fbpx

| Smart Guide

ફોટો-વીડિયોનો ગૂગલ ફોટોઝમાં ઓટોમેટિક બેકઅપ – પીસીમાં પણ

તમે દિવાળીની રજાઓમાં ટુર પર ગયા હો, ફોનના કેમેરાથી ઢગલા મોઢે ફોટોઝ લીધા હોય અને ઘરે આવ્યા પછી ખબર પડે કે ફોનમાં કંઈક ગરબડ થઈ, ગેલેરીમાં ટુરના કોઈ ફોટા સેવ થયા જ નથી કે ડિલીટ થઈ ગયા છે, તો? જો તમે ગૂગલ ફોટોઝ કે તેના જેવી ક્લાઉડ બેકઅપ સર્વિસનો લાભ ન લેતા હો કે ટુર પર...

ગૂગલ મેપ્સમાં બિઝી એરિયા પણ જોઈ શકાય છે

અયોધ્યામાં રામમંદિરના નિર્માણ પછી નવનિર્મિત મંદિરમાં રામલલ્લાના દર્શન માટે ભક્તો અભૂતપૂર્વ ધસારો કરી રહ્યા છે એ તો આપણે જાણીએ છીએ. મતલબ કે જો તમે ભીડમાં જવાનું ટાળવા માગતા હો તો તરતના દિવસોમાં અયોધ્યા જવાનું વિચારો નહીં. પરંતુ આપણે પોતાના જ શહેરમાં અથવા તો કોઈ...

કોઈ લોકેશનની ડિરેક્શન શેર કરો ડેસ્કટોપમાંથી સ્માર્ટફોનમાં

માની લો કે તમે તમારી ઓફિસમાં બેસીને કમ્પ્યૂટર પર કામ કરી રહ્યા છો એ સમયે તમને કોઈ મીટિંગમાં જવા માટેનું કે લગ્ન પ્રસંગે જવાનું ઇન્વિટેશન મળ્યું. એ મીટિંગ કે લગ્ન પ્રસંગનું સ્થળ તમારે માટે અજાણ્યું છે. આથી તમે પીસીના મોટા સ્ક્રીન પર ગૂગલ મેપ્સ ઓપન કરીને તેમાં એ સ્થળ...

હવે ગૂગલ મેપ્સ એપ્સમાં મળશે વધુ કંટ્રોલ

તમે ગૂગલ મેપ્સનો તો ઉપયોગ કરતા હશો પરંતુ ક્યારેય તેના સેટિંગ્સમાં ‘યોર ટાઇમલાઇન’ ફીચર તપાસ્યું છે? જો તપાસ્યું હશે તો તમને હળવો આંચકો લાગ્યો હશે. ગૂગલ મેપ્સ આપણે જે કોઈ રૂટ પર મુસાફરી કરી હોય તેનો ઝીણવટભર્યો રેકોર્ડ જાળવે છે. આપણે ગૂગલ મેપ્સમાં લોકેશન હિસ્ટ્રી ઓન...

વોટ્સએપના વેબવર્ઝનને પણ લોક કરો

વોટ્સએપનો ફક્ત અંગત ઉપયોગ હોય તો આપણું કામ મોટા ભાગે સ્માર્ટફોનમાંની વોટ્સએપ એપથી ચાલી જાય પરંતુ હવે બિઝનેસ કમ્યુનિકેશન માટે પણ વોટ્સએપનો ભરપૂર ઉપયોગ થાય છે. એ માટે મોટા ભાગના લોકો પોતાના લેપટેપ કે ડેસ્કટોપ પર વોટ્સએપનો ઉપયોગ કરે છે. પીસીમાં વોટ્સએપનો ઉપયોગ કરવાનો...

ગૂગલ ફોટોઝમાં એક સરખા ફોટોગ્રાફ્સ દેખાશે ‘સ્ટેક’ સ્વરૂપે

આપણા સ્માર્ટફોનના ‘બર્સ્ટ મોડ’માં ફોટોગ્રાફ લેવાની સગવડ હોય છે એ તમે કદાચ જાણતા હશો. કેમેરાના સેટિંગ્સમાં આ મોડ ઇનેબલ કર્યા પછી આપણે જ્યારે પણ કોઈ ફોટોગ્રાફ લઇએ ત્યારે જે તે સ્થિતિના એકથી વધુ ફોટોગ્રાફ ફટાફટ લેવા હોય ત્યારે આ મોડ કામ લાગે છે. આપણે ફોટોગ્રાફ ક્લિક કરવા...

તમારો સ્માર્ટફોન ખુલ્લો જ કોઈના હાથમાં મૂકો છો?

આપણે ફેમિલી સાથે ટુર પર ગયા હોઇએ ત્યારે ફેમિલીની સેલ્ફી લઇને થાકીએ એટલે વિચાર આવે કે બીજી કોઈ વ્યક્તિને ફોન આપીને તેમને આપણો પ્રોપર ફેમિલી ફોટોગ્રાફ લેવાની વિનંતી કરીએ. આવે સમયે આપણને ફોટો લેવાનો એટલો ઉત્સાહ હોય કે આપણને પોતાનો ફોન બિલકુલ અજાણી વ્યક્તિના હાથમાં સોંપી...

મેપ્સમાં અનોખી સુવિધા ઉમેરાઈ

આજના સમયમાં આપણે કોઈ પણ અજાણી જગ્યાએ જવાનું હોય ત્યારે તેનું લોકેશન શોધવામાં તથા આપણા લોકેશનથી તે જગ્યા સુધી પહોંચવા માટેનો રસ્તો શોધવાનું કામ ડિજિટલ મેપ્સથી બહુ સહેલું થઈ જાય છે. આ માટે ગૂગલ મેપ્સ એપ વર્ષોથી આપણી ફેવરિટ એપ રહી છે. આ એપમાં હવે એક બહુ નાની લાગતી પરંતુ...

વિવિધ કંપનીની ડિજિટલ ન્યૂઝ સર્વિસ વિશે જાણીએ

લાંબા સમયથી ગૂગલ, ફેસબુક જેવાં પ્લેટફોર્મ પર ન્યૂઝ દર્શાવવાના મુદ્દે વિવિધ દેશોની સરકારો, પરંપરાગત અખબારી માધ્યમો તથા ગૂગલ અને ફેસબુક વચ્ચે કશ્મકશ ચાલી રહી છે. મુખ્ય મુદ્દો એટલો છે કે ગૂગલ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પરંપરાગત અખબારી માધ્યમોનું કન્ટેન્ટ પોતાના...

કેલ્ક્યુલેટરમાં લખવા મુશ્કેલ એવા દાખલાના ઉકેલ ગૂગલને પૂછો

અગાઉ ‘સાયબરસફર’માં આપણે ‘ફોટોમેથ’ અને ‘માઇક્રોસોફ્ટ મેથ સોલ્વર’ નામની એપ્સ વિશે જાણી ગયા છીએ. આ એપ્સની મદદથી કેલ્ક્યુલેટરની મદદથી જેના જવાબ મુશ્કેલ હોય તેવા દાખલા ઉકેલી શકાય અને ખાસ તો ઉકેલનાં સ્ટેપ્સ બરાબર સમજી શકાય. આ જ પ્રકારનું કામ ગૂગલ લેન્સની મદદથી પણ થઈ શકે...

ડિજિલોકરમાં નોમિની ઉમેરી શકાય, આ રીતે…

અત્યાર સુધીમાં તમે પણ કદાચ તમારા સ્માર્ટફોનમાં ડિજિલોકર એપ ઇન્સ્ટોલ કરી દીધી હશે. આપણાં મહત્ત્વનાં ડોક્યુમેન્ટ્સ ડિજિટલ સ્વરૂપમાં સાચવવા માટે આ એક સારી સુવિધા છે. પોતાનું આધાર કાર્ડ, પાનકાર્ડ, સ્કૂલ કોલેજના સર્ટિફિકેટ, કોવિડ વેક્સિનનાં સર્ટિફિકેટ્સ અન્ય સરકારી...

એન્ડ્રોઇડમાં એપ અપડેટ કરવાના સૂચન તરફ જરૂર ધ્યાન આપશો

આપણા સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરેલી કોઈ એપ વારંવાર ક્રેશ થતી હોય તો આપણે તેના વિશે ખાસ કંઈ કરી શકતા નથી. જોકે હવે ગૂગલે એક નવું ફીચર લોન્ચ કર્યું છે જે કદાચ આપણને ઉપયોગી થઈ શકે છે. આ ફીચર મુજબ આપણે જેને ઓપન કરવાનો પ્રયાસ કરતા હોઇએ એવી કોઈ એપ વારંવાર ક્રેશ થતી હોય અને...

પીસી/લેપટોપ ધીમું થતું જાય છે? સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ તપાસી જુઓ

આપણા સૌની ફરિયાદ હોય છે કે સમય સાથે આપણા કમ્પ્યૂટર (કે સ્માર્ટફોન)ની સ્પીડ ઘટતી જાય છે. આવું થવાનાં ઘણાં બધાં કારણો હોય છે. જેમાંનું એક આપણે પોતે હોઇએ છીએ! પીસી કે લેપટોપની વાત કરીએ તો આપણે ખરીદીએ ત્યારે એ કોરી પાટી જેવું હોય, પછી તેમાં આપણે જાતભાતનો ડેટા ઉમેરતા જઇએ....

ફોનના કીપેડ પર જ જોઈતી વ્યક્તિને ફટાફટ સર્ચ કરો

તમારે સ્માર્ટફોનથી કોઈ પણ વ્યક્તિને ફોન જોડવો હોય ત્યારે મોટા ભાગે આપણે ફોનની કોલ એપ ઓપન કરીએ અને તેમાં એ વ્યક્તિના નામથી તેને સર્ચ કરવાનો પ્રયાસ કરીએ. એ વ્યક્તિને નજીકના સમયમાં આપણે કોલ કર્યો હોય તો રિસન્ટ કોલ હિસ્ટ્રીમાં તેમનું નામ દેખાઈ જાય અને આપણે સહેલાઈથી નવો...

ક્રોમ બ્રાઉઝરમાં ખર્ચાતી મેમરી-બેટરી બચાવી શકાશે

વર્ષોથી ઇન્ટરનેટ સર્ફિંગ માટે ગૂગલ ક્રોમ બ્રાઉઝર લોકોનું ફેવરિટ બ્રાઉઝર રહ્યું છે. કદાચ તમે પણ પીસી/લેપટોપ અને સ્માર્ટફોનમાં બ્રાઉઝર તરીકે ક્રોમનો જ ઉપયોગ કરતા હશો. આમ થવું સ્વાભાવિક પણ છે. આપણી ડિજિટલ લાઇફ માટે ઘણી બધી રીતે આપણે ગૂગલનું શરણું લઈ લીધું છે....

ફોનની ડાયલર એપ ધીમી થઈ છે?

તમારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન પ્રમાણમાં જૂનો છે? તો એ તમને જુદી જુદી ઘણી રીતે ધીમો પડી ગયો હોય એવું લાગતું હશે. જેમ ફોનમાંની એપ્સમાં બિનજરૂરી ભારણ વધે તો ફોન ધીમો ચાલે, એ જ રીતે કોન્ટેક્ટ્સ અને ડાયલર એપમાં નકામી બાબતો વધે તો એ પણ સરવાળે ઘણી ધીમી ચાલે. આના ઉપાય તરીકે...

ગૂગલ ફોટોઝમાં વધુ લોકોને મળશે ‘મેજિક ઇરેઝર’

થોડા સમય પહેલાં આપણે ‘સાયબરસફર’માં ગૂગલની ફોટોઝ સર્વિસમાં ઉપલબ્ધ થયેલા ‘મેજિક ઇરેઝર’ નામના એક ફીચરની વાત કરી હતી. આ ફીચરની મદદથી આપણે આપણા ફોટોગ્રાફમાંના વણજોઇતા ભાગ એકદમ સહેલાઈથી, આંગળીના હળવા ઇશારે દૂર કરી શકીએ છીએ. અલબત્ત એ સમયે આ ફીચરનો ઉપયોગ કરવા માટે શરત એ હતી...

એપલે આપી કોલાબોરેશનની નવી, અનોખી સગવડ – ફ્રીફોર્મ

નવા સમયમાં વિશ્વના જુદા જુદા ખૂણે રહેતા લોકો એક સાથે એક પ્રોજેક્ટ પર કામ કરતા હોય એવું હવે સામાન્ય થઈ ગયું છે ત્યારે આવી ગ્લોબલ ટીમ વચ્ચે કમ્યુનિકેશન અને કોલાબોરેશનની નવી નવી પદ્ધતિઓ પણ વિકસી રહી છે. હમણાં એપલે તેના આઇઓએસ ૧૬.૨ વર્ઝનમાં ફ્રીફોર્મ (Freeform) નામે એક નવી...

પીસી પર, ગૂગલમાં સર્ચ કરવાનું કામ હવે થોડું વધુ સહેલું બન્યું

ઇન્ટરનેટ પરની આપણી સર્ચ યાત્રા મોબાઇલ કે પીસીમાં આપણા બ્રાઉઝરના એડ્રેસ બારથી શરૂ થતી હોય છે. એડ્રેસ બારમાં આપણે કંઈ પણ લખીને સર્ચ કરીએ એટલે ગૂગલનું સર્ચ રિઝલ્ટ પેજ ઓપન થાય, જેમાં આપણી સર્ચ ક્વેરી મુજબ માહિતી ધરાવતાં વેબપેજિસનું લિસ્ટ જોવા મળે. આપણે તેમાંથી કોઈ પણ લિંક...

કોઈ તમને બસ સ્ટેન્ડે લેવા આવવાનું છે? સાદું નહીં, ETA સાથે લોકેશન શેર કરો

મેપ્સ એપમાં લોકેશન કેવી રીતે શેર કરાય એ તમે જાણતા જ હશો. એ રીતે, કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાનું લાઇવ લોકેશન શેર કરે તો બીજી વ્યક્તિ પોતાના મેપ પર, પહેલી વ્યક્તિ જે તે ક્ષણે ક્યાં છે તે જોઈ શકે. પરંતુ આ બે વ્યક્તિએ પરસ્પરને મળવા લોકેશન શેર કર્યુ હોય તો...

ફાઇલ્સ પ્રોટેક્ટેડ કેમ રાખી શકાય?

જો તમારા કમ્પ્યૂટરમાં તમે દરેક યૂઝર માટે અલગ માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી લોગ-ઇન થવાની સગવડ રાખી હોય અને દરેક યૂઝરની ફાઇલ તેમના વનડ્રાઇવ ફોલ્ડરમાં જ રહેતી હોય તો પછી તમારે તમારી મહત્ત્વની ફાઇલ્સને પાસવર્ડથી પ્રોટેક્શન આપવાની જરૂર નથી કેમ કે બીજા યૂઝર તેમના એકાઉન્ટથી લોગ-ઇન...

તમારી કામની ઓફિસ ફાઇલ અચાનક ક્રેશ થાય તો?

માઇક્રોસોફ્ટના લેટેસ્ટ ઓફિસ પ્રોગ્રામ્સમાં ઓટો-સેવની બહુ કામની સગવડ છે, આપણું કામ સતત, આપોઆપ સેવ થતું જ જાય, પણ એવો લાભ તમને ન મળતો હોય તો? ધારો કે તમે ખાસ્સી મહેનત કરીને માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટમાં કોઈ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હોય, પરંતુ ધમાકેદાર પ્રેઝન્ટેશન તૈયાર...

માઇક્રોસોફ્ટ આઉટલૂકમાં મેઇલ રીડ રીસિપ્ટના વિકલ્પો જાણીએ

જો તમે જીમેઇલ જેવી વેબબેઝ્ડ ઈ-મેઇલ સર્વિસનો ઉપયોગ કરતા હો તો તેમાં કેટલાંક થર્ડ પાર્ટી ટૂલ્સની મદદથી સામેની પાર્ટીએ આપણો ઈ-મેઇલ જોયો કે નહીં તેનું કન્ફર્મેશન મેળવી શકીએ છીએ (એ વિશે આપણે ‘સાયબરસફર’માં વિગતે વાત કરી છે). જો તમે ઓફિસમાં કે અંગત ઉપયોગ માટે પણ...

વોટ્સએપમાં હેવી ફાઇલ્સનો સફાયો કરો આ રીતે…

ફેસબુકમાં આપણને સ્પેસની કોઈ ચિંતા હોતી નથી કારણ કે એમાં તો આપણી બધી પ્રવૃત્તિની વિગતો ફેસબુક પોતાના સર્વર્સમાં સાચવે છે, પણ ફેસબુકની માલિકીની (અને હવે ઘણે અંશે આપણી પણ માલિક બની બેઠેલી!) વોટ્સએપ એપ આપણા ફોનમાં સખત ભાર વધારે છે કેમ કે આ એપના પોતાના સર્વરમાં કશું લાંબો...

