Home Tags Google earth

Tag: google earth

દુનિયાભરનાં ઘરમાં લટાર

આ અંકમાં દિવાળી વેકેશન ધ્યાનમાં રાખ્યું છે તો  તેનાથી જ સમાપન કરીએ! કોઈ પણ પ્રવાસે ગયા હોઈએ ત્યારે ‘ધરતીનો છેડો ઘર’ એ કહેવત બરાબર સાર્થક થતી લાગે. એક તરફ મનમાં પ્રવાસ પૂરો થઈ રહ્યાનું દુ:ખ હોય તો બીજી તરફ, ફરી ઘરની હૂંફ અને ઘરનું જમવાનું મળશે એ વાતનો આનંદ પણ હોય! તમે અનુભવ્યું હશે કે પ્રવાસ દરમિયાન, આપણે ટ્રેનમાં કોઈ મહાનગરની ઝૂંપડપટ્ટી પાસેથી પસાર થઈએ કે ખેતરોમાં સાવ ર્જીણશીર્ણ ઝૂંપડાં જોઈએ ત્યારે લોકોએ કેવી કેવી જગ્યાએ વસવું પડે છે અને તેની સરખામણીએ આપણે કેટલા સુખી છીએ...
video

કેવી રીતે તૈયાર થાય છે ગૂગલ અર્થ માટે ઇમેજ અને ૩ડી મોડેલ્સનો ડેટાબેઝ?

નોંધઃ મે ૩૧, ૨૦૧૯ સુધી આ લેખ લોગ-ઇન વિના વાંચી શકાશે. લેખ ગમે તો આપના મિત્રોને શેર કરશો! આગળ શું વાંચશો? કેવી રીતે તૈયાર થાય છે પૃથ્વીનું ડિજિટલ સ્વરૂપ? આગળની કરામત ‘ફોટોગ્રામેટ્રી’થી ગૂગલ અર્થ ક્યારે ક્યારે અપડેટ થાય છે? પૃથ્વીનાં પરિવર્તનો ઝીલે છે અર્થ ‘સાયબરસફર’માં ગૂગલ અર્થ પ્રોગ્રામ વિશે અત્યાર સુધીમાં ઘણું બધું લખાયું છે. ૧૮ વર્ષ પહેલાં, વર્ષ ૨૦૦૧માં ‘અર્થવ્યૂઅર’ નામે તેની શરૂઆત થઈ, પછી જૂન ૨૦૦૫માં ગૂગલ અર્થ નામે તે સર્વિસ ફરી લોન્ચ થઈ. એ સમયે તેને કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરવો પડતો હતો....

સામાન્ય વાતચીત પણ હવે માણસને બદલે મશીન કરશે?

આગળ શું વાંચશો? ગૂગલ ડુપ્લેક્સ શું છે? ડુપ્લેક્સમાં ટેક્નોલોજીની હરણફાળ શી છે? માણસ અને મશીનની વાતચીતમાં શી મર્યાદાઓ છે? ડુપ્લેક્સથી નોકરીઓ જશે? અત્યાર સુધી, આપણા ફોન કે લેન્ડલાઇન સંબંધિત કોઈ ફરિયાદ હોય અને આપણે કંપનીના હેલ્પલાઇન નંબર પર ફોન કરીએ તો જીવતા જાગતા માણસ સુધી પહોંચતાં પહેલાં મશીનથી જનરેટ થતા અવાજ સાથે લાંબી માથાઝિંક કરવી પડતી હતી. ‘ઇન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ’ (આઇવીઆર) તરીકે ઓળખાતી આ સિસ્ટમ આપણે ઘણા સવાલો પૂછે અને ન છૂટકે જ સપોર્ટ એક્ઝિક્યુટિવ સુધી પહોંચવા દે. કેમ? કારણ કે કંપનીના યૂઝર્સની સંખ્યા લાખો-કરોડોમાં હોય ત્યારે,...

