સવાલ લખી મોકલનારઃ જિજ્ઞેશ પુરોહિત, અમદાવાદ
છેલ્લા થોડા સમયથી જો તમે નોંધ્યું હોય તો એવું બનતું હશે કે તમે કોઈ જાણીતી ન્યૂઝ વેબસાઇટ કે અન્ય વેબસાઇટ પીસી કે મોબાઇલમાં બ્રાઉઝરમાં સર્ફ કરતા હો ત્યારે એક નાનકડો મેસેજ પોપઅપ વિન્ડો તરીકે સામે આવે. તમે કદાચ એના તરફ પૂરતું ધ્યાન ન આપ્યું હોય અને ફક્ત ‘એલાઉ’ અને ‘ડીનાય’ એવા બે બટન જોઈને આંખ મીંચીને મંજૂરી ન આપવા માટે ‘ડીનાય’ બટન પર ક્લિક કરી દીધું હશે!