| Maps

મેપ્સ મુસાફરી સમયે ઇંધણ બચાવવામાં પણ મદદ કરી શકે છે

તમે જાણતા હશો કે આપણે મુસાફરી સમયે ગૂગલ મેપ્સમાં નેવિગેશનનો લાભ લઇએ તો આપણને વિવિધ રુટ સંબંધિત જુદી જુદી માહિતી મળે છે અને તેને આધારે આપણે પોતાનો રુટ પસંદ કરી શકીએ છીએ. થોડા સમયથી રુટની પસંદગીમાં એક નવી સુવિધાનો ઉમેરો થયો છે. આપણે ગૂગલ મેપ્સની મદદથી એ પણ જાણી શકીશું...

મેપ્સમાં આપણું પોતાનું લોકેશન જાણવા માટે…

આપણે પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ એપ ઓપન કરીને મેપ પર પોતાનું લોકેશન જોઈ શકીએ છીએ. તે માટે આપણે મેપના હોમસ્ક્રીન પર નીચેની તરફ જમણી બાજુ દેખાતા બ્લુ ટાર્ગેટ જેવા નિશાન પર ક્લિક કરવાનું રહે છે. જ્યારે કોઈ પણ કારણસર ગૂગલ મેપને આપણું ચોક્કસ લોકેશન સમજાય નહીં ત્યારે મેપ પર આ...

ભારતમાં મેપ્સ માટે પણ ગૂગલના હરીફો જાગ્યા

ભારતમાં ઓલા કંપનીએ ગૂગલની ‘મોંઘી’ મેપ્સ સર્વિસ સામે અવાજ ઉઠાવ્યો અને પોતાનું મેપિંગ પ્લેટફોર્મ વિક્સાવ્યું. એ સાથે હવે ઓલા કરતાં ઘણી જૂની મેપમાયઇન્ડિયા કંપની અને તેની એપ પણ ચર્ચામાં આવી ગયાં છે. ગૂગલે આ હરીફાઈનો સામનો કરવા વિવિધ બિઝનેસ માટે પોતાની ફી ઘટાડી છે અને યૂઝર્સને વધુ સવલતો આપી છે.

ગૂગલ મેપ્સમાં બિઝી એરિયા પણ જોઈ શકાય છે

અયોધ્યામાં રામમંદિરના નિર્માણ પછી નવનિર્મિત મંદિરમાં રામલલ્લાના દર્શન માટે ભક્તો અભૂતપૂર્વ ધસારો કરી રહ્યા છે એ તો આપણે જાણીએ છીએ. મતલબ કે જો તમે ભીડમાં જવાનું ટાળવા માગતા હો તો તરતના દિવસોમાં અયોધ્યા જવાનું વિચારો નહીં. પરંતુ આપણે પોતાના જ શહેરમાં અથવા તો કોઈ...

કોઈ લોકેશનની ડિરેક્શન શેર કરો ડેસ્કટોપમાંથી સ્માર્ટફોનમાં

માની લો કે તમે તમારી ઓફિસમાં બેસીને કમ્પ્યૂટર પર કામ કરી રહ્યા છો એ સમયે તમને કોઈ મીટિંગમાં જવા માટેનું કે લગ્ન પ્રસંગે જવાનું ઇન્વિટેશન મળ્યું. એ મીટિંગ કે લગ્ન પ્રસંગનું સ્થળ તમારે માટે અજાણ્યું છે. આથી તમે પીસીના મોટા સ્ક્રીન પર ગૂગલ મેપ્સ ઓપન કરીને તેમાં એ સ્થળ...

મેપ્સની મદદથી ચોર પકડાયો!

તમે બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હો અને બનવાજોગ તમારો સામાન ચોરાઈ જાય તો તમે શું કરો? સામાનમાં કિંમતી ચીજવસ્તુઓ હોય તો તમે ટ્રેનના ટિકિટ ચેકર કે રેલવે પોલીસની મદદથી ચોરી વિશે ફરિયાદ નોંધાવો અને સામાન પાછો મળે તેની રાહ જુઓ. જો સામાનમાં ખાસ કોઈ કિંમતી ચીજવસ્તુઓ ન...

હવે ગૂગલ મેપ્સ એપ્સમાં મળશે વધુ કંટ્રોલ

તમે ગૂગલ મેપ્સનો તો ઉપયોગ કરતા હશો પરંતુ ક્યારેય તેના સેટિંગ્સમાં ‘યોર ટાઇમલાઇન’ ફીચર તપાસ્યું છે? જો તપાસ્યું હશે તો તમને હળવો આંચકો લાગ્યો હશે. ગૂગલ મેપ્સ આપણે જે કોઈ રૂટ પર મુસાફરી કરી હોય તેનો ઝીણવટભર્યો રેકોર્ડ જાળવે છે. આપણે ગૂગલ મેપ્સમાં લોકેશન હિસ્ટ્રી ઓન...

સ્ટ્રીટ વ્યૂથી આખા વિશ્વનું 3ડી મેપિંગ

ઉપરના મેપમાં પૃથ્વીના જે ભાગમાં ખાસ માનવવસતિ નથી એટલો ભાગ કોરો દેખાય છે, બાકીના લગભગ બધા ભાગના સ્ટ્રીટ વ્યૂ તૈયાર થઈ ગયા છે – આપણા ઘર સુધી જતા રસ્તા ને શેરી સહિત!

