Home Tags English learning

Tag: english learning

ખરા ભાષાપ્રેમી છો? 🔓

તો તમારે ઇંગ્લિશની અટપટી બાબતોની ઊંડી સમજ આપતો આ બ્લોગ જોવા જેવો છે આ વખતે ફરી એક વાર, પહેલાં કેટલાક પ્રશ્નોનો મારો! પણ ચિંતા ન કરશો, આ વખતે આ દરેક સવાલના જવાબ ક્યાંથી મળશે એ પણ કહીશું. ‘‘I feel bad’’ એમ કહેવું જોઇએ કે પછી ‘‘I feed badly’’? ‘‘who’’ ને બદલે ‘‘whom’’ નો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? વાક્યમાં ‘‘that’’ અને ‘‘which’’ નો ક્યારે ઉપયોગ કરાય અને બંનેમાં ફેર શું? આ બંનેમાંથી શું સાચું – ‘‘taller than I’’ કે પછી ‘‘taller than me’’? ઇંગ્લિશના ઘણા બધા...

ગૂગલ ડોક્સમાં એઆઇ આધારિત ગ્રામર ચેકિંગ સુવિધા ઉમેરાઈ

હવે તમે ગૂગલ ડ્રાઇવમાં ડોક્સમાં, ઇંગ્લિશમાં કોઈ લખાણ લખશો ત્યારે સિસ્ટમ આપોઆપ તેમાં વ્યાકરણને લગતી ભૂલો પકડીને તેને સુધારવાના વિકલ્પો સૂચવશે. ઇંગ્લિશમાં ગૂંચવણો ઘણી છે! સાવ સાચું કહો - ઇંગ્લિશમાં કંઈ પણ લખતી વખતે તમે ક્યારેય કોઈ ભૂલ કરતા નથી એવું તમે પૂરા વિશ્વાસથી કહી શકો ખરા? વાત ફક્ત સ્પેલિંગની હોય તો આ સવાલનો જવાબ બહુ મુશ્કેલ નથી. આપણે ડિક્શનરીની મદદ લઈ શકીએ અને આપણા લખાણનો દરેકે દરેક સ્પેલિંગ સાચો છે કે ખોટો તે તપાસી શકીએ. જો માઇક્રોસોફ્ટ વર્ડ જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોઇએ તો તેમાં પણ...

ડિજિટાઇઝેશન કે ડિજિટલાઇઝેશન?

આ અંકમાં અમેરિકાના ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારે પોતાની પાસેના ૫૦-૭૦ લાખ ફોટોગ્રાફ્સની હાર્ડ કોપીનો ડિજિટલ આર્કાઇવ તૈયાર કરવાનું કામ આરંભ્યું છે એ લેખના સંદર્ભે એક સવાલ -  આ કામગીરીને ફોટોગ્રાફ્સનું ‘ડિજિટાઇઝેશન’ કહેવાય કે ‘ડિજિટલાઇઝેશન’?! મોટા ભાગે આ પ્રકારની કામગીરી માટે છૂટથી આ બંને શબ્દોનો ઉપયોગ થાય છે. શું બંને શબ્દ એક જ સરખો અર્થ દર્શાવે છે કે પછી બંનેમાં કોઈ ફેર છે? વાત માત્ર સાચા શબ્દની છે, ટેક્નોલોજીની નથી, પણ આપણે સૌના ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન’ની ઝડપ જોતાં આ શબ્દોમાં તફાવત હોય તો તે તપાસવો જરૂરી છે. સૌથી...

ફક્ત સર્ચ કરીને ઇંગ્લિશ વોકેબ્યુલરી વધારો

રોજ આપણી વિવિધ જરૂરિયાતો માટે ગૂગલને શરણે જઈએ ત્યારે ક્યારેક થોડો સમય ચોરીને, ગૂગલ પાસેથી ઇંગ્લિશ પણ શીખવા જેવું છે - જાણો એ માટેની કેટલીક રસપ્રદ રીતો! ઇંગ્લિશ ભાષા પર ખરેખરું પ્રભુત્વ કેળવવું હોય તો ગૂગલને ઇંગ્લિશ કોચ બનાવી જુઓ. જો ગૂગલનું સર્ચ એન્જિન આપણને દુનિયાની કોઈ પણ બાબત શીખવામાં મદદ કરી શકતું હોય તો આજના સમયની ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઇંગ્લિશ શીખવવામાં એ શા માટે પાછળ રહે? ઇંગ્લિશનું શબ્દભંડોળ વધારવામાં અને ઇંગ્લિશના વિવિધ શબ્દોની ઊંડી સમજ કેળવવામાં ગૂગલ સર્ચ આપણને વિવિધ રીતે મદદરૂપ થઇ શકે છે. અહીં આવા...

ગ્રામરના 10 નિયમો સમજાવતું ઇન્ફોગ્રાફિક

ઇંગ્લિશ ગ્રામરની વાત આવે ત્યારે ભલભલા લોકો, નાની નાની વાતમાં ભૂલ કરી બેસતા હોય છે. તમે પણ એપોસ્ટ્રોફીમાં ગૂંચવાતા હોય કે Their, There કે They're જેવા શબ્દોમાં ભૂલ કરતા હો, તો ઇંગ્લિશ ગ્રામરના સામાન્ય દસ નિયમો તરફ ધ્યાન દોરતું, યુનિવર્સિટી ઓફ ફિનિક્સનું નીચેનું ઇન્ફોગ્રાફિક તમને ઉપયોગી થશે. (ઇંગ્લિશ ગ્રામરની આપણી સામાન્ય ભૂલો સુધારવામાં મદદરૂપ થતી એક એપ વિશે જાણો આ લેખમાંઃ ગ્રામરની ભૂલો સુધારતી સર્વિસ) From Visually.    

