Home Tags Smart surfing

Tag: smart surfing

સ્માર્ટ ગાઇડ

તમે કોઈને ઇન્ટરનેશનલ કુરિયર મોકલ્યું કે તમે ઓનલાઇન શોપિંગ સાઇટમાંથી કંઈ ખરીદી કરી? તમારા શિપિંગ કન્સાઇન્મેન્ટને ટ્રેક કરવા માટે, જે તે સર્વિસની વેબસાઇટ ફંફોસવાને બદલે, પેકેજ નંબર સીધો જ ગૂગલના સર્ચ બોક્સમાં લખો. તમારી શિપિંગ કંપની ઠીક ઠીક મોટી હશે તો તમે સીધા જ તેના ટ્રેકિંગ પેજ પર પહોંચી જશો. કોઈ પણ મહિના-વર્ષના મહત્ત્વના બાનાવો જાણવા માટે વિકિપીડિયામાં સર્ચ બોક્સમાં મહિનો અને વર્ષ લખી જુઓ. અલબત્ત, જે પરિણામો મળશે તે આખા વિશ્વના સંદર્ભે હશે.

ગૂગલે ગાયબ કરેલ ‘વ્યૂ ઇમેજ’ બટન ફરી એડ કરો!

અત્યાર સુધી આપણે ગૂગલમાં કોઈ ઇમેજ સર્ચ કરીને કોઈ ચોક્કસ ઇમેજ પર ક્લિક કરતા એટલે ‘View Image’ અને ‘Search by image’ના વિકલ્પ જોવા મળતા હતા. ઇમેજ સેવ કરવી હોય તો વ્યૂ ઇમેજ કરી તેને સેવ કરી શકાતી હતી, પરંતુ થોડા સમય પહેલાં ગૂગલે આ બંને વિકલ્પ આપવાનું બંધ કરી દીધું છે. હેતુ એ છે કે એ ઇમેજ જે વેબપેજ પર હોય તેના પર ગયા વિના કોઈ એ ઇમેજ સેવ કરી ન લે. મતલબ કે, ગૂગલનું આ વિકલ્પને બંધ કરવાનું કારણ એક તો ઇમેજની થતી ચોરી...

ફાયરફોક્સનું નવું વર્ઝન – ક્વોન્ટમ

ઇન્ટરનેટનો આપણો ઉપયોગ મુખ્યત્વે બે સાધનોમાં વહેંચાયેલો છે - કમ્પ્યુટર અને સ્માર્ટફોન. સ્માર્ટફોનમાં ફરીથી બે બાબતમાં વાત વહેંચાયેલી છે - બ્રાઉઝર અને એપ્સ. પરંતુ પીસીની વાત કરીએ તો તેમાં એક જ વાત કેન્દ્રમાં રહે છે - બ્રાઉઝર. ઇન્ટરનેટના જૂના, શરૂઆતના સમયમાં માઇક્રોસોફ્ટનું ઇન્ટરનેટ એક્સપ્લોરર સૌથી લોકપ્રિય બ્રાઉઝર હતું પરંતુ પછી ફાયરફોક્સ મોઝિલાએ ટેબ્ડ બ્રાઉઝિંગ, એડોન્સ વગેરે નવી પહેલ કરીને દુનિયાના સૌથી લોકપ્રિય બ્રાઉઝર તરીકેનું સ્થાન મેળવી લીધું. જોકે ત્યાર પછી ગૂગલે બ્રાઉઝરના માર્કેટમાં એન્ટ્રી કરી અને ગૂગલ ક્રોમમાં ફાયરફોક્સ જેવી જ ને તેથી ચડિયાતી સુવિધાઓ...

બ્રાઉઝરને ધીમું કે હેંગ થતું અટકાવો!

