Home Tags Smart life

Tag: smart life

મેસેજિંગમાં નવો યુગ? 🔓

જૂનાપુરાણા એસએમએસ સ્માર્ટ બનવા લાગ્યા છે અત્યારે ભારતમાં વોટ્સએપનો સૂરજ બરાબર મધ્યાહ્ને તપી રહ્યો છે અને તે અસ્ત થવા તરફ ગતિ કરી રહ્યો હોય એવા કોઈ જ અણસાર અત્યારે તો દેખાઈ રહ્યા નથી. પરંતુ જ્યારે વોટ્સએપનો આ સૂરજ હજી ઊગ્યો જ નહોતો ત્યારે આપણા સૌની આંગળીઓ પર એસએમએસનું રાજ હતું! મિત્રો-પરિચિતો સાથે જીવંત સંપર્કમાં રહેવાનું એ જ એક સૌથી સહેલું અને સસ્તું સાધન હતું. ત્યારે વાત માત્ર ટેક્સ્ટથી થતી હતી એટલે આપણે એસએમએસ...

કેલેન્ડરના ટકોરે કામકાજ!

પહેલાંના જમાનામાં, નવરાત્રિ નજીક આવે અને દિવાળીના દિવસોનો ઉમંગ મન પર છવાવા લાગે ત્યારથી, કાયમી કરિયાણાવાળાને ત્યાં કરિયાણું લેવા જઈએ ત્યારે આપણા મનમાં છાને ખૂણે એક આશા રહેતી - કરિયાણાવાળો નવા વર્ષનું કેલેન્ડર આપશે! કરિયાણાવાળો એ આશા પૂરી કરે તો વળી બીજા ઓળખીતા-પાળખીતા દુકાનદારો-વેપારીઓ પાસે એવી જ આશા રહે. એક કેલેન્ડરથી આપણું મન ભરાય નહીં, કારણ કે મોટા અક્ષરે તારીખવાળાં, સુંદર સુવાક્યોવાળાં, અંગ્રેજી ઉપરાંત તીથિ ને વાર-તહેવાર દશર્વિતાં કેલેન્ડરમાં આપણું મન લોભાયા કરે. એમાં જો કેલેન્ડરની બાજુમાં ઊભા પટ્ટામાં ધોબીને આપેલાં કપડાંનું લિસ્ટ, દૂધનો હિસાબ...

પ્રોજેક્ટનાં વિવિધ પાસાં નજર સામે રાખતી એક સ્માર્ટ સર્વિસ પ્રોજેક્ટનું બહેતર મેનેજમેન્ટ

વાત કોલેજના કોઈ ટીમ પ્રોજેક્ટની હોય કે બિઝનેસના કોઈ પ્રોજેક્ટની હોય, તેની સફળતાનો ઘણો આધાર, ટીમ વચ્ચે કેટલું સારું કોઓર્ડિનેશન છે તેના પર હોય છે. તમે એકલપંડે કોઈ પ્રોજેક્ટ મેનેજ કરી રહ્યા હો તો પણ, તેનાં વિવિધ પાસાંમાં કેટલી પ્રગતિ થઈ એ તમારી નજર સામે હોય તો પ્રોજેક્ટ સફળ થવાના ચાન્સ ચોક્કસ વધી જાય. આગળ શું વાંચશો? કાનબાન પદ્ધતિ શું છે? ઝેનકિટનો ઉપયોગ વિગતવાર સમજીએ ઝેનકિટનો પ્રાથમિક પરિચય ઝેનકિટ શા માટે ઉપયોગી છે? સ્ક્રીનશોટ્સ સાથે આપણે ઝેનકિટનાં વિવિધ પાસાં સમજીએ આ ‘નજર સામે’ શબ્દ બહુ અગત્યનો...

