન માનશો કે હવે બિન્દાસ કોઈને પણ, કશું પણ મોકલી શકાશે. વોટ્સએપનો ભરપૂર ઉપયોગ કરતા લોકો ગયા મહિને તેમના વોટ્સએપ ચેટમાં એક ચેતવણી જેવી સૂચના વાંચીને ગૂંચવાયા. કારણ હતું એ ચેતવણીમાંનો ‘એન્ક્રીપ્શન’ જેવો ભારેખમ શબ્દ. જોકે સાથે ‘સિક્યોર્ડ’ જેવો...
રાતદિવસ વોટ્સએપ પર એક્ટિવ લોકોને ધડાધડ ટાઇપિંગની પ્રેક્ટિસ થઈ જ જાય છે, પણ નાનાં બાળકોને ગેમ્સ માટે ફક્ત એરો કીથી આગળ વધારીને ટાઇપિંગની પ્રેક્ટિસ કરાવવી હોય કે ચાલીસી વટાવી ગયેલા લોકોએ સ્માર્ટફોન પર આંગળીઓને ફટાફટ ફરતી કરવી હોય તો એ માટે તેમણે પૂરતી પ્રેક્ટિસ કરવી...
સવાલ મોકલનારઃ નિર્મલાબહેન કોઠારી, મુંબઈ બહુ સરળ છે. તમારો સ્માર્ટફોન એન્ડ્રોઇડ હોય, આઇફોન કે વિન્ડોઝ ફોન હોય, ત્રણેયમાં રીત લગભગ સરખી જ છે. આપણે કાં તો કોન્ટેક્ટ (કે પીપલ) એપમાં જઈને ફોટો ઉમેરી શકીએ, અથવા ફોટોગેલેરીમાં જઈને ત્યાંથી ગમતા ફોટોગ્રાફને કોઈ કોન્ટેક્ટના...
સવાલ મોકલનારઃ હિતેશ ગજ્જર, મહેસાણા તમે ગૂગલ એકાઉન્ટમાં સાઇનઇન થવાનો પ્રયાસ કરો ત્યારે લોગઇન પેજ પર તમારા ઈ-મેઇલ આઇડી સાથે તમારો ફોટોગ્રાફ જોવા મળે છે. એ જ રીતે જ્યારે આપણે કોઈને ઈ-મેઇલ મોકલીએ ત્યારે આપણા આઇડી સાથે આપણો નાનકડો ફોટોગ્રાફ સામેલ હોય છે. આપણે આ ફોટોગ્રાફ...
સવાલ મોકલનારઃ નિર્મલ જોષી, નખત્રાણા (કચ્છ) મોટા ભાગની મોટી વેબસાઇટમાં તેમાંના કન્ટેન્ટમાં સર્ચ કરવા માટે સર્ચબોક્સની સુવિધા હોય છે. આપણે તેમાં કંઈ પણ લખીને એ શબ્દો ધરાવતા, એ વેબસાઇટમાંનાં પેજીસ શોધી શકીએ છીએ. ઘણી સાઇટમાં ગૂગલ સર્ચની મદદથી જ સાઇટની અંદર સર્ચ કરવાની...
સવાલ લખી મોકલનારઃ અલ્કેશ દવે, અમદાવાદ મોટા ભાગના લોકો યુટ્યૂબના વીડિયો ડાઉનલોડ કરવા ઇચ્છતા હોય છે, પણ સહેલાઈથી થતા નથી. જોકે તેની વિવિધ રીતો શોધી શકાય છે. તમે પણ યુટ્યૂબના વીડિયો ડાઉનલોડ કરવા ઇચ્છતા હો તો પહોંચો આ સાઇટ પર http://savefrom.net/. આ સાઇટ પર યુટ્યૂબ પર...
સવાલ લખી મોકલનારઃ નિકિતા મહેતા, વડોદરા તમે તમારો ફુરસદનો સમય પીસીમાં ફેસબુક પર પસાર કરી રહ્યા હો ત્યારે કોઈ મિત્રે શેર કરેલો વીડિયો તમને ગમી જાય અને તમે તે ડાઉનલોડ કરવા ઇચ્છો છો, તો એ કામ સહેલું નથી, છતાં છે! સહેલું નથી એટલા માટે કે તેને ફેસબુક પરથી ડાઉનલોડ કરવાનો...
તમારે ઇન્ટરનેટની સ્પિડ ઓછી હોય અને યૂટ્યૂબના વીડિયો જોવા હોય ત્યારે જ્યાં સુધી વીડિયો લોડ થાય નહીં ત્યાં સુધી તમે તેને સારી રીતે જોઈ શકતાં નથી. ઇન્ટરનેટ કનેક્શનની ધીમી સ્પીડને કારણે વીડિયો બફર થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડે. આ રીતે બફરિંગ ચાલતું હોય ત્યારે આપણે...
ઘણી વાર તમારું કમ્પ્યુટર ધીમું થઈ ગયું હોય અને તમને ખબર હોય કે તમારા કમ્પ્યુટરમાં ઘણા ન જોઈતા પ્રોગ્રામ છે, તો તેને કમ્પ્યુટરની કંટ્રોલ પેનલમાં જઈને અનઇન્સ્ટોલ કરી શકાય. પણ આ કામ તમને મુશ્કેલ લાગતું હોય તો તેનો એક સહેલો રસ્તો છે. સ્ટાર્ટ મેનુમાં ‘રન’ ઓપ્શનમાં કે સર્ચ...
આપણે કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ ત્યારે (સ્પિકર ચાલુ હોય ત્યારે) એક સાઉન્ડ સાંભળવા મળે છે, જે વિન્ડોઝનું ડિફોલ્ટ હોય છે. આ મ્યુઝિક સાંભળીને તમે કંટાળી ગયા હો અથવા તેની જગ્યાએ મનપસંદ મ્યુઝિક કે ગીત સાંભળવા માંગતા હો તો... સૌ પહેલાં તો આપણે જે પણ ગીત સાંભળવા માંગતા હો તે...
વેકેશનમાં ‘હું શું કરું, મમ્મી/પપ્પા?’ એવા બાળકોના સવાલોથી થાક્યા? અથવા તમે પોતે ફુરસદના સમયમાં દિમાગની ધાર કાઢવા માગો છો? તો એક મજાની ગેમ છે ટેનગ્રામ. પણ વેઇટ, ગેમનું નામ જાણી લીધા પછી તરત તમારા સ્માર્ટફોનના પ્લે સ્ટોર તરફ દોટ મૂકશો નહીં! ત્યાં તો આ ગેમ ડિજિટલ...
વેકેશન શરૂ થઈ ગયું છે તો બે ઘડી મજાની વાત કરીએ. ધારો કે તમે મોબાઇલમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું અને કોઈ વેબસાઇટ જોવા માટે તેનું એડ્રેસ ટાઇપ કર્યું. હવે કોઈ કારણસર તમારું વાઇ-ફાઇ કનેક્શન બંધ છે અથવા મોબાઇલના ડેટા પ્લાનનાં સિગ્નલ પકડાતાં નથી. દેખીતું છે કે ક્રોમ...
તમે કોઈ પેનડ્રાઇવમાં અગત્યનો બેકઅપ સાચવતા હો અને તેને પાસવર્ડ પ્રોટેક્શન આપવા માગતા હો, તો જાણી લો પેનડ્રાઇવના ‘એન્ક્રીપ્શન’ની આ સહેલી રીત! વોટ્સએપને કારણે, એન્ક્રીપ્શન ટેક્નોલોજી ફરી એક વાર ચર્ચામાં આવી ગઈ છે. સામાન્ય રીતે, વોટ્સએપમાંના આપણા મેસેજ ખાસ અગત્યના હોતા...
કમ્પ્યુટર એન્જિનીયરિંગના વિદ્યાર્થી અને ‘સાયબરસફર’ના વાચકમિત્ર ગુંજન પનારાએ, હમણાં હમણાં વધુ સંભળાતા શબ્દ ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી)’ વિશે વિસ્તૃત સમજ આપવાનું સૂચન કર્યું છે. એમનું સૂચન એક આખી કવર સ્ટોરીનો વિષય છે, પણ એ શક્ય બને ત્યાં સુધી, તેનું એક ટ્રેલર જોઈ લઈએ!...
એક અહેવાલ અનુસાર, જાણીતી ઓનલાઇન શોપિંગ સાઇટ ‘સ્નેપડીલ’ને હમણાં પંજાબના સંગરુર જિલ્લાના ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે રૂ. ૧૦,૦૦નો દંડ ફટકાર્યો, કેમ કે કંપનીએ હેવી ડિસ્કાઉન્ટનું તેનું પ્રોમિસ પાળ્યું નહોતું! વાત એમ બની હતી કે સંગરુરના એક એન્જિનીયરિંગ સ્ટુડન્ટ નિખિલ બંસલે...
