Home Tags Apps gallery

Tag: apps gallery

જોખમી એપ્સનું વધતું દૂષણ

ખુશી કે માહિતી આપવાને નામે છેતરપિંડી કરતી એપ્સ/સાઇટ્સ વારંવાર પ્લે સ્ટોરમાંથી દૂર કરાય છે, છતાં... આગળ શું વાંચશો? સેલ્ફીને બ્યુટીફૂલ બનાવતી આપતી એપ્સ અવાજની જાસૂસી કરતી એપ્સ સરકારી યોજનાઓ સંબંધિત એપ્સ/વેબસાઇટ્સ આ દૂષણનો ઉપાય શું? ગૂગલે પ્લે સ્ટોરમાંથી દૂર કરેલી ફોટો એપ્સ તમને સેલ્ફી લેવાનો શોખ છે?સેલ્ફી લઈને મિત્રોમાં શેર કરવાથી સંતોષ થતો નથી? તમે તમારી સેલ્ફીને જરા વધુ ઇન્ટરેસ્ટિંગ ટવીસ્ટ આપવાની ફિરાકમાં રહો છો? અથવા ભારત સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ તમને લાભ મળી શકે કે નહીં એ તમારે જાણવું છે? આધાર કાર્ડ બનાવવા સંબંધી...

એમઆઇ પે એપ લોન્ચ થઈ

ભારતમાં વધુ એક યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત પેમેન્ટ એપ લોન્ચ થઈ છે. ચાઇનીઝ મોબાઇલ કંપની ઝાયોમીએ ‘એમઆઇ પે’ નામે આ સર્વિસ લોન્ચ કરી છે. કંપનીએ ભારપૂર્વક કહ્યું છે કે તેણે પેમેન્ટ એપનો ડેટા ભારતમાં સ્ટોર કરવાની જરૂરિયાતનું પાલન કર્યું છે અને એમઆઇ પે એપને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની મંજૂરી મળી છે. એમઆઇ પેમાં પેમેન્ટ્સ સર્વિસ પ્રોવાઇડર તરીકે આઇસીઆઇસીઆઈ બેન્ક કામ કરશે. યુપીઆઈ ઉપરાંત ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગથી પણ પેમેન્ટ થઈ શકશે. ભારતમાં યુપીઆઈ આધારિત ઓનલાઇન પેમેન્ટ સારી એવી ગતિ પકડી રહ્યું છે....

આસપાસની દુનિયા ‘જોવા’માં મદદ કરતી એપ

માઇક્રોસોફ્ટ કંપનીએ એક એવી એપ વિક્સાવી છે જે દૃષ્ટિની તકલીફ ધરાવતી વ્યક્તિને જુદી જુદી અનેક રીતે મદદરૂપ થઈ શકે છે, અલબત્ત અત્યારે આ એપ પ્રાયોગિક ધોરણે ઉપલબ્ધ છે તમે અત્યારે આ લેખ વાંચી શકો છો, એનો અર્થ એવો છે કે આ લેખમાં જેની વાત કરી છે એ એપની તમને જરૂર નથી! તેમ છતાં જેમને જરૂર છે એમને ટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થઈ શકે છે એ સમજવા આગળ વાંચો! અહીં આપણે જે એપની વાત કરવી છે એની અમુક ખાસ લોકોને કેટલી જરૂર છે તેનો જાતઅનુભવ કરવો હોય...

હેકર્સ આપણી બેન્ક એપની વિગતો કેવી રીતે મેળવે છે?

