| Cyber Alert

‘‘આપકો ડિજિટલ એરેસ્ટ કિયા ગયા હૈ!’’

અખબારોમાં તમે વારંવાર ‘ડિજિટલ એરેસ્ટ’ કરીને લોકો પાસેથી મોટી રકમ પડાવવાના કિસ્સાઓ વાંચતા હશો. આ પ્રકારના ફ્રોડ સહેલાઈથી પરખાય તેવા હોવા છતાં, યુવાન આઇટી પ્રોફેશનલ્સ પણ તેમાં ફસાઈ રહ્યા છે. સરકાર તરફથી આવા ફ્રોડ અટકાવવા જે પ્રયાસો થાય છે તે પૂરતા સાબિત થઈ રહ્યા નથી. લોકોમાં વધુ જાગૃતિ જરૂરી છે.

બનાવટી કસ્ટમર સપોર્ટને નામેછેતરપિંડી માટે હવે નવા રસ્તા

ફેક કસ્ટરમર સપોર્ટ નંબરને નામે થતા ફ્રોડની હવે કોઈ નવાઈ નથી. તેમ છતાં આ પ્રકારના ફ્રોડનો વધુ ને વધુ લોકો ભોગ બનતા રહે છે.  એવું થવાનું કારણ શું? કારણ એ કે આવો ફ્રોડ કરનારા લોકો વધુ સ્માર્ટ થતા જાય છે ને પોતાની તરકીબોમાં તેઓ અવનવા ફેરફાર કરતા રહે છે. અત્યાર સુધી આ...

તમે સોશિયલ મીડિયામાં બધું કહી દો છો?

ઘણા લોકોને તેઓ નજીકના સમયમાં ટ્રાવેલ કરવાના હોય તો તેની વિગતો ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર શેર કરવાની આદત હોય છે. આવી આદત થોડા સમય પહેલાં મુંબઈના વિલે પાર્લેનાં એક મહિલાને બહુ મોંઘી પડી, અલબત્ત એમણે પોતાની મુસાફરીની વાતો ગાઇવગાડીને શેર નહોતી...

યુટ્યૂબ કન્ટેન્ટ ક્રિએટર્સ અને સરેરાશ યૂઝર્સને છેતરવાની નવી ટ્રિક

સામાન્ય રીતે ઇન્ટરનેટ પર જે કોઈ બાબત ખાસ્સી પોપ્યુલર હોય તેનો ઉપયોગ કરવામાં જોખમ પણ વધુ હોય છે. સ્માર્ટફોનની રીતે જોઇએ તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન, વેબસાઇટની રીતે જોઇએ તો વર્ડપ્રેસ પ્લેટફોર્મ પર બનેલી વેબસાઇટ, સોશિયલ મીડિયાની રીતે જોઇએ તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ...

યુએસ રહેતો દીકરો ફોન કરી ડોલર મોકલવા કહે તો ચેતજો!

અમેરિકામાં રહેતા એક વૃદ્ધ દંપત્તિને તેમના દીકરા તરફથી ફોનકોલ આવ્યો. દીકરાના ગભરાયેલા અવાજ પરથી લાગતું હતું કે દીકરો કંઈક મોટી મુશ્કેલીમાં છે. વાતચીત પરથી ખ્યાલ આવ્યો કે તેનાથી કાર અકસ્માત થઈ ગયો હતો, હવે તે ગંભીર કાયદાકીય તકલીફમાં ફસાઈ ગયો હતો અને તેને તાબડતોબ નાણાની...

એપ્સ કેવા હેતુ માટે, કેવો ડેટા એકઠો કરે છે?

વોટ્સએપમાં પ્રાઇવસી જોખમાતી હોવાનો હોબાળો મચ્યો તે પછી ઇન્ટરનેટ પર અહીં ઉપર આપેલી ઇમેજે ખાસ્સી ચર્ચા જગાવી છે. પહેલી નજરે જ સમજાય છે કે સિગ્નલ એપ આપણો કોઈ જ ડેટા મેળવતી નથી, જ્યારે ફેસબુકની મેસેન્જર એપ આપણે તપાસતાં થાકીએ એટલો ડેટા મેળવે છે! એપલે દરેક એપના ડેવલપરને...

