fbpx

| Knowledge Power

‘અપ ટાઇમ’ એટલે શું?

અપ ટાઇમ’ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે મશીનના સંદર્ભમાં કરવામાં આવે છે. પરંતુ માણસ માટે વાત કરીએ તો આપણે પૃથ્વી પર પહેલો શ્વાસ લઇએ ત્યારથી શરૂ કરીને છેલ્લો શ્વાસ લઇએ એ આવરદા એટલે આપણો ‘અપ ટાઇમ’! એ દરમિયાન આપણે રાત્રે ઊંઘીએ તો પણ શરીરનાં તમામ અંગો પોતાનું નિર્ધારિત કામ...

‘વેબ ક્લીપર’ ટૂલ શું છે?

આપણે પોતાના સ્માર્ટફોનમાં કે પીસીમાં ચોક્કસ હેતુ સાથે સર્ફિંગ કરતા હોઇએ ત્યારે જે કંઈ દેખાય એ કંઈ બધું કામનું ન હોય, ફક્ત અમુક મુદ્દા આપણે સાચવી લેવા જરૂરી હોય. સર્ફિંગ વખતે કાં તો આખું વેબપેજ આપણને ઉપયોગી લાગે અથવા તેમાંના લેખનો માત્ર અમુક હિસ્સો કે કોઈ ઇન્ફોગ્રાફિક...

રાસ્પબેરી પાઇ શું છે?

કમ્પ્યૂટરની વાત નીકળે ત્યારે આપણા સૌના મનમાં સીપીયુ, મોનિટર, કીબોર્ડ, માઉસ વગેરેનું સેટઅપ ધરાવતી કમ્પ્યૂટર સિસ્ટમ અથવા તો આ બધું જ એકમાં હોય એવા લેપટોપની કલ્પના આવે. એ ઉપરાંત સીપીયુના મોટા ટાવરને બદલે હથેળીમાં સમાઈ જાય એવા મિનિ પીસી તથા મોનિટરમાં જ સીપીયુ સામેલ હોય...

આ ‘ગેમિફિકેશન’ વળી શું છે?

એપ્સ ગેલેરી સેક્શનમાં સામાન્ય ટુડુ લિસ્ટનું ‘ગેમિફિકેશન’ કરતી એપ વિશે વાંચીને, આ ‘ગેમિફિકેશન’ એટલે એક્ઝેક્ટલી શું, એવો સવાલ થયો? તો વાંચો આગળ! અગાઉ (અને કદાચ હજી પણ!) નાનું છોકરું ખાવાપીવામાં કજિયા કરે ત્યારે મમ્મી એને ખવડાવવામાં રમતની ગમ્મતનો ટવીસ્ટ ઉમેરે. કોળિયો...

ચિપ્સ ક્રાંતિના સર્જકની વિદાય

ગયા મહિને, ગોર્ડન મૂરે નામના એક એન્જિનીયરનું ૯૪ વર્ષની વયે નિધન થયું. ‘ગોર્ડન મૂરે? એ વળી કોણ?’ એવો આપણને સવાલ થઈ શકે. અચ્છા, ‘ઇન્ટેલ ઇન્સાઇડ’ એમ કહેતાં, મનમાં કોઈ ઘંટડી વાગે છે? ઘર ઘરમાં કે પાર વગરની ઓફિસનાં લેપટોપ, કમ્પ્યૂટર પર જોવા મળતું ‘ઇન્ટેલ ઇન્સાઇડ’ સ્ટીકર એ આ...

ફિંગરપ્રિન્ટ સ્કેન કરી શકાશે, સ્પર્શ કર્યા વિના!

વાત ફિંગરપ્રિન્ટના સ્કેનિંગની હોય ત્યારે આપણે કોઈને કોઈ સપાટી પર આંગળીથી સ્પર્શ કરવો જ પડે. એ વિના છૂટકો જ નહીં. સ્માર્ટફોન અનલોક કરવો હોય ત્યારે ફોનના મોડેલ અનુસાર ફોનના પાછળના ભાગમાં પાવર બટન પર કે પછી આગળના ભાગમાં સ્ક્રીન પર કે અન્ય જગ્યાએ આપણા અંગૂઠા કે અન્ય...

જાણો 3ડી પ્રિન્ટિંગનાં રોમાંચક ઉદાહરણો – કોરી કલ્પના નહીં, નક્કર હકીકત!

અખબારોમાં આપણે કોઈ વ્યક્તિએ ૩ડી પ્રિન્ટ કરીને ગન બનાવી કે આખી કાર બનાવી કે પછી આખેઆખું બિલ્ડિંગ બનાવ્યું એવા સમાચાર વારંવાર વાંચીએ છીએ. આ સમાચારોમાં ૩ડી પ્રિન્ટિંગ શું છે એ વિશે ખાસ સ્પષ્ટતા હોતી નથી. ‘સાયબરસફર’માં જુલાઈ ૨૦૧૭ના અંકમાં આપણે ૩ડી ડિઝાઇનિંગની પ્રક્રિયા...

સ્ટારલિંક પ્રોજેક્ટઃ ઇન્ટરનેટની અવકાશી છલાંગ

ટેક ભેજાબાજ એલન મસ્કે દુનિયાફરતે સેટેલાઇટ્સનું ઝુમખું બનાવી તેનાથી ઇન્ટરનેટ કનેક્શન આપવાનું વિચાર્યું. શરૂઆતમાં તુક્કો ગણાયેલો આ પ્રોજેક્ટ હવે ઘણો આગળ વધી ગયો છે અને યુએસમાં તેનાથી કનેક્શન મળવા લાગ્યું છે. ભારતમાં સ્ટારલિંકના કનેક્શન માટે પ્રીબુકિંગ શરૂ થયું હતું. પછી રોક લાગી. હવે ફરી મંજૂરી પ્રક્રિયા શરૂ થવામાં છે.

કમ્પ્યૂટરમાં ઘૂસીને તરખાટ મચાવી શકતા ‘બૂટ સેક્ટર વાઇરસ’ વિશે જાણીએ

કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્કમાં એક ચોક્કસ ભાગ ‘બૂટ સેકટર’ તરીકે ઓળખાય છે. આપણે કમ્પ્યૂટર સ્ટાર્ટ કરીએ ત્યારે આ ભાગમાં સ્ટોર થયેલી ઇન્ફર્મેશનના આધારે કમ્પ્યૂટરમાં ઓપરેટિંગ સિસ્ટમ અને અન્ય મહત્ત્વના પ્રોગ્રામ્સ સ્ટાર્ટ થાય છે. એ કારણે આપણા કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્કમાં બૂટ...

હમણાં એડોબ કંપનીએ જેને ખરીદી લીધી, તે ફિગ્મા સોફ્ટવેરનો ઉપયોગ શો છે?

હમણાં એડોબ કંપનીએ ફિગ્મા નામની એક કંપનીને આશરે ૨૦ અબજ ડોલરમાં ખરીદી લેવાની જાહેરાત કરી (સરખામણી ખાતર જાણી લો કે ફેસબુકે ૨૦૧૪માં વોટ્સએપ કંપની ૧૯ અબજ ડોલરમાં ખરીદી હતી). ફેસબુક વોટ્સએપ ખરીદે તો એ મોટા સમાચાર બને, પણ એડોબ કંપની ફિગ્મા ખરીદે તો એ મુદ્દો આપણને ખાસ અસર ન...

આ ‘બેન્ડવિડ્થ’ શું છે?

આખરે આપણા દેશમાં પણ ઇન્ટરનેટ, ટીવી અને મોબાઇલ નેટવર્કની જબરી ભેળસેળ થઈ ગઈ છે અને એટલે જ આપણને એક શબ્દ વધુમાં વધુ સંભળાઈ રહ્યો છે - બેન્ડવિડ્થ. બેન્ડવિડ્થનો અર્થ વિશાળ છે. બે વ્યક્તિ વચ્ચે મનમેળ ન હોય તો પણ આપણે કહેતા હોઇએ છીએ કે બંનેની બેન્ડવિડ્થ મળતી નથી! વાસ્તવમાં...

આ ‘યુનિકોડ’ શું છે?

આપણા સ્માર્ટફોનમાં હવે તો આપણે ધડાધડ ગુજરાતી કે હિન્દીમાં ટાઇપ કરતા થઈ ગયા છે, પણ આ સગવડ ‘યુનિકોડ’ નામની વ્યવસ્થાને આભારી એ વાત તરફ આપણું ધ્યાન જતું નથી. યુનિકોડ આમ તો વિસ્તૃત વિષય છે, પણ આપણે કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં અંગ્રેજી સિવાયની ભાષાઓમાં ટાઇપિંગ કરવાના સંદર્ભે...

‘ઓપન સોર્સ સોફ્ટવેર’ એટલે શું?

ઓપન સોર્સ સોફ્ટવેર એટલે એવો સોફ્ટવેર કે પ્રોગ્રામ જેનો ‘સોર્સ કોડ’ કોઈ પણ વ્યક્તિ તપાસી શકે, બદલી શકે અને તેમાં વધુ ફીચર્સ ઉમેરી શકે. આ ટેકનિકલ વ્યાખ્યા વાંચતાં, ટેક્નોલોજી જેમનો વિષય નથી એમને એવો સવાલ થઈ શકે કે પહેલાં તો એ કહો કે આ ‘સોર્સ કોડ’ શું છે?! આપણે પહેલાં એ...

‘પ્લગઇન્સ’ શું હોય છે?

ઇન્ટરનેટ પર અનેક પ્રકારની સર્વિસ છે અને દરેક સર્વિસનો ઉપયોગ કરનારા લોકો પણ અનેક પ્રકારના છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ સર્વિસ કે પ્લેટફોર્મ્સના જેમ યૂઝર્સ અપાર, તેમ એ તમામ યૂઝરની જરૂરિયાતો પણ અલગ અલગ પ્રકારની. દેખીતું છે કે કોઈ પણ એક સર્વિસ કે પ્લેટફોર્મ દરેક યૂઝરની...

વૂકોમર્સ શું છે?

આગળના સવાલમાં જે ‘પ્લગઇન્સ’ની વાત કરી છે, તેનું એક રસપ્રદ ઉદાહરણ એટલે ‘વૂકોમર્સ’ (/woocommerce.com). હવે દુનિયાની ૪૩ ટકા વેબસાઇટ્સ ‘વર્ડપ્રેસ’ નામની કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (સીએમએસ) પર તૈયાર થાય છે અને આવી સાઇટ પર ઇ-કોમર્સ એટલે કે જુદા જુદા પ્રકારની ચીજવસ્તુઓનું...

આજે માત્ર પ્રશ્નો

આજના સમયની જોબ માટે જરૂરી ડિજિટલ સ્કિલ્સ તમે ધરાવો છો? આજે માત્ર પ્રશ્નોનો મારો કરવો છે! પરીક્ષા માંડ પતી છે કે પતવામાં છે, ત્યાં ફરી પ્રશ્નો કેમ? એવો સવાલ કરનારા વિદ્યાર્થી મિત્રો માટે આ લેખના અંતે ફક્ત એ એક સવાલનો જવાબ આપ્યો છે. બાકીના બધા પ્રશ્નોના જવાબ તમારે જાતે...

આ ‘ઇ-ઇન્ક’ શું છે?

વાંચનનું સ્વરૂપ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે, પણ વાંચનની મજા હજી એની એ જ છે. તમને પુસ્તકોની દુનિયા ગમતી હોય તો સ્માર્ટફોનમાં કિન્ડલ એપ ઇન્સ્ટોલ કરો.

ઓપન ડોક્યુમેન્ટ ફોર્મેટ શું છે?

કલ્પના કરો કે તમે જે કાર કે સ્કૂટર ખરીદેલ હોય તેમાં કોઈ એક ચોક્કસ કંપનીનાં જ ટાયર કે કોઈ એક ચોક્કસ કંપનીનું પેટ્રોલ જ ચાલી શકે તેમ હોય તો? આપણે કોઈ એવા વિસ્તારમાં જવાનું થાય જ્યાં એ કંપનીના ટાયર તો છોડો, પેટ્રોલ જ ન મળતું હોય તો? બે મિનિટ અટકીને આ મુદ્દા પર વિચાર કરશો...

WYSIWYG એડિટર શું છે?

વેબસાઇટ કે સોફ્ટવેર અટપટા કોડથી તૈયાર થાય છે, એ કામ સહેલું બનાવે આ એડિટર.

ડેસ્કટોપ અને વેબ ફોન્ટ્સની મરોડદાર દુનિયામાં એક ડોકિયું

તમે કદાચ નોંધ્યું હશે – ઇન્ટરનેટ પર વિવિધ સાઇટ પર હવે આકર્ષક ફોન્ટ્સ જોવા મળે છે. પહેલાં આટલી વિવિધતા નહોતી. આવું કઈ રીતે શક્ય બન્યું છે એ જાણીએ.

જિઓ ટેગિંગ શું છે?

સ્માર્ટફોનમાં જીપીએસની સુવિધાને કારણે, દરેક પ્રકારની ડિિજટલ માહિતીમાં એક મહત્ત્વનું પાસું ઉમેરાયું છે – લોકેશન! તેના પર આધારિત જિઓ ટેગિંગના ઘણા ફાયદા છે.

ઇમોજિસ કોણ નક્કી કરે છે?

વોટ્સએપ જેવી સર્વિસમાં આપણે અવારનવાર ઇમોજિસનો ઉપયોગ કરીએ છીએ, પણ એ કેવી રીતે, કોણ તૈયાર કરે છે એ તરફ પણ નજર દોડાવવા જેવી છે.

એપીઆઇ એટલે શું?

ઇન્ટરનેટ પર વિવિધ સર્વિસનો ઉપયોગ કરતી વખતે આપણને એ વિચાર નથી આવતો કે આ બધું એકમેક સાથે કરી રીતે જોડાય છે. એ માટે આપણે એપીઆઇ વિશે જાણવું પડે.

સુનામીની સાવચેતીમાં જ સમજદારી : કેવી છે ભારતની તૈયારી?

આવી રહેલી સુનામીની સમયસાર જાણ થાય અને આફતથી બચવાની તક મળે એ દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરીને ભારતે એક આગવી સિસ્ટમ વિક્સાવી છે. વર્ષ ૨૦૦૪માં આવેલી સુનામી તો કોને ભૂલાય? ભારતભરના ભૂતકાળમાં જેનો ઊડતાં વિમાનો કે પછી ગણપતિના હેડ રિપ્લેસમેન્ટ જેવો કોઇ પૌરાણિક ઉલ્લેખ પણ ન મળે...

આ જીઆઇએસ શું છે?

આંકડાકીય માહિતી અને નક્શાને સાંકળતી આ ટેક્નોલોજી બહુ ઉપયોગી છે.

લાઇડાર (Lidar) શું છે?

આવનારા સમયમાં સેલ્ફ ડ્રાઇવિંગ કારનો કન્સેપ્ટ જેમ જેમ વિકસતો જશે તેમ તેમ આપણે આ શબ્દ લાઇડાર (Lidar)  વધુ ને વધુ સાંભળવાના છીએ કારણ કે આ ટેકનોલોજી કાર માટે આંખની ગરજ સારે છે. તેને કારણે ડ્રાઇવરલેસ કાર તેની આસપાસની બાબતો કેટલા અંતરે છે તે જાણી શકે છે. આ અંકમાં...

ડોમેઇન ઈ-મેઇલ એટલે શું?

ઈ-મેઇલના મુખ્ય બે પ્રકાર છે, આપણે લગભગ દરરોજ આ બંને પ્રકારના ઇ-મેઇલનો ઉપયોગ કરતા હોવા છતાં તેમાંનો ફેરફાર જલદી આપણી નજરે ચઢતો નથી. પહેલો પ્રકાર ફ્રી ઇ-મેઇલ સર્વિસ છે અને બીજો પ્રકાર ડોમેઇન ઇ-મેઇલ છે. વાસ્તવમાં ફ્રી ઇમેઇલ પણ  ડોમેઇન ઇ-મેઇલ જ છે. કઈ રીતે એ સમજીએ. કોઈ પણ...

નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ શું છે?

હવે ધીમે ધીમે આપણને સૌને સ્માર્ટફોનની મદદથી વાત કરવા ઉપરાંત સ્માર્ટફોન સાથે વાત કરવાની પણ આદત પડવા માંડી છે. આ બંને બાબતમાં ફેર છે! ફોનની મદદથી તો આપણા લાંબા સમયથી અન્યો સાથે વાત કરતા આવ્યા છીએ. પરંતુ હવે સ્માર્ટફોન કે સ્માર્ટ ડિવાઇસમાં ‘હેય ગૂગલ, ઓપન માય મેઇલ્સ’ કે...

ગૂગલની સર્વિસ કેમ ખોરવાઈ?

ગયા મહિને દુનિયાભરના અનેક લોકો એકાદ કલાક જેટલા લાંબા સમય માટે ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરી શક્યા નહીં. આવું ગ્લોબલ આઉટેજ કેમ સર્જાયું? કુદરતની સેન્સ ઓફ હ્યુમર ગજબની છે એ તો માનવું જ રહ્યું! વર્ષ ૨૦૨૦ હજી શરૂ થયું હતું ત્યાં કોરોના મહામારી આખી દુનિયામાં ફેલાવા લાગી,...

2000થી 2020 સુધીના બે દાયકામાં બદલાઈ ગઈ આપણી દુનિયા

આપણું જીવન બદલી નાખનારી વિવિધ ટેક્નોલોજી કેવી રીતે વિકસી, વ્યક્તિગત ઉપયોગ માટેની ટેક્નોલોજીમાં શું શું થયું અને આવનારા સમયમાં આપણી દુનિયા કઈ દિશામાં આગળ વધી રહી છે એ બધી બાબતો પર ફેરવીએ એક બાજનજર... આગળ શું વાંચશો? શરૂ થઈ ગઈ છે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ! કમ્પ્યૂટરના દાયકા...

કોન્ટેક્ટ ટ્રેસિંગઃ શું છે અને કેવી રીતે થાય છે?

વાસ્તવમાં આ સર્વિસ સરકારની સત્તાવાર એપના સાથ વિના કામ કરી શકતી નથી - અત્યારે ભારતમાં તે કાર્યરત જ નથી. આગળ શું વાંચશો? સ્માર્ટફોનથી કોન્ટેક્ટ ટ્રેસિંગ ગૂગલ-એપલનો પ્રયાસ હકીકત શું છે? પ્રાઇવસી કેટલી છે? પ્રાઇવેટ ટ્રેસિંગ કેવી રીતે કામ કરે છે કોરોના વાઇરસ સામેનો જંગ...

સ્માર્ટફોનને ધ્યાનમાં રાખતો મીડિયા કન્ટેન્ટનો એક તદ્દન નવો પ્રકાર વિકસ્યો ‘વેબસ્ટોરીઝ’

આ નવા પ્રકારની વેબ સ્ટોરીઝ વિવિધ ન્યૂઝ સાઇટ્સમાં લોકપ્રિય બનવા લાગી છે, થોડા સમયમાં માર્કેટિંગમાં પણ તેનો ઉપયોગ વધે તો નવાઈ નહીં. અત્યારે આપણે પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ પર કંઈ પણ સર્ચ કરીએ તો સર્ચ રિઝલ્ટના પેજ પર ભાત ભાતનું કન્ટેન્ટ જોવા મળે છે. આપણી સર્ચ ક્વેરી...

શિક્ષણ વિસ્તારો યુટ્યૂબ પર

લોકડાઉનમાં સમય કેમ પસાર કરવો એની મૂંઝવણ હોય તો ગૂગલ ઇન્ડિયાની આ ભેટ તમારા માટે છે! ઇન્ફર્મેશન ઓવરલોડ - ઇન્ટરનેટનું આ કદાચ સૌથી નબળું પાસું છે! આપણે મનમાં કોઈ એક સવાલ સાથે ગૂગલગુરુને શરણે જઈએ પણ એ તેના ‘એક નહીં, હજારો કે લાખો’ જવાબ આપે! આપણા સવાલનો સૌથી સચોટ જવાબ કઈ...

ડીએનએમાં ડેટા બીજમાં વૃક્ષ સમાવવાનો પ્રયાસ

ઓનલાઇન ડેટાનું પ્રમાણ અત્યંત તેજ ગતિએ વધી રહ્યું છે ત્યારે દુનિયાભરના ડેટા સાયન્ટિસ્ટ્સ હવે માનવના ડીએનએમાં ડેટા સ્ટોર કરવાની મથામણમાં પડ્યા છે. લોકડાઉન દરમિયાન દેખીતી રીતે ઇન્ટરનેટનો ઉપયોગ વધી ગયો. વર્ક-ફ્રોમ-હોમ કરતા લોકો ઉપરાંત, ધરાર મળેલી ફુરસદને કારણે આપણે સૌ...

માનવશરીરની અંદર સફર!

માનવશરીરની અંદર શું છે એ આમ તો ડોક્ટર્સ અને મેડિકલ સ્ટુડન્ટ્સના રસનો વિષય છે, પણ કોરોનાના પ્રતાપે આપણને સૌને પણ `ઇમ્યુનિટી સિસ્ટમ' વિશે જાણવામાં ઊંડો રસ પડી ગયો છે! લોકડાઉન દરમિયાન, આપણે સૌ ઘરમાં પૂરાયેલા હતા ત્યારે માનવશરીરમાં ઊંડા ઊતરવાનો એક નવો રસ્તો પણ મો, જે હજી...

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર એક લટાર!

સાયબરસફર'ના સૌથી પહેલા, ફેબ્રુઆરી, ૨૦૧૨ અંકમાં એક લેખ હતો - `કાયમ માટે લેન્ડ થઈ ગયેલાં સ્પેસ શટલમાં એક લટાર!' અમેરિકાએ ૩૦ વર્ષની સેવા અને ૧૦૦થી વધુ મિશન પછી, ૨૦૧૧માં તેનાં સ્પેસ શટલ્સને કાયમ માટે ગ્રાઉન્ડ કરી દીધાં હતાં. એ સમયે, નાસા સંસ્થાએ વિક્સાવેલાં સ્પેસ શટલ્સ...

મજાનો મેળાપ માહિતી અને નકશાનો

નક્શાને વિવિધ સ્થળો સાથે સીધો સંબંધ છે અને એ સ્થળ સંબંધિત વિવિધ માહિતી પણ હોવાની જ - જિઓપીડિયા નામની એક સર્વિસ નક્શા પર સ્થળ અને વિકિપીડિયા પર તે વિશેના લેખનો મેળ બેસાડે છે. જો તમે ગૂગલ મેપ્સના ‘જબરા ફેન’ હશો તો તમે નોંધ્યું હશે કે ગૂગલ મેપ્સનું પણ શાહરુખ ખાન જેવું...

હથેળીમાં બ્રહ્માંડદર્શન કરાવતી એપ!

ગયા મહિને અવકાશમાં એક રોમાંચક ઘટના સર્જાઈ - કંકણાકૃતિ સૂર્યગ્રહણ અથવા કહો કે ‘રિંગ ઓફ ફાયર’ સોલર ઇકલિપ્સ! કોરોના વાઇરસના પ્રસારે પૃથ્વી પરનું રોજિંદું જીવન તદ્દન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે, પણ ઉપર અવકાશમાં બધું જ એની નિયત ગતિએ ચાલી રહ્યું છે! ગઈ કાલે સર્જાયેલું...

હવે પ્લેનમાં પણ વાઇ-ફાઇઃ કરો વર્ક-ફ્રોમ-એર!

હવે થોડા જ સમયમાં આપણને પ્લેનમાં પણ વાઇ-ફાઇની મદદથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતાં લેપટોપ, ટેબલેટ કે સ્માર્ટફોનમાં કામ કરી શકાશે. અત્યારે તો આખા વિશ્વમાં કોરોના વાઇરસના હાહાકારને પગલે, અન્ય ઉદ્યોગોની સાથે એવિએશન ઇન્ડસ્ટ્રી ભીંસમાં મૂકાઈ ગઈ છે, પણ ભારતમાં જો તમારે વારંવાર...

જાતે જુઓ આર્ગો ફ્લોટનો ડેટા!

ઇન્ટરનેટની મજા એ છે કે હવે સંશોધનો માત્ર વૈજ્ઞાનિકો પૂરતાં સીમિત રહ્યાં છે. આપણે પણ તેમાં વિવિધ રીતે ભાગ લઈ શકીએ છીએ અને સંશોધનોની પ્રક્રિયા, પરિણામો વગેરે વધુ નજીકથી જોઈ શકીએ છીએ. દરિયાઈ સૃષ્ટિનો અભ્યાસ કરતા રોબોટ્સ વિશેનો આ લેખ વાંચીને લીધે અંદરનો વૈજ્ઞાનિક જાગી...

