Home Tags Social media

Tag: social media

મેસેન્જરમાં થ્રેડેડ રિપ્લાય કરો

વોટ્સએપમાં તમે જાણતા હશો તેમ કોઈ મિત્ર સાથેની ચેટમાં કે ગ્રૂપમાંની ચેટમાં કોઈ એક મેસેજના સંદર્ભમાં તમારે જવાબ વાળવો હોય ત્યારે એ મેસેજનો સંદર્ભ આપી શકાય છે. એ માટે આપણે એ મેસેજ જરા લાંબો સમય પ્રેસ કરીને સિલેક્ટ કરીએ એટલે મથાળે ડાબી તરફ જતા તીરની નિશાની મળે તેને ક્લિક કરતા આપણા મેસેજની ઉપર એ મેસેજનો સંદર્ભ ઉમેરાય જાય જેને ક્લિક કરીને સામેની વ્યક્તિ તરત જ એ મેસેજ સુધી પહોંચી શકે. એ સિવાય જે મેસેજનો સંદર્ભ આપવો હોય તેને જમણી બાજુ સ્વાઇપ કરવાથી પણ આ જ કામ...

વોટ્સએપમાં સ્ટેટસમાં આપણી મરજી ચલાવી શકાશે

વોટ્સએપનું સ્ટેટસ ફીચર ધીમે ધીમે વધુ ને વધુ લોકપ્રિય બનતું જાય છે. આ ફીચરનો લાભ લઈને કોઈ પણ વ્યક્તિ પોતાનું સ્ટેટસ તેના કોન્ટેક્ટસના તમામ લોકોને એક સાથે બતાવી શકે છે, જે ૨૪ કલાક માટે એક્ટિવ રહે છે. અલબત્ત આ સ્ટેટસ ‘છેલ્લા તે પહેલા’ના નિશ્ચિત ક્રમમાં જ બતાવવામાં આવે છે. એટલે કે જો તમારા કોન્ટેક્ટસ લિસ્ટમાં અસંખ્ય કોન્ટેક્ટસ હોય અને તેમાંથી કોઈ ચોક્કસ વ્યક્તિના સ્ટેટસ જોવામાં તમને વધુ રસ હોય તો ત્યાં સુધી પહોંચવા તમારે ખાસ્સી કસરત કરવી પડે. હવે વોટ્સએપ કંપની આ ખામી સુધારી રહી છે....

ફેક ન્યૂઝ પારખવામાં આપણી કોમનસેન્સ ઓછી પડે તો…

ચૂંટણીનો જંગ સોશિયલ મીડિયા પર પણ લડાઈ રહ્યો છે ત્યારે શું સાચું અને શું ખોટું એ પહેલી નજરે ન પરખાય તો તમે કેટલીય વેબસાઇટ્સ અને કેટલાંક ખાસ ટૂલ્સની મદદથી હકીકત જાણી શકો છો. આગળ શું વાંચશો? ફેક ન્યૂઝનો સામનો કેવી રીતે થઈ રહ્યો છે? ફેક ન્યૂઝ કેવી રીતે પારખવા? પુલવામા હુમલાનું ‘ષડયંત્ર’ નરેન્દ્ર મોદીએ ‘પાકિસ્તાની ધ્વજ’ લહેરાવ્યો? પ્રણવદા ‘સંઘી’ બન્યા? કોંગ્રેસની ઓફિસમાં બાદશાહ ઔરંગઝેબનો ફોટો? કેરળના ધારાસભ્યની કાર પર ‘પાકિસ્તાની’ ધ્વજ? ફેક ન્યૂઝ. આ બંને શબ્દ પોતે જ એકબીજાના વિરોધાભાસી છે, પણ ભારતમાં આ શબ્દની કોઈ...

ફેસબુકમાં લોકેશન ટ્રેકિંગમાં નવો વિકલ્પ મળ્યો

અગાઉ ફક્ત આઇફોન યૂઝર્સને એવી સગવડ હતી કે તેઓ ફેસબુક એપનો ઉપયોગ ન કરતા હોય, ત્યારે લોકેશન ટ્રેકિંગ બંધ રાખી શકે. હવે આ સુવિધા એન્ડ્રોઇડ યૂઝર્સને પણ મળી છે. ફેસબુક પર આપણી જાસૂસી કરવાનો અવારનવાર આરોપ મુકાય છે, પરંતુ હમણાં કંપનીએ આપણી પ્રાઈવસી સંબંધિત પ્રમાણમાં સારું કહી શકાય એવું એક પગલું ભર્યું છે. આ પગલું આપણા લોકેશન ટ્રેકિંગને લગતું છે. જો તમે તમારા સ્માર્ટફોનમાં ફેસબુક એપ ઇન્સ્ટોલ કરી હોય (એવું કોઈ હશે ખરું જેની પાસે સ્માર્ટફોન હોય, પણ તેમાં ફેસબુક એપ ન હોય?!) તો લગભગ દરેક...

બ્રાઉઝરમાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો બંધ કેવી રીતે રાખવા?

આગળ શું વાંચશો? ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ફેસુબક એપમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ઇન્ટરનેટ પરનું આ એક અનિવાર્ય દૂષણ થઈ પડ્યું છે. ખાસ કરીને ન્યૂઝ સાઇટ્સ પર. પોતાની સાઇટ પર વીડિયો મૂકનારા ડેવલપર્સ એવું માની લેતા હોય છે કે આપણે એમના પેજ પર પહોંચીએ ત્યારે આપણને એવો વીડિયો જોવામાં જ રસ હોય છે એટલે એ વીડિયો આપોઆપ ચાલુ કરી દે છે - આપણી વીડિયો જોવાની ઇચ્છા હોય કે ન હોય. આપણે એકથી વધુ ટેબમાં બ્રાઉઝિંગ કરી રહ્યા...

મેસેન્જરમાં ‘ક્યૂટ’ ઇમેજ શેર કરો

ફેસબુક પર તમે જુદા જુદા મિત્રો તરફથી અવનવી મજાની ઇમેજિસ જોઇને દિવસ આખાનો કંટાળો કે ઓફિસનો થાક દૂર કરતા હશો. આવું કંઈ ગમતું મળી જાય તો મિત્રો સાથે ગમતાનો ગુલાલ કરવાનું મન થાય અને તમે તેને ફોરવર્ડ કરી શકો. અલબત્ત આ બધું પહેલાં જોવા મળે, પછી દિલને સ્પર્શે અને પછી શેર કરવામાં આવે. આખી વાતમાં જરા વધુ રોમાંચ ત્યારે ઉમેરાય જ્યારે આપણને ખબર જ ન હોય કે આપણે કઈ ઇમેજ શેર કરી રહ્યા છીએ (અલબત્ત એટલે જ આખી વાત થોડી જોખમી પણ બને છે). ફેસબુક મેસેન્જરમાં આવું...

ટવીટરમાં સહેલાઈથી મીડિયા શેરિંગ કરો

હમણાં ટવીટરે તેના ઇન-એપ કેમેરામાં મોટો ફેરફાર કર્યો છે. જો તમે ટવીટર એપના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરતા હો, તો હવે તમે આ એપ ઓપન કરી, સ્ક્રીન પર જમણેથી ડાબી તરફ સ્વાઇપ કરો તો એપમાંની કેમેરા સર્વિસ એક્ટિવેટ થશે (આ સુવિધા હજી રોલ-આઉટ થાય છે, એટલે કદાચ તમારે થોડી રાહ જોવી પડે). હવે તમારી પાસે બે વિકલ્પ છે, કેપ્ચર અને લાઇવ. કેપ્ચર વિકલ્પથી, તમે શટર બટન ક્લિક કરીને ફોટો લઈ શકશો, અથવા જરા લાંબો સમય પ્રેસ કરીને રાખીને વીડિયો શૂટ કરી શકશો. જ્યારે લાઇવ વિકલ્પથી, તમે...

વોટ્સએપના મેસેજ હવે રિપોર્ટ કરી શકાશે

વોટ્સએપમાં અપમાનજનક, વાંધાજનક, બદનક્ષીભર્યા ધમકીભર્યા કે બિભત્સ મેસેજીસ આવે તો હવે તેનો સામનો કરવા માટે સરકારની મદદ લઈ શકાશે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (ડોટ)ના જણાવ્યા અનુસાર, વોટ્સએપમાં આવા મેસેજ મેળવનારી વ્યક્તિ તેના ફોનનંબર સાથેના સ્ક્રીનશોટ લઈને ccaddn-dot@nic.in  પર મોકલી શકે છે. ત્યાર પછી ડિપાર્ટમેન્ટ જે તે ટેલિકોમ ઓપરેટર્સ અને પોલીસની મદદથી આગળનાં પગલાં લેશે. પુલવામામાં ભારતીય જવાનો પર ત્રાસવાદીઓના હુમલા પછી કેટલાક પત્રકારો પર વાંધાજનક મેસેજીસનો મારો શરૂ થયા પછી આ પગલું લેવામાં આવ્યું છે. મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઝને તેમના નેટવર્ક પર કોઈ પણ રીતે વાંધાજનક,...

જિઓમાં ગ્રૂપ કોલિંગની સુવિધા આપતી એપ ઉમેરાઈ

રિલાયન્સ જિઓએ પોતાના યૂઝર્સને વીઓએલટીઇ પર ગ્રૂપ કોન્ફરન્સ કોલની સગવડ આપી છે. આ માટે પ્લે સ્ટોરમાં એક એપ ઉપલબ્ધ કરવામાં આવી છે. માત્ર એન્ડ્રોઇડ પર અને માત્ર જિઓના સબસ્ક્રાઇબર્સ માટેની આ ‘જિઓ ગ્રૂપ ટોક’ એપની મદદથી એક સમયે એક સાથે ૧૦ લોકો એકબીજા સાથે વાતચીત કરી શકે તેવી સુવિધા છે. અલબત્ત અત્યારે આ એપ ટ્રાયલ મોડમાં છે અને થોડા સમયમાં તેનું કમર્શિયલ વર્ઝન લોન્ચ થાય તેવી શક્યતા છે. આ એપમાં લેકચર મોડ પણ છે એટલે કે એક વ્યક્તિ બોલે અને બાકીના લોકો માત્ર તેને સાંભળી શકે...

ફેસબુકમાં કંઈક પણ ડિલીટ કર્યા પછી તેનું શું થાય?

આમ તો આપણે એવું માનીએ કે ફેસબુકમાં આપણે મૂકેલી કોઈ પોસ્ટ, ફોટો કે કમેન્ટ વગેરે આપણે ડિલીટ કરીએ તો એ ખરેખર ડિલીટ થતું હશે, પણ એ અર્ધસત્ય છે. ફેસબુકની સ્પષ્ટતા અનુસાર આપણે ફેસબુક પર શેર કરેલું જે કંઈ ડિલીટ કરીએ તે ફેસબુકની સાઇટ પરથી ડિલીટ થાય છે. પરંતુ એ પછીના જ વાક્યમાં ફેસબુક કહે છે કે તેમાંની કેટલીક માહિતી તેના સર્વર્સ પરથી કાયમ માટે ડિલીટ થાય છે, પરંતુ ‘કેટલીક’ માહિતી, જો અને જ્યારે આપણે ફેસબુકનું આખું એકાઉન્ટ જ કાયમ માટે ડિલીટ કરીએ તો અને ત્યારે...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.