ઇન્ટરનેટ પર આપણે જે કોઈ વેબસાઇટની મુલાકાત લઈએ લગભગ એ દરેક વેબસાઇટ આપણા બ્રાઉઝર મારફત કમ્પ્યુટરમાં કૂકિઝ ઇન્સ્ટોલ કરતી હોય છે. દરેક કૂકી ખરાબ નથી હોતી પરંતુ જો તમે ઇન્ટરનેટ પર સતત તમારું પગેરું દબાવવામાં ન આવે તેવું ઇચ્છતા હો તો બ્રાઉઝરના ઇનકોગ્નિટો મોડનો ઉપયોગ કરી શકો.