કોરોના વાઇરસનો પ્રસાર દર્શાવતું ડેટા વિઝ્યુઅલાઇઝેશન

કોરોના વાઇરસનો પ્રસાર આપણા માટે એક તક છે - જીઆઈએસ અને મેપ્સ આધારિત ડેટા વિઝ્યુઅલાઇઝેશન કેવી રીતે કામ કરે છે તે સમજવાની તક! છેલ્લા થોડા સમયથી આખા વિશ્વમાં જે ઝડપે કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે, તેના કરતાં વધુ ઝડપે કોરોના વાઇરસનો ભય ફેલાઈ રહ્યો છે! ભયને માપવો તો અશક્ય છે,...

વિશ્વભરની સૂક્ષ્મજીવી શેવાળને રોજેરોજ માપતા સેટેલાઇટ

આ દુનિયામાં એવું ઘણું છે, જે આપણી નજરમાં આવતું ન હોવા છતાં, આપણા પર તેના મોટા ઉપકાર છે. આવી જ એક વાત માટે સેટેલાઇટ્સ કેવી રીતે મદદ કરે છે તેની વાત વિદ્યાર્થીઓને ઉપયોગી થશે. ડૉ. નિમિત્ત કુમાર, વૈજ્ઞાનિક, ઇન્કોઇસ દ્વારા આપણા માટે સેટેલાઇટ એટલે કે ઉપગ્રહોનું નામ કંઈ નવું...

મધદરિયે માછીમારોને મદદરૂપ માહિતી પહોંચાડતી ‘જેમિની’ વિશે જાણો

અત્યાર સુધી ભારતના નાના માછીમારો મધદરિયે હોય ત્યારે ભગવાન ભરોસે રહેતા હતા, હવે ‘જેમિની’ સિસ્ટમથી તેમને કિનારેથી મહત્ત્વના સંદેશા મોકલવાનું શક્ય બન્યું છે. ડૉ. નિમિત્ત કુમાર, વૈજ્ઞાનિક, ઇન્કોઇસ દ્વારા છેલ્લાં સવાસો વર્ષમાં સંદેશાવ્યવહારની વ્યાખ્યા જેટલી વાર બદલાઇ તેના...

વોઇસ આસિસ્ટન્ટમાં રિવોલ્યુશન

‘આવાઝ કી દુનિયા કે દોસ્તોં...’ વર્ષો પહેલાં રેડિયો પર આ શબ્દો છવાઈ ગયા હતા. હવે આપણો અવાજ ખુદ આપણો દોસ્ત બનવા લાગ્યો છે. જાણો એક દાયકામાં આ ટેક્નોલોજી કેવી બદલાઈ. ઇન્ટરનેટ પર વર્ષોથી ટેક્સ્ટ અને ઇમેજનો દબદબો રહ્યો છે.  વીડિયોમાં વિઝ્યુઅલ અને વોઇસ બંને ખરાં અને...

અજાણ્યા શબ્દ વિશે ફટાફટ જાણો

વાયા વિકિપીડિયા, તમે એક-બે ક્લિકમાં નવું નવું ઘણી જાણી શકો છો. ઇન્ટરનેટની મજા એ છે કે તેમાં આપણને જે કંઈ જાણવું તે બધું જ મળી શકે છે. એ પણ ઘણી વાર તો ફક્ત એક-બે ક્લિકમાં. ફક્ત એ માટેની સચોટ રીત આપણને ખબર હોવી જોઇએ. કારણ કે આપણે જે જાણવું હોય તે ગૂગલમાં શોધવા બેસીએ તો...

સીબીએસઇ સ્કૂલ્સમાં શીખો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

આપણા વિદ્યાર્થીઓને સમગ્ર વિશ્વ સાથે તાલ મિલાવવામાં મદદરૂપ થતો આ નિર્ણય ખરેખર આવકારદાયક છે, આપણી શાળાઓએ પણ આ દિશામાં ઝડપી પગલાં લેવાં જોઈશે.વર્ષ ૨૦૧૯ વિદાય લઈ રહ્યું હતું ત્યારે એક આનંદના સમાચાર આવ્યા. મજાની વાત એ છે કે આ સમાચાર એ વર્ષની છેક શરૂઆતમાં આવ્યા હતા અને અંતે...

જાણો સીસીટીવી સર્વેલન્સ કેમેરાના પ્રકાર

આવો જાણીએ, આપણી ચોતરફ દેખાઈ રહેલા સીસીટીવી કેમેરાના પ્રકાર... ડોમ સીસીટીવી કેમેરા ઊંધા ગુંબજ આકારના આ કેમેરા બહુ ઓછી જગ્યા રોકે છે પરંતુ તેમાંનો કેમેરા કઈ દિશામાંના દૃશ્યો કેપ્ચર કરી રહ્યો છે તે દેખાતું ન હોવાથી તેની ચારે તરફ લોકો કંઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતાં ખચકાય...

આખા વિશ્વમાં સતત વિસ્તરી રહ્યું છે સ્માર્ટ સીસીટીવી સર્વેલન્સ

જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરાથી લોકોની દરેક હીલચાલ પર નજર રાખીને તેને ડેટાને એઆઈ અને ફેસિયલ રેકગ્નિશન જેવી ટેક્નોલોજી સાથે સાંકળવાનું પ્રમાણ જબરજસ્ત વધી રહ્યું છે. થોડા સમય પહેલાં એક મુદ્દો ખાસ્સો ચર્ચાનો અને રમૂજનો વિષય બન્યો હતો. અમદાવાદમાં એક મહિલા તેમના પતિને નામે...

સોફ્ટવેર ડેવલપમેન્ટનાં સાત પગલાં

આગળ શું વાંચશો? ૧ : પ્લાનિંગ ૨ : નીડ ડોક્યુમેન્ટેશન ૩ : ડિઝાઇન અને પ્રોટોટાઇપિંગ ૪ : સોફ્ટવેર ડેવલપમેન્ટ ૫ : ટેસ્ટિંગ ૬ : ડિપ્લોયમેન્ટ ૭ : ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ એકાઉન્ટિંગ, સેલ્સ, બિઝનેસ મેનેજમેન્ટ વગેરેથી માંડીને ટિકિટ બુકિંગ, એન્ટરટેઇન્મેન્ટ કે મેન્યુફેક્ચરિંગ...

કોઈ પણ વેબપેજને એડિટ કેવી રીતે કરી શકાય?

રોજેરોજ તમે બ્રાઉઝરમાં જે વેબપેજીસ જુઓ છે, તેની પાછળની બાજુએ તમે ક્યારેય ડોકિયું કર્યું છે? અહીં આપેલી રીતથી તમે ડોકિયું કરી શકશો અને વેબપેજમાં ફેરફાર પણ કરી શકશો! આજે એક જુદી જ વાત કરીએ! એવી વાત, જે વેબડેવલપર્સ માટે તો રમતવાત હશે, પણ આપણા જેવા, જેમણે બ્રાઉઝરમાં...

ઇન્ટરનેટપિતા ગાંધીજી!

આજે બીજી ઓક્ટોબર, ગાંધી જયંતિ છે. ગાંધીજીના જન્મનાં ૧૫૦ વર્ષની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે કોઈ એમ કહે કે ‘‘ગાંધીજીએ સો વર્ષ પહેલાં, વોટ્સએપ, ઇ-કોમર્સ સાઇટ્સ, ન્યૂઝ એપ્સ, કેબ્સ એપ, ફૂડ ડિલિવરી એપ્સ, સોશિયલ મીડિયા વગેરેની કલ્પના કરી લીધી હતી’’ તો આપણને ચોક્કસ લાગે...

વેબપી (કે વેપ્પી) ઇમેજ ફોર્મેટ શું છે?

ક્યારેક ‘સાયબરસફર’ના વાચકો તરફથી એવા ગૂગલી સવાલો આવી જાય છે કે વાંચીને મજા પડી જાય અને સાથે સામો સવાલ પણ થાય કે વાચકો આવી ઝીણી વિગતો સુધી પહોંચ્યા કઈ રીતે?! કોઈ પણ ઇમેજની ફાઇલ .જેપીજી કે .જેપીઇજી કે .પીએનજી જેવા વિવિધ ફોર્મેટમાં સેવ થતી હોય છે એ તો આપણે જાણીએ છીએ...

અણુશસ્ત્રોની સંહારક્ષમતા દર્શાવતા ઇન્ટરએક્ટિવ મેપ્સ

અમેરિકા અને ઉત્તર કોરિયા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અણુયુદ્ધ થાય તો? તો કયા દેશના કયા અમુબોમ્બથી કેટલી જાનહાનિ થઈ શકે એનો ખાસ્સો સચોટ અંદાજ આપણે જાણી શકી છીએ. આગળ શું વાંચશો? અમેરિકાનાં અણુશસ્ત્રોની યાદી ઇન્ટરએક્ટિવ ડેટા વિઝ્યુઅલાઇઝેશન્સ ન્યૂકમેપ મિસાઇલમેપ અમેરિકન...

સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ શીખો

તમે જો મેથ્સ કે એન્જિનિયરિંગના વિદ્યાર્થી હો તો તમારે કેલ્ક્યુલેટર અને એમાં પણ સાયન્ટિફિક કેલ્કયુલેટરનો ખાસ ઉપયોગ કરવાનો થતો હશે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર મેથ્સ ઉપરાંત કેમેસ્ટ્રી અને ફિઝિક્સના દાખલા ઉકેલવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આ પ્રકારના કેલ્ક્યુલેટરની મુશ્કેલી એ છે...

છેડછાડ કરાયેલા ફોટોગ્રાફ પારખશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ!

ફેક ન્યૂઝ ફેલાવવામાં ફોટોશોપનો દુરૂપયોગ વધી રહ્યો છે ત્યારે એડોબ કંપનીએ તેનો સામનો કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કામે લગાડી છે. જ્યારે પણ લીલો ઝંડો ફરકાવતા નરેન્દ્ર મોદી કે ગાંધીજીને બદલે ઔરંગઝેબની તસવીરવાળી રાહુલ ગાંધીની ઓફિસની તસવીર આપણને વોટ્સએપમાં મળે ત્યારે હવે...

ફેસબુકની નવી ક્રિપ્ટોકરન્સી ‘લિબ્રા’ શું છે?

લાંબા સમયની અટકળો પછી છેવટે ગયા મહિને ફેસબુકે તેની આગવી ‘ક્રિપ્ટોકરન્સી’ની જાહેરાત કરી. અખબારોમાં આ સમાચાર થોડા-ઘણા ચમક્યા અને પછી ભૂલાઈ ગયા કારણ કે આખરે આ નવા પ્રકારની કરન્સી આવતા વર્ષના મધ્ય સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે. ક્રિપ્ટોકરન્સીની વાત નીકળે ત્યારે આપણા મનમાં...

જાણો ઝીરો-નોલેજ સ્ટોરેજ વિશે! ડેટા સલામત રાખતી, જરા જુદા પ્રકારની સર્વિસીઝ

આપણા ઓનલાઇન એકાઉન્ટ્સ અસલામત બનવાનું એક કારણ એ હોય છે કે તે સર્વિસ પાસે આપણા પાસવર્ડની કોપી હોય છે. ઝીરો-નોલેજ ટેક્નોલોજી તેનો ઉપાય આપે છે. આગળના લેખમાં ‘કીપર પાસવર્ડ મેનેજર’ સર્વિસ વિશેની વિગતો જાણીને તમે કીપરની વેબસાઇટ પર પહોંચીને થોડાં થોડાં ખાંખાંખોળાં કરશો તો...

સતોડિયાની જાહોજલાલી, સ્માર્ટફોને ખૂંચવી!

આપણી દુનિયા કેવા બે અંતિમો વચ્ચે વહેંચાઈ ગઈ છે! એક તરફ, એક આખી પેઢી એવી છે, જે સ્માર્ટફોનનો ખપપૂરતો ઉપયોગ તો કરી લે છે, પણ અંદરખાને અફસોસ કરે છે કે પોતે આ જાદુઈ જિનનો પૂરો ઉપયોગ જાણતા નથી. તો બીજી બાજુ, એવી પણ એક પેઢી છે જે સ્માર્ટફોનનો ખરેખર રમતની જેમ ઉપયોગ કરે છે...

વેબ કે એપ ડેવલપર્સનો ફેવરિટ અડ્ડો ‘ગિટહબ’ આખરે છે શું?

વેબ કે એપ ડેવલપમેન્ટમાં ક્ષેત્રમાં આગળ વધવા માગતા હો તો ગિટહબ પરનો તમારો પ્રોફાઇલ જોરદાર બાયોડેટાની ગરજ સારશે અને તમારું કામ પણ સરળ બનાવશે જો તમે પ્રોગ્રામર કે ડેવલપર હો અથવા તો બનવાની દિશામાં આગળ વધી રહ્યા હો તો તમે ‘ગિટહબ’ શબ્દ જરૂ‚ર સાંભળ્યો હશે. એ સિવાય તમે તમારી...

જુદી જુદી બાબતની આંતરિક રચના સમજાવતા એનિમેશન વીડિયોની ચેનલ

તમને એનિમેશનમાં રસ બે રીતે હોઈ શકે, એક, મજાની એનિમેશન મૂવીઝ જોવામાં તમને રસ હોય અથવા તમને પોતાને એનિમેશન ક્રિએટ કરવામાં રસ હોય! હજી એક ત્રીજા પ્રકારનો રસ પણ હોઈ શકે - એનિમેશનની મદદથી, જાતભાતની બાબતો વિશે વધુ જાણવાનો રસ! આ ત્રણેય બાબતમાંથી કોઈ એકમાં પણ તમને રસ હોય તમને...

‘લોરેમ ઇપ્સમ’ ટેકસ્ટ શું છે?

જો તમે તમારી કંપનીનું બ્રોશર કે વેબસાઇટ ડિઝાઇન કરવાનું કામ કોઈ પ્રોફેશનલ કંપનીને સોંપ્યું હશે તો એવી પૂરી શક્યતા છે કે એમના તરફથી તમને ડિઝાઇનના જે નમૂના આપવામાં આવે તેમાંની ટેકસ્ટ Lorem Ipsomથી શરૂ થતી હશે. ઇન્ટરનેટ પર તમે બ્લોગનાં ટેમ્પલેટ્સ શોધી રહ્યા હો તો તેમાં પણ...

મેસેજિંગમાં નવો યુગ?

જૂનાપુરાણા એસએમએસ સ્માર્ટ બનવા લાગ્યા છે અત્યારે ભારતમાં વોટ્સએપનો સૂરજ બરાબર મધ્યાહ્ને તપી રહ્યો છે અને તે અસ્ત થવા તરફ ગતિ કરી રહ્યો હોય એવા કોઈ જ અણસાર અત્યારે તો દેખાઈ રહ્યા નથી. પરંતુ જ્યારે વોટ્સએપનો આ સૂરજ હજી ઊગ્યો જ નહોતો ત્યારે આપણા સૌની આંગળીઓ પર એસએમએસનું...

જાણો મરોડદાર, મજાના અક્ષરોનાં મજેદાર રહસ્યો

પ્રિન્ટ કમ્યુનિકેશનમાં ટાઇપોગ્રાફી એક બહુ મહત્ત્વનું પાસુ છે. કોઈ પણ ડિઝાઇન કે લખાણમાં વપરાયેલા શબ્દો કે અક્ષરોના મરોડ ઘણું બધું કહી જતા હોય છે. ટાઇપોગ્રાફી માત્ર ડિઝાઇનર કે આર્ટિસ્ટનો વિષય છે એવું માનવાની ભૂલ કરશો નહીં. નોકરી મેળવવા માટે બાયોડેટા મોકલનાર ઉમેદવાર જો...

ડેટાનો મહાસાગર: મશીન લર્નિંગથી 1.4 અબજ ચોરસ માઇલ્સ પર બાજ નજર!

ઇન્ટરનેટ અને ડેટા ટેક્નોલોજીનો ઉપયોગ આપણને દેખાય છે એટલો સીમિત નથી. આખી દુનિયાના મહાસાગરોમાં ચોરીછૂપીથી માછીમારી કરતાં જહાજોને પકડી પાડવામાં પણ તે ઉપયોગી છે. પશ્ર્ચિમમાં એશિયા -ઓસ્ટ્રેલિયા અને પૂર્વમાં અમેરિકા વચ્ચે પારાવાર ફેલાયેલા વિશ્વના સૌથી વિશાળ અને સૌથી ઊંડા...

જાણો કૂકીઝના વિવિધ પ્રકાર

આપણે કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં કોઈ પણ વેબસાઇટની મુલાકાત લઈએ ત્યારે બ્રાઉઝર દ્વારા અનેક પ્રકારની કૂકીઝ (એક પ્રકારની ફાઇલ) આપણા કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં ડાઉનલોડ થાય છે. આ ફાઇલ્સ કે કૂકીઝનો હેતુ બહુ સ્પષ્ટ હોય છે - જે તે વેબસાઇટ પરની અથવા ત્યાર પછીની બીજી સાઇટ્સ પરની...

તમે ડિજિટલ વીમો ઉતરાવ્યો છે?

આપણી ગેરહાજરીમાં સ્વજનોની મુશ્કેલી ઓછી કરવા કેટલાંક પગલાં અત્યારથી જ લેવા જેવાં છે. આજ (ફેબ્રુઆરી 07, 2019)નાં અખબારોમાં સમાચાર છે કે કેનેડાની એક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કંપનીના એકમાત્ર ડિરેક્ટરનું અચાનક અવસાન થયું, કંપનીના સૌથી અગત્યના પાસવર્ડની માત્ર તેમને ખબર હતી,...

જબરી જિજ્ઞાસા જગાવતા એ સંતોષતા વીડિયો…

વિજ્ઞાનની જનેતા જિજ્ઞાસા છે. ‘આમ કેમ? જેમ છે, તેને બદલે કંઈક જુદું હોત તો?’ એવા સવાલોમાંથી જ અનેક નવી શોધ શક્ય બને છે અને આપણી દુનિયા સમૃદ્ધ બને છે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે આપણે પોતાની કલ્પનાને બિલકુલ છૂટો દોર આપી શકીએ. વિચાર કરો, આપણી પૃથ્વી પર પ્લાસ્ટિક હોત જ...

ઓળખો અલગ અલગ કેબલ્સ

દુનિયા ધીમી પણ મક્કમ ગતિએ વાયરલેસ બનવા તરફ આગળ વધી રહી છે, પણ અત્યારે તો આપણે કેબલનો કકળાટ સહન કર્યા વિના છૂટકો નથી! આવો જાણીએ આજની ડિજિટલ દુનિયામાં આપણો કેવા અલગ અલગ પ્રકારના કેબલ્સ સાથે પનારો છે? USB (Universal Serial Bus) આજના ડિજિટલ સમયમાં સૌથી વધુ રીતે ઉપયોગમાં...

અલગ અલગ ગુજરાતી ફોન્ટની રામાયણ કેવી રીતે સમજવી?

[vc_row][vc_column width="2/3"][vc_column_text]આગળ શું વાંચશો? અંગ્રેજી અને ગુજરાતી ભાષાના ફોન્ટમાં તફાવત ક્યાં છે? યુનિકોડ ફોન્ટથી શું ફેર થયો? વિવિધ ફોન્ટને એકબીજામાં કન્વર્ટ કરી ન શકાય? તમારે કયા ફોન્ટ પસંદ કરવા જોઈએ? સવાલ મોકલનાર : શાસ્ત્રી જિજ્ઞેશભાઈ પંડ્યા,...

ડિજિટાઇઝેશન કે ડિજિટલાઇઝેશન?

આ અંકમાં અમેરિકાના ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારે પોતાની પાસેના ૫૦-૭૦ લાખ ફોટોગ્રાફ્સની હાર્ડ કોપીનો ડિજિટલ આર્કાઇવ તૈયાર કરવાનું કામ આરંભ્યું છે એ લેખના સંદર્ભે એક સવાલ -  આ કામગીરીને ફોટોગ્રાફ્સનું ‘ડિજિટાઇઝેશન’ કહેવાય કે ‘ડિજિટલાઇઝેશન’?! મોટા ભાગે આ પ્રકારની કામગીરી...

ગૂગલ તો સ્માર્ટ છે, તમે એનો સ્માર્ટ રીતે ઉપયોગ કરો છો?

સ્માર્ટફોનમાંની ગૂગલ એપ અને ગૂગલ આસિસ્ટન્ટ આપણી ઘણા પ્રશ્નના ઉકેલ, બીજાં કોઈ વેબપેજ પર મોકલવાને બદલે, સીધા સર્ચ રીઝલ્ટ પેજ પર જ આપી દે છે. જાણો આવી સંખ્યાબંધ બાબતો. છેલ્લાં કેટલાંય વર્ષોથી ગૂગલના સર્ચ એન્જિનમાં સતત નોંધપાત્ર ફેરફારો થતા રહ્યા છે. અગાઉ માત્ર શબ્દો...

ઇવેન્ટ્સનું લાઇવ ટ્રાન્સમિશન કેવી રીતે થાય છે?

સ્પોર્ટ્સ મેચનું જીવંત પ્રસારણ જોવા માટે લોકો ટીવીને બદલે ઇન્ટરનેટ તરફ વળી રહ્યા છે, ત્યારે આવો જાણીએ સ્ટેડિયમથી આપણા સ્ક્રીન સુધીની સફરના વિવિધ તબક્કા. વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ સ્ટેડિયમમાં રમાતી ક્રિકેટ મેચ કે ફૂટબોલ મેચનું લાઇવ ટીવી બ્રોડકાસ્ટિંગ આપણે ઘેર બેઠાં જોઈ...

શું છે આ હાયપરલૂપ?

આપણે હજી અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનની વાતો કરી રહ્યા છીએ ત્યારે તેનાથી ચાર ગણી, હા, ચાર ગણી સ્પીડ ધરાવતી મુંબઈ-પૂણે વચ્ચે ‘હાયપરલૂપ’ નામની બિલકુલ નવા પ્રકારની પરિવહન વ્યવસ્થાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં છેલ્લા ઘણા સમયથી આખી દુનિયાને હાયપરલૂપના આ વિચારે...

ઇન-એપ બ્રાઉઝર : ઉપયોગી કે અવરોધરૂપ?

તમારા સ્માર્ટફોનમાંની ફેસબુકની એપમાં, તમારા કોઈ ફ્રેન્ડે મોકલેલી કોઈ લિંક પર તમે ક્લિક કરો તો શું થાય છે? અથવા, જીમેઇલ એપમાં મેઈલમાં આવેલી કોઈ લિંક પર તમે ક્લિક કરો તો શું થાય છે? આમ તો, એ લિંક ઇન્ટરનેટ પરના કોઈ પણ વેબપેજની હોય તો દેખીતું છે કે એ લિંક પર ક્લિક કરતાં,...

ટેલિ-મેડિસિનથી રણમાં સ્વાસ્થ્યસેવા

ટેલિ-મેડિસિન - આ શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ, પણ એ વાસ્તવમાં કામ કેવી રીતે કરે છે એ સમજવું હોય તો આપણે કચ્છના નાના રણની કાંધીએ આપેલા ખારાઘોડા અને તેના જેવાં બીજાં ગામોમાં જવું પડે. આ ગામોમાં, અમદાવાદના કેટલાક સેવાભાવી લોકો અને ડોકટર્સે શરૂ કરેલી ‘સેતુ ચેરિટેબલ...

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પૂરની આગાહી

ભારતમાં ચોમાસું હંમેશા અણધારી મુસીબતો લાવતું હોય છે. કેરળમાં ભારે પૂર પછી વિદાય લઈ રહેલાં ચોમાસા દરમિયાન કેરળ અને ઉત્તર ભારતમાં ફરી પૂર પ્રકોપ સર્જાયો છે. પૂરને કારણે વધુ નુકસાન થવાનું કારણ એ છે કે પૂરની સચોટ આગાહી થઈ શકતી નથી. વિશ્વમાં દર વર્ષે અંદાજે ૨૫ કરોડ લોકોને...

ઇન્ટરનેટનું સાકાર સ્વરૂપ : ડેટા સેન્ટર

ઇશ્વર અને ઇન્ટરનેટ. બંને અત્ર, તત્ર, સર્વત્ર હોવા છતાં આપણે કોઈ ઠેકાણે આંગળી મૂકીને બેમાંથી કોઈની હાજરી બતાવી શકીએ નહીં! જોકે જેમ મંદિરમાં મૂર્તિ બતાવીને આપણે કહી શકીએ કે અહીં ઇશ્વર વસે છે, એમ ઇન્ટરનેટની ક્યાંય હાજરી બતાવવી હોય તો આપણે ડેટા સેન્ટર તરફ આંગળી ચીંધી...

ઇન્ટરનેટની પર્યાવરણ પર અસર

ઇન્ટરનેટ પર ગૂગલ પર થતી દરેક સર્ચ ક્વેરીની પૃથ્વી ભારે કિંમત ચૂકવે છે. આપણી સર્ચને ગૂગલનાં સર્વર સુધી પહોંચાડવામાં અને પછી તેનો જવાબ શોધીને આપણા સુધી પહોંચાડવામાં બહુ મોટા પ્રમાણમાં વીજળી કર્ચાય છે અને વાતાવણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય છે. એ પણ જાણી લો કે ગૂગલ પર...

જૂના સ્માર્ટફોન જંગલ બચાવી શકે!

