Home Tags Science & maths

Tag: science & maths

તપાસો ફિઝિક્સનાં સિમ્યુલેશન્સ

તમને ગણિત અને ભૌતિકશાસ્ત્ર ગમે કે નહીં? આ સવાલના જવાબનો આધાર, ઘણે અંશે, તમે ઉંમરના કયા પડાવ પર છો તેના પર છે. આ બંને વિષયો સ્કૂલમાં ભણ્યાને વર્ષો વીતી ગયાં હોય અને હવે તમારા રોજિંદા જીવનમાં બંને વિષયનું કોઈ ખાસ મહત્ત્વ દેખાતું ન હોય (હોય તો ખરું, પણ દેખાતું ન હોય!) તો તમારો જવાબ સ્પષ્ટ ના હોઈ શકે. પણ, આ જ સવાલ અત્યારે સ્કૂલમાં ભણતા અને ધારદાર જિજ્ઞાસાવૃત્તિ ધરાવતા વિદ્યાથીર્ર્ઓને પૂછીએ તો, કદાચ, જવાબ ઉત્સાહભર્યો હા હોઈ શકે! આવો ફેર કેમ? કારણ કદાચ એ છે કે...

ઉચ્ચ અભ્યાસ માટે ઉપયોગી ફ્રી કોર્સીઝ

સાયન્સ અને એન્જિનિયરિંગના અભ્યાસની વાત નીકળે ત્યારે વિશ્વસ્તરે એક નામ અચૂકપણે આદર સાથે લેવાય - મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ૧૮૬૧માં સ્થપાયેલી આ યુનિવર્સિટીનો મોટ્ટો એટલે કે કાર્યમંત્ર છે ‘‘માઇન્ડ એન્ડ હેન્ડ’’. અમેરિકાની આ યુનિવર્સિટીમાંથી બહાર પડેલા ૯૦ જેટલા નિષ્ણાતો નોબેલ પારિતોષિક જીતી ચૂક્યા છે. સાયન્સ કે એન્જિનિયરિંગમાં ઉચ્ચ અભ્યાસનું સપનું ધરાવતા કોઈ પણ વિદ્યાર્થી માટે પસંદગીની યુનિવર્સિટીઝની યાદીમાં આ યુનિવર્સિટી ટોપ પર રહે છે. આપણે માટે કામની વાત એ છે કે આ યુનિવર્સિટી, તેમાં અભ્યાસ કરવા ઈચ્છતા જગતભરના વિદ્યાર્થીઓને તેઓ એમઆઇટી પહોંચે તે પહેલાં એમઆઇટીના સ્તરે...

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી હરિકેનની તસવીરો!

ગયા અઠવાડિયે, હરિકેન હેક્ટર નામનું વાવાઝોડું પેસિફિક ઓશન પર કેન્દ્રિત થયું, બરાબર ત્યારે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) તેની ઉપરથી પસાર થયું! એ સમયે આઇએસએસમાં હાજર લોકોએ હરિકેન અને તેના કેન્દ્રની ઉપરથી કેટલીક તસવીરો લીધી, અને નાસાએ તેને ટવીટર પર શેર કરી. અહીં જુઓ એ તસવીરો. આ વિશે નાસાએ શેર કરેલી મૂળ ટ્વીટ. https://twitter.com/Space_Station/status/1027961534453043200?s=19 ટવીટર પર નાસાને ફોલો કરતાં આવું ઘણું જોવા-જાણવા મળશે! ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને આપણે પોતાની અગાશીએથી, નરી આંખે કેવી રીતે જોઈ શકીએ એ વિશે વધુ જાણો આ વીડિયોમાંઃ અગાશીએથી સ્પેસ સ્ટેશન બતાવતી એપ! નીચેના લેખોમાં આઇએસએસ વિશે વધુ માહિતી...

દરિયાઈ જીવસૃષ્ટિના અભ્યાસમાં રોબોટિક્સ

આપણી પૃથ્વીની સપાટીનો ૭૦ ટકાથી વધુ ભાગ મહાસાગરો આવરી લે છે. પૃથ્વી પરનું લગભગ ૯૭ ટકા પાણી મહાસાગરોમાં જ છે. પૃથ્વી પર જેટલી પણ જીવસૃષ્ટિ છે, એમાંથી ૫૦ થી ૮૦ ટકા મહાસાગરોમાં સમાયેલ છે. ૫૦ થી ૮૦ ટકા એ બહુ મોટા ગેપવાળો અંદાજ કહી શકાય, પરંતુ એમ લખ્યા વગર છૂટકો નથી કારણ કે મહાસાગરોમાંની જીવસૃષ્ટિ અને મહાસાગરોનો ઘણો ખરો ભાગ માનવજાત માટે એક રહસ્ય જ રહ્યો છે. મહાસાગરોમાંની જીવસૃષ્ટિનો અભ્યાસ કરવા માટે અનેક પ્રયોગો હાથ ધરાયા છે પરંતુ તેમાં એક મોટી અડચણ એ હોય છે કે...
video

વેકેશનમાં જઈએ ‘ચાંદામામા’ને ઘેર!

વેકેશન એટલે મામાને ઘેર જવાની સીઝન! વોટ્સએપનાં ગ્રૂપ્સમાં અત્યારથી જ એ વિશે મજાના મેસેજ ફરતા થઈ ગયા છે. આપણે એ પરંપરાને આગળ ધપાવીએ અને પહોંચીએ આપણા સૌના મામા, ‘ચાંદામામા’ને ઘેર! અમેરિકન સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ હમણાં ચંદ્રનો ફોરકે રેઝોલ્યુશનનો વીડિયો લોન્ચ કર્યો છે! આ ફોરકે રેઝોલ્યુશન એક્ઝેક્ટલી શું છે એ સમજવામાં તો આખો બીજો લેખ પણ ઓછો પડે, એટલે અત્યારે એટલું સમજી લઈએ કે આ વીડિયો ચંદ્રની સપાટીના ખૂણે ખૂણાનાં, જબરજસ્ત સ્પષ્ટતા સાથે આપણને દર્શન કરાવે છે વીડિયો તમે પોતે જોશો...

શરીરની આંતરિક વ્યવસ્થા સમજાવતો વિઝ્યુઅલ એન્સાયક્લોપીડિયા

આ વખતની ફાઇનલ ક્લિક આમ તો મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડોક્ટર્સ માટે છે, પણ જો તમને આપણા શરીરની આંતરિક વ્યવસ્થા જાણવા-સમજવામાં રસ હોય તો આ સાઇટ તમને પણ ગમશે. યુકેની એક જાણીતી યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ લેઇસેસ્ટના સહયોગથી ડોક્ટર્સ, મેડિકલ સ્ટુડન્ટ્સે સાથે મળીને, teachmeanatomy.info નામની એક વેબસાઇટ વિક્સાવી છે. આ વેબસાઇટ તેના નામ પ્રમાણે શરીરની આંતરકિ વ્યવસ્થાનાં જુદાં જુદાં પાસાંનો તબીબી દૃષ્ટિએ પરિચય કરાવે છે. આપણા જીવનમાં ગૂગલ એક અભિન્ન હિસ્સો બની ગયા પછી શરીરમાં કંઈ પણ તકલીફ હોય તો પહેલાં તો આપણે જાતે જ લક્ષણોને આધારે રોગનું...

હોમવર્ક સરળ બનાવી, ટૂંકા સમયમાં વધુ શીખવતી સ્માર્ટ ટીચર જેવી એપ!

જો તમે વિદ્યાર્થી, શિક્ષક,  સંતાનના અભ્યાસમાં મદદરૂપ થવા ઇચ્છતાં મમ્મી-પપ્પા કે નવા જમાનાનાં દાદા-દાદી હો તો આ લેખ ધ્યાનથી વાંચજો. રોજેરોજ વિદ્યાર્થીઓના છથી સાત કલાક સ્કૂલમાં પસાર થતા હોય છે. ઘરે આવ્યા પછી થોડો સમય રમવામાં કે ઇત્તર પ્રવૃત્તિમાં જાય અને ત્રણેક કલાક હોમવર્ક કરવામાં થાય. વિદ્યાર્થી જ્યારે હોમવર્ક કરવા બેસે ત્યારે તેણે મોટા ભાગે નીચેની સ્થિતિઓનો સામનો કરીને, એ મુજબ નિર્ણય કરવાના થાય : જે હોમવર્ક કરવાનું છે, એ આવડે છે? જો હા, તો આગળ વધો અને ફટાફટ હોમવર્ક પૂરું કરો. જો ના, તો બીજો...