ફેસબુકમાં સર્ચ હિસ્ટ્રી કેવી રીતે ડિલીટ કરી શકાય?

તમે કદાચ જાણતા જ હશો કે ફેસબુકમાં આપણે જે કંઈ સર્ચ કરીએ તેની હિસ્ટ્રી (ગૂગલની જેમ!) ફેસબુક સાચવી રાખે છે. અલબત્ત, ગૂગલની જેમ ફેસબુક કહે છે કે આપણી સર્ચ હિસ્ટ્રી બીજું કોઈ જોઈ શકતું નથી, પણ ફેસબુક પોતે આપણી સર્ચ હિસ્ટ્રી જોઈ શકે છે અને તેને આધારે આપણી સર્ચને બહેતર...

બ્રાઉઝરમાં કામ પતે એટલે લોગ-આઉટ થયા વિના સીધું બ્રાઉઝર બંધ કરો છો?

તમે ઓફિસમાં પીસીમાં બ્રાઉઝરમાં તમારા ગૂગલ એકાઉન્ટમાં સાઇન-ઇન થાઓ અને પછી તમારું કામ પતે ત્યારે ગૂગલ એકાઉન્ટમાંથી લોગ-આઉટ થવાને બદલે બેધ્યાનપણે સીધું બ્રાઉઝર જ બંધ કરી દો - આવું ક્યારેક ને ક્યારેક તમે કરતા હશો. પછી જ્યારે તમે ફરી બ્રાઉઝર ઓપન કરો ત્યારે તમે ગૂગલ...

ક્રોમ બ્રાઉઝર એઆઇની મદદથી વધુ સ્માર્ટ બની રહ્યું છે

આપણા રોજબરોજના જીવનમાં આપણને ખ્યાલ પણ ન આવે તે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને મશીન લર્નિંગની નવી ટેકનોલોજી વણાઈ રહી છે. અન્ય કંપનીઓની સરખામણીમાં ગૂગલ આ બાબતે ખાસ્સી આગળ છે અને કંપની તેની વિવિધ સર્વિસમાં એઆઇનો ઉપયોગ સતત વધારી રહી છે. હમણાં કંપનીએ ગૂગલ ક્રોમ...

મેપ્સમાં નેવિગેશન દરમિયાન નવાં સ્થળ ઉમેરી શકાય…

થોડા સમય પહેલાં અમદાવાદમાં ભારે વરસાદને પગલે ઘણા લોકો રસ્તા પર ફસાયા હતા. આવે સમયે, ઘણા લોકોએ રસ્તામાં ક્યાં કેટલું પાણી હશે તેની સાથોસાથ ગાડીમાં પેટ્રોલ કેટલું બચ્યું છે એનો પણ વિચાર કરવો પડ્યો હશે. આપણે અજાણ્યા શહેરમાં હોઈએ ત્યારે પણ નજીકમાં પેટ્રોલ પમ્પ કે એટીએમ...

મહેમાનોને વાઇ-ફાઇનો પાસવર્ડ ક્યૂઆર કોડથી શેર કરો

હવે મોટા ભાગનાં ઘરોમાં વાઇ-ફાઇની સુવિધા હોય છે. તમારા ઘરમાં પણ વાઇ-ફાઇ હોય તો તમારો અનુભવ હશે કે ઘરે આવતા મહેમાનો, ખાસ કરીને જેમના ઘરમાં હજી વાઇ-ફાઇની સુવિધા ન હોય એ આપણા વાઇ-ફાઇનો લાભ લેવા માગતા હોય છે! હેતુ માત્ર એટલો કે કોઈ મોટી એપ ડાઉનલોડ કરવાની હોય કે હેવી...

તમારા સ્માર્ટફોનમાં કોઈ એપ ચાલતી નથી?

આવી સ્થિતિનાં જુદાં જુદાં ઘણાં કારણ હોઈ શકે છે. આપણે બિલકુલ દેખીતા કારણથી શરૂઆત કરીને એક પછી એક કારણ અને તેના ઉપાય જાણીએ. ઇન્ટરનેટ કનેકશન તપાસો ફોનમાં કોઈ એપ ન ચાલવાનું સૌથી સાદું કારણ. આથી પહેલાં એ તપાસો કે ફોનમાં ઇન્ટરનેટ કનેકશન તો બરાબર મળે છે ને? કંઈક ખામી સર્જાઈ...

નેટફ્લિક્સમાં ‘સ્માર્ટ’ રીતે ડાઉનલોડની સુવિધા

નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મ પર તમે મૂવી કે વેબસિરીઝ ડાઉનલોડ કરીને પછી જોવાની સુવિધાનો લાભ લો છો? ફોનમાં અનલિમિટેડ નેટ કનેક્શન હોય તો આ સુવિધાની કદાચ જરૂર ન રહે, પણ નેટ કનેક્શન ક્યારેક પકડાય અને ક્યારેક નહીં એવી સ્થિતિ હોય તો ડાઉનલોડની સુવિધા બહુ કામની સાબિત થાય....

ઓથેન્ટિકેશન એકાઉન્ટસ સહેલાઈથી ટ્રાન્સફર કરો

તમે તમારાં વિવિધ ઓનલાઇન એકાઉન્ટ્સ સલામત રાખવા માટે ટુ-સ્ટેપ-વેરિફિકેશન સગવડનો ઉપયોગ કરો છો? ન કરતા હો, તો તેના તરફ અચૂક ધ્યાન આપવા જેવું છે. સામાન્ય રીતે, ટુ-સ્ટેપ-વેરિફિકેશનનો ઉપયોગ કરતા હોઈએ તો વિવિધ સર્વિસમાં તેને એક્ટિવેટ કર્યા પછી, આપણે પોતાનું યૂઝરનેમ અને...

વર્ડમાં ક્વિક ફોર્મેટિંગનો લાભ લો છો?

સ્માર્ટ વર્કિંગનો પહેલો નિયમ આ છે - આપણે કમ્પ્યૂટરના નહીં પણ કમ્પ્યૂટર આપણું ગુલામ હોવું જોઈએ! એટલે કે જે કામ કમ્પ્યૂટર સારી રીતે કરી શકે તેમ હોય તેની જવાબદારી તેના શિરે જ નાખવી અને આપણે આપણા પોતાના મૂળ કામ પર ધ્યાન આપવું. માઇક્રોસોફ્ટ વર્ડમાં આવું કરવા માટેની એક...

ફોટોઝ એપમાંથી ફોટોઝ શેર કરો સલામત રીતે

આપણા ડિજિટલ ફોટોઝના સ્ટોરેજ, મેનેજમેન્ટ અને શેરિંગ માટે ગૂગલની ‘ફોટોઝ’ સર્વિસ સૌથી સારી સર્વિસ છે અને તેના ઉપયોગ વિશે આપણે ‘સાયબરસફર’માં અવારનવાર જાણ્યું છે. આ એપ બધી રીતે મજાની અને સલામત છે પરંતુ ક્યારેક આપણી નજીવી ભૂલને કારણે આપણા ફોટા ખાનગી રહેવાને બદલે સૌ કોઈ માટે...

એક મેઇલમાં બીજી વ્યક્તિનો સંદર્ભ

ઘણી વાર એવું બને કે આપણે કોઈને ઈ-મેઇલ મોકલી રહ્યા હોઇએ, ત્યારે એ ઈ-મેઇલમાં બીજી કોઈ વ્યક્તિનો ઉલ્લેખ જરૂરી હોય અને તેમનું ઈ-મેઇલ એડ્રેસ જણાવવું પણ જરૂરી હોય. મોટા ભાગે લોકો આવી બીજી વ્યક્તિનું ઈ-મેઇલ એડ્રેસ શોધી, કોપી કરીને પછી તેને મેઇલબોક્સમાં પેસ્ટ કરતા હોય છે. એમ...

વર્ડ ફાઇલમાંથી ઇન્ટરનેટ પર સર્ચ કરો

માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટમાં કામ કરતી વખતે ક્યારેય એવું બને કે આપણે ડોક્યુમેન્ટમાંના કોઈ શબ્દ વિશે વધુ માહિતી જાણવાની જરૂર પડે. જો આપણે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ પીસી કે લેપટોપ પર કામ કરી રહ્યા હોઈએ ત્યારે આપણે વર્ડ ફાઇલમાંથી બહાર આવી, બ્રાઉઝર ઓપન કરી, પેલા શબ્દ વિશે...

વર્ડ ફાઇલમાં વાક્ય કે પરેગ્રાફને બોક્સમાં કેવી રીતે મૂકી શકાય?

ઘણી વાર એવું બને કે વર્ડ ડોક્યુમેન્ટમાં કામ કરતી વખતે આપણે કોઈ વાક્ય કે પેરેગ્રાફને હાઇલાઇટ કરવાનો હોય. આ કામ આમ તો ઘણી જુદી જુદી રીતે થઈ શકે. આપણે તેને બોલ્ડ કરી શકીએ, અલગ કલર આપી શકીએ, જુદા કલરના હાઇલાઇટરથી હાઇલાઇટ કરી શકીએ કે એ ટેકસ્ટને બોક્સમાં મૂકી શકીએ. વર્ડમાં...

ઇન્સ્ટાગ્રામમાં ફિલ્ટર્સની સ્ટ્રેન્થ બદલો આ રીતે…

તમે ઇન્સ્ટાગ્રામ હેવી યૂઝર હશો તો તમે જાણતા જ હશો કે આ સર્વિસની લોકપ્રિયતાના પાયામાં તેનાં ફિલ્ટર્સ છે. ઇન્સ્ટાની ઓળખ ઇમેજ શેરિંગ સર્વિસ તરીકે ઊભી થઈ અને હવે તે બહુ વિસ્તરી હોવા છતાં, ઇમેજ હજી પણ તેનું સૌથી મોટું અને શાર્પ ટૂલ છે. તમે ગેલેરીમાંથી કોઈ ઇમેજ પસંદ કરો કે...

ફોનનાં તમામ નેટવર્ક સેટિંગ્સ રીસેટ કરી જુઓ

તમારા ફોનમાં ઇન્ટરનેટ ડેટા સિગ્નલ મેળવવામાં કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય અને નેટ કનેક્શન સાવ બંધ કે ધીમું થઈ ગયું હોય, ફોન રિસ્ટાર્ટ કરવા છતાં તકલીફ ચાલુ રહી હોય તેવું લાગે ત્યારે ઉપાય તરીકે ફોનમાં તમામ પ્રકારનાં સેટિંગ્સ રીસેટ કરી શકાય. ફોનનાં નેટવર્ક સેટિંગ્સ રીસેટ...

આઇફોનમાં સાદા પાસકોડથી જરા આગળ જાઓ…

તમારા આઇફોનમાંના ડેટાને એકદમ ટાઇટ સલામતી આપવાનો પહેલો રસ્તો આઇફોનને પાસકોડથી પ્રોટેક્ટ કરવાનો છે. ટુ-સ્ટેપ કે ટુ-ફેક્ટર વેરિિફકેશન જેવી, એકાઉન્ટને વધુ સલામતી આપતી પદ્ધતિઓના ઉપયોગ માટે આઇફોનને લોક્ડ રાખવો અનિવાર્ય છે. આ માટે એપલ ચાર કે છ ડિજિટના પાસકોડને બદલે ડિજિટ અને...

આઇફોનમાં બરાબર સમજી લો ટુ-ફેક્ટર વેરિફિકેશન

માત્ર પાસવર્ડથી આપણાં ઓનલાઇન એકાઉન્ટ્સ સલામત રહી શકતાં નથી એટલે તમામ જાણીતી ટેક કંપની તેના એકાઉન્ટ માટે ટુ-સ્ટેપ કે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનની સગવડ આપે છે. તેમાં, એકાઉન્ટમાં લોગ-ઇન થવા માટે પાસવર્ડ ઉપરાંત, આપણા અન્ય ટ્રસ્ટેડ ડિવાઇસમાં મળતી માહિતીનો ઉપયોગ કરવાનો થાય છે....

ઇન્સ્ટાગ્રામમાં ફોટોઝનાં કલેક્શન બનાવો આ રીતે…

ફેસબુકની જેમ ઇન્સ્ટાગ્રામમાં પણ ખરેખર ઇન્ટરેસ્ટિંગ એકાઉન્ટ્સને ફોલો કરતા હો તો તમને એવા ઘણા ફોટો કે વીડિયો જોવા મળે જે તમને સેવ કરી લેવાનું મન થાય. એ માટે ઇન્સ્ટાગ્રામ ‘બુકમાર્ક’ની સગવડ આપે છે, જેને તમે ઇચ્છો ત્યારે ફરી ઓપન કરી શકો. લગભગ દરેક ફોટો-વીડિયો નીચે, જમણા...

ફેસબુકમાં ખાસ શબ્દોમાં ઉમેરાતા ટેક્સ્ટ ડિલાઇટ્સ

ફેસબુક પર આપણે કોઈને શુભેચ્છા આપવા Happy Birthday કે ‘અભિનંદન’ લખીને મોકલીએ ત્યારે તમે નોંધ્યું હશે કે આ શબ્દો બ્લેકમાંથી બીજા રંગના થઈ જતા હોય છે. તમે બીજાને આવી શુભેચ્છાઓ મોકલતી વખતે કે રીસિવ કરતી વખતે આ અનુભવ કર્યો હશે. કમેન્ટમાં આવેલા આ જુદા રંગના શબ્દો ક્લિક કરીએ...

આઇફોનમાં કોઈને તમારા એકાઉન્ટનો વારસો આપો

આજકાલ વીમા કંપનીઓ આપણા ડિજિટલ ડેટાનો પણ વીમો ઉતારવા લાગી છે, પણ સૌથી નજીકની વ્યક્તિને આપણા ડિજિટલ એકાઉન્ટ્સની વિગતો જણાવી રાખવી એ સૌથી સહેલો ડિજિટલ વીમો છે! એ વ્યક્તિને વિવિધ સર્વિસ માટે આપણા યૂઝરનેમ, પાસવર્ડ, તેમાં આપેલ મોબાઇલ નંબર અને ઇ-મેઇલ એડ્રેસ, સિક્યોરિટી...

સંકટ સમયની સાંકળ રીકવરી કી તૈયાર રાખો

તમે પોતાના એપલ એકાઉન્ટમાં લોગ-ઇન ન થઈ શકો ત્યારે સામાન્ય રીતે, એપલ પૂછે તે સવાલોના જવાબ આપીને એકાઉન્ટ રીકવરી પ્રોસેસ કરી શકાય છે. તેના વિકલ્પ રૂપે, તમારા એપલ એકાઉન્ટને હજી વધુ સલામત બનાવવા માટે તમે એક ‘રીકવરી કી’ પણ જનરેટ કરી શકો છો. રેન્ડમલી જનરેટ થતા પૂરા ૨૮...

ઇન્સ્ટાગ્રામમાં ખાસ ફ્રેન્ડ્સના અપડેટ્સ મેળવો આ રીતે…

સ્માર્ટફોનમાં નોટિફિકેશન્સ એક ‘અનએવોઇડેબલ ન્યૂસન્સ’ છે! કોઈ એપ ઓપન કર્યા વિના, તેમાં આવેલી નવી બાબતો જાણવી એ કામની સગવડ છે, પણ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી લગભગ બધી જ એપ, તેની સાથે જરા સરખું ઇન્ટરએક્શન કરો એટલે ધડાધડ નોટિફિકેશન્સ મોકલવા લાગે છે. ઇન્સ્ટામાં, સદભાગ્યે તમારે...

ફેસબુકમાં પોસ્ટને કલેક્શનમાં સાચવી શકાય

ઇન્ટરનેટ વિવિધ કન્ટેન્ટ કે મીડિયા સર્વિસ મનગમતા કન્ટેન્ટ/મીડિયાનાં કલેક્શન બનાવવાની સગવડ આપતી હોય છે. ફેસબુક પણ આવી સગવડ આપે છે. ફેસબુકમાં આપણે વિવિધ પોસ્ટનાં કલેક્શન્સ બનાવી શકીએ છીએ. ફેસબુક પર આપણે પોતે અને આપણા મિત્રો ખાસ્સા એક્ટિવ હોઈએ તો આપણી ન્યૂઝ ફીડમાં સતત પાર...

