fbpx

| Major Article

આંગળીના ઇશારે ટેક્સી બોલાવવી સહેલી છે, છતાં જોખમી પણ છે, આવતા વેકેશનમાં અજાણ્યા શહેરમાં એપ-કેબ બોલાવો ત્યારે…

પોતાના શહેરમાં પણ, પોતાને માટે કે સંતાનો માટે એપ-કેબનો ઉપયોગ કરવાનો થતો હોય તો તેનાં સેફ્ટી ફીચર્સ સમજવાં જરૂરી છે.

Read Free: મહિલા પેસેન્જર તરીકે એપ-કેબમાં શી સાવધાની રાખશો?

આપણને બિલકુલ ન ગમે એવી હકીકત એ છે કે આપણા દેશમાં મહિલાઓ સલામત નથી. અન્ય દેશોમાં સ્થિતિ સારી છે એવું નથી, પણ આપણે તો જે સ્થિતિ છે એમાં શું કરવું એ તરફ ધ્યાન આપવું રહ્યું.

તમારા ડ્રોપશિપિંગ બિઝનેસ માટે સપ્લાયર્સ કેવી રીતે શોધશો?

ઓનલાઇન બિઝનેસનું આ મેડેલ જેટલું આકર્ષક છે એટલું જ મુશ્કેલ પણ છે - બહુ મોટો આધાર સપ્લાયર પર છે. www.meesho.com/learn-reselling ભારતમાં ડ્રોપશિપિંગ બિઝનેસ મોડેલ  પોપ્યુલર બનાવવામાં મીશોનો બહુ મોટો ફાળો છે. એ સૌથી સહેલો રસ્તો પણ છે, ખાસ કરીને ગૃહિણીઓ માટે. તમે મીશો પર...

ઇન્ટરનેટના પતંગ ઊડતા રાખતા દોર સમાન સબમરીન કેબલ્સ કપાય ત્યારે શું થાય?

સબમરીન ડેટા કેબલ્સની લંબાઈ સતત વધતી જાય છે, પણ સામે તેમાં વહન કરવો જરૂરી ડેટા પણ બેહિસાબ વધતો જાય છે. હજી ઘણા ટાપુઓ એવા પણ છે જે માત્ર એક કેબલથી બાકીની દુનિયા સાથે કનેક્ટેડ છે. આવો કેબલ તૂટે તો સાંધવો મુશ્કેલ હોય છે. ભારતમાં આવી ચિંતા નથી કેમ કે ભારત સુધી ઇન્ટરનેટ ડેટા લાવતા કેબલ્સની સંખ્યા સતત વધતી જાય છે.

ભૂલ સુધારવાની ઘણી તકો છે ટેકનોલોજીની દુનિયામાં

નવી ટેક્નોલોજીનાં નવાં સાધનોની યાદશક્તિ ગજબ છે, પણ અહીં કશું જ સાવ અમીટ કે અફર નથી. આપણી ભૂલો સુધારી શકાય છે. સ્માર્ટફોન અને કમ્પ્યૂટરમાં એ માટેની વિવિધ રીતો જાણીએ.

યાદ રહે, સ્માર્ટફોન વાતચીત માટે પણ છે! મોબાઇલ કંપનીઓનું ધ્યાન હવે વોઇસ ક્લેરિટી સુધારવા પર

હેન્ડસેટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને ટેલિકોમ્સે સ્માર્ટફોનમાં વોઇસ ક્લેરિટી પર પૂરતું ધ્યાન આપ્યું નથી, અત્યાર સુધી.

સ્માર્ટવૉચ ખરીદવાનું વિચારો છો? તપાસી જુઓ વિવિધ ફીચર્સ…

આ દિવાળીએ નવી સ્માર્ટવૉચ ખરીદવાનું વિચારો છો? એક સમયે સાવ ભૂલાઈ ગયેલી રિસ્ટવૉચનું હવે સ્માર્ટવૉચ તરીકે પુનરાગમન થયું છે જોકે હવે તો વાત એક ડગલું આગળ વધીને સ્માર્ટ રિંગ પણ આવી ગઈ છે, પણ અત્યારે ફોકસ સ્માર્ટવૉચ પર રાખીએ. નામ મુજબ, આવી વૉચ સ્માર્ટ હોય છે, પણ બધી સરખી...

અજબ-ગજબ એઆઇ ટૂલ્સ!

અલગ અલગ એપ્સમાં આપણને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો વર્ષોથી લાભ મળવા જ લાગ્યો છે, પણ હવે વાત એકદમ બદલાઈ ગઈ છે. અત્યાર સુધી વિવિધ કંપની પોતે આપણે માટે એઆઇનો ઉપયોગ કરતી હતી. હવે આપણે પોતાની મરજી મુજબ એઆઇનો ઉપયોગ કરી શકીએ તેવાં અનેક જાતનાં ટૂલ્સ આવી ગયાં છે.

ગૂગલે કઈ રીતે બદલી આપણી જિંદગી

ગૂગલને આ મહિને ૨૫ વર્ષ થયાં! આ ૨૫ વર્ષમાં, આજના ઇન્ટરનેટને આકાર આપવામાં ગૂગલનો સિંહફાળો રહ્યો છે. આપણને આડકતરી રીતે અસર કરે તેવી એઆઇ જેવી ટેક્નોલોજી ઉપરાંત, ગૂગલે આપણા રોજિંદા જીવન પર જબરજસ્ત અસર કરી છે. ગૂગલનાં ૨૫ વર્ષ નિમિત્તે, આ એક કંપનીએ આપણા દૈનિક જીવનને કેટકેટલી રીતે બદલી નાખ્યું એની વાત કરીએ.

નવો સમય, નવાં વિસ્મય, નવી કારકિર્દીની તકો!

ગેમ્સ, મૂવીઝ, એડવર્ટાઇઝિંગ…
આ બધામાં જે વાસ્તવમાં શક્ય જ નથી,
એ દર્શાવવાનો ટ્રેન્ડ જબરજસ્ત લોકપ્રિય થઈ રહ્યો છે.
આ ટ્રેન્ડ તમારા માટે નવી કારકિર્દીની અનેક તક આપે છે.

હૈયામાં હામ અને હાથમાં મોબાઇલ હોય તો બધું શક્ય છે, મુશ્કેલ સમયમાં હામ ન હારો, બિઝનેસ ઓનલાઇન ફેલાવો

બિલકુલ નાના પાયે શરૂઆત કરીને માત્ર મોબાઇલથી બિઝનેસનો પ્રચાર-પ્રસાર કરવાથી લઈને, પોતાનો ઈ-કોમર્સ સ્ટોર શરૂ કરવા સુધીનાં બધાં જ પગલાંની સ્ટેપ-બાય-સ્ટેપ જાણકારી – એક જ લેખમાં!

સેલ્ફ-ડ્રાઇવિંગ કારઃ સફર કયા મુકામે પહોંચી છે?

ગયા મહિને, ઘણે અંશે પોતાની રીતે ચાલતી કારનો વધુ એક જીવલેણ અકસ્માત થયો. એ પહેલાં, વર્ષની શરૂઆતમાં વિશ્વની પહેલી, ઓટોનોમસ લેવલ ૩ની કાર માર્કેટમાં મૂકાઈ!

ડ્રાઇવર વિનાની કાર અત્યારે કયા તબક્કે પહોંચી છે એ આ લેખમાં તપાસીએ.

સોશિયલ મીડિયા પર લગામ

નવાં, આકરાં નિયત્રણો સાથે ભારતમાં સરકાર અનવે ટેક કંપનીઓ વચ્ચે દાવપેચનો દોર શરૂ થાય તેવી શક્યતા છે.

થઈ જાઓ તૈયાર નવા સમયની કારકિર્દી માટે માત્ર 6 મહિનામાં

ગયા વર્ષે, ગૂગલે જે નવા સર્ટિફિકેટ કોર્સ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, તે ગયા મહિને લોન્ચ થઈ ગયા છે. તમે પણ તેમાં જોડાઈ શકો છો, ડિગ્રી કે અનુભવ વિના. આ સર્ટિફિકેટના જોરે, તમે ગૂગલ સહિતની ટોચની ટેક કંપનીઓમાં, ચાર વર્ષનો અભ્યાસ કરીને ડિગ્રી મેળવનારા સ્ટુડન્ટ સાથે સ્પર્ધા કરવા, ઇન્ટરવ્યૂ કોલ મેળવી શકો છો – પછી ઇન્ટરવ્યૂ ક્રેક કરવાની જવાબદારી તમારી!

આ લેખમાં, આઇટી એજ્યુકેશન અને આઇટીમાં કરિયરની દૃષ્ટિએ આવી રહેલા ક્રાંતિકારી પરિવર્તન વિશે વાંચો. સાથોસાથ, ગૂગલે લોન્ચ કરેલા પાંચ પ્રોફેશનલ સર્ટિફિકેટ કોર્સ વિશે પણ જાણો.

ક્લાઉડ વર્કિંગના આ ફાયદાઓ તમે જાણો છો?

પાછલા એક વર્ષથી આપણે સૌ ‘વર્ક-ફ્રોમ-એનીવ્હેર’ના કન્સેપ્ટ તરફ વળવા લાગ્યા છીએ. એ ધ્યાનમાં રાખીને હવે ગૂગલ કે માઇક્રોસોફ્ટના ફ્રી વર્ઝનથી ક્લાઉડ કમ્પ્યૂટિંગ તરફ વળવાનો સમય પાકી ગયો છે.

સ્માર્ટફોનમાંની એપ્સ આપણું કેટલી રીતે અને કેટલી હદે ટ્રેકિંગ કરે છે?

યૂઝર્સની પ્રાઇવસીનો મુદ્દો અત્યારે બરાબર ગરમ છે કેમ કે એપલે વિવિધ એપ્સ આપણું કેટલું ટ્રેકિંગ કરે છે તે સ્પષ્ટ રીતે બતાવવાનું શરૂ કર્યું છે

હૈયામાં હામ અને હાથમાં મોબાઇલ હોય તો બધું શક્ય છે, મુશ્કેલ સમયમાં હામ ન હારો, બિઝનેસ ઓનલાઇન ફેલાવો

બિલકુલ નાના પાયે શરૂઆત કરીને માત્ર મોબાઇલથી બિઝનેસનો પ્રચાર-પ્રસાર કરવાથી લઈને, પોતાનો ઈ-કોમર્સ સ્ટોર શરૂ કરવા સુધીનાં બધાં જ પગલાંની સ્ટેપ-બાય-સ્ટેપ જાણકારી – એક જ લેખમાં!

દુનિયાની દરેક જગ્યા માટે ત્રણ શબ્દનાં સરનામાં

જુદાં જુદાં સ્થળોને પોસ્ટલ સરનામાં આપવાની વ્યવસ્થામાં ઘણી ખામીઓ છે. તેના બદલે, હવે આખી દુનિયામાં ૩ બાય ૩ મીટરના દરેકે દરેક ખૂણાને, ફક્ત ૩ શબ્દોનું સરનામું આપવાની વ્યવસ્થા વિકસી છે. આ લેખમાં આ નવી વ્યવસ્થાનાં લેખાં-જોખાં તપાસીએ.

અવાજ અને આસિસ્ટન્ટથી બદલો તમારી દુનિયા!

આપણે સૌ સ્માર્ટફોનથી વાત કરવા માટે ટેવાયેલા છીએ, પણ સ્માર્ટફોન સાથે વાત કરવાની આપણને ઓછી ટેવ છે! નજીકના ભવિષ્યમાં આપણે આ જ રીતે, આપણાં કામ કરવાની આદત પડવાની છે. અત્યારે ટીવી પર એમેઝોન એલેક્ઝા કે ગૂગલ હોમ જેવા સ્માર્ટ આસિસ્ટન્ટની જાહેરાતો જોઈને, આ ડિવાઇસીઝ એક્ઝેક્ટલી...

બિઝનેસ નાનો હોય કે મોટો, હવે અનિવાર્ય છે ઓનલાઇન પેમેન્ટ

તમારા કસ્ટમર તમારી સામે જ ન હોય, ત્યારે પણ તેમની પાસેથી ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાના વિવિધ ઉપાયનો લાભ લઈને બિઝનેસ વિસ્તારી શકાય છે - આ કામ સહેલું પણ છે! જો તમે ભારતમાં બિઝનેસ ચલાવી રહ્યા હો અને તમારા કસ્ટમર્સને ઓનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા આપી ન રહ્યા હો તો હવેથી રોજના...

વિશ્વભરની સૂક્ષ્મજીવી શેવાળને રોજેરોજ માપતા સેટેલાઇટ

આ દુનિયામાં એવું ઘણું છે, જે આપણી નજરમાં આવતું ન હોવા છતાં, આપણા પર તેના મોટા ઉપકાર છે. આવી જ એક વાત માટે સેટેલાઇટ્સ કેવી રીતે મદદ કરે છે તેની વાત વિદ્યાર્થીઓને ઉપયોગી થશે. ડૉ. નિમિત્ત કુમાર, વૈજ્ઞાનિક, ઇન્કોઇસ દ્વારા આપણા માટે સેટેલાઇટ એટલે કે ઉપગ્રહોનું નામ કંઈ નવું...

હવે થોડા સમયમાં,  આપણે પાસવર્ડ ભૂલી શકીશું!

નિષ્ણાતો પાસવર્ડ જંજાળરૂપ ન બને, છતાં સલામત રહે એવી વ્યવસ્થા વિક્સાવી રહ્યા છે. એના ભાગરૂપે, આપણો એન્ડ્રોઇડ આપણી ઓળખની સાબિતી બનવા લાગ્યો છે. સાવ સાચું કહેજો, અઠવાડિયામાં તમારી સાથે એવું કેટલી વાર થાય છે, જ્યારે તમે કોઈને કોઈ વેબસર્વિસનો પાસવર્ડ ભૂલી ગયા હો અને તમારે...

૨૦૨૦ના દસકાના ૨૦ નવા ટેક્નોલોજી ટ્રેન્ડ: કઈ રીતે બદલશે આપણી દુનિયા?

છેલ્લા અનેક દાયકામાં આપણે ઘણું બધું નવું જોયું અને જાણ્યું - એ બધાને પ્રતાપે આવતા એક દાયકામાં દુનિયા હજી વધુ ઝડપથી બદલાશે. આવો મેળવીએ એક ઝલક. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમ્પ્યુટર વિઝન, બ્લોકચેઇન, ફાઇવજી ડેટા નેટવર્ક… આ બધા શબ્દો કદાચ એક દાયકા પહેલાં...

લો બોલો, ફેસબુક અને ગૂગલ પણ સાયબરફ્રોડનો શિકાર બને છે!

ઓનલાઇન પેમેન્ટમાં છેતરપિંડીના કિસ્સા ખરેખર ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે એ જાણવા જેવું છે કે ફેસબુક અને ગૂગલ જેવી કંપનીના ઓફિસર્સ પણ હેકર્સની માયાજાળમાં ફસાઈ જાય છે! ગયા અઠવાડિયે, ‘સાયબરસફર’ની ઓફિસમાં રાજકોટથી એક વાચકમિત્રનો ફોન આવ્યો. આપણે એમને ‘રમેશભાઇ’ તરીકે...

સીબીએસઇ સ્કૂલ્સમાં શીખો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

આપણા વિદ્યાર્થીઓને સમગ્ર વિશ્વ સાથે તાલ મિલાવવામાં મદદરૂપ થતો આ નિર્ણય ખરેખર આવકારદાયક છે, આપણી શાળાઓએ પણ આ દિશામાં ઝડપી પગલાં લેવાં જોઈશે.વર્ષ ૨૦૧૯ વિદાય લઈ રહ્યું હતું ત્યારે એક આનંદના સમાચાર આવ્યા. મજાની વાત એ છે કે આ સમાચાર એ વર્ષની છેક શરૂઆતમાં આવ્યા હતા અને અંતે...

અંગ્રેજી શબ્દોના ઉચ્ચાર શીખો ગૂગલ પાસેથી!

આપણે અંગ્રેજી બોલતાં ખચકાઈએ છીએ કેમ કે આપણને ઘણા શબ્દોના ઉચ્ચાર વિશે અવઢવ હોય છે. હવે આ મૂંઝવણનો ઉકેલ પણ ગૂગલ પાસેથી મળે છે! તમે અંગ્રેજી ભાષા કેવીક જાણો છો? તમારો પોતાનો કદાચ અનુભવ હશે કે તમને અંગ્રેજી લખવા વાંચવામાં બહુ મુશ્કેલી પડતી નહીં હોય, તેમ છતાં અંગ્રેજી...

આખા વિશ્વમાં સતત વિસ્તરી રહ્યું છે સ્માર્ટ સીસીટીવી સર્વેલન્સ

જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરાથી લોકોની દરેક હીલચાલ પર નજર રાખીને તેને ડેટાને એઆઈ અને ફેસિયલ રેકગ્નિશન જેવી ટેક્નોલોજી સાથે સાંકળવાનું પ્રમાણ જબરજસ્ત વધી રહ્યું છે. થોડા સમય પહેલાં એક મુદ્દો ખાસ્સો ચર્ચાનો અને રમૂજનો વિષય બન્યો હતો. અમદાવાદમાં એક મહિલા તેમના પતિને નામે...

એસએમએસમાં મોટો ધમાકો!

લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી, છેવટે ગૂગલે એપલની ‘આઇમેસેજ’ જેવી જ સ્માર્ટ એસએમએસ સર્વિસ એન્ડ્રોઇડ માટે શરૂ કરી છે. હવે એસએમએસ વોટ્સએપની હરીફાઈ કરશે. આમ તો આપણી નજર રોજેરોજ સ્માર્ટફોન પર મંડાયેલી રહેતી હોવાને કારણે, તેમાં કંઈ પણ નાનો-મોટો ફેરફાર થાય તો આપણી નજર બહાર...

ગૂગલ પેમાં વધુ બેન્ક એકાઉન્ટ ઉમેરો

ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત લેવડ-દેવડ લોકપ્રિય બની રહી છે અને તેમાં સરકારી ભીમ એપ ઉપરાંત ગૂગલ પે અને ફોન પે જેવી સર્વિસનો ઉપયોગ ખાસ્સો વધી રહ્યો છે. આવી એપ્સમાં તમે એક કરતાં વધુ બેન્ક ખાતા માટે યુપીઆઇ એડ્રેસ મેળવી શકો છો.જેમ કે તમે ગૂગલ પે...

