સ્માર્ટફોનમાંના ફોટોઝનો બેક અપ રાખવાની સહેલી રીત

x
Bookmark

તમારા સ્માર્ટફોનમાં તમે પોતે લીધેલા ફોટોગ્રાફ્સ બહુ જગ્યા રોકતા હોય, તો તમે તેનો ગૂગલ ફોટોઝ એપમાં ઓટોમેટિક બેક અપ લઈ શકો છો.

એ માટે…

ગૂગલ ફોટોઝમાં બેક અપ ઓન કરો

  1. ફોનમાં ફોટોઝ એપ ઓપન કરો.

  2. સૌથી ઉપર, ડાબી બાજુની ત્રણ આડી લીટી પર ક્લિક કરો.

  3. જે પેનલ ખૂલે તેમાં ‘સેટિંગ્સ’ પર ક્લિક કરો.

  4. તેમાં ‘બેક અપ એન્ડ સિન્ક’ પર ક્લિક કરો અને બેક અપ એન્ડ સિન્ક બટન બંધ હોય તો તેને ઓન કરો.

અહીંથી તમે એ પણ નક્કી કરી શકશો કે ફોનની ગેલેરીમાંનાં કયા ફોલ્ડરના ફોટોઝનો ઓટોમેટિક બેક અપ લેવાય. આ અગત્યનું છે, કેમ કે તમે વોટ્સએપની ઇમેજીસના ફોલ્ડરને બેકઅપ માટે પસંદ કરશો તો તેમાંના બધા ફોટો તમારા ફોટોઝ એકાઉન્ટમાં ભીડ કરશે!

હવેથી તમારા સ્માર્ટફોનમાં તમે લીધેલા ફોટોગ્રાફ્સ તમારા ગૂગલ એકાઉન્ટમાં સેવ થતા જશે અને તમે તેને ઇચ્છો ત્યારે તમારા ફોનની ગૂગલ ફોટોઝ એપમાં અથવા પીસીમાં photos.google.com વેબસાઇટમાં લોગ-ઇન થઈને જોઈ શકશો.

ગૂગલ ફોટોઝ વિશેની સંપૂર્ણ માહિતી મેળવો આ લેખમાંઃ
ગૂગલ ફોટોઝઃ આપણા તમામ ફોટોઝનું એક કાયમી સરનામું!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here