Home Tags Faq

Tag: faq

નોટપેડ અને વર્ડપેડ વચ્ચે શું તફાવત છે?

ઘણી વાર ‘સાયબરસફર’ના વાચકો તરફથી એવા રસપ્રદ સવાલો આવી પડે છે કે એ વાંચીને ખરેખર ખુશાલી થાય! કમ્પ્યુટરનો ઉપયોગ કરતા સરેરાશ લોકો નોટપેડ સુધી પહોંચતા જ નથી ત્યારે નોટપેડ અને વર્ડપેડ વચ્ચેનો તફાવત જાણવાની જિજ્ઞાસા દર્શાવે છે કે હવે લોકો રોજબરોજની ટેકનોલોજીમાં ખરેખર ઊંડા ઊતરી રહ્યા છે. નોટપેડ અને વર્ડપેડમાં નોટપેડનો ઉપયોગ વધુ સામાન્ય છે તેમ છતાં ઘણા લોકો તેનાથી પણ અજાણ હોય છે. કમ્પ્યુટરમાં કંઈ પણ ટાઇપ કરવાની વાત આવે ત્યારે મોટા ભાગના લોકો એમ જ માનતા હોય છે કે એ માટે માઇક્રોસોફ્ટ વર્ડ...

પીસીમાં જોયેલાં વેબપેજ, મોબાઇલમાં કેવી રીતે જોઈ શકાય?

જો  તમારી પાસે પીસી/લેપટોપ અને સ્માર્ટફોન બંને હશે તો તમારો અનુભવ હશે કે તમારી ડિજિટલ લાઇફ આ બંને ડિવાઇસ વચ્ચે વહેંચાયેલી રહે છે. ખરેખર તો, આપણી જિંદગી હવે મોબાઇલ,પીસી કે લેપટોપ, ટીવી વગેરે સ્ક્રીનમાં વહેંચાઈ ગઈ છે. આમાં કિન્ડલ કે મૂવી સ્ક્રીન પણ ઉમેરી શકાય, પરંતુ તેના આપણે જરૂરિયાત મુજબ થોડો અંકુશ મૂકી શકીએ. જ્યારે કામકાજની વાત હોય ત્યારે મોટા ભાગના લોકોને મોબાઇલ અને લેપટોપ વિના ચાલતું નથી. કોલેજમાં પહોંચી ગયેલા લગભગ દરેક સ્ટુડન્ટ્સ પાસે હવે સ્માર્ટફોન વત્તા લેપટોપ હોય છે. તેમ યંગ એક્ઝિક્યુટિવ્સ કે...

‘લોરેમ ઇપ્સમ’ ટેકસ્ટ શું છે?

જો તમે તમારી કંપનીનું બ્રોશર કે વેબસાઇટ ડિઝાઇન કરવાનું કામ કોઈ પ્રોફેશનલ કંપનીને સોંપ્યું હશે તો એવી પૂરી શક્યતા છે કે એમના તરફથી તમને ડિઝાઇનના જે નમૂના આપવામાં આવે તેમાંની ટેકસ્ટ Lorem Ipsomથી શરૂ થતી હશે. ઇન્ટરનેટ પર તમે બ્લોગનાં ટેમ્પલેટ્સ શોધી રહ્યા હો તો તેમાં પણ આવી લોરેમ ઇપ્સમથી શરૂ થતી ટેકસ્ટ જોવા મળતી હશે. આ અનુભવો પરથી એટલું તો સ્પષ્ટ થઇ જાય કે જ્યાં સુધી બ્રોશર કે વેબસાઇટ માટે સાચું લખાણ મળે નહીં ત્યાં સુધી ડમી ટેકસ્ટ તરીકે આ લોરેમ ઇપ્સમથી શરૂ થતી...

બ્રાઉઝરમાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો બંધ કેવી રીતે રાખવા?