કોઈ એપ વધુ પડતો ડેટા વાપરે છે? તપાસી જુઓ

આપણે પોતાના ફોનમાં મોટી સંખ્યામાં ઉપયોગી કે બિનઉપયોગી, નાની કે અત્યંત હેવી એપ્સ ઇન્સ્ટોલ કરી હોઈ શકે છે. આમાંથી કેટલીક એપ આપણું મોબાઇલ ડેટા કનેકશન વધુ પડતું ખેંચી જાય તો બીજી એપ્સના ઉપયોગ વખતે આપણને ફોનમાં ઇન્ટરનેટ કનેકશન ધીમું પડતું  હોય તેવો અનુભવ થઈ શકે છે. આવી...

અનેક દુઃખનો એક ઇલાજ : રિસ્ટાર્ટ કરી જુઓ

ફોન હોય કે આખેઆખી જિંદગી - બધું ભૂલીને નવેસરથી શરૂઆત કરવી, રિસ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરવો એ લગભગ બધી સમસ્યાનો રામબાણ ઇલાજ છે! પણ આપણે એ ભૂલી જઈએ છીએ. સ્માર્ટફોન અને કમ્પ્યૂટરને આ વાત પૂરેપૂરી લાગુ પડે છે. કોઈ પણ નાની મોટી સમસ્યા સર્જાય તો સાધનને પૂરેપૂરું રિસ્ટાર્ટ...

ફેસ આઇડી, ટચ આઇડી વિશે આઇફોનમાં વધુ જાણો

આઇફોનમાં પાસકોડ સેટ કર્યા પછી ફેસ આઇડી અથવા ટચ આઇડીથી ફોન અનલોક કરવાનો વધુ સહેલો રસ્તો સેટ કરી શકાય છે. તમે હજી આ સેટિંગ ન કર્યું હોય તો આઇફોનના સેટિંગ્સમાં ફેસ આઇડી અને પાસકોડ સેકશનમાં જઇને આ કામ કરી શકાય છે. આ માટે ‘ફાઇન્ડ માય આઇફોન લોસ્ટ મોડ’ માં જઇને જરૂરી પગલાં...

તમારો આઇફોન ખોવાય કે ચોરાય તે પહેલાં…

આઇફોન પોતે તો મોંઘા હોય જ છે, એમાંનો ડેટા હજી વધુ મોંઘેરો હોઈ શકે છે. આથી તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તેવા સંજોગમાં બીજી કોઈ વ્યક્તિ ફોન કે ડેટાનો ઉપયોગ ન કરી શકે તેવા પહેલેથી સેટિંગ કરી શકાય છે. એ માટે પહેલાં તમારે તમારા આઇફોનને તમારા એપલ આઇડી સાથે કનેક્ટ કરવો...

સિમ કામ કરતું બંધ થઈ ગયું? તરત ધ્યાન આપવા જેવી વાત

ક્યારેક એવું બને કે તમારા ફોનમાં માત્ર મોબાઇલ ઇન્ટરનેટ ડેટા જ નહીં, મોબાઇલ સિગ્નલ જ મળવાનું બંધ થઈ જાય. આથી સાદા ફોન તરીકે પણ આપણે આપણા ફોનનો ઉપયોગ ન કરી શકીએ. આવી સ્થિતિમાં ફોનમાં સૌથી ઉપરના ભાગે ‘નો સિગ્નલ’નું ચિહ્ન જોવા મળે છે. આ એકદમ સતર્ક થઈ જવાનો સંકેત છે. આપણે...

‘ડેટા સેવર’ મોડની જરૂર ન હોય તો બંધ રાખી શકાય

આપણે ભલે કોરોનાને દોષ દઈએ, એના આવ્યા પહેલાંથી જ આપણા સૌનો સ્માર્ટફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ બહુ વધી ગયો છે. એ જ રીતે ફોનમાંની એપ્સ પણ વધુ ને વધુ પાવરફુલ બનતી જાય છે. આ બંને કારણે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ સતત વધતો જાય છે. ખાસ કરીને ભારતમાં ઇન્ટરનેટ ડેટા પ્લાન...

ગૂગલ ડોક્સમાં સામેલ છે એક સર્ચ એન્જિન

જો તમે માઇક્રોસોફટ ઓફિસ પ્રોગ્રામ્સના વિકલ્પરૂપે ગૂગલ ડ્રાઇવ જેવી સર્વિસ તરફ વળી ગયા હોય તો  તેની નવી નવી ખૂબીઓ જાણવાથી તમારું કામ વધુ સહેલું બની શકે છે. માઇક્રોસોફ્ટ વર્ડની વાત કરીએ તો એ અત્યંત ફીચર રીચ પ્રોગ્રામ છે, ખૂબીઓ એટલી બધી કે આપણે ગૂંચવાઈ જઈએ.  જ્યારે તેની...

દિવસનો તમારો ફેસબુક પર કેટલો સમય જાય છે એ જાણો

તમારો વધુ પડતો સમય ફેસબુક પર મિત્રોની પોસ્ટ્સ, વીડિયો જોવામાં કે કમેન્ટ, રિપ્લાય વગેરેમાં વીતી જાય છે એવું તમને લાગે છે? બિલકુલ નિવૃત્ત થઈ ગયા હો તો જુદી વાત છે, બાકી ફેસબુકનું વ્યસન કોઈને પણ મોંઘું પડી શકે છે. તમે ફેસબુક પર એક્ઝેક્ટલી દિવસનો કેટલોક સમય વીતાવો છો એ...

આઇફોનની માસ્ટરકી – એપલ આઇડી

તમે આઇફોન કે એપલના અન્ય કોઈ ડિવાઇસનો ઉપયોગ કરતા હશો તો તમારું એપલ આઇડી હશે જ. એપલની વિવિધ સર્વિસ માટે એપલ આઇડી માસ્ટર કી સમાન છે. એપસ્ટોર, એપલ મ્યુઝિક, આઇક્લાઉડ, ફેસટાઇમ વગેરે દરેક સર્વિસનો ઉપયોગ કરવા માટે એપલ આઇડી અનિવાર્ય છે. ઇ-મેઇલ એડ્રેસ અને પાસવર્ડની મદદથી એપલ...

એપલને ભરોસાપાત્ર મિત્રો જણાવો

ફેસબુક, ગૂગલ વગેરે બધી જાણીતી કંપની હવે આ સગવડ આપે છે - તમે તમારા પોતાના એકાઉન્ટમાં લોગ-ઇન ન થઈ શકતા હો અને તમારા વિશ્વાસપાત્ર મિત્રોની ઓળખ પહેલેથી તમે જે તે કંપનીને આપી રાખી હોય, તો એ મિત્રોની મદદથી કંપની ખાતરી કરે છે કે આપણે ‘આપણે પોતે જ’ છીએ! એપલ પણ આ રીતે તમારા...

યુટ્યૂબમાં લાઇવ ઓટોકેપ્શન, ઓટોટ્રાન્સલેટની સુવિધા

યુટ્યૂબ પર તમે જુદા જુદા પ્રકારના વીડિયોઝ જોતા હશો તો તમે કદાચ નોંધ્યું હશે કે તેમાં વીડિયો ઉપરાંત વીડિયોમાં બોલાતા શબ્દો સ્ક્રીન પર વાંચી શકાય એ માટે કેપ્શન આપવાની સુવિધા પણ હોય છે. યુટયૂબ પોતે આવા ઓટોમેટિક કેપ્શન ઉમેરી શકે છે. તેમાં વીડિયોમાંના ઓડિયોને આપોઆપ...

સ્ક્રીન પર એક સાથે બે એપ ઓપન કરી કામ કરી જુઓ

હવે ફોલ્ડેબલ ફોન પોપ્યુલર થવા લાગ્યા છે. આવા ફોનમાં આપણે બે એપ અલગ અલગ સ્ક્રીન પર ઓપન કરીને બંનેમાં કામ કરી શકીએ છીએ. તમારી પાસે ફોલ્ડેબલ ફોન ન હોય તો પણ તમે સ્ક્રીન પર એક બાજુ વોટ્સએપ અને બીજી બાજુ જીમેઇલ જેવી એપ ઓપન કરીને એકમાંની વિગતો તપાસીને બીજામાં કામ કરી શકો...

ફેસબુકમાં ઓછી ગમતી પોસ્ટને ફીડમાંથી દૂર કરી શકાય

ફેસબુક પર એક્ટિવ હોવાનો આપણો હેતુ એ હોય કે આપણી વાત અન્યો સુધી પહોંચે. તકલીફ એ કે બધાનો હેતુ આ જ હોય અને એમના કેટલાક આ હેતુ પૂરો કરવા ખાસ્સી મહેનત કરતા હોય! આ કારણે આપણી ફીડમાં અનેક લોકોની પોસ્ટની ભરમાર થતી રહે છે. તમારી ફીડમાં, તમને જેમાં ઓછો રસ પડતો હોય એવી પોસ્ટ્સ,...

ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવિટી સ્ટેટસ ઓફ કરો આ રીતે…

સોશિયલ મીડિયા એકમેકના લાઇવ કોન્ટેક્ટમાં રહેવા માટે જ છે, પણ એ માટે આપણે થોડી પ્રાઇવસીનો ભોગ આપવો પડે છે. ઇન્સ્ટાગ્રામ પર તમે, જે તે ક્ષણે તમારા કોન્ટેક્ટ્સમાંથી કોણ અત્યારે લાઇવ છે તે જોઈ શકો છો. એપમાં ડાઇરેક્ટ મેસેજ મોકલતી વખતે, તમે તમારા કોન્ટેક્ટસના નામ સાથે ગ્રીન...

અભ્યાસ કે કામમાં અવરોધરૂપ નોટિફિકેશન્સ કંટ્રોલમાં રાખો

હજી સ્કૂલો ચાલુ-બંધ થઈ રહી છે, અને ક્લાસ ઓફલાઇન અને ઓનલાઇન એમ બંને રીતે ચાલી રહ્યા છે. ક્લાસ પૂરેપૂરા ઓફલાઇન થઈ જશે એ પછી પણ વિદ્યાર્થીઓના હાથમાંથી મોબાઇલ હવે તો બિલકુલ છૂટવાના નથી! વાત અભ્યાસની હોય કે ઓફિસના કામની, સ્માર્ટફોન જેટલા ઉપયોગી છે એટલા જ એ અવરોધરૂપ પણ છે....

વારંવાર ટાઇપિંગની જફામાંથી બચાવતી ઓટોફિલ સુવિધા

ઇન્ટરનેટ પર હવે બધી જ વાતમાં આદાન-પ્રદાન જરૂરી થઈ ગયું છે. વાત માત્ર સોશિયલ મીડિયામાં આપણું યોગદાન આપવાની નથી. જુદી જુદી ઘણી સાઇટ્સ કે એપમાં આપણે એકાઉન્ટ ખોલાવીએ ત્યારે આપણું નામ, એડ્રેસ, ફોન નંબર, ઇ-મેઇલ વગેરે ઘણી વિગતો આપવી પડે છે. એ જ રીતે, જેટલી સાઇટમાં એકાઉન્ટ,...

ઓપન બધી ટેબ્સ એક સાથે બુકમાર્ક તરીકે સાચવી લો

તમારા દીકરા કે દીકરીએ પોતાના કોઈ સ્કૂલ પ્રોજેક્ટ માટે રિસર્ચ કરવા લેપટોપમાં એક સાથે સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરી અને પછી ટ્યૂશન ક્લાસ માટે જવાનો સમય થઈ જતાં, તમને કહ્યું કે લેપટોપમાં આ બધી ટેબ્સ આમ જ ઓપન રાખજો, મારે કામ અધૂરું છે! એ સાથે તમે ફિક્સમાં આવી ગયા! આવું ક્યારેક,...

યુટ્યૂબમાં ઓટોપ્લે ફીચર કેવી રીતે બંધ કરી શકાય?

ઓફિસના કામકાજ કે અભ્યાસમાંથી ‘નાનો’ બ્રેક લેવા માટે સ્માર્ટફોન હાથમાં લઈ, તેમાં યુટ્યૂબ એપ ઓપન કરો અને પછી... પહેલા પછી બીજો, પછી ત્રીજો... એક પછી એક વીડિયો જોવામાં મહત્ત્વનો સમય વેડફાઇ જતો હોય એવું લાગે છે? કારણ છે, યુટ્યૂબનું ‘ઓટોપ્લે’ ફીચર. એક વીડિયો પૂરો થાય કે...

યુપીઆઇમાં ફટાફટ પેમેન્ટની સુવિધા ગૂગલે નહીં, એપલે આપી

ભારતમાં યુપીઆઈ પેમેન્ટ બાબતે ગૂગલની ગૂગલ પે સર્વિસ ખાસ્સી આગળ છે, પરંતુ આ જ બાબતે યૂઝરને સારો એક્સપિરિયન્સ આપવાની બાબતે એપલ કંપની ગૂગલ કરતાં આગળ નીકળી ગઈ છે! હવે યુપીઆઈ એપથી પેમેન્ટ કરવાનું આપણને સૌને માફક આવી ગયું છે. કોઈ પણ જગ્યાએ પેમેન્ટ કરવાનું હોય ત્યારે રૂપિયા...

જીમેઇલમાં ભૂલ ઘટાડતી સુવિધા

વોટ્સએપ કે ફેસબુક પર તમે ધડાધડ કંઈ ટાઇપ કરીને નજીકના મિત્રો સાથે કે આખી દુનિયા સાથે કંઈ શેર કરો ત્યારે એ મેસેજમાં સ્પેલિંગ કે ગ્રામરને લગતી પાર વગરની ભૂલો હોય તો ચાલી જાય. કારણ કે આ પ્લેટફોર્મ્સ પર લોકો પરફેકશનનો આગ્રહ રાખતા નથી, પરંતુ વાત ઈ-મેઇલની હોય, એમાં પણ...

ગૂગલની ફોટોઝ એપમાં ‘પ્રોટેક્ટેડ સેફ ફોલ્ડર’ની સુવિધા આવી રહી છે

માની લો કે તમે નવો સ્માર્ટફોન ખરીદ્યો. તમે તેમાં ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થયા. પરિણામે ગૂગલની વિવિધ સર્વિસમાંનો તમારો તમામ ડેટા આ સ્માર્ટફોનમાં પણ દેખાવાનું શરૂ થઈ ગયું. હવે કોઈ પરિચિત કે સંબંધીનું તમારા નવા ફોન તરફ ધ્યાન ખેંચાયું. દેખીતું છે કે એ ‘મિત્રભાવે’ તમારો નવો...

ગૂગલ લેન્સ હવે આવે છે પીસી પર

સર્ચ એન્જિન તરીકે ગૂગલ આપણા સૌના જીવનનો અભિન્ન હિસ્સો છે. આપણે ભલે એમ માનીએ કે ગૂગલ બધું જ જાણે છે પરંતુ તેની એક મોટી મર્યાદા છે. થોડા સમય પહેલાં સુધી ગૂગલ સર્ચ એન્જિન માત્ર એ જ બાબતો વિશે આપણને વધુ માહિતી આપી શકતું હતું જેના વિશે આપણે કંઇક જાણતા હોઇએ. જેમ કે સરદાર...

ફોન બહુ ધીમો ચાલે છે? થોડી સફાઈ કરી જુઓ

ફોનની ઇન્ટરનલ સ્ટોરેજમાં વિવિધ ફાઇલ્સનો ભરાવો થતો જાય તેમ તેમ ફોન ધીમો થતો જાય. બિનજરૂરી એપ્સ, ફોટોઝ, મ્યુઝિક વગેરેની ફાઇલ્સ નિયમિત દૂર કરવાથી ચોક્કસ ફાયદો થશે. એ ઉપરાંત, ફોનમાં આપણે જે કોઈ એપ્સનો ઉપયોગ કરીએ એ બધી એપ પોતપોતાની રીતે ફોનમાં અમુક બાબતોનો ભરાવો કરે છે...

વીડિયો મીટિંગમાં આ વાતોની કાળજી ઉપયોગી થશે

આપણા સૌની ન્યૂ નોર્મલ લાઇફમાં સ્કૂલના ક્લાસ, ટ્યૂશન અને બિઝનેસ મીટિંગથી લઇને પારિવારિક સ્વજનના દુઃખદ મૃત્યુ પછીની પ્રાર્થનાસભા સુધીનું બધું હવે વીડિયો મીટિંગના માધ્યમથી થવા લાગ્યું છે. ડિજિટલ સાધનોના ઉપયોગમાં બધી રીતે આપણા કરતાં વધુ સ્માર્ટ બાળકો વીડિયો મીટિંગ સાથે...