શોપિંગ સાઇટ્સમાં માસિક હપ્તે ખરીદી

દિવાળી નજીક આવતી જાય છે અને તમે પરિવાર માટે કોઈ મોટી ખરીદી કરવાનું વિચારી રહ્યા છો? મોટા ભાગના મધ્યમ વર્ગના પરિવારો માટે આ દિવસો ખુશાલી અને ચિંતા બંનેનું કારણ બનતા હોય છે કારણ કે ખરીદીના વિચારો તો આવે, પણ સામે ખિસ્સું એટલું જોર કરતું હોય નહીં! જોકે હવે ઓનલાઇન શોપિંગ અને ઓનલાઇન પેમેન્ટ વધુ ને વધુ સરળ બનતા જાય છે તેમ તેમ આપણે માટે ખરીદી - બધી રીતે - ‘સહેલી’ બનવા લાગી છે. એમાંય એમેઝોન અને ફ્લિપકાર્ટ વચ્ચે ઓનલાઇન શોપિંગમાં પોતાની સર્વોપરિતા જાળવી રાખવાની એવી...

વોટ્સએપમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરશો?

લાંબા સમયથી જેની ખાસ્સી ચર્ચા ચાલી રહી છે એ પેમેન્ટની સુવિધા વોટ્સએપમાં આવી ગઈ છે. અલબત્ત સાવ કિનારે આવ્યા પછી આ સર્વિસ હવે થોડી વિલંબમાં મૂકાઈ ગઈ છે. આપણે લાંબા સમયથી ‘સાયબરસફર’માં વાત કરી રહ્યા છીએ કે વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આવી રહી છે. વોટ્સએપ કંપનીએ ૨૦૧૮ની શરૂઆતથી મર્યાદિત યૂઝર્સ માટે આ સુવિધાનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું. પરંતુ કેટલીક કાયદાકીય ગૂંચવણોને કારણે આ સર્વિસ તમામ યૂઝર્સ માટે શરૂ કરવામાં મો઼ડું થઈ રહ્યું હતું. દરમિયાન, ગૂગલની ‘તેઝ’ સર્વિસ (વધુ માહિતી માટે જુઓ ઓક્ટોબર ૨૦૧૭ અંક)...

વોટ્સએપમાં યુપીઆઇ સંબંધિત સવાલ-જવાબ

આગળ શું વાંચશો? યુપીઆઇ આધારિત પેમેન્ટ કેવી રીતે કામ કરે છે? યુપીઆઈ અને મોબાઇલ વોલેટ જુદાં છે? પહેલેથી ભીમ એપમાં યુપીઆઇ આઇડી બનાવ્યું હોય તો તેનો ઉપયોગ વોટ્સએપમાં થઈ શકે? ભીમ, તેઝ, પેટીએમ... અને હવે વોટ્સએપ... આ બધામાં યુપીઆઇનો ઉપયોગ કરવો જરૂરી છે? ભીમ, તેઝ, પેટીએમ, વોટ્સએપ વગેરેમાં યુપીઆઇના શા ફાયદા-ગેરફાયદા છે? યુપીઆઇનો ઉપયોગ સલામત છે? વોટ્સએપમાં યુપીઆઇનો ઉપયોગ સલામત છે? યુપીઆઇ આધારિત પેમેન્ટ કેવી રીતે કામ કરે છે? યુપીઆઇ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વિક્સાવેલી વ્વયસ્થા છે. તેની મદદથી, બે બેન્ક ખાતાં વચ્ચે ઓનલાઇન અને...

પેટીએમ ફાસ્ટેગ શું છે?

સવાલ મોકલનાર : મહેશ ડી. વાઘેલા, સુરત પેટીએમ ફાસ્ટેગ શું છે તે સમજતાં પહેલાં આ ‘ફાસ્ટેગ’ પોતે શું છે એ સમજવું જરૂરી છે! ભારતમાં કોઈ પણ નેશનલ હાઇવે પર મુસાફરી કરતી વખતે ટોલટેક્સ બૂથ પર, જે તે રોડના ઉપયોગ બદલ ટેક્સ ચૂકવવાની હવે કોઈ નવાઈ રહી નથી. આવા ટોલ બૂથ પર હજી હમણાં સુધી રોકડમાં જ આપલે થતી હતી, પરંતુ નોટબંધી પછી અહીં વિવિધ બેન્કિંગ કાર્ડ કે મોબાઇલ વોલેટથી ચૂકવણી સરળ બની છે. ટોલ બૂથ પર રકમની લેતી દેતી હજી વધુ સહેલી બનાવવા માટે ‘ફાસ્ટેગ’ સુવિધા...