ચંદ્રયાત્રાનાં દ્વાર ખોલતી રોકેટ-ઉડાન : ૧૬ માર્ચ, ૧૯૨૬

ચંદ્રયાત્રાનાં દ્વાર ખોલતી રોકેટ-ઉડાન : ૧૬ માર્ચ, ૧૯૨૬ ૧૯૨૦ના દાયકામાં અમેરિકાના વિજ્ઞાની રોબર્ટ ગોડર્ડે રોકેટના જોરે ચંદ્ર સુધી પહોંચવાની વાત કરી ત્યારે ‘ન્યુયોર્ક ટાઇમ્સ’ જેવા પ્રતિષ્ઠિત અખબારે તેમની હાંસી ઉડાવી હતી, પણ ‘એપોલો ૧૧’ યાનની સફળ ચંદ્રયાત્રા પછી ૧૭, ૧૯૬૯ના રોજ ‘ટાઇમ્સે’ પોતાની પાંચ દાયકા જૂની ભૂલ બદલ માફી માગી. પ્રવાહી બળતણના ઓછામાં ઓછા જથ્થા દ્વારા મહત્તમ વેગ અને ધક્કો હાંસલ કરીને અવાજથી વધારે ઝડપે ઉડ્ડયનો યોજવાનું - બીજા ગ્રહો સુધી પહોંચવાનું સુધ્ધાં શક્ય છે એવું પહેલી વાર ગોડર્ડે કહ્યું અને મેસેચુસેટ્સના એક ખેતરમાં રોકેટનું સફળ...

સાતમા ગ્રહની શોધ : ૧૩ માર્ચ, ૧૭૮૧

સાતમા ગ્રહની શોધ : ૧૩ માર્ચ, ૧૭૮૧ ખગોળઅભ્યાસી વિલિયમ હર્ષલે આકાશભણી ટેલિસ્કોપ માંડીને યુરેનસ ગ્રહની હાજરી પહેલી વાર નોંધી ત્યારે તેમને એ ગ્રહને બદલે ધૂમકેતુ લાગ્યો હતો. અગાઉના ખગોળશાસ્ત્રીઓ તેની હાજરી નોંધી ચૂક્યા હતા, પણ તેનો વધુ અભ્યાસ કરીને પ્રચલિત ગ્રહોમાં સ્થાન અપાવવાનું શ્રેય હર્ષલને મળ્યું. ગ્રહના નામકરણમાં ખુદ હર્ષલે બ્રિટનના રાજા જ્યોર્જ ત્રીજાના નામનું સૂચન કર્યું, પરંતુ જર્મન ખગોળશાસ્ત્રી બોડના સૂચનથી, ગ્રીક દંતકથાના પાત્રના આધારે તેને ‘યુરેનસ’ નામ મળ્યું. હર્ષલના અવલોકનનાં ૨૦૫ વર્ષ પછી વોયેજર ટુ યાને ૧૯૮૬માં યુરેનસની મુલાકાત લઈને તેનો નિકટ પરિચય પૂરો પાડ્યો. યુરેનસ...

કાગળની ખોટ પૂરી કરતું કેલ્ક્યુલેટર

ગણતરી કરતી વખતે સંખ્યા સાથે શાબ્દિક નોંધ પણ ટપકાવવી હોય તો... આંકડા સાથે તમને ઝાઝો પનારો હોય તો તમે લાંબા સમયથી કેલ્ક્યુલેટર અપનાવી લીધું હશે. જેમ સ્માર્ટફોન પર આપણી યાદશક્તિ ઘટાડવાનું આળ છે તેમ કેલ્ક્યુલેટર આપણી મનોમન ગણતરી કરવાની શક્તિ ઓછી કરતી હોવાનું કહેવાય છે, પણ આજના સમયમાં ફટાફટ ગણતરી કર્યા વિના કોઈને ચાલે તેમ નથી - રીત પછી ગમે તે હોય. પણ જો તમે કેલ્ક્યુલેટરનો સામાન્ય કરતાં વધુ ઉપયોગ કરતા હો તો સામાન્ય કેલ્ક્યુલેટરમાં તમને કેટલીક વાત ખૂટતી હોય એવું લાગતું હશે. જેમ કે, સાવ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.