Home Tags Google

Tag: google

ગૂગલ ડ્યૂઓનું વેબવર્ઝન આવશે

વોટ્સએપ સામે તેના જેવી જ મેસેજિંગ એપ લોકપ્રિય બનાવવાના ગૂગલના કોઈ પ્રયાસ સફળ રહ્યા નથી. પરંતુ તેની વીડિયો કોલિંગ માટેની ડ્યૂઓ એપ વોટ્સએપની વોઇસ કોલિંગ સર્વિસ સામે થોડી ટક્કર આપી રહી હોય તેવું લાગે છે. ઘણાં લોકો હવે સાદા કોલ કરવાને બદલે વોટ્સએપની વોઇસ કોલિંગ સર્વિસનો ઉપયોગ કરવા લાગ્યા છે. આમાં વોટ્સએપની સરળતા અને સારી નેટ કનેક્ટિવિટી બંને બાબતનો ફાળો છે. એ જ લાભ ગૂગલ ડ્યૂઓને પણ મળી રહ્યો છે. એક શક્યતા મુજબ ટૂંક સમયમાં આપણે ગૂગલ ડ્યૂઓનો પીસી પર પણ લાભ લઈ શકીશું. ગૂગલ ડ્યૂઓનો...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? વનપ્લસ કંપની ટીવી લોન્ચ કરશે આઇપેડનાં નવાં વર્ઝન લોન્ચ થવાની શક્યતા વોટ્સએપમાં ક્રિપ્ટોકરન્સીનો વિચાર નંબર પોર્ટેબિલિટી ઝડપી બની મોબાઇલ ફોનના એસેમ્બલિંગમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે ગૂગલની વધુ એક સર્વિસ બંધ થાય છે નોકિયા ૮.૧ લોન્ચ થયો વનપ્લસ કંપની ટીવી લોન્ચ કરશે સ્માર્ટફોનના માર્કેટમાં મોટી મોટી બ્રાન્ડ્સને હંફાવી દેનારી ચાઇનીઝ મોબાઇલ કંપની વનપ્લસ હવે ટીવી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ ઝંપલાવી રહી છે. કંપની અત્યારે અન્ય કંપનીનાં ટીવી કરતાં અલગ હોય તેવા સોફ્ટવેર વિક્સાવવા પર ધ્યાન આપી રહી છે. કંપની આવતા વર્ષ સુધીમાં, ભારતમાં એમેઝોન દ્વારા...

ફક્ત સર્ચ કરીને ઇંગ્લિશ વોકેબ્યુલરી વધારો

રોજ આપણી વિવિધ જરૂરિયાતો માટે ગૂગલને શરણે જઈએ ત્યારે ક્યારેક થોડો સમય ચોરીને, ગૂગલ પાસેથી ઇંગ્લિશ પણ શીખવા જેવું છે - જાણો એ માટેની કેટલીક રસપ્રદ રીતો! ઇંગ્લિશ ભાષા પર ખરેખરું પ્રભુત્વ કેળવવું હોય તો ગૂગલને ઇંગ્લિશ કોચ બનાવી જુઓ. જો ગૂગલનું સર્ચ એન્જિન આપણને દુનિયાની કોઈ પણ બાબત શીખવામાં મદદ કરી શકતું હોય તો આજના સમયની ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઇંગ્લિશ શીખવવામાં એ શા માટે પાછળ રહે? ઇંગ્લિશનું શબ્દભંડોળ વધારવામાં અને ઇંગ્લિશના વિવિધ શબ્દોની ઊંડી સમજ કેળવવામાં ગૂગલ સર્ચ આપણને વિવિધ રીતે મદદરૂપ થઇ શકે છે. અહીં આવા...

ગૂગલ તો સ્માર્ટ છે, તમે એનો સ્માર્ટ રીતે ઉપયોગ કરો છો?

