‘સાયબરસફર’ એપ

‘સાયબરસફર’ હવે પ્રોગ્રેસિવ વેબ એપ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે!
હવે આપ વેબસાઇટ અને એપ, બંનેમાં જે તે અંક ડિજિટલ મેગેઝિન સ્વરૂપે અને ઓફલાઇન પણ વાંચી શકો છો.

 • સ્માર્ટફોનમાં આપને ‘એડ ટુ હોમ સ્ક્રીન’ સૂચન મળશે. તેને હા કહો.
 • અથવા ફોનમાં ક્રોમ બ્રાઉઝરના સેટિંગ્સમાં જઈ, ‘એડ ટુ હોમ સ્ક્રીન’ પર ક્લિક કરો.
 • ફોનના હોમ સ્ક્રીન/એપ ડ્રોઅરમાં ‘સાયબરસફર’નો આઇકન ઉમેરાશે.
 • એપ અને મોબાઇલ સાઇટ બંને દેખાવમાં બિલકુલ સરખાં જ છે, પણ હવે એપ/સાઇટમાં તમે ઓપન કરેલા લેખો અને ડિજિટલ મેગેઝિન આપોઆપ ડાઉનલોડ પણ થશે.
 • આ પેજીસ ગમે ત્યારે એપ ઓપન કરી, ઓફલાઇન પણ વાંચી શકાશે.

એપનો પૂરો લાભ લેવા માટે

 1. એપ ઓપન કરી, આપના ગૂગલ/ફેસબુક આઇડીથી લોગ-ઇન થાઓ.
 2. આપના ડિવાઇસમાં આપ સતત લોગ્ડ-ઇન રહી શકશો, જેથી વારંવાર લોગ-ઇન કરવું પડશે નહીં.
 3. વધુ સહાય માટે 92272 51513 નંબર પર સંપર્ક કરવા વિનંતી.

માત્ર પ્રિન્ટ મેગેઝિનનું લવાજમ ધરાવતા મિત્રોને ઓનલાઇન એક્સેસ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. આપના ઈ-મેઇલનું ઇનબોક્સ અને સ્પામ ફોલ્ડર ચેક કરતા રહેશો.

આ એપ કઈ રીતે વિશેષ છે?

 • એપ ફોનમાં ઓછામાં ઓછી જગ્યા રોકે છે.
 • એપમાં ઓપન કરેલાં પેજીસ, ઓફલાઇન ઉપયોગ માટે આપોઆપ ડાઉનલોડ થાય છે.
 • એપ ફોનમાં સ્ટોરેજ સિવાય અન્ય કોઈ રિસોર્સનો ઉપયોગ ન થતો હોવાથી તેને કોઈ પરમિશનની જરૂર નથી.
 • વિશ્વની અનેક કંપની હવે આ પ્રકારની એપ તરફ વળી રહી છે.

એપમા અંકોનો ડેટા કઈ રીતે મેનેજ થશે?

 • આપ ફોનના સેટિંગ્સમાં, એપ્સમાં, આ એપ શોધીને તેમાં તમે કેટલો ડેટા ડાઉનલોડ કર્યો છે તે જોઈ શકો છો.
 • ફોનમાં સ્પેસ ખાલી કરવાની જરૂર હોય, તો આ એપનો બધો ડેટા એક સાથે ડિલીટ કરી શકો છો.
 • એ પછી, એપમાં ફરી જે પેજીસ ઓપન કરશો તે ડાઉનલોડ થતાં જશે.
 • આમ, આ એપથી ફોનમાં રોકાતી સ્પેસ આપ પોતાની રીતે અંકુશમાં રાખી શકો છો.