Home Tags Mobile world

Tag: mobile world

સ્માર્ટફોનમાં માલવેરનું ભારતમાં ચિંતાજનક પ્રમાણ

સિમેન્ટેક નામની જાણીતી સાયબર સિક્યોરિટી કંપનીએ વર્ષ ૨૦૧૮ માટેનો ઇન્ટરનેટ સિક્યોરિટી થ્રેટ રિપોર્ટ હમણાં પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટ મુજબ મોબાઇલમાં માલવેરના ઇન્ફેકશનની દૃષ્ટિએ ભારત વિશ્વના ટોચના દેશોમાં સામેલ છે. રેન્સમવેર એટેકના મામલે પણ ભારત વિશ્વમાં બીજા નંબરે છે. આ રિપોર્ટ અનુસાર સ્માર્ટફોન હેકર્સ માટે સૌથી સારા જાસૂસી સાધન સાબિત થઈ રહ્યા છે કારણ કે તેમાં કેમેરા, લોકેશન ટ્રેકિંગ સામેલ છે અને ફોનધારકને સહેલાઈથી સાંભળી પણ શકાય છે. રિપોર્ટ અનુસાર એન્ડ્રોઇડની ૪૫ ટકાથી વધુ લોકપ્રિય એપ્સ ડિવાઇસ લોકેશન, કેમેરા અને ઇમેઇલ એડ્રેસની એક્સેસ માગે છે,...

સસ્તા એન્ડ્રોઇડ ફોનમાં પણ એન્ક્રિપ્શન સુવિધા મળવા લાગશે

એન્ડ્રોઇડ ફોનમાં એન્ક્રિપ્શનની એવી વ્યવસ્થા હોય છે કે ફોનમાંનો ડેટા એક વાર એન્ક્રિપ થયા પછી જો કોઈ બીનઅધિકૃત વ્યક્તિ તેને એક્સેસ કરવાનો પ્રયાસ કરે તો તે ડેટા વાંચી શકે નહીં. ફોનનો માલિક જ્યારે જ્યારે પોતાનો પાસવર્ડ આપીને ફોન ઓન કરે ત્યારે તેમાંનો ડેટા ડીક્રિપ્ટ થાય છે અને ફોન માલિક ડેટા વાંચી શકે છે.આ વ્યવસ્થાનો લાભ લેવા માટે એન્ડ્રોઇડ ફોનમાં વધુ પ્રોસેસિંગ પાવર જરૂરી હોવાથી પ્રમાણમાં સસ્તા એન્ડ્રોઇડ ફોનમાં અત્યાર સુધી મોટા ભાગે તે ઉપલબ્ધ નહોતી. એન્ડ્રોઇડ બહુ ઓછીથી બહુ વધુ એવી વિશાળ કિંમત રેન્જમાં...

જીમેઇલ એપમાં મોટા ફેરફાર

જીમેઇલની એપમાં હમણાં આવેલા ફેરફાર મેઇલ્સના આપણા ઉપયોગ અને ઈ-મેઇલ માર્કેટિંગ, બંને પર મોટી અસર કરશે. છેલ્લા ઘણા સમયથી ગૂગલ તેની વિવિધ સર્વિસના વેબવર્ઝન (એટલે કે પીસી/લેપટોપ કે મોબાઇલમાં બ્રાઉઝરમાં આપણે જેનો ઉપયોગ કરીએ તે) અને સ્માર્ટફોન માટેની એપ્સમાં એક સરખો અનુભવ આપવા માટે પ્રયત્નશીલ છે. એ મુજબ ગયા મહિને (ફેબ્રુઆરી, ૨૦૧૯માં) જીમેઇલની એપમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા. આમ તો આ ફેરફારોની શરૂઆત તો ગયા વર્ષથી જ થઈ ગઈ હતી. તમે ફોનમાંની એપ્સ ઓટોમેટિક અપડેટ થાય તેવું સેટિંગ રાખ્યું હશે તો એપ ઓપન કરશો ત્યારે અથવા...

વીઓએલટીઇનો લાભ તમને ફોનમાં મળવા લાગ્યો?

