ટેક્નોલોજી જગતમાં ‘ઓપન સોર્સ’ શબ્દ અસાધારણ મહત્ત્વનો છે. ઓપન સોર્સ શબ્દ સામાન્ય રીતે એવી ટેક્નોલોજી કે સોફ્ટવેર માટે વપરાય, જેનો સોર્સ કોડ સૌ કોઈ માટે ઉપલબ્ધ હોય, જેની મદદથી ડેવલપર્સ એ ટેક્નોલોજી કે સોફ્ટવેરમાં પોતાની રીતે ફેરફારો કરી શકે અને તેને વધુ વિક્સાવી શકે. ઓપન સોર્સ સોફ્ટવેરનાં બે સૌથી જાણીતાં ઉદાહરણ છે, લિનક્સ અને એન્ડ્રોઇડ.