સ્માર્ટફોનને કારણે તમારા રોજિંદા કામકાજ કે જીવનમાં વારંવાર ખલેલ પહોંચતી હોય તો તેની ‘ડુ નોટ ડિસ્ટર્બ’ સર્વિસનો ઉપયોગ બરાબર સમજી લેવા જેવો છે.
આપણા સ્માર્ટફોન અને આપણી વચ્ચે હવે રસ્સાખેંચની હરીફાઈ શરૂ થઈ છે. આપણે ગાફેલ રહીએ તો આ લડાઈમાં સ્માર્ટફોન જીતી શકે છે અને આપણો કિંમતી સમય ચોરી જઈ શકે છે!
આજના સમયમાં સ્માર્ટફોન અનેક રીતે આશીર્વાદરૂપ હોવા છતાં તેનો વધુ પડતો ઉપયોગ ચોક્કસપણે નુકસાનકારક છે. ખાસ કરીને આપણે કોઈ કામ પર ફોકસ કરવા માગતા હોઈએ ત્યારે સ્માર્ટફોન તરફથી અવારનવાર આવતા અવરોધ આપણને ખાસ્સું નુકસાન કરી શકે છે.