આપણે કમ્પ્યુટર કે ટેબલેટમાં બ્રાઉઝરમાં સર્ફિંગ કરતી વખતે એક સાથે ઘણી બધી ટેબ ઓપન કરતા હોઈએ તેના કારણે ઘણી વખત આપણું બ્રાઉઝર બહુ ધીમું અથવા તો હેંગ થઈ જાતું હોય છે, પણ જો તમે ક્રોમ કે ફાયરફોક્સ બ્રાઉઝર ઉપયોગ કરતા હો તો તમારા માટે કામનું છે આ એક્સટેન્શન. વન ટેબ એક્સટેન્શન (One Tab Extension) ૬૫૬ કેબીનું બ્રાઉઝર ટૂલ છે. તેનો ઉપયોગ ક્રોમ અને ફાયરફોક્સ બ્રાઉઝરમાં ટેબ કંટ્રોલ માટે કરવામાં આવે છે. ‘વન ટેબ એક્સટેન્શન’ ઇન્સ્ટોલ કર્યા પછી બ્રાઉઝરમાં ઉપર ડાબી બાજુ તેનો લોગો જોવા મળશે. હવે...

નેટ સર્ફિંગ વખતે ક્લિક કર્યા વિના ફોટો ઝૂમ કરો!

જે લોકો કમ્પ્યુટર કે લેપટોપમાં ઇન્ટરનેટ પર ફોટો સર્ચ કરતાં હોય અથવા જે લોકોને નાની સાઇઝની ઇમેજ જોવામાં તકલીફ થતી હોય એવા લોકો માટે ઉપયોગી આ બ્રાઉઝર એક્સટેન્શન. ‘hover zoom+’ બ્રાઉઝર એક્સટેન્શન ઇન્ટોલ કર્યા પછી ફક્ત તમે કોઈ પણ વેબસાઇટ પરની કોઈ પણ ઇમેજ ઉપર માઉસનું કર્સર લઈ જવાથી ફોટો આપોઆપ તેની ઓરિઝનલ સાઇઝમાં ઝૂમ થઈ જશે. એટલે કે આપણે કોઈ પણ થમ્બનેઇલ જોવા માટે તેના ઉપર ક્લિક કરવાની જરૂર નથી, આપણે ફક્ત માઉસ કર્સર લઈ જવાનું અને એટલું કરતાં તે ઓરિઝનલ સાઇઝમાં આપણી સામે આવશે. દા.ત. ફેસબુકમાં...

બ્રાઉઝરમાં માઉસ બટનનો ઉપયોગ

કમ્પ્યુટરમાં માઉસનો ઉપયોગ કરતી વખતે મોટા ભાગે આપણે બે બટન અને એક વચ્ચેના સ્ક્રોલવ્હિલનો ઉપયોગ કરીએ છીએ, પણ માઉસમાં એક ત્રીજું બટન પણ છે એ તમે જાણો છો? આ વચ્ચેનું સ્ક્રોલવ્હિલ એક બટન તરીકે પણ કામ કરે છે અને તે ક્રોમ અને ફાયર ફોક્સ જેવા બ્રાઉઝરમાં આપણા સર્ફિંગને વધુ સ્માર્ટ બનાવી શકે છે. આ રીતે... બેક બટન પર મીડલ ક્લિક : બ્રાઉઝરમાં બેક બટન પર માઉસના સ્ક્રોલવ્હિલ કમ બટનથી ક્લિક કરશો તો આપણે અગાઉ જે પેજ જોયું હોય તે પેજ નવી ટેબમાં ઓપન થશે. ફોરવર્ડ બટન...

સ્માર્ટફોનમાં હવે ગુજરાતીમાં વોઇસ-ટાઇપિંગની સુવિધા

સાચું કહેજો, તમને સ્માર્ટફોનમાં મેસેજીસ કે બીજું કંઈ પણ ટાઇપ કરવું ગમે છે? તમે અત્યારની યંગ જનરેશનમાંના હશો તો સ્માર્ટફોનમાં ફટાફટ ટાઇપ કરી શકતા હશો, પણ એક એક કી પ્રેસ કરીને. જ્યારે તમારાથી પણ નાની, ટાબરિયા ગેંગ તો હવે ‘ગ્લાઇડ ટાઇપિંગ’ કરવા લાગી છે. એ લોકો ઇંગ્લિશમાં પ્રોગ્રામ શબ્દ ટાઇપ કરવો હોય પી, આર, ઓ... વગેરે એક એક કી શોધવા જતા નથી. ફક્ત કીબોર્ડ પર ફક્ત એ બધા અક્ષરો પર આંગળી લસરાવે છે અને ઇન્ટેલિજન્ટ કીબોર્ડ એમને શું ટાઇપ કરવું છે એ બરાબર સમજી પણ જાય...