કોઈ તમને બસ સ્ટેન્ડે લેવા આવવાનું છે? સાદું નહીં, ETA સાથે લોકેશન શેર કરો

મેપ્સ એપમાં લોકેશન કેવી રીતે શેર કરાય એ તમે જાણતા જ હશો. એ રીતે, કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાનું લાઇવ લોકેશન શેર કરે તો બીજી વ્યક્તિ પોતાના મેપ પર, પહેલી વ્યક્તિ જે તે ક્ષણે ક્યાં છે તે જોઈ શકે. પરંતુ આ બે વ્યક્તિએ પરસ્પરને મળવા લોકેશન શેર કર્યુ હોય તો...

મેપ્સમાં નેવિગેશન દરમિયાન નવાં સ્થળ ઉમેરી શકાય…

થોડા સમય પહેલાં અમદાવાદમાં ભારે વરસાદને પગલે ઘણા લોકો રસ્તા પર ફસાયા હતા. આવે સમયે, ઘણા લોકોએ રસ્તામાં ક્યાં કેટલું પાણી હશે તેની સાથોસાથ ગાડીમાં પેટ્રોલ કેટલું બચ્યું છે એનો પણ વિચાર કરવો પડ્યો હશે. આપણે અજાણ્યા શહેરમાં હોઈએ ત્યારે પણ નજીકમાં પેટ્રોલ પમ્પ કે એટીએમ...

ડિજિટલ મેપ્સ, કમ્પ્યૂટર વિઝન, એઆઇ વગેરે ટેક્નોલોજીના ડેવલપમેન્ટ સાથે બદલાઈ રહ્યો છે આખી દુનિયાનો નક્શો

હમણાં ગૂગલની કોન્ફરન્સમાં જાહેર થયું કે મેપ્સ સર્વિસમાં દુનિયાને બિલકુલ નવી જ દૃષ્ટિએ જોઈ શકાશે.

જ્યાં જવું છે તે જગ્યા ખુલી છે કે નહીં તે જાણો

તમારે કોઈ દુકાન, રેસ્ટોરાં કે ઓફિસે જવાનું હોય અને લોકડાઉન-અનલોકની ગૂંચવણમાં, એ જગ્યા અત્યારે ખુલ્લી હશે કે નહીં એની મૂંઝવણ થાય છે? એ જગ્યાનો ફોન નંબર હોય તો સીધો ફોન કરીને પૂછી શકાય, બીજો એક ઉપાય ગૂગલને પૂછવાનો છે. એમાં પણ, સીધી મેપ્સ એપ ઓપન કરીને તેમાં એ જગ્યા સર્ચ...

મેપ્સમાં ગૂગલની જાસૂસી બંધ કરો

ગૂગલ મેપ્સનો તમે વારંવાર ઉપયોગ કરતા હો તો ક્યારેક ફુરસદે તેનાં સેટિંગ્સમાં અથવા myactivity.google.com પેજ પર જઈને જોઈ જુઓ કે ગૂગલ તમારા દરેક પગલાંનો કેવો રેકોર્ડ રાખે છે! અહીં તમે તારીખ મુજબ કયાં કયાં ગયા હતા તે મેપ પર જોઈ શકશો! સ્માર્ટફોનની તકલીફ એ છે કે જો તેને...

મેપ્સમાં પણ બનાવટ?

આપણે નાની-મોટી દરેક પ્રકારની માહિતી શોધવા માટે ગૂગલનો આશરો લઈએ છીએ, પણ ગૂગલ પરની દરેક બાબત સાચી માનશો નહીં. ગૂગલ મેપ્સમાં બનાવટી લિસ્ટિંગ બહુ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. કોઈ પણ ઉપયોગી સર્વિસનો ગેરલાભ લેવામાં આપણે માસ્ટરી મેળવી લીધી હોય એવું લાગે છે! તાજું ઉદાહરણ છે...

દુનિયાની દરેક જગ્યા માટે ત્રણ શબ્દનાં સરનામાં

જુદાં જુદાં સ્થળોને પોસ્ટલ સરનામાં આપવાની વ્યવસ્થામાં ઘણી ખામીઓ છે. તેના બદલે, હવે આખી દુનિયામાં ૩ બાય ૩ મીટરના દરેકે દરેક ખૂણાને, ફક્ત ૩ શબ્દોનું સરનામું આપવાની વ્યવસ્થા વિકસી છે. આ લેખમાં આ નવી વ્યવસ્થાનાં લેખાં-જોખાં તપાસીએ.

મજાનો મેળાપ માહિતી અને નકશાનો

નક્શાને વિવિધ સ્થળો સાથે સીધો સંબંધ છે અને એ સ્થળ સંબંધિત વિવિધ માહિતી પણ હોવાની જ - જિઓપીડિયા નામની એક સર્વિસ નક્શા પર સ્થળ અને વિકિપીડિયા પર તે વિશેના લેખનો મેળ બેસાડે છે. જો તમે ગૂગલ મેપ્સના ‘જબરા ફેન’ હશો તો તમે નોંધ્યું હશે કે ગૂગલ મેપ્સનું પણ શાહરુખ ખાન જેવું...