હવે સૌના મોબાઇલમાં બેન્કિંગ એપ્સ પહોંચી ગઈ હોવાથી હેકર્સ તેના સુધી પહોંચવા જુદા જુદા કેટલાય રસ્તા અપનાવવા લાગ્યા છે - આપણા માટે સાવચેતીમાં જ સાવધાની છે. આગળ શું વાંચશો? ફિશિંગ બનાવટી એપ્સ એપનું હાઇજેકિંગ કીલોગર્સ ‘મેન ઇન ધ મીડલ’ સિમ સ્વેપિંગ ફેબ્રુઆરી ૨૦૧૯ના અંકમાં આપણે ‘સિમ કાર્ડ સ્વેપ ફ્રોડ’ તરીકે જાણીતી, આપણા ઓટીપી ચોરવાની રમત વિશે વિગતવાર વાત કરી હતી. એ પછી સંખ્યાબંધ વાચકોએ, હેકર્સ આપણા બેન્કિંગ એકાઉન્ટને લગતી વિગતો અને ત્યાર પછી ઓટીપી ચોરવાની જુદી જુદી કેવી પદ્ધતિઓ અજમાવે છે તે વિશે લખવા સૂચવ્યું. તો આ...

બેન્કિંગ એપ્સ : સલામતીનાં પગલાં : ફોનમાં અજાણી-જોખમી એપનું ઇન્સ્ટોલેશન કેવી રીતે અટકાવશો?

હેકર્સની જોખમી એપ ફોનના સત્તાવાર એપ સ્ટોરમાં પાસ ન થઈ શકતી હોય તો તે સોશિયલ સાઇટ્સ કે અન્ય રીતે આપણા ફોનમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. તેને અટકાવવા નિશ્ચિત પગલાં લેવાં જરૂરી છે. આગળના લેખમાં આપણે જાણ્યું તેમ, હેકર્સ જુદી જુદી ઘણી રીતે આપણી બેન્કિંગ એપ્સના આઇડી-પાસવર્ડ મેળવે છે અને ત્યાર પછી ફોનમાં આવતા ઓટીપી સુધી પહોંચવાની કોશિશ કરે છે. તેમને અટકાવવા માટેના અને તમારા જે સ્માર્ટફોનમાં મોબાઇલ બેન્કિંગ એપ્સ હોય તેને સલામત રાખવાના મુખ્ય બે ઉપાય છે : સ્માર્ટફોનમાં સત્તાવાર એપ સ્ટોર સિવાય અન્ય કોઈ રીતે,...

બેન્કિંગ એપ્સ : સલામતીનાં પગલાં : કોઈ અજાણી-જોખમી એપ્સને તમારા ઓટીપી વાંચવાની મંજૂરી આપી નથીને?

ફોનમાંની ઘણી એપ્સ માટે આપણા ફોનમાં આવતા મેસેજ વાંચવા જરૂરી હોય છે, પણ અમુક એપને આવી મંજૂરી અજાણતાં આપી દીધી હોય તો તે જોખમી બની શકે. આ અંકમાં આગળના લેખમાં આપણે જાણ્યું કે હેકર્સ કોઈક રીતે આપણી બેન્કિંગ એપ્સના આઇડી-પાસવર્ડ મેળવ્યા પછી, આપણા ફોનમાં આવતા ઓટીપી જાણવાની વિવિધ રીતે કોશિશ કરે છે. આવો એક રસ્તો, રિમોટ એક્સેસ સોફ્ટવેરનો ઉપયોગ કરવાનો છે. જો તમારી ઓફિસમાં તમારા કમ્પ્યુટરના મેઇન્ટેનન્સની જવાબદારી કંપનીની હેડઓફિસમાં બેઠેલી આઇટી ટીમ સંભાળતી હશે તો તમે રિમોટ એક્સેસ સોફ્ટવેર વિશે જાણતા હશો. તમે કોઈ એકાઉન્ટિંગ...

આંગળીના ટેરવે રેલવે સફર

વેકેશનના માહોલમાં, આવો જાણીએ ભારતીય રેલવેની જુદી જુદી સગવડ આપતી એપ્સ વિશે. આગળ શું વાંચશો? આઇઆરસીટીસી રેલ કનેક્ટ આઇઆરસીટીસી ટુરિઝમ ફૂડ ઓન ટ્રેક મેનૂ ઓન રેલ્સ આઇઆરસીટીસી એર મહારાજાઝ એક્સપ્રેસ ભારત અને ભારતીય રેલવે અભિન્ન છે. ભારતની ઓળખ મેળવવી હોય તો રેલવેમાં મુસાફરી કાફી છે. આમ રોજેરોજ ૨.૩ કરોડ ભારતીયો રેલવેમાં મુસાફરી કરે છે, પણ વેકેશન નજીક આવતાં આપણો રેલવે સાથેનો સંપર્ક ઘણો વધી જાય છે. આ વેકેશનમાં તમે પ્રવાસ માટે રેલવે બુકિંગ કરાવી લીધું હોય કે પછી ઘેરબેઠાં, આર્મચેર ટ્રાવેલિંગ કરવું હોય, તો આઇઆરસીટીસીની કેટલીક એપ્સ...

જીમેઇલ એપમાં સ્માર્ટ સર્ચ કરો

જો તમે પીસી પર કે મોબાઇલમાં જીમેઇલનો જોરદાર ઉપયોગ કરતા હો તો તમારા જીમેઇલ એકાઉન્ટમાં મેઇલ્સની સંખ્યા હજારોમાં હશે (નોટિફિકેશન કે ફોરમ કે પ્રમોશનલ મેઇલ્સને બાદ કરીએ તો પણ!). આવી સ્થિતિમાં ઘણી વાર અગાઉ આવેલા મહત્ત્વના મેસેજ ફરી વાર શોધવા મુશ્કેલ બની જતા હોય છે. જો તમે જીમેઇલની ફિલ્ટર કે લેબલની સગવડ (જેના વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ)નો લાભ લેતા હો તો તમે તમારા ઈ-મેઇલ્સને ઘણી સારી રીતે ઓર્ગેનાઇઝ્ડ રાખી શકતા હશો અને તો મહત્ત્વવના મેઇલ્સ ફરી શોધવા સહેલા પણ બનતા હશે. એ સિવાય...

એપ ઇન્સ્ટોલ કર્યા વિના ટ્રાય કરો

ગૂગલ પ્લે સ્ટોર એપમાં તમે વિવિધ એપ્સ તપાસી રહ્યા હો ત્યારે કેટલીક એપ્સ એવી મળે જે તમને ખરેખર ઉપયોગી થશે કે કેમ તેની ખાતરી ન હોય. આપણે ફક્ત તેની અજમાયશ કરવાની હોય. જો એપની સાઇઝ ઘણી વધુ હોય તો આપણે આવી અજમાયશ ટાળીએ. આના ઉપાય તરીકે પ્લે સ્ટોરમાં હવે ‘ઇન્સ્ટન્ટ એપ્સ’ નામની એક સુવિધા છે. આ સુવિધાની મદદથી આપણે જુદી જુદી એપ્સ પૂરેપૂરી ડાઉનલોડ કર્યા વિના, લગભગ તેનત અજમાવી જોઈ શકીએ છીએ. જે એપ ડેવલપર પોતાની એપનું ‘ઇન્સ્ટન્ટ વર્ઝન’ પણ તૈયાર કરે તેમાં આ લાભ મળે...
video

પાવર સર્કિટની રમત

બે ઘડી રિલેક્સ થવામાં મદદ કરતી એપ. એપનો કન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. એક તરફ એક કે તેથી વધુ એનર્જી સોર્સ આપવામાં આવ્યા છે અને બીજી તરફ બેટરી આપવામાં આવી છે. એનર્જી સોર્સને બેટરીથી ચાર્જ કરવા માટે આપણે બંને વચ્ચેની સર્કિટ પૂરી કરવાની છે. એ માટે સર્કિટના માર્ગમાં વિવિધ મિરર્સ  આપેલા છે જેને આપણે યોગ્ય રીતે ફેરવવાના રહે છે. મજાની વાત એ છે કે આ ગેમ કોઈ રીતે આપણો સ્ટ્રેસ વધારે તેવી નથી એટલે કે તેમાં અમુક નિશ્ચિત સમયમાં લેવલ પાર કરવાનું કોઈ દબાણ નથી. ગેમની શરૂઆતમાં એ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.