સ્માર્ટફોનમાંની ગૂગલ એપ અને ગૂગલ આસિસ્ટન્ટ આપણી ઘણા પ્રશ્નના ઉકેલ, બીજાં કોઈ વેબપેજ પર મોકલવાને બદલે, સીધા સર્ચ રીઝલ્ટ પેજ પર જ આપી દે છે. જાણો આવી સંખ્યાબંધ બાબતો. છેલ્લાં કેટલાંય વર્ષોથી ગૂગલના સર્ચ એન્જિનમાં સતત નોંધપાત્ર ફેરફારો થતા રહ્યા છે. અગાઉ માત્ર શબ્દો પકડીને ગૂગલ જુદાં જુદાં વેબપેજ સર્ચ કરી આપતું હતું, પણ હવે તેની ‘સમજ’ જબરજસ્ત વિકસી છે અને સ્માર્ટફોનને પરિણામે આખી વાતમાં નવાં જ પરિમાણો ઉમેરાયાં છે. ગૂગલની અનેક સર્વિસીઝ હવે સ્માર્ટફોનના હોમ સ્ક્રીન પર રહેલા સર્ચ બોક્સ અને તેમાંના ગૂગલ આસિસ્ટન્ટ...

કેલેન્ડરના ટકોરે કામકાજ!

પહેલાંના જમાનામાં, નવરાત્રિ નજીક આવે અને દિવાળીના દિવસોનો ઉમંગ મન પર છવાવા લાગે ત્યારથી, કાયમી કરિયાણાવાળાને ત્યાં કરિયાણું લેવા જઈએ ત્યારે આપણા મનમાં છાને ખૂણે એક આશા રહેતી - કરિયાણાવાળો નવા વર્ષનું કેલેન્ડર આપશે! કરિયાણાવાળો એ આશા પૂરી કરે તો વળી બીજા ઓળખીતા-પાળખીતા દુકાનદારો-વેપારીઓ પાસે એવી જ આશા રહે. એક કેલેન્ડરથી આપણું મન ભરાય નહીં, કારણ કે મોટા અક્ષરે તારીખવાળાં, સુંદર સુવાક્યોવાળાં, અંગ્રેજી ઉપરાંત તીથિ ને વાર-તહેવાર દશર્વિતાં કેલેન્ડરમાં આપણું મન લોભાયા કરે. એમાં જો કેલેન્ડરની બાજુમાં ઊભા પટ્ટામાં ધોબીને આપેલાં કપડાંનું લિસ્ટ, દૂધનો હિસાબ...

દુનિયાભરનાં ઘરમાં લટાર

આ અંકમાં દિવાળી વેકેશન ધ્યાનમાં રાખ્યું છે તો  તેનાથી જ સમાપન કરીએ! કોઈ પણ પ્રવાસે ગયા હોઈએ ત્યારે ‘ધરતીનો છેડો ઘર’ એ કહેવત બરાબર સાર્થક થતી લાગે. એક તરફ મનમાં પ્રવાસ પૂરો થઈ રહ્યાનું દુ:ખ હોય તો બીજી તરફ, ફરી ઘરની હૂંફ અને ઘરનું જમવાનું મળશે એ વાતનો આનંદ પણ હોય! તમે અનુભવ્યું હશે કે પ્રવાસ દરમિયાન, આપણે ટ્રેનમાં કોઈ મહાનગરની ઝૂંપડપટ્ટી પાસેથી પસાર થઈએ કે ખેતરોમાં સાવ ર્જીણશીર્ણ ઝૂંપડાં જોઈએ ત્યારે લોકોએ કેવી કેવી જગ્યાએ વસવું પડે છે અને તેની સરખામણીએ આપણે કેટલા સુખી છીએ...

સ્માર્ટફોનમાંના ફોટોઝનો બેક અપ રાખવાની સહેલી રીત

તમારા સ્માર્ટફોનમાં તમે પોતે લીધેલા ફોટોગ્રાફ્સ બહુ જગ્યા રોકતા હોય, તો તમે તેનો ગૂગલ ફોટોઝ એપમાં ઓટોમેટિક બેક અપ લઈ શકો છો. એ માટે... ગૂગલ ફોટોઝમાં બેક અપ ઓન કરો ફોનમાં ફોટોઝ એપ ઓપન કરો. સૌથી ઉપર, ડાબી બાજુની ત્રણ આડી લીટી પર ક્લિક કરો. જે પેનલ ખૂલે તેમાં ‘સેટિંગ્સ’ પર ક્લિક કરો. તેમાં ‘બેક અપ એન્ડ સિન્ક’ પર ક્લિક કરો અને બેક અપ એન્ડ સિન્ક બટન બંધ હોય તો તેને ઓન કરો. અહીંથી તમે એ પણ નક્કી કરી શકશો કે ફોનની ગેલેરીમાંનાં કયા ફોલ્ડરના ફોટોઝનો...
video

કેવી રીતે તૈયાર થાય છે ગૂગલ અર્થ માટે ઇમેજ અને ૩ડી મોડેલ્સનો ડેટાબેઝ?