તમને આંખે પાટા બાંધી વાહન ચલાવવાની ટેવ છે?

એક અનોખા વેબપેજ પર, વાહન ચલાવતી વખતે મેસેજ ટાઇપ કરવાથી ધ્યાન કેટલું ખોરવાય છે તે બતાવવાનો પ્રયાસ કરાયો છે. ભારતના રસ્તાઓ વાહન ચાલક અને રાહદારીઓ બંને માટે જોખમી છે. આપણાં શહેરોમાં રોંગસાઇડમાં આવતાં વાહનો અને વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાતચીત કરવાની લોકોની ટેવ...

નિધિ રાઝદાન સાથે કેવી રીતે જોબ ફ્રોડ થયો?

ઓનલાઇન જોબ ફ્રોડનો ભોગ બન્યા પછી આ જાણીતાં ટીવી પત્રકારે પોતે પોતાનો આખો અનુભવ વર્ણવ્યો છે - એમાંથી ઘણું શીખવા જેવું છે. ભારતની એક જાણીતી ન્યૂઝ ચેનલનાં ટોચનાં એન્કર અને પત્રકાર નિધિ રાઝદાન હમણાં ઓનલાઇન જોબ ફ્રોડ સ્કેમનો ભોગ બન્યાં. સામાન્ય રીતે નાનાં શહેરના, ઓછું...

ઓનલાઇન જોબ ફ્રોડ : નિધિ રાઝદાન તો હિમશિલાની માત્ર ટોચ છે

ભારતમાં સારા અભ્યાસ પછી પણ બેરોજગારોનું પ્રમાણ બહુ મોટું છે. બીજી તરફ, ઇન્ટરનેટને કારણે નોકરી શોધવાનું કામ હવે સહેલું બન્યું છે. પરંતુ આ જ ઇન્ટરનેટ તેમના માટે છટકાનું કામ પણ કરે છે. ઠગ લોકો ઇન્ટરનેટની મદદથી પોતાની જાળ બિછાવે છે. પછી નોકરીની તક તો ઠીક, નાણાં પણ...

ખાતામાંથી રૂપિયા ચોરાયા, તો બેન્ક જ જવાબદાર બને?

હમણાં આવેલો એક ચુદાકો મહત્ત્વપૂર્ણ અને બેન્ક ગ્રાહકોને મોટી રાહત આપે તેવો છે, પણ સાવ બેફિકર બનવા જેવું નથી. હેકર આપણા બેન્ક ખાતામાંથી રૂપિયા ગાયબ કરે તો એ માટે બેન્ક જવાબદાર રહેશે, ગ્રાહક નહીં - હમણાં વોટ્સએપ પર ફરતો આ મેસેજ તમે પણ જોયો હશે. વિવિધ અખબારમાં પ્રકાશિત આ...

ઓનલાઇન ‘ફટાફટ‘ લોન આપતી એપ્સ પાસેથી લોન લેવાય?

લોકડાઉન પછી લોન આપતી એપ્સ વધી છે, તેમાં પણ સંખ્યાબંધ એપ ચાઇનીઝ મૂળ ધરાવતી હોવાની આશંકા છે - હવે રિઝર્વે બેન્કે પણ આવી એપ્સ સામે ચેતવણી આપી છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલો કોરોના વાઇરસનો હાહાકાર આપણને સ્વાસ્થ્ય ઉપરાંત જુદી જુદી બીજી ઘણી રીતે નડી રહ્યો છે. ખાસ કરીને લોકડાઉન...

લોન આપીને ફસાવતી એપ કઈ રીતે પારખશો?

યોગ્ય ધારાધોરણ અનુસારની, કાયદેસરની એપ્સ અને જોખમી એપ્સ અલગ તારવવી મુશ્કેલ છે, પણ અશક્ય નથી. ભારતમાં સમગ્ર નાણા તંત્ર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયંત્રણ હેઠળ ચાલે છે. બેન્ક અથવા નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી) રિઝર્વ બેન્કના લાયસન્સ હેઠળ લોન આપવાનું કામ કરી...

