નવું જાણવા, ઘણું માણવા... માઉસને આપો પાંખો!
In order to view this page you need Flash Player 9+ support!
સાયબરસફર હવે હાથવગું મેગેઝિન પણ !
દર મહિને, ૪૮ પાનાના પ્રિન્ટેડ અંકમાં આપ માણી શકશો એક્શન રિપ્લે, ઇન્ફોવર્લ્ડ, સાયન્સઝોન, ફેમિલિ એક્ટિવિટી, સ્માર્ટ સર્ફિંગ, બેઝિક ગાઇડ્સ, ક્વિક ક્લિક્સ, બ્લોગલ ગુજરાતી જેવા વિવિધ વિભાગોમાં સમૃદ્ધ વાંચન અને દરેક લેખના અંતે વિસ્તૃત માહિતી માટે અનેક લિંક્સ!
મેગેઝિન હવે ન્યૂઝસ્ટેન્ડ પર પણ
ઉપલબ્ધ થવા લાગ્યું છે.
માફ કરજો, આજે કદાચ તમારી સવાર બગડશે. સવારના પહોરમાં મોજથી ચાની ચૂસકી લેવા જાવ અને કપમાં પડેલી માખી પર નજર પડે એવું કદાચ આજે થશે. આગળ વાંચો...
આમ તો જીમેઇલ સાત, સાડા સાત જીબી જેટલી સ્પેસ આપે છે, જે સરેરાશ યુઝર માટે જરૂર કરતાં ઘણી વધુ છે, પણ જો તમે સરેરાશ નહીં પણ સ્પેશિયલ હો તો આટલી સ્પેસ તમને ઓછી પડે એવું બની શકે છે. તમે જુદી જુદી ઘણી રીતે સ્પેશિયલ હોઈ શકો છો, જેમ કે તમે ડિઝાઇન સંબંધિત કામકાજ કરતા હો અને તમે વારંવાર કોરલડ્રો, ઇનડિઝાઇન, ફોટોશોપ, ઓટોકેડ વગેરેની પ્રમાણમાં હેવી ફાઇલ્સની આપલે કરતા હો તો તમારું જીમેઇલનું એકાઉન્ટ ફટાફટ ભરાઈ જાય એવું બની શકે છે.
સ્પ્રેડશીટ્સનો તમે કેટલોક ઉપયોગ કરો છો? સ્પ્રેડશીટ શબ્દ જ તમને અજાણ્યો લાગ્યો હોય તો સ્વાભાવિક છે કે આ લેખ તમારા માટે ખાસ કામનો નહીં નીવડે, પણ જાતભાતની ગણતરીઓ કરવામાં તમને રસ હોય અને એ માટે કેલ્ક્યુલેટરનો પનો તમને ટૂંકો પડતો હોય તો સ્પ્રેડશીડ તમને બહુ ઉપયોગી નીવડી શકે છે.
વીતેલા જમાનામાં, જ્યારે વેકેશનમાં ઝાઝા બધા સમર કેમ્પ્સ નહોતા કે ચીટકી રહેવા માટે ટીવી કે કમ્પ્યુટર નહોતાં ત્યારે છોકરાં ઘરમાં કે આંગણમાં રમી રમીને કંટાળે અને ‘‘હવે અમે શું કરીએ?’’ એવા સવાલો કરીને માબાપને કંટાળો આપતાં, ત્યારે માબાપ એ સ્થિતિનો લાભ લેતાં. એ છોકરાંવને જૂની ટેલિફોન ડાયરી કે એડ્રેસબુક પકડાવતાં, સાથે નવી ડાયરી આપતાં અને કહેતાં કે ‘‘બધાંનાં એડ્રેસ નવેસરથી લખી નાખો.’’ રમીને રમીને કંટાળેલાં આપણે સૌ એ કામ લાલ ને બ્લુ પેનને કામે લગાડીને હોંશથી કરતા પણ ખરા!
હજી ત્રણચાર વર્ષ પહેલાં તમે નોંધ્યું હોય તો એવી સ્થિતિ હતી કે ઇન્ટરનેટની વાત નીકળતાં એક નામ અચૂક સંભળાતું યાહૂ.કોમ! તમે નવું નવું કમ્પ્યુટર કે નેટ કનેક્શન લીધું હોય કે નેટ કનેક્શનમાં કંઈક ગરબડ હોય અને કમ્પ્યુટર એન્જિનીયર તમારે ત્યાં આવીને જરૂરી કામકાજ પતાવીને બધું ઠીકઠાક થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરીને એડ્રેસ બારમાં આંખો મીંચીને કઈ સાઈટનું એડ્રેસ લખતા? યાહૂ.કોમ! વાત નાની છે, પણ લોકોના દિમાગ પર કઈ વેબસાઇટ રાજ કરે છે એની એ સૌથી બોલકી સાબિતી છે.
કલ્પના કરો. સરસ મજાની સવાર છે. તમે બાલ્કનીમાં ઝૂલે બેસીને ઠંડકમાં ચાની ચૂસ્કી સાથે અખબાર વાંચી રહ્યા છો. અખબારમાં તમે જુદા જુદા સમાચારોની હેડલાઇન વાંચી, કોઈમાં રસ જાગ્યો તો આખા સમચાર વાંચ્યા. પછી? જેટલું વાંચ્યું તેનાથી સંતોષ માનીને છાપાને ગડી વાળીને બાજુએ મૂકવા સિવાય કોઈ રસ્તો ખરો?
ઇ-મેઇલમાં મોકલી ન શકાય એવી હેવી ફાઇલ્સ અપલોડ કરવા, સ્ટોર કરવા શેર કરવા માટે આ સાઇટ કામ લાગશે : www.gigasize.com
|
|