રસ્તે પૂરતું અજવાળું છે કે નહીં તે ગૂગલ મેપ્સમાં તપાસી શકાશે

આપણા દેશમાં દુર્ભાગ્યે દુષ્કર્મોના બનાવો સતત વધતા હોવાથી દરેક યુવતી, કિશોરી કે તેના માબાપ અસલામતી અનુભવે એ સ્વાભાવિક છે. ટેકનોલોજીની મદદથી આ અસલામતી કંઈક અંશે ઓછી કરી શકાય છે. ગૂગલ મેપ્સમાં આપણે પોતાનું લાઇવ લોકેશન નિકટના સ્વજન સાથે શેર કરી શકીએ છીએ અને એ સુવિધાની...

અજાણી જગ્યાએ સફર વખતે સલામતી જાળવો

જુદી જુદી કેબ એપમાં, આપણી મુસાફરીની વિગતો સ્વજન સાથે લાઈવ કરવાની સગવડ હોય છે. આ  સગવડ હવે ડાઇરેક્ટ ગૂગલ મેપમાં પણ ઉમેરાઈ છે. વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં વિવિધ શહેરોમાં ઉબર, ઓલા જેવી એપ કેબ સર્વિસ ખાસ્સી લોકપ્રિય થવા લાગી છે. આંગળીના ઇશારે આપણા આંગણે ટેકસી પહોંચાડી...

મેપ્સમાં ઇન્કોગ્નિટો મોડ

જ્યારે ઇન્ટરનેટ અને ગૂગલની વિવિધ સર્વિસીઝ માત્ર પીસી કે લેપટોપ પૂરતી સીમિત હતી ત્યારે પણ ઇન્ટરનેટ પરની આપણી દરેક ગતિવિધિ ગૂગલ અને તેના જેવી બીજી અનેક કંપની ચોકસાઈથી ટ્રેક કરતી હતી. આપણા હાથમાં સ્માર્ટફોન આવ્યા પછી અને લોકેશન ટ્રેક કરવાનું તદ્દન સરળ બન્યા પછી આપણું...

મેપ્સમાં પબ્લિક ટોઇલેટ શોધો

હવે તમે પોતાના શહેરમાં હો કે કોઈ અજાણ્યા શહેરમાં, ગૂગલ મેપ્સમાં ‘પબ્લિક ટોઇલેટ્સ નીયર મી’ કે ‘ટોઇલેટ’ સર્ચ કરી શકો છો. ગૂગલ મેપ્સની આ સુવિધાનો ઉપયોગ કરીને ભારતમાં હવે રોજેરોજ અઢી લાખથી વધુ લોકો તેમની નજીકનું પબ્લિક ટોઇલેટ શોધવા લાગ્યા છે. ગૂગલે આ માટે ભારત સરકારના...

અણુશસ્ત્રોની સંહારક્ષમતા દર્શાવતા ઇન્ટરએક્ટિવ મેપ્સ

અમેરિકા અને ઉત્તર કોરિયા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અણુયુદ્ધ થાય તો? તો કયા દેશના કયા અમુબોમ્બથી કેટલી જાનહાનિ થઈ શકે એનો ખાસ્સો સચોટ અંદાજ આપણે જાણી શકી છીએ. આગળ શું વાંચશો? અમેરિકાનાં અણુશસ્ત્રોની યાદી ઇન્ટરએક્ટિવ ડેટા વિઝ્યુઅલાઇઝેશન્સ ન્યૂકમેપ મિસાઇલમેપ અમેરિકન...

પાર્ક કરેલી કાર બતાવશે ગૂગલ આસિસ્ટન્ટ!

આપણને ગૂગલ કેટલી હદે ટ્રેક કરી શકે છે એનું એક નવું ઉદાહરણ સામે આવ્યું છે, જે આમ તો જૂનું છે! થોડા સમય પહેલાં મોબાઇલમાં ‘ગૂગલ નાઉ’ નામની સર્વિસમાં આપણે કંઈ પૂછીએ નહીં તો પણ, આપણે કામની હોય શકે તેવી માહિતી સામે ચાલીને દર્શાવવામાં આવતી હતી. હવે ગૂગલ નાઉની મોટા ભાગની...

મેપ્સમાં રોજિંદો ટ્રાફિક જાણો

ધીમે ધીમે આપણને સૌને એવી આદત પડવા લાગી છે કે આપણે કોઈ પણ સ્થળે જવાનું હોય ત્યારે રસ્તામાં કેટલો ટ્રાફિક નડશે એ આપણે ગૂગલ મેપ્સ ઓપન કરીને તપાસી લઈએ છીએ. ખાસ કરીને, ઘરથી ઓફિસ વચ્ચેની દૈનિક મુસાફરી મેપ્સથી વધુ સહેલી બની શકે છે. એ માટે ગૂગલ મેપ્સ ઓપન કરો અને તેમાં નીચેની...

મેપ્સમાં એક હાથે ઝૂમ-ઇન કરો

સ્માર્ટફોનમાં આપણને સૌને કોઈ પણ ઇમેજ વધુ મોટી કરીને જોવા માટે બે આંગળીથી પિન્ચ આઉટ કરવાની ટેવ છે. એ માટે આપણે એક હાથમાં સ્માર્ટફોન પકડીને બીજા હાથની આંગળીઓની મદદ લેવી પડે. પરંતુ ક્યારેક એવું બને કે આપણે એક હાથે જ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોઈએ (માની લો કે ત્યારે બીજા...