કેરળ ભારતનું એવું પહેલું રાજ્ય બન્યું છે, જેનાં તમામ ગામડાંને બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી લિંક કરી લેવામાં આવ્યાં છે. ટેક્નોલોજીની વાત નીકળે ત્યારે કેરળ બીજી પણ ઘણી રીતે નોંધપાત્ર છે, જેમ કે... કુલ વસતિના ૯૩.૯૧ ટકા શિક્ષિત લોકો સાથે કેરળ ભારતનું સૌથી શિક્ષિત રાજ્ય છે....
બિહાર ભલે ભારતનું સૌથી પછાત અને સૌથી ભ્રષ્ટ રાજ્ય મનાતું હોય, બિહાર પોલીસ સ્માર્ટ ટેક્નોલોજી અપનાવવામાં બીજાં રાજ્યો કરતાં આગળ નીકળી ગઈ છે. હમણાં બિહાર સરકારે રાજ્યના સ્ટેશન હાઉસ ઓફિસરથી માંડીને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ સુધીના તમામ પોલીસ કર્મચારીઓને એન્ડ્રોઇડ ફોન આપવાનો...
ભારતમાં ઓનલાઇન શોપિંગની વિશ્વસનીયતા સામે હજી પણ પ્રશ્નાર્થો છે ત્યારે, ફ્લિપકાર્ટે પોતાની વિશ્વનીયતા કેળવવાના પોતાની રીતે પ્રયાસો શરૂ કર્યા છે. અહેવાલો અનુસાર, ગયા વર્ષથી ફ્લિપકાર્ટે તેના પોતાના ૩૦૦ જેટલા કર્મચારીઓને ‘મીસ્ટ્રી શોપિંગ’નું કામ સોંપ્યું. જે મુજબ, આ...
ભારતમાં આજકાલ સૌથી વધુ ચર્ચાતા શબ્દો છે ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘સ્વચ્છ ભારત મિશન’. ભારત સરકાર આ બંને બાબતોને એકમેક સાથે સાંકળવાનો પ્રયાસ કરી રહી છે. એક સમાચાર મુજબ, કેન્દ્ર સરકાર ભારતનાં વિવિધ મોટાં શહેરોમાં, સ્માર્ટ કચરાપેટી મૂકવાનો વિચાર કરી રહી છે. આવી કચરા પેટી, એક...
ગયા મહિને, ગૂગલની સેલ્ફડ્રાઇવિંગ કારનો એક અકસ્માત થયો તેને અખબારોએ ખાસ્સી જગ્યા આપી. ગૂગલ મેપ્સમાં ‘સેડિશન’ (રાષ્ટ્રદ્રોહ) શબ્દ સર્ચ કરતાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી દેખાય છે એ વાત પણ અખબારો, ન્યૂઝ ચેનલમાં ખાસ્સી ચમકી અને તેનાં કારણોની બહુ ઓછાએ ચર્ચા કરી. પણ, એના થોડા...
આ અંકની કવર સ્ટોરીના વિષય ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ના અનુસંધાને, માનવમગજની સ્ટોરેજ કેપેસિટી કેટલી એ જાણીએ! ઘણી વાર આપણે વાતવાતમાં કહીએ છીએ, ‘મગજ બિલકુલ ભરાઈ ગયું, ખાલી કરવું પડશે.’ પણ માનવ મગજ એમ સહેલાઈથી ભરાય તેમ નથી. આપણી એક જિંદગીમાં તો નહીં જ. માનવમગજમાંના...
હું કમ્પ્યુટર એન્જિનીયરિંગ સ્ટુડન્ટ છું અને મને ‘સાયબરસફર’ બહુ ગમે છે, જે રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય એવી નવી ટેક્નોલોજી વિશે માહિતી આપે છે અને તેનો ઇફેક્ટિવ, સ્માર્ટ ઉપયોગ કેવી રીતે કરવો જેની જાણકારી આપે છે. ફેબ્રુઆરી ૨૦૧૬ની કવર સ્ટોરીએ ટોરેન્ટ વિશેની ઘણી ગેરસમજો...
આગળ શું વાંચશો? Samsung Galaxy S7 Apple Iphone SE Lenovo K4 Note Xiaomi Redmi Note 3, 32 GB LeTV (LeEco) Le 1s Vivo Y31L Samsung Galaxy S7 ફોરજી કનેક્ટિવિટી, ડ્યુઅલ સિમ ૫.૧ ઇંચ ડિસ્પ્લે, ૧૪૪૦ બાય ૨૫૬૦ પિક્સેલ, ગોરિલા ગ્લાસ ૪ જીબી રેમ, ૩૨ જીબી ઇન્ટર્નલ મેમરી ૨.૩ ગીગા...
ગયા મહિને, અખબારો અને ટીવીની ન્યૂઝ સાઇટ્સ પર એક સમાચારે થોડી ચર્ચા જગાવી - ગૂગલ મેપ્સ પર ‘એન્ટી-નેશનલ’ કે ‘સેડિશન’ (રાષ્ટ્રદ્રોહ) જેવા શબ્દો સર્ચ કરતાં ગૂગલ મેપ યૂઝરને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી બતાવે છે! આવી બાબતોમાં દોષનો ટોપલો સર્ચ કંપની પર ઢોળી દેતાં પહેલાં, એ...
ભારતમાં ઓનલાઇન શોપિંગ વધી રહ્યું છે, છતાં હજી પણ ઘણા લોકો ઓર્ડર આપેલી વસ્તુ ખરેખર મળશે કે નહીં એ વાતે ખચકાટ અનુભવતા હોય છે. એનાં વાજબી કારણો પણ છે કારણ કે આપણે અખબારોમાં અવારનવાર વાંચીએ છીએ કે ઓનલાઇન શોપિંગમાં ફોનનો ઓર્ડર નોંધાવ્યો હતો, પણ ડિલિવર થયેલા બોક્સમાંથી પથરા...
ગયા અઠવાડિયે એપલ કંપની બે કારણસર સમાચારમાં રહી. નવા, નાના આઇફોનના લોન્ચ વિશે તો આપણે અખબારોમાં ઘણું વાંચ્યું એટલે અહીં વાત કરીએ બીજા, પ્રમાણમાં ઓછા જાણીતા સમાચારની. વાતની શરૂઆત થઈ ડિસેમ્બર ૨, ૨૦૧૫ના દિવસે. અમેરિકાના એક શહેરમાં, પાકિસ્તાનમાં મૂળ ધરાવતા એક દંપતિએ હોલીડે...
ગયા મહિને, ચેસ કરતાં પણ અઘરી એવી એક ગેમમાં મશીને માણસને માત આપી. માણસે બનાવેલ કમ્પ્યુટર મગજની બરોબરી કરવા લાગ્યું છે અને આપણા રોજબરોજના કામકાજમાં આ કૃત્રિમ બુદ્ધિ ઉપયોગી પણ થવા લાગી છે. આગળ શું વાંચશો? આખરે છે શું આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ? મગજ અને કમ્પ્યુટર : કોણ...
માનવ મગજની જેમ સમજી, વિચારી ને શીખી શકે અને તે ઉપરાંત, પોતાની રીતે પગલાં પણ લઈ શકે એવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સની શોધનાં મૂળ આપણી માન્યતા કરતાં ઘણાં જૂનાં છે. લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં, મણકાની મદદથી ગણતરી કરી આપતા ‘અબેકસ’ નામના સાધનથી માનવજાતે ‘માણસના મગજ...
ગરમીના દિવસોમાં રોજિંદા કામકાજમાં કંટાળો આવતો હોય ત્યારે મજાનો બ્રેક લેવો છે? જો તમારા સ્માર્ટફોનમાં ફેસબુક મેસેન્જર એપ હોય તો તમે એમાં બાસ્કેટબોલની મજા માણી શકો છો! જો તમે લાંબા સમયથી ફેસબુક પર એક્ટિવ હશો તો સ્માર્ટફોન માટેની તેની મેસેન્જર એપથી પરિચિત હશો જ. તમારા...
કોલ્ડડ્રિંકની જૂની પ્લાસ્ટિક બોટલ, દોરી, પેન્સિલ, કાગળ વગેરે તદ્દન ઘરવપરાશની વસ્તુઓમાંથી વિવિધ સિદ્ધાંત સમજાવતાં મજાનાં રમકડાં બનાવતાં શીખવું હોય તો ડાઉનલોડ કરી લો આ એપ. પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે ને વેકેશનમાં શું કરવું એનો કંટાળો શરૂ થઈ ગયો હોય તો ફક્ત એક મિનિટનો આ...
