ઉપયોગી સાઇટ્સ ઓટોમેટિક ઓપન કરો

તમે દિવસની શરૂઆતમાં ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરો પછી મોટા ભાગે એવું બનતું હશે કે ધડાધડ ફેસબુક, જીમેલ, તમારી પોતાની કંપનીની સાઇટ અને અન્ય કોઈ ફેવરિટ સાઇટ જેવી ત્રણ-ચાર વેબસાઇટ એક સાથે ખોલી નાખતા હશો. દિવસ દરમિયાન આ બધી ફેવરિટ સાઇટ ઉપર નજર નાખતા રહેવાનું જરૂરી હોવાથી આપણે પહેલું કામ એ બધી સાઇટને વારાફરતી ઓપન કરવાનું કરતા હોઈએ છીએ.

જો તમે પણ આવી રીતે અમુક ચોક્કસ સાઇટ્સ દરરોજ ઓપન કરતા હો તો એ કામ તમારા બ્રાઉઝરને જ સોંપી શકો છો, જેથી આપણે બ્રાઉઝર ઓપન કરીએ એ સાથે એ પોતે જ આપણી ફેવરિટ સાઇટ્સ એક સાથે ઓપન કરી આપે. આ માટે…

ગૂગલ ક્રોમમાં..

 • તમને જોઈતી સાઇટ્સ અલગ અલગ ટેબમાં ઓપન કરો.
 • જમણી તરફની ત્રણ લીટી પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ.
 • તેમાં ઓન સ્ટાર્ટઅપ વિભાગમાં ‘ઓપન એ સ્પેસિફિક પેજ ઓર સેટ ઓફ પેજીસ’ ટીક કરો.
 • સ્ટાર્ટઅપ પેજીસ પર ક્લિક કરો અને તેમાં યુઝ કરન્ટ પેજીસ પર ક્લિક કરીને ઓકે કરી દો.
 • આપણને જોઈતી સાઇટ્સ પહેલેથી ઓપન ન કરવી હોય તો સ્ટાર્ટઅપ પેજીસ વિન્ડોમાં તેના યુઆરએલ વારાફરતી લખી શકાય છે.

ફાયરફોક્સમાં…

 • તમને જોઈતી અલગ અલગ સાઇટ્સ ઓપન કરો.
 • મેનુમાં ઓપ્શનમાં જાઓ.
 • ડાબી તરફ જનરલ કેટેગરી પસંદ કરીને યુઝ કરન્ટ પેજીસ વિકલ્પ પસંદ કરી લો.

માઈક્રોસોફ્ટ એજમાં…

 • મેનુ પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ.
 • ઓપન વિથ વિભાગમાં એ સ્પેશિફિક પેજ ઓર પેજીસ પસંદ કરો.
 • કસ્ટમ પર ક્લિક કરીને મળતાં વિકલ્પમાં તમને જોઈતી વેબસાઇટ્સના યુઆરએલ એન્ટર કરી દો.

જો તમે નિશ્ચિત વેબસાઇટ્સ એક સાથે ઓપન કરવા ન માંગતા હો તો અગાઉ બ્રાઉઝ કરેલી બધી સાઇટ્સ, નવેસરથી બ્રાઉઝર ઓપન કરીએ ત્યારે ફરી ઓપન થાય એવો વિકલ્પ પણ જે તે બ્રાઉઝરમાં ઉપર આપેલા સેટિંગ્સમાં મળી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here