તમામ ઓનલાઇન ફોટોઝ, જુઓ એક સાથે

  તમે અને તમારા મિત્રો જુદી જુદી અનેક સાઇટ્સ પર ફોટોગ્રાફ્સ અપલોડ કરતા હો તો તમને ક્યારેક તો એ બધા જ ફોટોઝ એક સાથે, એક જોવાની ઇચ્છા થઈ જ હશે. હવે એ શક્ય છે, આ રીતે…

  આગળ શું વાંચશો?

  • કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો
  • એકાઉન્ટ બંધ કેવી રીતે કરશો?

  આપણી જિંદગીમાં ઇન્ટરનેટનો પ્રભાવ વધતો જાય છે તેમ તેમ જાણ્યે-અજાણ્યે આપણી જિંદગી બે ભાગમાં વહેંચાતી જાય છે. એક તો એ, જે આપણે રોજબરોજ જીવીએ છીએ, વાસ્તવિક દુનિયામાં, પળે પળે શ્વાસ લઈને. અને બીજી, ઇન્ટરનેટ ક્લાઉડ પર! આપણે રોજેરોજ જે મેઇલ્સ લખીએ છીએ, ગૂગલિંગ કરીએ છીએ, ફેસબુક પર શબ્દો, ફોટોઝ, વીડિયો વગેરેની આપલે કરીએ છીએ… આ બધું જ ઇન્ટરનેટ પર આપણી એક અલગ જ જિંદગી ઊભી કરે છે!

  જોકે આ બીજી જિંદગી, સામાન્ય જિંદગી કરતાં જુદી છે. વાસ્તવિક જિંદગીમાં વહેતા સમય સાથે આપણો ભૂતકાળ ઘણે અંશે ભૂંસાતો જાય છે, જ્યારે ઇન્ટરનેટ પરની આપણી જિંદગીમાં જે કંઈક બને છે એમાંનું ઘણું ખરું નેટ પર ખૂણેખાંચરે ધરબાયેલું, પણ ધબકતું રહે છે.

  કલ્પના કરવી મુશ્કેલ લાગે છે ને? ફેસબુકના અનુભવીઓ માટે આ કલ્પના કરવી બિલકુલ મુશ્કેલ નથી. ફેસબુકની ટાઇમલાઇન સુવિધા તમે એફબીમાં જોડાયા ત્યારથી આજ સુધીનું બધું ક્લિકવગું કરી આપે છે. (યાદ રહે, જેમ તમે તમારી પોતાની માહિતી જોઈ શકો છો, એ જ રીતે, બીજાની પણ ઘણી ખરી માહિતી જોઈ શકો છો!)

  ક્યારેક આ વિશે ફુરસદે વિચાર કરજો, અત્યારે આપણે તો ઇન્ટરનેટ પર જિવાતી આપણી આ બીજી જિંદગીને એકસાથે, એક જગ્યાએ, ફિલ્મના ફ્લેશબેકની જેમ જોવી ને માણવી હોય તો શું કરવું એ જાણીએ.

  ડિજિટલ કેમેરા અને મોબાઇલમાં કેમેરા આવ્યા પછી કેમેરા હવે લગભગ ચોવીસે કલાક આપણી સાથે રહે છે અને પરિણામે આપણામાંના ઘણા ખરા લોકો ક્લિક ક્લિક કરતા રહે છે અને એમાંનું કેટકેટલુંય ઇન્ટરનેટ પર સંખ્યાબંધ સર્વિસીઝમાં શેર પણ કરતા રહે છે. તમે તમારો પોતાનો જ વિચાર કરો – તમે લીધેલા અને શેર કરેલા કેટલા ફોટોગ્રાફ્સ ઇન્ટરનેટ પર કેટકેટલે ઠેકાણે ધરબાયેલા પડ્યા હશે?

  ફેસબુક, ફ્લિકર, ટ્વીટર, પિકાસા, ફોટોબકેટ, ઇન્સ્ટાગ્રામ, ડ્રોપબોક્સ વગેરે ઉપરાંત પણ બીજી ઘણી બધી સર્વિસીઝ છે, જે ફોટોશેરિંગ એકદમ ઇઝી બનાવી દે છે. આમાંથી નાખી દેતાંય, ત્રણ-ચારનો તો તમે ઉપયોગ કરતા જ હશો. અને તમારા મિત્રો કે કુટુંબીજનો? જેમણે ક્યારેક તમારા પણ ફોટોગ્રાફ લીધા હશે અને ઇન્ટરનેટ પર શેર કર્યા હશે.

  તમારે તમે પોતે અને તમારા મિત્રોએ શેર કરેલા તમામ ફોટોગ્રાફ – તમામ સર્વિસ પરના તમામ ફોટોગ્રાફ – એકસાથે જોવા હોય, અલગ અલગ રીતે ગોઠવવા હોય, ફરી શેર કરવા હોય કે તમારા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવા હોય તો હવે એવી સગવડ પણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. એટલું યાદ રાખશો કે ડાઉનલોડ કરી લેવાથી જે તે સર્વિસ પર અપલોડ કરેલા ફોટોગ્રાફ દૂર નહીં થાય. એ બધા તો કમાનમાંથી છૂટી ગયેલાં તીર છે, હા, જે તે સર્વિસ પર જઈને તમે તેને દૂર કરી શકો, પણ એ પહેલાં બીજા કોઈએ તેને ડાઉનલોડ, સેવ કે શેર કરી લીધા હોય તો વાત પૂરી!