મેપ્સમાં એકથી વધુ સ્થળ ઉમેરો

આપણે કોઈ સ્થળે જવું હોય અને તેનો રસ્તો ખબર ન હોય તો હવે આપણી મદદ કરવા માટે ગૂગલ મેપ્સ તદ્દન હાથવગા હોય છે. ફોનમાં મેપ્સ એપ ઓપન કરો, હોમ સ્ક્રીન પર ડિરેકશન સૂચવતા ‘ગો’ બટન પર ક્લિક કરો અને તમારા લોકેશનથી જ્યાં જવું હોય તે ડેસ્ટિનેશન લખતાં એપ આપણને કાર, ટુ  વ્હિલર,...

આજે ક્યાં જમવા જશું?

ગૂગલ મેપ્સમાં નવા ફીચરથી, આ સવાલનો જવાબ વોટિંગથી મેળવી શકાશે! રજાઓમાં કોઈ સ્થળે સાથે ફરવા ગયેલા ચાર-પાંચ મિત્રોનાં ફેમિલી હોય કે પછી વીક-એન્ડ સેલિબ્રેટ કરવા માગતા સ્કૂલ-કોલેજના ફ્રેન્ડ્સ હોય, આ સવાલ ઘણી વાર સૌને સતાવતો હોય છે - લંચ કે ડીનર માટે ક્યાં જશું? હવે આપણી...

કેવી રીતે તૈયાર થાય છે ગૂગલ અર્થ માટે ઇમેજ અને ૩ડી મોડેલ્સનો ડેટાબેઝ?

આગળ શું વાંચશો? કેવી રીતે તૈયાર થાય છે પૃથ્વીનું ડિજિટલ સ્વરૂપ? આગળની કરામત ‘ફોટોગ્રામેટ્રી’થી ગૂગલ અર્થ ક્યારે ક્યારે અપડેટ થાય છે? પૃથ્વીનાં પરિવર્તનો ઝીલે છે અર્થ ‘સાયબરસફર’માં ગૂગલ અર્થ પ્રોગ્રામ વિશે અત્યાર સુધીમાં ઘણું બધું લખાયું છે. ૧૮ વર્ષ પહેલાં, વર્ષ...

તમે જે જાણો છો, તે મેપ્સમાં સૌને જણાવો

ધારો કે તમે પરિવાર સાથે સોમનાથ મંદિરના પ્રવાસે જવાનું નક્કી કર્યું. પરિવારમાં એક વડીલ એવા છે, જેમને પગની તકલીફ છે, ચાલી શકતા કે સીડી ચઢી શકતા નથી. સોમનાથ મંદિરમાં વ્હીલચેરની સગવડ છે કે નહીં અને હોય, તો છેક મંદિર સુધી પહોંચવા માટે રેમ્પ કે લિફ્ટની વ્યવસ્થા છે કે નહીં એ...

સબમરીન કેબલ્સનું જાળું બતાવતા મેપ્સ

જો તમે સાયબરસફર સાથે લાંબા સમયથી જોડાયેલા હશો તો તમે જાણતા હશો કે ફેબ્રુઆરી ૨૦૧૫માં આપણે ઇન્ટરનેટ ડેટાની રસપ્રદ સફર સાત સમંદર પાર શીર્ષક હેઠળ આખી દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે ઇન્ટરનેટ ડેટાની આપ-લે કરતા સબમરીન કેબલ્સની વિગતવાર વાત કરી હતી. આખી દુનિયાના મહાસાગરોમાં...

મેપ્સમાંથી હોટેલ રૂમ બુક કરો

તમારે પ્રમાણમાં અજાણ્યા શહેરમાં જવાનું હોય ત્યારે ત્યાં માટે હોટેલ બુકિંગ કરવા ઘણી સાઇટ્સ ઉપયોગી થઈ શકે. પરંતુ એ હોટેલનું લોકેશન કેવું છે અને આજુબાજુનો વિસ્તાર કેવો છે તથા તમારે એ શહેરમાં જ્યાં જ્યાં જવાનું છે એ સ્થળો હોટેલથી કેટલાંક દૂર છે એ બધું જાણવામાં ગૂગલ મેપ્સ...

મેપ્સમાં કાર પાર્કિંગ નોંધી લો!

એરપોર્ટના વિશાળ પાર્કિંગ પ્લોટ્સ જેવી કોઈ જગ્યાએ તમે કાર પાર્ક કરો પછી કાર એક્ઝેટલી ક્યાં પાર્ક કરી હતી તે યાદ રાખવું મુશ્કેલ બની જતું હોય તો ગૂગલ મેપ્સ તમારી મદદ કરી શકે છે. જોકે એ માટે તમારા ફોનમાં લોકેશનનું સેટિંગ ઓન હોવું જરૂરી છે. કાર પાર્ક કર્યા પછી...

મેપ્સમાં અંતર કેવી રીતે જોઈ શકાય?

આમ તો ગૂગલમાં નેવિગેશનમાં બે સ્થળ લખીએ એ સાથે ગૂગલ મેપ એક સ્થળથી બીજા સ્થળ સુધીના જુદા જુદા રસ્તા બતાવીને આપણે જે રસ્તો પસંદ કરીએ તે રસ્તો કેટલો લાંબો છે અને કારમાં કે ચાલતા કેટલો સમય લાગશે તે આપણને જણાવે છે. પરંતુ આપણે એવું રસ્તાનું અંતર માપવાને બદલે કોઈ પંખી એક સીધી...

