ભોમિયા સાથે ભમીએ ડુંગરા

આ દિવાળીની રજાઓમાં તમે કોઈ પેકેજ્ડ ટુરમાં જઈ રહ્યા હો કે પછી પોતાની મેળે, પોતાની કારમાં પ્રવાસે નીકળવાના હો, તમારા સ્માર્ટફોનમાં જે તે સ્થળનો નક્શો ઓફલાઇન ઉપયોગ માટે ડાઉનલોડ કરી લેશો તો પ્રવાસનો આનંદ વધારી શકશો

x
Bookmark

આ લેખના શીર્ષક માટે જેનો આધાર લીધો છે, એ કવિ શ્રી ઉમાશંકર જોશીની મૂળ પંક્તિઓ તો જુદી છે ને બહુ મજાની છે, “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી… નેટ પર જરા સરખું સર્ચ કરશો તો આખું ગીત વાંચી તો ઠીક સાંભળી પણ શકશો.

ફિલ્મ ‘જબ વી મેટ’ના પેલા ગીત “હમ જો ચલને લગે, ચલને લગે હૈં યે રાસ્તે, આ હા હા, મંઝિલ સે બેહતર લગને લગે હૈં યે રાસ્તે…માં પણ બરાબર આ જ મસ્તી ઝીલાઈ છે. ગુજરાતી અને હિન્દી બંને ગીતમાં કોઈના માર્ગદર્શન વિના બસ, નીકળી પડવાનો અલગારી મિજાજ છે.

ખેર, આપણે તો દિવાળીમાં ત્રણ-ચાર દિવસની રજાઓમાં એક-બે દિવસની રજા ઉમેરીને અને પહેલેથી ટ્રાવેલ અને હોટેલનું બધું ફૂલપ્રૂફ બુકિંગ કરાવીને પ્રવાસે નીકળનારા અને ટ્રાવેલ કંપનીના મેનેજર કહે ત્યારે શોપિંગ કરવા અને એ કહે ત્યારે ‘સાઇટસીન’ (એમાં સીઇંગના બદલે સીન પાપ જ થાય!) કરવા જનારા લોકો છીએ. કોઈ પણ ટુરિસ્ટ પ્લેસ કે શહેરને નજીકથી જાણવું ને માણવું હોય તો પગપાળા નીકળી પડવા જેટલું કારગત બીજું કંઈ નથી, પણ આપણને ફૂટલૂઝ ટ્રાવેલિંગની બાદશાહી પોસાય એમ નથી, એમાં  રૂપિયાની જરૂર ન હોવા છતાં!

અલબત્ત, એટલું ખરું કે દિવાળીની રજાઓમાં ટ્રેન કે ફ્લાઇટ બુકિંગ સમયસર કરાવી ન શકીએ ત્યારે આપણે કાર લઈને રાજસ્થાનના ઉદયપુર, જયપુર, જોધપુર, જેસલમેર, મધ્ય પ્રદેશના પંચમઢી કે મહારાષ્ટ્રના માથેરાન, લોનાવલા સુધી આંટો મારવા નીકળી પડીએ ખરા.

આવે સમયે ટ્રાવેલ કંપનીના મેનેજર જેવો ભોમિયો નહીં, પણ ખિસ્સામાં પડેલા સ્માર્ટફોનમાંના મેપ જેવો ભોમિયો સાથે હોય અને આપણે માટે અજાણી જગ્યાનો પહેલાં નક્શા પર બરાબર પ્રવાસ કરી લઈએ અને પછી એ સ્થળે પહોંચીએ તો પ્રવાસમાં જરા વધુ મજા ઉમેરી શકાય.

જો આપણે એ સ્થળે પહોંચ્યા પછી પણ ત્યાંના મેપને હાથવગો રાખી શકીએ તો આપણી મજા અને સગવડ બંને વધે. જોધપુર પહોંચ્યા પછી મહેરાન ગઢ જોઈને ઉમેદ ભવન પેલેસ સુધી પહોંચવું હોય તો ફટાફટ સ્માર્ટફોન કાઢીને એમાં નક્શા પર રસ્તો બરાબર સમજી લઈએ તો રઝળપાટ થોડી ઓછી થાય.

હવે, બહારગામ ગયા હોઈએ ત્યારે આપણને વાઇ-ફાઇની સુવિધા તો મળે નહીં, મહામૂલા ડેટા પ્લાનનો ખર્ચ આકરો લાગે અને ઘણી વાર સારું કવરેજ ન મળવાને કારણે પણ ઓનલાઇન મેપ એક્સેસ ન કરી શકાય.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here