હર્ષ નિષાર (ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ગાંધીનગર)
મારી કોલેજના એક સિનિયર વિદ્યાર્થી ગયા વર્ષે જીએસએ હતા અને એમણે મને આ પ્રોગ્રામ વિશે જણાવ્યું. મારા માટે આ પહેલો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ હતો, જે બહુ સારો અનુભવ રહ્યો. ઇન્ટરવ્યૂ લેનાર લેડી એકદમ ફ્રેન્ડલી હતાં, આપણે કોઈ ફ્રેન્ડ સાથે વાત કરતા હોઈએ એમ જ લાગે. એમણે મને વિવિધ કાલ્પનિક સ્થિતિઓ જણાવી અને પછી એના ઉપાય પૂછ્યા. મેં જનરલ પ્રકારના જવાબ દેવાને બદલે, મારી કોલેજના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એકદમ સ્પેસિફિક જવાબ આપ્યા. દરેક કોલેજમાં જુદું જુદું સ્ટુડન્ટ કલ્ચર હોય છે.