કોઈ ફોલ્ડરમાંની સંખ્યાબંધ ફાઇલ એક સાથે પ્રિન્ટ કરવાનો સહેલો રસ્તો

તમે જાણતા જ હશો તેમ, કમ્પ્યૂટરમાંથી કોઈ પણ ફાઇલ પ્રિન્ટ કરવાના બે રસ્તા છે (૧) જે તે ફાઇલને તેના પ્રોગ્રામમાં ઓપન કરીને પછી પ્રિન્ટ કરવી, જેમ કે વર્ડ ફાઇલ પ્રિન્ટ કરવી હોય તો માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ ઓપન કરીને તેમાંથી પ્રિન્ટ કમાન્ડ આપવો. (૨) વિન્ડોઝ એક્સપ્લોરર ઓપન...

ગૂગલ શીટ્સમાં રો ફેરબદલ કરો

એક્સેલની જેમ, ગૂગલ શીટ્સમાં કામ કરતી વખતે ક્યારેક એવું બનતું હશે કે તમારે રો કે કોલમનું સ્થાન બદલવાની જરૂર ઊભી થાય. માની લો કે આઠમી રોમાંનો ડેટા પાંચમી રોના ક્રમે લાવવાનો થયો. એમ કરવા માટે, સામાન્ય રીતે આપણે ચોથી રોની નીચે અને પાંચમી રોની ઉપર એક નવી ખાલી રો ઉમેરીએ,...

બ્રાઉઝર હંમેશા પ્રાઇવેડ મોડમાં ઓપન કરો

ઇન્ટરનેટ પર આપણે જ્યારે પણ બ્રાઉઝર દ્વારા સર્ફિંગ કરીએ ત્યારે આપણાં દરેક પગલાંનું સતત પગેરું દબાવવામાં આવે છે. જો તમે આવું થવા દેવા ઇચ્છતા ન હો તો એક રસ્તો બાય ડિફોલ્ટ પ્રાઇવેટ મોડમાં બ્રાઉઝિંગ કરવાની સગવડ આપતા બ્રાઉઝરનો ઉપયોગ કરવાનો છે. આ માટે તમે મોબાઇલમાં ફાયરફોક્સ...

ફોન અને લેપટોપમાં વોઇસ ટાઇપિંગ

લાંબા સમયથી આખી દુનિયા ધીમે ધીમે વોઇસ ટાઇપિંગ તરફ આગળ વધી રહી છે. અગાઉના સમયમાં વ્યસ્ત અધિકારીઓની મદદમાં સ્ટેનોગ્રાફર રહેતા હતા જે સાહેબ પાસેથી ડિક્ટેશન લઇને તેને ડોક્યુમેન્ટ સ્વરૂપે ટાઇપ કરી આપતા હતા. હવે એ જ કામ સ્માર્ટ ડિવાઇસીસ કરવા લાગ્યાં છે. જો તમે સ્માર્ટફોનમાં...

ગૂગલ ડોક્સમાં ‘એક્સ્પ્લોર’નો લાભ લો

જો તમે માઇક્રોસોફટ વર્ડના વિકલ્પરૂપે ગૂગલ ડોક્સ તરફ વળી ગયા હો તો તેની નવી નવી ખૂબીઓ જાણવાથી તમારું કામ વધુ સહેલું બની શકે છે. માઇક્રોસોફ્ટ વર્ડ અત્યંત ફીચર રીચ પ્રોગ્રામ છે જ્યારે તેની સામે ગૂગલ ડોક્સની મજા એ છે કે તેમાં વર્ડના સરેરાશ યૂઝરને ઉપયોગી બધાં ફીચરનો સરળ...

સ્માર્ટફોનમાં સ્માર્ટ સ્ટોરેજ મેનેજર

જો તમારા ફોનમાં અપૂરતી સ્ટોરેજની સમસ્યા નડતી હોય તો તમારે વારંવાર ફોનમાં જમા થયેલ ફોટો અને વીડિયો ડિલીટ કરવાની મથામણ કરવી પડતી હશે. આમ તો ફોનમાં બિનજરૂરી રીતે જગ્યા રોકતી બાબતોની સાફસફાઈ કરવાના ઘણા બધા રસ્તા છે. પરંતુ કેટલાક રસ્તા ખરેખર સ્માર્ટ છે. એન્ડ્રોઇડના ૭.૧...

યુટ્યૂબમાં સ્માર્ટ સર્ચ

યુટ્યૂબના વીડિયોની સંખ્યા લાખો કરોડોમાં પહોંચી છે એ કારણે તેના પર કોઈ ચોક્કસ વીડિયો શોધવો બહુ મુશ્કેલ છે. નિશ્ચિત લક્ષ્ય વિના યુટ્યૂબમાં ખાબકીએ તો આપણે ન જોવા હોય તેવા વીડિયો પણ જોવામાં કલાકો વિતાવી શકીએ છીએ. પરંતુ અમુક ચોક્કસ વિષય ધ્યાનમાં રાખીને યુટ્યૂબ પર સર્ચ...

વોટ્સએપમાં ક્યુઆર કોડથી કોન્ટેક્ટ ડિટેઇલની આપલે

વોટ્સએપમાં હવે ક્યુઆરકોડની મદદથી આપણી સંપર્ક વિગતો અન્યને મોકલી શકાય છે કે બીજાનો કોડ સ્કેન કરી, તેમની વિગત આપણા ફોનમાં ઉમેરી શકાય છે. તમારા ફોનમાં વોટ્સએપ અપડેટેડ છે તેની ખાતરી કરીને નીચેનાં પગલાં લઈ શકાય. તમારો પોતાનોક્યુઆર કોડ જોવા માટે વોટ્સએપના સેટિંગ્સમાં જાઓ....

ફોટોઝમાં સલામત લિંક શેરિંગ

આપણા ડિજિટલ ફોટોઝના સ્ટોરેજ, મેનેજમેન્ટ અને શેરિંગ માટે ગૂગલની ‘ફોટોઝ’ સર્વિસ સૌથી સારી સર્વિસ છે અને તેના ઉપયોગ વિશે આપણે ‘સાયબરસફર’માં અવારનવાર જાણ્યું છે. આ એપ બધી રીતે મજાની અને સલામત છે પરંતુ ક્યારેક આપણી નજીવી ભૂલને કારણે આપણા ફોટા ખાનગી રહેવાને બદલે સૌ કોઈ માટે...

જ્યાં જવું છે તે જગ્યા ખુલી છે કે નહીં તે જાણો

તમારે કોઈ દુકાન, રેસ્ટોરાં કે ઓફિસે જવાનું હોય અને લોકડાઉન-અનલોકની ગૂંચવણમાં, એ જગ્યા અત્યારે ખુલ્લી હશે કે નહીં એની મૂંઝવણ થાય છે? એ જગ્યાનો ફોન નંબર હોય તો સીધો ફોન કરીને પૂછી શકાય, બીજો એક ઉપાય ગૂગલને પૂછવાનો છે. એમાં પણ, સીધી મેપ્સ એપ ઓપન કરીને તેમાં એ જગ્યા સર્ચ...

ફ્રી ટ્રાયલ વહેલી કેન્સલ કરો

ઇન્ટરનેટ કે એપ્સમાં હવે લગભગ બધી જ જગ્યાએ બે પ્રકારનું કન્ટેન્ટ જોવા મળે છે - ફ્રી અને પેઇડ. ઘણી સાઇટ્સ પર, ખાસ કરીને ન્યૂઝ મીડિયાની સાઇટ્સ પર મહિનામાં અમુક નિશ્ચિત સંખ્યામાં ફ્રી આર્ટિકલ્સ વાંચી શકાય છે, ત્યાર પછી વધુ વાંચવા માટે પેઇડ લવાજમ ભરવું પડે છે. આ સિવાય...

માઇક્રોસોફ્ટ એજમાં ગેમની મજા

આપણે ‘સાયબરસફર’માં અગાઉ વાત કરી ગયા છીએ કે ગૂગલે તેના ક્રોમ બ્રાઉઝરમાં એક ડાઇનોસોરની ગેમ સામેલ કરી છે. આપણા ડિવાઇસમાં ઇન્ટરનેટ કનેકશન ન મળતું હોય ત્યારે આ ગેમ રમી શકાય છે. માઇક્રોસોફ્ટે પણ તેના એજ બ્રાઉઝરમાં આવી એક ગેમ ઉમેરી છે. આ ગેમ ઓફલાઇન પણ ચાલે છે. માઇક્રોસોફ્ટ...

ગૂગલ ન્યૂઝમાં પસંદગીના ન્યૂઝ જાણો

આ ન્યૂઝ એપ આપણા રસના વિષય જાણી જ લે છે, છતાં તેને કસ્ટમાઇઝ પણ કરી શકાય. આજના સમયમાં સમાચારો જાણવા માટે આપણી પાસે અનેક રસ્તા છે. તેમાંનો એક છે ગૂગલ ન્યૂઝ. તમે સ્માર્ટફોનમાં એપ સ્વરૂપે અને પીસી/લેપટોપમાં વેબસાઇટ્સ સ્વરૂપે આ સર્વિસનો ઉપયોગ કરી શકો છો. ગૂગલ ન્યૂઝની ખાસિયત...

વોટ્સએપ બિઝનેસ એપમાં શોપિંગ

વોટ્સએપમાં લાંબા સમયથી જેની શક્યતા હતી એ આખરે થઈ ગયું છે. દુનિયાભરના ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ લોકોના સ્માર્ટફોનમાં પહોંચી ગયેલી આ મજાની એપ ફેસબુકે ખરીદી લીધી ત્યારથી તે યૂઝર્સ માટે કોઈક રીતે પેઈડ થવાની શક્યતા હતી. આખરે ફેસબુકે વોટ્સએપમાંથી કમાણી કરવાનો રસ્તો શોધી લીધો...

ગૂગલ ડોક્સમાં સ્પેલ ચેકિંગ થતું નથી?

ધીમે ધીમે આપણે સૌ ક્લાઉડ કમ્પ્યુટિંગ તરફ વળી રહ્યા છીએ. એટલે કદાચ તમે પણ માઇક્રોસોફ્ટ વર્ડને બદલે ગૂગલ ડ્રાઇવમાં ગૂગલ ડોક્સ પર હાથ અજમાવવાનું શરૂ કર્યું હશે. માઇક્રોસોફ્ટ વર્ડની જેમ ગૂગલ ડોક્સમાં પણ ઇંગ્લિશ ભાષામાં સ્પેલિંગ ચેક કરવાની ઘણી સારી સગવડ છે. ડોક્સમાં તમારા...

વર્ડમાં ડીફોલ્ટ કોપી-પેસ્ટ નક્કી કરો

વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટ પર કામ કરતી વખતે ઘણી વાર એવું બને કે આપણે અન્ય કોઈ ફાઇલ કે ઇન્ટરનેટ પરથી કન્ટેન્ટ કોપી કરીને તેને આપણા વર્ડ ડોક્યુમેન્ટમાં પેસ્ટ કરવાનું થાય. તમારો અનુભવ હશે કે આવે સમયે મોટે ભાગે એવું બનતું હોય છે કે આપણે નવું કન્ટેન્ટ જ્યાંથી કોપી કર્યું હોય...

વર્ડમાં પેજીસનો ક્રમ બદલો

વર્ડમાં લાંબા ડોક્યમેન્ટ પર કામ કરતી વખતે, ક્યારેક એવું બને કે આપણે તેમાંનાં પેજીસનો ક્રમ બદલવાનો થાય. વર્ડમાં આપણને પેજીસ દેખાય છે ખરાં, પણ તે વાસ્તવમાં ટેક્સ્ટને જ ધ્યાનમાં લે છે, આથી અન્ય ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેરની જેમ નિશ્ચિત પેજ નંબર સિલેક્ટ કરીને તેને અદલબદલ...

બ્રાઉઝરમાં પેજીસ આપોઆપ ઓપન કરો

આપણે જ્યારે પણ પીસી/લેપટોપ પર દિવસની શરૂઆત કરીએ કે ઓફિસમાં કામની શરૂઆત કરીએ ત્યારે મોટા ભાગે પહેલું કામ ઇન્ટરનેટ સર્ફિંગ માટે બ્રાઉઝર ઓપન કરવાનું કરતા હોઈએ છીએ. બ્રાઉઝરમાં પણ, કેટલીક નિશ્ચિત સાઇટ્સ એવી હોય છે, જેને આપણે સૌથી પહેલાં ઓપન કરીએ છીએ. જેમ કે, જીમેઇલ, ફેસબુક...

મેપ્સમાં ગૂગલની જાસૂસી બંધ કરો

ગૂગલ મેપ્સનો તમે વારંવાર ઉપયોગ કરતા હો તો ક્યારેક ફુરસદે તેનાં સેટિંગ્સમાં અથવા myactivity.google.com પેજ પર જઈને જોઈ જુઓ કે ગૂગલ તમારા દરેક પગલાંનો કેવો રેકોર્ડ રાખે છે! અહીં તમે તારીખ મુજબ કયાં કયાં ગયા હતા તે મેપ પર જોઈ શકશો! સ્માર્ટફોનની તકલીફ એ છે કે જો તેને...

જીબોર્ડમાં સ્માર્ટ રીતે કોપી-પેસ્ટ કરો

સ્માર્ટફોનના સ્માર્ટ ઉપયોગમાં જીબોર્ડ કીબોર્ડ બહુ કામનું છે એ તો તમે જાણતા જ હશો. તેમાં અવારનવાર નવાં ફીચર્સ ઉમેરાતાં રહે છે. હવે જીબોર્ડમાં કોપી-પેસ્ટ વધુ સરળ બન્યું છે. અત્યારે આપણે સ્માર્ટફોનમાં કોઈ પણ એપમાં કોઈ પણ બાબત કોપી કરીએ અને બીજી કોઈ એપમાં તેને પેસ્ટ...

પીડીએફને ગૂગલ ડોકમાં કન્વર્ટ કરો

આજની ડિજિટલ લાઇફમાં આપણે વારંવાર પીડીએફ ફાઇલ સામે કામ પાર પાડવાનું થાય છે. ઘણી વાર એવું પણ બને કે તમારી પાસે કોઈ પીડીએફ ફાઇલ આવી હોય, જેમાંની ટેક્સ્ટનો તમારે એડિટેબલ ટેક્સ્ટ તરીકે ઉપયોગ કરવાનો હોય. આમ તો ઇન્ટરનેટર પર તમે થોડું ગૂગલ કરો તો પીડીએફ ફાઇલને તેના મૂળ વર્ડ...

ફોનમાં વાઇ-ફાઇ ઓટોમેટિક  ઓન ન થવા દો

સામાન્ય રીતે ફોનમાં મોબાઇલ ડેટા ઓન હોય અને વાઇ-ફાઇ પણ ઉપલબ્ધ હોય ત્યારે વાઇ-ફાઇને અગ્રતા આપવામાં આવતી હોય છે. તમે ઇચ્છો તો ફોનમાં એવું સેટિંગ કરી શકો છો જેને કારણે તમે ઘરના કે ઓફિસના વાઇ-ફાઇ નેટવર્ક એરિયામાં દાખલ થાઓ એ સાથે ફોનમાં આપોઆપ વાઇ-ફાઇ કનેક્ટિવિટી ઓન થાય.આ...

સ્માર્ટફોનમાં સ્માર્ટ સ્ટોરેજ મેનેજર

જો તમારા ફોનમાં અપૂરતી સ્ટોરેજની સમસ્યા નડતી હોય તો તમારે વારંવાર ફોનમાં જમા થયેલ ફોટો અને વીડિયો ડિલીટ કરવાની મથામણ કરવી પડતી હશે. આમ તો ફોનમાં બિનજરૂરી રીતે જગ્યા રોકતી બાબતોની સાફસફાઈ કરવાના ઘણા બધા રસ્તા છે. પરંતુ કેટલાક રસ્તા ખરેખર સ્માર્ટ છે. એન્ડ્રોઇડના ૭.૧...

વોટ્સએપથી રોકાતી સ્પેસ ખાલી કરો

ફોનમાં સ્પેસ ઓછી પડતી હોય તો વોટ્સએપને કારણે, બિનજરૂરી રીતે ડાઉનલોડ થતી બાબતો અટકાવો અને વધુ જગ્યા રોકતી ચેટ્સનો ડેટા પણ ડિલીટ કરો, આ રીતે... વોટ્સએપમાં કેટલીક સામાન્ય કાળજી ન લઈએ તો તો મિત્રોની કૃપાથી આપણો ફોન ઝડપથી ભરાવા લાગી શકે છે! વોટ્સએપને કારણે ફોન પર વધતો ભાર...

રેલવેની એલર્ટ સિસ્ટમનો લાભ લો

આવું તમારી સાથે ક્યારેક થયું હશે. તમે ટ્રેનમાં રાતના સમયે મુસાફરી કરી રહ્યા હો અને તમારે જ્યાં પહોંચવાનું હોય તે સ્ટેશન અડધી રાત્રે કે વહેલી સવારે આવવાનું હોય. પરિણામે આપણે સતત ઉચાટમાં રહીએ કે આપણું સ્ટેશન આવે ત્યારે આપણને બરાબર ઊંઘ ચઢી જાય એવું તો નહીં થાય ને?! લકઝરી...