આપણું સ્વાસ્થ્ય, આપણા હાથમાં

રોજિંદી ફિટનેસ જાળવવામાં મદદરૂપ થતી ગૂગલ ‘ફિટ’ એપનો નજીકનો પરિચય. આગળ શું વાંચશો? ગૂગલ ફિટ એપનાં મુખ્ય પાસાં સમજીએ ગૂગલ ફિટ એપનો ઉપયોગ શરૂ કરીએ દૈનિક પ્રવૃત્તિની નોંધ કેવી રીતે થશે? ગૂગલ ફિટ સાથે અન્ય એપ્સ કનેક્ટ કરી શકાય આપણાં લક્ષ્ય કેવાં હોવા જોઇએ? ફિટ એપની બેટરી...

ફેસએપનો વાઇરલ વિવાદ!

આપણા ફોટોગ્રાફ્સ ‘ચોરી લેતી’ ફેસએપની જેમ બધી એપ જોખમી બની શકે છે. આગળ શું વાંચશો? પહેલાં શું બન્યું? પછી શું બન્યું? હકીકત શું છે? ફોટો એક્સેસ પરમિશનનો મુદ્દો શો છે? ફેસએપની શરતોનો અંશઃ ઘરડા થવું કોઈને ગમતું નથી, એ તો સૌ જાણે છે અને સૌના મનની વાત છે, પણ ઘરડા થયા પછી...

એક્સેલમાં ડેટા એન્ટ્રી સમયની ભૂલો કેવી રીતે ઘટાડશો?

એક્સેલમાં ડેટા એન્ટ્રીની ઝડપ અને ચોક્સાઇ બંને વધારવાં હોય તો આપણી ભૂલો સુધારવાની જવાબદારી પ્રોગ્રામના શિરે નાખી દો! સ્માર્ટફોન કે કમ્પ્યુટરના ઉપયોગમાં જો આપણે બે વાતનું ધ્યાન રાખી શકીએ તો આપણે ખરેખર તેના ‘પાવર યૂઝર’ કે ‘સ્માર્ટ યૂઝર’ બન્યા કહેવાઈએ. પહેલું ધ્યાન એ...

બારીના પડદા બંધ કરવા જેવી સહેલી પ્રાઇવસી, ઇન્ટરનેટ પર!

ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર યૂઝર્સ એટલે કે આપણા ડેટાના આધારે જ ચાલે છે. આપણું ટ્રેકિંગ હદ બહારનું વધી રહ્યું છે ત્યારે ‘ડકડકગો’ની મદદથી આપણી ઘણી પ્રાઇવસી જાળવી શકીએ છીએ. આગળ શું વાંચશો? ડકડકગોની શરૂઆત ડકડકગોનો ઉપયોગ કઈ રીતે થઈ શકે જો તમે ફ્લેટમાં રહેતા હો તો બાલકની તો...

તમે ઈ-મેઇલમાં ફિશિંગ એટેક ખાતરીબદ્ધ રીતે પારખી શકો?

તરકટી ઈ-મેઇલ મોકલીને આપણને સકંજામાં લેવાની રીત જૂની છે, પણ તેમાં નવી નવી તરકીબો ઉમેરાઈ રહી છે. એક ઓનલાઇન ક્વિઝનો લાભ લઈને તમે આ બાબતની તમારી સમજ કેટલી ધારદાર છે તે તપાસી શકો છો. આગળ શું વાંચશો? ફિશિંગ સમજાવતી ક્વિઝ જોખમી યુઆરએલ કેવી રીતે પારખશો? તરકટી ઈ-મેઇલ્સ...

ઈ-મેઇલ ટ્રેક થતાં કેવી રીતે રોકશો?

ઘણા લોકો આપણને મોકલેલો ઈ-મેઇલ આપણે ઓપન કર્યો કે નહીં તેનું ટ્રેકિંગ કરતી સર્વિસની મદદ લેતા હોય છે. તમે ઇચ્છો તો તેમને એમ કરતાં રોકી શકો, આ રીતે… આગળ શું વાંચશો? ઈ-મેઇલ ટ્રેકિંગ કેવી રીતે કામ કરે છે? ટ્રેક થતા ઈ-મેઇલ કેવી રીતે પારખવા? ઈ-મેઇલ ટ્રેકિંગ રોકવાનો સહેલો...

રિઝ્યૂમ એવો કેવી રીતે બનાવવો, જેથી ઇન્ટરવ્યૂ કોલ તો આવે જ? નવા સમયના રિઝ્યૂમ બનાવો!

આજના સમયમાં નોકરી આપનાર, દરેક ઉમેદવારના બાયોડેટા તપાસવા માટે બહુ મર્યાદિત સમય ફાળવતા હોય છે. એટલા ટૂંકા સમયમાં એમનું ધ્યાન ખેંચતાં આવડવું જોઈએ. રિઝ્યૂમ કે બાયોડેટા... ભલભલાને ડરાવનારા શબ્દો છે. કારણ એ કે જો તમે તાજા જ કોલેજમાંથી બહાર નીકળ્યા હો, તો રેઝયુમેમાં લખવા...

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, વોટ્સએપની મદદથી!

વોટ્સએપ પેમેન્ટ ભલે અટવાઈ ગયું, તેમાં આર્થિક લેવડદેવડના નવા રસ્તા શોધાવા લાગ્યા છે! ફોન રિચાર્જ કરવો, લાઇટનાં બિલ ભરવાં, ઇન્સ્યોરન્સનાં પ્રીમિયમ ભરવાં વગેરે બધાં કામ હવે બહુ સહેલાઈથી ઓનલાઇન થઈ શકે છે. એ માટે આપણે પેટીએમ કે ફોન પે કે યુપીઆઈ જેવી કોઈ એપની મદદ લેવી પડે એ...

તમે કેટલું વાંચો છો?

નવા સમયની ‘નોલેજ ઇકોનોમી’માં તમારી ડિગ્રી નહીં, વિષયની સમજ અને ખરી આવડત જ કામ લાગશે. બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, વોરેન બફેટ, જેફ બેઝોઝ, અને લેરી પેજ - આ પાંચ નામ અત્યારે સફળતા, સિદ્ધિ અને વૈભવના પર્યાય ગણાય છે. આ પાંચેય જણ દુનિયાની સૌથી મોટી પાંચ કંપનીઓ - માઇક્રોસોફ્ટ,...

જાણો વર્ડનાં કેટલાંક એવાં સ્માર્ટ ફીચર્સ, જે આપણને અકળાવી શકે છે!

માઇક્રોસોફ્ટ વર્ડની ઘણી બધી ખૂબી એવી છે જે આપણું કામ સરળ અને ઝડપી બનાવે છે, પરંતુ અમુક સંજોગોમાં તે આપણને નડી પણ શકે છે. આવી કેટલીક બાબતો અને તેના ઉપાય જાણી લો! માઈક્રોસોફ્ટ વર્ડ ઘણા બધા પ્રકારની ખૂબીઓ ધરાવતો પ્રોગ્રામ છે. તેમ છતાં તેમાં કામ કરતી વખતે ઘણીવાર અકળામણ...

વોટ્સએપનાં ગ્રૂપ ડિલીટ કેમ કરાય?

વોટ્સએપમાં ચેટિંગ કરવું સાવ સહેલું છે, પણ તેમાંનાં ગ્રૂપ્સ સંભાળવાં જરા મુશ્કેલ છે! વોટ્સએપ હવે આપણા જીવનનું  એક અભિન્ન અંગ છે. આપણી દરેક સવાર વોટ્સએપ સાથે પડે છે અને વોટ્સએપના મેસેજ જોતાં જોતાં જ રાત્રે આંખો ઘેરાય છે. નજીકના મિત્રો અને સ્વજનોના સાથેના વન-ટુ-વન ચેટિંગ...

વોટ્સએપ હેક : હકીકત શું છે?

કોઈ એપ તદ્દન સુરક્ષિત નથી, આપણે ફક્ત સાવચેત રહી શકીએ. આગળ શું વાંચશો? ખરેખર શું બન્યું છે? હવે આપણે શું કરવું? આખી વાતનો સાર શું છે? ક્વિક નોટ્સ: વોટ્સએપમાં ડેટાની સલામતી ગયા મહિને આખો દેશ ચૂંટણીનાં પરિણામોની ધમાધમમાં પડ્યો હતો, ત્યારે નવી દિલ્હીના સરકારી અધિકારીઓ...

ગૂગલ પાસવર્ડ મેનેજરઃ અનેક તાળાંની એક ચાવી કેટલી સહેલી, કેટલી જોખમી

અનેક પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી છૂટકારો મેળવવો હોય, તો ગૂગલની પાસવર્ડ મેનેજર સર્વિસ બહુ કામની છે, પણ અમુક કાળજી ન રાખો તો બહુ જોખમી પણ બની શકે! આજના સમયમાં સંખ્યાબંધ ઓનલાઇન એકાઉન્ટસ ધરાવતી કોઈ પણ વ્યક્તિ માટે પોતાના દરેક એકાઉન્ટના પાસવર્ડ યાદ રાખવા અશક્ય છે....

પાસવર્ડ મેનેજર સર્વિસની સગવડ પીસીમાં જોખમી બની શકે છે

સૌથી પહેલી વાત - ગૂગલ પાસવર્ડ સર્વિસનો માત્ર એ જ સાધનમાં લાભ લો, જેનો માત્ર તમે પોતે અથવા પરિવારના સભ્યો ઉપયોગ કરતા હોય. ગૂગલ પાસવર્ડ સર્વિસનો મોબાઇલ અને પીસી બંનેમાં લાભ લઈ શકાય છે, તેમાંથી મોબાઇલમાં તેનો ઉપયોગ સલામત છે, જ્યારે પીસીમાં તે જોખમી બની શકે છે. કઈ રીતે, એ...

વર્ડ ડોક્યુમેન્ટને અલગ અલગ રીતે જોવાની પદ્ધતિઓ જાણો

માઇક્રોસોફ્ટ વર્ડ આપણને એક કે તેથી વધુ ડોક્યુમેન્ટને જુદી જુદી ઘણી રીતે જોવાની સુવિધા આપે છે, જે આપણું કામ સરળ અને ઝડપી બનાવી શકે છે. માઈક્રોસોફ્ટ વર્ડમાં તમે કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હો ત્યારે તમારું કામ સરળ બનાવવા માટે તમે ડોક્યુમેન્ટને  જુદી જુદી ઘણી રીતે...

બાળકો-કિશોરો પર સ્માર્ટ સાધનોની અસર

નીચેની તસવીરમાં દેખાતો કિશોર કે યુવાન હવે ઘર ઘરમાં જોવા મળે છે. સ્માર્ટફોન, લેપટોપ અને હેડફોનમાં પરોવાયેલા રહેતાં બાળકો અને કિશોરો તેમની આસપાસની વાસ્તવિક દુનિયાથી અલિપ્ત રહે છે. નિષ્ણાતો કહે છે કે આ સ્થિતિને કારણે તેમને ઘણી જુદી જુદી રીતે કાયમી નુકસાન થઈ રહ્યું છે....

જોખમી એપ્સનું વધતું દૂષણ

ખુશી કે માહિતી આપવાને નામે છેતરપિંડી કરતી એપ્સ/સાઇટ્સ વારંવાર પ્લે સ્ટોરમાંથી દૂર કરાય છે, છતાં... આગળ શું વાંચશો? સેલ્ફીને બ્યુટીફૂલ બનાવતી આપતી એપ્સ અવાજની જાસૂસી કરતી એપ્સ સરકારી યોજનાઓ સંબંધિત એપ્સ/વેબસાઇટ્સ આ દૂષણનો ઉપાય શું? ગૂગલે પ્લે સ્ટોરમાંથી દૂર કરેલી ફોટો...

વેબ કે એપ ડેવલપર્સનો ફેવરિટ અડ્ડો ‘ગિટહબ’ આખરે છે શું?

વેબ કે એપ ડેવલપમેન્ટમાં ક્ષેત્રમાં આગળ વધવા માગતા હો તો ગિટહબ પરનો તમારો પ્રોફાઇલ જોરદાર બાયોડેટાની ગરજ સારશે અને તમારું કામ પણ સરળ બનાવશે જો તમે પ્રોગ્રામર કે ડેવલપર હો અથવા તો બનવાની દિશામાં આગળ વધી રહ્યા હો તો તમે ‘ગિટહબ’ શબ્દ જરૂ‚ર સાંભળ્યો હશે. એ સિવાય તમે તમારી...

આગમાં ભસ્મિભૂત કેથેડ્રલના રિસ્ટોરેશનમાં ટેક્નોલોજીનો અનોખો ઉપયોગ

લેસર મેપિંગ અને ગેમિંગ ડિટેઇલિંગથી કેથેડ્રલનું અગાઉનું સ્વરૂપ ચોક્સાઈથી જાણી શકાશે! ગયા મહિને ફ્રાન્સ રાજધાની પેરિસમાં ઐતિહાસિક નોત્ર-દામ કેથેડ્રલમાં ભીષણ આગ લાગી, જેમાં આઠમી સદીની આ અતિ પ્રાચીન ઇમારતને વ્યાપક નુકસાન થયું. આ પ્રાચીન ઇમારતનું ધાર્મિક મહત્ત્વ એટલું બધું...

જુદી જુદી બાબતની આંતરિક રચના સમજાવતા એનિમેશન વીડિયોની ચેનલ

તમને એનિમેશનમાં રસ બે રીતે હોઈ શકે, એક, મજાની એનિમેશન મૂવીઝ જોવામાં તમને રસ હોય અથવા તમને પોતાને એનિમેશન ક્રિએટ કરવામાં રસ હોય! હજી એક ત્રીજા પ્રકારનો રસ પણ હોઈ શકે - એનિમેશનની મદદથી, જાતભાતની બાબતો વિશે વધુ જાણવાનો રસ! આ ત્રણેય બાબતમાંથી કોઈ એકમાં પણ તમને રસ હોય તમને...

ફેક ન્યૂઝ પારખવામાં આપણી કોમનસેન્સ ઓછી પડે તો…

ચૂંટણીનો જંગ સોશિયલ મીડિયા પર પણ લડાઈ રહ્યો છે ત્યારે શું સાચું અને શું ખોટું એ પહેલી નજરે ન પરખાય તો તમે કેટલીય વેબસાઇટ્સ અને કેટલાંક ખાસ ટૂલ્સની મદદથી હકીકત જાણી શકો છો. આગળ શું વાંચશો? ફેક ન્યૂઝનો સામનો કેવી રીતે થઈ રહ્યો છે? ફેક ન્યૂઝ કેવી રીતે પારખવા? પુલવામા...

આજના સમયની જોબ માટે જરૂરી ડિજિટલ સ્કિલ્સ તમે ધરાવો છો?

આજે માત્ર પ્રશ્નોનો મારો કરવો છે! પરીક્ષા માંડ પતી છે કે પતવામાં છે, ત્યાં ફરી પ્રશ્નો કેમ? એવો સવાલ કરનારા વિદ્યાર્થી મિત્રો માટે આ લેખના અંતે ફક્ત એ એક સવાલનો જવાબ આપ્યો છે. બાકીના બધા પ્રશ્નોના જવાબ તમારે જાતે શોધવાના! તમને જીમેઇલમાં જરૂરિયાત મુજબ ફિલ્ટર્સ સેટ...

ફેસબુકમાં કંઈક પણ ડિલીટ કર્યા પછી તેનું શું થાય?

આમ તો આપણે એવું માનીએ કે ફેસબુકમાં આપણે મૂકેલી કોઈ પોસ્ટ, ફોટો કે કમેન્ટ વગેરે આપણે ડિલીટ કરીએ તો એ ખરેખર ડિલીટ થતું હશે, પણ એ અર્ધસત્ય છે. ફેસબુકની સ્પષ્ટતા અનુસાર આપણે ફેસબુક પર શેર કરેલું જે કંઈ ડિલીટ કરીએ તે ફેસબુકની સાઇટ પરથી ડિલીટ થાય છે. પરંતુ એ પછીના જ...

ડેટાનો મહાસાગર: મશીન લર્નિંગથી 1.4 અબજ ચોરસ માઇલ્સ પર બાજ નજર!

ઇન્ટરનેટ અને ડેટા ટેક્નોલોજીનો ઉપયોગ આપણને દેખાય છે એટલો સીમિત નથી. આખી દુનિયાના મહાસાગરોમાં ચોરીછૂપીથી માછીમારી કરતાં જહાજોને પકડી પાડવામાં પણ તે ઉપયોગી છે. પશ્ર્ચિમમાં એશિયા -ઓસ્ટ્રેલિયા અને પૂર્વમાં અમેરિકા વચ્ચે પારાવાર ફેલાયેલા વિશ્વના સૌથી વિશાળ અને સૌથી ઊંડા...

વીઓએલટીઇનો લાભ તમને ફોનમાં મળવા લાગ્યો?

રિલાયન્સ જિઓએ મફત કોલિંગથી ખળભળાટ મચાવી દીધા પછી, હવે અન્ય કંપનીઝ પણ વીઓએલટીઇ ટેક્નોલોજી અપનાવીને તેની સર્વિસ વિસ્તારી રહી છે. ભારતના મોબાઇલ માર્કેટમાં અત્યાર સુધી વધુને વધુ ક્સ્ટમર્સને પોતાની તરફ ખેંચવા માટે, વધુ ને વધુ સસ્તા પ્લાનનો જંગ ચાલી રહ્યો હતો. હવે આ યુદ્ધ...

એક્સેલમાં ફોર્મ્યુલા અને ફંકશન વચ્ચે શું ફેર છે?

એકદમ ટૂંકો જવાબ એવો હોઈ શકે કે ફોર્મ્યુલા એટલે એક્સેલમાં આપણે પોતે નક્કી કરેલું સમીકરણ કે ગણતરી. જ્યારે ફંકશન એટલે એક્સેલે પોતે વિકસાવેલી ગણતરી. ફંક્શનને કારણે, આપણે પોતે ફોર્મ્યુલા વિચારવાની કે તૈયાર કરવાની ઝંઝટમાં પડવું ન પડે, ફક્ત એક-બે ક્લિકમાં રેડીમેડ ફંક્શનનો...

લેપટોપ ખરીદતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો?

આજકાલ કોલેજમાં પહોંચતા વિદ્યાર્થી, ખાસ કરીને એન્જિનીયરિંગના વિદ્યાર્થી માટે લેપટોપ અનિવાર્ય થઈ ગયું છે. આવો જાણીએ તેની ખરીદી વખતે મૂંઝવતા સવાલોના જવાબો. અગાઉના સમયમાં, પરીક્ષાઓ નજીક હોય ત્યારે છોકરાં સારી રીતે, ઉત્સાહથી ભણે એ માટે વડીલો કહેતા કે સારું પરિણામ આવશે, તો...

તમારો સ્માર્ટફોન રેડિએશનની દૃષ્ટિએ કેવો છે?

મોબાઇલથી માનવમગજને નુક્સાન એ લાંબા સમયથી ચર્ચા અને ચિંતાનો વિષય રહ્યો છે. ‘સાયબરસફર’ના એપ્રિલ, ૨૦૧૪ અંકમાં આપણે એ વિશે વિગતવાર વાત કરી હતી (તમારા મોબાઇલની સાર વેલ્યુ કેટલી છે?) આજના સમયમાં મોટા ભાગના લોકો માટે તેમનો ફોન ચોવીસે કલાક, ખરા અર્થમાં હાથવગો રહેતો હોય છે....

તમે ડિજિટલ વીમો ઉતરાવ્યો છે?

આપણી ગેરહાજરીમાં સ્વજનોની મુશ્કેલી ઓછી કરવા કેટલાંક પગલાં અત્યારથી જ લેવા જેવાં છે. આજ (ફેબ્રુઆરી 07, 2019)નાં અખબારોમાં સમાચાર છે કે કેનેડાની એક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કંપનીના એકમાત્ર ડિરેક્ટરનું અચાનક અવસાન થયું, કંપનીના સૌથી અગત્યના પાસવર્ડની માત્ર તેમને ખબર હતી,...

વોટ્સએપમાં કોણ કેટલી જગ્યા રોકે છે?

વોટ્સએપમાં આપણા પર આવેલા મેસેજિસમાં કઈ ચેટ સ્ટોરેજમાં કેટલી જગ્યા રોકે છે તે જોવું છે? એ માટે, ફોનમાં વોટ્સએપના સેટિંગ્સમાં ‘ડેટા એન્ડ સ્ટોરેજ યૂઝેજ’માં જાઓ. અહીં અલગ અલગ ગ્રૂપ અને વ્યક્તિઓ સાથેની ચેટને કારણે કેટલી જગ્યા રોકાય છે તે સૌથી વધુથી ઘટતા ક્રમમાં જોઈ શકાશે....

મનગમતા ફોટોઝની મૂવી કેવી રીતે બનાવશો?

બર્થ ડે પાર્ટી કે ફેમિલી ટૂરના ઢગલાબંધ ફોટોગ્રાફ લીધા? સરસ, તમે ઇચ્છો તો તેમાંથી પસંદગીના ફોટોગ્રાફ્સની સરસ મૂવી પણ બનાવી શકો છો! જો તમે સ્માર્ટફોનથી આ ફોટોઝ લીધા હશે, ફોનમાં ગૂગલ ફોટોઝ એપ હશે, ફોટોઝનો ઓટોમેટિક બેકઅપ અને આસિસ્ટન્ટ ફીચર ઓન રાખ્યાં હશે, તો પૂરી શક્યતા...

તપાસો ફિઝિક્સનાં સિમ્યુલેશન્સ

તમને ગણિત અને ભૌતિકશાસ્ત્ર ગમે કે નહીં? આ સવાલના જવાબનો આધાર, ઘણે અંશે, તમે ઉંમરના કયા પડાવ પર છો તેના પર છે. આ બંને વિષયો સ્કૂલમાં ભણ્યાને વર્ષો વીતી ગયાં હોય અને હવે તમારા રોજિંદા જીવનમાં બંને વિષયનું કોઈ ખાસ મહત્ત્વ દેખાતું ન હોય (હોય તો ખરું, પણ દેખાતું ન હોય!) તો...

પ્લે સ્ટોરમાં ‘ડાઉનલોડ પેન્ડિંગ’ મેસેજનો શું ઉપાય થઈ શકે?

સવાલ મોકલનાર : નીરવ મહેતા, મુંબઈ તમે ગૂગલ પ્લે સ્ટોરમાં કોઈ રસપ્રદ એપ જુઓ એટલે તેને ડાઉનલોડ કરવા માટે ઇન્સ્ટોલ બટન ક્લિક કરો, પણ સ્ક્રીન પર સતત ‘ડાઉનલોડ પેન્ડિંગ’નો મેસેજ આવ્યા કરે, એવું ઘણા લોકો સાથે થતું હોય છે. આપણને એ ગેમ કે એપ ફટાફટ ઇન્સ્ટોલ કરીને તેના પર હાથ...

નવી નજરે જુઓ ફેસબુકમાંનો પોતાનો ડેટા

ફેસબુકમાંથી ડેટાની ચોરી આખી દુનિયામાં ચર્ચાનો વિષય કેમ બને છે એ જાણવા માટે, ફેસબુક આપણી પ્રવૃત્તિઓ વિશે અને આપણા પોતાના વિશે કેટલું જાણે છે એ આપણે પોતે જાણવું જરૂરી છે! પંદર વર્ષ પહેલાં, જ્યારે દુનિયાએ ફેસબુકનું નામ પણ નહોતું સાંભળ્યું ત્યારે અમેરિકામાં ફેસમેશ.કોમ...

સિમ કાર્ડ સ્વેપ ફ્રોડઃ આપણા ઓટીપી ચોરવાની રમત

મોબાઇલ ફોન આપણી ઓળખ સાબિત કરવા માટે બન્યા નથી, પણ ટેક્નોલોજી જગતે એવી કોશિશ કરતાં, હવે નવા પ્રકારની છેતરપીંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. કલ્પના કરો કે તમે એક સરસ મજાનો નવો નક્કોર સ્માર્ટફોન ખરીદ્યો. હવે લગભગ તમામ નવા સ્માર્ટફોનમાં નેનો અથવા માઇક્રો સિમ કાર્ડ જરૂરી હોય છે...

આઇટી ક્ષેત્રમાં તેજસ્વી કારકિર્દી ઘડવા માટે ડેવલપર બનવું છે?

[vc_row][vc_column width="2/3"][vc_column_text]આજના ટેક્નોલોજી યુગમાં ડેવલપર્સની ચોતરફ બોલબાલા છે. પરંતુ તેમાં કારકિર્દી માટે ક્યાંથી શરૂઆત કરવી અને કઈ કઈ દિશાઓ તપાસવી એની તમને મૂંઝવણ હોય તો ઉપયોગી થશે આ માર્ગદર્શન. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં સોફ્ટવેર ડેવલપર...

એક્સેલમાં અલાદ્દીનનો જિન પિવોટ ટેબલ

ગૃહિણીના બજેટથી માંડીને ગ્લોબલ બિઝનેસના ડેટાનું એનાલિસિસ એકદમ સરળ બનાવતા આ ફીચરનો ઉપયોગ બરાબર જાણી લો. કોઈ બાબત, દેખાતી હોય તેના કરતાં કેટલી ઊંડી છે એ દર્શાવવા માટે આપણી ભાષામાં ‘હીમશીલાની ટોચ બરાબર’ એવો એક શબ્દપ્રયોગ છે. કારણ કે હીમશીલાનો જેટલો ભાગ પાણીની ઉપર દેખાતો...

ગૂગલ તો સ્માર્ટ છે, તમે એનો સ્માર્ટ રીતે ઉપયોગ કરો છો?

સ્માર્ટફોનમાંની ગૂગલ એપ અને ગૂગલ આસિસ્ટન્ટ આપણી ઘણા પ્રશ્નના ઉકેલ, બીજાં કોઈ વેબપેજ પર મોકલવાને બદલે, સીધા સર્ચ રીઝલ્ટ પેજ પર જ આપી દે છે. જાણો આવી સંખ્યાબંધ બાબતો. છેલ્લાં કેટલાંય વર્ષોથી ગૂગલના સર્ચ એન્જિનમાં સતત નોંધપાત્ર ફેરફારો થતા રહ્યા છે. અગાઉ માત્ર શબ્દો...

આઇટી ડિગ્રી કોર્સમાં એડમિશન ન મળે તો નિરાશ ન થશો

આઇટી એક એવું ક્ષેત્ર છે જેમાં ‘ડિગ્રી વિના નો એન્ટ્રી’ એવું નથી. અત્યારથી યોગ્ય આયોજન કરશો તો તમારી રુચિ અને આવડત અનુસાર આગળ વધવામાં મદદ કરતા અનેક રસ્તા ખૂલી શકે છે.

એક્સેલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

એક્સેલમાં એન્ટ્રી ને એનાલિસિસ, બંને બને છે વધુ સ્માર્ટ! સમયની સાથે ચાલતાં, એક્સેલમાં એવાં ફીચર્સ ઉમેરાયાં છે, જે નાના-મોટા બિઝનેસ માટે વરદાન બની શકે છે. વિદ્યાર્થીઓએ ભાવિ ઇન્ટરવ્યૂની તૈયારી માટે આ ફીચર્સ સમજવાં બહુ જરૂરી છે. દિવાળીના દિવસે ચોપડાપૂજનમાં અને લાભ પાંચમે...

તમારું બાળક અને તમારો સ્માર્ટફોન. કોને કેટલો સમય આપો છો?

સ્માર્ટફોનથી આપણા સૌની જિંદગી બદલાઈ રહી છે - આપણે માનીએ છીએ એના કરતાં ઘણી જુદી જુદી રીતે. આજે એક જ પરિવારના લોકો, એક જ રૂમમાં બેઠા હોય, પણ સૌ પોતપોતાના મોબાઇલમાં પરોવાયેલા હોય એવાં દૃશ્યોની નવાઈ નથી. થોડા સમય પહેલાં, દાદા-દાદીઓને પરિવાર તેમના તરફ પૂરતું ધ્યાન આપતો નથી...

પ્રોજેક્ટનાં વિવિધ પાસાં નજર સામે રાખતી એક સ્માર્ટ સર્વિસઃ જાણીએ પ્રોજેક્ટનું બહેતર મેનેજમેન્ટ

નવી દુનિયામાં ‘ઓનલાઇન કોલાબોરેશન’ની બોલબાલા રહેવાની છે. એક જ પ્રોજેક્ટ પર દુનિયાના જુદા જુદા ખૂણેથી કામ કરતા લોકો પોતપોતાની રીતે કામ કરે ત્યારે પ્રોજેક્ટનું અસરકારક મેનેજમેન્ટ બહુ મહત્ત્વનો મુદ્દો બની જાય છે. આ લેખમાં આવા એક ઓનલાઇન ટૂલની વિગતવાર વાત કરી છે.

એપ્સને આપેલી મંજૂરીઓ વિશે નવેસરથી વિચાર કરો

એપ્સ વિના સ્માર્ટફોન સ્માર્ટ રહેતા નથી એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ વિવિધ એપ્સ હવે આપણી એટલી બધી ઇન્ફર્મેશન માગવા લાગી છે કે આપણે ફોનમાં નવી એપ ઇન્સ્ટોલ કરતાં પહેલાં ખરેખર ચાર વાર વિચાર કરવો પડે. સામાન્ય રીતે આપણને નવી એપનો ઉપયોગ કરવાની એટલી બધી તાલાવેલી હોય છે કે એ એપ...

મોબાઇલ ગેમ્સથી કેટલું નુક્સાન, કેટલો ફાયદો?

આજના સમયમાં, લગભગ દરેક ઘરની આ વાત છે - ઘરમાં બાળકો હોય તો મમ્મી-પપ્પા કે દાદાના સ્માર્ટફોન મોટા ભાગે બાળકોના જ હાથમાં જોવા મળે! કદાચ તમારા ઘરમાં પણ આ સ્થિતિ હશે અને પરિવારનાં બાળકો કે કિશોરોને સતત સ્માર્ટફોનમાંની ગેમ્સમાં ખૂંપેલાં જોઈને, એમની આ લત કેવી રીતે ઓછી કરવી...

વોટ્સએપના ડેટાનો બેકઅપ

સામાન્ય રીતે, વોટ્સએપ પર આપણે સૌ બિનજરૂરી કે બિનઉપયોગી મેસેજીની ફેંકાફેંક કરવામાં એકદમ પાવરધા છીએ, એટલે વોટ્સએપ સંબંધિત એક મહત્ત્વના સમાચાર તમને વોટ્સએપ દ્વારા, કોઈ ગ્રૂપમાં મળ્યા હોય એવી શક્યતા ઓછી છે. તમે પોતે વિવિધ સાઇટ્સ પર ટેક્નોલોજી ન્યૂઝ જોવા-વાંચવામાં રસ...

ઇન્ટરનેટનું સાકાર સ્વરૂપ : ડેટા સેન્ટર

ઇશ્વર અને ઇન્ટરનેટ. બંને અત્ર, તત્ર, સર્વત્ર હોવા છતાં આપણે કોઈ ઠેકાણે આંગળી મૂકીને બેમાંથી કોઈની હાજરી બતાવી શકીએ નહીં! જોકે જેમ મંદિરમાં મૂર્તિ બતાવીને આપણે કહી શકીએ કે અહીં ઇશ્વર વસે છે, એમ ઇન્ટરનેટની ક્યાંય હાજરી બતાવવી હોય તો આપણે ડેટા સેન્ટર તરફ આંગળી ચીંધી...

કરપ્ટ થયેલી વર્ડ ફાઇલનો ડેટા કેવી રીતે પરત મેળવી શકાય?

ઘણી વાર એવું બને કે આપણે કોઈ વર્ડ ડોક્યુમેન્ટમાં લાંબા સમયની મહેનત પછી મહત્ત્વનો રિપોર્ટ તૈયાર કર્યો હોય અને પછી ક્યારેક એ ફાઇલ ફરી ઓપન કરવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણું હૃદય એક-બે ધબકાર ચૂકી જાય એવો મેસેજ વાંચવા મળે : વર્ડ આ ડોક્યુમેન્ટ વાંચી શક્યું નથી, ફાઇલ કરપ્ટ થઈ...

હેકર્સ કેવી રીતે બેન્કમાંથી નાણાં ચોરે છે?

હોલીવૂડ કે બોલીવૂડની કોઈ ક્રાઇમ થ્રિલર, સસ્પેન્સ ફિલ્મમાં જ જોવા મળે એવું કંઈક ગયા મહિને, મહારાષ્ટ્રના પૂણેમાં વડું મથક ધરાવતી ભારતની ૧૧૨ વર્ષ જૂની સહકારી બેન્ક કોસમોસ બેન્ક સાથે બની ગયું. બેન્કની સિસ્ટમમાં છીંડાં શોધીને આંતરરાષ્ટ્રીય હેકર્સની એક ગેંગે બેન્કના કુલ...

વિન્ડોઝમાં તમારું કામ સહેલું અને સ્માર્ટ બનાવવા માટે જાણી લો કેટલીક મજાની ટ્રીક્સ…

Alt+P:  વિન્ડોઝ એક્સપ્લોરર ઓપન હોય ત્યારે કોઈ ફાઇલને સિલેક્ટ કર્યા પછી Alt+P કી પ્રેસ કરતાં જમણી તરફ એક પ્રીવ્યૂ પેનલ ખૂલશે અને તેમાં તમે સિલેક્ટ કરેલી ફાઇલ જોઈ શકાશે. ફોટોગ્રાફ, માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલ, પીડીએફ વગેરે ફાઇલના પ્રીવ્યૂ તમે અહીંથી જ જોઈ શકશો. Windows Key...

ઘણાં સ્માર્ટફોનના કેમેરા સ્પેસિફિકેશનમાં ‘ઇઆઇએસ‘ લખેલું હોય છે તે શું છે?

સવાલ મોકલનાર : હરીશ ખત્રી, અંજાર, કચ્છ ઇઆઇએસનું આખું નામ છે ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન. આમ તો ઇમેજ સ્ટેબિલાઇઝેશન એક બહોળો વિષય છે અને તે ઘણી બાબતોને લાગુ પડે છે, પરંતુ આપણે સ્માર્ટફોન પર ફોકસ રાખીએ તો તમારો અનુભવ હશે કે સ્માર્ટફોનથી ફોટોગ્રાફી કરતી વખતે કે વીડિયો...

કેવી રીતે તૈયાર થાય છે ગૂગલ અર્થ માટે ઇમેજ અને ૩ડી મોડેલ્સનો ડેટાબેઝ?

આગળ શું વાંચશો? કેવી રીતે તૈયાર થાય છે પૃથ્વીનું ડિજિટલ સ્વરૂપ? આગળની કરામત ‘ફોટોગ્રામેટ્રી’થી ગૂગલ અર્થ ક્યારે ક્યારે અપડેટ થાય છે? પૃથ્વીનાં પરિવર્તનો ઝીલે છે અર્થ ‘સાયબરસફર’માં ગૂગલ અર્થ પ્રોગ્રામ વિશે અત્યાર સુધીમાં ઘણું બધું લખાયું છે. ૧૮ વર્ષ પહેલાં, વર્ષ...

‘સાયબરસફર’ વાંચો નેટ કનેકશન વિના! | 🙂

આગળ શું વાંચશો? પ્રોગેસિવ વેબ એપ શું છે? ‘સાયબરસફર’ની પ્રોગ્રેસિવ એપ કેવી રીતે ઇન્સ્ટોલ કરશો? ‘સાયબરસફર’ ઓફલાઇન કેવી રીતે વાંચશો? ‘સાયબરસફર’ની વેબસાઇટના ફાયદા વર્ષ ૨૦૧૨માં ‘સાયબરસફર’ની એક પ્રિન્ટેડ મેગેઝિન તરીકે શરૂઆત થઈ ત્યારે એક રીતે જુઓ તો અમે સમગ્ર દુનિયાના પ્રવાહ...

વોટ્સએપ ગ્રૂપ મેમ્બર સાવધાન! તમે ‘બાય ડિફોલ્ટ’ ગ્રૂપ એડમિન બની શકો

અત્યાર સુધી, મિત્રો અને સ્વજનો સાથે સંપર્કમાં રહેવા માટે વોટ્સએપ એક મજાની સર્વિસ હતી, પણ છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપની આસપાસ એવી ઘટનાઓ આકાર લઈ રહી છે કે આપણે તેના વિશે નવેસરથી વિચાર કરવો પડે. એક તરફ વોટ્સએપ પર ફેલાયેલી અફવાઓને કારણે ભારતમાં ટોળાં લોકોની હત્યા કરવા...

સામાન્ય વાતચીત પણ હવે માણસને બદલે મશીન કરશે?

