પીસીમાં બ્રાઉઝરમાં ટેબની સગવડ મળવાને કારણે આપણું બ્રાઉઝિંગ બિલકુલ બદલાઈ ગયું છે. હવે આપણે અલગ અલગ વેબસાઇટ અલગ અલગ વિન્ડોમાં ખોલવાની જરૂર રહી નથી.
પરંતુ ઘણી વાર એવું બની શકે કે આપણે કોઈ ચોક્કસ વિષય ધ્યાનમાં રાખીને સર્ફિંગ કરી રહ્યા હોઇએ ત્યારે તેના પેટા વિષયો મુજબ આપણે અલગ અલગ વેબસાઇટ્સને અલગ અલગ વિન્ડોમાં રાખવી જરૂરી બને, જેથી આપણે જે તે પેટા વિષય પર ફોકસ્ડ રહી શકીએ.