fbpx

બ્રાઉઝરમાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો બંધ કેવી રીતે રાખવા?

By Himanshu Kikani

3

આગળ શું વાંચશો?

  • ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય?

  • ફેસુબક એપમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય?

ઇન્ટરનેટ પરનું આ એક અનિવાર્ય દૂષણ થઈ પડ્યું છે. ખાસ કરીને ન્યૂઝ સાઇટ્સ પર. પોતાની સાઇટ પર વીડિયો મૂકનારા ડેવલપર્સ એવું માની લેતા હોય છે કે આપણે એમના પેજ પર પહોંચીએ ત્યારે આપણને એવો વીડિયો જોવામાં જ રસ હોય છે એટલે એ વીડિયો આપોઆપ ચાલુ કરી દે છે – આપણી વીડિયો જોવાની ઇચ્છા હોય કે ન હોય.

આપણે એકથી વધુ ટેબમાં બ્રાઉઝિંગ કરી રહ્યા હોઈએ ત્યારે તકલીફ વધે કેમ કે જુદી જુદી ટેબમાં જુદા જુદા વીડિયો ચાલુ થઈ જાય અને ઘોંઘાટ કરી મૂકે!

છેલ્લા થોડા સમયથી ક્રોમ બ્રાઉઝરમાં એવી સુવિધા ઉમેરાઈ છે કે જે ટેબમાં વીડિયો કે ઓડિયો ચાલુ હોય તે ટેબમાં વોઇસનો આઇકન જોવા મળે અને તેને ક્લિક કરીને આપણે વોઇસ બંધ કરી શકીએ, પરંતુ એમ કરવાથી પેલો વીડિયો બંધ થતો નથી, ફક્ત અવાજ બંધ થાય છે. આવી રીતે કોઈ પણ પેજ પર પહોંચતાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો આપણો ડેટા પણ ખર્ચવા લાગે છે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!