આગળ શું વાંચશો? ગૂગલ ડુપ્લેક્સ શું છે? ડુપ્લેક્સમાં ટેક્નોલોજીની હરણફાળ શી છે? માણસ અને મશીનની વાતચીતમાં શી મર્યાદાઓ છે? ડુપ્લેક્સથી નોકરીઓ જશે? અત્યાર સુધી, આપણા ફોન કે લેન્ડલાઇન સંબંધિત કોઈ ફરિયાદ હોય અને આપણે કંપનીના હેલ્પલાઇન નંબર પર ફોન કરીએ તો જીવતા જાગતા માણસ...

જૂના જીમેઇલમાં જબરા ફેરફાર

વર્ષોથી લોકપ્રિય જીમેઇલ સર્વિસમાં આખરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. આ દરેક પરિવર્તન આપણે ઝીણી નજરે તપાસીએ!

આપણે જે પ્લાસ્ટિક ફેંકી દઈએ છીએ, એનું આખરે શું થાય છે?

પૃથ્વીને પ્લાસ્ટિકથી કેવું નુક્સાન થઈ રહ્યું છે તે વિશ્વ સમક્ષ લાવવા ‘નેશનલ જ્યોગ્રાફિક’એ ‘પ્લાસ્ટિક કે પ્લેનેટ?’ નામે એક ઝુંબેશ ઉપાડી છે. તેના ભાગરૂપે, તેની વેબસાઇટ પર એક ઇન્ટરએક્ટિવ પેજ તૈયાર કરીને આપણા સૌના ઘર-ઘરથી મહાસાગર સુધી પહોંચતા પ્લાસ્ટિકની આંચકાજનક સફર...

આપણા ફોનમાં બનાવટી એપ શું શું કરી શકે?

આપણે વારંવાર વાત કરતા હોઈએ છીએ કે કોઈ માલવેર આપણા કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં ઘૂસી જાય તો એ માલવેર ઘૂસાડનારા હેકર્સ આપણા વિશે ઘણું બધું જાણી શકે. ‘સાયબરસફર’ના ડિસેમ્બર ૨૦૧૭ના અંકમાં, વોટ્સએપની એક બનાવટી એપ વિશેના લેખમાં પણ આપણે વાત કરી હતી કે આવી બનાવટી એપથી હેકર્સ...

વેકેશનમાં જઈએ ‘ચાંદામામા’ને ઘેર!

વેકેશન એટલે મામાને ઘેર જવાની સીઝન! વોટ્સએપનાં ગ્રૂપ્સમાં અત્યારથી જ એ વિશે મજાના મેસેજ ફરતા થઈ ગયા છે. આપણે એ પરંપરાને આગળ ધપાવીએ અને પહોંચીએ આપણા સૌના મામા, ‘ચાંદામામા’ને ઘેર! અમેરિકન સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ હમણાં ચંદ્રનો ફોરકે...

ફેસબુકનું ડેટા કૌભાંડ : શું બન્યું, કેમ બન્યું? અને હવે આપણે શું કરવું?

ઇન્ટરનેટને નેટ એટલે કે ગજબની અટપટી રીતે ગૂંથાયેલું જાળું કેમ કહે છે એ વધુ એક વાર, ગયા મહિને પ્રકાશમાં આવ્યું - આ વખતે દુનિયાભરના અસંખ્ય લોકોની ફેવરિટ સોશિયલ સાઇટ ફેસબુકને કારણે! ફેસબુકના યૂઝર્સનો ડેટા ચોરી થયો અને બનાવટી, ફેક ન્યૂઝનો મારો ચલાવીને, અમેરિકાના વર્તમાન...

ફેસબુકમાં શંકાસ્પદ થર્ડ પાર્ટી એપ્સ આ રીતે દૂર કરો

તમે જાણે અજાણે સંખ્યાબંધ ફેસબુક એપ્સને તમારો ફેસબુક ડેટા એક્સેસ કરવાની વર્ષોથી મંજૂરી આપી રાખી હશે અને આવી એપ્સમાં જતો આપણો ડેટા છેવટે ક્યાં જાય છે અને કેવી રીતે ઉપયોગ થાય છે તેની પરવા પણ કરી નહીં હોય. કમનસીબે ફેસબુક પોતાની પ્રાઈવસી પોલિસીમાં સતત ફેરફાર કરે છે અને...

ગૂગલ લેન્સ : હવે ગૂગલને લખીને નહીં, બતાવીને પૂછો!

આગળ શું વાંચશો? ગૂગલ લેન્સ એક્ઝેક્ટલી શું છે? ગૂગલ લેન્સનો લાભ કેવી રીતે લેશો? ગૂગલ લેન્સથી શું શું કરી શકાય છે? આપણે કોઈ પણ બાબતે, કંઈ પણ જાણવું હોય તો એ વિશે દિમાગ કંઈ નક્કી કરે એ પહેલાં તો આપણી આંગળીઓ આપોઆપ ગૂગલ તરફ વળવા લાગે એવી સ્થિતિ આવી ગઈ છે! પરંતુ એ માટે આપણે...

આંખો મીંચીને જૂનો ફોન વેચશો નહીં!

આગળ શું વાંચશો? જૂના ફોનમાંના ડેટાનો બેકઅપ કેવી રીતે લેશો? જૂના ફોનમાંનો ડેટા કેવી રીતે ખાલી કરશો? ફેક્ટરી રીસેટથી ડેટા ભૂંસાવાની ખાતરી નથી ફેક્ટરી રીસેટ પ્રોટેક્શન વિશે જાણો ફોન વેચવો જ હોય કે એક્સચેન્જમાં આપવો જ હોય તો? એક્સચેન્જમાં આપેલા જૂના ફોનનું શું થાય છે? તમે...

હોમવર્ક સરળ બનાવી, ટૂંકા સમયમાં વધુ શીખવતી સ્માર્ટ ટીચર જેવી એપ!

જો તમે વિદ્યાર્થી, શિક્ષક,  સંતાનના અભ્યાસમાં મદદરૂપ થવા ઇચ્છતાં મમ્મી-પપ્પા કે નવા જમાનાનાં દાદા-દાદી હો તો આ લેખ ધ્યાનથી વાંચજો. રોજેરોજ વિદ્યાર્થીઓના છથી સાત કલાક સ્કૂલમાં પસાર થતા હોય છે. ઘરે આવ્યા પછી થોડો સમય રમવામાં કે ઇત્તર પ્રવૃત્તિમાં જાય અને ત્રણેક કલાક...

અનેક પાસવર્ડ યાદ રાખવાનો એક સ્માર્ટ ઉપાય પાસવર્ડ મેનેજર સર્વિસ

તારીખ પે તારીખ, ઔર ફિર એક તારીખ... ૧૯૯૩માં આવેલી ‘દામિની’ ફિલ્મમાં સની દેઓલનો આ ડાયલોગ યાદ છે? આજકાલ તમે પોતે  કદાચ સની પાજી કરતાંય વધુ આક્રોશ સાથે આ જ ડાયલોગ અવારનવાર બોલતા હશો, ફેર ફક્ત એટલો કે તમે તારીખને બદલે ‘પાસવર્ડ’ શબ્દ બોલતા હશો! આપણને ગુસ્સો આવે એમાં નવાઈ...

ફોનમાં બિનજરૂરી ફાઇલ્સનો ભરાવો થાય છે? ઉપયોગી થશે ‘ફાઇલ્સ ગો’

રોજ સવારે અનેક ભારતીય લોકોની જેમ તમે પણ તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ ઓપન કરીને ઢગલાબંધ મિત્રો અને ગ્રૂપ્સમાં ગુડમોર્નિંગના મેસેજીસ મોકલતા હશો. તમારા આ મેસેજ અને મજાની ઇમેજીસ વોટ્સએપના ગ્રૂપ્સમાં અનેક લોકોની સવાર કદાચ સુધારી દેતી હશે પણ તમને જાણીને નવાઈ લાગશે કે આપણી આ...

ન્યૂઝપેપર્સના ઉપયોગી લેખ, જાહેરાત, વિઝિટિંગ કાર્ડ વગેરે ડિજિટલ સ્વરૂપમાં કેવી રીતે સાચવી શકાય?

સવાલ મોકલનાર : જીતેશ પટેલ વાચકમિત્રે મોકલેલો મૂળ પ્રશ્ન ઘણો લાંબો છે, પણ અન્ય વાચકો પણ એમના જેવી જ કે જરા જુદી જરૂરિયાત અનુભવી રહ્યા હોય એવું બની શકે છે. જીતેશભાઈએ પૂછ્યું છે કે "ન્યૂઝ પેપરમાંથી વિવિધ લેખો, ઉપયોગી જાહેરાતો કટ કરીને તેને અલગ અલગ વિષય પ્રમાણે સાચવવામાં...

ડેટા માઇનિંગ શું છે?

સવાલ મોકલનાર : ગોપાલભાઈ ગોવિંદભાઈ શાહ, નડિયાદ સાદા શબ્દોમાં ડેટા માઇનિંગ એટલે બહુ મોટા પ્રમાણમાં અને કંઇક અંશે વિખરાયેલા ડેટામાંથી જરૂરી અને ઉપયોગી ડેટા અલગ તારવવાની પ્રક્રિયા એટલે ડેટા માઇનિંગ. ડેટા માઇનિંગમાં વિવિધ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડેટામાંથી ચોક્કસ...

ડ્યૂઅલ સિમવાળા ફોનમાં એસએઆર વેલ્યૂ ડબલ થઈ જાય?

સવાલ મોકલનાર : માધવ જે. ધ્રુવ - જામનગર આ સવાલના જવાબમાં ઊંડા ઊતરતા પહેલાં એસએઆર વેલ્યૂ શું છે એ બરાબર જાણી લઈએ. એસએઆર શબ્દનું આખું સ્વરૂપ છે સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ. આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ ત્યારે સ્માર્ટફોન અને મોબાઇલ ટાવર વચ્ચે રેડિયો સિગ્નલ્સની આપ-લે થાય છે...

મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન વિના વિવિધ વેબસર્વિસનો લાભ!

ભારતમાં સ્માર્ટફોનનું સેકટર સતત બદલાઈ રહ્યું છે અને ગયા મહિને ભારતમાં વોટ્સએપની હરીફ હાઇક કંપનીએ એક બિલકુલ નવા પ્રકારની પહેલ કરી, કંપનીએ તેને નામ આપ્યું છે - ટોટલ. આ કંપનીએ એન્ડ્રોઇડના નોગટ વર્ઝનમાં ફેરફાર કરીને એક એવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ વિક્સાવી છે, જેની મદદથી...

આધારને વધુ સલામત બનાવવાના પ્રયાસો કેટલા મજબૂત? કેટલા કારગત?

દરેક ભારતીયને એક અજોડ ઓળખ આપતી આધાર વ્યવસ્થા તેનાં અનેક જમા પાસાં હોવા છતાં ગૂંચવણોની રીતે પણ અજોડ બનવા લાગી છે. આપણા આધાર ડેટાની સલામતી અંગે વારંવાર પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે ત્યારે સરકારે વર્ચ્યુઅલ આઇડેન્ટિટી (વીઆઇડી) નામે આપણા આધાર ડેટા પર સલામતીનું એક નવું સ્તર...

આધુનિક એકલવ્ય બનવું છે? ગુરુ બનાવો ઇન્ટરનેટને!

[vc_row][vc_column width="2/3"][vc_column_text]ઇન્ટરનેટથી શિક્ષણ વ્યવસ્થામાં આવેલું પરિવર્તન સમજવું હોય તો આપણે એક શબ્દ સમજવો પડે - માસિવ ઓપન ઓનલાઇન કોર્સ (એમઓઓસી). ઇન્ટરનેટનો હાલ જેટલો વ્યાપ નહોતો ત્યારે પણ ‘ડિસ્ટન્સ એજ્યુકેશન’ કે ‘કોરસપોન્ડન્સ કોર્સ’નો કન્સેપ્ટ તો...

મહેનતનાં મીઠાં ને ઝડપી ફળ આપતાં સ્ટાર્ટ-અપ્સ

છેલ્લાં કેટલાંક વર્ષથી, અખબારોમાં અને બિઝનેસ સર્કલ્સમાં એક શબ્દ બહુ ગાજે છે - સ્ટાર્ટ-અપ! ‘ફલાણી કંપનીની શરૂઆત સાવ નાના પાયે થઈ હતી અને આજે એ કરોડો રૂપિયામાં વેચાઈ’ એવી વાતો પણ સ્ટાર્ટ-અપના સંદર્ભમાં આપણે ઘણી વાર સાંભળીએ છીએ. અત્યાર સુધી આપણે જે ઉદ્યોગપતિઓ કે...

મોબાઇલ ડેટા પ્લાન મેનેજ કરવામાં મદદ કરતી એપ

આપણા દેશમાં મોબાઇલ ઇન્ટરનેટ ડેટાની કિંમત રોજે રોજ ઘટી રહી છે અને તેનું મૂલ્ય રોજે રોજ વધી રહ્યું છે! રિલાયન્સ જિઓના આગમન પહેલાં આપણે ૧-૨ જીબીના ડેટા પ્લાનમાં આખો મહિનો ખેંચી નાખતા હતા અને હવે લગભગ એટલા જ ખર્ચમાં રોજના ૧-૨ જીબી જેટલો ડેટા મળે છે તોય ઓછો પડવા લાગ્યો છે....

આધુનિક એકલવ્ય બનવું છે? ગુરુ બનાવો ઇન્ટરનેટને!

ઇન્ટરનેટથી શિક્ષણ વ્યવસ્થામાં આવેલું પરિવર્તન સમજવું હોય તો આપણે એક શબ્દ સમજવો પડે - માસિવ ઓપન ઓનલાઇન કોર્સ (એમઓઓસી). ઇન્ટરનેટનો હાલ જેટલો વ્યાપ નહોતો ત્યારે પણ ‘ડિસ્ટન્સ એજ્યુકેશન’ કે ‘કોરસપોન્ડન્સ કોર્સ’નો કન્સેપ્ટ તો હતો, જેમાં કોલેજમાં ગયા વિના શિક્ષણ અને ડીગ્રી...

નવી નવાઈનું નકશાનું વિશ્વ

હજી દસ વર્ષ પહેલાં જે માત્ર કાગળ કે કાપડ પર જોવા મળતા હતા એ નકશાએ આજે આપણા ડેસ્કટોપ કે મોબાઇલ ડિવાઇસમાં બિલકુલ નવો ડિજિટલ અવતાર મેળવ્યો છે અને હવે એ એકદમ ઝડપથી આપણી દુનિયા બદલી રહ્યા છે. આગળ શું વાંચશો? ગૂગલ મેપ્સ વિશે જાણવા જેવું કઈ રીતે વિકસ્યા ગૂગલ મેપ્સ માની લો કે...

મેપ્સનું અમદાવાદી સિટી બસ કનેક્શન!

જો હાથમાં સ્માર્ટફોન હોય તો અમદાવાદની એએમટીએસ બસના સ્ટેન્ડ પર વાસણા કે મણીનગર જવા માટે કઈ બસ કેટલા વાગે, ક્યાંથી મળશે એ જાણવા ફાંફાં મારવાં નહીં પડે. આ બધું જ તમને કહેશે ગૂગલ મેપ્સ. આગળ શું વાંચશો? મેપ્સમાં નેવિગેશન શું છે આ જીપીએસ? ધારો કે તમને કોઈ સારી કંપનીમાં...

બિઝનેસની વેબસાઇટ બનાવો ૧૦ મિનિટમાં. મોબાઇલમાં. મફતમાં.

તમારો કોઈ નાનો-મોટો બિઝનેસ હોય, કરિયાણાની દુકાન હોય, પ્રોવિઝન પાર્લર હોય, ઝેરોક્સ શોપ હોય, નાનું રેસ્ટોરાં હોય, બ્યુટી પાર્લર હોય, તમે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હો... તો તમને નવા કસ્ટમર કે ક્લાયન્ટ કેવી રીતે મળે? છાપાં ભેગાં લીફલેટ વહેંચવાં, ટચૂકડી જાહેરખબરો કરવી વગેરે...

ડિજિટલ સિગ્નેચર શું છે?

લેખકઃ ઉર્વીશ પંચોલી, ડિરેક્ટર, ઇન્ફોટેક ડિજિમીડિયા એન્ડ કન્સલ્ટન્સી પ્રા. લિ., urvish@idacpl.com, ફોન: ૮૧૫૩૯ ૯૯૯૯૦ આઇટી રીટર્ન ફાઇલ કરવાનું હોય કે ઓનલાઇન ટેન્ડર ભરવાનું હોય, ડોક્યુમેન્ટ પર ડિજિટલ સિગ્નેચર હવે ફરજિયાત થવા લાગી છે. આ નવા પ્રકારના હસ્તાક્ષર વિશે જાણવા...

આપણી માહિતી ચોરવાનો નવો કીમિયો, જેનાથી બચવું અત્યંત મુશ્કેલ છે!

ઇન્ટરનેટ પર કોઇ પણ લિંક પર ક્લિક કરતા પહેલાં તમે બે વાર વિચારો છો ખરા? તમને ખાતરી હોય છે ખરી કે એ લિંક તમને ખરેખર સાચા વેબપેજ પર જ દોરી જશે? જો તમે ઇન્ટરનેટના અનુભવી, સ્માર્ટ યૂઝર હશો તો પીસી પર એ લિંક પર માઉસનો એરો લઇ જઇને નીચેના સ્ટેટસ બારમાં એ લિંકનું આખું એડ્રેસ...

ગૂગલ અર્થ : નવા વધુ રોમાંચક સ્વરૂપે

નાયગ્રા ધોધ કે આપણા સરદાર સરોવર ડેમને આ રીતે, તમે ત્યાં રૂબરૂ જાઓ તો પણ જોઈ શકો નહીં. પૃથ્વીને નવી નજરે જોવાની તક આપતો ગૂગલ અર્થ પ્રોગ્રામ હવે નવા વેબવર્ઝનમાં ઉપલબ્ધ છે! ‘‘નાઉ ગૂગલ અર્થ ઇઝ ડેડ! ગૂગલ અર્થ હવે મરવા વાંકે જીવી રહેલો પ્રોગ્રામ છે!’’ લોકો આમ કહેવા લાગ્યા...

ગૂગલ ટુ-સ્ટેપ વેરિફિકેશન શું છે?