મેપ્સમાં બસનું રીયલ ટાઇમ ટ્રેકિંગ

સાયબરસફરના જૂના વાચકોને યાદ હશે કે, આપણે છેક એપ્રિલ, ૨૦૧૩ના અંકમાં જાણ્યું હતું કે ગૂગલ મેપ્સમાં અમદાવાદની એએમટીએસ અને બીઆરટીએસ ઉપરાંત જુદા જુદા સંખ્યાબંધ શહેરોની સીટી બસ, લોકલ ટ્રેન તથા મેટ્રો સર્વિસનું ટાઇમ ટેબલ જોઈ શકાય છે અને જ્યારે આપણે આ વિગતો તપાસી રહ્યા હોઈએ,...

નવી નવાઈનું નકશાનું વિશ્વ

હજી દસ વર્ષ પહેલાં જે માત્ર કાગળ કે કાપડ પર જોવા મળતા હતા એ નકશાએ આજે આપણા ડેસ્કટોપ કે મોબાઇલ ડિવાઇસમાં બિલકુલ નવો ડિજિટલ અવતાર મેળવ્યો છે અને હવે એ એકદમ ઝડપથી આપણી દુનિયા બદલી રહ્યા છે. આગળ શું વાંચશો? ગૂગલ મેપ્સ વિશે જાણવા જેવું કઈ રીતે વિકસ્યા ગૂગલ મેપ્સ માની લો કે...

પહેલાં મેળવીએ ગૂગલ મેપ્સનો પ્રારંભિક પરિચય

ગૂગલ મેપનો ઉપયોગ આમ તો તદ્દન સરળ છે, પણ તેમાં એટલી બધી સુવિધાઓ છે કે ક્યારેક તેનો નવોસવો ઉપયોગ કરનારી વ્યક્તિ ગૂંચવાઈ શકે છે. અહીં ડેસ્કટોપ પર ગૂગલ મેપ્સમાં જોવા મળતો સામાન્ય ઇન્ટરફોસ અને તેનાં દરેક પાસાંની માહિતી આપી છે. આપણા દેશ અનુસાર, આમાંની કેટલીક બાબતો બદલાઈ શકે...

મેપ્સમાં આપણે શું શું સર્ચ કરી શકીએ?

ગૂગલ મેપ્સનો ડેસ્કટોપ પર ઉપયોગ કરતા હોઈએ કે મોબાઇલમાં, તેમાં સર્ચ કરવાની કેટલીક પ્રાથમિક સમજ મેળવી લઈએ તો આપણું કામ સહેલું બને છે. ખાસ કરીને સર્ચ પેનલમાં જે રીઝલ્ટ મળે છે તેમાં કઈ કઈ માહિતી મળે છે તે સમજી લેવું જ‚રુરી છે. આગળ શું વાંચશો? બિઝનેસ એડ્રેસ રોડ અને...

ગૂગલ મેપ્સમાં શક્ય છે આ બધું….

 જીપીએસ નેવિગેશન માત્ર એન્ડ્રોઇડ ડિવાઇસ પર મળતી સુવિધા. આ સગવડ ધરાવતા સ્માર્ટફોન સાથે તમે કારમાં જતા હો તો જ્યાં પહોંચવું હોય તેના દરેક વળાંકની માહિતી મળી રહે (આગળ વાંચો વિગતવાર લેખ). માય મેપ્સ ગૂગલ મેપ્સમાં તમે તમારી પસંદના નકશા બનાવીને મિત્રો સાથે શેર કરી શકો છો....

ગૂગલ મેપ્સની કેટલીક અજાણી, પણ મજેદાર વાતો

ગૂગલ મેપ્સમાં જગતની કેટલીક ઇમેજીસ એકઠી થઈ હશે? ગૂગલ મેપ્સમાં સેટેલાઇટ, પ્લેન કે રસ્તા પરથી થયેલી ફોટોગ્રાફીની મદદથી ખરેખર પાર વગરની ઇમેજીસ એકઠી કરવામાં આવી છે. આંકડાની રીતે જોઈએ તો ૨૦ પેટાબાઇટ્સથી વધુ, એટલે કે ૨૧૦ લાખ જીબી. આપણા કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની ક્ષમતા માંડ...

ગૂગલ મેપ્સમાં બિઝનેસ ફોટોઝ અને ઇન્ડોર મેપ્સ

વેલેન્ટાઇન ડે વીત્યાને ભલે બે મહિના થઈ ગયા હોય, આપણે એના સંદર્ભે વાત કરીએ. તમે પતિ, પત્ની કે બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડને અગાઉ ક્યારેય ન ગયા હોય એવી કોઈ સરસ મજાની રેસ્ટોરાંમાં લઈ જઈને સરપ્રાઇઝ આપવાનું વિચાર્યું  હોય, ઝાંખા અજવાળામાં ધીમા અવાજે મીઠી ગુસપુસ કરવાનાં સપનાંય...

મેપ્સનું અમદાવાદી સિટી બસ કનેક્શન!

જો હાથમાં સ્માર્ટફોન હોય તો અમદાવાદની એએમટીએસ બસના સ્ટેન્ડ પર વાસણા કે મણીનગર જવા માટે કઈ બસ કેટલા વાગે, ક્યાંથી મળશે એ જાણવા ફાંફાં મારવાં નહીં પડે. આ બધું જ તમને કહેશે ગૂગલ મેપ્સ. આગળ શું વાંચશો? મેપ્સમાં નેવિગેશન શું છે આ જીપીએસ? ધારો કે તમને કોઈ સારી કંપનીમાં...

નજરે જુઓ આખી પૃથ્વીનું પ્રદૂષણ

શિયાળો બેસતાં જ આપણે ઢળતી સાંજે આપણી માથે ઝળૂંબતું પ્રદૂષણ જોઈ શકીએ છીએ. આ પ્રદૂષણ આખી પૃથ્વી પર કેવી રીતે ફેલાઈ રહ્યું છે એ બતાવે છે એક ઇન્ટરએક્ટિવ મેપ.  દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તેમની રાજકીય નિવેદનબાજી માટે જેટલા જાણીતા છે, એટલા જ જાણીતા તેમની ખાંસી...

જાહેર શૌચાલયો હવે ગૂગલ મેપ પર

ગૂગલ મેપ્સ પર આપણે નજીકનું રેસ્ટોરાં કે બેન્કનું એટીએમ તો શોધી જ શકીએ છીએ, હવે જાહેર શૌચાલય શોધવાનું પણ સરળ બનશે!  ગૂગલ મેપ સર્વિસમાં નવી દિલ્હી ઉપરાંત ગાઝિયાબાદ, ગુરુગ્રામ, નોઇડા, ફરિદાબાદ, ભોપાલ તથા ઇન્દોરમાંનાં 4,000 જેટલાં જાહેર શૌચાલયોનાં સરનામાં ઉમેરાઈ ગયા છે....

ફેવરિટ રેસ્ટોરાંમાં અત્યારે કેટલી ભીડ હશે?

[vc_row][vc_column][vc_column_text]રવિવારી સાંજે તમે કોઈ પણ રેસ્ટોરાંમાં જાઓ, એ ભરચક હોય અને રાહ જોતા ઊભા રહેવાની તૈયારી રાખવી જ પડે. હવે એવું બનશે કે તમે સ્માર્ટફોનમાં તમારી ફેવરિટ રેસ્ટોરાં સર્ચ કરો અને જે તે ક્ષણે ત્યાં કેટલીક ભીડ છે, એ લાઇવ જાણી શકશો! નવાઈ લાગી?...

લંડન મેટ્રો ટ્રેન નેટવર્કનો લાઇવ મેપ

તમે ક્યારેય ‘સ્કોટલેન્ડયાર્ડ’ નામની એક રોમાંચક બોર્ડ ગેમ રમ્યા છો? આ ગેમમાં લંડન શહેરનો એક મોટો નકશો આપવામાં આવે છે. તેમાં એક પ્લેયર ભાગેડુ ગુનેગાર બને છે, બાકીના ત્રણ કે ચાર પ્લેયર સ્કોટલેન્ડયાર્ડના ડિટેક્ટિવ બને છે. આ સૌને લંડનની અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન, બસ અને...

ઓફલાઇન મેપ્સ હવે સ્ટોર કરો ડેટા કાર્ડમાં

મોબાઇલમાં અપૂરતી સ્પેસ એ સ્માર્ટફોન ધરાવતા લગભગ બધા ભારતીયોનો પ્રાણપ્રશ્ન છે અને હવે આ વાત ગૂગલને પણ સમજાઈ છે. તમે કોઈ અજાણ્યા શહેરમાં જતા હો ત્યારે ગૂગલ મેપ્સમાંનો તેનો નક્શો ઓફલાઇન ઉપયોગ માટે સ્માર્ટફોનમાં સેવ કરી શકાય છે એ તમે જાણતા જ હશો (વાંચો ‘સાયબરસફર’નો...

મેપ્સમાં સમર ઓલિમ્પિક્સની અસર

આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં ૨૦૧૬ સમર ઓલિમ્પિક્સની શરૂઆત થઈ ગઈ હશે. આ શહેરની વસતી આમ પણ ૬૦ લાખ જેટલી છે, તેમાં ૧૦,૦૦૦થી વધુ ખેલાડીઓ, પાંચ લાખ જેટલા મુલાકાતીઓ અને હજારો વ્યવસ્થાપકોનો મેળાવડો જામશે. આ શહેરમાં સંખ્યાબંધ અલગ અલગ...

એરલાઇન્સ દ્વારા બેગેજનું સ્માર્ટ ટ્રેકિંગ

તમે અમદાવાદથી મુંબઈ કે લંડનની ફ્લાઇટમાં મુસાફરી કરો અને તમારી બેગ્ઝ દિલ્હી કે સિંગાપોર પહોંચી ગઈ હોય એવું તમારી સાથે બન્યું છે? આવા કિસ્સામાં મુસાફરોને તો હાલાકી થાય જ છે, પણ સામાન પરત લાવવામાં એરલાઈનને પણ મોટો ખર્ચ થાય છે. જગતભરની એરલાઈન્સ પોતાની નાલેશી ટાળવા એ...

માહિતી અને નક્શાનો મેળાપ

જાણી લો, અનેક રીતે ઉપયોગી વિકિપીડિયાના લેખો જરા જુદી તપાસવાની એક નવી રીત ! જો તમે ગૂગલ મેપ્સના જબરા ફેન હશો તો તમે નોંધ્યું હશે કે ગૂગલ મેપ્સનું પણ શાહરુખ ખાન જેવું થતું જાય છે- પહેલાં જેવી મજા હવે નથી (શાહરુખની બાબતમાં તમારો જુદો મત હોઈ શકે, પણ ગૂગલ મેપ્સમાં તો એવું...