એમેઝોનના કાંઠે આવેલાં ગાઢ વરસાદી જંગલો અને જૂના સ્માર્ટ ફોન્સ. આ બંને વચ્ચે કંઈ કનેક્શન ખરું? હા, દુનિયાની બીજા નંબરની વિશાળ નદી એમેઝોનના કિનારે આવેલાં રેઇનફોરેસ્ટ એટલે કે વરસાદી જંગલો વિશ્વનાં સૌથી મોટાં જંગલો અને ધરતી પરની સૌથી જૂની જીવસૃષ્ટિ છે. હવે ચિંતાનો વિષય એ...

પ્લે સ્ટોરમાં એપના નામ નીચેના આંકડા શું દર્શાવે છે?

સવાલ મોકલનાર : હર્ષિલ વડોદરિયા, બોટાદ પ્લે સ્ટોરમાં તમે કોઈ પણ એપ શોધીને તેને ડાઉનલોડ કરવાનો નિર્ણય કરો ત્યારે જે કેટલીક બાબતો પર ખાસ નજર દોડાવવી જોઈએ તેમાંની એક છે એપના નામ નીચે જોવા મળતા આંકડા. સામાન્ય રીતે ભારતમાં તમે કોઈ એપ ઇન્સ્ટોલ કરી રહ્યા હો ત્યારે એપના પેજ પર...

ઉચ્ચ અભ્યાસ માટે ઉપયોગી ફ્રી કોર્સીઝ

સાયન્સ અને એન્જિનિયરિંગના અભ્યાસની વાત નીકળે ત્યારે વિશ્વસ્તરે એક નામ અચૂકપણે આદર સાથે લેવાય - મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ૧૮૬૧માં સ્થપાયેલી આ યુનિવર્સિટીનો મોટ્ટો એટલે કે કાર્યમંત્ર છે ‘‘માઇન્ડ એન્ડ હેન્ડ’’. અમેરિકાની આ યુનિવર્સિટીમાંથી બહાર પડેલા ૯૦...

ગ્રામરના 10 નિયમો સમજાવતું ઇન્ફોગ્રાફિક

ઇંગ્લિશ ગ્રામરની વાત આવે ત્યારે ભલભલા લોકો, નાની નાની વાતમાં ભૂલ કરી બેસતા હોય છે. તમે પણ એપોસ્ટ્રોફીમાં ગૂંચવાતા હોય કે Their, There કે They're જેવા શબ્દોમાં ભૂલ કરતા હો, તો ઇંગ્લિશ ગ્રામરના સામાન્ય દસ નિયમો તરફ ધ્યાન દોરતું, યુનિવર્સિટી ઓફ ફિનિક્સનું નીચેનું...

‘સાયબરસફર’ વાંચો નેટ કનેકશન વિના! | 🙂

આગળ શું વાંચશો? પ્રોગેસિવ વેબ એપ શું છે? ‘સાયબરસફર’ની પ્રોગ્રેસિવ એપ કેવી રીતે ઇન્સ્ટોલ કરશો? ‘સાયબરસફર’ ઓફલાઇન કેવી રીતે વાંચશો? ‘સાયબરસફર’ની વેબસાઇટના ફાયદા વર્ષ ૨૦૧૨માં ‘સાયબરસફર’ની એક પ્રિન્ટેડ મેગેઝિન તરીકે શરૂઆત થઈ ત્યારે એક રીતે જુઓ તો અમે સમગ્ર દુનિયાના પ્રવાહ...

સામાન્ય વાતચીત પણ હવે માણસને બદલે મશીન કરશે?

આગળ શું વાંચશો? ગૂગલ ડુપ્લેક્સ શું છે? ડુપ્લેક્સમાં ટેક્નોલોજીની હરણફાળ શી છે? માણસ અને મશીનની વાતચીતમાં શી મર્યાદાઓ છે? ડુપ્લેક્સથી નોકરીઓ જશે? અત્યાર સુધી, આપણા ફોન કે લેન્ડલાઇન સંબંધિત કોઈ ફરિયાદ હોય અને આપણે કંપનીના હેલ્પલાઇન નંબર પર ફોન કરીએ તો જીવતા જાગતા માણસ...

દરિયાઈ જીવસૃષ્ટિના અભ્યાસમાં રોબોટિક્સ

આપણી પૃથ્વીની સપાટીનો ૭૦ ટકાથી વધુ ભાગ મહાસાગરો આવરી લે છે. પૃથ્વી પરનું લગભગ ૯૭ ટકા પાણી મહાસાગરોમાં જ છે. પૃથ્વી પર જેટલી પણ જીવસૃષ્ટિ છે, એમાંથી ૫૦ થી ૮૦ ટકા મહાસાગરોમાં સમાયેલ છે. ૫૦ થી ૮૦ ટકા એ બહુ મોટા ગેપવાળો અંદાજ કહી શકાય, પરંતુ એમ લખ્યા વગર છૂટકો નથી કારણ કે...

જગતભરના સમાચારો જાણતા રહેવાનો એક નવો, સ્માર્ટ રસ્તો

જાન્યુઆરી ૩૧, ૧૯૪૮ના દિવસે, દિલ્હીના બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના સભા માટે મહાત્મા ગાંધી આવ્યા અને તેમના દર્શનાર્થીમાંના એક નથુરામ ગોડસેએ, બરાબર ૫.૧૨ના સમયે ગાંધીજીના કૃશ શરીરમાં ગોળીઓ ધરબી દીધી. તેની પંદર-વીસ મિનિટ પછી ગાંધીજીએ અંતિમ શ્વાસ લીધા. આગળ શું વાંચશો?...

નવી ન્યૂઝ સર્વિસનો સંપૂર્ણ પરિચય

જો તમે તમારા સ્માર્ટફોનમાં જૂની ન્યૂઝ એન્ડ વેધર એપનો ઉપયોગ કરતા હશો, તો તમને નવી ન્યૂઝ એપ જોઈને આનંદનો હળવો આંચકો આવશે! નવી એપમાં ડિઝાઇનને લગતા સરસ ફેરફારો કરવામાં આવ્યા છે. ગૂગલની મૂળ ન્યૂઝ સર્વિસ ૧૫ વર્ષ પહેલાં લોન્ચ થઈ હતી. ત્યારે માત્ર ઇન્ટરનેટ પરથી સાડા ચાર કે...

મશીન હવે દલીલો પણ કરે છે!

ગયા મહિનાની ૧૮ તારીખે અમેરિકાના સાનફ્રાન્સિસ્કો શહેરમાં ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ કોર્પોરેશન (આઈબીએમ)ના કેમ્પસમાં એક ડીબેટ યોજાઈ. ટીવી પર ન્યૂઝ ચેનલ્સ પર આપણે રોજેરોજ બૂમાબૂમભરી ડીબેટ્સ જોઈ જોઈને ક્ંટાળી ગયા છીએ, પરંતુ આઇબીએમના કેમ્પસમાં યોજાયેલી આ ડીબેટ જુદી હતી હતી....

ડરામણો ડેટા – બિગ ડેટા

[vc_row][vc_column][vc_column_text]સ્માર્ટફોનને પ્રતાપે, હવે આપણી દરેક હીલચાલ ‘કોઈ’ જુએ છે. આ રીતે તૈયાર થતો બિગ ડેટા ફક્ત આપણા માટે નહીં, દેશની સલામતી સામે પણ મોટું જોખમ ઊભું કરી શકે છે. જાણો કઈ રીતે. લેખક ઇન્ફર્મેશન ટેકનોલોજીના ફિલ્ડમાં ૧૯૯૨થી કાર્યરત છે. ૨૦૦૮ સુધી...

પ્રદૂષણ વધારવામાં કોનો કેટલો ફાળો?

ભારતમાં, અને આમ તો વિશ્વમાં, છેલ્લા કેટલાય સમયથી ઇલેક્ટ્રિસિટીથી ચાલતાં વાહનોની ચર્ચા શરૂ થઈ છે. માત્ર, પેટ્રોલ અને ડિઝલથી ચાલતાં વાહનોના ઉત્પાદન માટે ગંજાવર મૂડી રોકાણ કરનારી ઓટો કંપનીઝ આ મહત્ત્વપૂર્ણ પરિવર્તન માટે ખાસ ઉત્સાહિત નથી. પરંતુ એ દિશામાં આગળ વધ્યા વિના...

આપણે જે પ્લાસ્ટિક ફેંકી દઈએ છીએ, એનું આખરે શું થાય છે?

પૃથ્વીને પ્લાસ્ટિકથી કેવું નુક્સાન થઈ રહ્યું છે તે વિશ્વ સમક્ષ લાવવા ‘નેશનલ જ્યોગ્રાફિક’એ ‘પ્લાસ્ટિક કે પ્લેનેટ?’ નામે એક ઝુંબેશ ઉપાડી છે. તેના ભાગરૂપે, તેની વેબસાઇટ પર એક ઇન્ટરએક્ટિવ પેજ તૈયાર કરીને આપણા સૌના ઘર-ઘરથી મહાસાગર સુધી પહોંચતા પ્લાસ્ટિકની આંચકાજનક સફર...

વેકેશનમાં જઈએ ‘ચાંદામામા’ને ઘેર!

વેકેશન એટલે મામાને ઘેર જવાની સીઝન! વોટ્સએપનાં ગ્રૂપ્સમાં અત્યારથી જ એ વિશે મજાના મેસેજ ફરતા થઈ ગયા છે. આપણે એ પરંપરાને આગળ ધપાવીએ અને પહોંચીએ આપણા સૌના મામા, ‘ચાંદામામા’ને ઘેર! અમેરિકન સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ હમણાં ચંદ્રનો ફોરકે...

સેલ્ફી લેતી વખતે સ્માર્ટફોનના સ્ક્રીન પર મિરર ઇમેજ કેમ દેખાય છે?

સવાલ મોકલનાર : વૈશાલી કામદાર, રાજકોટ તમારું આ મુદ્દા તરફ ધ્યાન ગયું એ માટે અભિનંદન! સાદો જવાબ એ કે એ સમયે સ્માર્ટફોનનો સ્ક્રીન બરાબર અરીસા તરીકે જ કામ કરે છે, ફક્ત જ્યારે સેલ્ફી લેવાઈ જાય ત્યારે જે ઇમેજ જોવા મળે છે એ મિરર ઇમેજ રહેતી નથી! ગૂંચવાડો થયો? બાજુના...

વેબસાઇટ બનાવવા વિબ્લી જેવી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે તો એપ બનાવવા કઇ એપ્લિકેશનનો ઉપયોગ સારો રહેશે?

સવાલ મોકલનાર : વિજય વડોદરીયા, બોટાદ વેબસાઇટ અને એપના ડેવલપમેન્ટમાં મૂળભૂત રીતે કેટલાક ફેરફારો છે. વેબસાઇટ સહેલાઈથી ડેવલપ કરવા માટે આપણે જુમલા અને વર્ડપ્રેસ કે દ્રુપલ જેવી કન્ટેન્ટ મેનેજમેન્ટ જેવી સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા વિબ્લી જેવી પ્રમાણમાં વધુ સરળ અને...

ઇન્ટરનેટનાં મ્યુઝિયમ!

જીવનમાં મોટા ભાગે - અને ઇન્ટરનેટની બાબતમાં તો ખાસ - આપણે સૌ ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ જ નજર માંડતા હોઈએ છીએ. પ્રગતિ માટે એ સારું જ છે, પણ ક્યારેક ભૂતકાળમાં નજર ફેરવી લેવાથી, ભવિષ્યને વધુ ઉજાળી શકાય છે. અત્યારે ઇન્ટરનેટ આપણા સૌના જીવનનો એક અભિન્ન હિસ્સો છે. પીસી કે...

સબમરીન કેબલ્સનું જાળું બતાવતા મેપ્સ

જો તમે સાયબરસફર સાથે લાંબા સમયથી જોડાયેલા હશો તો તમે જાણતા હશો કે ફેબ્રુઆરી ૨૦૧૫માં આપણે ઇન્ટરનેટ ડેટાની રસપ્રદ સફર સાત સમંદર પાર શીર્ષક હેઠળ આખી દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે ઇન્ટરનેટ ડેટાની આપ-લે કરતા સબમરીન કેબલ્સની વિગતવાર વાત કરી હતી. આખી દુનિયાના મહાસાગરોમાં...

સ્પાર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જનરલ નોલેજ વધારવું છે?

આજકાલ સવારે અખબાર હાથમાં લઈએ એટલે મોટા ભાગના સમાચાર એ જ જોવા મળે, જે આપણે આગલી સાંજે જાણી ચૂક્યા હોઈએ. અખબાર અને રેડિયો-ટીવી ઉપરાંત, સમાચારો જાણવાના હવે અનેક અનેક રસ્તા થઈ ગયા છે. દરેક મોટું મીડિયા હાઉસ હવે પોતાની વેબસાઇટ અને એપ ધરાવે છે અને ગૂગલ ન્યૂઝ...

શરીરની આંતરિક વ્યવસ્થા સમજાવતો વિઝ્યુઅલ એન્સાયક્લોપીડિયા

આ વખતની ફાઇનલ ક્લિક આમ તો મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડોક્ટર્સ માટે છે, પણ જો તમને આપણા શરીરની આંતરિક વ્યવસ્થા જાણવા-સમજવામાં રસ હોય તો આ સાઇટ તમને પણ ગમશે. યુકેની એક જાણીતી યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ લેઇસેસ્ટના સહયોગથી ડોક્ટર્સ, મેડિકલ સ્ટુડન્ટ્સે સાથે મળીને,...

ગૂગલ લેન્સ : હવે ગૂગલને લખીને નહીં, બતાવીને પૂછો!

આગળ શું વાંચશો? ગૂગલ લેન્સ એક્ઝેક્ટલી શું છે? ગૂગલ લેન્સનો લાભ કેવી રીતે લેશો? ગૂગલ લેન્સથી શું શું કરી શકાય છે? આપણે કોઈ પણ બાબતે, કંઈ પણ જાણવું હોય તો એ વિશે દિમાગ કંઈ નક્કી કરે એ પહેલાં તો આપણી આંગળીઓ આપોઆપ ગૂગલ તરફ વળવા લાગે એવી સ્થિતિ આવી ગઈ છે! પરંતુ એ માટે આપણે...

તસવીરમાં આ શું દેખાય છે?

સવાલ મોકલનાર : કૈલાશકુમાર જોશી, પાલનપુર કૈલાશભાઈએ વોટ્સએપમાં, અહીં આપી છે તે નહીં પણ તેના જેવી જ એક તસવીર મોકલીને ‘સાયબરસફર’ને આ સવાલ પૂછ્યો છે - "તસવીરમાં માઇક ઉપરાંત તેના જેવું પણ કાચની પારદર્શક ફ્રેમ જેવું આ શું દેખાય છે? આ સવાલ ‘સાયબરસફર’ને પૂછાવાનું એક કારણ એ પણ...

હવે ઇતિહાસ ગોખવો નહીં પડે!

‘’સિકંદર ને પોરસ સે કી થી લડાઈ, જો કી થી લડાઈ તો મેં ક્યા કરું...!’’ તમે કદાચ આ ગીત સાંભળ્યું હશે. છેક ૧૯૬૨માં રીલિઝ થયેલી ફિલ્મ અનપઢના આ ગીતના શબ્દોમાં ઇતિહાસની ઘટનાઓને ગોખવા સામેની જે અકળામણ છે, એ અત્યાર સુધી યથાવત રહી છે. અત્યારે પરીક્ષાના દિવસો ચાલી રહ્યા છે એટલે...

ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ સંબંધિત શબ્દો

જો તમારે માઇક્રોસોફ્ટ વર્ડ અથવા પબ્લિશર, કોરલ ડ્રો, પેજમેકર કે ઇનડિઝાઇન જેવા ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેરમાં કામ કરવાનું થતું હોય કે બીજા પાસે કરાવવાનું થતું હોય તો જાણી લો કેટલાક ખાસ શબ્દોના અર્થ! આગળ શું વાંચશો? માર્જિન લીડિંગ કર્નિંગ/ટ્રેકિંગ બ્લીડ પોઇન્ટ પાયકા ગટર...

ઝડપથી વેબસાઇટ ઓપન કરો!

તમે cybersafar.com જેવી સાઇટની મુલાકાત લેવા માગતા હો અને વેબબ્રાઉઝરના એડ્રેસ બારમાં ફ્કત cybersafar લખશો તો એ શબ્દ ધરાવતી બધી સાઇટનું સર્ચ રિઝલ્ટ જોવા મળશે અને તમારે તેમાંથી cybersafar.com શોધીને તેના પર ક્લિક કરવું પડશે. આ કામ ઝડપી બનાવવા માટે તમે એડ્રેસ બારમાં ફક્ત...

હોમવર્ક સરળ બનાવી, ટૂંકા સમયમાં વધુ શીખવતી સ્માર્ટ ટીચર જેવી એપ!

જો તમે વિદ્યાર્થી, શિક્ષક,  સંતાનના અભ્યાસમાં મદદરૂપ થવા ઇચ્છતાં મમ્મી-પપ્પા કે નવા જમાનાનાં દાદા-દાદી હો તો આ લેખ ધ્યાનથી વાંચજો. રોજેરોજ વિદ્યાર્થીઓના છથી સાત કલાક સ્કૂલમાં પસાર થતા હોય છે. ઘરે આવ્યા પછી થોડો સમય રમવામાં કે ઇત્તર પ્રવૃત્તિમાં જાય અને ત્રણેક કલાક...

ગૂગલ પરની પોતાની માહિતી તપાસો

‘સાયબરસફર’ના જૂના વાચકોને યાદ હશે કે એપ્રિલ ૨૦૧૫ની કવર સ્ટોરીમાં આપણે ગૂગલ પરની આપણી કર્મકુંડળી તપાસવામાં મદદ કરે એવા, ગૂગલના પોતાના એક વેબપેજની વાત કરી હતી. ગૂગલ વિશે એવું કહેવાય છે કે તે આપણા વિશે આપણા જીવનસાથી કરતાં પણ વધુ જાણે છે. આ વાત કેટલી હદે સાચી છે એ જાણવું...

ટૂંકી લિંક કેવી રીતે ચકાસશો?

તમારા પીસી કે સ્માર્ટફોનને વાઇરસથી સલામત રાખવાનો અને તમારી મહત્ત્વની માહિતી પણ સલામત રાખવાનો એક સાદો ઉપાય આટલો જ છે - કોઈ પણ લિંક પર ક્લિક કરતાં પહેલાં ચાર વાર વિચાર કરવો! પણ સવાલ એ થાય કે લિંક ક્લિક કરવા યોગ્ય છે કે નહીં એ નક્કી કેવી રીતે કરવું? ઇન્ટરનેટનું આખું જગત...

વાઇ-ફાઇ ભૂલી જાવ, હવે આવે છે પ્રકાશની પાંખે ડેટા!

આગળ શું વાંચશો? નવી રીતે ડેટા કનેક્ટિવિટી વાઇ-ફાઇમાં શું ખામી છે? પ્રકાશ કેવી રીતે ડેટા વહન કરે? અત્યારે કેટલી પ્રગતિ થઈ છે? કલ્પના કરો કે તમે કોઈ શહેરના બીઝી રોડ પરથી પસાર થઈ રહ્યા છો. તમારી ચારેય બાજુ જુદી જુદી બ્રાન્ડનાં મસમોટાં હોર્ડિંગ દેખાઈ રહ્યાં છે. માની લો કે...

આજે કોઈ ક્લિકની વાત કરવી નથી!

‘સાયબરસફર’ના આ અંતિમ પેજ પરથી જ મોટા ભાગે તમારી સાયબરસફરની શરૂઆત થતી હશે કેમ કે આ પેજ પર હંમેશા કોઈ અજાણી, અનોખી વાત કહેતા વેબપેજનો પરિચય કરાવવામાં આવે છે, પણ આજે આ પેજ પર કોઈ ક્લિકની વાત કરવી નથી! કારણ છે, વોટ્સએપ પર ફરતી થયેલી આ મજાક... "આવનારી પેઢીમાં મમ્મી બાળકોને...

વાઇ-ફાઇનો વધતો વ્યાપ

ફ્રી વાઇ-ફાઇ! જુદી જુદી વ્યક્તિના મનમાં આ ત્રણ શબ્દ જુદી જુદી જાદુઈ અસર ઊભી કરે છે. આપણા જેવા સરેરાશ યૂઝરને મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટા પ્લાન ઘણો સસ્તો થયા પછી પણ મોંઘો લાગતો હોય એમને ફ્રી વાઇ-ફાઇનો લાભ લૂંટવામાં મજા પડે છે. બીજી તરફ ગૂગલ અને ફેસબુક જેવી મોટી ટેક્નોલોજી...

ડેટા માઇનિંગ શું છે?

સવાલ મોકલનાર : ગોપાલભાઈ ગોવિંદભાઈ શાહ, નડિયાદ સાદા શબ્દોમાં ડેટા માઇનિંગ એટલે બહુ મોટા પ્રમાણમાં અને કંઇક અંશે વિખરાયેલા ડેટામાંથી જરૂરી અને ઉપયોગી ડેટા અલગ તારવવાની પ્રક્રિયા એટલે ડેટા માઇનિંગ. ડેટા માઇનિંગમાં વિવિધ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડેટામાંથી ચોક્કસ...

જાણી લો વાઇ-ફાઇ સિગ્નલ ડ્રોપ થવાનાં કારણો

આગળ શું વાંચશો? રેડિયો સિગ્નલમાં અંતરાય રાઉટરથી ડિવાઇસનું અંતર રાઉટર પર વધુ પડતું ભારણ ખોટા વાઇ-ફાઇ નેટવર્ક સાથે જોડાણ રાઉટર કે અન્ય સાધનને અપગ્રેડ કરવાની જરૂર જો તમે ઘરમાં રાઉટર વસાવ્યું હોય અને તેની મદદથી તમારા ઘરમાં પીસી, લેપટોપ અને મોબાઇલ ફોનમાં વાઇ-ફાઇ સિગ્નલથી...

અસલી-નકલીની લડાઇમાં નવું હથિયાર ઇન્વિઝિબલ રીકેપ્ચા

એક સમયે ઇન્ટરનેટ પર ફક્ત એક તરફી કમ્યુનિકેશન હતું. જુદી જુદી વેબસાઇટ પર ઢગલાબંધ કન્ટેન્ટ જ હોય, જે જુદા જુદા યૂઝર્સ એટલે કે આપણે ફક્ત વાંચી શકીએ. તેનાથી આગળ કંઈ કરી ન શકીએ. એ પછી જમાનો બદલાયો અને ઇન્ટરનેટ એક જબરદસ્ત ઇન્ટરએક્ટિવ માધ્યમ બની ગયું. આ નવા પ્રકારના...

ડેટાની નજરે આપણી દુનિયા

તમે રોજ સવારે પૂરી લગનથી અખબારનો ખૂણેખૂણો વાંચતા હશો કે રોજ ન્યૂઝ ચેનલ્સ, સાઇટ્સ બરાબર ફોલો કરતા હશો, પણ એ કહો કે તમે ક્યારેય અખબારમાં મોટી હેડલાઇન તરીકે કે ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ તરીકે આ સમાચાર વાંચ્યા-જાણ્યા છે - "આપણી દુનિયામાં ૧૯૯૦માં કારમી ગરીબી નીચે જીવતા લોકોની...

ગૂગલ, ફેસબુક વગેરે સર્વિસને આપણો મોબાઇલ નંબર આપવો જોઈએ?

સવાલ મોકલનાર : સંધ્યા જોશી, ગાંધીનગર જરૂર આપવો જોઈએ. આપણા એકાઉન્સની સલામતી માટે આ જરૂરી છે. ગૂગલ, ફેસબુક અને તેના જેવી મોટા ભાગની ઇન્ટરનેટ પરની સર્વિસીસમાં આપણે એકાઉન્ટ ખોલાવીએ ત્યારે આ સર્વિસ આપણી પાસેથી આપણું ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર માગે છે. જ્યારે આપણે આ કોઈ...

મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન વિના વિવિધ વેબસર્વિસનો લાભ!

ભારતમાં સ્માર્ટફોનનું સેકટર સતત બદલાઈ રહ્યું છે અને ગયા મહિને ભારતમાં વોટ્સએપની હરીફ હાઇક કંપનીએ એક બિલકુલ નવા પ્રકારની પહેલ કરી, કંપનીએ તેને નામ આપ્યું છે - ટોટલ. આ કંપનીએ એન્ડ્રોઇડના નોગટ વર્ઝનમાં ફેરફાર કરીને એક એવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ વિક્સાવી છે, જેની મદદથી...

આધારને વધુ સલામત બનાવવાના પ્રયાસો કેટલા મજબૂત? કેટલા કારગત?

દરેક ભારતીયને એક અજોડ ઓળખ આપતી આધાર વ્યવસ્થા તેનાં અનેક જમા પાસાં હોવા છતાં ગૂંચવણોની રીતે પણ અજોડ બનવા લાગી છે. આપણા આધાર ડેટાની સલામતી અંગે વારંવાર પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે ત્યારે સરકારે વર્ચ્યુઅલ આઇડેન્ટિટી (વીઆઇડી) નામે આપણા આધાર ડેટા પર સલામતીનું એક નવું સ્તર...