સવાલ મોકલનાર : મહેશ ડી. વાઘેલા, સુરત ગૂગલ ટુ-સ્ટેપ વેરિફિકેશન સુવિધાનો અચૂક ઉપયોગ કરવો જોઈએ એવું ‘સાયબરસફર’માં ભારપૂર્વક, અવારનવાર કહેવામાં આવે છે! આ સુવિધા કેવી રીતે શરૂ કરવી એ વિશે આપણે છેક મે, ૨૦૧૩ના અંકમાં વાત કરી ગયા છીએ, પરંતુ ત્યાર પછી તેમાં ઘણી સુવિધાઓ ઉમેરાઈ...

ઇન્ટરનેટના ‘જાસૂસો’નો પીછો છોડાવવો છે?

ઇન્ટરનેટ પર દરેક જગ્યાએ આપણું પગેરું દબાવતી કૂકીઝથી બચીને, કોઈ પણ પ્રકારના પુરાવા છોડ્યા વિના બ્રાઉઝિંગ કરવાના કેટલાક ખરેખરા ફાયદા પણ છે! આગલાં પેજીસ પર, ઇન્ટરનેટ પર ઠેકઠેકાણે આપણું પગેરું દબાવતી કૂકીઝ વિશે વાંચ્યા પછી, અત્યારે તમારા પોતાના બ્રાઉઝરમાં કેટલી અને કેવી...

‘આંખના ઇશારે’ ફોનનું અનલોકિંગ!

પાસવર્ડ પરફેક્ટ નથી એ બધા જાણે છે. હવે તેના વિકલ્પ તરીકે, બાયોમેટ્રિક રેકગ્નિશનની અજમાયશ શરૂ થઈ છે, જેમાં હમણાં હમણાં સમાચારોમાં ચમક્યું છે આઇરિસ સ્કેનિંગ. આગળ શું વાંચશો? ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ આઇરિસ સ્કેનિંગ આઇરિસ સ્કેનિંગ કેવી રીતે કામ કરે છે?  ટોપ સિક્રેટ અને...

મોબાઇલમાંથી ક્લાઉડ પ્રિન્ટિંગ

તમે ખરેખર વ્યસ્ત પ્રોફેશનલ હો તો ક્યારેક તમારે મોબાઇલમાંના કોઈ મેઇલ, પ્લેન ટિકિટ કે કોઈ વેબઆર્ટિકલની પ્રિન્ટ લેવાની જરૂર પડી હશે. ‘ક્લાઉડ પ્રિન્ટ’ તરીકે ઓળખાતી ટેક્નોલોજીથી તમે તમારા પ્રિન્ટરને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી, ગમે ત્યારે, ગમે ત્યાંથી તેમાં પ્રિન્ટ મેળવી શકો...

અંગ્રેજી શબ્દભંડોળ વધારવું છે?

અંગ્રેજી ભાષા પર તમારી ઠીક ઠીક પકડ હોય, પણ તમે વિવિધ શબ્દોની ઊંડી સમજ કેળવવા માગતા હો તો આ વેબસાઇટની વારંવાર મુલાકાત લેવા જેવી છે! કોઈ અંગ્રેજી શબ્દનો અર્થ પૂરેપૂરો ન સમજાય તો આપણે સૌ ડિક્શનરીનો આશરો લઈએ છીએ, પણ કઈ ડિક્શનરી? મોટા ભાગે ઇંગ્લિશ-ટુ-ગુજરાતી ડિક્શનરી. કારણ...

રેલવે રિઝર્વેશન સરળ બનાવતી સાઇટ્સ

આપણા દેશમાં રેલવેમાં હંમેશા ભીડ રહે છે. રેલવે રિઝર્વેશનમાં લોકોને પડતી અગવડમાં ઘણી કંપનીઓને આવકની તક દેખાય છે, પરિણામે તેમણે આપણી તકલીફો ઓછી કરતી સર્વિસીઝ વિક્સાવી છે. સામાન્ય રીતે, ફેબ્રુઆરી મહિનો આવતાં જ મોટા ભાગના પરિવારોમાં ત્રણ પ્રકારનાં ટેન્શન વતર્વા લાગે....

જાણો તમારા ગૂગલ એકાઉન્ટની કર્મ-કુંડળી

ગૂગલનો તમે કેટલો ઉપયોગ કરો છે તેની વિગતોથી માંડીને ગૂગલની વિવિધ સર્વિસનાં મહત્ત્વનાં સેટિંગ્સ પર એક સાથે નજર રાખવી હોય તો એ માટે તમારે તપાસવું પડે તમારું ગૂગલ ડેશબોર્ડ - આ રીતે... આગળ શું વાંચશો? સમજીએ ગૂગલનું આપણું ડેશબોર્ડ ગૂગલના આપણા એકાઉન્ટની વિગતો ગૂગલની વિવિધ...

ઇન્ટરનેટ ડેટાની રસપ્રદ સફર : સાત સમંદર પાર!

 ઇન્ટરનેટના સંદર્ભમાં વારંવાર વપરાતા ‘ક્લાઉડ’ શબ્દથી છેતરાશો નહીં - ઇન્ટરનેટ ટ્રાફિકનો લગભગ ૯૯ ટકા ડેટા ખરેખર તો મહાસાગરોના તળિયે પથરાયેલા સબમરીન કેબલ્સ મારફત આખી દુનિયાની સફર ખેડે છે! આગળ વાંચશો સબમરીન કેબલ્સના ઇન્ટરએક્ટિવ મેપ્સ ઈન્ટરનેટનું વિશાળ જાળું કેવી રીતે કામ...

મોબાઇલ કેમેરામાં એચડીઆર ટેક્નોલોજી શું છે?

મોબાઇલ ફોટોગ્રાફી સૌને માટે હાથવગી બન્યા પછી સરસ ફોટોગ્રાફી પર હવે માત્ર પ્રોફેશનલ ફોટોગ્રાફર્સનો ઇજારો રહ્યો નથી. જો આપણે મોબાઇલના પ્રતાપે આપણા સૌ માટે સુલભ બનેલી વિવિધ ટેકનોલોજી જરા ઊંડાણથી સમજી લઈએ તો આપણે પણ, ફોટોગ્રાફીના કોઈ ક્લાસ ન કર્યા હોય તો પણ, હૈયું ઠરે અને...

Inbox ઈ-મેઈલનો નવો અવતાર

તમને દિવસમાં કેટલાક ઈ-મેઇલ આવે છે? મોટા ભાગે જવાબ ‘ગણવા મુશ્કેલ!’ એવો હશે, પણ એમાંથી તમારે જવાબ આપવા જરૂરી હોય કે જેના પર કામ કરવું જરુરી હોય એવા ઈ-મેઇલની સંખ્યા કેટલી? હવે કહો કે તમારા પર આવતા આવા ખરેખર કામના ઈ-મેઇલની સંખ્યા રોજના ૪-૫ છે કે પછી ૪૦૦-૫૦૦? આગળ શું...

કમ્પ્યુટરને ધરાર રીસ્ટાર્ટ કરતાં પહેલાં…

કમ્પ્યુટરમાં અગત્યનું કામ કરી રહ્યા હોઈએ ત્યારે કોઈ પ્રોગ્રામ કે વિન્ડોઝ એક્સપ્લોરર અટકી પડે ત્યારે સામાન્ય રીતે કમ્પ્યુટરે રીસ્ટાર્ટ કર્યા વિના છૂટકો રહેતો નથી - પણ આપણે એ છેલ્લો રસ્તો ટાળી શકીએ છીએ. આગળ શું વાંચશો? કોઈ પ્રોગ્રામ અધવચ્ચે અટકી પડે ત્યારે... વિન્ડોઝ...

વોટ્સએપની ઇમેજીસ ડિલીટ કરીને થાક્યા?

"જો બકા! વોટ્સએપમાં તો ઈમેજીસનો મારો થવાનો જ, એનાથી થાકવાનું નહીં! એવું કોઈ કહે તો માની લેવાની જરૂર નથી. વોટ્સએપને તમે સહેલાઈથી અંકુશમાં રાખી શકો છો અને ડેટા બિલ તેમ જ ફોનની મેમરીની બચત કરી શકો છો. તમે ‘હેપ્પી ન્યૂ યર’ ફિલ્મ જોઈ? તમારા ઓળખીતા-પાળખીતા સૌએ લગભગ એક અવાજે...

ઓનલાઇન શોપિંગ અંદર-બહાર

ગયા મહિને, દિવાળીના દિવસો દરમિયાન વાસ્તવિક જગતમાં જેટલા ફટાકડા ફૂટ્યા, લગભગ એટલા જ ધૂમધડાકા ઓનલાઇન રિટેઇલિંગ જગતમાં પણ થયા. આગળ શું  વાંચશો? આટલો હોબાળો કેમ? ભારતમાં ઓનલાઈન શોપિંગની શરુઆત? એ બધું તો ઠીક, ગ્રાહક તરીકે મારી માટે મહત્વની વાત કઈ? ફ્લિપકાર્ટ અને એમેઝોન...

ગૂગલ અર્થમાં સાઇટસીઇંગની મજા

ગૂગલનો બહુ ચર્ચાયેલો અને છતાં કદાચ ઓછો ઉપયોગમાં લેવાતો કોઈ પ્રોગ્રામ હોય તો તે છે ગૂગલ અર્થ! આપણે સૌ જાણીએ છીએ કે ઘેરબેઠાં આખી દુનિયામાં ફરી વળવું હોય તો ગૂગલ અર્થમાં ખાબકવું પડે. હવે તો ગુજરાતના ગામડે ગામડે પણ કમ્પ્યુટર્સ અને ઇન્ટરનેટ કનેક્શન આવી ગયાં છે, શિક્ષકો...

માઈક્રો-પ્રોસેસર અને સિલિકોન ચીપ્સ: નાની ચીપમાં મોટી કારકિર્દીની તક

આજની દુનિયા એના થકી ચાલી રહી છે એમ કહીએ તો ખોટું નથી, તેમ છતાં ચીપ્સ વિશે બહુ લોકો ઝાઝું જાણતા નથી. તેના વિશે થોડું વધુ જાણીએ. મિત્રો, આપણે ગયા અંકમાં કમ્પ્યુટર અને ચીપનો ઇતિહાસ સંક્ષિપ્તમાં જોયો. હવે આ વખતે આ ક્ષેત્રોમાં કારકિર્દીની શું તકો રહેલી છે એની ચર્ચા કરીએ....

બેઠાડુ જીવનનાં જોખમો

કમ્પ્યુટર સામે કલાકો બેઠા રહેવાથી જ્ઞાન વધતું હશે, તેમ સ્વાસ્થ્ય સામેનાં જોખમ પણ વધે છે. આ જોખમો સમજીને કામ કરવાની યોગ્ય શૈલી કેળવી શકીએ એ આપણા જ લાભની વાત છે. એક દિવસમાં કેટલાક કલાક તમે બેઠા રહો છો? કોઈ પણ ડોક્ટરને પૂછો તો એ કહેશે કે બેઠા઼ડુ જીવન એટલે રોગને આમંત્રણ,...

ઓનલાઇન ઓર્ડરની હવાઇ ડિલિવરી થશે?

જેમ આપણે આકાશમાં પ્લેન જોઈને રાજી થતાં થતાં મોટા થયા, એમ નવી પેઢી આકાશમાં ઊડતાં ઢગલાબંધ, માનવરહિત ટચૂકડાં પ્લેન જોઈને મોટી થાય એવા દિવસો નજીક આવી રહ્યા છે. ડ્રોન પર એક બાજનજર. આગળ શું વાંચશો? હવામાં ઊડતાં ડ્રોનનાં મૂળ એમેઝોન અને ડ્રોન આમાં દિવાળીની વાત કેમ આવી?...

આખરે શું છે આ ‘સ્માર્ટ સિટી’?

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન અને ત્યાર પછી વારંવાર આપણે આ ‘સ્માર્ટ સિટી’ શબ્દ સાંભળી રહ્યા છીએ. વાસ્તવમાં કેવું હોય આ સ્માર્ટ સિટી? જાણવા માટે પહોંચીએ સ્પેનના એક ખરેખરા સ્માર્ટ શહેરમાં. આગળ શું વાંચશો? એવું તે શું ચાલી રહ્યું છે સેન્ટેન્ડરમાં? આ સેન્સર્સ શું કામ...

એન્જિનીયરિંગનો એક અનોખો ક્લાસરૂમ

ટેક્નોલોજી ક્ષેત્રે દેશમાં શિરમોર આઇઆઇટીમાં એડમિશન ન મળે તો? તો તમારા માટે અને આજીવન એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર થયું છે આ પોર્ટલ... એક સવાલ - કોંક્રિટ એટલે શું? તમે કહેશો કે સીમેન્ટ, કપચી અને પાણીનું મિશ્રણ, બીજું શું? વાત સાવ સાચી, પણ આ કોંક્રિટ વિશે...

માઈક્રો-પ્રોસેસર અને સિલિકોન ચીપ્સ: પહેલાં સમજીએ તેમનો ઇતિહાસ

આજનાં ડિવાઇસીઝનું હાર્દ હોય છે તેમનામાંની ચીપ. આ નાની અમથી ચીપ અત્યારે કારકિર્દીની મોટી તકો ઊભી કરી રહી છે. પરંતુ તેની ચર્ચા કરતાં પહેલાં કમ્પ્યુટર્સ અને તેમાંની ચીપ કેવી રીતે વિકસી તેની વાત જાણી લઈએ. છેલ્લા ૫૦ વર્ષમાં અને ખાસ તો છેલ્લા ૨૦ વર્ષમાં મનુષ્યજાતે દરેક...

તમે ફક્ત ક્લિક-ક્લિક કરો, આલબમ તૈયાર થશે ઓટોમેટિકલી!

સમય કેવો બદલાતો જાય છે એ જુઓ - પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ સિવાય,  હવેે આપણે સૌ મોટા ભાગે પોતાના સ્માર્ટફોનથી જ ફોટોગ્રાફી કરીએ છીએ. ૨-૩ વર્ષ પહેલાં હાથવગા ડિજિટલ કેમેરાથી ફટાફટ ક્લિક્સ કરવામાં આવતી. એનાં થોડાં વર્ષ પહેલાં પેલા એઇમ-એન્ડ-શૂટ પ્રકારના પણ ‘રોલ ધોવડાવવા’ પડે...

એટીએમમાં વધતી અસલામતી

બેન્ક્નું કામકાજ ઘટાડતા અને લોકોની સગવડ વધારતા એટીએમમાં આપણા કાર્ડની વિગતો અને પિનની ચોરી કરવાી પ્રવૃત્તિ વધુ ને વધુ આધુનિક બનતી જાય છે ત્યારે જરુ‚રી બને છે જાણકારી અને સાવધાની આગળ શું વાંચશો? એટીએમ સ્કીમિંગનો ભોગ ન બનવા માટે શું સાવધાની રાખવી એટીએમ સ્કીમિંગનો ભોગ બની...

સોશિયલ શેરિંગ શું છે?

સવાલ લખી મોકલનારઃ ભરતભાઈ જયસ્વાલ "ઘણી સાઇટમાં ટવીટર, ફેસબુક, ગૂગલ+ સિવાય પણ ઘણા લોગો હોય છે, જેમ કે લિંક્ડઇન, પિન્ટરેસ્ટ, ઇન્સ્ટાગ્રામ, ટમ્બલર, સ્ટમ્બલ અપો વગેરે. આ બધાનો શું ઉપયોગ હોય છે અને એ બધામાં કઈ રીતે જોડાઈ શકાય? આપણી ગુજરાતી ભાષામાં બે બિલકુલ વિરોધાભાસી...

સારી નોકરી શોધતા હો તો આટલું જાણી લો…

હવે વારંવાર પૂરવાર થઈ રહ્યું છે કે નોકરી માટે સારા માર્ક કે સારી ડીગ્રી પૂરતાં નથી. સોશિયલ મીડિયા પર તમે શું લખો છો, કેવા ફોટોગ્રાફ્સ અપલોડ કરો છો, વગેરે પણ જોઈ-તપાસીને પછી તમને પસંદ-નાપસંદ કરવામાં આવશે. આગળ શું વાંચશો? જોબ કેન્ડીડેટ નોકરી માટે લાયક લાગવાનાં કારણ જોબ...

કોન્ટેક્ટ્સ મેનેજમેન્ટ સહેલું બનાવો આ રીતે…

ઇન્ફર્મેશન ટેકનોલોજીથી આપણા સંપર્કો વધી રહ્યા છે, એમની સંપર્ક માહિતી વધુ ને વધુ વિખરાતી જાય છે. આપણે કામના બધા જ કોન્ટેક્ટ્સ ગમે ત્યારે, ગમે ત્યાંથી, ગમે તે સાધન પર કેવી રીતે મેળવવા તે જાણીએ... આગળ શું વાંચશો? જૂના સાદા ફોનમાંથી કોન્ટેક્ટસ ઈમ્પોર્ટ કરવા માટે જૂની...

ફૂટબોલના વર્લ્ડ કપમાં ટેક્નોલોજીના ગોલ

જગત આખામાં ફૂટબોલ ફીવર છવાયો છે, પરંતુ આ વખતનો વર્લ્ડકપ ઘણી બધી રીતે કંઈક જુદો છે. આપણા મીડિયાની નજરમાં ન આવેલા આ મુદ્દાઓ જાણી લો અહીં… આગળ શું વાંચશો? દૂધનું દૂધ, પાણીનું પાણી કરી આપતી ગોલલાઈન ટેકનોલોજી વેનેશિંગ સ્પ્રેઃ કામચલાઉ લક્ષ્મણરેખા આંકવાની કમાલ હાઈટેક પ્રસારણ...

ક્રિકેટમાં ટેક્નોલોજી : વ્યાપારીકરણ અને વિદ્રોહનો વારસો

ક્રિકેટમાં નવી ટેક્નોલોજીના વધા ઉપયોગ પાછળ મોટા ભાગે રમતની મૂળભૂત જરુરિયાત કરતાં, પ્રેક્ષકોના મનોરંજનનો મુદ્દો વધુ મહત્ત્વનો રહ્યો છે, છતાં વિવિધ ટેક્નોલોજીથી ક્રિકેટમાં ચોક્સાઈ અને રોમાંચ બંનેનો ઉમેરો થયો છે એ સ્વીકારવું રહ્યું! આગળ શું વાંચશો? હોક-આઈઃ બાજ-નજર નહીં,...