ઘેરબેઠાં કરો વર્લ્ડ ટ્રીપ

વિશ્વનાં જુદાં જુદાં પ્રસિદ્ધ સ્થળોનો જરા જુદી રીતે પ્રવાસ ખેડવો છે? tripglimpse.com સાઇટ પર એક નક્શા પર વિવિધ સ્થળોનાં જોવાલાયક સ્થળોના વીડિયો જોવા મળશે. સાથે એ સ્થળ સંબંધિત વિકિપીડિયાનો લેખ તો ખરો...

સ્માર્ટફોનમાંના મેપ્સ લાઇવ ટ્રાફિક કેવી રીતે બતાવે છે?

સવાલ લખી મોકલનારઃ નિરવ વોરા, રાજકોટ  આપણે પોતે આપેલી માહિતીના આધારે! જેમ એફએમ રેડિયો ચેનલ પર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિકમાં ફસાયેલા લોકો રેડિયો સ્ટેશનની ઓફિસે ફોન કરીને ટ્રાફિક અપડેટ્સ આપે છે અને આરજે એ માહિતી બાકીના શ્રોતાઓ સુધી પહોંચાડે છે, કંઈક એ જ રીતે...

સાંસદોની કામગીરીના લેખા-જોખા

વિદેશોમાં વિવિધ પ્રસાર માધ્યમો લોકપ્રતિનિધિઓની કામગીરી પર બાજનજર રાખતાં હોય છે, હવે ભારતમાં પણ આપણે ચૂંટેલા લોકોને મદદરૂપ થવા તથા તેમની કામગીરીની લોકોને વિગતવાર માહિતી આપવાના પ્રયાસો વિસ્તરી રહ્યા છે. આ મહિનાની 26મી તારીખે આપણે જેની રજાનો આનંદ માણીશું, એ ગણતંત્ર...

નેવિગેશન, હવે ઓફલાઇન પણ

હજી ગયા અંકમાં જ આપણે વાત કરી હતી કે કોઈ અજાણ્યા શહેરમાં જવાનું થાય ત્યારે તેનો નક્શો આપણા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરીને આપણે તેનો ઇન્ટરનેટ કનેક્શન વગર પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારે મર્યાદા એટલી હતી કે સ્માર્ટફોનમાંનો આ ઓફલાઇન નક્શો કાગળના નક્શા જેવું જ કામ આપતો હતો,...

ભોમિયા સાથે ભમીએ ડુંગરા

આ લેખના શીર્ષક માટે જેનો આધાર લીધો છે, એ કવિ શ્રી ઉમાશંકર જોશીની મૂળ પંક્તિઓ તો જુદી છે ને બહુ મજાની છે, "ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી... નેટ પર જરા સરખું સર્ચ કરશો તો આખું ગીત...

“કહું છું, ક્યાં છો તમે?”

મુંબઈ હોય કે અમદાવાદ, ઘર બહાર ગયેલા સ્વજનની સલામતી વિશે પરિવારના અન્ય સભ્યો સતત ચિંતામાં રહે છે. સ્માર્ટફોનનની મદદથી, આપણે એકબીજાનું સચોટ લોકેશન જાણી શકીએ છીએ, સતત! મુંબઈ બ્લાસ્ટ્સ પર આધારિત ફિલ્મ ‘વેનસડે’ તમે જોઈ હતી? તેમાં, આતંકવાદીઓ સામે અકળાયેલા કોમનમેન...

ગૂગલ નેવિગેશનમાં હવે હિન્દીમાં માર્ગદર્શન

‘સાયબરસફર’ના એપ્રિલ ૨૦૧૩ અંકની કવરસ્ટોરીમાં આપણે સ્માર્ટફોનમાં નેવિગેશનની વિગતવાર વાત કરી ગયા છીએ. આ સુવિધાથી સ્માર્ટફોનમાં આપણે ઘણી અસરકારક રીતે લાઇવ નેવિગેશન એટલે કે ધાર્યા સ્થળે પહોંચવા માટે નક્શા પર જીવંત માર્ગદર્શનની સુવિધા મેળવી શકીએ છીએ. જેમ કે તમે...

એક શહેરની ભૂતકાળથી વર્તમાન સુધીની સફર

ગયા મહિને, ન્યૂ યોર્ક શહેરને ૩૫૦ વર્ષ પૂરાં થયાં. શહેર તો એ પહેલાં પણ હતું, પણ  એ સમયે એ ન્યૂ એમ્સ્ટરડેમ તરીકે ઓળખાતું અને ડચ શાસન હેઠળ હતું. સપ્ટેમ્બર ૮, ૧૯૬૬ના દિવસે ઇંગ્લેન્ડની સેનાએ મેનહટ્ટન ટાપુ પરના આ શહેરનો કબજો સંભાળ્યો અને કિંગ ચાર્લ્સ બીજના ભાઈ તથા યોર્કના...

અણુબોમ્બની અસર, નક્શા પર

ઓગસ્ટ ૬, ૧૯૪૫ના દિવસે જાપાનના શહેર હીરોશીમા પર અમેરિકન બી-૨૯ બોમ્બર પ્લેનમાંથી ‘લિટલ બોય’ નામ ધરાવતો અણુબોમ્બ ઝીંકાયો. એ સાથે એકસાથે ૮૦,૦૦૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા. અણુબોમ્બની પ્રચંડ તાકાતને કારણે શહેરનાં ૬૯ ટકા જેટલાં મકાનો તદ્દન ધરાશાયી થયાં અને બીજાં અનેક મકાનોને...