રિલાયન્સ જિઓએ મફત કોલિંગથી ખળભળાટ મચાવી દીધા પછી, હવે અન્ય કંપનીઝ પણ વીઓએલટીઇ ટેક્નોલોજી અપનાવીને તેની સર્વિસ વિસ્તારી રહી છે. ભારતના મોબાઇલ માર્કેટમાં અત્યાર સુધી વધુને વધુ ક્સ્ટમર્સને પોતાની તરફ ખેંચવા માટે, વધુ ને વધુ સસ્તા પ્લાનનો જંગ ચાલી રહ્યો હતો. હવે આ યુદ્ધ નવા મોરચે ખેલાઈ રહ્યું છે. હવે આખી વાત ‘વીઓએલટીઇ’ના મોરચે પહોંચી છે, જે વધુ ઝડપી, વધુ સારી, વધુ વ્યાપક ડેટા કનેક્ટિવિટી તથા અવાજની વધુ સ્પષ્ટતા આપી શકે છે. ભારતમાં રિલાયન્સ જિઓ કંપનીએ ઘણી બધી રીતે મોબાઇલ માર્કેટ ઉપરતળે કરી દીધું, તેનું એક...

ફોન પાસેથી કામ લો, સ્પર્શ વિના!

હવે તમે ઇચ્છો તો તમારા ફોનને એક પણ વાર આંગળી અડાડ્યા વિના તેનો ઉપયોગ કરી શકો છો. અમુક લોકો માટે આ સુવિધા ખરેખર વરદાનરૂપ બની શકે છે. માની લો કે તમે તમારી ઓફિસમાં પીસી કે લેપટોપ પર કોઈ ખાસ ફાઇલ પર કામ કરી રહ્યા છો. એ જ સમયે તમારે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાંથી કોઈ અગત્યની વ્યક્તિને મહત્ત્વનો વોટ્સએપ મેસેજ મોકલવાનો છે. અથવા માની લો કે તમે રસોડમાં કોઈ નવી રેસિપી પર હાથ અજમાવી રહ્યા છો. તમારા બંને હાથ લોટવાળા છે અને તમારે તમારા સ્માર્ટફોનમાં યુટ્યૂબ પર રેસિપીનું...

તમારો સ્માર્ટફોન રેડિએશનની દૃષ્ટિએ કેવો છે?

મોબાઇલથી માનવમગજને નુક્સાન એ લાંબા સમયથી ચર્ચા અને ચિંતાનો વિષય રહ્યો છે. ‘સાયબરસફર’ના એપ્રિલ, ૨૦૧૪ અંકમાં આપણે એ વિશે વિગતવાર વાત કરી હતી (તમારા મોબાઇલની સાર વેલ્યુ કેટલી છે?) આજના સમયમાં મોટા ભાગના લોકો માટે તેમનો ફોન ચોવીસે કલાક, ખરા અર્થમાં હાથવગો રહેતો હોય છે. લોકો દિવસે તો ઠીક, રાત્રે પણ ઓશિકા પાસે જ મોબાઇલ રાખીને ઊંઘે છે. એ જ સંદર્ભમાં, નીચેના બંને ચાર્ટ જરા ધ્યાનથી તપાસવા જેવા છે. જર્મન ફેડરલ ઓફિસ ફોર રેડિએશન પ્રોટેક્શન નામની એક જર્મન સરકારી સંસ્થાએ, દુનિયાની વિવિધ મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીના હેન્ડસેટ...

કઇ એપ્સ તમારું લોકેશન જોઈ શકે?

સ્માર્ટફોનમાંની ઘણી એપ્સ આપણું લોકેશન જાણે તો આપણને વધુ ઉપયોગી માહિતી આપી શકે છે. પરંતુ બધી એપને તેની મંજૂરી આપવી જરૂરી નથી. તમે સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરેલી કઈ કઈ એપ્સ તમારું લોકેશન જાણી શકે છે એ એક વાર તપાસી જોવું હોય તો... સ્માર્ટફોનમાં સેટિંગ્સમાં એપ્સમાં જાઓ. ઇન્સ્ટોલ્ડ તમામ એપ્સની યાદી ઓપન થશે. તેમાં નીચેની તરફ એપ પરમિશન્સનો વિકલ્પ જોવા મળશે (અથવા ઉપરના ખૂણે આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરીને). તેમાં એપ પરમિશન્સનો વિકલ્પ ક્લિક કરો. અહીં તમે જુદી જુદી એપ્સને આપેલી મંજૂરીઓ જોઈ શકશો. તેમાં...

