આપણા ફોટોગ્રાફ્સ ‘ચોરી લેતી’ ફેસએપની જેમ બધી એપ જોખમી બની શકે છે.
આગળ શું વાંચશો?
- પહેલાં શું બન્યું?
- પછી શું બન્યું?
- હકીકત શું છે?
- ફોટો એક્સેસ પરમિશનનો મુદ્દો શો છે?
- ફેસએપની શરતોનો અંશઃ
ઘરડા થવું કોઈને ગમતું નથી, એ તો સૌ જાણે છે અને સૌના મનની વાત છે, પણ ઘરડા થયા પછી પોતે (અને સેલિબ્રિટીઝ!) કેવા લાગશે એ જાણવું સૌને ગમે છે એ ગયા મહિને જગજાહેર થઈ ગયું!
ગયા મહિને સોશિયલ મીડિયામાં અને પછી મેઇનસ્ટ્રીમ મીડિયામાં ફેસબુક જેવું જ નામ ધરાવતી એક એપ બહુ ગાજી – ફેસએપ. આ એપ બે વાર બહુ ગાજી, પહેલાં તેની ખાસિયતના મુદ્દે સોશિયલ મીડિયા અને મેઇનસ્ટ્રીમ મીડિયાએ તેને માથે ચઢાવી અને પછી થોડા જ સમયમાં, આ એપ બહુ જોખમી હોવાની વાત પણ જોરશોરથી ચાલી.