  તો એ મુદ્દો ધ્યાનમાં રાખીને, અત્યારે સીધા આ સર્વિસમાં જ ઝંપલાવીએ?

  • www.pictarine.com પર જાઓ.
  • તમારી પસંદગીનું યુઝરનેમ, ઈ-મેઇલ અને નવો એક પાસવર્ડ નક્કી કરીને આ સર્વિસમાં સાઇન-અપ થાઓ.
  • તમે પહેલું પહેલું સાઇન-ઇન કરશો ત્યારે આ સર્વિસ પર તમારી પાટી કોરીકટ હશે. હવે તમે ફેસબુક, પિકાસા, ફ્લિકર વગેરે જેવી કુલ ૧૬ ફોટોસર્વિસમાંથી જે કોઈ સર્વિસમાં તમે એક્ટિવ હો અને જે સર્વિસના તમારા તેમ જ તમારા મિત્રોના ફોટોગ્રાફ્સ એકત્ર કરવા માગતા હો તે તે સર્વિસને પિક્ચરાઇન સાથે કનેક્ટ કરો (આ વિશે માહિતી બોક્સમાં આપી છે).
  • ધારો કે તમે સૌથી પહેલા ફેસબુકના તમારા એકાઉન્ટને કનેક્ટ કર્યંુ (એમાં ધારવાનું શું છે, કેમ?). તો હવે એફબી પર ફોટોગ્રાફ્સની બાબતે તમે કેટલાક એક્ટિવ છો અને ફેસબુક પર તમે કેટલા ફોટોગ્રાફ્સ શેર કયર્િ છે તેના આધારે થોડા કે ઘણા સમય પછી ફેસબુક પરના તમારા તમામ ફોટોગ્રાફ (તમે પોતે શેર કરેલા કે તમારા મિત્રોએ તમને ટેગ કરેલા ફોટોગ્રાફ્સ) અહીં વર્ષ મુજબ ગોઠવાઈ જશે.
  • હવે આ સર્વિસની મજા પૂરેપૂરી માણો! સર્વિસના મેઇન પેજ પર ડાબી તરફ આખી કોલમમાં જુદી જુદી લિંક્સ આપી છે તેની મદદથી તમે આ સર્વિસનો લાભ અલગ અલગ રીતે ઉઠાવી શકો છો. (જુઓ દરેક વિભાગ સમજાવતું બોક્સ).
  • એક વાર તમે અલગ અલગ સર્વિસને પિક્ચરાઈન સાથે કનેક્ટ કરી લેશો તે પછી અહીં તમે એ દરેક સર્વિસના ફોટોગ્રાફ એકસાથે, જુદી જુદી સર્વિસ અનુસાર કે પછી મિત્રો મુજબ જોઈ શકશો.
  • અહીં તમે તમારી મરજી પડે એ રીતે પ્લેલિસ્ટ બનાવી શકો છો. જેમ કે તમારી સ્કૂલ કે કોલેજના મિત્રોના ફોટોગ્રાફ્સને એકસાથે એક ફોલ્ડરમાં ગોઠવો.
  • કોઈ પણ ટાઇમલાઇનમાંના કોઈ પણ ફોટોગ્રાફ પર ક્લિક કરીને તમે તેનો સ્લાઇડશો જોઈ શકશો. એ સાથે, જે તે ફોટોગ્રાફને તમે બનાવેલા પ્લેલિસ્ટમાં એડ કરી શકશો.
  • તમે જે ફોટોગ્રાફ મોટા સ્વરૂ‚પમાં જોતા હશો એ ફોટોગ્રાફના અનુસંધાને ફેસબુક પર કયા લોકોએ કઈ કમેન્ટ કરી એ પણ અહીં જ જોઈ શકશો. એટલું જ નહીં, અહીંથી જ તમે એ ફોટોગ્રાફ વિશે તમારી કમેન્ટ પણ ઉમેરી શકશો.
  • ચાહો તો એ ફોટોગ્રાફને ફક્ત ‘લાઇક’ કરીને આગળ વધો!
  • અહીંથી તમે એ ફોટોગ્રાફ ડાઉનલોડ પણ કરી શકશો.

  તો આ થઈ, ઇન્ટરનેટ પર અલગ અલગ ખૂણે વિખરાયેલા પડેલા તમારા અને તમારા મિત્રોના ફોટોગ્રાફને એકત્ર કરવાની વાત. જો એ બધા જ ફોટોગ્રાફ તમને ડાઉનલોડ કરી લેવાનું મન થઈ આવે તો ફરી તમારા કમ્પ્યુટર પરનો ભાર વધશે, એવું બને તો ઓફલાઇન ફોટોગ્રાફ મેનેજ કરવા માટે પિકાસા અંગેનો લેખ રિફર કરો!

  કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો…]

  • તમારા કે તમારા કોઈ પણ મિત્રના ફોટોગ્રાફ પિક્ચરાઇન સાઇટ પર હોસ્ટ થતા નથી, એટલે કે તમામ ફોટોગ્રાફ જે તે સર્વિસમાં જ રહે છે, પિક્ચરાઇન તેમને ફક્ત પોતાના પેજ પર કોલ કરે છે, એટલે કે તેના પેજ પર પણ બતાવે છે.
  • પિક્ચરાઇનના દાવા મુજબ, આ સાઇટ તમારી કોઈ પણ સર્વિસ (ફેસબુક, ટ્વીટર વગેરે)ના પાસવર્ડ સેવ કરતી નથી. આ સાઇટ ગૂગલ, ફેસબુક, ટ્વીટર વગેરે જે ઓપનઆઇડી કે ઓથ નામની ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, તેની જ મદદ લે છે, એટલે તમે એક વાર પિક્ચરાઇનમાં તમારા અલગ પાસવર્ડથી લોગ-ઇન થાવ પછી પહેલી વાર ફેસબુક, ટ્વીટર વગેરેને પિક્ચરાઇન સાથે જોડવા માટે જે તે સર્વિસમાં જ લોગ-ઇન થવાનું હોય છે, એ સર્વિસના પાસવર્ડ પિક્ચરાઇનને આપવા પડતા નથી.
  • પણ હા, જે તે સર્વિસને પિક્ચરાઇન સાથે કનેક્ટ કરો ત્યારે પિક્ચરાઇન એ સર્વિસ માટે એક એપ્લિકેશન તરીકે કામ કરે છે. ધારો કે તમે ફેસબુક સાથે તેને કનેક્ટ કરતા હો ત્યારે લોગ-ઇન પેજ પર જે લખાણ કે વિકલ્પો આવે તે ધ્યાનપૂર્વક વાંચશો. જેમ કે પિક્ચરાઇનને કનેક્ટ કરવાથી ફેસબુક પરની તમારી બેઝિક વિગતો, તમારાં ગ્રુપ્સ, લાઇક્સ, તમારા ફોટોઝ અને વીડિયોઝ તેમ જ તમારી સાથે શેર કરવામાં આવેલા ફોટોઝ અને વીડિયોઝ જોઈ શકશે. તમને કબૂલ-મંજૂર હોય તો જ આગળ વધો!
  • તમે પિક્ચરાઇનમાંથી લોગ-આઉટ થાવ ત્યારે તમારી બીજી બધી જ સર્વિસીઝમાંથી પણ ચાહો તો એકસાથે લોગ-આઉટ થઈ શકો છો.
  • ‘અહીં તમારા બધા મિત્રોના બધા ફોટોગ્રાફ તમે જોઈ શકશો’ એ વાસ્તવમાં અર્ધસત્ય છે. જો તમારા કોઈ મિત્રે પૂરતી કાળજી લઈને તેમના ફોટોગ્રાફ પિક્ચરાઇન જેવી કોઈ સર્વિસ એક્સેસ કરી શકે નહીં એવા વિકલ્પો પસંદ કયર્િ હશે, તો એમણે પોતાનાં આલબમ ફેસબુકમાં તમારી સાથે શેર કર્યાં હશે તો પણ પિક્ચરાઇનમાં એ તમને દેખાશે નહીં. (ફેસબુક પર તમે તમારા ફોટોગ્રાફને પણ આ રીતે, બીજી કોઈ સર્વિસ એક્સેસ કરી ન શકે તેવા બનાવી શકો છો).

  એકાઉન્ટ બંધ કેવી રીતે કરશો?

  • જો કોઈ કારણસર તમે પિક્ચરાઇનનો એકાઉન્ટ ડિલીટ કરવા માગો તો support@pictarine.com પર એ વિશે એક મેઇલ મોકલવાનો રહેેશે એ કંપની તમારો બધો ડેટા ડિલીટ કરશે તેમ જ તમારા વતી કોઈ સર્વિસને એક્સેસ કરશે નહીં.
  • પિક્ચરાઇને તો લખ્યું કે એ કશું એક્સેસ કરશે નહીં, પણ તમારે પાકે પાયે ખાતરી કરવી હોય તો, માત્ર પિક્ચરાઇન જ નહીં, તેના જેવી બીજી કોઈ પણ એપ્લિકેશન્સને તમે જાણે-અજાણ્યે ફેસબુકના તમારા એકાઉન્ટની એક્સેસ આપી હોય તો તેને આ રીતે રિમૂવ કરી શકો છો…
  • ફેસબુકમાં લોગઇન થાઓ.
  • સેટિંગ્સમાં જઈને એપ્સના સેટિંગ્સમાં જાઓ.
  • અહીંથી તમે જે તે એપ્સ માટેના વિકલ્પો એડિટ કરી શકો છો અને ચાહો તો એપ્સને બિલકુલ રિમૂવ પણ કરી શકો છો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here