પ્રિન્ટ કમ્યુનિકેશનમાં ટાઇપોગ્રાફી એક બહુ મહત્ત્વનું પાસુ છે. કોઈ પણ ડિઝાઇન કે લખાણમાં વપરાયેલા શબ્દો કે અક્ષરોના મરોડ ઘણું બધું કહી જતા હોય છે. ટાઇપોગ્રાફી માત્ર ડિઝાઇનર કે આર્ટિસ્ટનો વિષય છે એવું માનવાની ભૂલ કરશો નહીં.
નોકરી મેળવવા માટે બાયોડેટા મોકલનાર ઉમેદવાર જો કોમિક સાન્સ ફોન્ટમાં પોતાનું લખાણ ટાઇપ કરીને મોકલે તો તેને લગભગ કોઈ કંપની ઇન્ટરવ્યૂ માટે બોલાવે નહીં કેમ કે આ ફોન્ટ સામાન્ય રીતે બાળકો માટેની ડિઝાઇન્સમાં ઉપયોગમાં લેવાય છે!
આપણે ટાઇપોગ્રાફી સંબંધિત વિવિધ પાસાં સમજીએ.
આગળ શું વાંચશો?
- ટાઇપફેસ અને ફોન્ટ
- સેરિફ, સાન્સ-સેરિફ
- એલાઇનમેન્ટ
- ટ્રેકિંગ, લીડિંગ અને કર્નિંગ