• ક્વિક ગાઇડ્સ

  • ફ્રી આર્ટિકલ

  • ક્વિક નોટ્સ

ચિંતા ન કરશો...

આપણા સ્માર્ટફોનમાંની કોઈ એપ જોખમી હોવાનું જણાય, તો હવે એ એપને આપણે આપેલી બધી મંજૂરીઓ આપોઆપ રદ થઈ જઈ જશે.

એઆઇમાં ઉથલ-પાથલ...

‘ડીપસીક’ને પગલે અમેરિકા-ચીન વચ્ચે એઆઇ-વોર શરૂ થઈ છે, તેમ હવે ચીનમાં પણ જુદાં જુદાં સ્ટાર્ટઅપ્સ વચ્ચે તીવ્ર સ્પર્ધા શરૂ થઈ ગઈ છે!

ગૂગલ મેપ્સમાં મોટો ફેરફાર

આપણી તમામ મૂવમેન્ટની ગૂગલ મેપ્સમાં ટાઇમલાઇન જાળવવામાં આવે છે. ટૂંક સમયમાં આ ટાઇમલાઇન માત્ર આપણા સ્માર્ટફોનમાં જ જળવાશે. આગામી અંકોમાં આ વિશે વિગતવાર વાત કરીશું.

એક્સેલમાં પિવોટ ટેબલનો ઉપયોગ કરો છો?

માર્ચ એન્ડિંગ નજીક છે, ત્યારે તમારા બજેટ કે બેલેન્સશીટ કે બિઝનેસના સેલ્સ ડેટાને વધુ સારી રીતે સમજવા માટે એક્સેલનુ પિવોટ ટેબલ ફીચર બરાબર સમજી લેવા જેવું છે.

કમ બેક કરે છે મોબાઇલ વોલેટ

ભારતમાં યુપીઆઈની આંધીમાં મોબાઇલ વોલેટ ભુલાવાં લાગ્યાં હતાં. પરંતુ હવે આંકડા બતાવે છે કે તેના ઉપયોગમાં ફરી ઉછાળો આવી રહ્યો છે.

આઇફોન તથા આઇપેડમાં અપડેટ

તમારા એપલ ડિવાઇસ માટે આઇઓએસનું નવું ૧૮.૩ વર્ઝન રોલઆઉટ થવા લાગ્યું છે. તેમાં વધુ સ્માર્ટ એપલ ઇન્ટેલિજન્સ તથા સ્ટારલિંક કનેક્ટિવિટીનો લાભ મળશે.

હવે ‘એક્સ’માં પણ પેમેન્ટ સર્વિસ

અગાઉના ટ્વીટર અને હવેના એક્સ પ્લેટફોર્મમાં વિસા કાર્ડ નેટવર્કના સાથમાં પેમેન્ટ સર્વિસ ઉમેરાઈ રહી છે. શરૂઆતમાં આ સર્વિસ માત્ર યુએસના યૂઝર્સને મળશે.

માઇક્રોસોફ્ટ ટિકટોક ખરીદશે?

ભારત પછી અમેરિકામાં ટિકટોક પર કામચલાઉ પ્રતિબંધ મુકાયો છે. કોઈ અમેરિકન કંપની ટિકટોક-યુએસને ખરીદી લેશે તો આ પ્રતિબંધ હટી જશે. ટિકટોકને ખરીદવાની સ્પર્ધામાં માઇક્રોસોફ્ટ આગળ છે.

હવે ઇ-રૂપી વોલેટ આવ્યાં!

ભારતની ક્રેડ (CRED) તથા મોબીક્વિક જેવી કંપનીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી-ઇરુપી) માટે ભારતનાં પહેલાં ઇરુપી વોલેટ લોન્ચ કર્યાં છે.

નેટફ્લિક્સ યૂઝર્સ માટે ખુશખબર!

નેટફ્લિક્સ પર હવે કોઈ વેબસિરીઝની આખેઆખી સિઝન એક ક્લિકથી ડાઉનલોડ કરી શકાશે. અલબત્ત અત્યારે આ લાભ ફક્ત આઇફોન અને આઇપેડના યૂઝર્સને મળશે.

  • સ્વાગત લેખ

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop