Home Tags Amazing web

Tag: amazing web

ડેટાનો મહાસાગર: મશીન લર્નિંગથી 1.4 અબજ ચોરસ માઇલ્સ પર બાજ નજર!

ઇન્ટરનેટ અને ડેટા ટેક્નોલોજીનો ઉપયોગ આપણને દેખાય છે એટલો સીમિત નથી. આખી દુનિયાના મહાસાગરોમાં ચોરીછૂપીથી માછીમારી કરતાં જહાજોને પકડી પાડવામાં પણ તે ઉપયોગી છે. પશ્ર્ચિમમાં એશિયા -ઓસ્ટ્રેલિયા અને પૂર્વમાં અમેરિકા વચ્ચે પારાવાર ફેલાયેલા વિશ્વના સૌથી વિશાળ અને સૌથી ઊંડા મહાસાગર પ્રશાંત મહાસાગરની લગભગ વચ્ચોવચ્ચ કિરીબાટી નામનો એક ટચૂકડો દેશ આવેલો છે. દેશની વસતી માંડ ૧ લાખ ૧૦ હજાર જેટલી છે. ટાપુ પર વસેલા આ દેશની આસપાસના વિસ્તારને યુનેસ્કોએ ‘ફિનિક્સ આઇલેન્ડ પ્રોટેક્ટેડ એરિયા’ તરીકે જાહેર કર્યો છે અને તે યુનેસ્કોની સૌથી વિશાળ વર્લ્ડ હેરિટેજ મરીન સાઇટ છે....

સંસદની સફર

લોકશાહી દેશની સંસદની વેબસાઇટ કેવી હોવી જોઈએ એ સમજવા આ સાઇટ જોવી રહી! આપણો ગણતંત્ર દિવસ નજીકમાં જ છે. આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે ભારતીય સંસદનું શિયાળુ સત્ર પૂરું થવામાં હશે. હવે બધા સાંસદો અને રાજકીય પક્ષોનું ધ્યાન લોકસભાની આગામી ચૂંટણી પર કેન્દ્રિત છે. થોડા મહિનામાં, તમે તમારો અમૂલ્ય મત આપશો અને કહેશો કે તમારા મતે, તમારા પ્રતિનિધિ તરીકે દેશની રાજધાનીના સંસદ ભવનમાં, લોકસભામાં બેસવા માટે સૌથી યોગ્ય ઉમેદવાર કોણ છે. આપણે એ ઉમેદવારને જ્યાં મોકલીએ છીએ એ દિલ્હીમાંનું સંસદ ભવન કેવું છે? આપણે દિલ્હી...
video

લાખો ફોટોઝનું ડિજિટાઇઝેશન

ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારે તેના ૫૦-૭૦ લાખ ફોટોને ડિજિટલ બનાવવાનું શરૂ કર્યું છે બે ઘડી મન શાંત કરીને આ સવાલનો જવાબ આપો - તમારી પાસે તમારા પરિવારના કેટલાક ફોટોગ્રાફ્સ હશે? સાવ કાચો અંદાજ માંડો તો પણ આંકડો હજારમાં તો હશે જ. એમાંના ઘણા હાર્ડ કોપી સ્વરૂપે હશે અને જે ડિજિટલ સ્વરૂપે હશે તે પણ સ્માર્ટફોન, પીસી અને ક્લાઉડમાં વિખરાયેલા પડ્યા હશે. હવે વિચાર કરો કે જેની પાસે લાખો ફોટોગ્રાફ્સ હોય, એ એને કેવી રીતે સાચવે? ૧૬૭ વર્ષ વહેલાં સ્થપાયેલા અમેરિકાના ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારની ઓફિસમાં,...

ઇવેન્ટ્સનું લાઇવ ટ્રાન્સમિશન કેવી રીતે થાય છે?