વિકિપીડિયાને આપો સહયોગ

લેખક ઇન્ફર્મેશન ટેકનોલોજીના ફિલ્ડમાં ૧૯૯૨થી કાર્યરત છે. ૨૦૦૮ સુધી નોકરી કર્યા પછી એમણે સ્વતંત્ર કન્સલ્ટન્ટ તરીકે કાર્ય કરવાનું શરૂ કરેલ છે. દેશ-વિદેશનાં વિવિધ સ્થળો પર રહીને કાર્ય કરવાનો અનુભવ મેળવ્યા પછી હાલ તેઓ અમદાવાદ સ્થાયી થઈને દેશ અને દુનિયામાં મુખ્યત્વે ટ્રેનિંગ, આઈટી સ્ટ્રેટેજી અને મેનેજમેન્ટ ક્ધસલ્ટિંગમાં પ્રવૃત્ત છે. વિકિપીડિયા વિશે સામાન્ય રીતે લોકોમાં "જ્યાંથી વિના સંકોચ કોપી મારી શકાય એવી એક વેબસાઇટ એવી માન્યતા જોવા મળતી હોય છે. આપણામાંથી બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે વિકિપીડિયા પર આપણે પોતે કશું ઉમેરીને જ્ઞાન સાથે ગમ્મત પણ...

સરદાર બંધની લંબાઈ માપો – જાતે!

ચોતરફથી ધોધમાર વરસાદ અને ઘોડાપૂરના સમાચાર આવી રહ્યા છે. આમ જ કુદરતની કૃપા રહી, તો થોડા સમય પહેલાં જેમાંનું પાણી ખૂટવા લાગ્યું હોવાની આપણે ચિંતા કરતા હતા એ સરદાર સરોવર ડેમ છલકાઈ જવાના સમાચાર અને તસવીર પણ આપણે અખબાર કે ન્યૂઝ ચેનલ પર જોઈશું! એ જોઈને, સરદાર સરોવર બંધની લંબાઈ કેટલી હશે એવો વિચાર તમારા મનમાં ઝબકે તો? તો પછી ખાસ વિચારવાનું રહેતું નથી, ફટ સ્માર્ટફોન હાથમાં લઈને પૂછીએ એટલે ખબર પડે આ બંધ ૧.૨૧ કિલોમીટર લાંબો છે. પણ એમ દરેક વાતમાં ગૂગલનો આધાર ન...

આઇઓએસમાં નવી ખૂબીઓ

એપલ કંપનીએ હમણાં તેની ઓપરેટિંગ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન આઇઓએસ-૧૨ ડેવલપર્સ માટે રજૂ કર્યું છે. આ નવી ઓપરેટિંગ સિસ્ટમ તમારા આઇફોનમાં પહોંચતાં સપ્ટેમ્બર મહિનો આવી જશે પરંતુ તેનાં ફીચર્સ જાણી લેવા જેવાં છે. સામે પક્ષે એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન એન્ડ્રોઇડ પી પણ સૌ માટે લોન્ચ થવાની તૈયારીમાં છે. પરંતુ એન્ડ્રોઇડમાં હંમેશાં બને છે તેમ, જૂના મોટા ભાગના એન્ડ્રોઇડ ફોનમાં આ વર્ઝનનો લાભ નહીં મળે. જ્યારે આઇઓએસ-૧૨નો મોટા ભાગના આઇફોન યૂઝર્સ લાભ લઈ શકશે! આ સિવાય આઇઓએસ-૧૨માં એવી ઘણી ખૂબીઓ છે જે તેને એન્ડ્રોઇડ કરતાં આગળ રાખે છે. 1 એપલના...

ગૂગલના સમર કેમ્પમાં જોડાવું છે?

 વેકેશન અને ઉનાળો બંને હવે પૂરાં થવામાં છે, પણ હમણાં, સોમવાર, મે 28, 2018 ગૂગલે ભારતના 13થી18 વર્ષના વિદ્યાર્થીઓ માટે એક સમર કેમ્પ પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામમાં https://events.withgoogle.com/summercampwithgoogle/ પર તમને મે 28, સોમવારથી શરૂ કરીને ચાર સોમવાર સુધી ચાર અલગ અલગ એસાઇન્મેન્ટ આપવાનાં રહેશે. તમે ગૂગલ અર્થ, ગૂગલ ટ્રાન્સલેટ અને બીજી ગૂગલ સર્વિસીઝનો ઉપયોગ કરીને આ એસાઇન્મેન્ટ્સ પૂરાં કરી શકશો. એ દરમિયાન ઘણી ડિજિટલ સ્કિલ્સ શીખવા મળશે અને તેના અંતે, પસંદ થયેલા 100 સ્ટુડન્ટ્સને પેરેન્ટ્સ સાથે ગૂગલના હૈદ્રાબાદ કે ગુરુગ્રામના કેમ્પસની મુલાકાતે...

