Home Tags Smart working

Tag: smart working

વર્ડ ડોક્યુમેન્ટને અલગ અલગ રીતે જોવાની પદ્ધતિઓ જાણો

માઇક્રોસોફ્ટ વર્ડ આપણને એક કે તેથી વધુ ડોક્યુમેન્ટને જુદી જુદી ઘણી રીતે જોવાની સુવિધા આપે છે, જે આપણું કામ સરળ અને ઝડપી બનાવી શકે છે. માઈક્રોસોફ્ટ વર્ડમાં તમે કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હો ત્યારે તમારું કામ સરળ બનાવવા માટે તમે ડોક્યુમેન્ટને  જુદી જુદી ઘણી રીતે જોઈ શકો છો. આ દરેક રીતના જુદા જુદા ફાયદા છે, તમને કઈ રીત વધુ અનુકૂળ રહેશે તેનો બધો આધાર તમારી જરૂરિયાત પર છે! વિન્ડોઝમાં મથાળાની રિબનમાં ‘વ્યૂ’ ટેબમાં જતાં આપણને ડોક્યુમેન્ટના વ્યૂ સંબંધિત વિવિધ વિકલ્પો મળે છે. આ વિકલ્પો મુખ્યત્વે...

હવે જીમેઇલની બહાર ગયા વિના, મેઇલમાંથી જ એક્શન!

ઇન્સ્ટન્ટ મેસેજિંગ સામેની હરીફાઇમાં ટકી રહેવા જીમેઇલમાં એક પછી એક નવાં ફીચર ઉમેરાઈ રહ્યાં છે, આ લેટેસ્ટ ફીચર ઇ-માર્કેટિંગ કરતી કંપનીઝને વધુ કામ લાગે તેમ છે. પાંચ-દસ વર્ષ પહેલાં આપણે જે રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા અને આજે જે રીતે કરીએ છીએ એ બંનેમાં બહુ મોટાં પરિવર્તનો આવી ગયાં છે. ઇન્ટરનેટ પર આપણે જુદી જુદી સાઇટ સર્ફ કરીએ, વીડિયો જોઈએ, શોપિંગ કરીએ, સોશિયલ મીડિયા પરનું કન્ટેન્ટ શેર કે સેવ કરીએ, ક્લાઉડ સ્ટોરેજમાંની ફાઇલ્સમાં કોઈ ફાઇલ પર કામ કરતી વખતે તેમાં કમેન્ટ કરીએ... આ બધામાં છેલ્લાં થોડાં...

જીમેઇલનો બેકઅપ કેવી રીતે લેશો?

સવાલ લખી મોકલનારઃ ચંદ્રકાન્તભાઈ એન. દોશી, મુંબઈ આજના સમયમાં રોજિંદા કમ્યુનિકેશન માટે ઈ-મેઇલનું સ્થાન ઇન્સ્ટન્ટ મેસેજિંગે લઇ લીધું છે તેમ છતાં બિઝનેસ સંબંધી કામકાજ માટે અને પ્રમાણમાં મોટી ફાઇલ્સની આપ-લે માટે હજી પણ ઇ-મેઇલનો ઉપયોગ અનિવાર્ય છે.  ઉપરાંત, વોટ્સએ જેવી સર્વિસની સરખામણીમાં ઈ-મેઇલમાં આપણા કમ્યુનિકેશનનો રેકોર્ડ વધુ વ્યવસ્થિત રીતે સચવાઈ શકે છે. જો તમે જી-મેઇલનો ઉપયોગ કરતા હો તો તેમાં ૧૫ જીબી જેટલી સ્પેસ મળે છે પરંતુ આ સ્પેસ આપણા જી-મેઇલ, ગૂગલ ડ્રાઇવ તથા ગૂગલ ફોટોસ વચ્ચે વહેંચાયેલી છે. થોડા વર્ષ પહેલાં ૧૫ જીબી પૂરતી સ્પેસ ગણાતી...

