fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ ફીડ : આપણું મન પારખવાનો નવો રસ્તો

તમે ફેસબુક પર સાઇનઇન થાવ એ સાથે તમને શું દેખાય? તમે ફેસબુક પર જે લોકોને મિત્ર બનાવ્યા હોય એ સૌએ, પોતપોતાના મનની જે વાત સ્ટેટસ તરીકે મૂકી હોય એ તમને દેખાય. તમારા અસંખ્ય મિત્રોમાંથી કયા મિત્રનું સ્ટેટસ તમને પહેલાં બતાવવું એ ફેસબુક પોતાની રીતે નક્કી કરે છે એ જુદી વાત છે, પણ એક વાત નક્કી કે ફેસબુક આપણને, આપણા મિત્રોના રસની વાતો બતાવે છે.

અચ્છા, આપણા પોતાના રસની વાતો જાણવી હોય તો?

ગૂગલના મતે ‘આ દુનિયામાં તમારા જેવું બીજું કોઈ નથી.’ આપણા પરિવારના સભ્યો, સ્વજનો, મિત્રો વગેરે બધા સાથે આપણા રસના વિષયો ભલે મળતા આવતા હોય, બિલકુલ આપણી જેવું જ તો બીજું કોઈ ન હોય.

તમે મોબાઇલમાં રોજેરોજ, સવારના ઉઠતાંવેત, ચા પીતાં પીતાં, છાપાંનાં પાનાં પર નજર નાખતાં નાખતાં, ક્યારેક જમતાં જમતાં, ઓફિસમાં કામ કરતી વખતે, મીટિંગમાં બોસની નજર ચૂકાવીને, સાંજે પરિવાર સાથે ટીવીમાં, તમને કંટાળાજનક લાગતી સિરિયલ, મૂવી કે ક્રિકેટ મેચ જોતાં જોતાં… આ બધા સમયે તમે મોબાઇલ પર જે કંઈ જોતા હોય એ બધું અને તમારી સૌથી નજીકની પારિવારિક વ્યક્તિ કે મિત્ર, લગભગ આ જ રીતે, આ જ બધા સમયે પોતાના મોબાઇલમાં જે કંઈ જુએ એ બંને અલગ જ હોય.

દરેક વ્યક્તિ, પોતાના મોબાઇલમાં પોતાની આગવી જિંદગી જ જીવે છે!

અત્યાર સુધી ફેસબુક કે ટવીટર કે તેના જેવી ગૂગલ પ્લસ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સને કારણે આપણી નજીકના લોકો શું વિચારે છે, શું જુએ છે, શું શેર કરે છે… એ બધું આપણે સહેલાઈથી જાણી શકતા હતા, પણ આપણી પોતાની મરજીનું, આપણે પોતે, પોતાના માટે જે જાણવા માગતા હોઈએ એ વધુ ને વધુ જાણવાનો કોઈ સહેલો રસ્તો નહોતો.

હવે કદાચ એવો રસ્તો મળશે – ગૂગલ ફીડ સ્વરૂપે!

તમારા મોબાઇલમાં આવી પહોંચેલી આ નવી સર્વિસ વિશે જાણતાં પહેલાં, ફીડના આ કન્સેપ્ટ વિશે પણ થોડું જાણી લઈએ.

આપણા રસના વિષયોમાં અપડેટેટ કેવી રીતે રહી શકાય?

આપણે જેટલું વધુ વાંચીએ એટલું વધુ જાણીએ અને જેટલું વધુ જાણીએ એટલી આપણી દુનિયા પણ વિશાળ બને એ તો દેખીતી વાત છે.


‘સાયબરસફર’ના જૂના સહયાત્રીઓને ખબર હશે કે આ કોલમ, વેબસાઇટ અને મેગેઝિનમાં હંમેશા આરએસએસ ફીડનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. ઇન્ટરનેટ પર આપણને ગમતી વેબસાઇટ્સ કે બ્લોગ્સ પર જે કંઈ નવું ક્ધટેન્ટ મૂકાય તે એક જ પેજ પર, એક સાથે જોવાની સગવડ આ ફીડ આપે છે.