આ પૃથ્વી પર નદીઓ, પહાડો, મહાસાગરો, દેશો, ખંડો વગેરે ઘણું એવું છે, જેના વિશે આપણે ઘણું જાણતા નથી. આપણી પૃથ્વીનાં જાણીતાં છતાં અજાણ્યાં પાસાંનો પરિચય કેળવવાનો એક સહેલો રસ્તો છે, એટલાસ અથવા તો નક્શા. પરંતુ પ્રિન્ટેડ એટલાસ હાથમાં લઈએ કે ઇન્ટરનેટ પરના ડિજિટલ મેપ્સમાં...
હવે ટપાલ ભલે કોઈ લખતું ન હોય, પોસ્ટ ખાતાને ઈ-કોમર્સ નામનો મોટો જોડીદાર મળી ગયો છે અને હવે સરકાર પણ પોસ્ટના વિશાળ નેટવર્કને નવી ટેક્નોલોજીથી, નવેસરથી ધમધમતું બનાવવા માગે છે. યાદ કરો, છેલ્લે તમે પોસ્ટકાર્ડ ક્યારે લખ્યું હતું? તમારાં બાળકોએ તો પોસ્ટકાર્ડ જોયું પણ ન હોય...
તમારો ફોન કે ટેબલેટ સામાન્ય કરતાં નબળું પરફોર્મન્સ આપે તો તેનું કારણ, બેકગ્રાઉન્ડમાં ચાલુ રહેતી એપ્સ હોઈ શકે છે. જાણી લો આવી એપ્સ પારખીને તેને દૂર કરવાની રીતો. તમારો સ્માર્ટફોન કે ટેબલેટ થોડા સમયથી ધાર્યો પ્રતિસાદ ન આપતાં હોય એવું લાગે છે? મેસેજિંગ જેવી સાદી એપ ઓપન...
વિન્ડોઝની ખરી ખૂબી એ છે કે આપણે આપણી જરૂર મુજબ તેને કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. એક વાર તમે વિન્ડોઝના ટાસ્કબારને તમારી મરજી મુજબ સેટ કરી લેશો, તો તમારું રોજિંદું કામ ઘણું સરળ બની જશે. ‘સાયબરસફર’ના લગભગ દરેક લેખ એ પ્રકારના હોય છે કે તમારે કમ્પ્યુટર અથવા સ્માર્ટફોન સાથે લઈને...
કોઈ મજાના હિલ સ્ટેશને કે દરિયાકિનારે સૂર્ય આથમી રહ્યો હોય કે તમારી દીકરી નવી નવી સાઇકલ શીખી રહી હોય કે... કારણ ગમે તે હોય, ઘણી વાર આપણી નજર સામે જે બની રહ્યું હોય તેને વીડિયોમાં કેદ કરી લેવાનું મન થતું હોય છે. પરંતુ આવા વીડિયો જો લાંબા બની જાય તો એને સોશિયલ મીડિયા પર...
કોઈ કારણસર તમે અમુક દિવસ ઈ-મેઇલના જવાબ આપી શકવાના ન હો, તો તમને મળેલા ઈ-મેઇલ્સના ઓટોમેટિક જવાબ મોકલવાનું સેટિંગ કરી શકાય છે. ઉનાળાના વેકેશન દરમિયાન તમે થોડા દિવસ ફરવા જવાના હો અને એ દિવસોમાં સતત તમે તમારું ઈ-મેઇલ એકાઉન્ટ ચેક કરી શકો તેમ ન હો એવું બની શકે. અથવા એવું પણ...
ઇન્ટરનેટ પર જાહેરાતોની ભીડ વધતાં લોકો એડ બ્લોકિંગ એક્સ્ટેન્શનનો ઉપયોગ કરવા લાગ્યા છે. જાણીતા બ્રાઉઝર ઓપેરના નવા વર્ઝનમાં આવી ઇન-બિલ્ટ સુવિધા મળશે. એક જ વેબસાઇટના, લગભગ એક જ સમયે લેવાયેલા બાજુના બે સ્ક્રીનશોટ જુઓ - તફાવત ઊડીને આંખે વળગે છેને? સામાન્ય રીતે જુદી જુદી...
સવાલ લખી મોકલનારઃ અજય લિંબાચિયા, ધોરાજી ફેસબુક જેવી સોશિયલ સાઇટ કે જીમેઇલ જેવા સર્વિસમાં આપણો બધો ડેટા જે તે સર્વિસનાં સર્વરમાં રહેતો હોય છે, એટલે આપણે ગમે તે કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં આપણા યૂઝરનેમ-પાસવર્ડથી લોગઇન થઈએ તો આપણો બધો જ ડેટા એ કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં...
જો તમે વિન્ડોઝ-૭નો ઉપયોગ કરતા હો તો તેમાં ડાયરેક્ટ ‘સ્ટાર્ટ મેનુ’ પરથી જ ઇન્ટરનેટ સર્ચ કરી શકો છો. એ માટે તમારા વિન્ડોઝ-૭માં નીચેના પગલાં લો... સૌ પ્રથમ ‘સ્ટાર્ટ મેનુ’ ઓપન કરી તેમાં સર્ચ GPEDIT.MSC ટાઇપ કરી એન્ટર પ્રેસ કરો. ઓપન થયેલ Local Group Policy Editor વિન્ડોમાં...
વર્ષ ૨૦૧૧, મે મહિનાનો પહેલો દિવસ. અમેરિકન પ્રમુખે વ્હાઇટ હાઉસમાંથી સત્તાવાર જાહેરાત કરી કે ઓસામા બિન લાદેન ઠાર મરાયો છે. એ આખું ઓપરેશન આખા જગત માટે ટોપ સિક્રેટ હતું, પરંતુ પ્રમુખે તેના પરિણામની સત્તાવાર જાહેરાત કરી તેના લગભગ એક કલાક પહેલાં, આ સમાચાર દુનિયાના અસંખ્ય...
ઘણી વાર તમારે કમ્પ્યુટરમાં કંઈ પ્રોસેસ ચાલતી હોય અને એ પ્રોસેસ પૂરી થતાં ૩૦થી ૪૫ મિનિટ જેટલો સમય લાગે એમ હોય, પણ તમારે તો એ પહેલાં કોઈ જગ્યાએ ક્લાયન્ટની મીટિંગમાં કે મેરેજમાં પહોંચવું જરૂરી હોય તો? જો તમે કમ્પ્યુટરમાંની પ્રોસેસ પૂરી થયા પછી તેને બંધ કરવા સુધી રાહ જોશો...
તમે હજી પણ વિન્ડોઝ એક્સપીમાં કામ કરતા હો તો જ્યારે પણ તમે માય કમ્પ્યુટરમાં જાઓ ત્યારે એક તરફ તમારી બધી ડ્રાઇવ (C, D, E) વગેરે જોવા મળે છે અને તેની ડાબી બાજુ, બ્લુ રંગમાં તમને System Task¡, Other Places, Details જેવા ઓપ્શન જોવા મળે છે. જો તમે ફોલ્ડર બ્રાઉઝ કરતી વખતે...
‘સાયબરસફર’નો ઝોક હંમેશા જે દેખીતું નજર સામે છે, એનાથી વધુ ઊંડા ઊતરવા તરફ રહ્યો છે. આપણે સૌ રાત-દિવસ ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરતા રહીએ છીએ, ઓફિસમાં કામ કરતા હોઈ કે ઘરે ફુરસદના સમયે સર્ફિંગ કરી રહ્યા હોઈએ, જ્યારે પણ આપણે પીસી સામે હોઈએ અને નેટ કનેક્શન ચાલુ હોય ત્યારે આપણો...
ભારતની આઇટી કંપનીઝની વાત નીકળે એટલે આપણે મોટા ભાગે ઇન્ફોસિસ, ટીસીએસ કે વિપ્રો જેવી કંપનીને જ ઓળખીએ, પણ માઇન્ડટ્રી નામની એક કંપની પણ પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. આ કંપનીના સ્થાપક સુબ્રતો બાગચી ઉદ્યોગસાહસિકતા વિશેનાં પુસ્તકોના લેખક તરીકે પણ બહુ નામના ધરાવે છે. વાંચો...
દર મહિને અમારી કોલેજને નિયમિત રીતે ‘સાયબરસફર’ મેગેઝિન મળે છે, જે અમારી કોલેજના તાલીમાર્થી વિદ્યાર્થીઓનું હાલની ટેક્નોલોજીનું જ્ઞાન વધારવામાં ખૂબ ઉપયોગી થાય છે. વિદ્યાર્થીઓ પ્રાર્થના કાર્યક્રમમાં મોબાઇલ મેજિક, મેગેઝિન મેજિક કે લાઇબ્રેરી લાઇફલાઇન જેવી પ્રવૃત્તિઓ કરે છે...
આગળ શું વાંચશો? Gionee S8 HTC Desire 626 4G LTE Lenovo Vibe K5 Intex Cloud Crystal 2.5D Xolo Era 4K Swipe Konnect 5.1 Limited Edition Gionee S8 ફોરજી એલટીઈ કનેક્ટિવિટી ૫.૫ ઇંચ ડિસ્પ્લે, ૧૦૮૦ બાય ૧૯૨૦ પિક્સેલ ૪ જીબી રેમ, ૬૪ જીબી ઇન્ટર્નલ મેમરી ઓક્ટાકોર પ્રોસેસર ૧૬ એમપી...