ઇંગ્લિશ ગ્રામરની ગૂંચવણો ઉકેલો

તમે ઇંગ્લિશ ગ્રામર શીખવતી કોઈ વેબસાઇટ પર હો અને અને એ વેબસાઇટ તૈયાર કરનાર વ્યક્તિના કોન્ટેક્ટ પેજ પહોંચતાં, પહેલું જ વાક્ય એવું જોવા મળે કે "આ સાઇટ પર લખાણમાં તમને કોઈ ભૂલ દેખાય તો પ્લીઝ મને તેની પૂરી વિગતો સાથે મેઇલ કરજો... અને સાથે એવું પણ લખ્યું હોય કે "યસ, ભૂલ તો મારી પણ થાય છે તો તમને કેવું લાગે? યાદ રહે, એ વેબસાઇટ ઇંગ્લિશ ગ્રામર શીખવતી જ વેબસાઇટ છે! તમને એ સાઇટ પર વિશ્વાસ રહે? તમારો જવાબ શું છે એ તો ખબર નથી, પણ...

ઇંગ્લિશ શીખો પિન્ટરેસ્ટ પર!

વરસાદના આગમન સાથે પેલા ગોલા હવે ગાયબ થયા છે, પણ ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયામાં જે વરાઇટી જોવા મળે છે એ ચોક્કસ ગોલાની યાદ અપાવે એવી છે! ફેસબુક, ટવીટર, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, પિન્ટરેસ્ટ... દરેકની ફ્લેવર અને ટેસ્ટ અલગ! આ યાદીમાં છેલ્લે લખાયેલ પિન્ટરેસ્ટ એક સમયે લેડીઝ ચોઈસ ગણાતી હતી! એ પણ જેનાં લગ્ન નજીકમાં હોય એવી લેડીઝ. આપણે ત્યાં છે એ જ રીતે, વિદેશોમાં લગ્ન પહેલાં વર-કન્યા પોતપોતાની રીતે ધરખમ ખરીદી કરતાં હોય છે અને આ ક્રેઝને એક અનોખા સોશિયલ મીડિયામાં ફેરવી નાખ્યો પિન્ટરેસ્ટ સર્વિસે. પિન્ટરેસ્ટ ઇમેજ...

અંગ્રેજી શીખવામાં ઉપયોગી ઈ-બુક્સ

અંગ્રેજી ભાષા પર તમારી પકડ કેવીક છે? તમે જે સ્તર પર હો તેનાથી ઊંચે પહોંચવું હોય તો ઇન્ટરનેટ પર તમને મદદરૂપ થાય તેવી સંખ્યાબંધ સાઇટ્સ અને ફ્રી-ઈ-બુક્સ ઉપલબ્ધ છે. અહીં પહેલા ડોઝ તરીકે, ફક્ત ત્રણ ફ્રી ઈ-બુક્સની માહિતી આપી છે. ડાઉનલોડ કરો, વાંચો, વિચારો અને ગમે તો એવી બીજી બુક્સ શોધવા આગળ વધો! આગળ શું વાંચશો? સુધારીએ સામાન્ય ભૂલો બરાબર સમજીએ કેપિટલાઈઝેશન પરફેક્ટ બનીએ પંક્ચ્યુએશનમાં સુધારીએ સામાન્ય ભૂલો અંગ્રેજી સારું આવડતું હોય તો પણ આપણે ઘણી વાર નાની નાની ભૂલો કરી બેસતા હોઈએ છીએ. એટલું જ નહીં,...

શબ્દો અને ઉચ્ચારોનો વિકિપીડિયા

એક અનોખી સાઇટ, જેના પર વિશ્વનો શબ્દમેળો જામ્યો છે! એક સમયના સૂકલકડી છોકરડા જેવા આમીર ખાનનું અસલ પહેલવાની શરીર એ દંગલ ફિલ્મનું ઊડીને આંખે વળગે એવું પાસું, પણ આ ફિલ્સનું કોઈ પાસું તમને ઊડીને કાને વળગ્યું? ફિલ્મનાં પાત્રોની અસલ હરિયાણવી, દેશી ભાષા. શબ્દો લગભગ આપણા જાણીતા જ, પણ એના ઉચ્ચાર જુદા! ફિલ્મનાં આવાં પાસાં પણ તમને સ્પર્શે કે નહીં એનો બધો આધાર, ભાષા અને શબ્દો પ્રત્યે તમને કેટલો પ્રેમ છે એના પર છે. હવે એ કહો કે ‘દિન’ અને ‘દીન’ શબ્દની જોડણી અને અર્થ તો જુદા...

અંગ્રેજી શબ્દભંડોળ વધારવું છે?

અંગ્રેજી ભાષા પર તમારી ઠીક ઠીક પકડ હોય, પણ તમે વિવિધ શબ્દોની ઊંડી સમજ કેળવવા માગતા હો તો આ વેબસાઇટની વારંવાર મુલાકાત લેવા જેવી છે! કોઈ અંગ્રેજી શબ્દનો અર્થ પૂરેપૂરો ન સમજાય તો આપણે સૌ ડિક્શનરીનો આશરો લઈએ છીએ, પણ કઈ ડિક્શનરી? મોટા ભાગે ઇંગ્લિશ-ટુ-ગુજરાતી ડિક્શનરી. કારણ કે ઇંગ્લિશ-ટુ-ઇંગ્લિશ ડિક્શનરી હોય તો તો અર્થનો અર્થ સમજવા માટે આપણે વળી બીજી ડિક્શનરી શોધવી પડે! પરંતુ આવું જેમને ગુજરાતી ભાષા વધુ ફાવે છે એમની સાથે જ બને છે એવું નથી. ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા કે ભણતા લોકો માટે પણ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.