ગયા મહિને દિલ્હી પોલીસે તેના ટવીટર એકાઉન્ટ દ્વારા આવા એક પ્રયાસ તરફ ધ્યાન દોરીને લોકોને ચેતવ્યા હતા કે વિવિધ લોકોનો ટુ-સ્ટેપ વેરિફિકેશન કોડ જાણવા માટે હેકર્સ એક અલગ પ્રકારની ટ્રિક અજમાવી રહ્યા છે. દિલ્હી પોલીસના સાયબર ક્રાઇમ વિભાગના ડીસીપીના એકાઉન્ટ પરથી થયેલા આ ટવીટ મુજબ કેટલાક લોકોને ગૂગલ તરફથી આવ્યો હોય એવો એક એસએમએસ મળે છે અને તેમાં તેમના એકાઉન્ટને ‘સલામત રાખવા માટે’ ટુ-સ્ટેપ વેરિફિકેશન કોડ જણાવવાનું કહેવામાં આવે છે!
ગૂગલનું નોટિફિકેશન હોય એવો ભ્રમ ઊભો કરતા આ એસએમએસમાં કંઈક આવું લખેલું હોય છે : “હમણાં અમારા ધ્યાનમાં આવ્યું છે કે ischnei4@gmail.comમાં લોગઇન થવા માટે આઇપી એડ્રેસ ૧૩૬.૯૧.૩૮.૨.૩ (વેકેવિલે, સીએ) પરથી એક શંકાસ્પદ પ્રયાસ થયો છે. જો તમે આ લોકેશન પરથી તમારા એકાઉન્ટમાં સાઇન-ઇન ન કર્યું હોય અને તમારા એકાઉન્ટને સલામત રાખવા માટે કામચલાઉ તમારું એકાઉન્ટ લોક કરી દેવા માગતા હો તો થોડી જ વારમાં તમને જે ૬ અંકનો વેરિફિકેશન કોડ મળે તે આ એસએમએસના રીપ્લાયમાં જણાવશો. જો તમે પોતે જ લોગ-ઇનનો પ્રયાસ કર્યો હોય તો આ એસએમએસની અવગણના કરશો.
આ ટ્રિક સમજાઈ?