Home Tags CyberSafety

Tag: CyberSafety

સ્માર્ટફોનમાં માલવેરનું ભારતમાં ચિંતાજનક પ્રમાણ

સિમેન્ટેક નામની જાણીતી સાયબર સિક્યોરિટી કંપનીએ વર્ષ ૨૦૧૮ માટેનો ઇન્ટરનેટ સિક્યોરિટી થ્રેટ રિપોર્ટ હમણાં પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટ મુજબ મોબાઇલમાં માલવેરના ઇન્ફેકશનની દૃષ્ટિએ ભારત વિશ્વના ટોચના દેશોમાં સામેલ છે. રેન્સમવેર એટેકના મામલે પણ ભારત વિશ્વમાં બીજા નંબરે છે. આ રિપોર્ટ અનુસાર સ્માર્ટફોન હેકર્સ માટે સૌથી સારા જાસૂસી સાધન સાબિત થઈ રહ્યા છે કારણ કે તેમાં કેમેરા, લોકેશન ટ્રેકિંગ સામેલ છે અને ફોનધારકને સહેલાઈથી સાંભળી પણ શકાય છે. રિપોર્ટ અનુસાર એન્ડ્રોઇડની ૪૫ ટકાથી વધુ લોકપ્રિય એપ્સ ડિવાઇસ લોકેશન, કેમેરા અને ઇમેઇલ એડ્રેસની એક્સેસ માગે છે,...

સસ્તા એન્ડ્રોઇડ ફોનમાં પણ એન્ક્રિપ્શન સુવિધા મળવા લાગશે

એન્ડ્રોઇડ ફોનમાં એન્ક્રિપ્શનની એવી વ્યવસ્થા હોય છે કે ફોનમાંનો ડેટા એક વાર એન્ક્રિપ થયા પછી જો કોઈ બીનઅધિકૃત વ્યક્તિ તેને એક્સેસ કરવાનો પ્રયાસ કરે તો તે ડેટા વાંચી શકે નહીં. ફોનનો માલિક જ્યારે જ્યારે પોતાનો પાસવર્ડ આપીને ફોન ઓન કરે ત્યારે તેમાંનો ડેટા ડીક્રિપ્ટ થાય છે અને ફોન માલિક ડેટા વાંચી શકે છે.આ વ્યવસ્થાનો લાભ લેવા માટે એન્ડ્રોઇડ ફોનમાં વધુ પ્રોસેસિંગ પાવર જરૂરી હોવાથી પ્રમાણમાં સસ્તા એન્ડ્રોઇડ ફોનમાં અત્યાર સુધી મોટા ભાગે તે ઉપલબ્ધ નહોતી. એન્ડ્રોઇડ બહુ ઓછીથી બહુ વધુ એવી વિશાળ કિંમત રેન્જમાં...

તમે ડિજિટલ વીમો ઉતરાવ્યો છે?

આપણી ગેરહાજરીમાં સ્વજનોની મુશ્કેલી ઓછી કરવા કેટલાંક પગલાં અત્યારથી જ લેવા જેવાં છે. આજ (ફેબ્રુઆરી 07, 2019)નાં અખબારોમાં સમાચાર છે કે કેનેડાની એક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કંપનીના એકમાત્ર ડિરેક્ટરનું અચાનક અવસાન થયું, કંપનીના સૌથી અગત્યના પાસવર્ડની માત્ર તેમને ખબર હતી, પરિણામે અનેક લોકોના કરોડો ડોલર ફસાઈ ગયા છે. આ સમાચાર સાથે, આપણને કંઈ લેવાદેવા નથી એવું તમને લાગતું હોય, તો ફરી વિચારો! ક્યારેક તમારી સાથે એવું બન્યું હશે કે તમે ફેસબુકમાં લોગ-ઇન થવાનો પ્રયાસ કરો અને વારંવાર પાસવર્ડ ખોટો હોવાનો મેસેજ મળે. એવું જ ગૂગલમાં બની શકે. ગૂગલમાં એક જ એકાઉન્ટના...

નવી નજરે જુઓ ફેસબુકમાંનો પોતાનો ડેટા

ફેસબુકમાંથી ડેટાની ચોરી આખી દુનિયામાં ચર્ચાનો વિષય કેમ બને છે એ જાણવા માટે, ફેસબુક આપણી પ્રવૃત્તિઓ વિશે અને આપણા પોતાના વિશે કેટલું જાણે છે એ આપણે પોતે જાણવું જરૂરી છે! પંદર વર્ષ પહેલાં, જ્યારે દુનિયાએ ફેસબુકનું નામ પણ નહોતું સાંભળ્યું ત્યારે અમેરિકામાં ફેસમેશ.કોમ નામની એક વેબસાઇટ વિવાદાસ્પદ બની હતી. વર્ષ હતું ૨૦૦૩. અને માર્ક ઝકરબર્કનો ફેસબુક પહેલાંનો પ્રોજેક્ટ હતો. એ સાઇટ કોલેજ સ્ટુડન્ટ્સે તેમની ક્લાસમેટ્સ કેટલી ‘હોટ’ લાગે છે તેનું રેટિંગ કરવા કહેતી હતી. એ માટે યુનિવર્સિટી ઓનલાઇન ડિરેક્ટરીમાંથી વિદ્યાર્થિનીઓના ફોટોગ્રાફ્સ ચોરીને સાઇટ પર મૂકવામાં...

સિમ કાર્ડ સ્વેપ ફ્રોડઃ આપણા ઓટીપી ચોરવાની રમત

મોબાઇલ ફોન આપણી ઓળખ સાબિત કરવા માટે બન્યા નથી, પણ ટેક્નોલોજી જગતે એવી કોશિશ કરતાં, હવે નવા પ્રકારની છેતરપીંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. કલ્પના કરો કે તમે એક સરસ મજાનો નવો નક્કોર સ્માર્ટફોન ખરીદ્યો. હવે લગભગ તમામ નવા સ્માર્ટફોનમાં નેનો અથવા માઇક્રો સિમ કાર્ડ જરૂરી હોય છે અને તમારો આગલો ફોન જૂનો હોવાથી તેમાં રેગ્યુલર સિમ કાર્ડ હતું, જે નવા ફોનમાં ફીટ થઈ શકે તેમ નથી. હવે તમારી પાસે બે રસ્તા છે, કાં તો તમે નજીકની મોબાઇલ શોપ પર જઇને સિમ કાર્ડ નવી સાઇઝ મુજબ કટ...

વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામ-મેસેન્જર એપ્સ એકમેકમાં ભળી જશે!

જાન્યુઆરી 25, 2019ના રોજ અમેરિકન ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ તેમની માલિકીની અને ઇન્ટરનેટ પરની અત્યારની સૌથી લોકપ્રિય ત્રણ મેસેન્જિંગ એપ્સ - વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર - ત્રણેયને એકમેકમાં ભેળવી દેવાનું આયોજન કરી રહ્યા છે. ફેસબુકે ઇન્સ્ટાગ્રામ સર્વિસ 2012માં અને વોટ્સએપ સર્વિસ 2014માં ખરીદી લીધી હતી. આ બંને સર્વિસના સ્થાપકો શરૂઆતમાં ફેસબુકમાં જોડાચા હતા, પરંતુ પછી યૂઝરના ડેટાની સલામતી અને જાહેરાતોની નીતિના મુદ્દે વિવિધ મતભેદો થતાં, એ સૌએ ફેસબુક કંપની છોડી દીધી છે. વોટ્સએપના સ્થાપકે તો ગયા...

ફેસબુક પરનો તમારો તમામ ડેટા કેવી રીતે ડાઉનલોડ કરશો?

