Home Tags Around the web

Tag: around the web

ફેસબુકે ફરી વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની રેસમાં ઝંપલાવ્યું

એમેઝોન એલેક્ઝા, એપલ સિરી, ગૂગલ આસિસ્ટન્ટ અને માઇક્રોસોફ્ટ કોર્ટના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ (વીએ) તરીકે આપણું કામ સરળ બનાવે છે. જો તમે આવા વીએ ધરાવતા ડિવાઇસનો ઉપયોગ કરતા હો તો વીએને વિવિધ પ્રકારના વોઇસ કમાન્ડ આપીને તેની પાસે જાત ભાતના કામ કરાવી શકો. અત્યાર સુધી આ બાબતે ખરા ઉપયોગ કરતાં ચર્ચા વધુ હતી, પણ ધીમે ધીમે દરેક કંપની પોતાના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની સેવાઓ વિસ્તારતી જાય છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આપણા દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવ ભલે અન્ય ઘણા ખરા દેશો કરતાં વધુ હોય, રિલાયન્સ જિઓના મુકેશ અંબાણી જેને નવા...

એલેક્ઝાના વોઇસ રેકોર્ડિંગ્સ એમેઝોનના કર્મચારીઓ સાંભળતા હોવાનું બહાર આવ્યું

ટીવી પર સ્માર્ટ ડિવાઇસને ગમતાં ગીતની ફરમાઈશ કરતાં દાદીમાને જોઇને ઘણા લોકો પોતાના ઘરમાં એવાં સ્માર્ટ સ્પીકર્સ વસાવવા લાગ્યા છે, તો ઘણા લોકો એ વાતે ખચકાઈ રહ્યા છે કે આવા સ્પીકર્સને ઘરમાં લાવવાથી તેમના ઘરની વાત ખાનગી રહેશે નહીં. તેમનો આ ડર ખોટો નથી. હવે બહાર આવી રહ્યું છે કે એમેઝોન કંપનીએ તેના ડિજિટલ આસિસ્ટન્ટ એલેક્ઝાને બહેતર બનાવવા માટે આખા વિશ્વમાં હજારો લોકોને કામે લગાડ્યા છે. આ લોકો એલેક્ઝા ધરાવતા એમેઝોન ઇકો સ્પીકર્સવાળાં ઘર કે ઓફિસમાં કેપ્ચર થતાં વોઇસ રેકોર્ડિંગ્સ સતત સાંભળે છે અને પછી...

યુપીઆઈ આધારિત પ્લેટફોર્મ્સનો જંગ

ઓનલાઇન પેમેન્ટ બાબતે અત્યારે ભારતમાં ગૂગલ પે, પેટીએમ અને ફોન પે વચ્ચે જબરદસ્ત હરીફાઈ ચાલી રહી છે. આ ત્રણેયનો આધાર યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) છે અને યુપીઆઈની શરૂઆત જેનાથી થઈ તે ભીમ એપ આ રેસમાં પાછળ રહી ગઈ છે. ગૂગલ પે હમણાં વિવાદમાં સપડાઈ છે કારણ કે તેણે જરૂરી મંજૂરીઓ વિના આ સર્વિસ શરૂ કરી દીધી હોવાનો મામલો અદાલતમાં પહોંચ્યો છે. બીજી તરફ પેટીએમ અને ફોન પે હવે માત્ર પેમેન્ટ સર્વિસ એપ બની રહેવાને બદલે જુદા જુદા કારણથી યૂઝર્સને પોતાની સાઇટ કે એપ પર ખેંચી...

એન્ડ્રોઇડમાં પણ થ્રી-ડી ટચ

જો તમે આઇફોનનો ઉપયોગ કરતા હો તો જાણતા હશો કે તેમાં થ્રી-ડી ટચની એક મજાની સુવિધા છે. ફોનના સ્ક્રીન પર સામાન્ય કરતાં જરા વધુ પ્રેસ કરવાથી આપણને જુદા જુદા એકશનના વિકલ્પ મળે છે. આ સુવિધા હવે એન્ડ્રોઇડમાં પણ આવી રહી છે. અલબત્ત એન્ડ્રોઇડના નવા ક્યૂ વર્ઝનથી. એન્ડ્રોઇડમાં આ સુવિધા ‘ડીપ પ્રેસ’ નામે ઓળખાય તેવી શક્યતા છે.

સ્નેપચેટમાં ભારતીય ભાષા

મલ્ટિમીડિયા મેસેજિંગ એપ સ્નેપચેટનો હવે ગુજરાતી, હિન્દી, મરાઠી અને પંજાબી ભાષામાં પણ ઉપયોગ થઈ શકશે. સ્નેપચેટે ગયા વર્ષે ૧૦ સ્થાનિક પબ્લિશર્સ સાથે મળીને ભારતીય યૂઝર્સને લોકલ કન્ટેન્ટ આપવા માટે ‘ડિસ્કવર ઇન ઇન્ડિયા’ નામનું ફીચર લોન્ચ કર્યું હતું. દેખીતું છે કે ભારતમાં સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા સતત વધી રહી છે અને હજુ બહુ વધુ વિકાસની શક્યતા હોવાથી બધી કંપની ભારતીયોને રીઝવવા મથી રહી છે, અલબત્ત, ભારતમાં સ્નેપચેટ ઘણી પાછળ છે.

એમઆઇ પે એપ લોન્ચ થઈ

ભારતમાં વધુ એક યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત પેમેન્ટ એપ લોન્ચ થઈ છે. ચાઇનીઝ મોબાઇલ કંપની ઝાયોમીએ ‘એમઆઇ પે’ નામે આ સર્વિસ લોન્ચ કરી છે. કંપનીએ ભારપૂર્વક કહ્યું છે કે તેણે પેમેન્ટ એપનો ડેટા ભારતમાં સ્ટોર કરવાની જરૂરિયાતનું પાલન કર્યું છે અને એમઆઇ પે એપને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની મંજૂરી મળી છે. એમઆઇ પેમાં પેમેન્ટ્સ સર્વિસ પ્રોવાઇડર તરીકે આઇસીઆઇસીઆઈ બેન્ક કામ કરશે. યુપીઆઈ ઉપરાંત ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગથી પણ પેમેન્ટ થઈ શકશે. ભારતમાં યુપીઆઈ આધારિત ઓનલાઇન પેમેન્ટ સારી એવી ગતિ પકડી રહ્યું છે....

ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં નવું ક્લાઉડ પ્લેટફોર્મ

એક તરફ ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં વિવિધ શહેરોમાં પબજી ગેમ પર પ્રતિબંધ મુકાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ યુએસમાં ગૂગલ ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં તહેલકો મચાવવાની તૈયારીમાં છે. ગયા મહિને યુએસમાં યોજાયેલી ગેમ ડેવલપર્સ કોન્ફરન્સમાં ગૂગલે ‘સ્ટેડિયા’ નામે એક નવું ગેમિંગ પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી આપણે આપણા પીસી કે મોબાઇલમાં કોઈ ગેમ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરીને તેની મજા લૂંટતા આવ્યા છીએ. મતલબ કે ગેમના પારવરફૂલ પર્ફોર્મન્સ માટે આપણું ડિવાઇસ પણ જબરું પાવરફૂલ હોવું જોઈએ.   સ્ટેડિયા આ સ્થિતિ બદલી નાખશે. તે એક ક્લાઉડબેઝ સર્વિસ છે....

પેટીએમ ટાટાના સાથમાં એટીએમ શરૂ કરે તેવી સંભાવના

પેટીએમનાં હવે એટીએમ પણ શરૂ થાય એવી શક્યતા છે. મોબાઇલ વોલેટ તરીકે ભારતમાં સૌથી વધુ સફળ પેટીએમ યુપીઆઈ પેમેન્ટ અને પેમેન્ટ્સ બેન્કથી પોતાનો વ્યાપ વધારી રહી છે અને હવે પેટીએમ કંપની ટાટા કમ્યુનિકેશન્સ પેમેન્ટ સોલ્યુશન્સ લિમિટેડ કંપનીના સાથમાં દેશભરમાં ૧૦૦૦ જેટલાં એટીએમ સ્થાપશે તેવા સમાચાર છે. આ પહેલાં કંપનીએ વાસ્તવિક જગતમાં લોકો સુધી પહોંચવા માટે નાના દુકાનદારોને પેટીએમના એજન્ટ બનાવીને ‘પેટીએમ કા એટીએમ’ નામની વ્યવસ્થા વિકસાવી છે, જેની મદદથી લોકો પેટીએમ પેમેન્ટ્સ બેન્કનો લાભ લઈ શકે છે.

વોટ્સએપમાં સ્ટેટસમાં આપણી મરજી ચલાવી શકાશે

વોટ્સએપનું સ્ટેટસ ફીચર ધીમે ધીમે વધુ ને વધુ લોકપ્રિય બનતું જાય છે. આ ફીચરનો લાભ લઈને કોઈ પણ વ્યક્તિ પોતાનું સ્ટેટસ તેના કોન્ટેક્ટસના તમામ લોકોને એક સાથે બતાવી શકે છે, જે ૨૪ કલાક માટે એક્ટિવ રહે છે. અલબત્ત આ સ્ટેટસ ‘છેલ્લા તે પહેલા’ના નિશ્ચિત ક્રમમાં જ બતાવવામાં આવે છે. એટલે કે જો તમારા કોન્ટેક્ટસ લિસ્ટમાં અસંખ્ય કોન્ટેક્ટસ હોય અને તેમાંથી કોઈ ચોક્કસ વ્યક્તિના સ્ટેટસ જોવામાં તમને વધુ રસ હોય તો ત્યાં સુધી પહોંચવા તમારે ખાસ્સી કસરત કરવી પડે. હવે વોટ્સએપ કંપની આ ખામી સુધારી રહી છે....

માઇક્રોસોફ્ટ કંપનીએ કેલ્ક્યુલેટર એપનો સોર્સ કોડ ઓપન કરી નાખ્યો

ટેક્નોલોજી જગતમાં  ‘ઓપન સોર્સ’ શબ્દ અસાધારણ મહત્ત્વનો છે. ઓપન સોર્સ શબ્દ સામાન્ય રીતે એવી ટેક્નોલોજી કે સોફ્ટવેર માટે વપરાય, જેનો સોર્સ કોડ સૌ કોઈ માટે ઉપલબ્ધ હોય, જેની મદદથી ડેવલપર્સ એ ટેક્નોલોજી કે સોફ્ટવેરમાં પોતાની રીતે ફેરફારો કરી શકે અને તેને વધુ વિક્સાવી શકે. ઓપન સોર્સ સોફ્ટવેરનાં બે સૌથી જાણીતાં ઉદાહરણ છે, લિનક્સ અને એન્ડ્રોઇડ. હમણાં માઇક્રોસોફ્ટ કંપનીએ વિન્ડોઝ કેલ્ક્યુલેટર સોફ્ટવેરનો કોડ ઓપન સોર્સ કર્યો છે. એટલે કે હવે જુદા જુદા ડેવલપર્સ આ સોફ્ટવેરનો સોર્સ કોડ મેળવીને તેને બહેતર બનાવી શકશે અને પોતાની એપમાં તેને...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.