સ્પોર્ટ્સ મેચનું જીવંત પ્રસારણ જોવા માટે લોકો ટીવીને બદલે ઇન્ટરનેટ તરફ વળી રહ્યા છે, ત્યારે આવો જાણીએ સ્ટેડિયમથી આપણા સ્ક્રીન સુધીની સફરના વિવિધ તબક્કા. વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ સ્ટેડિયમમાં રમાતી ક્રિકેટ મેચ કે ફૂટબોલ મેચનું લાઇવ ટીવી બ્રોડકાસ્ટિંગ આપણે ઘેર બેઠાં જોઈ શકીએ છીએ અને પીસી/લેપટોપ કે સ્માર્ટફોનના સ્ક્રીન પર તેનું સ્ટ્રીમિંગ પણ જોઈ શકીએ છીએ. તેની પાછળ ટેકનોલોજીની અનેક કરામત અને સંખ્યાબંધ લોકોની મહેનત સમાયેલી હોય છે. આપણે આ સમગ્ર પ્રક્રિયાના વિવિધ તબક્કા ટૂંકમાં જાણીએ. લાઇવ શૂટિંગ દેખીતું છે કે જે તે મેચના સ્ટેડિયમમાં પહેલેથી ગોઠવાયેલા...

શું છે આ હાયપરલૂપ?

આપણે હજી અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનની વાતો કરી રહ્યા છીએ ત્યારે તેનાથી ચાર ગણી, હા, ચાર ગણી સ્પીડ ધરાવતી મુંબઈ-પૂણે વચ્ચે ‘હાયપરલૂપ’ નામની બિલકુલ નવા પ્રકારની પરિવહન વ્યવસ્થાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં છેલ્લા ઘણા સમયથી આખી દુનિયાને હાયપરલૂપના આ વિચારે ઘેલું લગાડ્યું છે. આપણે હાયપરલૂપનાં વિવિધ પાસાં સમજીએ. વર્ષ ૨૦૧૦ના અરસામાં અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં  ‘હાઇ સ્પીડ’ રેલ પ્રોજક્ટને મંજૂરી મળી ત્યારે આ પ્રોજેક્ટની વિગતો જાણીને,  અવકાશ ક્ષેત્રે સંશોધનો કરતી ‘સ્પેસએક્સ’ અને ઓટો ઉદ્યોગમાં નવી ક્રાંતિ લાવી રહેલી ‘ટેસ્લા’ કંપનીના વડા એલન મસ્ક નિરાશ...

હવે ક્રિકેટમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

ક્રિકેટમાં અત્યારે કોઈ બોલર બોલિંગ કરતો હોય ત્યારે તેના દરેક બોલની સ્પીડ કેટલી હતી અને પીચ પર બોલે ક્યાં ટપ્પો ખાધો અને ત્યાંથી ઉછળીને કેટલે ઊંચે ગયો તે આપણે સ્ક્રીન પર સચોટ રીતે જોઈ શકીએ છીએ. એલબીડબલ્યુની અપીલ વખતે જજમેન્ટ થર્ડ અમ્પાયરને સોંપવામાં આવે ત્યારે બોલ પીચ પરથી ઉછળીને વિકેટ પર ગયો હોત કે નહીં તે જાણવા માટે બેટ્સમેનની આરપાર જતો હોય એ રીતે બોલનો પાથ સ્ક્રીન પર જોઈ શકાય છે. પરંતુ બેટસમેન જ્યારે બોલને ફટકારે ત્યારે બેટ અને બોલ વચ્ચે શું થાય છે તેની...

ટેલિ-મેડિસિનથી રણમાં સ્વાસ્થ્યસેવા

ટેલિ-મેડિસિન - આ શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ, પણ એ વાસ્તવમાં કામ કેવી રીતે કરે છે એ સમજવું હોય તો આપણે કચ્છના નાના રણની કાંધીએ આપેલા ખારાઘોડા અને તેના જેવાં બીજાં ગામોમાં જવું પડે. આ ગામોમાં, અમદાવાદના કેટલાક સેવાભાવી લોકો અને ડોકટર્સે શરૂ કરેલી ‘સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ’ નામની એક સંસ્થા દ્વારા છેલ્લા થોડા મહિનાથી ટેલિ-મેડિસિન સેવા શરૂ કરવામાં આવી છે. રણકાંઠાના ગામલોકો જેને ‘ટીવીવાળા ડોકટર’ની સેવાઓ કહે છે તે ટેલિ-મેડિસિ સેવા એ પણ બતાવે છે કે ટેક્નોલોજી લોકોના જીવનમાં કેવું પરિવર્તન લાવી શકે છે. સેતુ ચેરિટેબલ...