ગૂગલે એક તરફ, એક તરફ પિકાસા જેવી સરસ સર્વિસ પાછી ખેંચી છે, તો બીજી તરફ બીજી એક નવી સુવિધા આપી છે જીમેઇલમાં, જીમેઇલ એકાઉન્ટ વિના લોગ-ઇન થવાની સગવડ! નવાઈ લાગીને? તમે જાણતા જ હશો કે એન્ડ્રોઇડમાં જીમેઇલ એપમાં આપણે આપણા યાહૂ, હોટમેઇલ વગેરે પણ એક્સેસ કરીને એક જ ઇનબોક્સમાં...
વિદેશોથી વિપરિત, ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનું બજાર લગભગ ખતમ થઈ ગયું છે ત્યારે, અમદાવાદમાં મોટા થયેલા એક એન્જિનીયરને એક સ્માર્ટ આઇડિયા આવ્યો. પોતાના આ સાહસ વિશે તેમણે ‘સાયબરસફર’ સાથે મોકળાશથી વાત કરી... આગળ શું વાંચશો? એજ્યુકેશનથી ઇનોવેશન સ્માર્ટ સ્કૂટર કેવી રીતે? નવા...
તમે પીસીમાં જ ફોટોઝ સ્ટોર અને મેનેજ કરવા માગતા હો તો તાબડતોબ પિકાસા સોફ્ટવેર ડાઉનલોડ કરી લો આખીર વહી હુઆ, જિસકા હમેં ડર થા! બોલીવૂડની ફિલ્મનો જૂનો ડાયલોગ ફરી યાદ આવે એવું બન્યું છે ગયા વર્ષે ગૂગલે આપણા તમામ ડિજિટલ ફોટોઝના એક કાયમી ઓનલાઇન સરનામા તરીકે નવી ફોટોઝ સર્વિસ...
આધુનિક બ્રાઉઝર્સની ખાસિયત એ છે કે આપણે તેની કાર્યક્ષમતા જુદી જુદી ઘણી રીતે વધારી શકીએ છીએ. જાણી લો ગૂગલ ક્રોમમાં વેબ બ્રાઉઝિંગ સરળ કરી આપતાં કેટલાંક ખાસ એક્સ્ટેન્શન્સની જાણકારી. તમે પીસી પર ગૂગલ ક્રોમનો કેટલોક ઉપયોગ કરો છો? જો ફક્ત સર્ફિંગ પૂરતો તમારો ઇન્ટરનેટ સાથે...
ગૂગલ અર્થ પ્રોગ્રામમાં તમે પૂરતાં ખાખાંખોળાં કરો, તો પૃથ્વીની કોઈ પણ જગ્યા પર જાતે પ્લેન ઉડાવવાનો અને નીચેની ધરતી જોવાનો રોમાંચ આપતી એક મજાની સગવડ તમારા ધ્યાનમાં આવી હશે. ન આવી હોય, તો જાણી લો અહીં! કલ્પના કરો કે અમદાવાદ એરપોર્ટના રનવે પર એક પ્લેન ટેક-ઓફ માટે રેડી છે....
પાછલા કેટલાક અંકોથી આપણે ગૂગલ-આલ્ફાબેટ કંપનીના વિવિધ પ્રોજેક્ટસ વિશે જાણી રહ્યા છીએ. ‘એ’ થી શરૂ થયેલી એ સફર અહીં ‘ઝેડ’ સુધી પહોંચીને વિરામ લે છે. આવા અવનવા પ્રોજેક્ટસ વિશે તો આપણે જાણતા જ રહીશું. આગળ શું વાંચશો? વાયરસ ટોટલ વેર (એન્ડ્રોઇડ) વોલેટ વેબ ટૂલકિટ એક્સ યુટ્યૂબ...
રોજબરોજના કામમાં ક્યારેક તમે આ પ્રશ્નનો સામનો જરૂર કર્યો હશે કે કમ્પ્યુટરની અંદર તો ફોલ્ડરની અંદર ફોલ્ડર એમ અનેક ફોલ્ડરો છે, એમાંની ફાઇલ શોધવી કઈ રીતે? ક્યારેક કોઈ કામની ફાઇલ કે ઇમેજ અથવા તો ગમતા વીડિયો શોધવા હોય, પણ ફાઇલનું નામ યાદ ન હોય અથવા તો ક્યા ફોલ્ડરમાં એ સેવ...
સવાલ લખી મોકલનારઃ ઇમરાન હુસેન, સુરત ગયા વર્ષે એપલે આઇફોનનાં બે નવાં વર્ઝન - ૬એસ અને ૬એસ પ્લસ - લોન્ચ કર્યાં ત્યારથી તેનાં બે ફીચર્સની ખાસ ચર્ચા ચાલી છે, એક છે ૩ડી ટચ (જેની વાત આપણે આગળ ક્યારેક કરીશું) અને બીજી છે લાઇવ ફોટોઝ. લાઇવ ફોટોઝની આ વિશેષતાએ ખરેખર તો વીડિયો...
ઇન્ટરનેટ પરથી કોઈ ફાઇલ ડાઉનલોડ કરતાં તમે ખચકાટ અનુભવો છે? હવે તમે ૫૦-૬૦ એન્ટિવાયરસ સર્વિસને એક સાથે પૂછી શકો છે કે એ ફાઇલમાં વાયરસ છે કે નહીં! ગૂગલ એક સર્ચ એન્જિન હોવા ઉપરાંત, એક એન્ટિવાયરસ પ્રોગ્રામ પણ છે એવું કોઈ કહે તો તમે માનો? માનવું મુશ્કેલ છે અને ટેકનિકલી, એ...
મોબાઇલ બેન્કિંગ એપ્સથી આપણી સુવિધા વધી રહી છે, પણ મહેનતનાં નાણાંની અસલામતી પણ વધી રહી છે. જાણી લો આવી એપ્સમાં રહેલાં જોખમો અને સાવચેતીનાં પગલાં. આગળ શું વાંચશો? મોબાઇલ એપથી ઉચાપત બનાવટી સિમ કાર્ડની સમસ્યા બેન્કિંગ એપ્સનો વધતો વ્યાપ બેન્કિંગ એપ્સ જોખમી છે? તમે કોઈ...
હજી હમણાં સુધી, આપણે એમેઝોન.ઇન પરથી ફોન નિશ્ચિત દિવસોમાં પરત કરી રીફંડ મેળવી શકતા હતા, પણ હવે કંપનીએ પોતાની રીફંડ પોલિસી બદલી છે, શક્ય છે કે બીજી કંપનીઓ પણ તેને પગલે ચાલે. અમદાવાદમાં એનઆરજી (વિદેશમાં વસતા ગુજરાતી)ની મજાક ઉડાવતી એક રેડિયો જાહેરાતમાં કહેવામાં આવે છે કે...
૨૫૧ રૂપિયામાં સ્માર્ટફોન? ખરેખર? કંપનીનો દાવો છે કે વિરાટ સંખ્યામાં વેચાણની શક્યતા હોવાથી આ કિંમતે પણ તે ફોન વેચી શકશે - આ દાવો કેટલો સાચો તેની ખબર ચારેક મહિનામાં પડશે! આગળ શું વાંચશો? લોકોએ એડવાન્સ રૂપિયા ચૂકવ્યા હશે તો શું થશે? છેવટે આકાશ ટેબલેટ અને નેનો કારની...
ભારતમાં ઓનલાઇન શોપિંગ સતત વધી રહ્યું છે, અલબત્ત જેમ આપણા માટે દુકાને રૂબરૂ જઈને ખરીદી કરવાનો અનુભવ નવો છે તેમ સંખ્યાબંધ ઓનલાઇન સાઇટ્સ માટે પણ આ એક નવા જ પ્રકારનો અનુભવ છે. વિદેશોમાં જોરદાર અનુભવ લઈને આવેલી કંપનીઓ માટે પણ ભારતીય ગ્રાહકો સાથે લેવડ-દેવડ કરવાનો નવો જ...
નીચેની દરેક તસવીર કંઈક જુદી લાગે છે? આ દરેક તસવીર ડ્રોનની મદદથી લેવાયેલી તસવીરો છે! આ બધી અને આના જેવી બીજી તસવીરો જોવા માટે જુઓ આ લિંક : http://www.hongkiat.com/blog/aerial-photography/ ઉપરના વીડિયોમાં બીજિંગ શહેરના ખૂબસુરત પાસાંઓને ડ્રોનની મદદથી કેપ્ચર કરીને...
