
હમણાં ભારતમાં ફાઇવ-જી ટેકનોલોજી જરા જુદી રીતે ચર્ચાની એરણે ચઢી. જાણીતી અભિનેત્રી જુહી ચાવલાએ આ ટેકનોલોજી માનવજાત તથા પર્યાવરણ માટે જોખમી હોવાના દાવા સાથે તેને અટકાવવા અદાલતમાં અપીલ કરી, પરંતુ અદાલતે આ અરજી તો કાઢી જ નાખી, સાથોસાથ અદાલતનો સમય વેડફવા માટે અભિનેત્રીને ૨૦ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો!