હરનીતસિંહ સીતલ, (બાબરિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, વડોદરા)
ગૂગલના ટેલિફોનિક ઇન્ટરવ્યૂની તૈયારી કરવા મેં કેટલાક સારા બ્લોગ સર્ફ કર્યા મને કેવા સવાલો પૂછાઈ શકે એની એક યાદી બનાવી. ગૂગલ ટીમ સાથેના ઇન્ટરએક્શન દરમિયાન મારે ફોકસ કરવા જોઈએ એવા કેટલાક મુદ્દાઓ પણ મેં નોંધી રાખ્યા. મારા પિતાના મિત્ર ભારતના એક અગ્રગણ્ય ઓર્ગેનાઇઝેશનની રીક્રુટમેન્ટ ટીમના સભ્ય છે. મેં તેમની સાથે પણ ઇન્ટરવ્યૂની પ્રેક્ટિસ કરી. આ મોક ઇન્ટરવ્યૂ મારા માટે પ્રેક્ટિસ મેચ જેવો રહ્યો અને મને ખબર પડી કે ખરેખરા ઇન્ટરવ્યૂમાં હું કેવી રીતે વધુ આત્મવિશ્વાસ દાખવી શકું.