ગૂગલે પોતે ૨૦૦૫માં ગૂગલ ફીડ રીડર નામની એક વેબ સર્વિસ શરૂ‚ કરી હતી અને પછી, ફેસબુક, ટવીટર વગેરે સોશિયલ સાઇટ્સ પર શેરિંગ વધી જતાં, ૨૦૧૩માં એ સર્વિસ બંધ કરી હતી. ત્યારે ગૂગલે તેના યૂઝર્સ ઘટી રહ્યા હોવાનું કારણ આપ્યું હતું!

એ સમયે ગૂગલે કદાચ લોકોની માગ અને જરૂ‚રિયાત પારખવામાં ભૂલ કરી હતી કારણ કે ગૂગલ રીડર બંધ થતાં, તેના વિકલ્પ જેવી ફીડલી જેવી સર્વિસ રાતોરાત આખી દુનિયામાં લોકપ્રિય થઈ હતી અને ગૂગલ રીડરના લગભગ ૮૦ ટકા યૂઝર્સ ફીડલી તરફ વળ્યા. ચાર-છ મહિનામાં ફીડલીના યૂઝર્સની સંખ્યા ૧૦ લાખમાંથી ૧૫ ગણી વધીને દોઢ કરોડે પહોંચી ગઈ!

ફીડલીના સ્થાપકોએ ફીડલીમાં ફ્રી ઉપરાંત પેઇડ વર્ઝન રાખ્યું હતું. લવાજમ ભરનાર યૂઝરને કેટલાક વધારાના લાભ મળે. કંપનીએ પહેલા ૫૦૦૦ યૂઝર્સને આ વધારાના લાભ ૯૯ ડોલરમાં આપવાની જાહેરાત સાથે પેઇડ પ્લાન એક્ટિવેટ કર્યો અને એક જ રાતમાં આશરે ૩ કરોડ રૂ‚પિયાની કમાણી કરી હતી (ફીડલી વિશે આપણે વિગતવાર વાત કરી છે ઓક્ટોબર ૨૦૧૫ના અંકમાંઃ ઓછા સમયમાં વધુ વાંચો, વધુ જાણો).

હવે એ જ ગૂગલે, પોતે જે સર્વિસ બંધ કરી હતી લગભગ એ જ પ્રકારની સર્વિસ નવેસરથી (જોકે સાવ નવેસરથી તો નહીં!) શરૂ‚ કરી છે!

જોકે જૂની અને નવી બંને સર્વિસમાં એક બહુ મોટો તફાવત છે – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો!

ગૂગલ રીડર કે ફીડલી જેવી સર્વિસની એક મર્યાદિ હતી અને છે – એમાં આપણે પોતે પોતાના રસના વિષયો કહેવા પડે છે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગૂગલ પાસેનો આપણી સર્ચ અને વેબ એક્ટિવિટીનો અત્યંત વિરાટ ડેટા આ આખી વાતમાં જોરદાર ટવીસ્ટ લાવે છે.

ગૂગલને કદાચ એવી અપેક્ષા છે કે જેમ રોજ સવારે આપણે ફેસબુક ખોલીને પહેલાં તેની ન્યૂઝફીડ પર નજર દોડાવી, આપણા મિત્રવર્તુળમાં શું ચાલી રહ્યું છે એ તપાસીએ છીએ, એ જ રીતે હવે મોબાઇલમાં ગૂગલની સર્ચ એપ ખોલીને, આપણા પોતાના – માત્ર  પોતાના જ – રસના વિષયોમાં, આખી દુનિયામાં શું બની રહ્યું છે એ જાણવાનો પ્રયાસ કરીશું.

આ ગૂગલ અને ફેસબુક વચ્ચેની લડાઈની વાત નથી, કારણ કે બંનેના અભિગમ ધરમૂળથી જ જુદા છે.

લોકોને પર્સનલ ફીડ તરફ વાળવાનો ગૂગલનો આ નવો પ્રયાસ કેટલો સફળ થાય છે એ તો સમય કહેશે, અત્યારે આપણે આ નવી સર્વિસ ખરેખર શું છે તે જાણી લઈએ.

Please Login to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.