Home Tags Browsers

Tag: browsers

બ્રાઉઝરમાં આપોઆપ ચાલુ થઈ જતા વીડિયો બંધ કેવી રીતે રાખવા?

આગળ શું વાંચશો? ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ફેસુબક એપમાં વીડિયો ઓટોપ્લે કેવી રીતે બંધ કરી શકાય? ઇન્ટરનેટ પરનું આ એક અનિવાર્ય દૂષણ થઈ પડ્યું છે. ખાસ કરીને ન્યૂઝ સાઇટ્સ પર. પોતાની સાઇટ પર વીડિયો મૂકનારા ડેવલપર્સ એવું માની લેતા હોય છે કે આપણે એમના પેજ પર પહોંચીએ ત્યારે આપણને એવો વીડિયો જોવામાં જ રસ હોય છે એટલે એ વીડિયો આપોઆપ ચાલુ કરી દે છે - આપણી વીડિયો જોવાની ઇચ્છા હોય કે ન હોય. આપણે એકથી વધુ ટેબમાં બ્રાઉઝિંગ કરી રહ્યા...

ક્રોમમાં ‘ડકડકગો’ સર્ચ એન્જિન ઉમેરો

ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર, ઇન્ટરનેટ પર આપણી જાસૂસીના આધારે ચાલે છે. ઇન્ટરનેટ પર આપણે જે કંઈ જોઇએ, વાંચીએ, ખરીદીએ, શેર કરીએ, લાઇક કરીએ એ બધાની રજે રજેની માહિતી સાચવવામાં આવે છે અને પછી એ મુજબ માત્ર આપણને ટાર્ગેટ કરીને જાહેરાતો બતાવવામાં આવે છે. આપણી આવી જાસૂસી કરવાની મોટી જવાબદારી સંભાળે છે સર્ચ એન્જિન. સર્ચ એન્જિન ઇન્ટરનેટના દરવાજા જેવાં છે. મોટા ભાગે આપણે ત્યાંથી જ ઇન્ટરનેટમાં દાખલ થઈએ છીએ અને જુદી જુદી પ્રવૃત્તિ કરીએ છીએ. ગૂગલ સર્ચ એન્જિન સૌથી વધુ લોકપ્રિય છે અને એટલું જ તે આપણી...

જાણો કૂકીઝના વિવિધ પ્રકાર

આપણે કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં કોઈ પણ વેબસાઇટની મુલાકાત લઈએ ત્યારે બ્રાઉઝર દ્વારા અનેક પ્રકારની કૂકીઝ (એક પ્રકારની ફાઇલ) આપણા કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં ડાઉનલોડ થાય છે. આ ફાઇલ્સ કે કૂકીઝનો હેતુ બહુ સ્પષ્ટ હોય છે - જે તે વેબસાઇટ પરની અથવા ત્યાર પછીની બીજી સાઇટ્સ પરની આપણી દરેક ગતિવિધિઓની નોંધ કરવી અને કૂકીઝ ઉમેરનાર કંપનીને તે પહોંચાડવી. કૂકીઝ આપણી જાસૂસી કરે છે એ વાત સાચી, પણ બધી કૂકીઝ ખરાબ હોતી નથી. આવો જાણીએ અવનવી કૂકીઝના પ્રકાર અને તેનાં કામકાજ : સેશન કૂકીઝ તમે કોઈ ઓનલાઇન શોપિંગ સાઇટ પર...