પેન જેવી સાદી વસ્તુ પાછળનું કરામતી એન્જિનીયરિંગ

અત્યારે તમારી આસપાસ કોઈ પેન પડી છે? સાવ સાદી, યૂઝ એન્ડ થ્રો પેન કે ઢાંકણવાળી નહીં, પણ ક્લિક પેન. જેમાં નીચેની બાજુએ સ્પ્રિંગ હોય અને ઉપરની તરફ આપેલા બટનને પ્રેસ કરી ક્લિક કરતાં અંદરથી રીફિલ બહાર નીકળે અને ફરી ક્લિક કરતાં રીફિલ અંદર ચાલી જાય એવી ક્લિક પેન. તમારો સ્વભાવ...

ઇમેજનાં વિવિધ ફાઇલ ફોર્મેટ્સ

આગળ શું વાંચશો? .jpg (Joint Photographic Experts Group) .psd (Adobe Photoshop) .png (Portable Network Graphics) .pdf (Portable document format) .gif (Graphics Interchange Format) .eps (Encapsulated PostScript file) .jpg (Joint Photographic Experts Group) આ પ્રકારની...

આધુનિક એકલવ્ય બનવું છે? ગુરુ બનાવો ઇન્ટરનેટને!

[vc_row][vc_column width="2/3"][vc_column_text]ઇન્ટરનેટથી શિક્ષણ વ્યવસ્થામાં આવેલું પરિવર્તન સમજવું હોય તો આપણે એક શબ્દ સમજવો પડે - માસિવ ઓપન ઓનલાઇન કોર્સ (એમઓઓસી). ઇન્ટરનેટનો હાલ જેટલો વ્યાપ નહોતો ત્યારે પણ ‘ડિસ્ટન્સ એજ્યુકેશન’ કે ‘કોરસપોન્ડન્સ કોર્સ’નો કન્સેપ્ટ તો...

એઆઇ અને માનવની વધુ એક ટક્કર

ગયું વર્ષ પૂરું વામાં હતું ત્યારે અમેરિકામાં નાસાની ‘જેટ પ્રોપલ્ઝન લેબોરેટરી’માં એક અનોખી રેસ યોજાઈ. આ લેબોરેટરીમાં સ્પેસક્રાફ્ટ માટે વિઝન-બેઝ્ડ નેવિગેશન વિક્સાવવા પર કામ ચાલી રહ્યું છે. ગૂગલનું આ રિસર્ચ તરફ ધ્યાન ગયું અને તેને લાગ્યું કે આ ટેક્નોલોજી સ્પેસક્રાફ્ટની...

ઓટોમેશન સામે લડવા તૈયાર છો?

બરાબર દસ વર્ષ પહેલાં, જાન્યુઆરી ૨૦૦૮માં ‘સાયબરસફર’ની એક સાપ્તાહિક અખબારી કોલમ તરીકે શરૂઆત થઈ ત્યારે એટલું નક્કી કર્યું હતું કે તેમાં માત્ર અત્યારે, અબઘડી કામની હોય એવી ટેક્નોલોજીની જ વાત કરીશું, "રસોડામાં રોબોટ શાક સમારી આપશે એવી વાતોને ‘સાયબરસફર’માં નહીં જ મળે. પરંતુ...

જોજો, જીએસટીને નામે તમને કોઈ લૂંટી ન જાય!

[vc_row][vc_column][vc_column_text]ગુજરાતની ચૂંટણીનાં પરિણામોમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)એ કેવો ભાગ ભજવ્યો અને જીએસટી વિશે લોકોમાં ખરેખર આક્રોશ છે કે નહીં એ વિશે મતમતાંતર હોઈ શકે, પણ એક સ્પષ્ટ હકીકત છે કે જીએસટી વિશે લોકોમાં હજી પણ પૂરતી જાણકારી નથી! ખાસ કરીને...

ઓનલાઇન કોર્સમાં સ્કોલરશીપનો લાભ

[vc_row][vc_column][vc_column_text]છેલ્લા કેટલાય સમયથી વિશ્વની તમામ મોટી ટેકનોલોજી કંપનીઝને ભારતમાં ઊંડો રસ પડ્યો છે. દેખીતું છે, ભારત તેમના માટે એક બહુ મોટું માર્કેટ છે અને અહીં તેમનો વ્યાપ વિસ્તારવા માટે પૂરતી તકો છે. આમાં મહત્ત્વનું - અને આપણા સૌ માટે ફાયદાનું -...

મહેનતનાં મીઠાં ને ઝડપી ફળ આપતાં સ્ટાર્ટ-અપ્સ

છેલ્લાં કેટલાંક વર્ષથી, અખબારોમાં અને બિઝનેસ સર્કલ્સમાં એક શબ્દ બહુ ગાજે છે - સ્ટાર્ટ-અપ! ‘ફલાણી કંપનીની શરૂઆત સાવ નાના પાયે થઈ હતી અને આજે એ કરોડો રૂપિયામાં વેચાઈ’ એવી વાતો પણ સ્ટાર્ટ-અપના સંદર્ભમાં આપણે ઘણી વાર સાંભળીએ છીએ. અત્યાર સુધી આપણે જે ઉદ્યોગપતિઓ કે...

આધુનિક એકલવ્ય બનવું છે? ગુરુ બનાવો ઇન્ટરનેટને!

ઇન્ટરનેટથી શિક્ષણ વ્યવસ્થામાં આવેલું પરિવર્તન સમજવું હોય તો આપણે એક શબ્દ સમજવો પડે - માસિવ ઓપન ઓનલાઇન કોર્સ (એમઓઓસી). ઇન્ટરનેટનો હાલ જેટલો વ્યાપ નહોતો ત્યારે પણ ‘ડિસ્ટન્સ એજ્યુકેશન’ કે ‘કોરસપોન્ડન્સ કોર્સ’નો કન્સેપ્ટ તો હતો, જેમાં કોલેજમાં ગયા વિના શિક્ષણ અને ડીગ્રી...

પરમાણુનો પરિચય કરવો છે?

એક્વેરિયમ’, ‘મ્યુઝિયમ’, ‘પ્લેનેટોરિયમ’... આ બધા શબ્દો તો આપણે સાંભળ્યા, સમજ્યા છે અને એનાં વાસ્તવિક સ્વરૂપ જોયાં પણ છે. પણ ‘મોલેક્યુલરિયમ’? એ વળી શું, એવો સવાલ થયો? આ અજાણ્યા શબ્દમાં એક શબ્દ થોડો જાણીતો લાગતો હશે - મોલેક્યુલ કે પછી મોલેક્યુલર. પાંચમા-છઠ્ઠા ધોરણમાં...

ઇન્ટરનેટ પર એક્ટિવ અનોખાં દાદી-નાની

તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપમાં આ બધાં ગ્રૂપ તો લગભગ હશે જ - એક, બાળપણના જૂના મિત્રોનું ગ્રૂપ (જે વોટ્સએપ, ફેસબુકને કારણે જ મળ્યા હોય), બીજું, અત્યારના તમારા કામકાજના વર્તુળમાં આવતા લોકોનું ગ્રૂપ અને ત્રીજું તમારા પારિવારિક સ્વજનોનું ગ્રૂપ. આ ત્રણેયમાંથી પહેલા બે...

વિશ્વની સરખામણીમાં ભારતમાં ફોર-જી કનેક્ટિવિટીની ઉપલબ્ધતા અને ઝડપ

ભારતમાં હવે ફાઇવ-જીના પડઘમ વાગવા શરૂ થઈ ગયા છે ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે હજી ફોર-જી ટેકનોલોજીની ભારતમાં અને આખા વિશ્વમાં શી સ્થિતિ છે. ઓપન સિગ્નલ નામની એક કંપનીએ એક સર્વે કરીને આખી દુનિયાના વિવિધ દેશોમાં ફોર-જી કનેક્ટિવિટી કેટલા લોકોને ઉપલબ્ધ છે અને ક્યાં તેની...

દિમાગ કસવામાં મદદરૂપ ગેમ્સ

દિલથી વિચારો અને દિમાગથી કામ કરો - આવી સલાહ આપણે વારંવાર સાંભળીએ છીએ, પણ આપણે રોજિંદાં કામ કરતી વખતે દિમાગને કેટલુંક દોડાવી શકીએ એ ક્યારેય તપાસ્યું છે? એપ સ્ટોરમાં ઘણી બધી બ્રેઇન ગેમ છે, એમાંની એક છે બ્રેઇન ટ્રેનિંગ (Brain Training, by App Holdings). આ એક એપમાં નાની...

આપણે જવાબદાર ઇ-સિટિઝન ન બની શકીએ?

વોટ્સએપ પર આવતા બધા મેસેજ સાચા માનીને તમે આંખ મીંચીને બીજાને ફોરવર્ડ કરી દેતા હો, તો મુંબઈના એક વાચકમિત્ર ધર્મેન્દ્રભાઈ શુક્લાએ હમણાં તેમનો અનુભવ જણાવ્યો એ ખાસ ધ્યાનથી વાંચશો... ધર્મેન્દ્રભાઈ પર એક વોટ્સએપ મેસેજ આવ્યો, જેમાં ગુજરાતીમાં લખ્યું હતું કે કેન્સરના દર્દીને...

ડેટા સલામતી માટે ભારતના પ્રયાસો

તમને ખ્યાલ હશે કે, ગયા મહિને ભારત સરકારે સંખ્યાબંધ, મુખ્યત્વે ચાઇનીઝ મોબાઇલ કંપનીઝને તેઓ યૂઝર્સનો ડેટા કેવી રીતે સંભાળે છે અને ક્યાં સ્ટોર કરે છે તેની વિગતો માગી હતી. આ સંદર્ભમાં એ ખાસ યાદ રાખવા જેવું છે કે ભારતમાં વેચાતા સ્માર્ટફોનમાં ચાઇનીઝ ફોન કંપનીઝનો હિસ્સો પચાસ...

યુપીઆઇ વિશે ગૂંચવતા સવાલોના સરળ જવાબ…

યુપીઆઈ એક્ઝેટલી શું છે? યુપીઆઈ કોઈ એક એપ નથી. યુપીઆઈ એ ભારતની વિવિધ બેન્કસ દ્વારા બનેલી સંસ્થા  નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ વિકસાવેલી એક વ્યવસ્થા છે, જેને કારણે ભારતની જુદી જુદી બેન્કના ખાતા વચ્ચે ખાતેદારો, ઇન્ટરનેટ ટેક્નોલોજીની મદદથી સહેલાઇથી...

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં લટાર

છેલ્લાં ૧૬ વર્ષથી પૃથ્વીથી ૪૦૦ કિલોમીટર ઊંચે, અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છ-છ મહિના જેટલો સમય ગાળીને વિવિધ સંશોધનો કરતા રહે છે. જુદાં જુદાં ૧૫ મોડ્યુલ્સના બનેલા માળખામાં અવકાશયાત્રીઓ કેવી રીતે રહેતા હશે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અંદરથી કેવું દેખાતું હશે...

ગૂગલ ફીડ : આપણું મન પારખવાનો નવો રસ્તો

તમે ફેસબુક પર સાઇનઇન થાવ એ સાથે તમને શું દેખાય? તમે ફેસબુક પર જે લોકોને મિત્ર બનાવ્યા હોય એ સૌએ, પોતપોતાના મનની જે વાત સ્ટેટસ તરીકે મૂકી હોય એ તમને દેખાય. તમારા અસંખ્ય મિત્રોમાંથી કયા મિત્રનું સ્ટેટસ તમને પહેલાં બતાવવું એ ફેસબુક પોતાની રીતે નક્કી કરે છે એ જુદી વાત છે,...

વિશ્વમાં નંબર વન

પોરબંદરની ખાજલી, રાજકોટનો ચેવડો, સુરતની ઘારી, નડિયાદનું ભૂસું... ગુજરાતમાં ક્યાંનું શું વખણાય એનું લાંબુંલચક લિસ્ટ આપતો એક મેસેજ વોટ્સએપ પર થોડા સમય પહેલાં ખાસ્સો ફર્યો હતો. ઉપલો નક્શો કંઈક એ જ પ્રકારનો છે, પણ એમાં આખી દુનિયાનો કયો દેશ કઈ બાબતમાં દુનિયામાં અગ્રેસર છે...

રમત રમતમાં રસાયણવિજ્ઞાન

આખી પૃથ્વીનું સર્જન જે મૂળભૂત તત્ત્વોથી થયું, એની મદદથી તમે કેટલું સર્જન કરી શકો? જાણો આ ઇન્ટરએક્ટિવ ગેમમાં! ઇન્ટરનેટની મજા એ છે કે તમે ઘેરબેઠાં કમ્પ્યુટર પર કે ફક્ત બે ઘડીની ફુરસદ હોય તો સ્માર્ટફોન પર આખી દુનિયાની નીતનવી બાબતોની જાણકારી મેળવી શકો. ઉપરાંત પુસ્તકના...

કરો પોતાના ભાવિમાં ડોકિયું

આપણા વિશેના તમામ ડેટાને પરસ્પર સાંકળી શકે એવી કોઈ સિસ્ટમ હોય તો? અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં સેન્ટ્રલ ઓપરેટિંગ સિસ્ટમ નામે એક સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જેમ કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાંની ઓપરેટિંગ સિસ્ટમ આપણા વિશે ઘણું બધું જાણે છે, તેમ આ તો આખા શહેરની...

જાતે શીખો ૩ડી ડિઝાઇનિંગ !

આવનારો સમય સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સમાં માહેર વિદ્યાર્થીઓનો છે. જાણી લો આ દિશામાં શરૂઆતી કદમ માંડવામાં ઉપયોગી એક મજાની વેબ એપ્લિકેશન. આગળ શું વાંચશો? વિશ્વમાં આવી રહેલું પરિવર્તન સ્ટેમ લર્નિંગ શું છે? સ્ટેમ લર્નિંગનો એક મહત્ત્વનો હિસ્સો -...

શાર્ક અને માણસની સરખામણી

શાર્ક - આ શબ્દ વાંચતાં જ આપણા મનમાં મહાસાગરના ઊંડાણમાં ફરતી મહાકાય અને મહાવિનાશક વ્હેલ માછલીનું ચિત્ર ખડું થાય, પણ આપણી આ માન્યતામાં બે ખામી છે.  એક શાર્ક હંમેશા તોતિંગ જ હોય એવું જરૂરી નથી, તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં માંડ 2-4 ફૂટની લંબાઈ ધરાવતી અને તેથીય...

દેશની સૌથી મોટી આઇટી ચેલેન્જ

[vc_row][vc_column][vc_column_text] ભારતે હજી હમણાં જ તેની સમગ્ર વસતીને આધાર સ્વરૂપે યૂનિક આઇડેન્ડિટી આપવાની કવાયત લગભગ પૂરી કરી છે. આધારમાં દેશના દરેક નાગરિકનો બાયોમેટ્રિક્સ ડેટા સાચવવાની બહુ મોટી, જોખમી જવાબદારી સરકારે માથે લીધી છે, તો બીજી બાજુ યુનિફાઇડ પેમમેન્ટ્સ...

જુદા જુદા દેશોમાં જુદાં નાણાકીય વર્ષ

દર વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં આપણે સૌ વીતેલા નાણાકીય વર્ષ માટે ઇન્કમટેક્સ બચાવવા અને રીટર્ન ભરવાની પળોજણમાં પડીએ છીએ અને સાથોસાથ નવા નાણાકીય વર્ષમાં આવક કેમ વધારવી તેની ચિંતામાં ડૂબીએ છીએ. પરંતુ ભાગ્યે જ કોઈને એવો વિચાર આવે છે કે આપણા દેશમાં કેલેન્ડર વર્ષ (એટલે...

માઇન્ડ મેપિંગ શીખવું છે?

તમારી વિચારશક્તિ કેટલીક ધારદાર છે? કોઈ પણ બાબત વિશે, ઇંગ્લિશમાં કહીએ તો ‘એનાલિટિકલ થિંકિંગ’ કે ‘ક્રિટિકલ થિંકિંગ’ કરી શકો છો? એક સાવ સાદો દાખલો લઈએ. વેકેશન પડી ગયું છે. માની લો કે તમે હવે ટુરનું પ્લાનિંગ કરી રહ્યા છો. હવે? શરૂઆત ક્યાંથી કરીશું? ટ્રેન કે ફ્લાઇટમાં...

હવે ટીવીમાં ઇન્ટરનેટ માટે લડાઈ

હજી તો ‘બાહુબલી’ ફિલ્મના પહેલા ભાગના યુદ્ધનાં દ્રશ્યો આપણા મગજમાંથી ભૂંસાયાં નહોતાં ત્યાં નવી રણનીતિઓ સાથેના નવા ઘમાસાણવાળો બીજો ભાગ આવી ગયો! કંઈક આવું જ અત્યારે ઇન્ટરનેટના ડેટા કનેકશન ક્ષેત્રે પણ ચાલી રહ્યું છે. આપણને લાગતું હતું કે ટેલિકોમ કંપનીઓ આપણને સ્માર્ટફોનમાં...

એપથી બોલાવેલી ટેક્સી ધાર્યા કરતાં મોડી આવે તો…

જો તમારા શહેરમાં ઓલા, ઉબર, મેરુ વગેરે એપકેબ સર્વિસિઝ શરૂ થઈ ગઈ હોય એ રીક્ષાને બદલે તમને આ ટેક્સી સર્વિસ વધુ સગવડભરી (અને ઘણા કિસ્સામાં સસ્તી) લાગતી હોય તો તમે એકલા નથી. ભારતમાં સ્માર્ટફોનના સ્ક્રીન પર કેટલીક ક્લિક કરીને જ્યારે જોઈએ ત્યારે ટેક્સી બોલાવી લેવાનો ટ્રેન્ડ...

ઓડિયો એમપી૩ ફાઇલ્સનું ‘વિમુદ્રીકરણ’?

આગળ શું વાંચશો? એમપી૩ ફોર્મેટ કેમ આટલું ચાલ્યું? એમપી૩ કેવી રીતે કામ કરે છે? તમે ગીત-સંગીતના શોખીન હો અને એમપી૩ શબ્દ તમારા કાને પહોંચ્યો ન હોય એવું બની જ ન શકે. હા, આ શબ્દનો ખરો અર્થ શો છે એ તમને ન સમજાયું હોય એવું બની શકે ખરું! તમારું પીસી હોય કે મોબાઇલ, બંનેમાં...

ડાર્ક વેબ શું છે?

સવાલ લખી મોકલનારઃ પ્રશાંત ચૌહાણ આગળ શું વાંચશો? આખરે છે શું આ ડીપ કે ડાર્ક વેબ? સરફેસ વેબ : આપણા સૌની પહોંચમાં ડીપ વેબ : આપણી પહોંચ બહાર, પણ બધું ગેરકાયદે ન પણ હોય ડાર્ક વેબ : સામાન્ય યૂઝર્સની તદ્દન પહોંચ બહાર ડાર્ક વેબમાં પણ બધું જ સંપૂર્ણ ગેરકાયદે નથી ડાર્ક વેબ સુધી...

રેલવેની ‘વિકલ્પ’ યોજના શું છે?

સવાલ મોકલનાર : ઇબ્રાહિમ યૂનુસ, જૂનાગઢ વેકેશનના દિવસોમાં તમારો હંમેશનો અનુભવ હશે કે રેલવેમાં કન્ફર્મ્ડ રિઝર્વેશન મેળવવું કાયમ મુશ્કેલ હોય છે. પરંતુ ઘણી વાર એવું પણ બનતું હોય છે કે કોઈ ચોક્કસ ટ્રેનમાં આપણે બુકિંગ મેળવવાનો પ્રયાસ કરીએ અને નિષ્ફળતા મળે પરંતુ એ ચોક્કસ દિવસ...

સર્ચ એન્જિન ઇમેજ કેવી રીતે સર્ચ કરે છે?

આપણે ઇમેજ સર્ચ એન્જિનને કંઈક પૂછીએ અને તે આંખના પલકારામાં તેની અનેક તસવીર હાજર કરી દે એવો ‘ચમત્કાર’ કેવી રીતે થાય છે? મશીન જે તે તસવીરને ઓળખે છે કેવી રીતે? ગયા અંકમાં ગૂગલ ઇમેજીસમાં રિવર્સ ફોટો સર્ચ વિશે જાણ્યા પછી સંખ્યાબંધ વાચકોએ ગૂગલ ઇમેજીસને કેવી રીતે પારખી શકે છે...

ડિજિટલ સિગ્નેચર શું છે?

લેખકઃ ઉર્વીશ પંચોલી, ડિરેક્ટર, ઇન્ફોટેક ડિજિમીડિયા એન્ડ કન્સલ્ટન્સી પ્રા. લિ., urvish@idacpl.com, ફોન: ૮૧૫૩૯ ૯૯૯૯૦ આઇટી રીટર્ન ફાઇલ કરવાનું હોય કે ઓનલાઇન ટેન્ડર ભરવાનું હોય, ડોક્યુમેન્ટ પર ડિજિટલ સિગ્નેચર હવે ફરજિયાત થવા લાગી છે. આ નવા પ્રકારના હસ્તાક્ષર વિશે જાણવા...

આખરે ઇડિયટ બોક્સ પણ બની રહ્યાં છે સ્માર્ટ!

ભારતમાં ટેલિવિઝન પર સરકારી દૂરદર્શનની મોનોપોલી પછી ખાનગી સેટેલાઇટ્સ ચેનલ્સનો યુગ શરૂ થયો ત્યારે જેટલું મોટું પરિવર્તન આવ્યું હતું, એટલું જ કે તેનાથી પણ મોટું પરિવર્તન હવે લગભગ આવી પહોંચ્યું છે. આમ તો ટીવી ક્ષેત્રે વર્ષોથી કોઈ મોટાં પરિવર્તન આવ્યાં નથી. ચેનલ્સની સંખ્યા...

તમારું ભાવિ, તમારા સ્માર્ટફોનમાં

દેશના ૬૦ ટકા નવા એન્જિનીયર્સને નોકરી મળતી નથી, કેમ?  આગળ આપેલા આંકડા, જરા વધુ ધ્યાનથી વાંચજો, ચાનો કપ હાથમાં હોય તો બાજુએ મૂકીને વાંચજો : ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના તાજા રિપોર્ટ પ્રમાણે, દેશમાં દર વર્ષે બહાર પડતા આઠ લાખ એન્જિનીયર્સમાંથી ૬૦ ટકાથી વધુને...

ડેટા ફેક્ટ્સ

૩૧ ટકા : જેટલી ભારતની વસતિ અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે ૩૫ ટકા : જૂન ૨૦૧૭ સુધીમાં ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા ૪૫ કરોડ જેટલી થશે ૬૦ ટકા : ભારતની શહેરી વસતિમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોનું પ્રમાણ ૧૭ ટકા : ભારતની ગ્રામીણ વસતિમાં ઇન્ટરનેટનો ઉપયોગ...

શબ્દો અને ઉચ્ચારોનો વિકિપીડિયા

એક અનોખી સાઇટ, જેના પર વિશ્વનો શબ્દમેળો જામ્યો છે! એક સમયના સૂકલકડી છોકરડા જેવા આમીર ખાનનું અસલ પહેલવાની શરીર એ દંગલ ફિલ્મનું ઊડીને આંખે વળગે એવું પાસું, પણ આ ફિલ્સનું કોઈ પાસું તમને ઊડીને કાને વળગ્યું? ફિલ્મનાં પાત્રોની અસલ હરિયાણવી, દેશી ભાષા. શબ્દો લગભગ આપણા જાણીતા...

અવાજના પ્રદૂષણનો નક્શો

ઉપર આપેલો નક્શો આમ તો અન્ય નક્શા જેવો જ લાગે છે, પણ વાસ્તવમાં આ નક્શો દુનિયાનાં જુદાં જુદાં સ્થળોએ અવાજનું પ્રદૂષણ જાણવામાં ઉપયોગી થાય છે!  આપણે જાણીએ છીએ કે ગૂગલ મેપ પર આપણે જે તે સમયે જુદા જુદા રસ્તા પર કેટલો ટ્રાફિક છે તે જોઈ શકીએ છીએ. એમાં, રસ્તા પર એન્ડ્રોઇડ ફોન...

તમારા કમ્પ્યુટરમાં વાઇરસ હોવાનાં ૧૦ ચિહ્ન

કમ્પ્યુટર અચાનક એકદમ ધીમું ચાલવા લાગે. તમે કોઈ આઇકન પર ક્લિક કરો તો સિસ્ટમ કે એ સોફ્ટવેર કોઈ પ્રતિસાદ ન આપે. કમ્પ્યુટર તદ્દન અટકી પડે કે આપમેળે રીબૂટ (બંધ થઈ ફરી ચાલુ) થાય. કમ્પ્યુટરમાંનો એન્ટિવાઇરસ પ્રોગ્રામ અને/અથવા ફાયરવોલ આપમેળે ડિસેબલ થઈ જાય (જેમ આતંકવાદીઓ હવે...

