[vc_row][vc_column][vc_column_text]વહેતા સમય સાથે, આપણી પૃથ્વી પર કેવાં પરિવર્તનો આવી રહ્યાં છે એ જાણવા માટે જોવા જેવું છે, ગૂગલનું એક નવું ‘અર્થ’ એન્જિન.
તમે ગૂગલ સર્ચ એન્જિનનો તો રાતદિવસ ઉપયોગ કરતા હશો, પણ ક્યારેય ગૂગલ અર્થ એન્જિનમાં ડૂબકી લગાવી છે?
‘એ વળી કયું એન્જિન?’ એવો સવાલ થવો સ્વાભાવિક છે કારણ કે ગૂગલની આ સુવિધા આપણા રડારમાં સહેલાઈથી પકડાય તેવી નથી કેમ કે તેનો આપણે દેખીતો ઉપયોગ પણ નથી. છતાં, ઇન્ટરનેટ પર એવું ઘણું બધું છે જે આપણને સીધું સ્પર્શતું ન હોવા છતાં, જાણવા જેવું છે.