ગૂગલ ક્રોમમાં પ્રોફાઇલની સ્માર્ટ સુવિધા

આપણી વાસ્તવિક જિંદગીની સાથોસાથ ડિજિટલ લાઇફ પણ અંગત અને વ્યાવસાયિક એમ બે ભાગમાં વહેંચાયેલી છે. બંને વચ્ચે સંતુલ રાખવા માટે ક્રોમની આ સુવિધા અપનાવવા જેવી છે... આ લેખમાં આગળ વધતાં પહેલાં નીચેના સવાલોના જવાબ આપો: તમે તમારા અંગત ઉપયોગ માટે અને કામકાજના ઉપયોગ માટે અલગ અલગ જીમેઇલ એકાઉન્ટ ધરાવો છો? તમારે ઘર અને ઓફિસમાં કમ્પ્યુટર પર જુદા જુદા હેતુઓ માટે કામ કરવાનું થાય છે? તમારી ઓફિસમાં એક જ કમ્પ્યુટરનો જુદા જુદા લોકોએ ઉપયોગ કરવાનો થાય છે? તમારા પરિવારમાં એક જ પીસી કે લેપટોપનો એકથી વધુ...

બ્રાઉઝરમાં સ્પીડ ડાયલની સગવડ

પીસી કે સ્માર્ટફોનમાં તમારા ફેવરિટ બ્રાઉઝરમાં તમે અમુક સાઇટ્સની અવારનવાર મુલાકાત લેતા હશો. લોકોની આ આદત ધ્યાનમાં રાખીને બ્રાઉઝર્સ આપણને સ્પીડ ડાયલની સગવડ આપે છે. તમે જાણતા હશો તેમ ફોનની કોન્ટેક્ટસ એપમાં પણ સ્પીડ ડાયલની સગવડ હોય છે. બ્રાઉઝરની સ્પીડ ડાયલ સગવડ પણ આવી જ છે. પીસી કે સ્માર્ટફોનમાં નવી ટેબ ઓપન કરતાં તેમાં આપણે જેનો સૌથી વધુ ઉપયોગ કરતા હોઈએ તેવી વેબસાઇટ્સના આઇકન જોવા મળે છે. ફાયરફોક્સમાં ઘણા સમયથી આવી સગવડ છે અને ગૂગલે ક્રોમના લેટેસ્ટ વર્ઝનમાં આ સગવડનો દેખાવ થોડો બદલ્યો છે. પીસીમાં આપણે આ...

ફાયરફોક્સનું નવું વર્ઝન – ક્વોન્ટમ

ઇન્ટરનેટનો આપણો ઉપયોગ મુખ્યત્વે બે સાધનોમાં વહેંચાયેલો છે - કમ્પ્યુટર અને સ્માર્ટફોન. સ્માર્ટફોનમાં ફરીથી બે બાબતમાં વાત વહેંચાયેલી છે - બ્રાઉઝર અને એપ્સ. પરંતુ પીસીની વાત કરીએ તો તેમાં એક જ વાત કેન્દ્રમાં રહે છે - બ્રાઉઝર. ઇન્ટરનેટના જૂના, શરૂઆતના સમયમાં માઇક્રોસોફ્ટનું ઇન્ટરનેટ એક્સપ્લોરર સૌથી લોકપ્રિય બ્રાઉઝર હતું પરંતુ પછી ફાયરફોક્સ મોઝિલાએ ટેબ્ડ બ્રાઉઝિંગ, એડોન્સ વગેરે નવી પહેલ કરીને દુનિયાના સૌથી લોકપ્રિય બ્રાઉઝર તરીકેનું સ્થાન મેળવી લીધું. જોકે ત્યાર પછી ગૂગલે બ્રાઉઝરના માર્કેટમાં એન્ટ્રી કરી અને ગૂગલ ક્રોમમાં ફાયરફોક્સ જેવી જ ને તેથી ચડિયાતી સુવિધાઓ...