રશિયન હેકર્સે કેવી રીતે અમેરિકાની ચૂંટણીનાં પરિણામ પલટાવ્યાં?

વાત ચાર વર્ષ પહેલાંની છે, પણ ચૂંટણીઓમાં ધાર્યાં પરિણામ મેળવવાં એ હવે હેકિંગ અને અપાર ડેટાથી અત્યંત ચોક્સાઈભર્યું ટાર્ગેટિંગ કરી, મતદારનું મન ફેરવી નાખવાનો મોટો બિઝનેસ બન્યો છે. અમેરિકાના પ્રમુખની ચૂંટણી દર ચાર વર્ષે, નવેમ્બર મહિનાના પહેલા સોમવાર પછીના મંગળવારે યોજાય...

જીવનરક્ષક મેડિકલ સાધનો પણ હેક થઈ શકે?

દર્દીના શરીરમાં બેસાડેલાં પેસમેકર, શરીર બહાર પહેરી શકાતા ઇન્સ્યૂલિન પમ્પ કે પછી દર્દીની પથારી નજીકનાં મેડિકલ ઇક્વિપમેન્ટ્સ પણ હેક થઈ શકે છે. દર્દી તરીકે આપણે પોતે બહુ ડરવાની જરૂર નથી, પણ આરોગ્ય સેવા સંસ્થાઓ માટે આ બાબત હવે ચિંતાનો વિષય બની રહી છે. વર્ષ હતું ૨૦૧૩....

બેન્કિંગ એપ્સને નિશાન  બનાવતો નવો માલવેર

હમણાં એન્ડ્રોઇડમાં ત્રાટકો એક નવો માલવેર પ્રકાશમાં આવ્યો છે. તે બેન્કિંગ એપ્સની વિગતો ચોરી શકે છે - અલબત્ત, હાલમાં તે યુરોપમાં વધુ વ્યપાક છે અને પ્લે સ્ટોરમાં જોવા મળ્યો નથી. એક તરફ લોકડાઉનના સમયમાં અને ત્યાર પછી પણ આપણે સૌએ, શક્ય એટલો માનવસંપર્ક ટાળવા માટે ડિજિટલ...

ભારત પર ચીનનું ‘સ્માર્ટ’ આક્રમણ

અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત ચીને તેની એપ્સ અને સ્માર્ટફોનનો ભારત પર મારો કર્યો અને ભારતીય ટેક સ્ટાર્ટઅપ્સમાં પણ તેનું રોકાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. 'બોયકોટ ચાઇનીઝ' અભિયાન પાછળનાં કારણો સમજીએ... બોયકોટ ચાઇનીઝ એપ્સ’’ ભારતમાં સોશિયલ મીડિયા પર આ નારો વધુ ને વધુ બુલંદ થઈ...

અસલી-નકલી એપ્સના ભેદભરમ

અત્યારે  ચીની વિરુદ્ધ ભારતીય એપ્સની લડાઈ ચાલે છે, તેમાં પાકિસ્તાની ડેવલપરે વિક્સાવાલી `મિત્રોં' નામની એક એપ `ભારતીય' ગણાઈ ગઈ અને ટિકટોકના ભારતીય જવાબ તરીકે તેની ડાઉનલોડ સંખ્યા ૫૦ લાખને પાર કરી ગઈ! આ  એપ ભારતીય નથી પરંતુ  પાકિસ્તાની ડેવલપરની ક્યુબોક્સસ નામની કંપની...

કોરોના વાઇરસ સાથે કોરોના સ્કેમ્સથી પણ બચીએ

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો ફફડાટ ફેલાયો છે તેનો હેકર્સ લાભ લઈ રહ્યા છે. આ સમયે  હેકર્સ શું શું કરી રહ્યા છે, તેમનો સામનો કેવી રીતે થઈ રહ્યો છે અને આપણે શું સાવચેતી રાખવી, એ જાણો... આગળ શું વાંચશો? હોસ્પિટલ્સ પર નિશાન અત્યારે શું થઈ રહ્યું છે? સામનો કેવી રીતે થઈ...

હવે એડસેન્સ પર એટેક!

‘રેન્સમવેર’ની મદદથી આપણા કમ્પ્યુટરનો ડેટા બ્લોક કરી દેતા હેકર્સ હવે પોતાની વેબસાઇટ પર ગૂગલની એડ બતાવતા પબ્લિશર્સને પણ ડરાવીને તેમની પાસેથી નાણાં પડાવવા લાગ્યા છે. ડિજિટલ દુનિયામાં લાંબા સમયથી એક સખત જોખમી અને છતાં રસપ્રદ ટ્રેન્ડ શરૂ થયો છે. આપણી વાસ્તવિક દુનિયામાં ચોર...

લો બોલો, ફેસબુક અને ગૂગલ પણ સાયબરફ્રોડનો શિકાર બને છે!

ઓનલાઇન પેમેન્ટમાં છેતરપિંડીના કિસ્સા ખરેખર ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે એ જાણવા જેવું છે કે ફેસબુક અને ગૂગલ જેવી કંપનીના ઓફિસર્સ પણ હેકર્સની માયાજાળમાં ફસાઈ જાય છે! ગયા અઠવાડિયે, ‘સાયબરસફર’ની ઓફિસમાં રાજકોટથી એક વાચકમિત્રનો ફોન આવ્યો. આપણે એમને ‘રમેશભાઇ’ તરીકે...

કૌન બનેગા કરોડપતિમાં જીતો, લૂંટાઓ નહીં

લોકપ્રિય ક્વિઝ શોમાં આપણે ઘેરબેઠાં ભાગ લઈને ઇનામ જીતી શકીએ છીએ, તેમ હેકર્સ આપણને આ શોને નામે લૂંટવાની ફિરાકમાં પણ છે. આગળ શું વાંચશો? હકીકત શું છે? ઇનામ કેવી રીતે મળે છે? હેકર્સ કેવી ટ્રિક અજમાવે છે? નમસ્કાર, મૈં અમિતાભ બચ્ચન, કૌન બનેગા કરોડપતિ સે બોલ રહા હૂં…!’’ જો...

જિઓ ફાયબર : ઠગોથી સાવધાન!

રિલાયન્સ જિઓના ચેરમેન મુકેશ અંબાણીએ મોબાઇલ નેટવર્ક સર્વિસમાં જિઓથી ધમાલ મચાવ્યા પછી હવે તેમણે જિઓ ફાયબરથી નવેસરથી કેબલ બ્રોડબેન્ડ કનેકશન અને સાથોસાથ ડાયરેક્ટ ટુ હોમ ટીવી ઇન્ડસ્ટ્રીને ઉપરતળે કરી નાખવાની તૈયારીઓ કરી લીધી છે. તેમણે જિઓ ફાયબર સર્વિસને સપ્ટેમ્બર ૨૦૧૯થી...

ફેસએપનો વાઇરલ વિવાદ!

આપણા ફોટોગ્રાફ્સ ‘ચોરી લેતી’ ફેસએપની જેમ બધી એપ જોખમી બની શકે છે. આગળ શું વાંચશો? પહેલાં શું બન્યું? પછી શું બન્યું? હકીકત શું છે? ફોટો એક્સેસ પરમિશનનો મુદ્દો શો છે? ફેસએપની શરતોનો અંશઃ ઘરડા થવું કોઈને ગમતું નથી, એ તો સૌ જાણે છે અને સૌના મનની વાત છે, પણ ઘરડા થયા પછી...

જૂની ચીજવસ્તુ ઓનલાઇન વેચતી વખતે સજાગ રહેજો

ભારતમાં જૂની વસ્તુ ઓનલાઇન વેચવાનું વલણ વધ્યું છે અને ઓનલાઇન રકમની આપલે સહેલી અને લોકપ્રિય બની રહી છે, તેમ તેમ ઠગો તેનો લાભ લેવાના નવા રસ્તા અપનાવવા લાગ્યા છે. એક તરફ ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત પેમેન્ટની સગવડ લોકપ્રિય થતી જાય છે. બીજી તરફ, ઘરમાં...

ઓનલાઇન રીટર્નમાં ફ્રોડ

એક વેબસાઇટ પર નોંધાયેલો કિસ્સો, ઘણા માટે ચિંતાજનક બની શકે તેવો છે હમણાં એક વેબસાઇટ પર નોંધાયેલો એક કિસ્સો  સાચો હોય તો  ઘણા માટે ચિંતાજનક બની શકે તેવો છે. એ સાઇટના દાવા મુજબ, આ કિસ્સા વિશે મુંબઈના બોરિવલી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર પણ નોંધાવવામાં આવી છે. બન્યું એવું કે એક...

મોબાઇલમાં ઘૂસી આપણા વતી ખરીદી કરતો માલવેર

પીસીમાં રેન્સમવેર અને મોબાઇલમાં બ્લુવ્હેલનો આતંક હજી ચાલુ જ છે ત્યાં વધુ એક નવા માલવેરના સમાચાર આવ્યા છે. સમાચારો મુજબ ઝેફકોપી નામનો આ માલવેર આપણા મોબાઇલમાં ઘૂસીને આપણા રૂપિયા ચોરી જાય છે! રશિયા સ્થિત કેસ્પરસ્કાય નામની એક ઇન્ટરનેટ સિક્યોરિટી ફર્મે આ માલવેર વિશે...

યાહૂમાં ઐતિહાસિક સાયબરચોરી

સતત નબળી પડી રહેલી યાહૂ કંપનીએ હમણાં જાહેર કર્યું કે ૨૦૧૪માં તેના ૫૦ કરોડ યૂઝર્સનો ડેટા ચોરાયો હતો! જાણી લો ખરેખર શું બન્યું અને હવે બચાવ માટે શું કરી શકાય? તમે યાહૂની ઈ-મેઇલ સર્વિસનો ઉપયોગ કરો છો? ગણતરીનાં વર્ષ પહેલાં આ સવાલ પૂછાયો તો મોટા ભાગના લોકોએ હા કહ્યું હોત....

હવે ગૂગલ અને ફાયરફોક્સ પણ કહે છે ‘ટોરેન્ટ ડાઉનલોડિંગ જોખમી છે’

‘સાયબરસફર’ના ફેબ્રુઆરી ૨૦૧૬ અંકમાં આપણે ટોરેન્ટ ડાઉનલોડિંગ વિશે વિગતવાર વાત કરી હતી.  જો તમે ટોરેન્ટ ડાઉનલોડિંગમાં ઊંડા ઉતર્યા હશો તો ક્યારેક ને ક્યારેક તમારો ‘ધ પાયરેટ બે’ સાઇટ સાથે અચૂક ભેટો થયો હશે.  ટોરેન્ટ ડાઉનલોડિંગ કરતા લોકોમાં આ સાઇટ અત્યંત લોકપ્રિય છે પરંતુ...

કોઈ તમારા ઈ-મેઇલ એકાઉન્ટ પર કબજો જમાવે તે પહેલાં…

તમને ક્યારેક તમારા કોઈ મિત્ર કે પરિચિતના ઈ-મેઇલ આઇડી પરથી, ખરેખર એમણે ન મોકલ્યો હોય એવો ઈ-મેઇલ આવી પડ્યો હશે. એ વ્યક્તિનું ઈ-મેઇલ એકાઉન્ટ કોઈ હેક કરી લે અને તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલી તમામ વ્યક્તિને ખોટા ઈ-મેઇલ મોકલવા લાગે ત્યારે આવું થતું હોય છે. હેકરે એ...

નેટ પર કોઈ સલામત નથી

ઇન્ટરનેટ પર આપણી માહિતી સલામત નથી એ તો આપણે જાણીએ છીએ, પણ આ સલામતી કેટલી વ્યાપક છે એ બતાવે છે આ ઇન્ફોગ્રાફિક ઇન્ટરનેટ પર તમે ગૂગલની અલગ અલગ સર્વિસનો ઉપયોગ કરો કે ફેસબુકમાં મિત્રો સાથે સંપર્ક રહો કે જુદી જુદી વેબસર્વિસ તેનો લાભ લો ત્યારે ઘણું ખરું સૌથી પહેલું પગલું હોય...