મોંઘી દવાઓની અસરકારક દવા

સામાન્ય રીતે આપણે માંદા પડીએ એટલે ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર દવા લખી આપે અને આપણે દવાની દુકાને એ બતાડી, જે રકમ આપવી પડે તે ચૂકવીને દવા ખરીદી લાવીએ.  પરંતુ આમાં એક મહત્વના મુદ્દા તરફ આપણે ધ્યાન આપતા નથી. ડોક્ટર જે દવા લખે તેનું કન્ટેન્ટ (દવામાંની સામગ્રી) મહત્વનું છે,...

નજરે જુઓ આખી પૃથ્વીનું પ્રદૂષણ

શિયાળો બેસતાં જ આપણે ઢળતી સાંજે આપણી માથે ઝળૂંબતું પ્રદૂષણ જોઈ શકીએ છીએ. આ પ્રદૂષણ આખી પૃથ્વી પર કેવી રીતે ફેલાઈ રહ્યું છે એ બતાવે છે એક ઇન્ટરએક્ટિવ મેપ.  દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તેમની રાજકીય નિવેદનબાજી માટે જેટલા જાણીતા છે, એટલા જ જાણીતા તેમની ખાંસી...

આવી રહ્યું છે પેનિક બટન!

સરકારના આદેશ અનુસાર, આવતા મહિનાથી તમામ નવા ફોનમાં, કટોકટીના સમયે ફક્ત એક બટન દબાવીને મદદનો સંદેશો મોકલી શકાય એવું પેનિક બટન ફરજિયાત થઈ રહ્યું છે. શું છે આ બટન? ભારત સરકારે જાન્યુઆરી ૨૦૧૭થી સેલફોનમાં પેનિક બટનની સુવિધા ફરજિયાત બનાવી દીધી છે. ભારત જેવા દેશમાં ખાસ કરીને...

આદિ માનવની સફર, ઇન્ટરનેટ પર!

પૃથ્વી પર માનવજાતનાં મૂળ ક્યાં છે અને ત્યાંથી તે ચારે તરફ કેવી રીતે વિસ્તરી? આ સવાલોના ઊંડાણભર્યા જવાબ આપતો એક ઇન્ટરએક્ટિવ મેપ જોવા જેવો છે. વિશ્વવિખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિન્સે હમણાં, બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એક પ્રવચનમાં કહ્યું કે "લખી રાખો, માનવજાત...

ડ્રાઇવરલેસ કારને દેખાતી દુનિયા

ડ્રાઇવરલેસ કાર બનાવવાની રેસમાં ગૂગલ ઉપરાંત સંખ્યાબંધ કંપની જોડાઈ છે. આ ટેક્નોલોજી આપણા ધાર્યા કરતાં વધુ ઝડપથી વિકસી રહી છે અને હવે અવારનવાર જુદા જુદા દેશમાં આવી કાર પ્રાયોગિક ધોરણે ટેસ્ટ થવા લાગી હોવાના સમાચાર પણ આપણે વાંચીએ છીએ. ડ્રાઇવરલેસ કાર ખરેખર કેવી રીતે ચાલે છે...

ભારતમાં ઇન્ટરનેટ સબસ્ક્રાઈબર્સ અને બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનું પ્રમાણ

હમણાં ‘ધ હિન્દુ’ અખબારે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા, ભારતમાં કાર્યરત વિવિધ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીના આંકડાના આધારે, પ્રકાશિત અહેવાલોના આધારે, ભારતમાં વિવિધ રાજ્યોમાં ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સનું કેટલું પ્રમાણ છે અને બ્રોડબેન્ડ...

ડ્રોનથી બદલાતું યુદ્ધનું ચિત્ર

ભારતમાં કદાચ હમણાં શરૂઆત કરી, પણ અમેરિકા વર્ષોથી પાકિસ્તાનની પશ્ચિમ સરહદે ડ્રોનથી હુમલા કરી રહ્યું છે. તેની સચોટ રજૂઆત કરતું એક ઇન્ટરએક્ટિવ વિઝ્યુઅલાઇઝેશન જોવા જેવું છે. સપ્ટેમ્બર મહિનામાં જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં ભારતીય લશ્કરના બેઝ પર ત્રાસવાદી હુમલા પછી ભારત...

ઊંડા મહાસાગરમાં ડૂબકી

માનવ જાત માટે મહાસાગરનાં ઊંડાણ હંમેશાં રહસ્યભર્યાં રહ્યાં છે. એવું કહેવાય છે કે માણસ ચંદ્ર વિશે જેટલું જાણે છે તેના કરતાં મહાસાગરોનાં તળિયા વિશે ઓછું જાણે છે. મરિના ટ્રેન્ચ તરીકે ઓળખાતી જગ્યા, મહાસાગરની અત્યાર સુધી જાણી શકાયેલી સૌથી ઊંડી જગ્યા હોવાનું કહેવાય છે....

કેવી રીતે વિસ્તરી ૧-જીથી ૪-જી સુધીની સફર?

આજે આપણે સૌ ‘વીજળીવેગી’ ૪-જીની વાત કરી રહ્યા છીએ, પણ જાણીને નવાઈ લાગે એવી હકીકત એ છે કે હજી પણ ફોન નેટવર્કનો ઘણો ખરો હિસ્સો જૂની ટેક્નોલોજી પર આધારિત છે આગળ શું વાંચશો? ટેલિકમ્યુનિકેશન નેટવર્કની શરૂઆત ડાયલ-અપ ઇન્ટરનેટ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ મોબાઇલ નેટવર્ક્સનો વિકાસ...

ઇન્ટરનેટમાં ટ્રાફિક જામ ટાળવાની કવાયત

[vc_row][vc_column][vc_column_text] ઇન્ટરનેટ પર ડેટાની કોઈ ખોટ નથી, પણ તેને એક્સેસ કરવા માટે જે નેટવર્ક છે તે સતત વધતી માંગને પહોંચી વળે તેમ નથી. આપણા કરતાં, મોટી ટેક કંપનીઝને તેની વધુ ચિંતા છે. આગળ શું વાંચશો? બેકબોનની ક્ષમતામાં વધારો સ્પેક્ટ્રમનો શક્ય એટલો વધુ ઉપયોગ...

રિલાયન્સ જિઓ સંબંધિત મનમાં ઘોળાતા સવાલોના જવાબો

આગળ શું વાંચશો? જિઓમાં કંઇક અલગ રીતે કોલિંગ શક્ય બનશે, એ અલગ રીત શું છે? તો પછી જિઓ કાર્ડવાળા ૪-જી વીઓએલટીઇ ફોન અને અન્ય સાદા ફોન વચ્ચે કેવી રીતે વાતચીત થાય છે? જિઓ માટે અલગ પ્રકારના ફોન જરૂરી છે? અન્ય નેટવર્ક પરથી જિઓ નેટવર્કના ફોન પર કેવી રીતે કોલ થશે? જિઓમાં વોઇસ...

કાગળની ખોટ પૂરી કરતું કેલ્ક્યુલેટર

ગણતરી કરતી વખતે સંખ્યા સાથે શાબ્દિક નોંધ પણ ટપકાવવી હોય તો... આંકડા સાથે તમને ઝાઝો પનારો હોય તો તમે લાંબા સમયથી કેલ્ક્યુલેટર અપનાવી લીધું હશે. જેમ સ્માર્ટફોન પર આપણી યાદશક્તિ ઘટાડવાનું આળ છે તેમ કેલ્ક્યુલેટર આપણી મનોમન ગણતરી કરવાની શક્તિ ઓછી કરતી હોવાનું કહેવાય છે, પણ...

કેવી રીતે ચાલે છે ઇન્ટરનેટનું અર્થતંત્ર?

ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર જાહેરાતની આવકથી ચાલે છે, એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ અખબાર, રેડિયો, ટીવી કે આઉટડોર હોર્ડિંગમાં જોવા મળતી જાહેરાત અને ઇન્ટરનેટ પરની જાહેરાતમાં જબરો તફાવત શું છે એ તમે જાણો છો? આગળ શું વાંચશો? ઓનલાઇન ટ્રેકિંગની શરૂઆત... ઓનલાઇન ટ્રેકિંગના આધાર...

તપાસો વસતિનો પિરામિડ

ભારતની વસતિ ઘણી છે એ તો ભારતનું બચ્ચે બચ્ચું જાણે છે, પણ ઘણી એટલે કેટલી? સવાલ માત્ર સંખ્યાનો નથી. આપણા દેશની કુલ વસતિમાં સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ કેટલું? ચાર વર્ષ સુધીનું બાળકોથી લઈને પાંચથી દસ વર્ષનાં, ૧૦થી ૧૪ વર્ષના અને એક પાંચ-પાંચ વર્ષના ગાળે આગળ વધતા જઈએ તો...

સ્ક્રીનમાંથી બહાર નીકળે છે ઇન્ટરનેટ

આપણી દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે એ આપણે સૌ જાણીએ છીએ, પણ કેટલી ઝડપથી એ સમજવા માટે પોકેમોન ગો જેવા કોઈ ઉદાહરણની જરૂર પડે છે! લોન્ચ થયાના ગણતરીના દિવસોમાં તો આ ગેમ આખી દુનિયામાં છવાઈ ગઈ. આ અંકમાં પોકેમોન ગો કેવી રીતે રમાય અને તેનાથી એપ્સમાંથી કમાણીના કેવા નવા ઉપાય...

આખરે શું છે આ પોકેમોન ગો?

ઓગમેન્ટેડ રીયાલિટીનો થોડો ઉપયોગ કરતી આ નવતર ગેમે આખી દુનિયાને ખરા અર્થમાં ઘેલી કરી છે. એવું તે શું છે આ ગેમમાં? એકવીસ વર્ષ પહેલાં, ૨૧ સપ્ટેમ્બર, ૧૯૯૫ના દિવસે પહેલાં ભારતમાં અને પછી આખી દુનિયામાં જ્યાં જ્યાં ભારતીયો વસે છે એ બધે જ, ‘ગણેશની મૂર્તિ દૂધ પીએ છે’ એવા સમાચાર...

પોકેમોન ગો પછીની દુનિયા – ઓગમેન્ટેડ રીયાલિટીની આવતી કાલ

આગલા લેખમાં, પોકેમોન ગો ગેમ કેવી રીતે રમાય તેના વર્ણનમાં આપણે જાણ્યું તેમ, આ ગેમ બે સ્તરે ચાલે છે - એક સ્માર્ટફોનમાંની એપમાં અને બીજી વાસ્તવિક જગતમાં. એપમાં નક્શા પર જ્યાં પોકેમોન દેખાય ત્યાં ખરેખર પહોંચીને આપણે તેને પકડવો પડે. પોકેમોનને પકડતી વખતે જો આપણા ફોનનો...

નવી નજરે દુનિયાની માહિતી

દરેક બાબતને ભૂગોળની નજરે જોઈ શકાય? બે યુનિવર્સિટીના એક રીસર્ચ પ્રોજેક્ટની સાઇટ જોતાં લાગે છે કે જોઈ શકાય અને આપણને લાંબા ગાળે કંઈક અલગ પ્રકારનું સર્ચ એન્જિન મળશે. ફદિયું પણ ખર્ચા વિના આખી દુનિયા ઘૂમી વળવું હોય તો નક્શાથી વધુ સારું બીજું કશું નથી! ભૂગોળના રસિયા લોકો...

રેલવેમાં આધારનો ભાર?

આધાર કાર્ડના ઉદ્દેશ ઉપયોગી છે, તેની સાથે સંકળાયેલી ખામીઓ આપણા માટે જોખમી બને છે. જો તમે રોજેરોજ છાપાંના ખૂણે ખૂણે નજર ફેરવતા હો તો એક સમાચાર પર તમારી નજર જરૂર અટકી હશે રેલવે ટિકિટ મેળવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત બને તેવી શક્યતા છે! આમ તો વરસાદની જેમ આ આગાહી...

ટેલિકોમ કંપનીઓમાં પ્રાઇસ વોરની શરૂઆત

મોબાઇલ માર્કેટમાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ૪-જી લોન્ચ સાથે ટેલિકોમ કંપનીઓમાં આંચકા વર્તાવા લાગ્યા છે. રિલાયન્સ તેની પરંપરા મુજબ અત્યંત ઓછા દરના પ્લાન રજૂ કરે તેમ હોવાથી દરેક ટેલિકોમ કંપની પોતપોતાના ગ્રાહકો જાળવી રાખવા માટે અત્યારથી પાણી પહેલાં પાળ બાંધવા લાગી છે....

સૂર્ય મંડળની ઇન્ટરએક્ટિવ સફર

બિંગ સર્ચ એન્જિનમાં ‘સોલાર સિસ્ટમ’ સર્ચ કરતાં સૂર્ય મંડળની વિવિધ માહિતી આપતી એક ઇન્ટરએક્ટિવ ઇમેજ જોવા મળશે, જેમાં... આગળ શું વાંચશો? એયુ એટલે? આપણી પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું?’, ‘શનિ ગ્રહ પૃથ્વી કરતાં કેટલો મોટો?’, ‘પૃથ્વીની ત્રિજ્યા કેટલી?’ આપણા સૂર્ય મંડળ અને...

વિશ્વમાં પાણીની સ્થિતિ

ચોમાસું આવે અને વરસાદ ખેંચાય ત્યારે આપણને પાણીની અછતના પ્રશ્નો યાદ આવે છે. હકીકતમાં પાણીની બચત એ આખા વર્ષ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબત છે અને વિશ્વમાં પાણીની સ્થિતિ એ ધ્યાનથી સમજવાનો મુદ્દો છે. વિશ્વવિખ્યાત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)ના કેટલાક...

હથેળીમાં હવામાન બતાવતી એક અનોખી એપ

[vc_row][vc_column][vc_message color="warning" message_box_color="warning" icon_fontawesome="fa fa-exclamation-triangle"]અપડેટઃ આ મજાની એપ હવે ઘણે અંશે બદલાઈ ગઈ છે. આ લેખમાં દર્શાવેલી સુવિધાઓ હવે એ જ સ્વરૂપે તેમાં ઉપલબ્ધ નથી.[/vc_message][vc_column_text] અસહ્ય, આકરા...

હવામાન સંબંધિત ડેટા કઈ રીતે મેળવાય છે?

આગળ શું વાંચશો? રડાર વેધર શીપ્સ વેધર બોઇ વેધર સ્ટેશન્સ ડ્રોપસોન્ડ્સ વેધર સેટેલાઇટ્સ રડાર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દુશ્મનોનાં વિમાન પર નજર રાખતા રડાર ઓપરેટર્સનું કામ વરસાદ વખતે મુશ્કેલ બનતું હતું. એ  વાતમાં વૈજ્ઞાનિકોને રસ પડ્યો અને રડાર આગળ જતાં વરસાદ, કરા કે...

ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ

અમેરિકન જીપીએસ ભૂલીને આપણે નાવિક તરફ વળી શકીશું - અલબત્ત થોડા સમય પછી.  ભારતની પોતાની જીપીએસ જેવી નેવિગેશન સિસ્ટમ હવે હાથવેંતમાં છે - ગયા મહિનાના આ સમાચારમાં થોડા ઊંડા ઊતરીએ.  ગયા અઠવાડિયે, પાકિસ્તાનની અફઘાનિસ્તાન તરફની સરહદ નજીક, બલૂચિસ્તાનમાં એક કારમાં જઈ રહેલા...

ભારતીય સંસ્કૃતિનું પોર્ટલ

ભારતીય સંસ્કૃતિમાં ગજબની વિવિધતા છે - આવું આપણે વારંવાર સાંભળ્યું છે પરંતુ આપણી પોતાની સંસ્કૃતિના વૈવિધ્યનો પૂરો તાગ મેળવવો આપણે માટે મોટા ભાગે મુશ્કેલ હોય છે. હવે આ કામ થોડું સહેલું બને તેવી શક્યતા છે. ઈન્ટરનેટ પર સહપીડિયા (http://www.sahapedia.org/) નામે એક સ્રોત...

બાળકોને જળચક્ર સમજાવતું વેબપેજ

ચોમાસુ એટલે કુદરતની કરામતને મન ભરીને માણવાની ઋતુ. એ સાથે ચોમાસુ આપણને જળચક્ર સમજવાની તક પણ પૂરી પાડે છે. આપણે સૌ ભણી ગયા છીએ અને જાણીએ છીએ કે ઉનાળામાં સમુદ્રનું પાણી ગરમ થઈ વરાળ બની આકાશમાં ઊંચે ચઢે છે, ત્યાં વરાળ ઠંડી પડીને વાદળામાં ફેરવાય છે અને સમુદ્ર પરથી જમીન તરફ...

જાણી લો સ્માર્ટફોનના કેમેરા સંબધિત કેટલાક શબ્દોના અર્થ

રેઝોલ્યુશન એક ઇમેજમાં કેટલી વિગતો સમાઈ શકશે તેનું માપ. ડિજિટલ ઇમેજ ‘પિક્સેલ’ તરીકે ઓળખાતા સંખ્યાબંધ નાના રંગીન ડોટ્સથી બને છે. ઇમેજમાં જેમ વધુ પિક્સેલ (કે રેઝોલ્યુશન) તેમ તેમાં વધુ વિગતો સમાઈ શકે. આગળ શું વાંચશો? મેગાપિક્સેલ ડ્યુઅલ એલઇડી/ટ્રુ ટોન ફ્લેશ લેસર ઓટો ફોકસ...

વિશ્વમાં ફક્ત ૧૦૦ લોકો હોત તો…

ઘણી વાર અમુક બાબતોને આપણે શક્ય એટલી સરળ બનાવી શકીએ તો તેનું ઊંડાણ સમજી શકીએ. પૃથ્વી પર વસતા લોકોના સંદર્ભમાં, આપણા સૌનું જીવન, રહેણીકરણી, ધર્મ, કુદરતી અને માનવસર્જિત સંસાધનો વગેરે આપણા સૌ વચ્ચે કેવા પ્રમાણમાં વહેંચાયેલું છે એ સમજવા માટે, કેટલાક લોકોએ આપણી પૃથ્વી પર...

ફટાફટ ટાઇપિંગ શીખવું છે?

રાતદિવસ વોટ્સએપ પર એક્ટિવ લોકોને ધડાધડ ટાઇપિંગની પ્રેક્ટિસ થઈ જ જાય છે, પણ નાનાં બાળકોને ગેમ્સ માટે ફક્ત એરો કીથી આગળ વધારીને ટાઇપિંગની પ્રેક્ટિસ કરાવવી હોય કે ચાલીસી વટાવી ગયેલા લોકોએ સ્માર્ટફોન પર આંગળીઓને ફટાફટ ફરતી કરવી હોય તો એ માટે તેમણે પૂરતી પ્રેક્ટિસ કરવી...

મજાની મગજમારી કરાવતી ગેમ

વેકેશનમાં ‘હું શું કરું, મમ્મી/પપ્પા?’ એવા બાળકોના સવાલોથી થાક્યા? અથવા તમે પોતે ફુરસદના સમયમાં દિમાગની ધાર કાઢવા માગો છો?  તો એક મજાની ગેમ છે ટેનગ્રામ. પણ વેઇટ, ગેમનું નામ જાણી લીધા પછી તરત તમારા સ્માર્ટફોનના પ્લે સ્ટોર તરફ દોટ મૂકશો નહીં! ત્યાં તો આ ગેમ ડિજિટલ...

ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ઝલક

કમ્પ્યુટર એન્જિનીયરિંગના વિદ્યાર્થી અને ‘સાયબરસફર’ના વાચકમિત્ર ગુંજન પનારાએ, હમણાં હમણાં વધુ સંભળાતા શબ્દ ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી)’ વિશે વિસ્તૃત સમજ આપવાનું સૂચન કર્યું છે. એમનું સૂચન એક આખી કવર સ્ટોરીનો વિષય છે, પણ એ શક્ય બને ત્યાં સુધી, તેનું એક ટ્રેલર જોઈ લઈએ!...

આવી રહ્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો નવો યુગ!

ગયા મહિને, ચેસ કરતાં પણ અઘરી એવી એક ગેમમાં મશીને માણસને માત આપી. માણસે બનાવેલ કમ્પ્યુટર મગજની બરોબરી કરવા લાગ્યું છે અને આપણા રોજબરોજના કામકાજમાં આ કૃત્રિમ બુદ્ધિ ઉપયોગી પણ થવા લાગી છે. આગળ શું વાંચશો? આખરે છે શું આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ? મગજ અને કમ્પ્યુટર : કોણ...

કેવી રીતે વિકસી રહી છે કૃત્રિમ બુદ્ધિ?

માનવ મગજની જેમ સમજી, વિચારી ને શીખી શકે અને તે ઉપરાંત, પોતાની રીતે પગલાં પણ લઈ શકે એવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સની શોધનાં મૂળ આપણી માન્યતા કરતાં ઘણાં જૂનાં છે. લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં, મણકાની મદદથી ગણતરી કરી આપતા ‘અબેકસ’ નામના સાધનથી માનવજાતે ‘માણસના મગજ...

વિશ્વનો પરિચય, વિવિધ ગેમ્સમાં

આ પૃથ્વી પર નદીઓ, પહાડો, મહાસાગરો, દેશો, ખંડો વગેરે ઘણું એવું છે, જેના વિશે આપણે ઘણું જાણતા નથી. આપણી પૃથ્વીનાં જાણીતાં છતાં અજાણ્યાં પાસાંનો પરિચય કેળવવાનો એક સહેલો રસ્તો છે, એટલાસ અથવા તો નક્શા. પરંતુ પ્રિન્ટેડ એટલાસ હાથમાં લઈએ કે ઇન્ટરનેટ પરના ડિજિટલ મેપ્સમાં...

આવી રહ્યું છે સ્માર્ટ સ્કૂટર!

વિદેશોથી વિપરિત, ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનું બજાર લગભગ ખતમ થઈ ગયું છે ત્યારે, અમદાવાદમાં મોટા થયેલા એક એન્જિનીયરને એક સ્માર્ટ આઇડિયા આવ્યો. પોતાના આ સાહસ વિશે તેમણે ‘સાયબરસફર’ સાથે મોકળાશથી વાત કરી... આગળ શું વાંચશો? એજ્યુકેશનથી ઇનોવેશન સ્માર્ટ સ્કૂટર કેવી રીતે? નવા...

આલ્ફાબેટનું એ ટુ ઝેડ

પાછલા કેટલાક અંકોથી આપણે ગૂગલ-આલ્ફાબેટ કંપનીના વિવિધ પ્રોજેક્ટસ વિશે જાણી રહ્યા છીએ. ‘એ’ થી શરૂ થયેલી એ સફર અહીં ‘ઝેડ’ સુધી પહોંચીને વિરામ લે છે. આવા અવનવા પ્રોજેક્ટસ વિશે તો આપણે જાણતા જ રહીશું. આગળ શું વાંચશો? વાયરસ ટોટલ વેર (એન્ડ્રોઇડ) વોલેટ વેબ ટૂલકિટ એક્સ યુટ્યૂબ...

સમજી લઈએ ઓનલાઇન શોપિંગ સાથે સંકળાયેલા આ શબ્દો…

ભારતમાં ઓનલાઇન શોપિંગ સતત વધી રહ્યું છે, અલબત્ત જેમ આપણા માટે દુકાને રૂબરૂ જઈને ખરીદી કરવાનો અનુભવ નવો છે તેમ સંખ્યાબંધ ઓનલાઇન સાઇટ્સ માટે પણ આ એક નવા જ પ્રકારનો અનુભવ છે. વિદેશોમાં જોરદાર અનુભવ લઈને આવેલી કંપનીઓ માટે પણ ભારતીય ગ્રાહકો સાથે લેવડ-દેવડ કરવાનો નવો જ...

જાણો ટોરેન્ટ ડાઉનલોડિંગની ગેરસમજો, હકીકતો અને જોખમો

કમ્પ્યુટરના નવાસવા પરિચયમાં આવતાં ટાબરિયાં પણ જાણે છે કે ‘ટોરેન્ટ પરથી મફતમાં મૂવી, ગેમ્સ કે સોફ્ટવેર ડાઉનલોડ કરી શકાય’. પરંતુ ‘ટોરેન્ટ’ ખરેખર શું છે એ વિશે બહુ ઓછી સ્પષ્ટતા અને સમજણ જોવા મળે છે. આગળ શું વાંચશો? બિટટોરેન્ટી શોધ કોણે કરી? બિટટોરેન્ટ કેવી રીતે કામ કરે...

સ્માર્ટ કારથી સ્માર્ટ કોલિંગ સુધી

પાછલા કેટલાક અંકોથી આપણે ગૂગલ-આલ્ફાબેટ કંપનીના એ-ટુ-ઝેડમાં પથરાયેલા પ્રોજેક્ટસ વિશે જાણી રહ્યા છીએ. આ બધા પ્રોજેક્ટ્સ કેવી વિવિધ રીતે આપણું જીવન બદલી રહ્યા છે એ જાણવું રસપ્રદ છે. આગળ શું વાંચશો? સર્ચ સેલ્ફ-ડ્રાઇવિંગ કાર સેજટીવી સ્કોલર ટ્રાન્સલેટ ટેન્ગો યુઆરએલ શોર્ટનર...