ગયા મહિનાના અંકમાં આપણે વાત કરી હતી કે કેન્દ્ર સરકાર ભારતમાં વેચાતા દરેક ફીચર ફોનમાં ઓછામાં ઓછી એક સ્થાનિક ભારતીય ભાષા ફરજિયાત કરવાનું વિચારી રહી છે. પરંતુ હવે મળતા સમાચાર અનુસાર આ જોગવાઈ સ્માર્ટફોનને પણ લાગુ પડશે. આ મુજબ આવતા છ મહિના સુધીમાં ભારતમાં વેચાતા દરેક ફીચર...
નવી ટેકનોલોજીનાં નવાં સ્માર્ટ સાધનોથી આપણી પ્રાઈવસી કેટલી હદે જોખમાઈ શકે છે તેનો વધુ એક મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. તમે જાણતા જ હશો કે કેટલાક સ્માર્ટ ટીવીને આપણે આપણા વોઇસથી ક્ધટ્રોલ કરી શકીએ છીએ અને જુદા જુદા પ્રકારના કમાન્ડ આપી શકીએ છીએ. જેમ કે, હજી હમણાં સુધી સેમસંગ...
ગયા મહિને સ્પેનના બાર્સિલોના શહેરમાં ‘મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ’ યોજાઈ ત્યારે ચર્ચાનો મુખ્ય મુદ્દો હતો આખી દુનિયામાં સ્માર્ટફોનનું ઘટતું વેચાણ. એ હકીકત છે કે આખી દુનિયા ઘણા ખરા બીજા દેશોમાં મોબાઈલ ફોન માર્કેટ ધીમે ધીમે સ્થિર થઈ રહ્યું છે, પણ ભારતમાં હજી પણ આ બજારમાં...
તમને યાદ હશે કે ઓક્ટોબર 2014ના અંકમાં આપણે એવી એક વેબસાઈટની વાત કરી હતી જેના પર એન્જિનીયરિંગમા વિદ્યાર્થીઓ ભારતની સાતેય વિખ્યાત એન્જિનીયરિંગ ઈન્સ્ટિટ્યૂટ (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનીયરિંગના પ્રોફેસર્સ દ્વારા અપાતા લેકચર્સના વિડીયો જોઈ શકીએ છીએ. ભારત સરકારના માનવ...
ચાર વર્ષ! આ અંકથી ‘સાયબરસફર’ ચાર વર્ષ પૂરાં કરીને પાંચમા વર્ષમાં પ્રવેશે છે! ચાર વર્ષ પહેલાં, ‘સાયબરસફર’ કોલમના કારણે નિકટના પરિચયમાં આવેલા અને બીજા ઘણા નજીકના લોકોએ મેગેઝિનના વિચારને વધાવ્યો તો હતો, પણ પછી સાચી લાગણી અને ચિંતાથી પૂછ્યું પણ હતું, ‘મેગેઝિન ચાલશે...
‘સાયબરસફર’નો જાન્યુઆરી-૨૦૧૬નો અંક સરસ છે... ખાસ કરીને ફોટો સ્કેચર અને ગ્રામરલી ઇન્સ્ટોલ કરી લીધું. મજા આવી ગઈ. માઇક્રોસોફ્ટ એક્સેસ વિશે બહુ નથી ખબર તો એનો ઉપયોગ વિષે માહિતી આપશો. એક્સેલની માહિતી અને ટેબના વિવિધ ઉપયોગ તેમ જ વિન્ડો કીનો ઉપયોગ ખૂબ સરસ. લેપટોપ સાથે લઈને જ...
પ્રોફેશનલ કેમેરા ફીચર્સ, એન્ડ્રોઇડ માર્શમેલોનું પ્રોમીસ, ૩ જીબી રેમ, ફિંગરપ્રિન્ટ સેન્સર, સતત નીચે જતી કિંમત... નવા સ્માર્ટફોનમાં નવા નવા લાભ મળી રહ્યા છે, અલબત્ત આ બધું એક ફોનમાં મળતું નથી! આગળ શું વાંચશો? એસસ ઝેનફોન ઝૂમ, રૂ. ૩૭,૯૯૯/- લી વનએસુ, રૂ. ૧૦,૯૯૯/- સ્વાઇપ...
થોડા સમય પહેલાં, આપણે ત્યાં એવી સ્થિતિ હતી કે આપણે કોઈ એક મોબાઇલ કંપનીનું સિમ કાર્ડ લીધું, પછી એ નંબર જાળવી રાખવા માટે આપણે ફરજિયાત એ કંપની સાથે જ જોડાઈ રહેવું પડે. પછી નંબર પોર્ટેબિલિટીની સુવિધા મળતાં આપણે, પોતાનો નંબર જાળવીને બીજી કંપની સાથે જોડાઈ શકીએ છીએ. આવી...
લાંબા સમય સુધી ટેકજગતમાં મોટું નામ ઊભું કરનારી મોટોરોલા બ્રાન્ડ માર્કેટમાંથી અલવિદા લઇ રહી છે. વર્ષ ૨૦૧૨માં ગૂગલે મોટોરોલાનો ફોન બિઝનેસ ખરીદ્યો હતો અને ત્યારબાદ વર્ષ ૨૦૧૪માં આ કંપની ગૂગલે લિનોવોને વેચી દીધી. હવે લિનોવો કંપનીએ મોટોરોલા બ્રાન્ડને સમેટી લેવાનું નક્કી...
કમ્પ્યુટરના નવાસવા પરિચયમાં આવતાં ટાબરિયાં પણ જાણે છે કે ‘ટોરેન્ટ પરથી મફતમાં મૂવી, ગેમ્સ કે સોફ્ટવેર ડાઉનલોડ કરી શકાય’. પરંતુ ‘ટોરેન્ટ’ ખરેખર શું છે એ વિશે બહુ ઓછી સ્પષ્ટતા અને સમજણ જોવા મળે છે. આગળ શું વાંચશો? બિટટોરેન્ટી શોધ કોણે કરી? બિટટોરેન્ટ કેવી રીતે કામ કરે...
પાછલા કેટલાક અંકોથી આપણે ગૂગલ-આલ્ફાબેટ કંપનીના એ-ટુ-ઝેડમાં પથરાયેલા પ્રોજેક્ટસ વિશે જાણી રહ્યા છીએ. આ બધા પ્રોજેક્ટ્સ કેવી વિવિધ રીતે આપણું જીવન બદલી રહ્યા છે એ જાણવું રસપ્રદ છે. આગળ શું વાંચશો? સર્ચ સેલ્ફ-ડ્રાઇવિંગ કાર સેજટીવી સ્કોલર ટ્રાન્સલેટ ટેન્ગો યુઆરએલ શોર્ટનર...
ફોન ચોરાય તે પહેલાં અચૂક નોંધી રાખવા જેવો આ નંબર જાણવાની એકથી વધુ રીતો છે. આગળ શું વાંચશો? ફોન પાસે હોય ત્યારે... ફોન ગૂમ થયા પછી... આ યુએસએસડી શું છે? આપણા ફોનનો આઇએમઇઆઇ (એટલે કે ઇન્ટરનેશનલ મોબાઇલ સ્ટેશન ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી) નંબર આપણને ખબર હોવી જોઈએ - આ વાત આપણને...
બે-ચાર વર્ષ પહેલાં, બરાબર આ દિવસે તમે બીજાને કે બીજાએ તમને શું કહ્યું હતું એ ફેસબુક તમને યાદ અપાવે છે. તમે ફેસબુક પર ઘણા સમયથી સક્રિય હો તો ધીમે ધીમે તમારા જીવનની અસંખ્ય યાદોનો સંગ્રહ ફેસબુક પર જમા થયો હશે. તમે ઇચ્છો તો, ફેસબુક એ જૂની યાદો ફરી તાજી કરી શકે છે! ફેસબુકે...
ફેસબુકની જેમ, ગૂગલ ફોટોઝ પણ જૂની યાદો તાજી કરી શકે છે. અહીં આપણે પોતે જ લીધેલા અને પોતે જ સ્ટોર કરેલા ફોટો ફરી નજર સામે આવતા હોવાથી, મોટા ભાગે મનગમતી યાદો જ તાજી થવાની સંભાવના વધુ છે. જો તમે ગૂગલ ફોટોઝમાં તમારા ફોટોઝ સ્ટોર કરતા હો (એ વિશે જુલાઈ 2015 અંકમાં કવરસ્ટોરી...
આપણા દેશમાં રેલવેમાં હંમેશા ભીડ રહે છે. રેલવે રિઝર્વેશનમાં લોકોને પડતી અગવડમાં ઘણી કંપનીઓને આવકની તક દેખાય છે, પરિણામે તેમણે આપણી તકલીફો ઓછી કરતી સર્વિસીઝ વિક્સાવી છે. સામાન્ય રીતે, ફેબ્રુઆરી મહિનો આવતાં જ મોટા ભાગના પરિવારોમાં ત્રણ પ્રકારનાં ટેન્શન વતર્વા લાગે....
