કેટલાક ભૂકંપ એવા હોય છે જેના આંચકા આપણા માટે લાંબા ગાળે લાભદાયી હોય છે. ગયા એક બે મહિનામાં આવા બે મોટા ભૂકંપનો આપણે અનુભવ કર્યો. એક નોટબંધીને પગલે આપણે સૌ નાની ચલણી નોટોના આધારે દૈનિક જરૂરિયાતો પૂરી કરવા મજબૂર બન્યા. બીજો આંચકો એ પહેલાંનો હતો, જેમાં એક સાથે ૩૦ લાખ જેટલા ડેબિટકાર્ડ ધારકોના કાર્ડ સલામતની કારણોસર બેન્કોએ બ્લોક કરવા પડ્યા.