સર્ચમાં આવ્યું મોટું પરિવર્તન

હમણાં હમણાં ગૂગલે તેની સર્ચ ટેકનોલોજીમાં એક મોટો ફેરફાર કર્યો છતાં આપણા જેવા અસંખ્ય લોકો રોજે રોજ ગૂગલ સર્ચનો ઉપયોગ કરતા હોવા છતાં આ ફેરફાર લગભગ કોઈના ધ્યાનમાં આવ્યો નહીં હોય! તમને ખ્યાલ હોય તો છેક ૨૦૧૦માં ગૂગલે તેના સર્ચ એન્જિનમાં ઇન્સટન્ટ સર્ચ નામની એક નવી સુવિધા આપી હતી. એ સમયે એવું કહેવામાં આવ્યું હતું કે આ સુવિધા સર્ચ એન્જિનમાં ધરખમ ફેરફાર લાવે છે. એક રીતે જોઇએ તો એ વાત સાચી પણ હતી કારણ કે ઇન્સ્ટન્ટ સર્ચની સુવિધાને કારણે આપણે જ્યારે પણ ગૂગલના સર્ચ બોક્સમાં કંઈ...

ઓનલાઇન કેલેન્ડરનો સ્માર્ટ ઉપયોગ કેવી રીતે કરશો?

માની લો કે તમારા દીકરા કે દીકરીએ સ્કૂલ સિવાયની કોઈ કમ્પિટિટિવ એક્ઝામમાં ભાગ લીધો છે. એની ઉંમર હજી નાની છે એટલે એના વતી એક્ઝામ માટે રજિસ્ટ્રેશન, ઓનલાઇન પેમેન્ટ વગેરે વિધિ તમે કરો છો. રજિસ્ટ્રેશન અને પેમેન્ટ થઈ ગયા પછી, તમને એક મેઇલ આવે છે કે પરીક્ષા ત્રણ મહિના પછી અમુક-તમુક તારીખે, ફલાણા સમયે અને ઢીકણા સ્થળે લેવાશે. એક જવાબદાર પેરેન્ટ તરીકે આપણે એ વિગતો તો યાદ રાખવાની જ છે, ઉપરાંત, એ મેઇલમાં વધુ એક યાદ રાખવા જેવો મુદ્દો પણ છે કે એક્ઝામ પહેલાં, અમુક તારીખ...

જોઈતી ઇમેજ સેવ કરવાની સ્માર્ટ રીત

ઇન્ટરનેટ પર એવું ઘણું બધું છે, જે હોય સાવ નાની સુવિધા, પણ આપણને ક્યારેક મોટી મદદ કરી જાય. આ સુવિધા હોય એટલી નાની કે લગભગ આપણી નજર બહાર જ જતી હોય, પણ જ્યારે એની જરૂ‚ર ઊભી થાય અને એ સુવિધાનો ઉપયોગ કરીએ ત્યારે મનમાં રીતસર ઝાટકો લાગે કે અરે આ વાત અત્યાર સુધી ક્યારેય ધ્યાને કેમ ન આવી?! એક સાદું ઉદાહરણ લઈએ તો, દિવાળીના દિવસો નજીક આવે એટલે લગભગ દરેક ઘરમાં બહેનો અને રંગોળી બનાવવામાં જેમને રસ હોય એ બધા જ લોકો ઇન્ટરનેટ પર ગૂગલ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.