પ્લે સ્ટોરમાંથી ખરીદી હવે વધુ સરળ બનશે

 જો તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્સ, બુક્સ, મૂવી કે સોંગ્સ જેવું ડિજિટલ કન્ટેન્ટ ખરીદતા હો તો તમારા માટે સારા સમાચાર છે. હજુ ગયા વર્ષ સુધી આપણે માત્ર ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડઝ કે નેટબેંકિંગ જેવા વિકલ્પથી ગૂગલને પેમેન્ટ કરી શકતા હતા.

ગયા વર્ષથી ગૂગલે કેરિયર બિલિંગનો નવો વિકલ્પ આપ્યો હતો. આ વિકલ્પ માટે ગૂગલે આઇડિયા સાથે જોડાણ કર્યું હતું. હવે ગૂગલે વોડાફોન અને એરટેલ સાથે પણ આ પ્રકારે જોડાણ કરી લીધું છે.

હવે આ મોબાઇલ કંપનીઓના પોસ્ટપેઇડ યુઝર્સ પ્લે સ્ટોર પર પેમેન્ટ કરવાનું હોય ત્યારે એ રકમ તેમના પોસ્ટપેઇડ મોબાઇલ બિલમાં ઉમેરાઈ જાય એવી સુવિધાનો લાભ લઈ શકશે. આ સુવિધા ધીમે ધીમે રોલ-આઉટ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here