એવરેસ્ટનું આરોહણ

એપ્રિલ મહિનામાં, એવરેસ્ટની સૌથી મોટી દુર્ઘટનામાં એક સાથે ૧૬ શેરપાનાં મૃત્યુ થયાં. ડિસ્કવરી ચેનલે શેરપા સમુદાયને મદદરુપ થવા અને તેમનું કામ કેટલું મુશ્કેલ છે એ હૂબહૂ દશર્વિતી એક વેબસાઇટ તૈયાર કરી છે. આગળ શું વાંચશો? મોબાઈલમાં એવરેસ્ટનો ૩ડી મેપ ઉનાળાની શરુઆતમાં, એપ્રિલ...

ઉઘડતી શાળાએ ગુજરાતી માધ્યમના શિક્ષકોને વિનંતી…

ગુજરાતની શાળાઓ અને શિક્ષકો પાસેથી એક અપેક્ષા છે. સાથે એવો વિશ્વાસ પણ છે કે ગુજરાત આ અપેક્ષા પૂરી કરી જ શકશે, કેમ કે ઘણી શાળાઓમાં આવી પહેલ થવા પણ લાગી છે. પણ આ અપેક્ષાનો ફોડ પાડતાં પહેલાં, થોડી બીજી વાત કરી લઈએ. સર્ચ એન્જિનથી શરૂઆત કરીને બીજી અનેક રીતે આપણા જીવનમાં...

વાસ્તવિક વસ્તુઓનું ગૂગલિંગ?

ઉનાળાની ઋતુમાં બે જ વાત સામાન્ય રીતે સૌના મનમાં રમતી હોય છે - ગરમી અને કેરી. ધારો કે અત્યારે તમારે કેરી વિશે વધુ જાણવું હોય તો તમે શું કરો? સિમ્પલ, ગૂગલ પર ત્રાટકો અને દુનિયાભરની કેરીની વિવિધ જાતો વિશે ક્યારેય ખૂટે નહીં એટલાં વેબપેજીસ ફંફોસવા લાગો! પણ તાલાળા-ગીરી...

ફોટોગ્રાફનું સહેલું એડિટિંગ

ફોટોગ્રાફમાં ધાર્યા ફેરફાર કરવા માટે ફોટોશોપ કે પિકાસા જેવા સોફ્ટવેર ઘણા ઉપયોગી છે, પણ એમાં એટલી બધી ખૂબીઓ છે કે શિખાઉ વ્યક્તિ ગૂંચવાઈ જાય. એના ઉપાય તરીકે ફોટોશોપે જ આપ્યાં છે તદ્દન સરળ ઓનલાઇન ટૂલ્સ! વેકેશનમાં ફરવા ગયા હોઈએ ત્યારે જે તસવીરો લીધી હોય એને વારંવાર જોવાની...

માઉસની ક્લિકે વીમાની ખરીદી

લાંબો સમય રાહ જોવડાવ્યા પછી હવે એલઆઇસીએ પણ ઓનલાઇન ટર્મ પોલિસી રજૂ કરી છે. તમે ઓનલાઇન વીમો ખરીદ્યો હોય કે ખરીદવા માગતા હો તો તેનાં જમા-ઉધાર પાસાં જાણી લેવા જેવાં છે. આગળ શું વાંચશો? ભારતમાં વીમાની સ્થિતિ ઓનલાઈન પોલિસીનું વેચાણ ઈન્ટરનેટ પર પોલિસી ખરીદાય? લાભ ગેરલાભ...

ભૂલથી ડિલીટ થયેલી ફાઇલમાં ફરી પ્રાણ ફૂંકતી સંજીવની સમાન સોફ્ટવેર

કમ્પ્યુટરમાં કામ કરતી વખતે કોઈ ફાઇલ અચાનક ઊડી ગઈ? કેટલાય ફોટોગ્રાફ્સ ખેંચ્યા પછી કેમેરાને પીસી સાથે કનેક્ટ કરતાં કાર્ડ ખાલીખમ દેખાય છે? આવું બને ત્યારે ડિલીટ થયેલી ફાઇલ્સ રીકવર કરવાના થોડા ચાન્સ છે, આ રીતે... આગળ શું વાંચશો? હાર્ડ ડ્રાઈવમાં ડેટા કેવી રીતે સ્ટોર થાય...

મેપ ટ્રાવેલિંગની મજા, નેટ પર!

ઇન્ટનેટ પર એવી સંખ્યાબંધ મેપ ગેમ્સ ઉપલબ્ધ છે, જેની મદદથી આપણે દુનિયાની ભૂગોળ વિશે આપણે કેટલુંક જાણીએ છીએ એ તપાસી શકીએ છીએ. જાણીએ આવી કેટલીક મજાની ગેમ્સ! આગળ શું વાંચશો? પોતાના દેશને જાણવાની અનોખી રીત ભારત વિશે તમે કેટલું નથી જાણતા? ગેમ કરતાં કંઈક વિશેષ ભારતની જિગ્સો...

પાસવર્ડ ક્રેકિંગથી કેમ બચશો?

મજબૂત પાસવર્ડનું મહત્ત્વ આપણે સૌ જાણતા હોવા છતાં તેના તરફ પૂરતું ધ્યાન આપતા નથી. આવો જાણીએ કે લોકો આપણો પાસવર્ડ કઈ રીતે તોડી કે ચોરી શકે છે અને બચાવના ઉપાય શા છે? આગળ શું વાંચશો? પાસવર્ડ ક્રેકિંગની મુખ્ય ટેકનિક વિશે જાણીએ પાસવર્ડ સિક્યોરિટી વિશે આમ તો આપણે ઘણું જાણતા...

ક્રોમમાં સ્માર્ટ બ્રાઉઝિંગ

જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમારા પોતાના ધ્યાનમાં આવે એ પહેલાં, તમે ડેસ્કટોપ કરતાં મોબાઇલમાં વધુ નેટ સર્ફિંગ કરતા થઈ ગયા હશો! મોબાઇલ બ્રાઉઝિંગ સતત વધી રહ્યું છે અને આ ક્ષેત્રની કેટલીક ગ્લોબલ કંપનીઓના આંકડા મુજબ, વર્ષ ૨૦૧૩માં દુનિયામાં જેટલું નેટ બ્રાઉઝિંગ થયું...

તમારા કમ્પ્યુટર/મોબાઈલને બનાવો રડાર

તમે પોતે પૃથ્વી પરના અફાટ આકાશમાં ઊડી રહેલાં વિવિધ પ્લેનને ટ્રેક કરવા માગતા હો તો પહોંચો આ વેબસાઇટ પર: www.flightradar/24.com તમે આ સાઇટ પર જઈને જોશો તો શ‚રુઆતમાં ભારતના નક્શા પર ગણ્યાંગાઠ્યાં પ્લેન જોવા મળશે, પણ સ્ક્રીન પર જમણા ખૂણે ‘જમ્પ ટુ એરિયા’ ડ્રોપ ડાઉન મેનુમાં...

તત્કાલ રિઝર્વેશનના ચાન્સ વધારો, આ રીતે…

પ્રવાસનું વહેલાસર આયોજન કરી, જોઈતા દિવસે, જોઈતી ટ્રેનમાં રિઝર્વેશન મેળવી નિશ્ર્ચિંત બની જવું અને પછી પ્રવાસના મજાના દિવસો ગણતા રહેવાનો આનંદ કંઈક જુદો જ છે, પણ કામકાજ કે અભ્યાસ કે સ્વાસ્થ્ય જેવા કોઈ પણ કારણસર તમે મુસાફરીની ચોક્કસ તારીખ નક્કી કરી શકતા ન હો તો અગાઉથી...

વર્લ્ડ વાઈડ વેબની ૨૫ વર્ષની સફર

માર્ચ મહિનામાં વર્લ્ડ વાઈડ વેબને ૨૫ વર્ષ થયાં, ત્યારે આખી દુનિયાને એકમેક સાથે સાંકળી રહેલું આ અજબ-ગજબ જાળું કેવી રીતે ગૂંથાયું એ જાણવું રસપ્રદ બનશે.  ૧૨ માર્ચ, ૧૯૮૯ બ્રિટિશ કમ્પ્યુટર વિજ્ઞાની ટીમ બર્નર્સ-લીએ યુરોપીયન સંગઠન સીઇઆરએન સાથે સંકળાયેલા વિશ્વભરના...

વેબડિઝાઈન કળા કે વિજ્ઞાન? અને ડિઝાઈનક્ષેત્રે નવી ક્ષિતિજો

એક સમયે વેબડિઝાઇનિંગ ખૂબ સારી કારકિર્દી ગણાતી હતી, પણ પછી એનું મહત્ત્વ ઘટવા લાગ્યું. વાસ્તવમાં આ ક્ષેત્રે હજી પણ વિશાળ તકો છે, જો તમે સમય પ્રમાણે તકો પારખી શકો અને તે અનુસાર જ‚રુરી નવી કુશળતાઓ કેળવી શકો છો. આ લેખમાં એ જ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે. આગળ શું વાંચશો?...

ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન એટલે શું તેમાં રહેલી કારકિર્દીની તકો

ઇન્ફર્મેશન ટેક્નોલોજી કરતાં પણ વધુ ઝડપે શું વિકસી રહ્યું છે, જાણો છો? ડેટા! આપણે પોતે જનરેટ કરેલો ડેટા. આ ડેટાને ધાર્યો ઉપયોગ કરવા માટે તેને વૈજ્ઞાનિક ઢબે ગોઠવવો અને જાળવવો જ‚રી છે. આઇટીનાં અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રમાં પણ કારકિર્દીની ઉજ્જવળ તકો છે. આગળ શું વાંચશો?...

વિન્ડોઝમાં ફાઇલ્સ સાથે કામકાજ

જાણી લઈએ વિન્ડોઝ એક્સપ્લોરરમાં જુદી જુદી ફાઇલ્સ સિલેક્ટ કરીને તેની બીજા ફોલ્ડરમાં લઈ જવાના સહેલા રસ્તા સાચું કહેજો, તમે તમારા કમ્પ્યુટરમાં ક્યારેય વિન્ડોઝ એક્સપ્લોરર વિન્ડોને ધ્યાનથી તપાસી છે? મોટા ભાગે, વિન્ડોઝ એક્સપ્લોરર વિન્ડોનો આપણે જમ્પબોર્ડ તરીકે જ ઉપયોગ કરતા...

કમ્પ્યુટરની સ્વાસ્થ્ય પર અસરથી બચવા માટે…

આજના સમયમાં દિવસમાં લાંબો સમય કમ્પ્યુટર સામે બેસીને કામ કરવું ઘણા લોકો માટે અનિવાર્ય થઈ પડ્યું છે, જેની લાંબા ગાળે સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે, જો અહીં આપેલી બાબતોને સદંતર અવગણીએ તો! આગળ શું વાંચશો? કમરને આધાર આપવા.... કાંડા અને આંગળીઓની યોગ્ય સ્થિતિ ગરદનની યોગ્ય...

ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ કોન્ટેક્ટ લેન્સ

તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ છે? બેલ્જિયમની એક નોન-પ્રોફિટ સંસ્થા ‘ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફાઉન્ડેશન’ના વર્ષ ૨૦૧૩ના આંકડા કહે છે કે દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યાની દૃષ્ટિએ ભારત આખા વિશ્વમાં ચીન પછી બીજા નંબરે છે અને યુએસ ત્રીજા નંબરે છે. આ ત્રણેય દેશોની કુલ...

સ્માર્ટફોનનો ઉપયોગ : કેવો અને કેટલો?

દુનિયા આખી પર સ્માર્ટફોન છવાઈ રહ્યા છે, તેમના ઉપયોગના બદલાતા ટ્રેન્ડની રસપ્રદ માહિતી એક મિનિટ માટે, તમારા હાથમાં રહેલા આ છાપાની ગડી વાળો અને આજુબાજુ નજર ફેરવો. તમે ઘરમાં એકલા જ બેઠા હો તો જુદી વાત છે (તો બીજા હાથમાં મોબાઇલ હશે!), બાકી બીજી ફક્ત એક વ્યક્તિ તમારી...

અસલી ચલણી નોટ કેવી રીતે પારખશો?

ભારતીય ચલણી નોટો આજકાલ ચર્ચામાં છે, અસલી-નકલી કારણોસર. નકલી નોટોના મોટા પડકારને પહોંચી વળવા રિઝર્વ બેન્ક વિવિધ પગલાં લઈ રહી છે, એમાંનું એક પગલું છે લોકજાગૃતિ કેળવતી એક ખાસ વેબસાઇટ. આગળ શું વાંચશો? આરપાર જોવાથી બનતી સખ્યા વોટરમાર્ક રંગબદલતી સંખ્યા ફ્લુરોસન્ટ રંગનો...

તમને ગૂગલ સર્ચ આવડે છે?

આપણે દરરોજ ગૂગલના સર્ચબોક્સમાં કંઈક ને કંઈક લખીને સર્ચ કરીએ છીએ અને પછી સંખ્યાબંધ પરિણામો જોઈને ગૂંચવાઈએ છીએ. સર્ચ કરવાની કેટલીક ચોક્કસ રીત જાણી લઈએ તો આપણું કામ ઘણું આસાન બની શકે છે. આગળ શું વાંચશો? સર્ચના મૂળ તમારા જન્મદિને, વિશ કરશે ગૂગલ સેફસર્ચ કેવી રીતે કરાય?...

ઇન્ટરનેટ તમારા પોકેટમાં, ખરેખર!

આ કવર સ્ટોરી ખરેખર તો ચાર-પાંચ અંક પહેલાં ‘સાયબરસફર’માં પ્રકાશિત થઈ ગઈ હોત, પણ ત્યારે એ વિચાર પડતો મૂકવામાં આવેલો અને હવે, અત્યારે તમે એ જ મુદ્દો, કવર સ્ટોરી તરીકે જ વાંચી રહ્યા છો, કેમ?

તમારી શાળામાં ગૂગલને એડમિશન આપવું છે?

બિઝનેસીઝ માટે હવે જે પેઈડ સર્વિસ છે, તે એપ્સ ગૂગલ શૈક્ષણિક સંસ્થાઓને બિલકુલ નિ:શુલ્ક આપે છે, જેની મદદથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકમેકના સીધા સંપર્કમાં રહીને, સાથે મળીને વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી શકે છે. આગળ શું વાંચશો? આ ગુગલ એપ્સ ફોર એજ્યુકેશન ખરેખર શું છે? અમારી...

કોમનમેનને ટાર્ગેટ બનાવતા પાંચ ફેમસ હેકિંગ એટેક

કમ્પ્યુટર પર અલગ અલગ રીતે થતી છેતરપીંડી સૌ કોઈ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. આ સમસ્યાનો ઉપાય એક જ છે - સાવચેતી અને સાવચેત રહેવા માટે, હેકર્સ કઈ કરામતો કરી શકે છે એ જાણી લેવું જ‚રુરી છે. આગળ શું વાંચશો? ફિશિંગ એટેક ટ્રોજન એટેક ડ્રાઈવ-બાય ડાઉનલોડ બાયપાસ પાસવર્ડ ઓપન...

પીસીમાં એપ્સ ચલાવો, નેટ કનેક્શન વિના

ગૂગલ ક્રોમના પાંચમાં જન્મદિને મળેલી આ નવી સોગાતથી, ઓફલાઇન અને ઓનલાઇન વચ્ચેનું અંતર ઘટ્યું છે અને હવે, પીસી લેપટોપ કે સ્માર્ટફોન પર કામ કરવાની આપણી ઢબ ફરી એક વાર બદલાઈ શકે છે! ગયા વર્ષે, ૨૨ નવેમ્બરે ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો પાંચમો જન્મદિન ઉજવાયો અને એ દિવસે આપણને ગૂગલ જેવી...

જોડી જમાવો સ્માર્ટફોન અને કમ્પ્યુટરની

થોડા સમય પહેલાં, આપણા બીઝી દિવસનો થોડો સમય ઓફિસમાં કે ઘરમાં કમ્પ્યુટરના સ્ક્રીન સામે પસાર થતો હતો. પછી લેપટોપ આવ્યાં, પરિણામે ઘરથી ઓફિસની સફર દરમિયાન કે એરપોર્ટ પર કે બહારગામ જતી વખતે લક્ઝરી કોચમાં પણ આપણો ફુરસદનો સમય લેપટોપના સ્ક્રીન સામે ખચર્વિા લાગ્યો. પછી...

ગણિતના ગળાડૂબ પ્રેમ માટે…

સચીન તેંડુલકરને ૧૧ વર્ષની ઉંમરે પિતાએ છૂટો દોર આપ્યો હતો, ‘ચેઝ હોયર ડ્રીમ્સ, વિધાઉટ શોર્ટકટ્સ’. તેા કોચે પણ સચીનને ક્યારેય ‘વેલ પ્લેડ, માય બોય’ કહીને, પોતાની રીતે પ્રોત્સાહિત કર્યો. આ બંને મહાનુભાવોએ પોતપોતાની રીતે સચીનના ઘડતરમાં યોગદાન આપ્યું. આપણે પણ, માબાપ હોઈએ કે...

સચીન જેવું ક્રિકેટ ને ઇંગ્લિંશ શીખવું છે? ગુરુ બનાવો શ્રીકાંતને!

સચીન તેંડુલકરની છેલ્લી ટેસ્ટમેચ પછીની સ્પીચ તમે જોઈ હતી? તો તમને પણ વિચાર આવ્યો હશે કે અદભુત ક્રિકેટ રમી જાણતો આ ક્રિકેટર આટલું સારું બોલી પણ શકે છે? સારું વિચારવું એ એક વાત છે, પણ લાખો વચ્ચે પોતાના વિચારોને, ગોખ્યા કે ઝાઝું ગોઠવ્યા વિના અસ્ખલિત રીતે, સુંદર ભાવવાહી...

સ્માર્ટફોનમાં ઓછી મેમરીનો ઉપાય

છેલ્લા એકાદ વર્ષથી એન્ડ્રોઇડ સ્માર્ટફોનની ખરીદીનો જાણે એક જુવાળ શરુ થયો છે. અનેક ભારતીય કંપનીઓએ આમાં ઝુકાવ્યું છે અને પરિણામે આપણને પ્રમાણમાં ઘણી ઓછી કિંમતે, ઘણાં સારાં કન્ફિગરેશનવાળા ફોન મળવાનું શરુ થયું છે, પરંતુ જો એ જુવાળ આવ્યા પહેલાં તમે સ્માર્ટફોન ખરીદ્યો હશે તો...

કેટકેટલી જાતનાં કમ્પ્યુટરથી કન્ફ્યુઝડ?