૨૦૧૫ના વિતેલા વર્ષમાં…

સમગ્ર વિશ્વ અને ભારત માટે, ૨૦૧૫નું વીતેલું વર્ષ ટેક્નોલોજીની દ્રષ્ટિએ ઘણી બધી રીતે નોંધપાત્ર રહ્યું. આગળ શું વાંચશો? નેટ ન્યુટ્રલિટી મોબાઇલ વોલેટ ડ્રોન વર્ચ્યુઅલ રીયાલિટી વેરેબલ ટેક્નોલોજી ડિજિટલ ઇન્ડિયા ટેક ઇન્ડિયન્સ આલ્ફાબેટ નેટ ન્યુટ્રલિટી ઇન્ટરનેટ સૌ માટે સમાન...

સ્માર્ટ હોમથી સ્માર્ટ ડિજિટાઇઝેશન સુધી

અગાઉના અંકોમાં આપણે જોયું કે ગૂગલ-આલ્ફાબેટ કંપની અનેક પ્રકારના પ્રોજેક્ટથી આપણા જીવન પર અસર કરી રહી છે. આ અંકમાં વાંચો અને અને ત્યાર પછીના આલ્ફાબેટના પ્રોજેક્ટ્સ કે સર્વિસની જાણકારી... આગળ શું વાંચશો? નેસ્ટ ઓફર્સ પ્લસ, પ્લે, ફોટોઝ, પિકાસા પિક્સેટ પેટન્ટ્સ ક્યુ...

પૃથ્વીના કેન્દ્ર સુધીની સફર!

માણસ પોતાના માથા પર આકાશ અને અવકાશમાં ઘણે ઊંચે સુધી પહોંચ્યો છે, પણ પગ તળેની ધરતીનાં ઘણાં રહસ્યો હજી પણ વણઉકેલાયેલાં છે. બીબીસીએ સર્જેલું એક ઇન્ટરએક્ટિવ ઇન્ફોગ્રાફિક આપણને પૃથ્વીના કેન્દ્ર સુધી લઈ જાય છે. આપણે જમીન ખોદવાનું શરૂ કરીએ અને ખોદતા જ જઈએ તો પૃથ્વીના કેન્દ્ર...

સાંસદોની કામગીરીના લેખા-જોખા

વિદેશોમાં વિવિધ પ્રસાર માધ્યમો લોકપ્રતિનિધિઓની કામગીરી પર બાજનજર રાખતાં હોય છે, હવે ભારતમાં પણ આપણે ચૂંટેલા લોકોને મદદરૂપ થવા તથા તેમની કામગીરીની લોકોને વિગતવાર માહિતી આપવાના પ્રયાસો વિસ્તરી રહ્યા છે. આ મહિનાની 26મી તારીખે આપણે જેની રજાનો આનંદ માણીશું, એ ગણતંત્ર...

મિનિટ ફિઝિક્સ

ગુરુત્વાકર્ષણ શું છે? ટુડી, થ્રીડી, વગેરે ડાયમેન્શન્સ (પરિમાણો શું છે?), પૃથ્વી પરનાં વિવિધ પરિબળો આખરે શું છે? આવા બધા સવાલો, આપણે ભૌતિકશાસ્ત્ર ભણતા હોઈએ તો પણ સામાન્ય રીતે આપણને થતા નથી. જો તમને થતા હોય તો યુટ્યૂબ પર મિનિટ ફિઝિક્સ નામની એક ચેનલ મફતમાં સબસ્ક્રાઇબ કરી...

ટેક્નોલોજી વિશેની ફ્રી ઇ-બુક્સ

ઇન્ટરનેટ પર મફત ઇ-બુક્સનો કોઈ પાર નથી, સવાલ ફક્ત આપણે કામની ઇ-બુક શોધવાનો જ હોય છે. જો ટેક્નોલોજી તમારા અભ્યાસનો વિષય હોય તો http://www.freetechbooks.com/ તમારો આ સવાલ હળવો કરી શકે છે. આ સાઇટ, ઇન્ટરનેટ પર કાયદેસર રીતે અને મફતમાં ઉપલબ્ધ હોય તેવી કમ્પ્યુટર સાયન્સ,...

વિવિધ એન્જિન્સની અંદરની સફર

કોઈ વાહનના ડિઝલ એન્જિન કે હવે ભૂલાવા લાગેલાં ભકછૂક ભકછૂક રેલવે સ્ટીમ એન્જિન કે જેટલ પ્લેના એન્જિનમાં એવી તે શી કરામત હોય છે કે તે મહાકાય વાહનોને આગળ વધવાની જબરજસ્ત ઊર્જા પૂરી પાડે છે? ઓટોમોબાઇલ એન્જિનીયરિંગ તમારા અભ્યાસનો વિષય હોય કે ન હોય, વિવિધ પ્રકારનાં એન્જિન્સની...

કરામતી કૂકીઝ

ઇન્ટરનેટ પર તમે જરા સતર્ક રહીને બ્રાઉઝિંગ કરતા હશો તો બે બાબતોએ તમારું ધ્યાન ખેંચ્યું હશે : એક, ઘણી વેબસાઇટ ઓપન કરતાં, તેના પર ઉપર કે નીચે, આપણું ધ્યાન ખેંચાય એ રીતે એક નોટિસ આવે છે (જુઓ ઉપરની ઇમેજ). બીજી બાબત જરા વધુ સતર્કતા માગી લે છે. આપણે અમુક વેબસાઇટની પહેલી વાર...

દુનિયાના સમાચારો પર ઊડતી નજર

આગળ શું વાંચશો? ગૂગલન્યૂઝ સમાચાર ધ પેપરબોય પ્રેસરીડર આપણી આસપાસની અને આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે એ વિશે સતત માહિતગાર રહેવામાં મદદરૂપ થાય છે અખબાર. ટીવી અને ઇન્ટરનેટના આક્રમણ છતાં હજી પણ અનેક લોકોની સવાર બાલ્કનીમાં કે હિંચકે ચાની ચૂસકી અને અખબાર નજર ફેરવ્યા પછી જ...

વિદ્યાર્થીઓનું ટીવી, ઇન્ટરનેટ પર

એવી કોઈ શાળા કે કોલેજની કલ્પના કરી જુઓ, જેમાં જઈને તમે જુદા જુદા અનેક વિષય પરના ત્રીસ હજારથી વધુ લેક્ચર્સ એટેન્ડ કરી શકો! અને વિષયની વિવિધતા પણ અપાર! એમ સમજો કે દુનિયાની સૌથી નામાંકિત યુનિવર્સિટીઓમાં તમે એક સાથે એડમિશન લઈ લીધું, એ પણ કોઈ પ્રવેશ પરીક્ષા આપ્યા વિના કે...

વીઆર કેમેરાથી માંડીને પવનઊર્જા તરફ…

આગળ શું વાંચશો? જમ્પ કીપ લૂન મેપ્સ માય બિઝનેસ મકાની નેક્સસ ન્યૂઝ નાઉ  જમ્પ આપણા માટે લગભગ અજાણ્યું એવું ગૂગલનું વધુ એક પાસું. ગૂગલે આ વર્ષે મે મહિનામાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી. સપ્ટેમ્બર ૨૦૧૫ અંકમાં આપણે જાયન્ટ ટેક કંપનીઓ વર્ચ્યુઅલ રીયાલિટી ક્ષેત્રે કેવી હરણફાળ ભરી...

સૌથી વધુ ડાઉનલોડ કરાયેલી ઇમેજ કઈ છે?

શું તમને ખબર છે કે ઇન્ટરનેટ સર્ફ કરનારા દરેક લોકોના મોબાઇલ કે કમ્પ્યુટર દ્વારા દુનિયાભરમાં સૌથી વધુ ડાઉનલોડ કરાયેલી ઇમેજ ફાઇલ કઈ છે? એ ઇમેજ ફાઇલનું નામ __utm.gif. ઇન્ટરનેટ સર્ફિંગ જે પણ ડિવાઇસ દ્વારા થતું હશે એ ડિવાઇસ પર તમને આ ફાઇલ ડાઉનલોડ થયેલી મળી આવશે. પ્રચલિત...

સમજી લઈએ પ્રિન્ટરની ખરીદી સાથે સંકળાયેલા આ શબ્દો…

આગળ શું વાંચશો? રેઝોલ્યુશન/ડીપીઆઇ પ્રિન્ટિંગ સ્પીડ કનેક્શન ટાઇપ ડુપ્લેક્સિંગ મંથલી ડ્યુટી સાઇકલ ઇન્ટર્નલ મેમરી મેમરી કાર્ડ સ્લોટ મોબાઇલ પ્રિન્ટિંગ  રેઝોલ્યુશન/ડીપીઆઇ ટીવી કે સ્માર્ટફોનના સ્ક્રીન માટે જેમ પિક્સેલ-પર-ઇંચ (પીપીઆઇ) મહત્વના છે, તેમ પ્રિન્ટરમાં ડીપીઆઇનો...

પ્રિન્ટર ખરીદવાનું વિચારો છો?

રોજબરોજ જેનો ઉપયોગ કરતા હોઈએ, એની નાની નાની વિગતો કે ખૂબીઓથી આપણે અજાણ રહીએ, એવું તો જીવનમાં ઘણું બધું હોય છે, પણ એમાંનું એક એટલે પ્રિન્ટર. પ્રિન્ટર ખાસ્સાં સસ્તાં થયા પછી હવે ઓફિસ ઉપરાંત ઘર ઘરમાં કમ્પ્યુટર સાથે પ્રિન્ટર કનેક્ટ થવા લાગ્યાં છે, ખાસ કરીને સ્કૂલમાં...

જાણો પૃથ્વીનો ભૂતકાળ!

ભારતના સૌથી મોટા જિલ્લા કચ્છનો જન્મ સાગરની કૂખમાંથી, ટેક્ટોનિક પ્રકારના ભૂકંપનોથી ઉભરી આવેલી જમીન સ્વરૂપે થયો છે અને પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કાચબાના આકારના પ્રાચીનતમ પ્રદેશ તરીકે થયો છે, એ કદાચ તમને ખબર હશે. કચ્છની જેમ આખી દુનિયામાં સાગર ત્યાં ભૂમિ અને ભૂમિ...

ગૂગલના વધુ કેટલાક પ્રોજેક્ટ્સમાં ડોકિયાં

ગયા અંકની કવરસ્ટોરીમાં આપણે આલ્ફાબેટના એ ટુ ઈ સુધીમાં પથરાયેલી ગૂગલ/આલ્ફાબેટની કંપની અને પ્રોજેક્ટ્સ વિશે જાણકારી મેળવી હતી. ગૂગલ/આલ્ફાબેટ કેટલી અલગ અલગ રીતે આપણા જીવન પર અસર કરે છે એ સમજવા આ અંકમાં આગળના આલ્ફાબેટમાં થોડા વધુ ઊંડા ઊતરીએ! આગળ શું વાંચશો? ફાઇબર ફાઇ...

શાળાઓ માટે શાર્કોપીડિયા!

વિકિપીડિયાને તો આપણે બરાબર જાણીએ છીએ, પણ ઇન્ટરનેટ પર તેના જેવા બીજા, અલગ અલગ વિષયની માહિતીના અનોખા ભંડાર પણ છે. ડિસ્કવરી ચેનલે શાર્ક વિશે તૈયાર કરેલી સાઇટ નવી ટેક્નોલોજીની દ્રષ્ટિએ પણ જોવા જેવી છે. હમણાં આવેલી જુરાસિક વર્લ્ડ ફિલ્મ તમે જોઈ? જુરાસિક સીરિઝની આ ચોથી ફિલ્મ...

ગૂગલનું રાજ આખા આલ્ફાબેટમાં

આપણે રોજેરોજ ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ, પણ એ બધી સર્વિસમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી કઈ રીતે વિકસે છે તે જાણતા હોતા નથી. આવો જાણીએ, ગૂગલ - હવે આલ્ફાબેટ-ની વિવિધ કંપની અને પ્રોજેક્ટ વિશે. આગળ શું વાંચશો? એન્ડ્રોઇડ એડસેન્સ એનાલિટિક્સ એરા એડમોબ એલર્ટસ બ્લોગર...

તૈયાર કરો રોજબરોજના કામકાજનું વન્ડરલિસ્ટ!

આજે સૌના જીવનમાં તણાવ વધ્યો છે, તેનું મુખ્ય કારણ એ છે કે આપણે જ્યારે જે કામ કરવાનું હોય તેને બદલે બીજી ઓછી મહત્વની બાબતો પર ધ્યાન આપીએ છીએે. દૈનિક જીવનમાં શિસ્ત લાવવી હોય તો અપનાવી લો એક સિમ્પલ ટુ-ડુ લિસ્ટ! વર્ષો પહેલાં, અમદાવાદના એક વકીલની ચેમ્બરમાં, એમના ટેબલ પર એક...

આધુનિક એન્જિનીયરિંગની અજાયબી

પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને જોડતી પનામા નહેરમાં મહાકાય જહાજોને ‘પાણીનાં પગથિયાં’ની મદદથી ચઢ-ઉતર કરાવવામાં આવે છે - આ અજબગજબ નહેર સો વર્ષ પહેલાંની ટેક્નોલોજીથી બનેલી છે એ માનવું મુશ્કેલ છે. પંદરમી ઓગસ્ટ જેમ ભારત માટે ઐતિહાસિક દિવસ છે, એમ આ દિવસ વિશ્વભરના...

હાલના અને ભાવિ એન્જિનીયર્સ માટે ચેલેન્જ!

કોલેજમાં યોજાતા રોબોફેસ્ટિવલ્સની વાતો વાંચીને તમને પણ કંઈક નવીન મોડેલ્સ બનાવવાનું મન થાય છે? તો તમારી મનપસંદ રેસિંગ બાઈકના પેપર મોડેલ બનાવીને શરુઆત કરી શકો. પણ યાદ રહે, આ બચ્ચાંના ખેલ નથી! ગયા મહિને નેપાળના ભૂકંપની સાથોસાથ દિલ બે-ચાર ધબકારા ચૂકી જાય એવા પણ એક સમાચાર...

જાણો કંઈક નવું, દરરોજ!

ભૂકંપ, ત્સુનામી કે મહાપૂર જેવી આફતો પછી સામાન્ય રીતે અખબારો એ ટીવીમાં આફતથી થયેલી તારાજીની માહિતી આપવામાં આવે છે, પણ કુદરતી આફતો પાછળના વૈજ્ઞાનિક કારણોની સરળ સમજ આપવાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ઇન્ટરેટ પર આ માહિતી શોધવા જઈએ તો અહીં માહિતી વધુ પડતા પ્રમાણ, ઓવરલોડનો...

કેવી રીતે બને છે વિરાટ વિમાનો?

આ પણને સૌને હવે ટાઇમલેપ્સ વીડિયોનો પરિચય તો છે જ. આકાશમાં ઝડપભેર ઊંચે ચઢતો સૂર્ય, ઝપાટાભેર ચઢી આવતાં ચોમાસાંનાં વાદળો, ફટાફટ ખીલી જતું ફૂલ વગેરે વીડિયો આપણે જોઈએ છીએ તે ટાઇમલેપ્સની કરામત છે. લાંબો સમય લેતી પ્રક્રિયાના સળંગ ફોટોગ્રાફ્સ લઈને તે બધાની ફ્રેમસ્પીડ વધારીને...

પૃથ્વી પરનું આપણું જીવન,એક વેબપેજ પર

આપણા જન્મ પછી આપણે કેટલા બદલાયા અને વિશ્વનાં કેવાં કેવાં પરિવર્તનોમાં આપણે નિમિત્ત બન્યા,એ બતાવે છે આ ઇન્ટરએક્ટિવ ઇન્ફોગ્રાફિક આગળ શું વાંચશો? તપાસીએ આ ઈન્ફોગ્રાફિક આપણો પૃથ્વી ગ્રહ ૪.૫ અબજ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે અને તેના પર આપણું જીવન?નસીબમાં હોય તો જ બદલાતી સદી...

નવી ટેક્નોલોજીના નવા શબ્દો, પણ સંદર્ભો જૂના

સમય સાથે નવાં કલેવર ધારણ કરતી ભાષામાં નવા ઉમેરાતા શબ્દો કાળક્રમે ડિક્શનરીમાં પણ સ્થાન પામે છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના પ્રતાપે, ભાષામાં નવા શબ્દો ઉમેરાવાનું પ્રમાણ વધ્યું છે. આવો જાણીએ આવા કેટલાક ‘નવા’ શબ્દો. બાર ગાઉએ બોલી બદલાય’ એવું એક સમયે કહેવાતું હતું, પણ...

નેટ ન્યુટ્રલિટી : શું છે આ હોબાળો અને શા માટે જરુરી છે?

હમણાં હમણાં સોશિયલ મીડિયામાં અને અખબારોમાં નેટ ન્યુટ્રલિટીનો મુદ્દો હોટ ટોપિક બની રહ્યો. આ વિશે ઘણું લખાયું હોવા છતાં નવાઈજનક રીતે ‘નેટ ન્યુટ્રલિટી’ ખરેખર શું છે તેની સમજ ઓછી છે. આવો સમજીએ. આગળ શું વાંચશો? નેટ ન્યુટ્રલિટી શું છે? નેટ ન્યુટ્રલિટીના મૂળ નેટ...

તપાસો સમયની સમયસૂચકતા

તમારી ઘડિયાળ સમયસર છે કે નહીં? આ સવાલનો સાચો જવાબ સામાન્ય રીતે બહુ મુશ્કેલ ગણાય કેમ કે ઘરમાં પાંચ છ ઘડિયાળ હોય તો કઈ ઘડિયાળને સાચી ગણવી અને આપણી ઘડિયાળને કોની સાથે સરખાવીને નક્કી કરવું તે સમયસર છે કે નહીં?  આ સવાલનો સાચો જવાબ માત્ર એક જ રીતે મળી શકે - આપણી ઘડિયાળને...

રંગોની રંગતભરી રમત

આ વખતે ‘ફાઇનલ ક્લિક’માં એક રમત રમીએ. ઉપરની તસવીરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ શોધી બતાવો! આ (http://shaheeilyas.comflags/) વેબપેજ પર કુલ ૨૨૪ પાઈચાર્ટ આપેલા છે. દરેક પાઈચાર્ટ વિશ્વના વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજમાં ઉપયોગમાં લેવાયેલા રંગોનુ પ્રમાણ દર્શાવે છે. આ વેબપેજ પર તમે આપણો...

જાણો તમારા ગૂગલ એકાઉન્ટની કર્મ-કુંડળી

ગૂગલનો તમે કેટલો ઉપયોગ કરો છે તેની વિગતોથી માંડીને ગૂગલની વિવિધ સર્વિસનાં મહત્ત્વનાં સેટિંગ્સ પર એક સાથે નજર રાખવી હોય તો એ માટે તમારે તપાસવું પડે તમારું ગૂગલ ડેશબોર્ડ - આ રીતે... આગળ શું વાંચશો? સમજીએ ગૂગલનું આપણું ડેશબોર્ડ ગૂગલના આપણા એકાઉન્ટની વિગતો ગૂગલની વિવિધ...

ઇસરોએ આપી નવી ભેટ

ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રે વિશ્વસ્તરે ભારતનો દબદબો છે. ભારતીય આઇટી કંપનીઓએ આખી દુનિયામાં પોતાની ધાક જમાવી છે અને દુનિયાની મહાકાય ટેક કંપનીઓમાં પણ ટોચના સ્થાને ભારતીયો જોવા મળે છે. તેમ છતાં, ભારતની ‘સરકારી’ વેબસાઇટ્સ જોઈએ તો ભારતની બિલકુલ જુદી જ છાપ ઉપસે! તદ્દન...

યુટ્યૂબમાં એજ્યુકેશનલ ચેનલ

અભ્યાસમાં ઉપયોગી વીડિયો યુટ્યૂબ પર છે તો પાર વિનાના, પણ શોધવા મુશ્કેલ હોય છે. હવે ભારતના કેટલાક શિક્ષકોએ, ભારતની શાળાઓના અભ્યાસક્રમ મુજબ આવા વીડિયોને અલગ તારવ્યા છે. હમણાં ટીવી પર વારંવાર જોવા મળતી પેલી આઇ એમ લર્નિંગ ફ્રોમ આઇઆઇએન રાજસ્થાન કે તમિલનાડુ જાહેરાતમાં આમ...

આખરે આ ૩-ડી પ્રિન્ટિંગ છે શું?

અખબારમાં આપણે વારંવાર કોઈ વ્યક્તિએ ૩-ડી પ્રિન્ટ કરીને ગન બનાવી કે આખી કાર બનાવી કે પછી આખેઆખું બિલ્ડિંગ બનાવ્યું એવા સમાચાર વારંવાર વાંચીએ છીએ. કમનસીબે આ સમાચારોમાં ૩-ડી પ્રિન્ટિંગ ખરેખર શું છે એ વિશે ખાસ સ્પષ્ટતા હોતી નથી. સાદા શબ્દોમાં કહીએ તો ડિજિટલ ડિઝાઇનમાંથી...

ઇન્ટરનેટ ડેટાની રસપ્રદ સફર : સાત સમંદર પાર!

 ઇન્ટરનેટના સંદર્ભમાં વારંવાર વપરાતા ‘ક્લાઉડ’ શબ્દથી છેતરાશો નહીં - ઇન્ટરનેટ ટ્રાફિકનો લગભગ ૯૯ ટકા ડેટા ખરેખર તો મહાસાગરોના તળિયે પથરાયેલા સબમરીન કેબલ્સ મારફત આખી દુનિયાની સફર ખેડે છે! આગળ વાંચશો સબમરીન કેબલ્સના ઇન્ટરએક્ટિવ મેપ્સ ઈન્ટરનેટનું વિશાળ જાળું કેવી રીતે કામ...

સૂર્યનો દસ કરોડમો ફોટોગ્રાફ

યુએસની સ્પેસ અવકાશ સંસ્થા નાસા નિયમિત રીતે સૂર્યની તસવીરો લે છે અને ગયા મહિને ૧૯મી જાન્યુઆરીએ આ તસવીરોની સંખ્યા દસ કરોડના આંકને વટાવી ગઈ! નાસાની સ્પેસ બેઝ્ડ સન વોચીંગ ઓબ્ઝર્વેટરીંગ ચાર ટેલિસ્કોપની મદદથી દર ૧૨ સેક્ધડે સૂર્યની આઠ તસવીરો લે છે. આ ઓબ્ઝર્વેટરી દરરોજ...

રેટિના અને રેટિના એચડી ડિસ્પ્લે શું છે?

વારંવાર વંચાતા અને સંભળાતા, પણ ઓછા સમજાતા ટેકનિકલ શબ્દોની સરળ સમજણ સ્માર્ટફોનના ડિસ્પ્લેની વાત નીકળે એટલે ચર્ચા કરનારા જો જરા જાણકાર હોય તો એક શબ્દ જરૂર સાંભળવા મળે - રેટિના ડિસ્પ્લે. એપલના ફોનના ડિસ્પ્લે માટે આ શબ્દ વારંવાર સંભળાય છે. એપલ આઇફોન ૬ લોન્ચ થયા પછી, તેમાં...

કમ્પ્યુટરને ધરાર રીસ્ટાર્ટ કરતાં પહેલાં…

કમ્પ્યુટરમાં અગત્યનું કામ કરી રહ્યા હોઈએ ત્યારે કોઈ પ્રોગ્રામ કે વિન્ડોઝ એક્સપ્લોરર અટકી પડે ત્યારે સામાન્ય રીતે કમ્પ્યુટરે રીસ્ટાર્ટ કર્યા વિના છૂટકો રહેતો નથી - પણ આપણે એ છેલ્લો રસ્તો ટાળી શકીએ છીએ. આગળ શું વાંચશો? કોઈ પ્રોગ્રામ અધવચ્ચે અટકી પડે ત્યારે... વિન્ડોઝ...

ઇતિહાસની ઓનલાઇન સફર

નવમી ડિસેમ્બર, ૧૯૪૬. આ તારીખ વાંચીને તમને કોઈ વિચાર આવે છે? નહીં આવે. અને ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦? તમે કહેશો, ‘એ તો ખબર જ હોયને, આપણો ગણતંત્ર દિવસ!’ ભારત એક ગણતંત્ર, લોકશાહી દેશ બન્યો એ પ્રક્રિયાની શરૂઆત ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના દિવસે થઈ હતી. આપણા સ્વાતંત્રય દિવસની પણ પહેલાં....