લેપટોપમાં ટચપેડના પાવરયૂઝર બનો

લગભગ આપણને સૌને લેપટોપનું ટચપેડ, માઉસ જેટલું સહેલું અને સુવિધાજનક લાગતું નથી. માઇક્રોસોફ્ટ ‘પ્રિસિઝન ટચપેડ’થી આ કસર પૂરી કરવા માગે છે. જો તમારા રોજિંદા કામકાજ માટે સ્માર્ટફોન કાફી ન હોય અને તમારે ઓફિસમાં કે એરપોર્ટની લોન્જમાં કે વોલ્વો બસમાં બેઠાં બેઠાં લેપટોપ પર કામ કરવું પડતું હોય, તો તમને લેપટોપ સામે એક કાયમી ફરિયાદ હશે - તેમાં માઉસનો અભાવ. પીસીમાં કી-બોર્ડ પર ટેબલની બાજુમાં પડેલું માઉસ સ્ક્રીન પર આપણાં સંખ્યાબંધ કામ એટલી સરળતાની પૂરાં કરી આપે છે કે લેપટોપમાં તેની ગેરહાજરી એકદમ ખૂંચે. લેપટોપમાં તેના વિકલ્પ...

એક્સેલમાં પરફેક્ટ પ્રિન્ટિંગ

કમ્પ્યુટર પર જુદી જુદી અનેક જાતની ગણતરીઓ કરવા માટેનો સૌથી સારો પ્રોગ્રામ એટલે એક્સેલ. એક્સેલ ઉપરાંત ઓપન ઓફિસ, લાઇબર ઓફિસ, કિંગસોફ્ટ ઓફિસ, ગૂગલ શીટ વગેરે મફત કે પ્રમાણમાં સસ્તા અન્ય સ્પ્રેડશીપ પ્રોગ્રામ પણ છે, પરંતુ ગણતરી માટે આપણો એક્સેલ સાથે પ્રેમભર્યો નાતો બંધાઈ ગયો છે. પરંતુ આ લેખના પહેલા જ વાક્યમાં ‘કમ્પ્યુટર પર’ શબ્દ પર ધ્યાન આપવા જેવું છે. એક્સેલ પ્રોગ્રામ સ્ક્રીન પર ગણતરી માટે તૈયાર કરાયેલો છે, એટલે એક સ્પ્રેડશીટમાં તમે ખાસ્સું એવું પહોળું અને ઊંડું પથરાય એવું ડેટાનું ટેબલ બનાવી શકો, પણ જ્યારે એને...

એક્સેલમાં વર્કશીટ કોપી કે મૂવ કરો આ રીતે…

જો તમે એક્સેલનો પ્રમાણમાં ઠીકઠીક ઉપયોગ કરતા હશો તો તમે જાણતા જ હશો કે એક્સેલની ફાઇલને સામાન્ય રીતે ‘વર્કબુક’ કહેવામાં આવે છે અને એક વર્કબુકમાં એકથી વધુ ‘વર્કશીટ’ હોય છે (આપણે કોરી એક્સેલ ફાઇલ - વર્કબુક ઓપન કરીએ એટલે બાય ડિફોલ્ટ તેમાં ત્રણ કોરી વર્કશીટ જોવા મળે છે, જેમાં આપણે જરૂરિયાત મુજબ ઉમેરો કરી શકીએ છીએ). એવું ઘણી વાર બની શકે કે આપણે કોઈ વર્કબુકમાંની કોઈ આખેઆખી વર્કશીટને એક્સેલમાંની બીજી કોઈ વર્કબુકમાં કોપી કરવાની જરૂર ઊભી થાય કે પછી, એ જ વર્કબુકમાં તેની કોપી કરવાની થાય....