સેમસંગમાં ક્વિક શેરનો લાભ લો

જો તમે સેમસંગ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હો તો તમારા માટે ખુશખબર છે! એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સરખામણીમાં એપલના આઇફોન ‘ઘણી બધી રીતે’ યૂઝર ફ્રેન્ડલી હોવાનો એક સામાન્ય મત છે. આવી એક રીત એટલે એરડ્રોપ. આ સુવિધાની મદદથી જુદા જુદા એપલ ડિવાઈસીસમાં ફાઇલ્સની આપ-લે બહુ...

ગીત  ફોનને સંભળાવીને સર્ચ કરો

અચાનક કોઈ ગમતા ગીતની ટ્યૂન કાને પડે, પરંતુ એ ગીતના શબ્દો હૈયા હોવા છતાં દિમાગ સુધી પહોંચે નહીં ત્યારે આપણું ખાસ્સું બેચેન બની જતું હોય છે. એમાં પણ જો એ ટ્યૂન ફક્ત થોડો સમય સંભળાઈને ગાયબ થઈ જાય તો આપણી બેચેની વધી જતી હોય છે. સંગીતના રસિયાઓએ આવો ઘણી વાર અનુભવ કર્યો હશે....

વિન્ડોઝમાં પજવતી  સ્ટીકી કી બંધ કરો

વિન્ડોઝમાં ‘સ્ટીકી કી’ નામે એક ઉપયોગી સુવિધા છે, જે ક્યારેક તમને બહુ ગૂંચવી શકે છે! કમ્પ્યુટિંગ ટેકનોલોજી અને વેબ ટેકનોલોજી વિકસાવતી કંપનીઓ સામાન્ય રીતે વિવિધ પ્રકારની શારીરિક તકલીફ ધરાવતી વ્યક્તિઓ પણ જે તે ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરી શકે તેની કાળજી રાખતી હોય છે....

ફેસબુક એપમાં લોકેશન હિસ્ટ્રી કેવી રીતે તપાસશો અને દૂર કરશો

આપણા સૌના હાથમાં સ્માર્ટફોન છે અને એ દરેક સ્માર્ટફોનમાં પાછી ફેસબુકની એપ પણ છે! વાત ગૂગલની હોય કે ફેસબુકની, દરેક મોટી ઇન્ટરનેટ કંપની ખરેખરા અર્થમાં આપણાં પગલાંનું પગેરું દબાવે છે. એમાં પણ ફેસબુક જેવી કંપની તેની એપ મારફતે આપણે ઇચ્છીએ તે કરતાં ઘણા વધુ પ્રમાણમાં આપણી...

વર્ડમાં ‘રીડેબિલિટી સ્કોર’ તપાસો

જો તમારે માઇક્રોસોફ્ટ વર્ડમાં ઇંગ્લિશમાં વારંવાર ટાઇપ કરવાનું થતું હોય તો વર્ડમાં કંઈ પણ લખ્યા પછી આપણે તેને સ્પેલિંગ અને ગ્રામરની રીતે ચેક કરી શકીએ છીએ એ તો તમે જાણતા જ હશો. આ ઉપરાંત ભાષા સંબંધિત માઇક્રોસોફ્ટ વર્ડનું વધુ એક પાસું કદાચ તમારાથી અજાણ હશે. આ પાસું છે,...

ઈ-મેઇલમાં આર્કાઇવની સુવિધા

સ્માર્ટફોન કે પીસી/લેપટોપમાં જીમેઇલનો ઉપયોગ કરતી વખતે તેમાં ‘આર્કાઇવ’ શું છે એ વિશે ઘણા લોકોને થોડી મૂંઝવણ રહેતી હોય છે. કેટલાક લોકોને આ આર્કાઇવને કારણે થતી એક જુદી સમસ્યા સતાવતી હોય છે. એમને ક્યારેક પોતાના કોઈ ઈ-મેઇલ ‘ગાયબ’ થઈ ગયા હોય એવું લાગતું હોય છે. જીમેઇલમાં...

વોટ્સએપમાં ડાર્ક મોડ અજમાવો

છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટફોનમાં વિવિધ સર્વિસમાં ડાર્ક મોડનો ઉપયોગ સતત વધતો જાય છે. આ મોડમાં ફોનનો ઉપયોગ કરવાથી ફોનમાં બેટરીની બચત થતી હોવાનું અને આંખોને ઓછી તાણ પડતી હોવાનું માનવામાં આવે છે, અલબત્ત દરેક વ્યક્તિએ તેનો અનુભવ જુદો જુદો હોઈ શકે છે. લાંબા સમયથી...

અંગ્રેજી શબ્દોના ઉચ્ચાર શીખો ગૂગલ પાસેથી!

આપણે અંગ્રેજી બોલતાં ખચકાઈએ છીએ કેમ કે આપણને ઘણા શબ્દોના ઉચ્ચાર વિશે અવઢવ હોય છે. હવે આ મૂંઝવણનો ઉકેલ પણ ગૂગલ પાસેથી મળે છે! તમે અંગ્રેજી ભાષા કેવીક જાણો છો? તમારો પોતાનો કદાચ અનુભવ હશે કે તમને અંગ્રેજી લખવા વાંચવામાં બહુ મુશ્કેલી પડતી નહીં હોય, તેમ છતાં અંગ્રેજી...

ડોક્સમાં સ્માર્ટ રીતે ટાઇપ કરો

હજી હમણાં સુધી આપણા મનની વાત કમ્પ્યુટર કે સ્માર્ટફોનના ‘મગજ’ સુધી પહોંચાડવાનો એક જ રસ્તો હતો - કી-બોર્ડ પર ટાઇપિંગ કરવું. એ પછી વોઇસ ટાઇપિંગ આવ્યું અને વાત ઘણી સહેલી બની. દરમિયાન ગૂગલે જીમેઇલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ‘સ્માર્ટ કમ્પોઝ’ની મજાની સુવિધા આપી. આ...

એક પીડીએફમાંથી અલગ અલગ ફાઇલ્સ

ધારો કે તમારી પાસે કોઈ એવી પીડીએફ ફાઈલ આવી જેમાં આઠ-દસ પાનાં છે. તેમાંથી તમારે માત્ર કોઈ એક પાનું કે અલગ અલગ પાનાં અલગ અલગ પીડીએફ ફાઈલ્સ તરીકે જોઇએ છે? તો તમે શું કરશો? આવું કરવાના જુદા જુદા ઘણા રસ્તા છે. જો તમારી પાસે અમુક ખાસ પ્રકારના પીડીએફ એડિટિંગ સોફ્ટવેર હોય તો...

જૂના સ્માર્ટફોનના નવા ઉપયોગ કરો

નવોનક્કોર સ્માર્ટફોન ખરીદતી વખતે જો તમે હજી ચાલુ હાલતમાં પણ જૂના થઇ ગયેલા સ્માર્ટફોનને એક્સચેન્જ ન કર્યો હોય તો એ જૂના ફોનનો તમે સિમકાર્ડ વિના જુદી જુદી રીતે ઉપયોગ કરી શકો છો (જૂના ફોનમાંના ડેટાને બરાબર, પૂરેપૂરો ડિલીટ કર્યા વિના તેને વેચશો પણ નહીં). જૂના ફોનનો નવો...

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વધુ ઇમેજિસ ઉમેરો

જો તમે ઇન્સ્ટાગ્રામનો ભરપૂર ઉપયોગ કરતા હો તો તેમાં ઉમેરાયેલી એક નવી સુવિધા તમને ગમશે.હવે તમે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝમાં મલ્ટિપલ ઇમેજીસ ઉમેરી શકો છો. આ ફીચરની મદદથી બાય ડિફોલ્ટ, તમે સ્ક્રીનને ચાર ભાગમાં વહેંચી શકો છો અથવા ઇચ્છો તો અન્ય લેઆઉટ્સ પણ પસંદ કરી શકો છો. એ રીતે...

એક કાગળ પર બે ઇમેજ પ્રિન્ટ કરો

ક્યારેક ને ક્યારેક, તમારે તમારા આધારકાર્ડ કે મતદાર આઇડી કાર્ડની આગળ પાછળ બંને બાજુની પ્રિન્ટ લેવાની થતી હશે. એક રસ્તો, કાગળની બંને બાજુએ, કાર્ડની બંને બાજુ વારાફરતી પ્રિન્ટ કરવાનો છે અને બીજો વધુ સારો રસ્તો, કાગળની એક જ બાજુએ, કાર્ડની બંને બાજુ પાસે પાસે રાખીને...

ક્રોમમાં ઉમેરાયો લેન્સ!

ગૂગલ ફોટોઝ અને ગૂગલ આસિસ્ટન્ટમાં ‘ગૂગલ લેન્સ’ નામની સુવિધાથી આપણે કોઈ ઇમેજને સંબંધિત વધુ બાબતો સર્ચ કરી શકીએ છીએ. આ સુવિધા હવે ક્રોમ બ્રાઉઝરમાં પણ ઉમેરાઈ છે. સાયબરસફર’માં આપણે ગૂગલ ફોટોઝમાં અને ત્યાર બાદ ગૂગલ આસિસ્ટન્ટમાં ઉમેરાયેલી ‘લેન્સ’ નામની સુવિધાની અગાઉ વાત કરી...

જોખમી મેસેજનું પ્રમાણ ઘટાડો

તમારા ફોનમાંની એસએમએસ એપ ઓપન કરો અને જુઓ કે તેમાં તમારે માટે ખરેખર કામના મેસેજ કેટલા છે? તમે જોશો કે તમે ડુ નોટ ડીસ્ટર્બ (ડીએનડી) સર્વિસ માટે રજિસ્ટ્રેશન કર્યું હશે તો પણ તમારા પર વણનોતર્યા એસએમએસનો મારો થતો હશે! ‘‘તમારી રૂપિયા ૧૫ લાખની લોન મંજૂર થઈ ગઈ છે, આગળની...

માઇક્રોસોફ્ટ વર્ડમાં કેલ્ક્યુલેટર ઉમેરો

આમ તો કમ્પ્યુટરમાં જાત ભાતની ગણતરીઓ કરવાની હોય તો માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામને કોઈ ન પહોંચે. પરંતુ ક્યારેક પગમાંનો કાંટો કાઢવા માટે તલવાર કાઢવાની જરૂર ન હોય!જો તમારે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટ પર કામ કરતી વખતે નાની મોટી ગણતરીઓ કરવાની થતી હોય તો એ કામ...

ક્રોમમાં નવી રીતે ટેબ મેનેજ કરો

એન્ડ્રોઇડમાં ક્રોમ બ્રાઉઝરમાં વિવિધ ટેબમાં જુદી જુદી વેબસાઇટ્સ જોવી આમ તો સરળ છે, પરંતુ જ્યારે આપણે જુદી જુદી લિન્ક્સ પર ક્લિક કરીને સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરી લઈએ ત્યાર પછી કામ થોડું મુશ્કેલ બનતું હતું. જેમ કે આપણે ઓપન કરેલી ટેબ્સમાંથી બિનજરૂરી ટેબ્સ બંધ કરવી હોય તો એ...

ગૂગલ પેમાં વધુ બેન્ક એકાઉન્ટ ઉમેરો

ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત લેવડ-દેવડ લોકપ્રિય બની રહી છે અને તેમાં સરકારી ભીમ એપ ઉપરાંત ગૂગલ પે અને ફોન પે જેવી સર્વિસનો ઉપયોગ ખાસ્સો વધી રહ્યો છે. આવી એપ્સમાં તમે એક કરતાં વધુ બેન્ક ખાતા માટે યુપીઆઇ એડ્રેસ મેળવી શકો છો.જેમ કે તમે ગૂગલ પે...

જિઓમાં ફ્રી કોલર ટ્યૂન સેટ કરો!

આપણે જ્યારે કોઈને પણ ફોન કરીએ ત્યારે ઘણા લોકોના ફોનમાં રિંગ સંભળાવાને બદલે કોઈ ગીત કોલર ટ્યૂન તરીકે સાંભળવા મળે છે. જુદી જુદી મોબાઇલ કંપની મ્યુઝિક એપ સાથે જોડાણ કરીને આ સર્વિસ ફ્રી આપવા લાગી છે.  આપણે જિઓમાં કોલર ટ્યૂન સેટ કરવાની પદ્ધતિ જાણી લઈએ. જિયો કોલર ટ્યૂન સેટ...

મેપ્સમાં પબ્લિક ટોઇલેટ શોધો

હવે તમે પોતાના શહેરમાં હો કે કોઈ અજાણ્યા શહેરમાં, ગૂગલ મેપ્સમાં ‘પબ્લિક ટોઇલેટ્સ નીયર મી’ કે ‘ટોઇલેટ’ સર્ચ કરી શકો છો. ગૂગલ મેપ્સની આ સુવિધાનો ઉપયોગ કરીને ભારતમાં હવે રોજેરોજ અઢી લાખથી વધુ લોકો તેમની નજીકનું પબ્લિક ટોઇલેટ શોધવા લાગ્યા છે. ગૂગલે આ માટે ભારત સરકારના...

એપ્સ સહેલાઇથી અપડેટ કરો

આપણા સ્માર્ટફોનમાંની એપ્સ અપડેટ કરવાના કેટલાક દેખીતા ફાયદા છે, એક તો એપમાં કંઈ નવા ફીચર ઉમેરાયા હોય તો તેનો આપણને લાભ મળે અને એથી પણ વિશેષ, એપમાં સલામતી બાબતે કોઈ ખામી સુધારી લેવાઈ હોય તો તેનો લાભ મળે.  આનો સૌથી સહેલો રસ્તો પ્લેસ્ટોરમાં જઇને તમામ એપ્સ જ્યારે પણ અપડેટ...

ઇન્સ્ટાગ્રામમાં ‘રિસ્ટ્રિક્ટ’નો લાભ લો

લગભગ બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘ટ્રોલિંગ’ એક મોટું દૂષણ છે.  કોઈ વ્યક્તિ કોઈ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે એ પછી તેને ઉતારી પાડતી અનેક કમેન્ટસનો મારો શરૂ થઈ જાય એવું ટ્રોલિંગ ઘણા લોકોને સોશિયલ મીડિયાથી દૂર લઈ જતું હોય છે.  ઇન્સ્ટાગ્રામમાં આ દૂષણનો સામનો...

ક્રોમ એપમાં એડ્સ અટકાવો

આ અંકમાં સ્માર્ટફોનમાં વિવિધ એપ્સને ઢાંકીને, આખો સ્ક્રીન રોકી લેતી કે નોટિફિકેશન શટરમાં ધરાર જાહેરાતો બતાવતી એપ્સ શોધીને કેવી રીતે દૂર કરી શકાય તેની વાત કરી છે. એ ઉપરાંત, તમારો અનુભવ હશે કે ફોનમાં ક્રોમ બ્રાઉઝર એપમાં સર્ફિંગ કરતી વખતે પણ આપણે વિવિધ સાઇટ્સ પર અનેક...

ફેસબુક એપમાં ડેટા બચાવો

જો તમને સ્માર્ટફોનમાં ફેસબુક એપનો જબરજસ્ત ઉપયોગ કરવાની ટેવ હોય તો તેની અસર બે રીતે વર્તાતી હશેઃ એક, તમારા ફોનની બેટરી ઝડપથી ઉતરી હશે અને બીજું, ફોનમાં મોબાઇલ ડેટાનું બિલ વધુ આવતું હશે! ફેસબુક એપમાં કેટલાંક સેટિંગ્સ કરીને આ બંને અસર ઘટાડી શકાય છે.  એ માટે… ફેસબુક એપના...

ડિજિલોકરનો ઉપયોગ કેવી રીતે કરશો?

મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ ડિજિટલ સ્વરૂપે સાચવવા માટે ડિજિલોકર વ્યવસ્થા ઘણી ઉપયોગી થઈ શકે છે. સાયબરસફર’ના સપ્ટેમ્બર ૨૦૧૯ અંકમાં વાત કરી હતી કે ભારતમાં આપણા વિવિધ પ્રકારના ડેટાના જીવંત શેરિંગથી લોન મેળવવા જેવી બાબતો વધુ સરળ બનાવતી ‘સહમતી’ નામની એક પહેલ ટૂંક સમયમાં આવી રહી...

એમપરિવહન એપઃ ઉપયોગી ખરી, પણ ભવિષ્યમાં!