વધુ એક ચાઇનીઝ મોબાઇલ કંપની, ભારતમાં

ભારતના સ્માર્ટફોન માર્કેટમાં, માત્ર ઓનલાઇન માધ્યમ દ્વારા ફોન વેચવાનું ચલણ વધી રહ્યું છે. મોટોરોલા કંપનીએ તેા મોટો-ઇ, મોટો-જી, મોટો-એક્સ વગેરે ફોન માત્ર ફ્લિપકાર્ટ દ્વારા મળે એવી વ્યવસ્થા કરી છે, મતલબ કે આ ફોન આપણે નજીકની મોબાઇલ શોપમાં જઈને ખરીદી શકતા નથી. બીજી અમુક...

હેલ્મેટમાં નેવિગેશન

લાગે છે કે ગૂગલ ગ્લાસમાંથી ઘણા લોકો જુદી જુદી પ્રેરણા લઈ રહ્યા છે. રશિયાના કેટલાક મોટરસાઇકલિંગ પ્રેમી એન્જિનિયર્સ ગૂગલ ગ્લાસના કન્સેપ્ટને હેલ્મેટમાં સમાવી રહ્યા છે! મોસ્કોના આ એન્જિનિયર્સે લાઇવમેપ નામની એક કંપની બનાવી છે અને તેઓ હેલમેટમાં જ ઓગમેન્ટેડ રિયાલિટી સાથેની...

આખી દુનિયાની ગાઇડેડ ટુર

ઓફિસના કામકાજથી કે અભ્યાસથી કંટાળ્યા હો અને ઘડી-બે ઘડી કંઈક જુદું કરવાનો વિચાર આવે ત્યારે વોશિંગ્ટનનું વ્હાઇટ હાઉસ, દિલ્હીનું સંસદ ભવન કે કન્યાકુમારીનું વિવેકાનંદ રોક મેમોરિયલ કે હિમાલયમાંનું માનસરોવર કે પછી હોલીવૂડના સ્ટાર્સનાં ભવ્ય મેન્શન્સ વગેરે વગેરે સ્થળોએ લટાર...

ભારતમાં પણ હાથવગા બન્યા ઇન્ડોર મેપ્સ!

ગૂગલ મેપ્સમાં હવે ભારતનાં ૨૨ શહેરોનાં ૭૫ સ્થળોના ઇન્ડોર મેપ્સ ઉપલબ્ધ થયા છે, મતલબ કે મોલમાં કોઈ ચોક્કસ શોપ શોધવા હવે ફાંફાં મારવાં પડશે નહીં! માની લો કે તમે બે-ચાર મિત્રકુટુંબો બેંગલોર ફરવા ગયા છો અને ત્યાં ઓરિઓન કે ગોપાલન સિગ્નેચર મોલ જેવા કોઈ મોટા મોલમાં શોપિંગ કરવા...

“હેં? યુટ્યૂબ પેઇડ થઈ જશે?

દુનિયાભરના અનેક લોકો જે સર્વિસ પરના અનેક વીડિયોમાં અનેક કલાકો સુધી પરોવાયેલા રહે છે તે યુટ્યૂબ સર્વિસ ટૂંક સમયમાં પેઇડ થઈ રહી હોવાના સમાચારે કેટલાયના જીવ અધ્ધર કરી દીધા છે. આવો જાણીએ, હકીકત શું છે? આગળ શું વાંચશો? કોઈને પણ રોકડી કરવા લલચાવે તેવી યુટ્યૂબની...

વિશ્વને જાણો, નકશા પર

તમે ભારતના નકશામાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનું સ્થાન બતાવી શકો? "એમાં કઈ મોટી વાત છે એમ કહેતાં પહેલાં વિચારજો! ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર્ વગેરે તો ઠીક છે, પણ મિઝોરમ, નાગાલેન્ડ વગેરેમાં ગોથાં ખાવાની પૂરી શક્યતા છે. ઉપરાંત, ભારતનો નકશો એ તો આખા વિશ્ર્વના...

વેકેશનમાં ઉપડો વિશ્વ પ્રવાસે!

આ વેકેશનમાં સિડનીનું ઓપેરા હાઉસ જોવું છે - એ પણ પ્રાઇવેટ બોટના ડેક પરથી? અથવા લંડનનો ટ્રફલર સ્ક્વેર જોવો છે કે બકિંગહામ પેલેસમાં લટાર મારવી છે? આ બધું જ શક્ય છે, ગૂગલ મેપ્સ પર આધારિત એક સાઇટ પર. આ વખતના અંકમાં, ઘણાં ખરાં પેજીસ નીચે વિશ્વનાં જુદાં જુદાં સ્થળો કે...

આકાશમાંથી વિશ્વદર્શન કરાવતી અનોખી વેબસાઇટઃ દુનિયાની કોઈ પણ જગ્યા પર જાતે પ્લેન ઊડાડો!

ગૂગલ અર્થ વિશે આપણે સૌ જાણીએ છીએ. પણ તમે એ જાણો છો કે ગૂગલ અર્થની મદદથી, આપણે આખી દુનિયામાં ગમે ત્યાં પ્લેન ઉડાવીને નીચેની દુનિયા જોવાનો આનંદ માણી શકીએ છીએ? એ માટે તમારે મુલાકાત લેવી પડે આ ખાસ વેબસાઇટની. આગળ વાંચો આ સાઇટનો પૂરો લાભ લેવા વિશે સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી....

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop