fbpx

કેવી રીતે તૈયાર થાય છે ગૂગલ અર્થ માટે ઇમેજ અને ૩ડી મોડેલ્સનો ડેટાબેઝ?

By Himanshu Kikani

3

આગળ શું વાંચશો?

  • કેવી રીતે તૈયાર થાય છે પૃથ્વીનું ડિજિટલ સ્વરૂપ?

  • આગળની કરામત ‘ફોટોગ્રામેટ્રી’થી

  • ગૂગલ અર્થ ક્યારે ક્યારે અપડેટ થાય છે?

  • પૃથ્વીનાં પરિવર્તનો ઝીલે છે અર્થ

‘સાયબરસફર’માં ગૂગલ અર્થ પ્રોગ્રામ વિશે અત્યાર સુધીમાં ઘણું બધું લખાયું છે.

૧૮ વર્ષ પહેલાં, વર્ષ ૨૦૦૧માં ‘અર્થવ્યૂઅર’ નામે તેની શરૂઆત થઈ, પછી જૂન ૨૦૦૫માં ‘ગૂગલ અર્થ’ નામે તે સર્વિસ ફરી લોન્ચ થઈ. એ સમયે તેને કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરવો પડતો હતો. ત્યારથી શરૂ કરીને ગયા વર્ષે (૨૦૧૭માં) તેનું બિલકુલ નવું વેબ વર્ઝન અને એપ્સ લોન્ચ થયાં ત્યાં સુધી ગૂગલ અર્થનાં ઘણાં રોમાંચક પાસાંનો આપણે પરિચય મેળવતા રહ્યા છીએ.

ગૂગલ અર્થમાં ૩ડી ઇમેજીસ

ગૂગલ અર્થમાં પૃથ્વીની સેટેલાઇટથી લેવાયેલી તસવીરો અને કમ્પ્યુટરની કરામતથી સર્જાયેલાં ૩ડી મોડેલ્સની ગજબની ભેળસેળ છે. આપણી આ મજાની દુનિયાના અરીસા જેવા આ પ્રોગ્રામ વિશે, તે કેવી રીતે તૈયાર અને અપડેટ થાય છે, ખાસ તો તેમાં જે રીતે આખેઆખાં શહેરો ૩ડી સ્વરૂપે જોવા મળે છે તેના સર્જન વિશે ગૂગલના જ ડેવલપર્સ પાસેથી જાણવાની મજા જુદી જ છે.

ગૂગલની ક્રિએટિવ લેબનાં ક્રિએટિવ ડિરેક્ટર, રાઇટર અને ફિલ્મમેકર નતાલી ડેનિસ, ગૂગલમાં તેમની પહોંચનો ઉપયોગ કરીને, રોજબરોજની ટેક્નોલોજી વિશેની આપણી જિજ્ઞાસા સંતોષતા અનેક વીડિયો તૈયાર કરે છે અને યુટ્યૂબ પર ‘નેટ એન્ડ ફ્રેન્ડ્સ’ નામની તેમની ચેનલ પર અપલોડ કરે છે.

અહીંથી આગળ, આપણે એમણે જ તૈયાર કરેલા એક વીડિયોની મદદથી, ગૂગલ અર્થ વિશે અનેક નવી વાતો જાણીએ.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!