વાહન સંબંધિત દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપે સાચવવાની સગવડ આપતી આ એપ, વિચારની દૃષ્ટિએ ઘણી સારી છે, પણ અમલમાં હજી પ્રારંભિક અડચણો દેખાઈ રહી છે. ટ્રાફિક ચલણના મુદ્દે સામાન્ય નાગરિકો પોલીસ સાથે અને રાજ્યો કેન્દ્ર સાથે બાખડી પડ્યાં છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડમાં કરવામાં...

માઇક્રોસોફ્ટ વર્ડમાં ચાર્ટ તૈયાર કરો

કોઈ પણ ટેબલમાંની આંકડાકીય માહિતીને ચાર્ટ કે ગ્રાફ સ્વરૂપે દર્શાવવામાં આવે તો તે માહિતી સમજવી ઘણી સરળ બની જાય છે.  એક્સેલમાં ટેબલમાંના ડેટાને ચાર્ટ કે ગ્રાફ સ્વરૂપે દર્શાવવો બહુ સરળ છે, પરંતુ ઘણી વાર એવું પણ બને કે આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટ તૈયાર કરતી...

પીડીએફ ઓપન કરવા પર અંકુશ મેળવો

જ્યારે તમે પીસી પર ઇન્ટરનેટ સર્ફિંગ કરી રહ્યા હો ત્યારે કોઈ પુસ્તક કે અન્ય કોઈ જાણકારી આપતી બાબતની પીડીએફ મળી આવે, તો સ્વાભાવિક છે કે તમને તેને ડાઉનલોડ કરવાનું મન થઈ જાય. આવી પીડીએફ ફાઇલની લિન્ક પર ક્લિક કરતાં બે વસ્તુ થઈ શકે છે. કાં તો એ ફાઇલ તમારા બ્રાઉઝરમાં જ ઓપન...

જીબોર્ડમાં શબ્દો કેપિટલ કરો

મોબાઇલ પર ફટાફટ ટાઇપ કરવાની લ્હાયમાં ભાષા શુદ્ધિ ક્યાંય ખોવાઈ ગઈ છે, પરંતુ જ્યારે ઔપચારિક એટલે કે ફોર્મલ કમ્યુનિકેશન કરવાનું હોય ત્યારે જોડણી અને વ્યાકરણના નિયમોનું કાળજીપૂર્વક પાલન થાય એ જરૂરી છે. આખરે આપણી ભાષા જ આપણી ઓળખ ઊભી કરતી હોય છે.  એટલે જ હવે જ્યારે બધુ...

ટુ-સ્ટેપ-વેરિફિકેશનની વિવિધ પદ્ધતિ જાણો

ઓનલાઇન એકાઉન્ટ્સને વધુ સલામત બનાવવા માટે શક્ય હોય ત્યાં ટુ-સ્ટેપ-વેરિફિકેશન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આમાં એક મુશ્કેલી છે.  જો આ પદ્ધતિ ઓન કરતી વખતે આપણે માત્ર એક રીતે વેરિફિકેશન કોડ મેળવવાનું સેટિંગ રાખ્યું હોય અને કોઈ કારણસર એ રીતે વેરિફિકેશન કોડ મેળવી ન શકીએ...

જીમેઇલમાં તમારી નોંધ ઉમેરો

જો તમે તમારા કામકાજ માટે જીમેઇલનો ભરપૂર ઉપયોગ કરતા હો તો તમારો અનુભવ હશે કે આપણને આવેલા ઈ-મેઇલ પર આપણે આગળ શું કામ કરવાનું છે તેની ટૂંકી નોંધ કરવાની સગવડ મળે તો બહુ ઉપયોગી થાય. કારણ સાદું છે. કોઈ આપણને ઈ-મેઇલ મોકલે ત્યારે જો તેમાં એ વિશેની પૂરતી ચોખવટ ન કરી હોય તો...

ડેસ્કટોપ ચોખ્ખું રાખો

જો તમારે નિયમિત રીતે પીસી કે લેપટોપ પર કામ કરવાનું થતું હશે તો બીજા ઘણા લોકોની જેમ કદાચ તમને પણ ફાઇલ્સ કામચલાઉ ધોરણે ડેસ્કટોપ પર સેવ કરી લેવાની ટેવ હશે. પરંતુ એ ફાઇલ્સ પછી ડેસ્કટોપ પર કાયમ માટે ગોઠવાઈ જતી હોય છે! આ કારણે ધીમે ધીમે ડેસ્કટોપ પર ફાઇલ્સ, ફોલ્ડર્સના...

એમેઝોન દાવાનળની અસર જુઓ

દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં એમેઝોનનાં જંગલોમાં દાવાનળની સંખ્યા અને વ્યાપ વધી રહ્યાં છે અને આખા વિશ્વને તેની દૂરગામી અસરોની ચિંતા થવા લાગી છે. સેલિબ્રિટિઝ સોશિયલ મીડિયા પર દાવાનળની તસવીરો સાથે ક્લાઇમેટ ચેન્જ સામે આક્રોષ ઠાલવી રહ્યા છે, પણ આ તસવીરો બહુ જૂની હોવાનું...

સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ શીખો

તમે જો મેથ્સ કે એન્જિનિયરિંગના વિદ્યાર્થી હો તો તમારે કેલ્ક્યુલેટર અને એમાં પણ સાયન્ટિફિક કેલ્કયુલેટરનો ખાસ ઉપયોગ કરવાનો થતો હશે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર મેથ્સ ઉપરાંત કેમેસ્ટ્રી અને ફિઝિક્સના દાખલા ઉકેલવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આ પ્રકારના કેલ્ક્યુલેટરની મુશ્કેલી એ છે...

વર્ડમાં કર્સરનું સ્થાન યાદ રાખો

માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણે સંખ્યાબંધ પેજિસ ધરાવતા કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હોઇએ ત્યારે ટેક્સ્ટ એડિટિંગની કેટલીક ખાસ પ્રકારની ખાસિયતો જાણતા હોઇએ તો આપણું કામ ઘણું સહેલું બની શકે છે તેમ જ, સમય બચવાની સાથોસાથ આપણા કામમાં ચોક્સાઈ વધી શકે છે.તમારો અનુભવ હશે કે...

અનસેવ્ડ ફાઇલ પરત મેળવો

ધારો કે તમે ખાસ્સી મહેનત કરીને માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટમાં કોઈ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું. પરંતુ ધમાકેદાર પ્રેઝન્ટેશન તૈયાર કરવાના ઉત્સાહમાં તમે પ્રેઝન્ટેશનની ફાઇલને થોડા થોડા વખતે સેવ કરવાનું ભૂલી ગયા. હવે બનવા જોગ પાવર સપ્લાયમાં ઊંચ-નીચ થઇ કે બીજા ગમે તે કારણસર તમારું...

લેન્ડસ્કેપ ફોટોગ્રાફી ગાઇડ મેળવો

‘‘અમે માનીએ છીએ કે આ પૃથ્વી પરની દરેક વ્યક્તિ એક કલાકાર છે અને પોતાનું કલાત્મક પાસું તપાસવાનો અને વિશ્વ સાથે શેર કરવાનો સૌથી સારો રસ્તો ફોટોગ્રાફી છે’’. જો તમે આ વાત સાથે સહમત થતા હો તો તમને ગમે તેવી એક વેબસાઇટ છે https://photzy.com. સમગ્ર વિશ્વમાં પથરાયેલા અને...

ફોટોઝમાં ડોક્યુમેન્ટ ઓટોક્રોપ કરો

જીએસટી આવ્યા પછી, જો આપણે જીએસટી નંબર ધરાવતા હોઇએ તો આપણે જે જે જગ્યાએ જીએસટી ચૂકવ્યો હોય તેની રસીદો સાચવવાની ઝંઝટ વધી ગઈ છે. કારણ કે આપણે ચૂકવેલો જીએસટી આપણા જીએસટી રીટર્નમાં બાદ મેળવવાનો હોય છે. તમે જીએસટી નંબર ન ધરાવતા હો તો પણ ઘરના સામાન્ય હિસાબ કિતાબ જાળવવા માટે...

ક્રોમમાં બીજાં સરખાં પેજ શોધો

ઇન્ટરનેટ માહિતીનો મહાસાગર છે અને એ જ તેની સૌથી મોટી તકલીફ છે. આપણને જોઇતી માહિતી શોધવામાં ગૂગલ ઘણે ઘણે અંશે મદદરૂપ થાય છે તેમ છતાં ઘણું બધું કન્ટેન્ટ, જે આપણને ઉપયોગી થઈ શકે તેમ હોય તે આપણી નજરથી દૂર રહી જાય છે. તેનું કારણ એ છે કે આપણે એ જ વસ્તુ સર્ચ કરી જ શકીએ છીએ...

ક્રોમમાં પણ હવે રીડર મોડ મેળવો

તમે એપલના સફારી કે ફાયરફોક્સ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હશો તો જાણતા હશો કે તેમાં લાંબા સમયથી રીડર ફ્રેન્ડલી રીડિંગ મોડની સુવિધા ઉપલબ્ધ છે. આપણે કોઈ વેબસાઇટ પર કોઈ વેબ આર્ટિકલ વાંચી રહ્યા હોઈએ ત્યારે સામાન્ય રીતે એ વેબ પેજ પર આપણને જે કન્ટેન્ટમાં રસ હોય તેના ઉપરાંત ઘણા બધા...

ગૂગલ અર્થમાં અક્ષાંશ-રેખાંશ જુઓ

શાળામાં કે ઘરમાં નાના બાળકોને પૃથ્વી પરની અક્ષાંશ-રેખાંશ રેખાઓનો કન્સેપ્ટ સમજાવવો હોય તો હવે પેલા જૂના અને જાણીતા પૃથ્વીના ગોળાની મદદ લેવી જરૂરી રહી નથી. પીસી કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝરમાં ગૂગલ અર્થની વેબસાઇટ પર જઇને અથવા મોબાઇલમાં ગૂગલ અર્થની એપમાં પૃથ્વીના ગોળા પર...

ઉબરમાં ડ્રાઇવર સાથે દોસ્તી કરો

એપ કેબ સર્વિસ ઉબરનો લાભ લેતી વખતે તમને જાત ભાતના ડ્રાઇવર્સનો ભેટો થતો હશે. કોઈ માથું પકવી નાખે એટલા વાતોડિયા હોય તો કોઈ તેમની સૌમ્ય રીતભાતથી આપણું દિલ જીતી લે અને આપણને થાય કે ભવિષ્યની કોઈ ટ્રીપમાં એ જ ડ્રાઇવર ફરી મળે તો સારું. મળી રહેલા સમાચાર અનુસાર ઉબર એવું એક ફીચર...

એક્સેલમાં ફટાફટ સરવાળો કરો

એક્સેલમાં કામ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં વિવિધ પ્રકારની ગણતરી બહુ ઝડપથી થઈ શકે છે. વાત સાદા સરવાળાની હોય કે પછી  અત્યંત જટિલ ગણતરીઓની, એક્સેલ બધું કામ આંખના પલકારામાં કરી શકે છે. એમાં પણ જો આપણે કેટલાક શોર્ટકટ બરાબર જાણતા હોઇએ તો આપણું કામ હજી વધુ ઝડપી બની...

વર્ડમાં એક્સેલ જેવા ચાર્ટ ઉમેરો

એક્સેલમાં આપણે ડેટા ટેબલને વિવિધ પ્રકારના ચાર્ટ સ્વરૂપે બતાવી શકીએ છીએ એ તો આપણે જાણીએ છીએ. એક્સેલમાંથી ચાર્ટને વર્ડમાં લાવી શકાય એ પણ આપણે જાણીએ છીએ, પણ વર્ડમાં જ ડેટા ટેબલમાંથી ચાર્ટ બનાવવો હોય તો? એ પણ શક્ય છે! એ માટે વર્ડમાં કોઈ ડેટા સાથેનું ટેબલ તૈયાર કરો. તેને...

એપલમાં સ્માર્ટ કોપી-પેસ્ટ કરો

જો તમે વ્યસ્ત એક્ઝિક્યુટિવ હો તો તમારું કામ ચોક્કસ પણે મોબાઇલ અને ડેસ્કટોપ વચ્ચે વહેંચાયેલું રહેતું હશે. ઘણી વાર એવું પણ બનતું હશે કે તમારે ડેસ્કટોપમાં કંઇક કોપી કરીને તેને મોબાઇલમાં વોટ્સએપમાં પેસ્ટ કરીને આગળ મોકલવાનું થાય. આવી સ્થિતિનો એપલ બહુ સરસ ઉપાય આપે છે....

જીમેઇલમાં યૂઝરનેમ બદલવું છે?

તમને ક્યારેય તમારા જીમેઇલ એકાઉન્ટનું યૂઝરનેમ બદલવાની જરૂર લાગી છે? ઈ-મેઇલમાં ઈ-મેઇલ એડ્રેસ અને યૂઝરનેમ એ બંને જુદી જુદી બાબત છે. માની લો કે તમે કોઈ નાનો બિઝનેસ શરૂ કર્યો છે. એને માટે જીમેઇલમાં એકાઉન્ટ ખોલાવતી વખતે તમે કદાચ ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ તરીકે પોતાનું...

ગૂગલ શીટ્સમાં ડેટ પીકર ઉમેરો

તમે માઇક્રોસોફ્ટ એક્સેલ અને ગૂગલ શીટ્સ પ્રોગ્રામની સરખામણી કરી છે? એક્સેલ પાર વગરના ફીચર્સ ધરાવતો પ્રોગ્રામ છે, પરંતુ ગૂગલ શીટ્સ પ્રોગ્રામ પણ ધીમે ધીમે તેની ઘણી નજીક પહોંચી રહ્યો છે. જો તમે એક્સેલના પાવરયૂઝર હો તો જુદા જુદા લોકો સાથે શેરિંગ માટે કે ફાઇલ્સને ગમે તે...

મેપ્સમાં રોજિંદો ટ્રાફિક જાણો

ધીમે ધીમે આપણને સૌને એવી આદત પડવા લાગી છે કે આપણે કોઈ પણ સ્થળે જવાનું હોય ત્યારે રસ્તામાં કેટલો ટ્રાફિક નડશે એ આપણે ગૂગલ મેપ્સ ઓપન કરીને તપાસી લઈએ છીએ. ખાસ કરીને, ઘરથી ઓફિસ વચ્ચેની દૈનિક મુસાફરી મેપ્સથી વધુ સહેલી બની શકે છે. એ માટે ગૂગલ મેપ્સ ઓપન કરો અને તેમાં નીચેની...

એન્ડ્રોઇડમાં ‘ઇસ્ટર એગ્સ’ ટ્રાય કરો

ગૂગલે તેના દરેક વર્ઝનમાં એક નાની-અમથી રમૂજ કે ગેમ જેવું કંઈક મૂકવાનો રિવાજ પાળ્યો છે (ટેક જગતમાં આવી રમૂજ-કરામતોને ‘ઇસ્ટર એગ્સ’ કહે છે). જો તમારી પાસે હજી બાવા આદમના સમયનો જિંજરબ્રેડ (એન્ડ્રોઇડ ૨.૩) વર્ઝનનો હોય અને હજી ચાલતો હોય તો તેમાં ફોનના સેટિંગ્સમાં જાઓ, તેમાં...

વર્ડમાં પેજનું ઓરિએન્ટેશન બદલો

માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરતી વખતે બની શકે કે તમારે તેમાં ખાસ્સા મોટાં ટેબલ કે ચાર્ટ સામેલ કરવાના થાય. સામાન્ય રીતે આપણે વર્ડના ડોક્યુમેન્ટમાં એ-૪ સાઇઝ અને પોટર્‌રેઇટ ઓરિએન્ટેશન (સાદા શબ્દોમાં ઊભું પેજ!) વિકલ્પ પસંદ કરતા હોઇએ છીએ. પરંતુ જરૂરિયાત...

ફાઇલ્સને સોર્ટ અથવા ગ્રૂપ કરો

પીસી કે લેપટોપમાં તમે વિન્ડોઝ એક્સપ્લોરરમાં કોઈ ફોલ્ડરમાંની તમારી ફાઈલ્સ જુદી જુદી રીતે સોર્ટ અને ગ્રૂપ કરી શકો છો. આ તમે કદાચ તમે જાણતા તો હશો પણ તેનો પૂરો ઉપયોગ નહીં કરતા હો. ધારો કે તમે તમારા કોઈ ક્લાયન્ટ માટેનાં તમામ કામ અલગ અલગ ફાઇલ્સમાં કરતા હો અથવા અન્ય કોઈ...

મેસેન્જરમાં થ્રેડેડ રિપ્લાય કરો

વોટ્સએપમાં તમે જાણતા હશો તેમ કોઈ મિત્ર સાથેની ચેટમાં કે ગ્રૂપમાંની ચેટમાં કોઈ એક મેસેજના સંદર્ભમાં તમારે જવાબ વાળવો હોય ત્યારે એ મેસેજનો સંદર્ભ આપી શકાય છે. એ માટે આપણે એ મેસેજ જરા લાંબો સમય પ્રેસ કરીને સિલેક્ટ કરીએ એટલે મથાળે ડાબી તરફ જતા તીરની નિશાની મળે તેને ક્લિક...

કી-બોર્ડની નજીવી ભૂલો સુધારો

પીસી કે લેપટોપમાં કામ કરતી વખતે ક્યારેક નાની નાની ભૂલો આપણને લાંબા સમય સુધી નડી શકે. જેમ કે ક્યારેક એવું બને કે તમે બ્રાઉઝર ઓપન કરીને કોઈ વેબસસર્વિસમાં તમારા યૂઝરનેમ-પાસવર્ડ આપીને લોગ-ઇન થવાનો પ્રયાસ કરી રહ્યા હો, તમને તમારો પાસવર્ડ બરાબર યાદ હોય, તમને ખાતરી હોય કે...

પાવરપોઇન્ટમાં સરળ ડુપ્લિકેશન

પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરતી વખતે ઘણી વાર એવું બને કે આપણે જુદી જુદી ટેક્સ્ટ ફ્રેમ કે ઓબ્જેક્ટને કોપી કરીને અન્ય કોઈ જગ્યાએ પેસ્ટ કરવાની જરૂર પડે એટલે કે આપણે જુદી જુદી બાબતોને ડુપ્લિકેટ કરવાની જરૂર પડે. આમ કરવાનો એક રસ્તો એ છે કે આપણને જે બાબત ડુપ્લિકેટ...

એક્સેલમાં ‘રેપ ટેકસ્ટ’ વિશે જાણો

જ્યારે આપણે એક્સેલમાં કોઈ કોરી સ્પ્રેડશીટ ઓપન કરીએ ત્યારે તેમાં દરેક સેલની ઊંચાઈ અને પહોળાઈ નિશ્ચિત હોય છે. પછી તેમાં ટેક્સ્ટ કે નંબર્સ ઉમેરીએ એ મુજબ રોની ઊંચાઈ વધે અને કોલમની પહોળાઈ વધે. જો તમે કોલમની પહોળાઈ નિશ્ચિત રાખવા માગતા હો પણ અમુક સેલમાં કોલમની પહોળાઈ કરતાં...

લેપટોપમાં ટચપેડ ડિસેબલ કરો

લેપટોપમાં માઉસનું કામ આપતું ટચપેડ એક એવી સુવિધા છે જે ઘણા લોકોને એકદમ માફક આવી જાય છે, તો ઘણા લોકોને માઉસ વિના ચાલતું નથી. આવા લોકો લેપટોપ સાથે રોજિંદું માઉસ કનેક્ટ કરીને કામ કરવાનું પસંદ કરે છે. આ રીત તો સહેલી છે, પણ માઉસ કનેક્ટ કર્યા પછી પણ ટચપેડ ઇનેબલ રહે તો ભૂલથી...

પેનડ્રાઇવ ફટ દઇને ખેંચી કાઢી શકાશે

અત્યાર સુધી આપણે પીસીમાં પેનડ્રાઇવ એટેચ કરી હોય તો કામ પૂરું થયા પછી તેને અનપ્લગ કરતી વખતે એક ચોક્કસ પ્રક્રિયાનું પાલન કરવું પડતું હતું. એ માટે આપણે સ્ક્રીન જમણી તરફ નીચેની બાજુએ પેનડ્રાઇવની નિશાની પર ક્લિક કરીએ, પછી સિસ્ટમ આપણને કહે કે પેનડ્રાઇવ પીસીમાંથી દૂર કરવી...

જીમેઇલમાં મેઇલ શિડ્યુલ કરો

જીમેઇલમાં જુદા જુદા અનેક ઉપયોગી ફીચર્સ હોવા છતાં એક ખોટ લાંબા સમયથી હતી - મેઇલને શિડ્યુલ કરવાની સુવિધા. અત્યાર સુધી જીમેઇલમાં મેઇલ કંપોઝ કર્યા પછી આપણે તેને કાં તો તરત ને તરત સેન્ડ કરી શકીએ છીએ અથવા ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકીએ છીએ. પરંતુ ડ્રાફ્ટ તરીકે સેવ કર્યા પછી કોઈ...

એપ્સ ઓટોમેટિક અપડેટ કરો

સ્માર્ટફોનમાં આપણે ઇન્સ્ટોલ કરેલી દરેક એપમાં સમયાંતરે નવાં ફીચર્સ ઉમેરાતાં હોય છે કે તેમાં ધ્યાનમાં આવેલી ખામીઓ સુધારવામાં આવતી હોય છે. આ બધું આપણને અપડેટ સ્વરૂપે મળે છે. આથી આપણે ઇન્સ્ટોલ કરી એપ્સને નિયમિત રીતે અપડેટ કરવી હિતાવહ છે. એમ કરવા માટે આપણે વારંવાર પ્લે...

આઇફોનમાં નવાં સ્વાઇપ જેસ્ચર્સ

જો તમે આઇફોનમાં જીમેઇલ એપનો ઉપયોગ કરતા હો તો તમારે માટે ખુશખબર છે. એન્ડ્રોઇડ યૂઝર્સને લાંબા સમયથી મળતી સ્વાઇપ જેસ્ચર્સને કસ્ટમાઇઝ કરવાની સુવિધા હવે આઇફોન યૂઝર્સને પણ મળશે. અત્યાર સુધી આઇફોનમાં જીમેઇલ એપમાં તમે ઇમેઇલને ડાબી કે જમણી તરફ સ્વાઇપ કરો તો ઇમેઇલ ડીલિટ થતો...

ડોક્યુમેન્ટમાં સ્માર્ટ રીતે ફાઇન્ડ-રિપ્લેસ કરો

તમારો અનુભવ હશે કે તમને કોઈએ માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ મોકલ્યું હોય અને તેને તમારે એડિટ કરવાનું હોય, ત્યારે જો તમને ડોક્યુમેન્ટ મોકલનારી વ્યક્તિ પરફેકશનની આગ્રહી ન હોય તો બની શકે કે તેણે ટાઇપિંગમાં સંખ્યાબંધ અને ખાસ તો, એક જ પ્રકારની ભૂલો વારંવાર કરી હોય. જેમ કે...

મોબાઇલમાં ગૂગલનો પાસવર્ડ કેવી રીતે બદલશો?

આપણો ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ એટલે આપણી આખી ડિજિટલ દુનિયાનું તાળું. આ તાળું જેટલું મજબૂત એટલું આપણી સામેનું જોખમ ઓછું. આ વાત આપણે બધા સમજીએ છીએ. છતાં તેને લગતી બે-ત્રણ મહત્ત્વની વાત ભૂલી જઈએ છીએ. પહેલી વાત, ટુ-સ્ટેપ વેરિફિકેશન પદ્ધતિનો લાભ લેવો, જેથી માત્ર પાસવર્ડ...

જીમેઇલ એપમાં સ્માર્ટ સર્ચ કરો

જો તમે પીસી પર કે મોબાઇલમાં જીમેઇલનો જોરદાર ઉપયોગ કરતા હો તો તમારા જીમેઇલ એકાઉન્ટમાં મેઇલ્સની સંખ્યા હજારોમાં હશે (નોટિફિકેશન કે ફોરમ કે પ્રમોશનલ મેઇલ્સને બાદ કરીએ તો પણ!). આવી સ્થિતિમાં ઘણી વાર અગાઉ આવેલા મહત્ત્વના મેસેજ ફરી વાર શોધવા મુશ્કેલ બની જતા હોય છે. જો તમે...

મેપ્સમાં એક હાથે ઝૂમ-ઇન કરો

સ્માર્ટફોનમાં આપણને સૌને કોઈ પણ ઇમેજ વધુ મોટી કરીને જોવા માટે બે આંગળીથી પિન્ચ આઉટ કરવાની ટેવ છે. એ માટે આપણે એક હાથમાં સ્માર્ટફોન પકડીને બીજા હાથની આંગળીઓની મદદ લેવી પડે. પરંતુ ક્યારેક એવું બને કે આપણે એક હાથે જ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોઈએ (માની લો કે ત્યારે બીજા...

મેસેન્જરમાં ‘ક્યૂટ’ ઇમેજ શેર કરો

ફેસબુક પર તમે જુદા જુદા મિત્રો તરફથી અવનવી મજાની ઇમેજિસ જોઇને દિવસ આખાનો કંટાળો કે ઓફિસનો થાક દૂર કરતા હશો. આવું કંઈ ગમતું મળી જાય તો મિત્રો સાથે ગમતાનો ગુલાલ કરવાનું મન થાય અને તમે તેને ફોરવર્ડ કરી શકો. અલબત્ત આ બધું પહેલાં જોવા મળે, પછી દિલને સ્પર્શે અને પછી શેર...

ગૂગલ આસિસ્ટન્ટથી સ્ક્રીનશોટ લો

મોબાઈલમાં ઘણી વાર આપણે સ્ક્રીનશોટ લેવાના થતા હોય છે. જેમ સ્ક્રીનશોટ લેવાનાં કારણ જુદાં જુદાં હોય તેમ લગભગ દરેક મોબાઇલે સ્ક્રીનશોટ લેવાની પદ્ધતિ જરા જરા જુદી હોય છે. મોટા ભાગના સ્માર્ટફોનમાં પાવર બટન અને વોલ્યૂમ બટન એક સાથે પ્રેસ કરીને સ્ક્રીનશોટ લઈ શકાય છે. કેટલાક...

ક્રોમમાં ‘ડકડકગો’ સર્ચ એન્જિન ઉમેરો

ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર, ઇન્ટરનેટ પર આપણી જાસૂસીના આધારે ચાલે છે. ઇન્ટરનેટ પર આપણે જે કંઈ જોઇએ, વાંચીએ, ખરીદીએ, શેર કરીએ, લાઇક કરીએ એ બધાની રજે રજેની માહિતી સાચવવામાં આવે છે અને પછી એ મુજબ માત્ર આપણને ટાર્ગેટ કરીને જાહેરાતો બતાવવામાં આવે છે. આપણી આવી જાસૂસી કરવાની...

ટવીટરમાં સહેલાઈથી મીડિયા શેરિંગ કરો

હમણાં ટવીટરે તેના ઇન-એપ કેમેરામાં મોટો ફેરફાર કર્યો છે. જો તમે ટવીટર એપના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરતા હો, તો હવે તમે આ એપ ઓપન કરી, સ્ક્રીન પર જમણેથી ડાબી તરફ સ્વાઇપ કરો તો એપમાંની કેમેરા સર્વિસ એક્ટિવેટ થશે (આ સુવિધા હજી રોલ-આઉટ થાય છે, એટલે કદાચ તમારે થોડી રાહ જોવી...

બે કે વધુ ફાઇલમાં ટેક્સ્ટની આપલે

માઇક્રોસોફ્ટ વર્ડમાં કામ કરતી વખતે ક્યારેક એવી જરૂરિયાત ઊભી થાય કે આપણે એક ફાઇલમાં બીજી ફાઇલની ટેક્સ્ટ ઉમેરવાની થાય. બીજી ફાઇલની માત્ર અમુક ટેક્સ્ટ પહેલી ફાઇલમાં ઉમેરવાની હોય તો તો જે ટેક્સ્ટ ઉમેરવાની છે તેને કોપી કરીને પહેલી ફાઇલમાં પેસ્ટ કરવી એ જ સૌથી સહેલો રસ્તો...

પાવરપોઇન્ટ ફાઇલ સાઇઝ ઘટાડો

પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન બનાવવું પ્રમાણમાં સહેલું છે. આપણે એક પછી એક સ્લાઇડ ઉમેરતા જઈએ અને તેમાં જોઇતી ટેક્સ્ટ, ઇમેજ, વીડિયો, ઓડિયો વગેરે ઉમેરતા જઇએ એટલે આપણું પ્રેઝન્ટેશન તૈયાર! મુશ્કેલી ત્યારે શરૂ થાય જ્યારે આપણે આ પ્રેઝન્ટેશનને બીજા સાથે શેર કરવાનું હોય....

એપ ઇન્સ્ટોલ કર્યા વિના ટ્રાય કરો

ગૂગલ પ્લે સ્ટોર એપમાં તમે વિવિધ એપ્સ તપાસી રહ્યા હો ત્યારે કેટલીક એપ્સ એવી મળે જે તમને ખરેખર ઉપયોગી થશે કે કેમ તેની ખાતરી ન હોય. આપણે ફક્ત તેની અજમાયશ કરવાની હોય. જો એપની સાઇઝ ઘણી વધુ હોય તો આપણે આવી અજમાયશ ટાળીએ. આના ઉપાય તરીકે પ્લે સ્ટોરમાં હવે ‘ઇન્સ્ટન્ટ એપ્સ’...

કનેક્ટેડ એપ્સ ડિસકનેક્ટ કરો

‘સાયબરસફર’માં આપણે વારંવાર વાત કરી છે કે જુદી જુદી સાઇટ્સ કે એપ્સમાં ઉપલબ્ધ સોશિયલ સાઇન-ઇનની સગવડ બેધારી તલવાર છે. મોટા ભાગની સાઇટ્સ/એપ્સમાં આપણે કાં તો નવું યૂઝરનેમ અથવા પોતાનું ઈ-મેઇલ એડ્રેસ નક્કી કરી, એ સર્વિસ માટે કોઈ નવો જ પાસવર્ડ નક્કી કરીને પોતાનું એકાઉન્ટ...

ઉબરમાં ટ્રસ્ટેડ કોન્ટેક્ટસ ઉમેરો

શહેરમાં કોઈ પણ સ્થળે આવનજાવન માટે ઉબર કે ઓલા જેવી એપ કેબ હવે અત્યંત અનુકૂળ અને સગવડભર્યો રસ્તો છે. આંગળીના ઇશારે ઘરઆંગણે આવી પહોંચતી કેબ સર્વિસમાં મુસાફરીને વધુ સલામત બનાવતા વિકલ્પો પણ ઉમેરાય છે. પરિવારના વડીલોને એકલા રેલવે સ્ટેશને મોકલવા કે સંતાનોને ટ્યૂશન ક્લાસમાં...

હોમ સ્ક્રીન પર શોર્ટ કટ નથી જોઇતા?

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આપણે પ્લે સ્ટોરમાંથી કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરીએ એટલે એન્ડ્રોઇડ આપોઆપ તેનો શોર્ટકટ આપણા ફોનના હોમ સ્ક્રીન પર મૂકી દે છે. આ સુવિધા એક રીતે કામની છે કેમ કે એપ ઇન્સ્ટોલ થયા પછી આપણે ફોનમાં તેને શોધવા જવાની જરૂર ન રહે અને હોમ સ્ક્રીન પર તે હાથવગી રહે....

તમારા આઈફોનમાં વોટ્સએપ લોક કરો

તમારો એન્ડ્રોઇડ ફોન બીજા કોઈના હાથમાં હોય તો એ તેમાં વોટ્સએપ ઓપન કરીને તમારા મેસેજીસ વાંચી શકે છે. હજી હમણાં સુધી આઇફોનમાં પણ આવું જ હતું. હવે આઇફોન પૂરતી સ્થિતિ બદલાઈ છે. ગયા મહિને વોટ્સએપ કંપનીએ આઇફોન માટેની તેની એપમાં, યૂઝર્સ પોતાની વોટ્સએપ એપને ટચ આઇડી કે ફેસ આઇડી...

પેટીએમ એપમાં વીમાનું પ્રીમિયમ કેવી રીતે ભરશો?

બે વર્ષ પહેલાં અણધારી આવી પડેલી નોટબંધી ભારત અને ભાજપ બંનેને કેટલી ફળશે એ તો આગામી ચૂંટણીમાં ખબર પડશે, પણ એક વાત નક્કી કે તેના કારણે ભારતમાં ઓનલાઇન પેમેન્ટને ખાસ્સો વેગ મળ્યો છે. તેનો લાભ લેવામાં પેટીએમ કંપનીએ સૌથી વધુ ચપળતા દાખવી છે. નોટબંધી વખતે તેણે મોટા પાયે...

ફોનમાં ઈ-મેઇલ્સ અંકુશમાં રાખો

હવે સ્માર્ટફોનમાં ઈ-મેઇલનો ઉપયોગ વધી ગયો છે ત્યારે આપણા ઈ-મેઇલ્સની સ્માર્ટફોન પર થતી અસર પર નજર રાખવા જેવી છે. સ્માર્ટફોનમાંની ઈ-મેઇલ એપ સાથે સિન્ક થતા આપણા ઇમેઇલમાં ભારે એેટેચમેન્ટ્સ હોય તો લાંબા ગાળે તેની અસર સ્માર્ટફોનના પર્ફોર્મન્સ પર થઈ શકે છે. મોટા ભાગે એવું...

આઇફોનને વધુ સલામત બનાવો

તમારા એપલ આઇફોનને તમે ફિંગર પ્રિન્ટ કે ફેસ આઇડીથી અનલોક કરી શકો છો, પરંતુ ફોનને જડબેસલાક રીતે લોક કરવા માટે પાસકોડ સૌથી વધુ સલામત ગણાય છે. ફોનમાં સામાન્ય રીતે ચાર આંકડાનો પાસકોડ આપી શકાતો હતો પરંતુ આઈઓએસ૯ વર્ઝનથી પાસકોડને વધુ સલામત બનાવવા માટે છ આંકડાનો પાસકોડ આપવો...

ફાઇલ્સનું જુદા જુદા ફોર્મેટમાં કન્વર્ઝન

આજના ડિજિટલ સમયમાં આપણે અનેક પ્રકારના ફાઇલ ફોર્મેટસાથે કામ કરવાનું થતું હોય છે. ઘણી વાર એવું બને કે આપણને કોઈ વર્ડ, એક્સેલ ફાઇલ મળી હોય અને તેની આપણે પીડીએફ બનાવવાની હોય અથવા જેપીજી ઇમેજમાંથી પીડીએફ બનાવવાની હોય કે પીડીએફમાંથી માત્ર ટેકસ્ટ જોઇતી હોય. અથવા એવું પણ બની...

વર્ડમાં બે ટેક્સ્ટ એક સાથે ખસેડો

તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હો ત્યારે કંઈક આવું બની શકે... તમારે ડોક્યુમેન્ટમાંની કોઈ ટેક્સ્ટને તેની જગ્યાએથી હટાવીને બીજી જગ્યાએ ખસેડવી છે. એટલે કે તમે એ ભાગને સિલેક્ટ કરી, Ctrl+Xથી કટ કરશો અને પછી Ctrl+Vથી બીજી જગ્યાએ પેસ્ટ કરશો. પણ આવી...

મેપ્સમાં એકથી વધુ સ્થળ ઉમેરો

આપણે કોઈ સ્થળે જવું હોય અને તેનો રસ્તો ખબર ન હોય તો હવે આપણી મદદ કરવા માટે ગૂગલ મેપ્સ તદ્દન હાથવગા હોય છે. ફોનમાં મેપ્સ એપ ઓપન કરો, હોમ સ્ક્રીન પર ડિરેકશન સૂચવતા ‘ગો’ બટન પર ક્લિક કરો અને તમારા લોકેશનથી જ્યાં જવું હોય તે ડેસ્ટિનેશન લખતાં એપ આપણને કાર, ટુ  વ્હિલર,...

એકથી વધુ ટેબ્સ એક સાથે ખસેડો

પીસીમાં બ્રાઉઝરમાં ટેબની સગવડ મળવાને કારણે આપણું બ્રાઉઝિંગ બિલકુલ બદલાઈ ગયું છે. હવે આપણે અલગ અલગ વેબસાઇટ અલગ અલગ વિન્ડોમાં ખોલવાની જરૂર રહી નથી. પરંતુ ઘણી વાર એવું બની શકે કે આપણે કોઈ ચોક્કસ વિષય ધ્યાનમાં રાખીને સર્ફિંગ કરી રહ્યા હોઇએ ત્યારે તેના પેટા વિષયો મુજબ આપણે...

ફૂડ એપમાં ઓર્ડરમાં ફેરફાર કરી શકાય?

સ્વીગી અને ઝોમેટો જેવી ફૂડ એપ્સની લોકપ્રિયતા સતત વધતી રહી છે ત્યારે ઘણા લોકોને તેને સંબંધિત કેટલીક પાયાની મૂંઝવણો રહે છે. આવી સર્વિસની એપ ડાઉનલોડ કરીને આપણે મનગમતી રેસ્ટોરાંમાંથી મનગમતું ફૂડ ઓર્ડર કરી શકીએ છીએ. આપણે એપને ઓર્ડર આપ્યા પછી, આપણો ઓર્ડર રેસ્ટોરાંને પહોંચી...

વર્ડમાં ફોલ્ડર ફટાફટ ઓપન કરો

તમારે માઇક્રોસોફ્ટ વર્ડમાં અવારનવાર કામ કરવાનું થાય છે? તમારે વર્ડ પાસેથી ફટાફટ કામ લેવાની કેટલીક ખાસ અને સ્માર્ટ રીત જાણવી જોઈએ! માની લો કે તમે કોઈ ફાઇલ-૧ ઓપન કરીને તેમાં કામ કરી રહ્યા છો. આ ફાઇલ ફોલ્ડર-એમાં છે. હવે માની લો કે તમારે કોઈ ફાઇલ-૨ ઓપન કરવાની થઈ. આ ફાઇલ...

ગૂગલ ડ્રાઇવમાં એક ફાઇલ બે ફોલ્ડરમાં!

જીમેઇલમાં જો તમે લેબલની સુવિધાનો ઉપયોગ કરતા હશો તો લેબલ અને ફોલ્ડર વચ્ચેનો તફાવત બરાબર જાણતા હશો. કમ્પ્યુટરા ફોલ્ડરમાં કોઈ એક ફાઇલ ફક્ત એક ફોલ્ડરમાં રાખી શકાય. એક જ ફાઇલને બે ફોલ્ડરમાં મૂકવી હોય તો આપણે તેની કોપી કરવી પડે. જ્યારે જીમેઇલમાં લેબલ એવી સુવિધા છે જેમાં કોઈ...

કઇ એપ્સ તમારું લોકેશન જોઈ શકે?

સ્માર્ટફોનમાંની ઘણી એપ્સ આપણું લોકેશન જાણે તો આપણને વધુ ઉપયોગી માહિતી આપી શકે છે. પરંતુ બધી એપને તેની મંજૂરી આપવી જરૂરી નથી. તમે સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરેલી કઈ કઈ એપ્સ તમારું લોકેશન જાણી શકે છે એ એક વાર તપાસી જોવું હોય તો... સ્માર્ટફોનમાં સેટિંગ્સમાં એપ્સમાં જાઓ....

એન્ડ્રોઇડમાં ઝીપ ફોલ્ડર ઓપન કરો

એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો હવે આપણે લગભગ પીસી જેટલો જ ઉપયોગ કરવા લાગ્યા છીએ, જે ધારીએ એ એન્ડ્રોઇડમાં થઈ શકે. જોકે કેટલાંક કામ એવાં છે જે પીસીમાં સહેલાઈથી થઈ શકે, પણ એન્ડ્રોઇડમાં કરવા માટે આપણા જરા મગજ કસવું પડે. જેમ કે ઝીપ ફાઇલને અનઝીપ કરવાનું કામ! પીસીમાં સંખ્યાબંધ...

જાણો મેસેન્જરની નિશાનીઓના અર્થ

વોટ્સએપમાં આપણા મેસેજ સંબંધિત બ્લૂ કે ગ્રે ટીકના અર્થ આપણે બરાબર સમજીએ છીએ, પણ ફેસબુકની મેસેન્જર એપમાં આવતી આવી નિશાનીઓના અર્થ પણ જાણી લેવા જેવા છે... તમારા ફોનમાં ઇન્ટરનેટ કનેકશન ચાલુ ન હોય ત્યારે મેસેન્જર એપ ઓપન કરી કોઈને મેસેજ મોકલો ત્યારે મેસેજની બાજુમાં એક ખાલી...

વોટ્સએપમાં કોણ કેટલી જગ્યા રોકે છે?

વોટ્સએપમાં આપણા પર આવેલા મેસેજિસમાં કઈ ચેટ સ્ટોરેજમાં કેટલી જગ્યા રોકે છે તે જોવું છે? એ માટે, ફોનમાં વોટ્સએપના સેટિંગ્સમાં ‘ડેટા એન્ડ સ્ટોરેજ યૂઝેજ’માં જાઓ. અહીં અલગ અલગ ગ્રૂપ અને વ્યક્તિઓ સાથેની ચેટને કારણે કેટલી જગ્યા રોકાય છે તે સૌથી વધુથી ઘટતા ક્રમમાં જોઈ શકાશે....

યુટ્યૂબમાં વીડિયોની ટ્રાન્સ્ક્રીપ્ટ મેળવો

યુટ્યૂબમાં અનેક વિષયોની ખાસ્સી ઊંડાણભરી સમજ આપતા વીડિયોઝનો ખજાનો પડ્યો છે, પણ ક્યારેક મુશ્કેલી એ થાય કે આ વીડિયોમાં ઓડિયોની ક્વોલિટી બહુ સારી ન હોય અથવા તો તેના ઉચ્ચારો આપણને ન સમજાય એવા હોઈ શકે છે. આ ફક્ત આપણી નહીં, દુનિયાભરના લોકોની સમસ્યા છે અને યુટ્યૂબે તેનો ઉપાય...

ટવીટરમાં લિસ્ટ્સની સુવિધાનો લાભ લો

બહુ ઓછા શબ્દોમાં ઘણું કહેવાની સગવડ આપતી ટવીટર સર્વિસ પર સામાન્ય લોકો કરતાં સેલિબ્રિટિઝ વધુ એક્ટિવ છે, કદાચ એટલે તમને એમાં સક્રિય થવાની બહુ ઇચ્છા ન થતી હોય, પરંતુ તમે ફક્ત એક વાચક તરીકે ટવીટરનો ઉપયોગ કરીને પણ તેમાંથી ઘણું મેળવી શકો. સેલિબ્રિટિઝ ઉપરાંત વિવિધ ક્ષેત્રની...

એક્સેલમાં ઉપયોગી ઓટોફિલ સુવિધા

એક્સેલમાં જ્યારે આપણે કોઈ પણ રો કે કોલમમાં એકસરખી પેટર્ન મુજબ ડેટા ફિલ કરવાનો હોય ત્યારે ઓટોફિલ સુવિધા બહુ કામ લાગી શકે છે, જે ફોર્મેટ અને ફોર્મ્યુલા કોપી કરવા તથા લિસ્ટ, તારીખ, નંબર્સ વગેરે ઝડપથી એન્ટર કરવા માટે ખાસ ઉપયોગી છે. ઓટોફિલ જાણીતી, નિશ્ચિત પેટર્નને આપોઆપ...

પેનડ્રાઇવનું ફોર્મેટિંગ કઈ રીતે કરશો?

ઇન્ટરનેટ પર ફાઇલ્સની આપ-લે ઘણી સહેલી બન્યા પછી યુએસબી પેનડ્રાઇવનો ઉપયોગ હવે થોડો ઘટી રહ્યો છે. આમ છતાં ઘણા સંજોગમાં એવું બની શકે કે આપણે કોઈ મિત્ર કે ઝેરોક્ષ શોપના કમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરવા માટે આપણી પેનડ્રાઇવ આપવી પડે. આપણે પોતાના કમ્પ્યુટરમાં નિયમિત રીતે અપડેટ કરેલ...

વિન્ડોઝ-૧૦ પીસીને ઝડપી બનાવો

તમારી પાસે વિન્ડોઝ-૧૦ પીસી કે લેપટોપ છે? તેમાં બે કે ચાર જીબી જેટલી, આજના સ્ટાન્ડર્ડ પ્રમાણે અપૂરતી ગણાય તેટલી રેમ છે? પરિણામે પીસી/લેપટોપ સતત ધીમું ચાલતું હોવાની તમારી ફરિયાદ છે? કમ્પ્યુટરની સિસ્ટમ પ્રોપર્ટીઝમાં ફક્ત એક સેટિંગ બદલીને તમે કમ્પ્યુટરને ઠીક ઠીક ઝડપી...

મનગમતા ફોટોઝની મૂવી કેવી રીતે બનાવશો?

બર્થ ડે પાર્ટી કે ફેમિલી ટૂરના ઢગલાબંધ ફોટોગ્રાફ લીધા? સરસ, તમે ઇચ્છો તો તેમાંથી પસંદગીના ફોટોગ્રાફ્સની સરસ મૂવી પણ બનાવી શકો છો! જો તમે સ્માર્ટફોનથી આ ફોટોઝ લીધા હશે, ફોનમાં ગૂગલ ફોટોઝ એપ હશે, ફોટોઝનો ઓટોમેટિક બેકઅપ અને આસિસ્ટન્ટ ફીચર ઓન રાખ્યાં હશે, તો પૂરી શક્યતા...

કોપી કરો ફાઇલ પાથ

ઘણી વાર આપણે કોઈ ફાઇલ કે ફોટો કોઈ જગ્યાએ અપલોડ અથવા તો ઈ-મેઇલ કરવાનો હોય ત્યારે આપણે પહેલાં તો એ ફાઇલ કે ફોટો કમ્પ્યુટરમાં જે તે ડ્રાઇવમાં (ફોલ્ડરની અંદર ફોલ્ડર અને એમાં પણ ફોલ્ડર!) જ્યાં હોય ત્યાં તેને શોધવાની જરૂર પડે. પછી જ્યાં અપલોડ કરવો હોય કે કોઈને ઈ-મેઇલ કરવો...

સ્માર્ટ ગાઇડ

તમે કોઈને ઇન્ટરનેશનલ કુરિયર મોકલ્યું કે તમે ઓનલાઇન શોપિંગ સાઇટમાંથી કંઈ ખરીદી કરી? તમારા શિપિંગ કન્સાઇન્મેન્ટને ટ્રેક કરવા માટે, જે તે સર્વિસની વેબસાઇટ ફંફોસવાને બદલે, પેકેજ નંબર સીધો જ ગૂગલના સર્ચ બોક્સમાં લખો. તમારી શિપિંગ કંપની ઠીક ઠીક મોટી હશે તો તમે સીધા જ તેના...

વર્ડમાં ટેબલ્સનો ઉપયોગ સમજીએ

વર્ડમાં ડોક્યુમેન્ટ બનાવતી વખતે કોઈને કોઈ તબક્કે તમારે ટેબલ્સનો ઉપયોગ કરવાનો થતો હશે. વર્ડમાં ટેબલ્સ ટૂલ એકદમ પાવરફૂલ છે, પણ તેને બરાબર સમજી લીધા પછી! માઇક્રોસોફ્ટ વર્ડના કોઈ ડોક્યુમેન્ટમાં કોષ્ટક એટલે કે ટેબલમાં જુદી જુદી માહિતી દર્શાવતી હોય તો એ માટેનાં ટૂલ જેટલાં...

મોબાઇલમાં પાણી કે પાણીમાં મોબાઇલ જાય ત્યારે…

ચોમાસામાં મસ્ત મજાનો વરસાદ વરસવાનો શરૂ‚ થયો હોય એ આપણે ઓફિસેથી કે શાકભાજી લઈને ઘેર પાછા ફરી રહ્યા હોઈએ તો પછી વરસાદમાં એ...ઇને મોજથી પલળતાં ફક્ત એક જ ચીજ આપણને રોકી શકે - ના, છત્રી નહીં, આપણો મોબાઇલ! આજે વરસાદ નહીં પડે એવી હવામા ખાતાની આગાહી પર વિશ્વાસ રાખીને આપણે...

ઘરખર્ચનો પાક્કો હિસાબ, સ્માર્ટ રીતે!

મોંઘવારી વધતી જાય છે એવી ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી, જરૂર છે ખિસ્સામાંથી જતા દરેક રૂપિયાનું પગેરું દબાવીને ખર્ચમાં શક્ય એટલી બચત કરવાની. આ કામ સહેલું બનાવે છે એક સ્માર્ટ એપ. આગળ શું વાંચશો? પહેલાં સમજીએ મુખ્ય સેટિંગ્સ અને સલામતીની  બાબતો એપનો હોમ સ્ક્રીન તપાસીએ...

સમાન એપનાં ફોલ્ડર બનાવો

તમે નવો નવો સ્માર્ટફોન લીધો, અખતરા માટે તેમાં સંખ્યાબંધ એપ્સ ઇન્સ્ટોલ કરી લીધી અને હવે એપ્સની ભરમારમાં તમને સારી લાગેલી એપ્સ શોધવામાં મુશ્કેલી થાય છે? આગળ શું વાંચશો? સ્માર્ટફોન ચાલુ થતો નથી? સ્માર્ટફોનમાં  સ્માર્ટ સર્ચ જેમ આપણે કમ્પ્યુટરમાં ફોલ્ડર બનાવીને તેમાં અન્ય...

Pleases don`t copy text!