આપણે ક્રેડિટકાર્ડથી રકમ ચૂકવી હોય તો બેંક આપણને એ રકમ હપ્તાવાર ચૂકવવાની ઓફર આપે છે. આપણે જે કંપનીની પ્રોડક્ટ ખરીદી હોય તે પોતાની બીજી પ્રોડક્ટસ આપણને બતાવવા લાગે છે. તેમ તેમની હરીફ કંપની પણ પોતાની પ્રોડક્ટ આપણને બતાવવા લાગે છે. ઇન્ટરનેટ પરના સૌથી મોટા એડવર્ટાઇઝિંગ નેટવર્ક તરીકે ગૂગલ આ બધાનું કામ સરળ બનાવીને પોતે પણ કમાણી કરે છે.