આગળ શું વાંચશો? કેવી રીતે તૈયાર થાય છે પૃથ્વીનું ડિજિટલ સ્વરૂપ? આગળની કરામત ‘ફોટોગ્રામેટ્રી’થી ગૂગલ અર્થ ક્યારે ક્યારે અપડેટ થાય છે? પૃથ્વીનાં પરિવર્તનો ઝીલે છે અર્થ ‘સાયબરસફર’માં ગૂગલ અર્થ પ્રોગ્રામ વિશે અત્યાર સુધીમાં ઘણું બધું લખાયું છે. ૧૮ વર્ષ પહેલાં, વર્ષ ૨૦૦૧માં ‘અર્થવ્યૂઅર’ નામે તેની શરૂઆત થઈ, પછી જૂન ૨૦૦૫માં ગૂગલ અર્થ નામે તે સર્વિસ ફરી લોન્ચ થઈ. એ સમયે તેને કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરવો પડતો હતો. ત્યારથી શરૂ કરીને ગયા વર્ષે તેનું બિલકુલ નવું વેબ વર્ઝન અને એપ્સ લોન્ચ થયાં ત્યાં સુધી ગૂગલ...

સામાન્ય વાતચીત પણ હવે માણસને બદલે મશીન કરશે?

આગળ શું વાંચશો? ગૂગલ ડુપ્લેક્સ શું છે? ડુપ્લેક્સમાં ટેક્નોલોજીની હરણફાળ શી છે? માણસ અને મશીનની વાતચીતમાં શી મર્યાદાઓ છે? ડુપ્લેક્સથી નોકરીઓ જશે? અત્યાર સુધી, આપણા ફોન કે લેન્ડલાઇન સંબંધિત કોઈ ફરિયાદ હોય અને આપણે કંપનીના હેલ્પલાઇન નંબર પર ફોન કરીએ તો જીવતા જાગતા માણસ સુધી પહોંચતાં પહેલાં મશીનથી જનરેટ થતા અવાજ સાથે લાંબી માથાઝિંક કરવી પડતી હતી. ‘ઇન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ’ (આઇવીઆર) તરીકે ઓળખાતી આ સિસ્ટમ આપણે ઘણા સવાલો પૂછે અને ન છૂટકે જ સપોર્ટ એક્ઝિક્યુટિવ સુધી પહોંચવા દે. કેમ? કારણ કે કંપનીના યૂઝર્સની સંખ્યા લાખો-કરોડોમાં હોય ત્યારે,...

વિકિપીડિયાને આપો સહયોગ

લેખક ઇન્ફર્મેશન ટેકનોલોજીના ફિલ્ડમાં ૧૯૯૨થી કાર્યરત છે. ૨૦૦૮ સુધી નોકરી કર્યા પછી એમણે સ્વતંત્ર કન્સલ્ટન્ટ તરીકે કાર્ય કરવાનું શરૂ કરેલ છે. દેશ-વિદેશનાં વિવિધ સ્થળો પર રહીને કાર્ય કરવાનો અનુભવ મેળવ્યા પછી હાલ તેઓ અમદાવાદ સ્થાયી થઈને દેશ અને દુનિયામાં મુખ્યત્વે ટ્રેનિંગ, આઈટી સ્ટ્રેટેજી અને મેનેજમેન્ટ ક્ધસલ્ટિંગમાં પ્રવૃત્ત છે. વિકિપીડિયા વિશે સામાન્ય રીતે લોકોમાં "જ્યાંથી વિના સંકોચ કોપી મારી શકાય એવી એક વેબસાઇટ એવી માન્યતા જોવા મળતી હોય છે. આપણામાંથી બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે વિકિપીડિયા પર આપણે પોતે કશું ઉમેરીને જ્ઞાન સાથે ગમ્મત પણ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.