સવાલ લખી મોકલનારઃ મોહમ્મદ યુનુસ, અમદાવાદ તમારા ફોનને મળતા નેટ કનેક્શનનાં સિગ્નલની સ્ટ્રેન્થ અનુસાર, નેટ કનેક્શનના આઇકનમાં જુદા જુદા અક્ષર જોવા મળી શકે છે. અહીં એ બધા અક્ષરોના અર્થ જાણી લો : મોબાઇલમાં નેટ ડેટા ઇનેબલ્ડ કરતાં, આઇકનમાં ફક્ત G લખેલો જોવા મળે તો તે જનરલ...
સવાલ લખી મોકલનારઃ માધવ જે. ધ્રુવ આ સવાલ સંખ્યાબંધ લોકોને સતાવતો હોય છે. પહેલાં તો એ સમજીએ કે મોબાઇલમાં ફ્લેશ કન્ટેન્ટ કેમ સહેલાઈથી જોઈ શકાતું નથી. ફ્લેશ ટેક્નોલોજી મુખ્યત્વે ડેસ્કટોપને ધ્યાનમાં રાખીને વિક્સાવવામાં આવી હતી અને સ્માર્ટફોન સાથે તેનો મેળ બેસતો નહોતો. જેમ...
સવાલ લખી મોકલનારઃ નિરવ વોરા, રાજકોટ આપણે પોતે આપેલી માહિતીના આધારે! જેમ એફએમ રેડિયો ચેનલ પર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિકમાં ફસાયેલા લોકો રેડિયો સ્ટેશનની ઓફિસે ફોન કરીને ટ્રાફિક અપડેટ્સ આપે છે અને આરજે એ માહિતી બાકીના શ્રોતાઓ સુધી પહોંચાડે છે, કંઈક એ જ રીતે...
રોજબરોજ આપણે પીસીમાં ગૂગલ ક્રોમ કે યૂસી જેવાં બ્રાઉઝર્સની મદદથી ઇન્ટરનેટની મજાની દુનિયામાં ખાબકીએ છીએ એ બ્રાઉઝર્સ ધીમે ધીમે ઉપયોગમાં એકદમ સરળ બનતાં જાય છે. આપણને એમ લાગે કે એમાં હવે કશું નવું શીખવા જેવું રહ્યું નથી, પણ બ્રાઉઝર્સ જેમ જેમ સ્માર્ટ અને સિમ્પલ થતાં જાય છે,...
જીમેઇલમાં આપણે લગભગ કોઈ ઈ-મેઇલ ડિલીટ કરતા નથી, પણ એટલે જ તેમાં એટલા બધા ઈ-મેઇલ્સનો ભરાવો થતો જાય છે કે કામના મેઇલ્સ શોધવાનું કામ ક્યારેક થોડું મુશ્કેલ બને છે. જીમેઇલમાં સામાન્ય રીતે આપણે જોઈતો મેઇલ શોધવાનાં ત્રણ પગલાં છે : ઇનબોક્સ પરના સર્ચબોક્સમાં કોઈ પણ કીવર્ડ...
કોઈ કારણસર તમારે કમ્પ્યુટરમાંની સંખ્યાબંધ ફાઇલ્સનાં નામ બદલવાનાં થાય એવું બન્યું છે? સામાન્ય રીતે, કોઈ પ્રવાસે ગયા પછી તેના ફોટોગ્રાફ્સ કમ્પ્યુટરમાં અપલોડ કરીએ ત્યારે બધાનાં નામ એક સરખાં કરવાં હોય તો આવી જરૂરિયાત ઊભી થઈ શકે છે. વિન્ડોઝમાં આ કામ સહેલું છે, આ રીતે......
આગળ શું વાંચશો? Laserbreak Lite 100 Logic Games On the White Way Laserbreak Lite લોજિકલ થિંકિંગ તમને ગમતું હોય તો આ ગેમ તમને ગમશે. એક તરફ લેસર લોન્ચર છે અને બીજી તરફ તેનું ટાર્ગેટ છે. વચ્ચે જુદા જુદા અંતરાય છે અને અલગ અલગ પ્રકારના રીફ્લેક્ટર્સ પણ છે. આપણે લેસર...
ચિત્રોમાં રંગ પૂરવા એ અત્યાર સુધી બાળકોની મનપસંદ પ્રવૃત્તિ મનાતી હતી. વેકેશન નજીક આવે અને બાળકો ફ્રી થઈને ઘર માથે ન લે એ માટે મમ્મી-પપ્પા એમને કલરિંગ બુક અને રંગબેરંગી પેન્સિલ્સ પકડાવી દે. પરંતુ છેલ્લા થોડા સમયથી, લગભગ આખી દુનિયામાં નવો ટ્રેન્ડ ચાલ્યો છે - મોટી વયના...
જો તમારા ફોનમાં ગુજરાતી ફોન્ટ હોય અને તમે સરળતાથી ફોનમાં ફેસબુક, વોટ્સએપ વગેરેમાં ગુજરાતીમાં ટાઇપ કરવા માગતા હો તો આ કીબોર્ડ ઇન્સ્ટોલ કરી લો... ગૂગલ ઇન્ડિક કીબોર્ડ. અલબત્ત, અત્યારે આ કીબોર્ડ ફક્ત એન્ડ્રોઇડ ફોન માટે ઉપલબ્ધ છે. ગૂગલે થોડા સમય પહેલાં ‘ગૂગલ હિન્દી...
કમ્પ્યુટરમાં ગુજરાતી ટાઇપિંગની સગવડ એક્ટિવેટ કરવાને બદલે ફક્ત ઇન્ટરનેટ પર ગુજરાતી લખવાની સગવડ તમને પૂરતી લાગતી હોય તો ક્રોમમાં એ માટેનું એક એક્સટેન્શન ઉમેરી દેવાથી તમારું કામ થઈ જશે. ગયા અંકમાં આપણે કમ્પ્યુટરમાં ગુજરાતી ટાઇપિંગ કેવી રીતે એક્ટિવેટ કરી શકાય તેની...
કમ્પ્યુટર કે સ્માર્ટફોનની ઝીણવટભરી તપાસથી ગુનાખોરી સંબંધિત પુરાવા મેળવવાના વિજ્ઞાનનો પ્રાથમિક પરિચય. આજથી ૩૦ વર્ષ પહેલા આપણામાંથી મોટા ભાગના લોકોને ખબર નહોતી કે કમ્પ્યુટર આપણા રોજિંદા જીવનનો ભાગ બની જશે. આજ કમ્પ્યુટર સાવ કોમન છે અને એટલા જ કોમન કમ્પ્યુટર ક્રાઇમ પણ થતા...
જો તમે તમારી મહત્વની ફાઇલ્સ, ફોટોગ્રાફ્સ વગેરે એક જ કમ્પ્યુટરમાં સેવ કર્યાં હોય તો સમયસર ચેતી જજો. હાર્ડ ડિસ્ક ગમે ત્યારે અચાનક બગડી શકે છે, અલબત્ત તેનાં ચિહ્નો થોડા સમય પહેલાંથી દેખાવા લાગે છે. કુદરતનાં અદભુત સર્જનોમાંના એક, માણસ જેવા માણસને પણ સમયનો ઘસારો લાગતો હોય...
ઉપરની તસવીર જોતાં જ સમજાય કે આ પૂલ ગજબ હશે! પહાડોની વચ્ચે વહેતી નદીની સપાટી પર આખો એફિલ ટાવર મૂકી દઈએ તો પણ તેની ટોચ જેને અડકે નહીં, એવો આ રેલવે પૂલ જ્યારે તૈયાર થશે ત્યારે તે વિશ્વનો સૌથી ઊંચો આર્ક પૂલ હશે. જ્યારે તૈયાર થશે ત્યારે. આમ લખવાનું કારણ એ કે આ પૂલ આવતા...
ભારતની સ્વદેશી મેસેજિંગ એપ્લિકેશન હાઇકે હવે અંગ્રેજી ઉપરાંત ભારતની જુદી જુદી પ્રાંતીય ભાષાઓમાં પણ પોતાની સેવાઓ ઉપલબ્ધ કરી છે. આ ભાષાઓમાં હિન્દી, મરાઠી, તમિલ, ગુજરાતી, બંગાળી, કન્નડ, મલયાલમ અને તેલુગુનો સમાવેશ થાય છે. હાઇક પહેલી વાર ઇન્સ્ટોલ કરવામાં આવે કે અપડેટ થયા...
મુંબઈના ફોર્ટ વિસ્તારમાં દલાલ સ્ટ્રીટ પર આવેલ ફિરોઝ જીજીભોય ટાવર્સ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)ના બિલ્ડિંગમાં અને તેની આસપાસના વિસ્તારમાં મફત વાઇ-ફાઇ સુવિધા મળશે. બીએસઇ અને ટાટા ડોકોમોના આ સંયુક્ત પ્રોજેક્ટમાં શરૂઆતમાં એક દિવસમાં ચાર કલાક સુધી ફ્રી વાઇ-ફાઇનો...