આ અંક તમારા હાથમાં પહોંચ્યો તે પહેલાં, તમારા સુધી ખબર પહોંચી જ ગયા હશે કે ગૂગલની બહુ ગાજેલી ક્રોમબુક ભારતમાં પણ લોન્ચ થઈ ગઈ છે. તમે નેટ પર તેના વિશે ખાંખાંખોળાં કર્યાં હશે કે અખબારોમાં તેના વિશે અલપઝલપ વાંચ્યું હશે તો એક મુદ્દો ચોક્કસ તમારા ધ્યાન પર આવ્યો હશે - ગૂગલ...

ગૂગલ એકાઉન્ટ રીકવરી ઓપ્શન્સ

તમારી ગૂગલ એકાઉન્ટ તમારી જ માલિકીનો છે, એવું સાબિત કરવાનો સમય આવે તો? જાણો કેટલાંક અગમચેતીનાં પગલાં. તમારા માટે તમારો ગૂગલ એકાઉન્ટ કેટલો મહત્ત્વનો છે? તમારા જીમેઇલને એક વાર ઓપન કરો, શાંતિથી તેમાં રહેલા તમારા બધા ઈ-મેઇલ પર એક નજર ફેરવો અને તમને આ સવાલનો જવાબ મળી જશે....

વિન્ડોઝ સાથે કામકાજ, સહેલું બનશે આ રીતે…

એકથી વધુ વિન્ડો ઓપન કરીને કામ કરતા હો તો બધી વિન્ડોને સહેલાઈથી મેનેજ કરવાની કેટલીક રીત જાણી લેવા જેવી છે. આગળ શું વાંચશો? તમારા મનગમતા આઈકન ગોઠવો કમ્પ્યુટરમાં કામ કરતી વખતે ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે એક પછી એક સંખ્યાબંધ પ્રોગ્રામ કે વિન્ડો ઓપન કરી નાખીએ અને પછી...

એક સફર આપણા મગજની અંદર

કેવી રીતે કામ કરે છે આપણું મગજ? તબીબી વિજ્ઞાન અત્યંત આગળ વધ્યું હોવા છતાં માણસના મગજનો હજી પૂરો તાગ મેળવી શકાયો નથી. આપણે જાણીએ મગજની પ્રાથમિક જાણકારી. અલ્ઝાઇમર એક એવો રોગ છે, જેમાં મગજના કેટલાક ચોક્કસ કોષને નુક્સાન પહોંચતાં વ્યક્તિ ધીમે ધીમે પોતાની સ્મૃતિ ખોઈ બેસે...

ઇન્ડિયન સ્માર્ટફોન : વેચાણ વધે છે, પણ વિશ્વાસ?

તાજા અહેવાલો મુજબ, ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં લોકલ બ્રાન્ડ્સનો દબદબો વધી રહ્યો છે. સવાલ એ છે કે આપણે લોકલ ફોન લેવો કે નહીં? આ પ્રશ્નને લગતાં વિવિધ પાસાં, જુદા જુદા રિપોર્ટ્સના આધારે સમજવાનો પ્રયાસ કરીએ. આગળ શું વાંચશો? આખી દુનિયામાં શું થઈ રહ્યું છે? ભારતમાં શું...

સાવ સસ્તાં ટેબલેટ લેવાય?

હજી થોડાં વર્ષ પહેલાં, આપણા સૌ માટે ટેબલેટનો એક જ અર્થ થતો હતો - એવી વસ્તુ જે લેવાનું કોઈને ન ગમે. હવે એ એવી વસ્તુ બની ગઈ છે, જે લેવાનું સૌ કોઈને મન થાય છે! આગળ શું વાંચશો? ઓપરેટિંગ સિસ્ટમ એપ્સ ટચસ્ક્રીન કનેક્ટિવિટી બેટરી લેપટોપ અને સ્માર્ટફોન વચ્ચેના સ્લોટમાં દાખલ...

તમે પણ બની શકો છો કી-બોર્ડના ખેરખાં

આજના સમયમાં ડિજિટલ ટાઇપિંગ શીખ્યા વિના લગભગ કોઈને ચાલે તેમ નથી. તમે એક-બે આંગળી વાપરીને, ધીમે ધીમે ટાઇપ કરીને કંટાળ્યા હો તો જાણી લો સાચી રીતે, ફટાફટ અને ચોક્સાઇથી ટાઇપ કરવાની પદ્ધતિ! આગળ શું વાંચશો? ટાઈપિંગની ખોટી રીત છોડો તમામ આંગળીઓનો ઉપયોગ કરો ટચ ટાઈપ શીખો તેરે...

ગેમિંગ ક્ષેત્રે રહેલી અપાર તકો-૧

છેલ્લાં બેએક વર્ષથી એન્ગ્રીબર્ડનાં કેરેક્ટરે ધૂમ મચાવી છે. ટીશર્ટ, મોબાઇલનાં કવર, સ્કૂલ સ્ટેશનરીથી માંડીને રાખડી કે કેક સુદ્ધાં ઉપર પણ એન્ગ્રીબર્ડની ડિઝાઇન જોવા મળે છે. એન્ગ્રીબર્ડ એક કેરેક્ટર તરીકે સ્પાઇડર મેન, શીન્ચેન, ડોરેમોન, કે છોટા-ભીમ જેવાં કાર્ટૂન કેરેક્ટરને...

તમે ફોન સાથે વાત કરો છો?

ઇન્ટરનેટ પર શરુ થઈ રહ્યો છે એક નવો યુગ! ‘એસએમએસ પરેશ ટુ સે આઇ વીલ બી ધેર ફોર મીટિંગ એટ ટેન, "કોલ હોમ, "શો માય ફોટોઝ ફ્રોમ સિંગપોર ટ્રીપ, "ઇઝ માય ફ્લાઇટ ઓન ટાઇમ?, "વ્હેર ઇઝ માય હોટેલ?, "હુ ઈ ઓલ્ડર, ઓબામા ઓર હીઝ વાઇફ?, "પ્લીઝ બુક એ ટેબલ ફોર ટુ એટ ક્વિકબાઇટ રેસ્ટોરન્ટ......

ખોવાયેલો સ્માર્ટફોન ગૂગલ શોધી આપશે!

સાદા ફોન અને સ્માર્ટફોનમાં પાયાનો તફાવત એ છે કે તમારી આખી ડિજિટલ લાઇફ સ્માર્ટફોનમાં પણ સમાઈ જાય છે. જો તમે સ્માર્ટફોનનો ભરપૂર ઉપયોગ કરતા હો તો તમારા મેઇલ્સ (બિઝનેસ અને બેન્ક સંબંધિત બધા જ), બેન્ક એપ્સ, પર્સનલ ફોટોઝ સહિત ઘણી બધી સેન્સિટિવ ઇન્ફર્મેશન તમારા સ્માર્ટફોનમાં...

પેટમાં પહોંચીને સ્ટેટસ અપડેટ કરતી દવા!

ઇન્ફર્મેશન ટેક્નોલોજી આપણી આસપાસ તો વિસ્તરી જ રહી છે, હવે તે આપણા પેટની અંદર પણ પહોંચવા લાગી છે! દવા લેવાનું ભૂલી જતા દર્દીઓ માટે ઉપયોગી એવી, હજી વિકસી રહેલી આ ટેક્નોલોજી જાણવા જેવી છે. લગ્નની ચોરીમાંથી, સ્મશાનગૃહમાંથી કે છેવટે ટોઇલેટમાંથી લોકો ટ્વીટર કે ફેસબુક પર...

વિન્ડોઝની મજાની ખૂબી : ટાસ્કબાર

વિન્ડોઝમાં એક જ કામ કરવાના અનેક ઉપાય હોય છે. સવાલ ફક્ત આપણું કામ ઝડપી અને સરળ બનાવે તેવા રસ્તા શોધવાનો હોય છે - આવા કેટલાક રસ્તા મળશે ટાસ્કબારમાંથી. ‘દિવા તળે અંધારું’ એ આપણી જૂની કહેવતને જરા નવા સંદર્ભમાં યાદ કરીએ, તો આપણા કમ્પ્યુટર સ્ક્રીનના છેક તળિયે જોવા મળતો...

ગુજરાતમાંથી ગૂગલમાં

આખી દુનિયામાં એવી કંપની બહુ ઓછી હશે, જ્યાં કામ કરતા લોકોને વધુ સારી તકની આશામાં બીજી કોઈ કંપનીમાં જવાની જરુર ન લાગતી હોય. ફોર્બ્સ, ફોર્ચ્યુન, સીએએન, લિંક્ડઇન જેવી વિશ્વપ્રસિદ્ધ કંપનીઓ વર્ષોવર્ષ, વિશ્વવ્યાપી સર્વેક્ષણ કરીને નોકરી કરવા માટે વિશ્વની સૌથી સારી કંપનીઓની...

ફેસબુક એડિકશન : અતિ સર્વત્ર વર્જયેત…!

આ અંકમાં આગળના પાને એક ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડરે લખ્યું છે કે ફેસબુક યોગ્ય રીતે ઉપયોગ કરો તો એ નોલેજનો સરસ સોર્સ છે. એનાથી તદ્દન ઊંધી તમને આ લેખમાં વાંચવા મળશે. બંને મુદ્દા સાચા છે કે કેમ કે સૌથી મહત્વની વાત છે યોગ્ય રીતે ઉપયોગ લેખ વિશે તમારા મંતવ્ય જરુર આપશો. -સંપાદક...

ERP ક્ષેત્રે રહેલી કારકિર્દીની વૈવિધ્ય સભર અને વિપુલ તકો-૧

એન્જિનીયરીંગની પરંપરાગત શાખાઓ જેવી કે મિકેનિકલ, પ્રોડક્શન, કેમિકલ વગેરેમાં કામ કરતા અને અનુભવ ધરાવતા વ્યક્તિઓ અને ફાયનાન્સ, લોજિસ્ટિક કે માર્કેટિંગ જેવા મેનેજમેન્ટનો અનુભવ ધરાવતા વ્યાવસાયિકોને આઇ.ટી. ક્ષેત્રે પ્રવેશવાની ખૂબ ઈચ્છા હોય છે, પણ આમ કરવા માટે નવેસરથી તાલીમ...

બ્લુ-રે ડિસ્ક (બીડી) શું છે?

જાણીતા બુક અને મ્યુઝિક સ્ટોર્સમાં હવે જોવા મળવા લાગેલી બ્લુ-રે ડિસ્કે ઘણા બધાનું ધ્યાન ખેંચ્યું છે. ઘણી બધી ફિલ્મ હવે બ્લુ-રે ડિસ્કમાં ઉપલબ્ધ થવા લાગી છે. સીડી અને ડીવીડી જેવી જ આ નવી બીડી સંગ્રહક્ષમતાની રીતે તેની બંને જોડીદાર કરતાં ઘણી વધુ દમદાર છે. ઓપ્ટિકલ ડિસ્કમાં...

ગૂગલનો આકાશી તુક્કો કે દૂરગામી તીર?

લોકોની કલ્પનાની કામ ન કરે એવું કંઈક કરીને સતત સમાચારમાં રહેવું એ ગૂગલની જાણે આદત બની ગઈ છે. સર્ચ એન્જિનથી શરુઆત કરનારી આ કંપનીએ હવે આખી દુનિયામાં સૌથી ઓછા ખર્ચે ઇન્ટરનેટ કનેક્ટિવિટી શક્ય બનાવવાનું બીડું ઝડપ્યું છે. ગૂગલનું આ નવું સાહસ સફળ થશે તો બહુ ઝડપથી દુનિયાની...

નેટબેન્કિંગ : જોજો! શોપિંગની મજા ન બને સજા!

મુંબઈ પોલીસના કર્મચારીઓનાં પગાર ખાતાંમાંની રકમ ગ્રીસના હેકર્સે ગૂપચાવી લીધાના સમાચાર વાંચીને ભલભલા લોકોને નેટબેન્કિંગની સલામતી વિશે ચિંતા થઈ પડી છે. દુનિયાભરની બેન્ક્સ ઇન્ટરનેટથી કનેક્ટેડ હોવાથી આપણે ફક્ત ચિંતા કરવાથી બચી નહીં શકીએ. એ માટે તો સલામતીની ચોક્કસ જાણકારી...

કારકિર્દીનો એક વિકલ્પ: ટેક્નિકલ રાઇટિંગ

ગુજરાતમાં આઇટી ક્ષેત્ર સતત વિકસી રહ્યું છે, પણ આઇટીમાં કરિયર એટલે સોફ્ટવેર ડેવલપમેન્ટ એવી માન્યતા થઈ પડી છે. વાસ્તવમાં આ ક્ષેત્રમાં જુદી જુદી ઘણી રીતે કારકિર્દી વિક્સાવી શકાય છે. શ્રી રોશન રાવલે તેમના આ બીજા લેખમાં ગુજરાતમાં ઓછી જાણીતી ટેકનિકલ રાઇટિંગની વાત આલેખી...

ઉત્તરાખંડના આફતગ્રસ્ત પરિવારોની મદદે ગૂગલ

સાયબરસફર’ના દરેક લેખ તમને એટલે કે દરેક વાચકને વાસ્તવિક જીવનમાં ઉપયોગી થાય એવા મુખ્ય હેતુથી જ પસંદ કરવામાં આવે છે. પરંતુ આ એક લેખમાં અપાયેલી માહિતીનો ઉપયોગ કરવાની આપને ક્યારેય જરુર ન પડે એવી પ્રાર્થના સાથે, આપણે ગૂગલ પર્સન ફાઇન્ડર સેવા વિશે જાણી લઈએ. ગયા મહિને...

અલૌકિક સૃષ્ટિનો અદભુત પ્રવાસ

તમે દિલ્હીમાં અક્ષરધામની મુલાકાત જરૂર લીધી હશે. પણ તમે તેની અનોખી સુંદરતાનાં દર્શન કર્યાં હશે જમીન પર રહીને. અક્ષરધામનું, નીચે દર્શાવેલું સ્વરૂપ તમે ક્યારેય જોયું છે? બસ, આંગળી કે માઉસના હળવા ઇશારે દૃશ્યોની દિશા બદલતા જાઓ અને ઉપર હેલિકોપ્ટરનો આઇકન દેખાય તો તેના પર...

સોફ્ટવેર ટેસ્ટિંગ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીના વિકલ્પો

ટેક્નોલોજીમાં કારકિર્દી બનાવવી હોય તો કયા કયા વિકલ્પો છે? કઈ પેટાલાઈન લેવી સારી? અત્યારે તો બરાબર, ભવિષ્યમાં કેવીક તકો રહેશે? આઇ.ટી.નું ક્ષેત્ર એટલું ઝડપથી બદલાતું રહે છે કે તેમાં કારકિર્દીને લગતા આવા બધા પ્રશ્ર્નો સતત વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવતા રહે છે. ભારત અને...

ઇન્ટર્નલ મેમરી : બડે કામ કી ચીજ

તમે નવો સ્માર્ટફોન કે ટેબલેટ લેવાનો વિચાર કરતા હો તો કિંમત ઉપરાંત તેની ઇન્ટર્નલ મેમરી કેટલી છે એ મુદ્દા પર ખાસ ધ્યાન આપવું જરુરી છે. પૂછો કેમ? જવાબ મેળવવા માટે સમજીએ એન્ડ્રોઇડની વિવિધ પ્રકારની મેમરી! આગળ શું વાંચશો? ડાયનેમિક મેમરી ઈન્ટર્નલ મેમરી એક્સટર્નલ મેમરી (એસડી...

જાણો વર્ડની નિતનવી ખૂબીઓ

કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર કોઈ વ્યક્તિ માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સથી અજાણ હોય એવું બની શકે નહીં. બીજી બાજુ, એમએસ ઓફિસના વિવિધ પ્રોગ્રામ્સનો પૂરેપૂરો ઉપયોગ કરતી શકતી કોઈ વ્યક્તિ મળે એવું પણ બને નહીં! આવો જાણીએ વર્ડ ૨૦૦૭ની કેટલીક ખાસ વાત - પાશેરમાં પૂણીની જેમ! આગળ શું...

વેકેશનમાં લૂંટવા જેવો ખજાનો

વેકેશનમાં કોઈ ભાર વિના મસ્તીથી સમય પસાર કરવો હોય કે પછી - ફરી ભાર વિના - કશુંક નવું શીખવું હોય તો અહીં આપેલી સાઇટ્સ ફંફોસી જુઓ. આગળ શું વાંચશો? સૂપટોય્ઝ ફનબ્રેઈન મીનીક્લિપ સુમોપેઈન્ટ ડ્રોસ્પેસ આખરે આવી ગયું છે વેકેશન! આખું વર્ષ બુક્સ, નોટબુક્સ, ક્લાસવર્ક અને હોમવર્ક...

સ્માર્ટફોનથી સ્માર્ટ ફોટોગ્રાફી

પ્રોફેશનલ અને એમેચ્યોર ફોટોગ્રાફર્સ જેવો એક નવો વર્ગ ઊભો થયો છે - સ્માર્ટફોન ફોટોગ્રાફર્સ! તમે પણ આ વેકેશનમાં આવી જ ફોટોગ્રાફી અજમાવવાના હો તો જાણી લો કેટલીક જાણવા જેવી વાત. ગયા વર્ષે તમે વેકેશનમાં કોઈ સ્થળે ફરવા ગયા હશો અને આ વર્ષે ફરી ક્યાંક જશો તો બંને ટુરમાં મોટો...

ગૂગલમાં ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશન

આપણા બેન્ક એકાઉન્ટ જેટલું મહત્ત્વનું સાબિત થઈ રહ્યું છે આપણું ગૂગલ એકાઉન્ટ. સદભાગ્યે, તેને અદ્દલ નેટ બેન્કિંગના એકાઉન્ટની જેમ જ જડબેસલાક સલામતી આપી શકાય છે. જાણો કઈ રીતે? આગળ શું વાંચશો? જેમ કે, પહેલો રસ્તો... અથવા બીજો રસ્તો.. કોઈ આપણો પાસવર્ડ કેવી રીતે રીતે ચોરી...

ટાઇટેનિકની સફર – ઇન્ટરનેટ પર

૧૪-૧૫ એપ્રિલ, ૧૯૧૨ની મધરાતે ડૂબેલી આરએમએસ ટાઈટેનિક આજે પણ અનેક રીતે ઈન્ટરનેટ પર તરતી રહી છે. આગળ શું વાંચશો? ટાઈટેનિકની ઈન્ટરએક્ટિવ ટાઈમલાઈન ટાઈટેનિક ટાઈમ મશીન કેવી હતી ટાઈટેનિકની રચના ટાઈટેનિક દુર્ઘટનાના ૧૦૦ વર્ષ પછી નેશનલ જ્યોગ્રાફિકની સાઈટ પર આ બધું પણ તપાસી જુઓ....