જીમેઇલમાં સ્પામિંગની નવી તરકીબ

તમે સ્પામ મેઇલ મોકલ્યા ન હોય તો પણ તમારા સેન્ટ ફોલ્ડરમાં એવા મેઇલ જોવા મળી શકે છે તમે તમારા ઈ-મેઇલ પ્રોગ્રામનાં વિવિધ ફોલ્ડર્સ થોડા થોડા સમયે તપાસો છો? ન તપાસતા હો તો એ ટેવ રાખવા જેવી છે. ગયા મહિને એવું બન્યું કે જીમેઇલના સંખ્યાબંધ યૂઝર્સે પોતાનું સેન્ટ મેઇલ્સનું ફોલ્ડર તપાસતાં તેમણે આંચકો અનુભવ્યો! એ ફોલ્ડરમાં, તેમણે મોકલ્યા હોય એવા સ્પામ મેઇલ્સ જોવા મળ્યા, જે તેમણે વાસ્તવમાં મોકલ્યા નહોતા. આમાંથી મોટા ભાગના લોકોએ જીમેઇલની ટુ-સ્ટેપ-વેરિફિકેશન પદ્ધતિ પણ ઓન રાખી હતી (તમે એનો ઉપયોગ ન કરતા હો તો...

ફેસબુક આપણે જે કંઇ બોલીએ તેનો ડેટા પણ સ્ટોર કરી લે છે એ વાત સાચી?

સવાલ મોકલનાર : દીપસિંહ વાઘેલા, ધોરાજી આ પ્રશ્ન ઘણા લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે અને હમણાં એક બે મહિનાથી ફેસબુક પરથી યૂઝર્સના ડેટાની ચોરીનું કૌભાંડ બહાર આવ્યા પછી આ પ્રશ્ન ફરી લોકોને સતાવવા લાગ્યો છે. આવો પ્રશ્ન થવાનું મૂળ કારણ એ છે કે તમે સ્માર્ટફોનમાં ફેસબુક એપને આપેલી પરમિશન તપાસો તો તેમાં એક પરમિશન આપણા ફોનના માઇક્રોફોનને એક્સેસ કરવા અંગેની પણ દેખાશે. આ કારણે ઘણા લોકો માને છે કે ફોન આપણી નજીક પડ્યો હોય ત્યારે આપણે અન્ય લોકો સાથે કંઇ પણ વાતચીત કરીએ તો એ...

કમ્પ્યુટર ટેક્નોલોજીમાં કારકિર્દીના આટાપાટા અને સરળ માર્ગદર્શન

‘‘કયા ફિલ્ડમાં કરિયર બનાવવા માગો છે?’’ સ્કૂલના આઠમા-દસમા કે બારમા ધોરણના વિદ્યાર્થીને આ સવાલ પૂછો તો હવે મોટા ભાગે જવાબ મળે - આઇટી ફિલ્ડમાં! આજે સૌ કોઈના હાથમાં સ્માર્ટફોન છે, નાનાં ટાબરિયાંથી માંડીને દાદા-દાદી સૌ કોઈ વોટ્સએપ-ફેસબુક વાપરવા લાગ્યાં છે, દુનિયા આખી ઇન્ટરનેટના જોરે જ ચાલતી હોય એવું લાગે છે એટલે સ્વાભાવિક છે કે સૌ કોઈને આઇટી એટલે કે ઇન્ટર્મેશન ટેક્નોલોજીમાં ઉજ્જવળ ભાવિ દેખાય. "અચ્છા, આઇટીમાં આગળ શું કરવાની ઇચ્છા છે?’’ એવું પૂછતાં આજકાલ જેની સૌથી વધુ ચર્ચા ચાલે છે એ જવાબ મળે - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.