ભારતમાં સ્માર્ટફોનનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે, તેમ છતાં, ફોનના માર્કેટમાં ફીચર ફોન કે સાદા ફોનનું પ્રમાણ હજી પણ ૬૦ ટકા જેટલું છે. ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનની સફળતામાં સ્થાનિક ભાષાનો ઉપયોગ બહુ મહત્વનો છે, એ ધ્યાને રાખીને કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ...
પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સીબીએસઇ (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)નાં પાઠ્યપુસ્તકોને ઓનલાઇન કરવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓ એક પણ રૂપિયો ખચર્યા વિના, વિના મૂલ્યે ઓનલાઇન પાઠ્યપુસ્તકોમાંથી અભ્યાસ કરી શકશે. થોડા મહિનાઓ અગાઉ એનસીઈઆરટી (નેશનલ...
ભારતમાં ઇન્ટરનેટના વપરાશકારોની સંખ્યા ડિસેમ્બર, ૨૦૧૫માં ૪૦ કરોડના આંકને વટાવી ગઈ છે. ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ છેલ્લા એક વર્ષમાં ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં ૪૯ ટકાનો વધારો થયો છે. આ ૪૦ કરોડમાંથી ૩૦.૬ કરોડ લોકો પોતાના...
એક અહેવાલ અનુસાર, વિશ્વના સૌથી મોટા ઓનલાઇન બુકસ્ટોર એમેઝોન પર છેલ્લા ૯ મહિનામાં હિન્દી ભાષાનાં પુસ્તકોની માગમાં ૬૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. એમેઝોન ઇન્ડિયાએ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં હિન્દી બુકસ્ટોરની શરૂઆત કરી હતી, જ્યાં હિન્દી સાહિત્યનાં અને જુદી જુદી ભાષાઓમાંથી...
ગયા મહિને ચેન્નાઈમાં અતિ ભારે વરસાદને પગલે આખું શહેર જળબંબાકાર થયું. ત્યારે શહેરના ચોક્કસ કેટલા ભાગમાં પાણી ભરાયાં હતાં એ જોવું હોય તો આપણે જોવો પડે આ નક્શો : http://osm-in.github.io/flood-map/chennai.html મેપબોક્સ નામની એક કંપની ઓપનસોર્સ ટેક્નોલોજીથી વિવિધ કંપનીઓને...
દિલ્હીમાં આપ સરકારે દિલ્હીના પ્રત્યેક નાગરિકે દર મહિને, ૧ એમબીપીએસની સ્પીડ સાથે ૧ જીબી ડેટા ફ્રી આપવાનું વચન આપ્યું હતું. આ વચન ધીમે ધીમે સાકાર થઈ રહ્યું છે. ડિસેમ્બર મહિનાથી, દિલ્હી સરકારે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ડીટીસી)ની બસોમાં પહેલી ૧૦ મિનિટ સુધી ફ્રી...
યાહૂએ યાહૂ એકાઉન્ટ કી નામની એક નવી પદ્ધતિ આપી છે, જે મુજબ આપણે યાહૂ મેઇલમાં સાઇનઇન થવાનો પ્રયાસ કરીએ ત્યારે ફક્ત આપણું ઈ-મેઇલ આઇડી જ આપવાનું રહે છે, પાસવર્ડ નહીં! આપણે ઈ-મેઇલ આપીએ એટલે આપણે આપેલા મોબાઇલ નંબર પર એક પુશ નોટિફિકેશન આવે, તમે યાહૂ મેઇલમાં સાઇન ઇન થવા માગો...
ફેસબુકનો સામનો કરવામાં ગૂગલ પ્લસને સફળતા મળી નથી, છતાં ગૂગલ હવે ફેસબુક મેસેન્જર સાથે બાથ ભીડી શકે એવી એક નવી મોબાઇલ મેસેન્જિંગ એપ વિક્સાવી રહી હોવાના સમાચાર છે. ગૂગલે અલગ મેસેન્જર એપ આપી હતી, પછી હેંગઆઉટમાં મેસેજિંગને મર્જ કર્યું અને હવે ફરી, આ તદ્દન અલગ એપની તૈયારી!...
જાન્યુઆરી મહિનો આવતાં જ આપણને સૌને ઇન્કમટેક્સ બચાવવા માટે વિવિધ રોકાણ કરવાની અને પછી રીટર્ન ફાઇલ કરવાની ચિંતા સતાવવા લાગે છે. હવે ઓનલાઇન રીટર્ન ફાઇલ કરવાનું સહેલું બની રહ્યું છે, પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આ કામ હજી વધુ સહેલું બનાવવા માટે એક મોબાઇલ એપ ડેવલપ કરાવી...
જે લોકો સ્માર્ટફોન, કમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરેના નવા નવા પરિચયમાં આવી રહ્યા છે એમને આ બધાનાં વિવિધ પાસાંનો પરિચય કરાવવો, કે પછી જે લોકો ઘણા સમયથી આ બધું વાપરે છે તેમનું ધ્યાન આ બધાં સાધનોની બારીક ખૂબીઓ તરફ દોરવું... આ બધું ચોક્કસ ‘સાયબરસફર’ના રડારમાં આવે, પણ અંતે આ...
કલાસર્જન કરવું એટલે... "જ્યાં કુદરત અટકે ત્યાંથી કલાની શરૂઆત થાય છે.’’ "કલા સર્જવા વિશે કશું વિચારો નહીં. ફક્ત સર્જન કરતા રહો. તમે જે સર્જન કર્યું એ સારું છે કે ખરાબ તે બીજાને નક્કી કરવા દો અને એ લોકો જ્યારે નક્કી કરતા હોય ત્યારે પણ તમે તમારું કલાસર્જન ચાલુ જ રાખો -...
હું શરૂઆતથી જ ‘સાયબરસફર’નો વાચક છું અને મેગેઝિનમાંથી ખૂબ ઉપયોગી માહિતી મળે છે. આવતા અંકોમાં બ્લોગ શું છે, બ્લોગિંગ કેવી રીતે શરૂ કરાય, બ્લોગિંગમાંથી કમાણી કેવી રીતે કરી શકાય વગેરે વિશે માહિતી આપશો. વિદ્યાર્થીઓ માટે પોતાના વ્યક્તિત્વને વિક્સાવવામાં બ્લોગિંગ ખૂબ ઉપયોગી...
તમે ટેબલેટ જેવી મોબિલિટી અને લેપટોપ જેવી કન્વીનિયન્સ એક સાધનમાં શોધી રહ્યા હો તો, જુદી જુદી ક્ષમતાનાં અને અલગ અલગ બજેટને અનુરૂપ એવાં ટુ-ઇન-વન ડિવાઇસીઝની રેન્જ વિસ્તરી રહી છે. એક તરફ પીસી-લેપટોપ અને બીજી તરફ સ્માર્ટફોન-ટેબલેટ, અત્યાર સુધી આપણે આ બે અંતિમો વચ્ચે...
અત્યારની પ્રચલિત ઓનલાઇન પેમેન્ટ પદ્ધતિ પ્રમાણમાં ઘણી મુશ્કેલ હોય છે. પેમેન્ટના પેજ પર પહોંચ્યા પછી આપણે ક્રેડિટ કે ડેબિટ કાર્ડની વિગતો આપીએ તે પછી, સિસ્ટમ તરફથી આપણા મોબાઇલ પર વન-ટાઇમ-પાસવર્ડ આવે, આપણે મેસેજિંગ એપ ઓપન કરી એ કોડ વાંચીએ, પછી પેમેન્ટ ગેટવેના પેજ પર ટાઇપ...
સમગ્ર વિશ્વ અને ભારત માટે, ૨૦૧૫નું વીતેલું વર્ષ ટેક્નોલોજીની દ્રષ્ટિએ ઘણી બધી રીતે નોંધપાત્ર રહ્યું. આગળ શું વાંચશો? નેટ ન્યુટ્રલિટી મોબાઇલ વોલેટ ડ્રોન વર્ચ્યુઅલ રીયાલિટી વેરેબલ ટેક્નોલોજી ડિજિટલ ઇન્ડિયા ટેક ઇન્ડિયન્સ આલ્ફાબેટ નેટ ન્યુટ્રલિટી ઇન્ટરનેટ સૌ માટે સમાન...
વોટરકલર કે કેન્વાસ પર ઓઇલ કલરથી પેઇન્ટિંગ કરવાની તમને ઇચ્છા થતી હોય, પણ એ કળા શીખી ન શક્યા હો તો અફસોસ ન કરશો, આ ફ્રી સોફ્ટવેરની મદદથી તમે માઉસના લસરકે પેઇન્ટિંગ કરવાની મજા માણી શકો છો. તમે ક્યારેય કોઈ કલાકારને પોતાના સ્ટુડિયોમાં કામ કરતા જોયા છે? સામે કોરોધાકોડ...