વિન્ડોઝમાં ફોટો મેનેજમેન્ટ

જો તમે તમારા ફોટોગ્રાફ્સની ઓનલાઇન લાઇબ્રેરી બનાવવા ન ઇચ્છતા હો તો પીસીમાં, વિન્ડોઝની મદદથી પણ લાઇબ્રેરીને વધુ સઘન બનાવી શકો છો. અલબત્ત, એ માટે તમારે ઘણી મગજમારી કરવાની તૈયારી રાખવી પડશે. તમે તમારા ડિજિટલ ફોટોગ્રાફ્સ કેવી રીતે સાચવો છો? દુ:ખતી નસ દબાવી દીધી હોય તો સોરી, પણ સ્માર્ટફોન થકી ડિજિટલ ફોટોગ્રાફી જેટલી સહેલી બની છે, એટલું આપણે ક્લિક કરેલા ઢગલાબંધ ફોટોગ્રાફ્સને મેનેજ કરવાનું મુશ્કેલ બન્યું છે. આમ તો ગૂગલે ફોટો મેનેજમેન્ટ સહેલું બનાવવા માટે સૌથી પહેલાં પિકાસા, પછી ગૂગલ પ્લસમાં ફોટોઝ સેક્શન અને પછી અંતે, એક-બે મહિના...

વિન્ડોઝ ૭ની અજાણી ખૂબીઓ

ઘણાં બધાં કારણોસર, તમે વિન્ડોઝ ૧૦ ન અપનાવો તેવું બની શકે છે. તો જેનો ઉપયોગ અત્યારે ચાલુ છે એના જ માસ્ટર શા માટે ન બનવું? આખરે વિન્ડોઝ ૧૦ની પધરામણી થઈ ગઈ છે. કમ્પ્યુટર સાથે તમારે સામાન્ય કરતાં જરા વધુ ઘરોબો હશે તો તમને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જે ફેરફારો થઈ રહ્યા છે એ ચોક્કસ રસપ્રદ લાગ્યા હશે. મોટા ભાગના લોકોએ વિન્ડોઝ એક્સપીનો વર્ષો સુધી ઉપયોગ કર્યો છે. એ પછી, વિન્ડોઝ વિસ્ટા ઓપરેટિંગ સિસ્ટમ આવી, પણ મોટા ભાગના સર્વિસ એન્જિનીયર તેના બદલે વિન્ડોઝ એક્સપીનો જ ઉપયોગ કરવાની સલાહ આપતા...

વિન્ડોઝ ૧૦ હાજિર હૈ!

આખી દુનિયાને સ્માર્ટફોન તરફ વળતી જોઈને, માઇક્રોસોફ્ટે વિન્ડોઝના નવા વર્ઝનને તમામ પ્રકારના ડિવાઇસમાં એક સરખો અનુભવ આપે તેવું બનાવવાની કોશિશ કરી છે. જોકે અત્યારે તેની ખૂબીઓ કરતાં પ્રાઇવસીની ચિંતા વધુ ચર્ચાઈ રહી છે. લાંબો સમય રાહ જોવડાવ્યા પછી, ખાસ તો એ ‘બિલકુલ મફતમાં મળશે’ એવી વાતોને કારણે વધુ ઉત્સુકતા જગાવ્યા પછી વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ થઈ ગઈ છે. આપણે ત્યાં હજી પણ સંખ્યાબંધ પીસી ૨૪ ઓગસ્ટ, ૨૦૦૧માં લોન્ચ થયેલી વિન્ડોઝ એક્સપી ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, ઘણા લોકો વિન્ડોઝ ૭ સુધી પહોંચ્યા છે અને ખાસ કરીને...

વર્ડમાં સુવિધાસભર સ્ટેટસબાર

દીવા તળે અંધારું - એ આપણી જાણીતી કહેવત અમસ્તી નહીં પડી હોય! માઇક્રોસોફ્ટ વર્ડનો જ દાખલો લઈએ તો લગભગ રોજેરોજ આપણે આ પ્રોગ્રામ ઓપન કરીને તેમાં કરતા હોઈશું, તેની કેટલીક સ્માર્ટ ટેકનિક પણ બરાબર જાણી લીધી હશે, છતાં, તેના તળિયે રહેલા સ્ટેટસબારની ખૂબીઓ આપણાથી અજાણી રહી હોય એવું બની શકે છે! વર્ડમાં આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ ઓપન કરીએ એટલે તેના તળિયે, સ્ટેટસબારમાં એ ડોક્યુમેન્ટને સંબંધિત ઘણી બધી માહિતી આપણી નજર સમક્ષ રહે. તમને ખબર હશે જ કે વર્ડમાંના ડોક્યુમેન્ટને આપણે જુદા જુદા વ્યૂઇંગ મોડમાં જોઈ શકીએ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.