આગળ શું વાંચશો? ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ફેસુબક એપમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ઇન્ટરનેટ પરનું આ એક અનિવાર્ય દૂષણ થઈ પડ્યું છે. ખાસ કરીને ન્યૂઝ સાઇટ્સ પર. પોતાની સાઇટ પર વીડિયો મૂકનારા ડેવલપર્સ એવું માની લેતા હોય છે કે આપણે એમના પેજ પર પહોંચીએ ત્યારે આપણને એવો વીડિયો જોવામાં જ રસ હોય છે એટલે એ વીડિયો આપોઆપ ચાલુ કરી દે છે - આપણી વીડિયો જોવાની ઇચ્છા હોય કે ન હોય. આપણે એકથી વધુ ટેબમાં બ્રાઉઝિંગ કરી રહ્યા...

ફેસબુકમાં કંઈક પણ ડિલીટ કર્યા પછી તેનું શું થાય?

આમ તો આપણે એવું માનીએ કે ફેસબુકમાં આપણે મૂકેલી કોઈ પોસ્ટ, ફોટો કે કમેન્ટ વગેરે આપણે ડિલીટ કરીએ તો એ ખરેખર ડિલીટ થતું હશે, પણ એ અર્ધસત્ય છે. ફેસબુકની સ્પષ્ટતા અનુસાર આપણે ફેસબુક પર શેર કરેલું જે કંઈ ડિલીટ કરીએ તે ફેસબુકની સાઇટ પરથી ડિલીટ થાય છે. પરંતુ એ પછીના જ વાક્યમાં ફેસબુક કહે છે કે તેમાંની કેટલીક માહિતી તેના સર્વર્સ પરથી કાયમ માટે ડિલીટ થાય છે, પરંતુ ‘કેટલીક’ માહિતી, જો અને જ્યારે આપણે ફેસબુકનું આખું એકાઉન્ટ જ કાયમ માટે ડિલીટ કરીએ તો અને ત્યારે...

એક્સેલમાં ફોર્મ્યુલા અને ફંકશન વચ્ચે શું ફેર છે?

એકદમ ટૂંકો જવાબ એવો હોઈ શકે કે ફોર્મ્યુલા એટલે એક્સેલમાં આપણે પોતે નક્કી કરેલું સમીકરણ કે ગણતરી. જ્યારે ફંકશન એટલે એક્સેલે પોતે વિકસાવેલી ગણતરી. ફંક્શનને કારણે, આપણે પોતે ફોર્મ્યુલા વિચારવાની કે તૈયાર કરવાની ઝંઝટમાં પડવું ન પડે, ફક્ત એક-બે ક્લિકમાં રેડીમેડ ફંક્શનનો લાભ લઈ શકીએ. સાવ સાદા ઉદાહરણ સાથે વાત કરીએ તો ધારો કે એક્સેલમાં કોલમ D માં રો 1 અને રો 2 માં આપણે અનુક્રમે 4 અને 5 સંખ્યા લખી છે. આપણે આ બે સંખ્યાનો સરવાળો સેલ D3 માં જોઇતો હોય તો આ કામ આપણે...

ફેસબુકમાં બે એકાઉન્ટ મર્જ કરી શકાય?

ફેસબુકની પોતાની ટર્મ્સ એન્ડ કંડિશન્સ મુજબ, ફેસબુક પર એકાઉન્ટ ખોલાવતી દરેક વ્યક્તિએ પોતાના અસલી નામનો ઉપયોગ કરવો ફરજિયાત છે (જેને ઘણા લોકો ઘોળીને પી જાય છે અને ફેસબુક તે ચલાવી લે છે તે જુદી વાત છે!). આથી, કાયદેસર રીતે એક જ વ્યક્તિ ફેસબુક પર બે એકાઉન્ટ ધરાવી શકે નહીં. એ જ કારણે, ફેસબુક પર બે એકાઉન્ટ મર્જ કરવાની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. તમારા બિઝનેસના પ્રમોશન માટે ફેસબુક પર અલગ પ્રોફાઇલ બનાવવાના બદલે પોતાના જ પ્રોફાઇલમાં લોગ-ઇન થઈ, અલગ બિઝનેસ પેજ ક્રિએટ કરવું વધુ યોગ્ય છે.