બેઠાડુ જીવનનાં જોખમો

કમ્પ્યુટર સામે કલાકો બેઠા રહેવાથી જ્ઞાન વધતું હશે, તેમ સ્વાસ્થ્ય સામેનાં જોખમ પણ વધે છે. આ જોખમો સમજીને કામ કરવાની યોગ્ય શૈલી કેળવી શકીએ એ આપણા જ લાભની વાત છે. એક દિવસમાં કેટલાક કલાક તમે બેઠા રહો છો? કોઈ પણ ડોક્ટરને પૂછો તો એ કહેશે કે બેઠા઼ડુ જીવન એટલે રોગને આમંત્રણ,...

ઓનલાઇન ઓર્ડરની હવાઇ ડિલિવરી થશે?

જેમ આપણે આકાશમાં પ્લેન જોઈને રાજી થતાં થતાં મોટા થયા, એમ નવી પેઢી આકાશમાં ઊડતાં ઢગલાબંધ, માનવરહિત ટચૂકડાં પ્લેન જોઈને મોટી થાય એવા દિવસો નજીક આવી રહ્યા છે. ડ્રોન પર એક બાજનજર. આગળ શું વાંચશો? હવામાં ઊડતાં ડ્રોનનાં મૂળ એમેઝોન અને ડ્રોન આમાં દિવાળીની વાત કેમ આવી?...

આખરે શું છે આ ‘સ્માર્ટ સિટી’?

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન અને ત્યાર પછી વારંવાર આપણે આ ‘સ્માર્ટ સિટી’ શબ્દ સાંભળી રહ્યા છીએ. વાસ્તવમાં કેવું હોય આ સ્માર્ટ સિટી? જાણવા માટે પહોંચીએ સ્પેનના એક ખરેખરા સ્માર્ટ શહેરમાં. આગળ શું વાંચશો? એવું તે શું ચાલી રહ્યું છે સેન્ટેન્ડરમાં? આ સેન્સર્સ શું કામ...

અનેક આઇડિયા, જે બદલે આપણી દુનિયા

જરા વિચારો કે આપણું આ આખું જગત કેવી રીતે ચાલે છે? નવી ટેક્નોલોજી કેવી રીતે વિકસે છે? સાદો જવાબ એ છે કે દુનિયા વિચારોથી ચાલે છે. માણસ વિચારી શકે છે અને પછી એને અમલમાં મૂકી શકે છે એટલે એ આગળ વધી શકે છે. વિચારવું અને પછી એને વિસ્તારવું - આ બંને બાબત આગળ વધવાની અનિવાર્ય...

એક શહેરની ભૂતકાળથી વર્તમાન સુધીની સફર

ગયા મહિને, ન્યૂ યોર્ક શહેરને ૩૫૦ વર્ષ પૂરાં થયાં. શહેર તો એ પહેલાં પણ હતું, પણ  એ સમયે એ ન્યૂ એમ્સ્ટરડેમ તરીકે ઓળખાતું અને ડચ શાસન હેઠળ હતું. સપ્ટેમ્બર ૮, ૧૯૬૬ના દિવસે ઇંગ્લેન્ડની સેનાએ મેનહટ્ટન ટાપુ પરના આ શહેરનો કબજો સંભાળ્યો અને કિંગ ચાર્લ્સ બીજના ભાઈ તથા યોર્કના...

ગૂગલની પાવર ચેલેન્જ :જગાડો તમારી અંદરના ‘ઇડિયટ રેન્ચો’ને

જો તમે બીજાથી કંઈક જુદું વિચારી શકતા હો એ એ વિચારે સાકાર પણ કરી શકતા હો તો ગૂગલ તમને આવતી આખી સદી માટે ઇલેક્ટ્રિસિટી ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનું આહ્વાન આપે છે  ‘૩ ઇડિયટ્સ’ ફિલ્મનો રેન્ચો યાદ છે? કોઈના રીસેપ્શનમાં ઘૂસી ગયા પછી ત્રણેય જણા પકડાય છે અને ભરેલી થાળીએ...

વિવિધ ધ્વજનો વિશાળ ભંડાર

ઇટાલીના એક કમ્પ્યુટર એન્જિનયરે વિવિધ પ્રકારના ધ્વજ વિશે વધુ જાણવાનો શોખ હતો, એ શોખને આજે ધ્વજ વિશેના ઇન્ટરનેટ પરના કદાચ સૌથી મોટા રીસોર્સનું સ્વરુપ‚ લઈ લીધું છે વેક્સિલોલોજી એટલે શું, જાણો છો? કાર્ડિયોલોજી કે ન્યુરોલોજીની જેમ આ પણ મેડિકલ સાયન્સની કોઈ ટર્મિનોલોજી હશે...

સારી નોકરી શોધતા હો તો આટલું જાણી લો…

હવે વારંવાર પૂરવાર થઈ રહ્યું છે કે નોકરી માટે સારા માર્ક કે સારી ડીગ્રી પૂરતાં નથી. સોશિયલ મીડિયા પર તમે શું લખો છો, કેવા ફોટોગ્રાફ્સ અપલોડ કરો છો, વગેરે પણ જોઈ-તપાસીને પછી તમને પસંદ-નાપસંદ કરવામાં આવશે. આગળ શું વાંચશો? જોબ કેન્ડીડેટ નોકરી માટે લાયક લાગવાનાં કારણ જોબ...

ઇન્ટરનેટ બ્રાઉઝિંગ સંબંધિત શબ્દો

આઇપી એડ્રેસ (IP Address) એક રીતે જોઈએ તો વર્લ્ડ વાઇડ વેબના મસમોટા જાળાને યોગ્ય રીતે જાળવી રાખવાનું બહુ મોટું કામ આ આઇપી એડ્રેસ એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસથી થાય છે.   આગળ શું વાંચશો? બ્રેક લિંક બ્રોકન લિંક એડ્રેસ બાર એચટીએમએલ ડોમેઈન અને હોસ્ટિંગ નેટવર્ક...

યે દિલ માંગે મોર!

કશુંક નવું વિચારી શકીએ તો કંઈક નવો આકાર આપી શકાય. બે ભેજાબાજ લોકોએ પોતાની જરૂરિયાત પ્રમાણે કંઈક નવું વિચાર્યું અને એે સાકાર પણ કરી બતાવ્યું! "જરૂરિયાત સંશોધનની જનની જન્મદાતા છે એ કહેવત અમથી જ નહીં પડી હોય. ગોર્ડન એલન સ્ટીવર્ટ નામના એક વીડિયોગ્રાફર દસેક વર્ષ પહેલાં...

અણુબોમ્બની અસર, નક્શા પર

ઓગસ્ટ ૬, ૧૯૪૫ના દિવસે જાપાનના શહેર હીરોશીમા પર અમેરિકન બી-૨૯ બોમ્બર પ્લેનમાંથી ‘લિટલ બોય’ નામ ધરાવતો અણુબોમ્બ ઝીંકાયો. એ સાથે એકસાથે ૮૦,૦૦૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા. અણુબોમ્બની પ્રચંડ તાકાતને કારણે શહેરનાં ૬૯ ટકા જેટલાં મકાનો તદ્દન ધરાશાયી થયાં અને બીજાં અનેક મકાનોને...

નેટ કનેક્ટેડ લોકોની બાબતે ટોપ ૧૦ દેશો

નેટ એક્સેસ ધરાવતા લોકોની સંખ્યાની દૃષ્ટિએ ચીન અને ભારત જેવા દેશો ભલે દુનિયામાં આગળ હોય, પણ કુલ વસતિમાંના નેટ કનેક્ટેડ લોકોની ટકાવારીની દૃષ્ટિએ દુનિયાના નાના દેશો આપણાથી બહુ આગળ છે. ‘સાયબરસફર’ જ્યારે માત્ર અખબારની કોલમ હતી ત્યારે જે વાતનો અંદાજ આવતો નહોતો, એ પ્રિન્ટેડ...

એપ ડેપલપમેન્ટની ગળાકાપ હરીફાઇમાં આગળ રહેવા ડાઉનલોડ કરી લો આ ફ્રી ઇ-બુક્સ…

લોકો ટીવી સામે કે મૂવી જોતાં જોતાં પણ જેના પરથી નજર હટાવી શકતા નથી એ મોબાઇલ એપ્સ બનાવવી અને તેમાંથી કમાણી કરવી એ સહેલું નથી. તમે એ દિશામાં આગળ વધવા માગતા હો તો આ ઈ-બુક્સ ચોક્કસ કામ લાગશે. આગળ શું વાંચશો? આઈઓએસ સસિકટલી ૩ ઈઝી સ્ટેપ્સ ટુ મોનેટાઈઝ એન્ડ્રોઈડ એપ્સવીથ એડ્સ...

આ કિન્ડલ શું છે?

કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને  આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે! સવાલ મોકલનારઃ જેમિન મકવાણા આ શબ્દો જરા ધ્યાનથી વાંચો : ‘લેખિત શબ્દો સમયની સાથે ચાલી શક્યા નથી. મૂવીઝ તેનાથી આગળ નીકળી ગઈ છે....

નોકરી કરવી છે કે ઉદ્યોગ સ્થાપવો છે?

ગુજરાતના અનેક પરિવારોના નવયુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એન્જિનિયરિંગ કે ઉચ્ચ શિક્ષણના બીજા ક્ષેત્રોમાં કદમ માંડવા જઈ રહ્યાં છે. આ વિદ્યાર્થીઓનું સ્વપ્ન શું હોય છે? ગુજરાતના અનેક પરિવારોના નવયુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એન્જિનિયરિંગ કે ઉચ્ચ શિક્ષણના બીજા ક્ષેત્રોમાં...

ફૂટબોલના વર્લ્ડ કપમાં ટેક્નોલોજીના ગોલ

જગત આખામાં ફૂટબોલ ફીવર છવાયો છે, પરંતુ આ વખતનો વર્લ્ડકપ ઘણી બધી રીતે કંઈક જુદો છે. આપણા મીડિયાની નજરમાં ન આવેલા આ મુદ્દાઓ જાણી લો અહીં… આગળ શું વાંચશો? દૂધનું દૂધ, પાણીનું પાણી કરી આપતી ગોલલાઈન ટેકનોલોજી વેનેશિંગ સ્પ્રેઃ કામચલાઉ લક્ષ્મણરેખા આંકવાની કમાલ હાઈટેક પ્રસારણ...

ક્રિકેટમાં ટેક્નોલોજી : વ્યાપારીકરણ અને વિદ્રોહનો વારસો

ક્રિકેટમાં નવી ટેક્નોલોજીના વધા ઉપયોગ પાછળ મોટા ભાગે રમતની મૂળભૂત જરુરિયાત કરતાં, પ્રેક્ષકોના મનોરંજનનો મુદ્દો વધુ મહત્ત્વનો રહ્યો છે, છતાં વિવિધ ટેક્નોલોજીથી ક્રિકેટમાં ચોક્સાઈ અને રોમાંચ બંનેનો ઉમેરો થયો છે એ સ્વીકારવું રહ્યું! આગળ શું વાંચશો? હોક-આઈઃ બાજ-નજર નહીં,...

ઉઘડતી શાળાએ ગુજરાતી માધ્યમના શિક્ષકોને વિનંતી…

ગુજરાતની શાળાઓ અને શિક્ષકો પાસેથી એક અપેક્ષા છે. સાથે એવો વિશ્વાસ પણ છે કે ગુજરાત આ અપેક્ષા પૂરી કરી જ શકશે, કેમ કે ઘણી શાળાઓમાં આવી પહેલ થવા પણ લાગી છે. પણ આ અપેક્ષાનો ફોડ પાડતાં પહેલાં, થોડી બીજી વાત કરી લઈએ. સર્ચ એન્જિનથી શરૂઆત કરીને બીજી અનેક રીતે આપણા જીવનમાં...

હેલ્મેટમાં નેવિગેશન

લાગે છે કે ગૂગલ ગ્લાસમાંથી ઘણા લોકો જુદી જુદી પ્રેરણા લઈ રહ્યા છે. રશિયાના કેટલાક મોટરસાઇકલિંગ પ્રેમી એન્જિનિયર્સ ગૂગલ ગ્લાસના કન્સેપ્ટને હેલ્મેટમાં સમાવી રહ્યા છે! મોસ્કોના આ એન્જિનિયર્સે લાઇવમેપ નામની એક કંપની બનાવી છે અને તેઓ હેલમેટમાં જ ઓગમેન્ટેડ રિયાલિટી સાથેની...

વાસ્તવિક વસ્તુઓનું ગૂગલિંગ?

ઉનાળાની ઋતુમાં બે જ વાત સામાન્ય રીતે સૌના મનમાં રમતી હોય છે - ગરમી અને કેરી. ધારો કે અત્યારે તમારે કેરી વિશે વધુ જાણવું હોય તો તમે શું કરો? સિમ્પલ, ગૂગલ પર ત્રાટકો અને દુનિયાભરની કેરીની વિવિધ જાતો વિશે ક્યારેય ખૂટે નહીં એટલાં વેબપેજીસ ફંફોસવા લાગો! પણ તાલાળા-ગીરી...

હવે હાજર છે ફોરકે ટીવી

બજારમાં હવે ફોરકે ટીવીની ચર્ચા શરુ થઈ છે. વધુ શાર્પ, વધુ ક્લિયરની આ રેસ ક્યાં અટકશે એ તો ખબર નથી, પણ ટીવીની ખરીદીમાં આપણે ક્યાં અટકવું એ નક્કી કરવામાં આ માહિતી તમને કામ લાગશે. છેલ્લા થોડા સમયથી તમે ટીવી લેવાનું વિચારતા હો તો ટીવીના શોરૂમમાં સેલ્સમેનને ફોરકે ટીવી વિશે...

માઉસની ક્લિકે વીમાની ખરીદી

લાંબો સમય રાહ જોવડાવ્યા પછી હવે એલઆઇસીએ પણ ઓનલાઇન ટર્મ પોલિસી રજૂ કરી છે. તમે ઓનલાઇન વીમો ખરીદ્યો હોય કે ખરીદવા માગતા હો તો તેનાં જમા-ઉધાર પાસાં જાણી લેવા જેવાં છે. આગળ શું વાંચશો? ભારતમાં વીમાની સ્થિતિ ઓનલાઈન પોલિસીનું વેચાણ ઈન્ટરનેટ પર પોલિસી ખરીદાય? લાભ ગેરલાભ...

૩જી અને ૪જી ડેટા શું છે?

સવાલ લખી મોકલનારઃ નિરંજન વ્યાસ, બિલિમોરા  પહેલી વાત તો કે ૨જી, ૩જી કે ૪જીમાંનો જી ‘જનરેશન’ શબ્દ પરથી આવ્યો છે. આપણો ફોન તેા મોડેલ મુજબ વિવિધ પ્રકારની ટેકનોલોજીથી કોઈ વાયર વિના ઇન્ટરેટ સાથે કનેક્ટ થઈ શકે છે. આ ટેકનોલોજી જે રીતે તબક્કાવાર વિકસતી જાય છે તે અનુસાર તેે...

મેપ ટ્રાવેલિંગની મજા, નેટ પર!

ઇન્ટનેટ પર એવી સંખ્યાબંધ મેપ ગેમ્સ ઉપલબ્ધ છે, જેની મદદથી આપણે દુનિયાની ભૂગોળ વિશે આપણે કેટલુંક જાણીએ છીએ એ તપાસી શકીએ છીએ. જાણીએ આવી કેટલીક મજાની ગેમ્સ! આગળ શું વાંચશો? પોતાના દેશને જાણવાની અનોખી રીત ભારત વિશે તમે કેટલું નથી જાણતા? ગેમ કરતાં કંઈક વિશેષ ભારતની જિગ્સો...

લોકસભાનું ચૂંટણીતંત્ર

આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે લોકસભાની ચૂંટણીનો પહેલો તબક્કો શરુ થવામાં હશે કે શરુ થઈ ગયો હશે. આ ચૂંટણીમાં કુલ ૮૧.૪ કરોડ લોકો મત આપી શકશે (આખા યુરોપના બધા દેશોની કુલ વસતિ આના કરતાં ઓછી છે), વર્ષ ૨૦૦૯ની ચૂંટણીમાં આના કરતાં ૧૦ કરોડ ઓછા મતદાર હતા. ભારતમાં કુલ...

વર્લ્ડ વાઈડ વેબની ૨૫ વર્ષની સફર

માર્ચ મહિનામાં વર્લ્ડ વાઈડ વેબને ૨૫ વર્ષ થયાં, ત્યારે આખી દુનિયાને એકમેક સાથે સાંકળી રહેલું આ અજબ-ગજબ જાળું કેવી રીતે ગૂંથાયું એ જાણવું રસપ્રદ બનશે.  ૧૨ માર્ચ, ૧૯૮૯ બ્રિટિશ કમ્પ્યુટર વિજ્ઞાની ટીમ બર્નર્સ-લીએ યુરોપીયન સંગઠન સીઇઆરએન સાથે સંકળાયેલા વિશ્વભરના...

ઇન્ટરનેટ, કમ્પ્યુટર અને આપણી યાદશક્તિ

એક સમય એવો હતો જ્યારે લોકો પોતાની યાદશક્તિ માટે પોરસાતા. હવે યાદશક્તિ કરતાં, શોધશક્તિનું મહત્ત્વ વધી ગયું છે - કેમ કે વાંચીને યાદ રાખવાને બદલે શોધી લેવાની ટેવ વધી રહી છે! ઇન્ટરનેટની આપણા વાંચન અને વિચાર પર કેવી અસર થઈ રહી છે એ વિશે થોડા વિચારો…વર્ષો પહેલાંના સમયમાં,...

ફીડબર્નર શું છે અને તે નવી માહિતીના ઈમેઇલ અપડેટ ઈમેઇલ કેવી રીતે આપે છે?

સવાલ લખી મોકલનાર - રજનીકાંત સાપાવડિયા, ગામ ઘણાદ, તા. લખતર આપણે કોઈ પણ વેબસાઇટમાં ઈમેઇલ સબસ્ક્રિપ્શન કરીએ ત્યારે ફીડબર્નર દ્વારા સબસ્ક્રિપ્શન થાય છે. તો આ ફીડબર્નર શું છે અને તે નવી માહિતીના ઈમેઇલ અપડેટ ઈમેઇલ કેવી રીતે આપે છે તેની સંપૂર્ણ માહિતી આપશો. આપણે કોઈ પણ...

જો તમે સતત નવું શીખતા ન રહો તો…

આઇટી સ્ટુડન્ટ માટે રોલમોડેલ બની ગયેલા માઇક્રોસોફ્ટ કંપનીના નવા સીઇઓ તેમના પોતાના વિશે, પોતાની કંપની વિશે અને આપણા સૌ વિશે શું વિચારે છે? જાણીએ એમણે માઇક્રોસોફ્ટ કંપનીના તમામ એમ્પ્લોઇને મોકલેલા પહેલા ઈ-મેઇલમાંથી. આજનો દિવસ મને ૨૨ વર્ષ પહેલાંંનો માઈક્રોસોફ્ટ ખાતેનો મારો...

ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ કોન્ટેક્ટ લેન્સ

તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ છે? બેલ્જિયમની એક નોન-પ્રોફિટ સંસ્થા ‘ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફાઉન્ડેશન’ના વર્ષ ૨૦૧૩ના આંકડા કહે છે કે દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યાની દૃષ્ટિએ ભારત આખા વિશ્વમાં ચીન પછી બીજા નંબરે છે અને યુએસ ત્રીજા નંબરે છે. આ ત્રણેય દેશોની કુલ...

અસલી ચલણી નોટ કેવી રીતે પારખશો?

ભારતીય ચલણી નોટો આજકાલ ચર્ચામાં છે, અસલી-નકલી કારણોસર. નકલી નોટોના મોટા પડકારને પહોંચી વળવા રિઝર્વ બેન્ક વિવિધ પગલાં લઈ રહી છે, એમાંનું એક પગલું છે લોકજાગૃતિ કેળવતી એક ખાસ વેબસાઇટ. આગળ શું વાંચશો? આરપાર જોવાથી બનતી સખ્યા વોટરમાર્ક રંગબદલતી સંખ્યા ફ્લુરોસન્ટ રંગનો...

ગૂગલ આપણે જે સર્ચ કરીએ એ શોધી આપે છે. આ બધી માહિતી ગૂગલ પર કોણ મૂકે છે?

સવાલ લખી મોકલનારઃ નીતિન શાહ, ડોંબીવલી ટૂંકો જવાબ છે, આપણે સૌ! આપણે બધા જ ભેગા થઈને ગૂગલને જુદી જુદી માહિતી આપીએ છીએ, જે ગૂગલ શોધીને આપણી નજર સમક્ષ લાવી મૂકે છે! ગૂગલ અને તેના જેવાં બીજાં સર્ચ એન્જિનોએ એવી ટેક્નોલોજી વિક્સાવી છે જેની મદદથી, આવાં સર્ચ એન્જિનનાં...

ઇન્ફર્મેશન અને ટેકનોલોજીની દૃષ્ટિએ વીતેલું વર્ષ

કેવું રહ્યું ૨૦૧૩નું વર્ષ? એક શબ્દમાં કહેવું હોય તો... ઇન્ફર્મેશન ટેક્નોલોજીની દૃષ્ટિએ વર્ષ ૨૦૧૩ને એક શબ્દમાં વર્ણવવું હોય તો કયો શબ્દ સૌથી યોગ્ય ગણાય? આઇટી સાથે જેમને ડેવલપમેન્ટનો નાતો છે એવા લોકો ‘ક્ધવર્જન્સ’ જેવો કોઈ ભારેખમ શબ્દ બોલશે અને આપણા જેવા, જેમને આઇટી સાથે...

તમારી શાળામાં ગૂગલને એડમિશન આપવું છે?

બિઝનેસીઝ માટે હવે જે પેઈડ સર્વિસ છે, તે એપ્સ ગૂગલ શૈક્ષણિક સંસ્થાઓને બિલકુલ નિ:શુલ્ક આપે છે, જેની મદદથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકમેકના સીધા સંપર્કમાં રહીને, સાથે મળીને વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી શકે છે. આગળ શું વાંચશો? આ ગુગલ એપ્સ ફોર એજ્યુકેશન ખરેખર શું છે? અમારી...

કેટકેટલી જાતનાં કમ્પ્યુટરથી કન્ફ્યુઝડ?

આ અંક તમારા હાથમાં પહોંચ્યો તે પહેલાં, તમારા સુધી ખબર પહોંચી જ ગયા હશે કે ગૂગલની બહુ ગાજેલી ક્રોમબુક ભારતમાં પણ લોન્ચ થઈ ગઈ છે. તમે નેટ પર તેના વિશે ખાંખાંખોળાં કર્યાં હશે કે અખબારોમાં તેના વિશે અલપઝલપ વાંચ્યું હશે તો એક મુદ્દો ચોક્કસ તમારા ધ્યાન પર આવ્યો હશે - ગૂગલ...

ગૂગલ ક્રોમબુક : કમ્પ્યુટિંગનું ભાવિ, પણ સમયથી આગળ

ગૂગલની ‘કંઈક અલગ પ્રકારના કમ્પ્યુટર’ જેવી ક્રોમબુક આખરે ભારતમાં આવી ગઈ છે. ગૂગલનો સખ્ખત ઉપયોગ કરતા લોકો માટે તે ખૂબ ઉપયોગી છે, પણ સરેરાશ ભારતીય યુઝર માટે એ વિન્ડોઝ આધારિત લેપટોપનો વિકલ્પ બની શકે તેમ નથી. આગળ શું વાંચશો? ક્રોમ ઓએસ ક્રોમબુક આપણે કેટલી કામની? તો આખરે...

એક સફર આપણા મગજની અંદર

કેવી રીતે કામ કરે છે આપણું મગજ? તબીબી વિજ્ઞાન અત્યંત આગળ વધ્યું હોવા છતાં માણસના મગજનો હજી પૂરો તાગ મેળવી શકાયો નથી. આપણે જાણીએ મગજની પ્રાથમિક જાણકારી. અલ્ઝાઇમર એક એવો રોગ છે, જેમાં મગજના કેટલાક ચોક્કસ કોષને નુક્સાન પહોંચતાં વ્યક્તિ ધીમે ધીમે પોતાની સ્મૃતિ ખોઈ બેસે...

ટીવી ખરીદવા જતાં પહેલાં…

દિવાળીની સ્કીમ્સનો લાભ લઈને નવું ટીવી ખરીદવાનો વિચાર કરતા હો, પણ એલસીડી, એલઇડી અને પ્લાઝમા ટીવીમાં ગૂંચવાતા હો, તો અહીં વિવિધ વેબસાઇટ્સમાંથી તારવેલી માહિતી તમને ચોક્કસ કામ લાગશે આગળ શું વાંચશો? ટીવીની સ્ક્રીન સાઈઝ સ્ક્રીન રીઝોલ્યુશન ખાસયાદ રાખવાનો મુદ્દો એ કે......