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પૂરની આગાહી

ભારતમાં ચોમાસું હંમેશા અણધારી મુસીબતો લાવતું હોય છે. કેરળમાં ભારે પૂર પછી વિદાય લઈ રહેલાં ચોમાસા દરમિયાન કેરળ અને ઉત્તર ભારતમાં ફરી પૂર પ્રકોપ સર્જાયો છે. પૂરને કારણે વધુ નુકસાન થવાનું કારણ એ છે કે પૂરની સચોટ આગાહી થઈ શકતી નથી. વિશ્વમાં દર વર્ષે અંદાજે ૨૫ કરોડ લોકોને પૂરની ગંભીર અસર પહોંચતી હોય છે અને અબજો રૂપિયા-ડોલરનું નુકસાન થતું હોય છે. ભારતમાં આ સ્થિતિના નિવારણ માટે ભારત સરકાર અને ગૂગલ સાથે મળીને એક નવો પ્રયાસ કરી રહ્યા છે. જે મુજબ ભારત સરકાર તરફથી વરસાદના ઐતિહાસિક...

ઇન્ટરનેટનું સાકાર સ્વરૂપ : ડેટા સેન્ટર

ઇશ્વર અને ઇન્ટરનેટ. બંને અત્ર, તત્ર, સર્વત્ર હોવા છતાં આપણે કોઈ ઠેકાણે આંગળી મૂકીને બેમાંથી કોઈની હાજરી બતાવી શકીએ નહીં! જોકે જેમ મંદિરમાં મૂર્તિ બતાવીને આપણે કહી શકીએ કે અહીં ઇશ્વર વસે છે, એમ ઇન્ટરનેટની ક્યાંય હાજરી બતાવવી હોય તો આપણે ડેટા સેન્ટર તરફ આંગળી ચીંધી શકીએ. રોજેરોજ આપણે ઇન્ટરનેટનો સતત ઉપયોગ કરતા હોવા છતાં તેનું આખું તંત્ર કેવી રીતે ચાલે છે એ વાત ઘણે અંશે આપણી નજર બહાર રહે છે. ‘સાયબરસફર’ના ફેબ્રુઆરી ૨૦૧૫ અંકમાં ઇન્ટરનેટનો ડેટા મહાસાગરોના તળિયે બિછાવેલા સબમરીન કેબલ્સની મદદથી કેવી રીતે હજારો...

ડરામણો ડેટા – બિગ ડેટા

સ્માર્ટફોનને પ્રતાપે, હવે આપણી દરેક હીલચાલ ‘કોઈ’ જુએ છે. આ રીતે તૈયાર થતો બિગ ડેટા ફક્ત આપણા માટે નહીં, દેશની સલામતી સામે પણ મોટું જોખમ ઊભું કરી શકે છે. જાણો કઈ રીતે. લેખક ઇન્ફર્મેશન ટેકનોલોજીના ફિલ્ડમાં ૧૯૯૨થી કાર્યરત છે. ૨૦૦૮ સુધી નોકરી કર્યા પછી એમણે સ્વતંત્ર કન્સલ્ટન્ટ તરીકે કાર્ય કરવાનું શરૂ કરેલ છે. દેશ-વિદેશનાં વિવિધ સ્થળો પર રહીને કાર્ય કરવાનો અનુભવ મેળવ્યા પછી હાલ તેઓ અમદાવાદ સ્થાયી થઈને દેશ અને દુનિયામાં મુખ્યત્વે ટ્રેનિંગ, આઈટી સ્ટ્રેટેજી અને મેનેજમેન્ટ કન્સલ્ટિંગમાં પ્રવૃત્ત છે. આગળ શું વાંચશો? બિગ ડેટા એટલે...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.