પ્લે સ્ટોરમાં ‘ડાઉનલોડ પેન્ડિંગ’ મેસેજનો શું ઉપાય થઈ શકે?

સવાલ મોકલનાર : નીરવ મહેતા, મુંબઈ તમે ગૂગલ પ્લે સ્ટોરમાં કોઈ રસપ્રદ એપ જુઓ એટલે તેને ડાઉનલોડ કરવા માટે ઇન્સ્ટોલ બટન ક્લિક કરો, પણ સ્ક્રીન પર સતત ‘ડાઉનલોડ પેન્ડિંગ’નો મેસેજ આવ્યા કરે, એવું ઘણા લોકો સાથે થતું હોય છે. આપણને એ ગેમ કે એપ ફટાફટ ઇન્સ્ટોલ કરીને તેના પર હાથ અજમાવી જોવાની તાલાવેલી હોય પણ ડાઉનલોડ પૂરું થાય તો એપ ઇન્સ્ટોલ થાયને! આપણી ધીરજ ખૂટી જાય એટલે એ એપ પડતી મૂકીને બીજી કોઈ એપ ડાઉનલોડ કરવાની કોશિશ કરીએ, તો ત્યાં પણ એ જ પરિણામ આવે! છેવટે આપણે...

અલગ અલગ ગુજરાતી ફોન્ટની રામાયણ કેવી રીતે સમજવી?

આગળ શું વાંચશો? અંગ્રેજી અને ગુજરાતી ભાષાના ફોન્ટમાં તફાવત ક્યાં છે? યુનિકોડ ફોન્ટથી શું ફેર થયો? વિવિધ ફોન્ટને એકબીજામાં કન્વર્ટ કરી ન શકાય? તમારે કયા ફોન્ટ પસંદ કરવા જોઈએ? સવાલ મોકલનાર : શાસ્ત્રી જિજ્ઞેશભાઈ પંડ્યા, મોરબી વાચકમિત્ર જિજ્ઞેશભાઈનો મૂળ સવાલ એ છે કે તેમની પાસેની કેટલીક ફાઇલમાં, ગુજરાતી ચંદન, શ્રુતિ, ટેરા ફોન્ટ વગેરે જુદા જુદા ગુજરાતી ફોન્ટનો ઉપયોગ થયો છે, તો આ બધાને એક ફોન્ટમાં વાંચવાનો કે ટાઇપ કરવા માટે કોઈ વિકલ્પ હોય તો જણાવો. આ સવાલનો વિસ્તૃત જવાબ જરૂરી છે, કેમ કે જે લોકોને ગુજરાતી ભાષાના...

ફેસબુક મેસેન્જરમાં ઝડપથી સંખ્યાબંધ મેસેજ ડિલીટ કઈ રીતે કરી શકાય?

સવાલ મોકલનાર : દીપિકા જોશી, રાજકોટ જેમ વોટ્સએપમાં સતત આવતા રહેતા મેસેજીસ (ટેક્સ્ટ, ઇમેજીસ, જિફ, વીડિયો વગેરે) આપણા ફોન પર ભાર વધારતા રહે છે અને તેની સાફસૂફી આપણા માટે એક મોટું કામ બની જાય છે, એ જ રીતે ફેસબુકની મેસેન્જર સર્વિસમાં પણ, જો તમે ખાસ્સા સક્રિય હો તો તેની સાફસૂફી મોટો બોજો બની શકે છે. વોટ્સએપ અને ફેસબુક મેસેન્જરમાં ફેર એ છે કે મેસેન્જરમાં બધું જ ફેસબુકના સર્વરમાં સચવાયેલું રહે છે, પણ ખરેખર આ જ કારણે તેની સાફસૂફી જરૂરી બની જાય છે. મેસેન્જરમાં મેસેજ જેમ જૂના...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.