તમે પણ બની શકો છો કી-બોર્ડના ખેરખાં

આજના સમયમાં ડિજિટલ ટાઇપિંગ શીખ્યા વિના લગભગ કોઈને ચાલે તેમ નથી. તમે એક-બે આંગળી વાપરીને, ધીમે ધીમે ટાઇપ કરીને કંટાળ્યા હો તો જાણી લો સાચી રીતે, ફટાફટ અને ચોક્સાઇથી ટાઇપ કરવાની પદ્ધતિ! આગળ શું વાંચશો? ટાઈપિંગની ખોટી રીત છોડો તમામ આંગળીઓનો ઉપયોગ કરો ટચ ટાઈપ શીખો તેરે...

ગુજરાતીમાં ઝડપી ટાઇપિંગ કઈ રીતે કરાય?

અંગ્રેજીમાં કી-બોર્ડ પર ફટાફટ ટાઇપિંગની ફાવટ આવી જાય તે પછીનો મુકામ છે ગુજરાતી, હિન્દી જેવી સ્થાનિક ભાષામાં પણ એટલી જ ઝડપ કેળવવાનો. આ કામ થોડું મુશ્કેલ એટલા માટે બને કે તેમાં આપણે અંગ્રેજી અક્ષરો લખેલા કી-બોર્ડની મદદથી ગુજરાતીમાં ટાઇપ કરવાનું હોય છે! ગુજરાતી...

ચાલો મંગળની સફર પર!

આ વિશાળ બ્રહ્માંડમાં પૃથ્વીની જેમ બીજા કોઈ ગ્રહ પર જીવન હશે? આ પ્રશ્ન સાથે એક જ ગ્રહનું નામ દિમાગમાં ઝબકે છે - મંગળ, માર્સ! વિશ્વના ઘણા દેશોના વિજ્ઞાનીઓ આ પ્રશ્નનો ઉત્તર મેળવવા મથતા હશે, પણ અમેરિકન સંસ્થા નાસા તેના આ પ્રયાસો અને તે દરમિયાન મળેલી જાણકારી સામાન્ય નાગરિક...

આ ઝીપ કે રાર ફાઇલ્સ શું છે?

ઈ-મેઇલના એટેચમેન્ટમાં કે કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કરતાં કમ્પ્યુટરમાં આવી પડેલી ઝીપ કે રાર ફાઇલ કેવી રીતે ઓપન કરવી તેની મૂંઝવણ છે? આવો સમજીએ આ પ્રકારની ફાઇલ્સના ઉપયોગની રીત. આગળ શું વાંચશો? ફાઈલ કે ફોલ્ડર કમ્પ્રેસ કરવા માટે કમ્પ્રેસ્ડ ફોલ્ડરમાંની ફાઈલ્સ એક્સ્ટ્રેક્ટ કરવા...

પેટમાં પહોંચીને સ્ટેટસ અપડેટ કરતી દવા!

ઇન્ફર્મેશન ટેક્નોલોજી આપણી આસપાસ તો વિસ્તરી જ રહી છે, હવે તે આપણા પેટની અંદર પણ પહોંચવા લાગી છે! દવા લેવાનું ભૂલી જતા દર્દીઓ માટે ઉપયોગી એવી, હજી વિકસી રહેલી આ ટેક્નોલોજી જાણવા જેવી છે. લગ્નની ચોરીમાંથી, સ્મશાનગૃહમાંથી કે છેવટે ટોઇલેટમાંથી લોકો ટ્વીટર કે ફેસબુક પર...

ગુજરાતમાંથી ગૂગલમાં

આખી દુનિયામાં એવી કંપની બહુ ઓછી હશે, જ્યાં કામ કરતા લોકોને વધુ સારી તકની આશામાં બીજી કોઈ કંપનીમાં જવાની જરુર ન લાગતી હોય. ફોર્બ્સ, ફોર્ચ્યુન, સીએએન, લિંક્ડઇન જેવી વિશ્વપ્રસિદ્ધ કંપનીઓ વર્ષોવર્ષ, વિશ્વવ્યાપી સર્વેક્ષણ કરીને નોકરી કરવા માટે વિશ્વની સૌથી સારી કંપનીઓની...

“સફળતા માટે ક્રિયેટિવ થિંકિંગ બહુ અગત્યનું છે’’

બોની પ્રજાપતિ (એલડીઆરપી ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રીસર્ચ ગાંધીનગર) હું લગભગ બીજા ધોરણમાં હતો ત્યારે મારા પપ્પા બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરવાળું કમ્પ્યુટર લાવેલા. કમાન્ડ પ્રોમ્પ્ટથી જ ચાલે. જેમની પાસેથી લીધું હતું એમણે થોડાક કમાન્ડ લખી આપેલા. ત્યારથી હું કમ્પ્યુટર...

“ગુજરાતી માધ્યમને લીધે મને કોઈ મુશ્કેલી નડી નહીં’’

વૈભવી દેસાઈ (ધીરૃભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ગાંધીનગર) અમારી કોલેજમાં એકાદ વર્ષથી ગૂગલ ડેવલપર ગ્રુપ કાર્યરત છે, જે અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ યોજે છે. તેમાંથી જ મને ગૂગલ વિશે ઘણું વધુ જાણવા મળ્યું અને જીએસએ પ્રોગ્રામની માહિતી મળી....

“લાઇફનો પહેલો જ ઇન્ટરવ્યૂ ક્રેક કર્યો, એ પણ ગૂગલનો!’’

હરનીતસિંહ સીતલ, (બાબરિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, વડોદરા) ગૂગલના ટેલિફોનિક ઇન્ટરવ્યૂની તૈયારી કરવા મેં કેટલાક સારા બ્લોગ સર્ફ કર્યા મને કેવા સવાલો પૂછાઈ શકે એની એક યાદી બનાવી. ગૂગલ ટીમ સાથેના ઇન્ટરએક્શન દરમિયાન મારે ફોકસ કરવા જોઈએ એવા કેટલાક મુદ્દાઓ પણ મેં નોંધી...

“ફેર ફક્ત ભાષાનો છે, બીજો કોઈ નહીં’’

કાવેરી ધવન (ફેકલ્ટી ઓફ આર્કિટેકચર, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા) ગૂગલ સ્ટુડન્ટ પ્રોગ્રામ અગાઉ એક ઓપન પ્રોગ્રામ હતો, પણ વિદ્યાર્થીઓના જબરજસ્ત પ્રતિભાવ પછી ગૂગલે પસંદગીની કોલેજોને પાંચ-પાંચ વિદ્યાર્થીઓ સૂચવવા કહ્યું અને તેમાંની પોતાના એમ્બેેસેડર પસંદ કરવાની પદ્ધતિ અપનાવી....

“અગાઉના અનુભવો કામ લાગ્યા’’

બ્રિજેશ પટેલ (એલડી કોલેજઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ) મારી ઇન્ટરનેટ સર્ફિંગ કરવાની આદતે મને ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર પ્રોગ્રામથી વાકેફ કરાવ્યો. મારા ટેલિફોનિક ઇન્ટરવ્યૂ દરમિયાન મને ૩-૪ ક્રોસ ક્વેશ્ચેન્સ પણ પૂછ્યા હતા, પણ મેં મારી બધી બેઝિક ઇન્ફર્મેશન પહેલેથી કાગળમાં નોટ...

“ખુદને શોધવાની કોશિશ કરો’’

હર્ષ નિષાર (ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ગાંધીનગર) મારી કોલેજના એક સિનિયર વિદ્યાર્થી ગયા વર્ષે જીએસએ હતા અને એમણે મને આ પ્રોગ્રામ વિશે જણાવ્યું. મારા માટે આ પહેલો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ હતો, જે બહુ સારો અનુભવ રહ્યો. ઇન્ટરવ્યૂ...

બ્લુ-રે ડિસ્ક (બીડી) શું છે?

જાણીતા બુક અને મ્યુઝિક સ્ટોર્સમાં હવે જોવા મળવા લાગેલી બ્લુ-રે ડિસ્કે ઘણા બધાનું ધ્યાન ખેંચ્યું છે. ઘણી બધી ફિલ્મ હવે બ્લુ-રે ડિસ્કમાં ઉપલબ્ધ થવા લાગી છે. સીડી અને ડીવીડી જેવી જ આ નવી બીડી સંગ્રહક્ષમતાની રીતે તેની બંને જોડીદાર કરતાં ઘણી વધુ દમદાર છે. ઓપ્ટિકલ ડિસ્કમાં...

એકનો અંત, અનેકનો આરંભ

વર્ષોજૂની તારસેવાનો આખરે ભારતમાં પણ અંત આવી રહ્યો છે, કારણ છે આંખના પલકારામાં, આંગળીના હળવા ઇશારે અને લગભગ બિલકુલ મફતમાં સંદેશા આપલે કરી આપતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીઝ! આગળ શું વાંચશો? ફ્લેશબેકઃ ટેલિગ્રામ અને ટેલિગ્રામ ઉર્ફે તાર નજીકનો ભૂતકાળઃ ઈન્ટરનેટ પર ઈન્સ્ટન્ટ...

ગૂગલનો આકાશી તુક્કો કે દૂરગામી તીર?

લોકોની કલ્પનાની કામ ન કરે એવું કંઈક કરીને સતત સમાચારમાં રહેવું એ ગૂગલની જાણે આદત બની ગઈ છે. સર્ચ એન્જિનથી શરુઆત કરનારી આ કંપનીએ હવે આખી દુનિયામાં સૌથી ઓછા ખર્ચે ઇન્ટરનેટ કનેક્ટિવિટી શક્ય બનાવવાનું બીડું ઝડપ્યું છે. ગૂગલનું આ નવું સાહસ સફળ થશે તો બહુ ઝડપથી દુનિયાની...

ડાઉનલોડ કરો, સાવધાનીથી

આગળ શું વાંચશો? આખી વાત ઉદાહરણથી સમજીએ ઓફિશિયલ સાઈટ પરથી ડાઉનલોડ કરતી વખતે... માલવેર ઘૂસી જ જાય તો શું કરવું? છેલ્લા થોડા સમયથી, તમારા ઇન્ટરનેટ બ્રાઉઝરનું હોમપેજ વારંવાર બદલાઈ જાય છે? તમે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ કે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં આપેલા સર્ચ બોક્સમાં કોઈ કીવર્ડ્સ...

ઉકેલો પૃથ્વીનાં અનેક રહસ્યો

આખું મેગેઝિન વંચાઈ ગયું? તો બધાં પાનાં ફરી ઉથલાવો, કરો રિવાઇન્ડ! આપણી પરંપરા પ્રમાણે, લગભગ દરેક પેજમાં છેક નીચે જુદાં જુદાં વાક્યો આપેલાં છે. તમે એ બધાં પર છૂટીછવાઈ નજર ફેરવી હશે તો કંઈ સમજ પડી નહીં હોય, ઉલટાની ગૂંચવણ થઈ હશે - શું છે આ બધું?! વાસ્તવમાં, આ અંકમાં...

કંઈક જુદું, કંઈક અનોખું!

આખો અંક પૂરો? હા કહેશો તો એ અર્ધસત્ય હશે! અંકનાં બધાં પેજ વંચાઈ જાય એવું બને, પણ તોય એમાં અજમાવી જોવાનું તો ઘણું બધું બાકી રહે. એ ઉપરાંત, આપણી કાયમી પરંપરા મુજબ, આ અંકમાં પણ મોટા ભાગનાં પેજ પર નીચે એક લિંક આપી છે. આ વખતે વેકેશનને ધ્યાનમાં રાખીને, કોઈ એક ચોક્કસ વિષય...

ટાઇટેનિકની સફર – ઇન્ટરનેટ પર

૧૪-૧૫ એપ્રિલ, ૧૯૧૨ની મધરાતે ડૂબેલી આરએમએસ ટાઈટેનિક આજે પણ અનેક રીતે ઈન્ટરનેટ પર તરતી રહી છે. આગળ શું વાંચશો? ટાઈટેનિકની ઈન્ટરએક્ટિવ ટાઈમલાઈન ટાઈટેનિક ટાઈમ મશીન કેવી હતી ટાઈટેનિકની રચના ટાઈટેનિક દુર્ઘટનાના ૧૦૦ વર્ષ પછી નેશનલ જ્યોગ્રાફિકની સાઈટ પર આ બધું પણ તપાસી જુઓ....

વિશ્વને જાણો, નકશા પર

તમે ભારતના નકશામાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનું સ્થાન બતાવી શકો? "એમાં કઈ મોટી વાત છે એમ કહેતાં પહેલાં વિચારજો! ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર્ વગેરે તો ઠીક છે, પણ મિઝોરમ, નાગાલેન્ડ વગેરેમાં ગોથાં ખાવાની પૂરી શક્યતા છે. ઉપરાંત, ભારતનો નકશો એ તો આખા વિશ્ર્વના...

ક્વિક ક્લિક્સ

ટૂંકાક્ષરી શબ્દોનું ફટાફટ જાણો ફૂલ ફોર્મ ISRO, IIMA, NASA, BBC, GMT, GPS રોજબરોજના વાંચનમાં આવા તો કેટલાય ટૂંકાક્ષરી શબ્દો તમારી સામે આવતા હશે. કેટલાકનું ફૂલ ફોર્મ આપણે જાણતા હોઈએ તો કેટલાકમાં પાકી સ્પષ્ટતા ન હોય. આવે સમયે, ગૂગલિંગ કરી લેવાની તેની લાંબીલચક સમજણ તો મળી...

સવાલ-જવાબોની મજાની દુનિયા

જેમને શીખવાની કે શીખવવાની સાચી ધગશ છે એમને માટે ઇન્ટરનેટ પર પાર વગરની સર્વિસીઝ ઉપલબ્ધ છે. વિકિપીડિયા પ્રકારની, પણ સ્વરુપમાં તેનાથી સાવ જુદી એક સર્વિસ - ક્વિઝલેટ - તેમાંની એક છે. આગળ શું વાંચશો? ક્વિઝલેટનો ઉપયોગ કઈ રીતે કરશો? ક્વિઝલેટની મજા કઈ રીતે લેશો? ઉંમર હતી ૧૫...

પૃથ્વીની સૌથી ઊંડી જગ્યાએ ડૂબકી

બરાબર એક વર્ષ પહેલાં જાણીતા ફિલ્મ સર્જક જેમ્સ કેમેરુને મહાસાગરના તળિયા સુધી પહોંચતી ડૂબકી લગાવી હતી. ઇન્ટરનેટ પર આપણે આ ડૂબકી વિશે તલસ્પર્શી માહિતી મેળવી શકીએ છીએ. આગળ શું વાંચશો? મહાસાગરોનાં મહાવિસ્મયો વધુ માહિતી માટે જુઓ તમે અત્યારે આ લેખ વાંચી રહ્યા છો તેના બરાબર...

પાયાના સવાલો જવાબ આપતા વીડિયો

આખો અંક વંચાઈ ગયો? તમે ભલે એમ માનતા હો, પણ હજી તો ઘણું બધું વધુ જાણવાનું બાકી છે! અંકનાં બધાં પાનાં રિવાઇન્ડ કરો. લગભગ દરેક પાને નીચે  એક સવાલ વાંચવા મળશે. કોપી-પેસ્ટ કેમ કરાય? બ્લોગ કેવી રીતે બનાવાય? મજબૂત પાસવર્ડ કેવી રીતે સેટ કરાય? વગેરે વગેરે. તમે કમ્પ્યુટર અને...

વર્ષ ૨૦૧૨માં ઇન્ટરનેટ : આંકડાની નજરે

ઇન્ટરનેટ પર દરરોજ કેટકેટલુંય બનતું રહે છે. ઇમેઇલ્સ, સોશિયલ સાઇટ્સ પર અપડેટ્સ, વીડિયો અને ફોટો અપલોડ, સ્માર્ટફોન પર ઇન્ટરનેટનો વપરાશ... આ બધી બાબત વાસ્તવમાં કેટલા મોટા પાયે બની રહી છે એ દર્શાવતા કેટલાક આંકડા ઇન્ટરનેટ પર એક સાથે કેટકેટલું બને છે! અસંખ્ય લોકો એકબીજાને કે...

આકાશને ચૂમતી ઇમારતોની દુનિયા

તમે સિવિલ એન્જિીયરિંગ સાથે સંકળાયેલા હો કે ન હો, દુનિયાની અજાયબી જેવાં સ્કાયસ્ક્રેર્સ વિશે જાણવામાં તમે રસ હોય તો અહીં આપેલી કેટલીક સાઇટ્સ તેની ઇન્ટરએક્ટિવ અનુભવ આપે છે. હજી એકાદ દાયકા પહેલાં, વર્ષ ૨૦૦૧માં મલેશિયામાં પેટ્રોનાસ ટાવર્સ નામે બનેલે જોડિયા ટાવરને દુનિયાના...

ગૂગલ સર્ચનું ભાવિ બદલી નાખશે?

અત્યાર સુધી ગૂગલ સર્ચ એન્જિન આપણે જે સર્ચ કરીએ એ શબ્દો જ પકડી શકતું હતું. હવે નવી ટેક્નોલોજીના પ્રતાપે તે આ શબ્દોના અર્થ અને તેને સંબંધિત બીજી કેટલીય વાતો સમજી શકે છે. ગયા વર્ષે ગૂગલે તેના સર્ચ એન્જિનમાં એક નવી સુવિધા ઉમેરી હતી - ગૂગલ નોલેજ ગ્રાફ. પહેલી નજરે, આ સુવિધા...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક ઈ-પહેલ

આપણે અવારનવાર અખબારમાં એક ખૂણે ટચૂકડા ફોટોગ્રાફ સાથે ‘પીએચ.ડી. થયા’ એવા શીર્ષક સાથેના સમાચાર પર નજર ફેરવી બીજા સમાચારો તરફ આગળ વધી જઈએ છીએ, પણ ડોક્ટર ઓફ ફિલોસોફીની પદવી મેળવનારી એ વ્યક્તિએ કેટલી મહેનતથી કેવું સંશોધન કર્યું હશે એનાથી તદ્દન અજાણ રહી જઈએ છીએ. સૌરાષ્ટ્ર...

સાયબરજગતની ચિત્રાત્મક રજૂઆત

ઇન્ટરનેટ પર વિવિધ વિષયોના ઇન્ફોગ્રાફિક્સની ભીડ જામવા લાગી છે એ તો આપણે જાણીએ છીએ. એક સાઇટ પર, ખુદ ઇન્ટરનેટના પોતાના વિઝ્યુઅલાઇઝેશનનો પ્રયોગ શરુ થયો છે. આ દુનિયા અજબ ગજબના લોકોથી ભરેલી પડી છે, જે પોતાના શોખ અને રસના વિષયમાં ખાસ્સા એવા ઊંડા ઊતરી શકે છે અને ઇન્ટરનેટના...

આવી રહેલી ટેક્નોલોજીની ઝલક

અખબારોમાં ભાવિ ટેક્નોલોજીની કપોળ કલ્પનાઓ વિશે વાંચીને તમને સંતોષ ન થતો હોય અને અલગ અલગ ક્ષેત્રમાં કેવી ટેક્નોલોજી વિકસશે અને તેની કેવી અસર થશે તેની તર્કબદ્ધ માહિતી મેળવવી હોય તો આ સાઇટ તમારે જોવી જ રહી. રસોડામાં રોબોટ શાકભાજી સમારી આપશે કે માણસ પાંખ વગર હવામાં ઊડી...

સમજીએ કમ્પ્યુટરની રેમ અને હાર્ડ ડિસ્ક

કમ્પ્યુટર જેનો વ્યવસાય નથી એમને રેન્ડમ એક્સેસ મેમરી અને હાર્ડ ડિસ્ક ડ્રાઇવ વચ્ચે ગૂંચવણ થઈ શકે છે. અહીં આપેલી પ્રાથમિક સમજ મદદરુપ થશે. નવું કમ્પ્યુટર ખરીદવાનું વિચારતા હો ત્યારે કે જૂનું કમ્પ્યુટર બહુ ધીમું ચાલતું હોય ત્યારે તેને અપગ્રેડ કરવા માટે કોઈ ઓળખીતા કમ્પ્યુટર...

સચીન તેંડુલકરની વિદાય વખતના વક્તવ્યમાંથી સાત જીવનલક્ષી અને આર્થિક બોધપાઠ

આપણી આસપાસ એવું ઘણું બધું બનતું રહે છે, જે જીવનભરની શીખ આપે એવું હોય છે. સચીનની નિવૃત્તિ સમયની અદભુત સ્પીચ એવી એક બાબત હતી. ‘ધ ફાઇનાન્શિયલ લિટરેટ્સ’ નામનો લોકપ્રિય બ્લોગ લખતા હેમંત બેનીવાલે આ સ્પીચમાંથી જીવનોપયોગી મુદ્દાઓ તારવ્યા છે. તેમની મંજૂરી અને ઋણસ્વીકાર સાથે,...

ઇન્ટરનેટની સાઇઝ કેટલી?

આખા ઇન્ટરનેટ પર જેટલી માહિતી છે એની કાગળ પર પ્રિન્ટ આઉટ કાઢીએ તો એ કેટલા વિસ્તારમાં પથરાય? આ ઇન્ટરનેટ, આમ સાઇઝની રીતે જોવા જઈએ તો કેટલુંક મોટું હશે? કંઈ અંદાજ આવે છે? લગભગ તો, આપણે આવો સવાલ થાય નહીં અને થાય તો થોડો સમય માથુ ખંજવાળી, કેટલા દેશ અને દરેકમાંની ઇન્ટરનેટ પર...

મમ્મી-પપ્પાને ગમશે!

મેગેઝિન પૂરું? બધાં પેજ વંચાઈ ગયાં? તો હવે સમય છે પેજીસ રિવાઇન્ડ કરવાનો. દરેક પેજ નીચે આપેલા સવાલો વાંચો. ઘણા ખરા સાવ બેઝિક સવાલો છે, જેમ કે દરિયો ખારો કેમ છે? તમને એના જવાબો કદાચ ખબર પણ હશે, પણ તમે દિલથી વિચારજો - દરેક સવાલના તમને સાવ સાચા જવાબ આવડે છે? આવો સવાલ...

મેઘધનુષ અને વિજ્ઞાનના બીજા અનેક રંગો

ફરી ચોમાસાના આહલાદક દિવસો આવી પહોંચ્યા છે! કુદરતનાં અનેકવિધ પાસાં અને રંગ (આંખે દેખાય એ અને દિલમાં ઉતરે એ પણ!) માણવાની શ્રેષ્ઠ ઋતુ છે આ! હવે વાત મુદ્દાની. ચોમાસામાં આપણે અવારનવાર મેઘધનુષ જોઈ શકીએ છીએ એ પ્રકાશનાં કિરણો અને વરસાદનાં ફોરાંની રમત છે એ તો આપણે જાણીએ છીએ,...

જિજ્ઞાસાને જીવતી રાખવી હોય તો…

ફરી એક વાર સમય આવી ગયો છે આખા મેગેઝિનનાં બધાં પાનાં રિવાઇન્ડ કરવાનો! જુદા જુદા લેખ વાંચતી વખતે જો તમારું ધ્યાન ખેંચાયું હોય તો તમે જોયું હશે કે લગભગ દરેક પેજમાં નીચે એક એક લિંક આપેલી છે. તેના છેડે લખેલી ચીજવસ્તુ આપણી રોજબરોજના ઉપયોગની છે, પણ એ કેવી રીતે બને છે એ વિશે...

વાંચનની વૃત્તિ કેળવવી પડે છે

માણસમાં વિચાર કરવાની ક્ષમતા છે, પણ તેથી કાંઈ દરેક માણસ વિચાર કરે જ છે એવું નથી. વિચાર કરવામાં વાંચન સહાયક નીવડે છે. વાંચનથી આપણને અનેક વિચારબિંદુઓ મળે છે, આપણી માહિતી વધે છે, જીવન વિશેની આપણી સમજને વાંચન વધારે છે. જીવનની વિવિધ સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય એ વિશેનું...

ગૂગલ સર્ચ કેવી રીતે કરે છે?

આપણે ગૂગલના સર્ચ બોક્સમાં કંઈક લખીએ અને તરત જ ગૂગલ એ શબ્દ ધરાવતાં અસંખ્ય પેજીસની યાદી આપણી સામે મૂકે છે, જે મોટા ભાગે આપણે ઇચ્છતા હોઈએ એ જ બતાવે. અવું કઈ રીતે થાય છે? વેજ પેજીસમાં શોધ : ગૂગલ સર્ચ એન્જિન તેની આગવી ટેક્નોલોજીથી ઇન્ટરનેટ પરનાં અબજો પેજીસનો ઇન્ડેક્સ કરતું...

સફરની આજ સુધીની સફર

વાચકોની રુચિને અનુસરવું એ નહીં, પણ બદલાતા સમયની જરૂરિયાત મુજબ વાચકોની રુચિ કેળવવી એ અખબારનો પાયાનો ધર્મ છે. વર્ષ ૨૦૦૭ સુધીમાં ખાસ્સી લોકપ્રિય થઈ ગયેલી ‘દિવ્ય ભાસ્કર’ની બુધવારની ‘કળશ’ પૂર્તિને નવું સ્વરૂપ આપવાનું નક્કી થયું અને નવું સ્વરૂપ કેવું હોવું જોઈએ એનાં...

Pleases don`t copy text!