એન્ડ્રોઇડમાં ઝીપ ફોલ્ડર ઓપન કરો

એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો હવે આપણે લગભગ પીસી જેટલો જ ઉપયોગ કરવા લાગ્યા છીએ, જે ધારીએ એ એન્ડ્રોઇડમાં થઈ શકે. જોકે કેટલાંક કામ એવાં છે જે પીસીમાં સહેલાઈથી થઈ શકે, પણ એન્ડ્રોઇડમાં કરવા માટે આપણા જરા મગજ કસવું પડે. જેમ કે ઝીપ ફાઇલને અનઝીપ કરવાનું કામ! પીસીમાં સંખ્યાબંધ ફાઇલ્સને કમ્પ્રેસ કરીને એક ઝીપ ફાઇલ બનાવી શકાય છે. આપણને કોઈએ આ રીતે ઈ-મેઇલમાં ઝીપ ફાઇલ મોકલી હોય તો તેને પીસીમાં કોઈ ફોલ્ડરમાં સેવ કરીએ પછી રાઇટ ક્લિક કરી, તેને અનઝીપ કરવાનો એટલે કે તેમાંની ફાઇલ્સ બહાર કાઢવાનો વિકલ્પ...

પ્લે સ્ટોરમાંથી જ સ્પેસ મેનેજ કરો

અત્યાર સુધી સ્માર્ટફોનમાં એ ઇન્સ્ટોલ કરતી વખતે ફોનમાંની સ્પેસ ઓછી પડે તો આપણે ફોનના સેટિંગ્સમાં જઇને ફોનમાં કેટલી સ્પેસ ભરાઈ ગઈ છે એ તપાસવું પડતું હતું અને પછી એપ્સમાં જઇને બિનજરૂરી એપ્સ દૂર કરીને જગ્યા કરવી પડતી હતી. હવે આ બધું ગૂગલ પ્લે સ્ટોરમાં જ ઉમેરાઈ ગયું છે. તેનો લાભ લેવા સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો અને તેમાં ડાબી તરફની મેનૂ પેનલ ઓપન કરી ‘માય એપ્સ એન્ડ ગેમ્સ’ પર ક્લિક કરો. અહીં ત્રણ ટેબ જોવા મળશે. પહેલી ‘અપડેટ્સ’ ટેબમાં તમે ઇન્સ્ટોલ કરેલી પરંતુ અપડેટ...

આઇફોનમાં એવું તે શું છે?

સ્માર્ટફોન યૂઝર્સની દુનિયા બે પ્રકારના લોકોમાં વહેંચાયેલી છે - આઇફોન યૂઝર્સ અને એન્ડ્રોઇડ યૂઝર્સ! એન્ડ્રોઇડના યૂઝર્સનું પ્રમાણ હવે ઘણું વધુ છે, છતાં થેન્ક્સ ટુ સ્ટીવ જોબ્સ, આઇફોન એક આઇકોનિક બ્રાન્ડ છે! કદાચ એ જ કારણે એન્ડ્રોઇડ યૂઝર્સને ‘આઇફોનમાં એવું તે શું હોય છે?’ એ જાણવાની ખાસ ઉત્સુકતા હોય છે. તમને પણ આવી જિજ્ઞાસા હોય કે તમે આઇફોનનો ઉપયોગ કરતા હો પણ તેનાં બધાં ફીચર્સની પૂરી સમજ ન હોય તો અહીં ટૂંકમાં, આઇફોન (અને એપલનાં વિવિધ ડિવાઇસ)માં ઉપલબ્ધ કેટલાંક મુખ્ય ફીચર્સની પ્રાથમિક માહિતી મેળવીએ. તમે આગળ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.