ટેબલેટ કે સ્માર્ટફોનની મીઠી મૂંઝવણ છે?

બજારમાં દરેકના બજેટમાં સમાય એવાં ટેબલેટ અને સ્માર્ટફોનના એટલા બધા વિકલ્પો આવી પડ્યા છે કે તેમાંથી પસંદગી એક અઘરો નિર્ણય બની જાય. આ લેખ તમારી મૂંઝવણ આસાન બનાવશે. આગળ શું વાંચશો? ક્નેક્ટિવિટી સ્કીન સાઈઝ અને રેઝોલ્યુશન ટચસ્ક્રીન મેમરી કેપેસિટી બેટરી એન્ડ્રોઈડ ઓપરેટિંગ...

સવાલ-જવાબોની મજાની દુનિયા

જેમને શીખવાની કે શીખવવાની સાચી ધગશ છે એમને માટે ઇન્ટરનેટ પર પાર વગરની સર્વિસીઝ ઉપલબ્ધ છે. વિકિપીડિયા પ્રકારની, પણ સ્વરુપમાં તેનાથી સાવ જુદી એક સર્વિસ - ક્વિઝલેટ - તેમાંની એક છે. આગળ શું વાંચશો? ક્વિઝલેટનો ઉપયોગ કઈ રીતે કરશો? ક્વિઝલેટની મજા કઈ રીતે લેશો? ઉંમર હતી ૧૫...

ફેસબુક પર પ્રાઈવસી

ફેસબુકનો જબરજસ્ત ઉપયોગ કરનારા મોટા ભાગના લોકો પોતાની પ્રાઇવસી માટે ખાસ સજાગ હોતા નથી. ફેસબુક માટે સામાન્ય મત એવો છે કે તેનાં પ્રાઇવસી સેટિંગ સતત બદલાતાં રહે છે અને આપણે જે ખાનગી રાખવા માગતા હોઈએ તે બધું જ દુનિયા આખી સમક્ષ મુકવા માટે ફેસબુક સતત પ્રયત્નશીલ રહે છે....

પૃથ્વીની સૌથી ઊંડી જગ્યાએ ડૂબકી

બરાબર એક વર્ષ પહેલાં જાણીતા ફિલ્મ સર્જક જેમ્સ કેમેરુને મહાસાગરના તળિયા સુધી પહોંચતી ડૂબકી લગાવી હતી. ઇન્ટરનેટ પર આપણે આ ડૂબકી વિશે તલસ્પર્શી માહિતી મેળવી શકીએ છીએ. આગળ શું વાંચશો? મહાસાગરોનાં મહાવિસ્મયો વધુ માહિતી માટે જુઓ તમે અત્યારે આ લેખ વાંચી રહ્યા છો તેના બરાબર...

પાવરપોઇન્ટમાં માસ્ટર સ્લાઇડનો ઉપયોગ

પ્રેઝન્ટેશન બનાવવા માટે હવે પાવરપોઇન્ટ ઉપરાંત કેટલાય વિકલ્પો આપણી સામે છે, તેમ છતાં સૌને સૌથી સરળ રીત લાગે છે પાવરપોઇન્ટની. તેને વધુ સહેલી બનાવે છે માસ્ટર સ્લાઇડની સુવિધા.તમે હજી વિદ્યાર્થીઓ હો કે ભણી ગણીને કારકિર્દીમાં સેટ થઈ ગયા હો, તમારે પ્રેઝન્ટેશન સાથે અચૂક પનારો...

ખૂબીઓનો ખજાનો :ગૂગલ ક્રોમ

ઇન્ટરનેટ ‘ખોલવા’ માટે આપણે પેલા બ્લુ ઇ પર ક્લિક કરતા અને એનો કોઈ વિકલ્પ હોઈ શકે એવો વિચાર પણ સૂઝતો નહીં, એવો પણ એક જમાનો હતો એવું અત્યારે માન્યામાં પણ આવે? અત્યારે તો ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરવું હોય તો કેટલાં બધાં બ્રાઉઝર ઉપલબ્ધ છે!  આગળ શું વાંચશો? ઝડપ સરળતા સલામતી...

રાત્રિના સમયે ઝળહળતી પૃથ્વીનાં દર્શન

અવકાશમાંથી પૃથ્વી રાત્રે કેવી દેખાય છે એ વૈજ્ઞાનિકો માટે પણ જિજ્ઞાસાનો વિષય રહ્યો છે. હવે નવી ટેક્નોલોજીના પ્રતાપે આપણે પણ ઘેરબેઠાં આ માહિતી મેળવી શકીએ છીએ અને પૃથ્વીને જુદા દૃષ્ટિકોણથી જોઈ શકીએ છીએ. અવકાશમાંથી જોતાં, ગોળ ઘૂમી રહેલી પૃથ્વીના તો ઘણા વીડિયો આપણે જોયા...

ગૂગલ સર્ચનું ભાવિ બદલી નાખશે?

અત્યાર સુધી ગૂગલ સર્ચ એન્જિન આપણે જે સર્ચ કરીએ એ શબ્દો જ પકડી શકતું હતું. હવે નવી ટેક્નોલોજીના પ્રતાપે તે આ શબ્દોના અર્થ અને તેને સંબંધિત બીજી કેટલીય વાતો સમજી શકે છે. ગયા વર્ષે ગૂગલે તેના સર્ચ એન્જિનમાં એક નવી સુવિધા ઉમેરી હતી - ગૂગલ નોલેજ ગ્રાફ. પહેલી નજરે, આ સુવિધા...

એન્ટિવાઇરસ : સસ્તું નહીં… વસ્તુ માંગો!!

લાંબા સમયના અંતરાય બાદ ફરી એક વાર આપની સમક્ષ એક માહિતીસભર લેખ પ્રસ્તુત કરું છું, પરંતુ તે પહેલાં આ સમય દરમિયાન આપના પ્રતિભાવો, ફોન કોલ્સ તથા ઈ-મેઇલ બદલ આપનો ખૂબ અભાર વ્યક્ત કરું છું અને ખાસ તો એ વિદ્યાર્થીમિત્રો જેમને આમાંથી કંઈક શીખવા મળે છે, કંઈક પ્રેરણા મળે છે...

આકાશમાંથી વિશ્વદર્શન કરાવતી અનોખી વેબસાઇટઃ દુનિયાની કોઈ પણ જગ્યા પર જાતે પ્લેન ઊડાડો!

ગૂગલ અર્થ વિશે આપણે સૌ જાણીએ છીએ. પણ તમે એ જાણો છો કે ગૂગલ અર્થની મદદથી, આપણે આખી દુનિયામાં ગમે ત્યાં પ્લેન ઉડાવીને નીચેની દુનિયા જોવાનો આનંદ માણી શકીએ છીએ? એ માટે તમારે મુલાકાત લેવી પડે આ ખાસ વેબસાઇટની. આગળ વાંચો આ સાઇટનો પૂરો લાભ લેવા વિશે સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી....

પાણીમાંથી પાતાળદર્શન

ફિલ્મ ‘યે જિંદગી ના મિલેગી દોબારા’માં રીતિક રોશન જિંદગીમાં પહેલી વાર સ્ક્યુબા ડાઇવિંગ કર્યા પછી દરેક શ્વાસે  જિવાતી જિંદગીનો અનુભવ કરે છે એ દૃશ્ય યાદ છે? એ ફિલ્મમાં તો પાણીના ડર અને પછીની અનુભૂતિની વાત છે, પણ દરિયાના પેટાળમાં સમાયેલું અપાર વૈવિધ્ય માનવને સદીઓથી...

કાગળમાંથી કલાકૃતિ સર્જવાના કસબી

કાગળમાંથી હોડી કે પ્લેન બનાવવા જેટલો સીમિત ઓરિગામી સાથેનો તમારો સંબંધ જરા ગાઢ બનાવવો હોય કે ઓરિગામીના એન્જિનિયરિંગ સુધી પહોંચવું હોય, બંને હેતુ પાર પાડવામાં મદદ કરશે આ બે નિષ્ણાતો... સાવ સાદા કાગળના ટુકડાને જુદી જુદી રીતે વાળીને સુંદર કલાકૃતિઓ સર્જવાની કલા એટલે...

ઇંગ્લિશ શીખવું ઈઝી બનાવતી વેબસાઇટ

એક જ સમાચાર, ત્રણ જુદા જુદા સ્તરની અંગ્રેજી ભાષામાં વાંચવા મળે તો નવા નવા શબ્દો શીખવા સહેલા બને? ન્યુઝઇનલેવલ્સ સાઇટ પર નજર નાખતાં લાગે છે કે આઇડિયા તો સારો છે! થોડા સમય પહેલાં આપેલી ફિલ્મ ‘ઇંગ્લિશ-વિંગ્લિશ’ તમે જોઈ હતી? એમાં અંગ્રેજી બહુ ન જાણતી અને ન્યૂ યોર્ક શહેરમાં...

પાસવર્ડ ભુલાઈ જાય ત્યારે…

વાત સાવ નાની છે, ઘણી ખરી સર્વિસ પર તેનો સહેલો ઉપાય પણ છે. છતાં કેટલીક મહત્ત્વની સર્વિસમાં પાસવર્ડ રિસેટ કરવાની વિધિ અમુક ખાસ પ્રકારની માહિતી માગે છે, જે હાથવગી ન હોય તો મુશ્કેલી સર્જાઈ શકે છે. આમ તો કમ્પ્યુટર અને ઇન્ટરનેટ બંનેની શોધ આપણી જિંદગી આસાન બનાવવા માટે થઈ છે,...

વર્ડમાં ઓટોમેટિક બનાવો અનુક્રમણિકા!

માઇક્રોસોફ્ટ વર્ડમાં તમે વધુ પાનાનું ડોક્યુમેન્ટ બનાવી રહ્યા હો, જેમાં શરુઆતમાં અનુક્રમ આપવાની જરુર હોય તો અહીં આપેલી પદ્ધતિ તમારું કામ અત્યંત સહેલું બનાવી શકે છે. કમ્પ્યુટર સાથે કામ કરતી વખતે બે સંભાવના હોય છે - કાં તો તમે કમ્પ્યુટરના બોસ બની જાઓ, અથવા એ તમારું બોસ...

વિકિપીડિયા ગુજરાતીમાં પણ છે!

વિવિધ ભાષાઓમાં વિશ્વના અદભુત જ્ઞાનકોશનું સ્વરુપ લઈ ચૂકેલા વિકિપીડિયાની ગુજરાતી આવૃત્તિ પણ ધીમે ધીમે વેગ પકડી રહી છે. મર્યાદાઓ અને પડકારો ઘણા બધા છે, પણ ગુજરાતીઓ આગળ આવશે તો જ તેના ઉપાયો થઈ શકશે. આ વિશે વિગતવાર વાત કરે છે કમ્પ્યુટર એન્જિનીયરિંગના વિદ્યાર્થી અને...

વિશ્વ આખાના જ્ઞાનનું વિશાળ સંકલન

વિકિપીડિયા વિશે થોડું ઘણું તો આપણે સૌ જાણીએ છીએ, તેનો વધુ લાભ લેતાં શીખીએ અને તેની સાથે વિકસી રહેલા કેટલાક પ્રોજેક્ટ્સ વિશે પણ જાણીએ! આગળ શું વાંચશો? વિકિપીડિયા વિકિપીડિયાનો આરંભ કઈ રીતે થયો? વિકશનરી વિકિક્વોટ વિકિપીડિયામાં લખું બધું જ સાચું માની શકાય? વિકિબુક્સ...

માઇક્રોસોફ્ટ વર્ડનો નજીકનો પરિચય

આજના સમયમાં તમે સ્ટુડન્ટ હો કે વર્કિંગ એક્ઝ્ક્યિુટિવ, માઇક્રોસોફ્ટ વર્ડમાં માસ્ટરી કેળવીને તમે તમારી કારકિર્દી બીજા કરતાં બે ડગલાં આગળ રાખી શકો છો. આગળ શું વાંચશો? તમે વર્ડના ક્યા વર્ઝનનો ઉપયોગ કરો છો? તમારી વર્ડની ફાઈલ બીજાના કમ્પ્યુટરમાં ખૂલતી નથી? વર્ડમાં...

ભારતીય રેલવેનો નવો મુકામ

ઇન્ટરનેટ પર રેલવે બુકિંગ વધુ ને વધુ લોકપ્રિય બની રહ્યું છે ત્યારે એક કદમ આગળ વધીને ભારતીય રેલવેએ યાત્રીઓ વિવિધ ટ્રેનનું લાઇવ સ્ટેટસ જાણી શકે એવી સુવિધા વિકસાવી છે. આગળ શું વાંચશો? રેલરડાર સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરશો? ટ્રેનનું લાઈવ સ્ટેટસ જુઓ આ રીતે... પ્લેનનો લાઈવ...

કસ કાઢો જીમેઇલનો

આજના સમયમાં ઇ-મેઈલ આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો છે ત્યારે આવો જાણીએ, આપણે તેનો વધુમાં વધુ લાભ કઈ રીતે લઈ શકીએ. શરૂઆત કરીએ જીમેઈલથી. આગળ શું વાંચશો? જીમેઈલની શરુઆત થઈ આ રીતે જીમેઈલ સાથે પ્રારંભિક ઓળખાણ જનરલ સેટિંગ્સ મેઈલ લખો ગુજરાતીમાં કામ આસાન બનાવતા શોર્ટકટ્સ લેબલ્સનો...

સંદેશાવ્યવહારની સદીઓ જૂની સફર

આજે પલકવારમાં દુનિયાના બીજા છેડે બેઠેલી વ્યક્તિ સાથે આપણે લિખિત સંદેશાની આપલે કરી શકીએ છે, પણ આ શક્ય બન્યું છે હજારો વર્ષથી ચાલતી, સતત વિકસતી રહેલી માનવીની મથામણમાંથી. ઇ-મેઇલની શોધને ૪૦ વર્ષ થયાં, એને સંદર્ભ તરીકે રાખીને આપણે સંદેશાવ્યવહારનાં મૂળિયાં તપાસીએ.  ગયા...

ગણિત શીખો મેથગુરુ પાસેથી

ગણિતનું નામ પડતાં નાકનું ટીચકું ચઢે છે? ગણિત શીખવું સરળ બનાવી દેતા આ વીડિયોઝનો ખજાનો ગણિતમાં તમારો રસ નવેસરથી જગાવે તો નવાઈ નહીં! અત્યાર સુધી શાળાઓમાં શિક્ષકો બોલતા રહે, બોર્ડ પર કંઈક લખતા રહે અને સામે બેઠેલા વિદ્યાર્થીઓ સાંભળતા રહે, કદાચ ક્યાંક કોઈ મુદ્દો ઊભો કરવાની...

દોસ્તી કરો તમારા કમ્પ્યુટર સાથે!

તમે કમ્પ્યુટરનો નવો નવો ઉપયોગ શરુ કર્યો હોય કે વર્ષોથી એના પર કામ કરી રહ્યા હો, જો કમ્પ્યુટર તમારા કામનો મુખ્ય ભાગ ન હોય એવું બની શકે છે કે કમ્પ્યુટરની ઘણી ખામીઓ અને ખૂબીઓથી તમે અજાણ હો. આવું થવું સ્વાભાવિક પણ છે કેમ કે તમારું મુખ્ય ધ્યાન તો કમ્પ્યુટર પાસેથી તમારે...

ઈ-મેઇલ ખરેખર કેવી સફર ખેડે છે?

આપણે ઈ-મેઇલ લખ્યો અને મેઇલ મેળવનારે વાંચ્યો - વાત ફક્ત આટલી ટૂંકી છે, પણ આ બે તબક્કા વચ્ચે શું થાય છે? તમે તમારા કમ્પ્યુટરમાંનો આઉલૂક કે મોઝિલા થંડરબર્ડ જેવો કોઈ ઈ-મેઇલ પ્રોગ્રામ ખોલ્યો અથવા સીધા ઇન્ટરનેટ પર જઈને યાહૂ કે જીમેઇલમાં લોગ-ઇન થયા, કમ્પોઝ મેઇલ પર ક્લિક કરી,...

સ્ટોરેજ મીડિયા : કોણ કેટલું ભરોસાપાત્ર?

તમારા પરિવારના ફોટોગ્રાફ કે તમારા બિઝનેસનો અત્યંત મહત્ત્વનો ડેટા તમારે વર્ષોવર્ષ સાચવી રાખવો હોય તો કયા મીડિયા પર ભરોસો મૂકી શકાય તેમ છે? જુદા જુદા મીડિયાની રસપ્રદ સરખામણી કરે છે આ ઇન્ફોગ્રાફિક. આગળ શું વાંચશો? કમ્પ્યુટર મીડિયા ઓડિયો મીડિયા વીડિયો મીડિયા ફોટો મીડિયા...

ફેસબુક હેકિંગ : ટીપ્સ અને ટ્રીક્સ

ઇન્ટરનેટ પર ફેસબુક જેવી કેટલીય સાઇટ્સ આપણા જીવનનો એક ભાગ બની ગઈ છે ત્યારે, આ સાઇટ્સ પરનાં તમારાં એકાઉન્ટ્સ હેકર્સથી સલામત કઈ રીતે રાખવાં એ જાણવું પણ જરુરી છે. આગળ શું વાંચશો? સોશિયલ એન્જિનિયરિંગ Key Loggers (કી-લોગર્સ) ફિશિંગ પ્રિય વાચકમિત્રો, ટાઇટલ વાંચીને મજા આવી ગઈ...

ઇગ્લિંશ લખવામાં લોચા કરો છો?

ઇંગ્લિશમાં કાચા હોવું એમાં શરમાવા જેવું નથી, શરમ તો એ વાતની કે ખામી જાણવા છતાં એને સુધારવા આપણે પ્રયત્ન ન કરીએ. અહીં એક એવા સોફ્ટવેરની વાત છે, જે તમારું ઇંગ્લિશ પાવરફુલ બનાવવામાં મદદ કરી શકે છે, તમે ઇચ્છો તો. એ ક હી ઉલ્લૂ કાફી હૈ બબર્દિે ગૂલિસ્તાં કરને કો, યહાં તો હર...

Pleases don`t copy text!