વોલેટ્સને કેવાયસીનું ગ્રાહણ

આગળ શું વાંચશો? મોબાઇલ વોલેટ્સમાં છેતરપીંડીની નવી રીત ઇન્ટરનેટ વિના સ્માર્ટ પેમેન્ટ! ભારતમાં આર્થિક લેવડદેવડના ક્ષેત્રે હમણાં ખાસ્સી એવી ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ રોકડ નાણાંની તીવ્રી તંગી સર્જાતાં બેન્કનાં એટીએમ ખાલીખમ રહેવા લાગ્યાં અને લોકોને નોટબંધી પછીના દિવસો યાદ આવી ગયા (આવું બનવા પાછળ કણર્ટિકની ચૂંટણીએ ભાગ ભજવ્યો હોય તો પણ નવાઈ નહીં!). જ્યારે બીજી તરફ કેશલેસ ટ્રાન્ઝેકશન્સને શરૂઆતમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યા પછી હવે તેનાં પણ વળતાં પાણી થવા લાગ્યાં છે. કારણ એ છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મોબાઇલ વોલેટ સહિત તમામ...

પેમેન્ટ કંપનીએ ડેટા ભારતમાં જ સ્ટોર કરવો પડશે

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભારતમાં એક્ટિવ તમામ ડિજિટલ પેમેન્ટ કંપની માટે તેમના યૂઝર્સનો ડેટા ભારતમાં જ સ્ટોર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ અનુસાર ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં તમામ ડિજિટલ કંપનીએ ભારતની અંદર ડેટા સ્ટોરેજ ફેસિલિટી ઊભી કરવી પડશે. આ નવા નિયમ અનુસાર માત્ર વિદેશો સાથે થતી લેવડદેવડનો ડેટા ભારતની બહાર સ્ટોર કરી શકાશે. અત્યારે ભારતમાં ગૂગલ તેઝ, એમેઝોન પે તથા ફેસબુકની વોટ્સએપ સર્વિસ પર યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આપવામાં આવી રહી છે. આ ત્રણેય કંપનીને આ આદેશની અસર થશે. બીજી તરફ પેટીએમ અને ફ્લિપકાર્ટની ફોનપે જેવી...

સેલ્ફી લેતી વખતે સ્માર્ટફોનના સ્ક્રીન પર મિરર ઇમેજ કેમ દેખાય છે?

સવાલ મોકલનાર : વૈશાલી કામદાર, રાજકોટ તમારું આ મુદ્દા તરફ ધ્યાન ગયું એ માટે અભિનંદન! સાદો જવાબ એ કે એ સમયે સ્માર્ટફોનનો સ્ક્રીન બરાબર અરીસા તરીકે જ કામ કરે છે, ફક્ત જ્યારે સેલ્ફી લેવાઈ જાય ત્યારે જે ઇમેજ જોવા મળે છે એ મિરર ઇમેજ રહેતી નથી! ગૂંચવાડો થયો? બાજુના સ્ક્રીનશોટમાં પહેલી તસવીર, ‘સાયબરસફર’ મેગેઝિનની સેલ્ફી લેતી વખતે સ્ક્રીન પર જે દેખાય છે તેની છે અને બીજી તસવીર સેલ્ફી ‘પોતાની’ છે. જાતે પણ ટ્રાય કરી જુઓ. ખાસ તો તમારી પાછળ કોઈ નામ લખેલું બોર્ડ કે પુસ્તક રાખીને સેલ્ફી...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.