નવી ટેક્નોલોજીના પ્રતાપે, હવે મહાસાગરોની સફાઈના પ્રયાસો પણ શક્ય બન્યા છે.
થોડા સમય પહેલાં ચીનના પ્રમુખની ભારતની મુલાકાત દરમિયાન, વહેલી સવારે દક્ષિણ ભારતના દરિયા કિનારે પ્લાસ્ટિકની બોટલ્સ વીણતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો ખાસ્સો વાયરલ થયો હતો.
વડાપ્રધાનના આ પગલાંથી સમુદ્રકાંઠે અને સમુદ્રમાં ઠલવાતા પ્લાસ્ટિકના કચરા વિશે પણ સારી એવી ચર્ચા જાગી હતી. ‘સાયબરસફર’ના જૂન ૨૦૧૮ અંકમાં આપણે વિશ્વના મહાસાગરોમાં વધી રહેલા પ્લાસ્ટિકના પ્રદૂષણ વિશે વિગતવાર માહિતી મેળવી હતી.