ફેસબુકની તમારી તમામ પ્રવૃત્તિ અને ડેટા, આમ તો તમે ફેસબુક પર જોઈ શકો છો, પણ તેને એક ફોલ્ડર સ્વરૂપે ડાઉલોડ કરીને તપાસશો તો તેમાંથી ઘણી નવી વાતો જાણી શકશો. આગળ શું વાંચશો? ફેસબુક પરનો ડેટા તપાસવો કેમ જરૂરી છે? લેપટોપ કે ડેસ્કટોપમાં ડેટા કેવી રીતે ડાઉનલોડ કરશો? ફેસબુક પરનો ડેટા કયા ફોર્મેટમાં ડાઉનલોડ કરશો? ડેટા કેવી રીતે ડાઉનલોડ થશે? સ્માર્ટફોનમાં ડેટા કેવી રીતે ડાઉનલોડ કરશો? ડાઉનલોડ થયેલો ડેટા કેવી રીતે જોશો? ડેટા આપણો જ, છતાં જાણવા મળશે અનેક રહસ્યો છેલ્લા થોડા સમયથી, ઇન્ટરનેટ પર પ્રાઇવસીનો મુદ્દો...

વોટ્સએપનાં મહત્ત્વનાં સેટિંગ્સ

જેના હાથમાં સ્માર્ટફોન હોય અને છતાં વોટ્સએપનો ઉપયોગ ન કરતી હોય એવી વ્યક્તિ હવે શોધવી મુશ્કેલ છે! દાદા-દાદી અને નાના-નાની સુદ્ધાં હવે વોટ્સએપ પર એક્ટિવ થવા લાગ્યાં છે. આ એપનો દિવસ-રાત ઉપયોગ થતો હોવા છતાં, તેનાં કેટલાંક મહત્ત્વનાં સેટિંગ્સ  તરફ તમારી નજર ન ગઈ હોય અથવા કોઈએ ધ્યાન દોર્યું હોય છતાં તમે ભૂલી ગયા હો એવું બની શકે. ફેસબુક કંપનીએ વોટ્સએપ ખરીદ્યા પછી તેના ઉપયોગની શરતોમાં અવારનવાર ફેરફાર કર્યા છે, જેના પર આપણો અંકુશ નથી, પણ વોટ્સએપનાં કેટલાંક સેટિંગ્સ બરાબર સમજી લઈએ તો આપણી પ્રાઇવસી...

ફેસબુકનો ડેટા ફરી હેક થયો!

શું થયું અને કેવી રીતે થયું? તમે જાણતા હશો કે ફેસબુકમાં તમે લોગઇન હો ત્યારે તમારા પેજને જ્યારે બીજા કોઈ મુલાકાતીઓ જોઈ રહ્યા હોય ત્યારે તેમને એ પેજ કેવું દેખાશે તે તમે પોતે જોઈ શકો છો. આ માટે ફેસબુક "વ્યૂ એઝ નામની સગવડ આપે છે. આ ફીચર પાછળની ટેકનોલોજી સાદા શબ્દોમાં સમજવાનો પ્રયાસ કરીએ તો, આપણે ફેસબુકમાં લોગઇન હોઇએ ત્યારે આપણું પેજ અન્ય કોઈ વ્યક્તિને કેવું દેખાશે એ આપણને બતાડવા માટે ફેસબુક આપણા એકાઉન્ટનું એક ખાસ પ્રકારનું એક્સેસ ટોકન તૈયાર કરે છે. આ ટોકનની મદદથી આપણે...

ઇન્સ્ટાગ્રામમાં ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશનની નવી સગવડ

ગૂગલ, ફેસબુક વગેરે સર્વિસમાં આપણા એકાઉન્ટને વધુ સલામત બનાવતી ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશનની સગવડનો તમે જાણો છો તેમ વિવિધ રીતે લાભ લઈ શકાય છે. એક પદ્ધતિ એવી છે જેમાં, જે તે સર્વિસને આપણો મોબાઇલ નંબર આપીને, આપણે જ્યારે પણ એ સર્વિસમાં લોગઇન થવું હોય ત્યારે આપણો પાસવર્ડ આપ્યા પછી આપણા મોબાઇલમાં એસએમએસ કે વોઇસ કોલ દ્વારા ઓથેન્ટિકેશન કોડ મેળવવામાં આવે છે. આપણે આ કોડ જે તે સર્વિસમાં લોગઇન માટે આપવો પડે છે. બીજી પદ્ધતિ એવી છે જેમાં, જે તે સર્વિસને આપણો મોબાઇલ નંબર આપીને, જ્યારે આપણે એ સર્વિસમાં...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.