તમે અંગ્રેજી ભાષાની ઠીક ઠીક સારી સમજ ધરાવતા હો, પણ તેની બારીક ખૂબીઓ સમજીને તમારા લખાણને વધુ સચોટ અને ભાષા પરની પકડને વધુ મજબૂત બનાવવા માગતા હો, તો તમારા માટે કામની છે આ વેબસર્વિસ.
અગાઉના અંકોમાં આપણે જોયું કે ગૂગલ-આલ્ફાબેટ કંપની અનેક પ્રકારના પ્રોજેક્ટથી આપણા જીવન પર અસર કરી રહી છે. આ અંકમાં વાંચો અને અને ત્યાર પછીના આલ્ફાબેટના પ્રોજેક્ટ્સ કે સર્વિસની જાણકારી... આગળ શું વાંચશો? નેસ્ટ ઓફર્સ પ્લસ, પ્લે, ફોટોઝ, પિકાસા પિક્સેટ પેટન્ટ્સ ક્યુ...
માણસ પોતાના માથા પર આકાશ અને અવકાશમાં ઘણે ઊંચે સુધી પહોંચ્યો છે, પણ પગ તળેની ધરતીનાં ઘણાં રહસ્યો હજી પણ વણઉકેલાયેલાં છે. બીબીસીએ સર્જેલું એક ઇન્ટરએક્ટિવ ઇન્ફોગ્રાફિક આપણને પૃથ્વીના કેન્દ્ર સુધી લઈ જાય છે. આપણે જમીન ખોદવાનું શરૂ કરીએ અને ખોદતા જ જઈએ તો પૃથ્વીના કેન્દ્ર...
સવાલ લખી મોકલનારઃ નિરંજન આચાર્ય, પેટલાદ તમે આધાર કાર્ડ મેળવવા માટેની પ્રાથમિક પ્રક્રિયા પૂરી કરી હોય, એટલે કે જરૂરી દસ્તાવેજો અપાઈ ગયા હોય અને તમારો ફોટોગ્રાફ લેવાની અને ફિંગર પ્રિન્ટ વગેરે બાયોમેટ્રિક્સ ડેટા લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય અને એ બધું મળી ગયાની રસીદ...
સવાલ લખી મોકલનારઃ ચિંતન પુરાણી, ધોરાજી સવાલ સ્માર્ટફોનના સંદર્ભમાં પૂછાયો છે, પણ જવાબ લેપટોપનો ઉપયોગ કરતા વાચકમિત્રોને પણ કામનો છે. ટૂંકો જવાબ છે, ના. સ્માર્ટફોન આખી રાત ચાર્જિંગમાં મૂકીએ તો લાંબા ગાળે ફોનની બેટરીની આવરદા ઘટી શકે છે. દિવસે દિવસે નવા નવા બજારમાં આવતા...
સવાલ લખી મોકલનારઃ ગીરિજા જોશી, નખત્રાણા એસએમએસ સામાન્ય રીતે સ્માર્ટફોનમાં ખાસ્સી જગ્યા રોકતા નથી, પણ જ્યારે તેનો હદ બહાર ભરાવો થઈ જાય ત્યારે તેની અસર વર્તાવા લાગે છે. મેસેજિંગની એપ ઓપન થવામાં ઘણી વાર લાગે, ખૂલ્યા પછી ઉપર કે નીચેની તરફ સ્ક્રોલ કરવામાં તકલીફ થાય વગેરે...
સવાલ લખી મોકલનારઃ આયુષ શાહ, ભુજ (કચ્છ) આયુષભાઈએ પોતાનો સવાલ વિસ્તારથી પૂછતાં કહ્યું છે કે મોટા ભાગના સ્માર્ટફોનમાં સ્ટોરેજની મર્યાદા હોય છે અને આપણે કોઈ નવી એપ ડાઉનલોડ કરવા જઈએ ત્યારે ‘ઇનસફિશિયન્ટ સ્ટોરેજ’ અપૂરતી સ્ટોરેજના અણગમતા મેસેજનો સામનો કરવો પડે છે. આના ઉપાય...
વિદેશોમાં વિવિધ પ્રસાર માધ્યમો લોકપ્રતિનિધિઓની કામગીરી પર બાજનજર રાખતાં હોય છે, હવે ભારતમાં પણ આપણે ચૂંટેલા લોકોને મદદરૂપ થવા તથા તેમની કામગીરીની લોકોને વિગતવાર માહિતી આપવાના પ્રયાસો વિસ્તરી રહ્યા છે. આ મહિનાની 26મી તારીખે આપણે જેની રજાનો આનંદ માણીશું, એ ગણતંત્ર...
જો તમને ગુજરાતી ટાઇપ કરતાં આવડતું હોય અને તમે તમારા કમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વિના ગુજરાતી ટાઇપ કરવા માગતા હો, તો વિન્ડોઝ ૭ તમારું કામ એકદમ સરળ કરી આપે છે, આ રીતે... કમ્પ્યુટરમાં ગુજરાતી ભાષામાં કામ કરવા માટે આમ તો જુદા જુદા અનેક પ્રોગ્રામ અને ફોન્ટ છે,...
આગલા લેખમાં જોયું તેમ કમ્પ્યુટરમાં વિન્ડોઝ ૭ સિસ્ટમ હોય તો તેમાં ઇન્સ્ટોલેશન વખતે જ ઇંગ્લિશ ઉપરાંત બીજી ભાષાનાં કી-બોર્ડ માટે જરૂરી ફાઇલ્સ ઇન્સ્ટોલ થયેલી હોય છે, આપણે ફક્ત તેને એક્ટિવેટ કરવાની હોય છે. જ્યારે વિન્ડોઝ એક્સપી ઓપરેટિંગ સિસ્ટમમાં, તેની ઇન્સ્ટોલેશન સીડીમાં...
ઉપરના બંને લેખમાં આપણે જોયું કે કમ્પ્યુટરમાં ડીઓઇ ગુજરાતી કીબોર્ડ ઉમેરી શકાય છે, પરંતુ તેમાં ટાઈપ કરતાં તમને આવડતું ન હોય અને બીજાને જોઈને તમને પણ ફેસબુક વગેરેમાં ગુજરાતીમાં કંઈક લખવાનું મન થતું હોય તો અંગ્રેજીમાં Gujarat ટાઇપ કરો અને તરત ગુજરાતીમાં ગુજરાત ટાઇપ થાય...
ગુરુત્વાકર્ષણ શું છે? ટુડી, થ્રીડી, વગેરે ડાયમેન્શન્સ (પરિમાણો શું છે?), પૃથ્વી પરનાં વિવિધ પરિબળો આખરે શું છે? આવા બધા સવાલો, આપણે ભૌતિકશાસ્ત્ર ભણતા હોઈએ તો પણ સામાન્ય રીતે આપણને થતા નથી. જો તમને થતા હોય તો યુટ્યૂબ પર મિનિટ ફિઝિક્સ નામની એક ચેનલ મફતમાં સબસ્ક્રાઇબ કરી...
કમ્પ્યુટરના રોજિંદા ઉપયોગમાં કી-બોર્ડના એક ખૂણે રહેલી ટેબ કી આપણને ઘણી બધી રીતે ઉપયોગી થઈ શકે છે, જો તેના ઉપયોગ બરાબર જાણતા હોઈએ તો. સૌથી પહેલાં એ કહો કે તમે તમારા કમ્પ્યુટરના કી-બોર્ડ પર ક્યારેય ધ્યાનથી નજર ફેરવી છે? ચોક્કસપણે તમને એવી ઘણી બધી કી મળી આવશે, જેનો તમે...
આ પ્રજાસત્તાક દિને, નવી દિલ્હીના રાજપથ પર યોજાનારી પરેડમાં, ભારતીય વાયુસેનાનો દિલધડક એરશો જોઈને, ‘આવા એરશો દરમિયાન ફાઇટર પ્લેનની કોકપીટમાં બેસવાનો અનુભવ કેવો હશે?’ એવો સવાલ તમને થયો હોય તો હવે આ સવાલનો જવાબ તમે મેળવી શકો છો. ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેનની કોકપીટમાં...
ઇન્ટરનેટ પર મફત ઇ-બુક્સનો કોઈ પાર નથી, સવાલ ફક્ત આપણે કામની ઇ-બુક શોધવાનો જ હોય છે. જો ટેક્નોલોજી તમારા અભ્યાસનો વિષય હોય તો http://www.freetechbooks.com/ તમારો આ સવાલ હળવો કરી શકે છે. આ સાઇટ, ઇન્ટરનેટ પર કાયદેસર રીતે અને મફતમાં ઉપલબ્ધ હોય તેવી કમ્પ્યુટર સાયન્સ,...