રાઈટ ટુ પ્રાઇવસી જાળવવામાં ઉપયોગી થશે આ બ્રાઉઝર્સ…

ધારો કે તમે હાથમાં થેલી લઈને બજારમાં રોજિંદી ખરીદી કરવા નીકળ્યા છો. તમે શાકભાજીની લારીએ ઊભા રહ્યા. ટામેટાં, બટેટાં, કારેલાં વગેરેના ભાવ પૂછ્યા, પણ પછી ફક્ત કારેલાં અને દૂધી ખરીદી. પછી કરિયાણાવાળાને ત્યાં ગયા. ત્યાં તમે જુદી જુદી દાળ લીધી પણ ખાંડ અને ચોખા ન ખરીદ્યા. પાછા વળતાં તમે તમારા જૂના મિત્ર, જે નસીબજોગે જાણીતા ડાયાબિટોજિસ્ટ પણ છે, એમના ક્લિનિકે જરા વાર તેમને મળી લેવા રોકાયા. ઘરે પહોંચ્યા પછી તમે તમારા જીવનવીમા એજન્ટને ફોન કરીને, નવી ટર્મ પોલિસી લેવાનો વિચાર જણાવ્યો. એજન્ટે હા તો પાડી,...

માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર ક્રોમ કરતાં ફાસ્ટ છે?

કદાચ મોટા ભાગના લોકોની જેમ તમે પણ પીસી, લેપટોપ અને સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હશો. આ બ્રાઉઝર ઘણી બધી રીતે ચઢિયાતું છે, પરંતુ જો તમે લેપટોપમાં ક્રોમનો ઉપયોગ કરતા હો તો તમે કદાચ જાણતા હશો કે જ્યારે તમે ક્રોમનો વધુ ઉપયોગ કરો ત્યારે લેપટેપની બેટરી વધુ ઝડપથી ખાલી થાય છે. ગૂગલ પોતે આ વાત જાણે છે અને અગાઉ તેણે આ બાબતે ઘટતું કરવાની ધરપત આપી હતી, પરંતુ હવે લાગે છે કે માઈક્રોસોફ્ટે આ વાતનો પૂરો લાભ લેવાની કોશિષ શરૂ કરી દીધી છે. બ્રાઉઝરની...

પુશ નોટિફિકેશન્સ શું છે?

સવાલ લખી મોકલનારઃ જિજ્ઞેશ પુરોહિત, અમદાવાદ છેલ્લા થોડા સમયથી જો તમે નોંધ્યું હોય તો એવું બનતું હશે કે તમે કોઈ જાણીતી ન્યૂઝ વેબસાઇટ કે અન્ય વેબસાઇટ પીસી કે મોબાઇલમાં બ્રાઉઝરમાં સર્ફ કરતા હો ત્યારે એક નાનકડો મેસેજ પોપઅપ વિન્ડો તરીકે સામે આવે. તમે કદાચ એના તરફ પૂરતું ધ્યાન ન આપ્યું હોય અને ફક્ત ‘એલાઉ’ અને ‘ડીનાય’ એવા બે બટન જોઈને આંખ મીંચીને મંજૂરી ન આપવા માટે ‘ડીનાય’ બટન પર ક્લિક કરી દીધું હશે! પરંતુ જો તમે થોડા જિજ્ઞાસુ હશો તો એ મેસેજ આખો વાંચવાની તસદી જરૂર લીધી...

ઉપયોગી સાઇટ્સ ઓટોમેટિક ઓપન કરો

તમે દિવસની શરૂઆતમાં ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરો પછી મોટા ભાગે એવું બનતું હશે કે ધડાધડ ફેસબુક, જીમેલ, તમારી પોતાની કંપનીની સાઇટ અને અન્ય કોઈ ફેવરિટ સાઇટ જેવી ત્રણ-ચાર વેબસાઇટ એક સાથે ખોલી નાખતા હશો. દિવસ દરમિયાન આ બધી ફેવરિટ સાઇટ ઉપર નજર નાખતા રહેવાનું જરૂરી હોવાથી આપણે પહેલું કામ એ બધી સાઇટને વારાફરતી ઓપન કરવાનું કરતા હોઈએ છીએ. જો તમે પણ આવી રીતે અમુક ચોક્કસ સાઇટ્સ દરરોજ ઓપન કરતા હો તો એ કામ તમારા બ્રાઉઝરને જ સોંપી શકો છો, જેથી આપણે બ્રાઉઝર ઓપન કરીએ એ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.