ગુજરાતમાંથી ગૂગલમાં

આખી દુનિયામાં એવી કંપની બહુ ઓછી હશે, જ્યાં કામ કરતા લોકોને વધુ સારી તકની આશામાં બીજી કોઈ કંપનીમાં જવાની જરુર ન લાગતી હોય. ફોર્બ્સ, ફોર્ચ્યુન, સીએએન, લિંક્ડઇન જેવી વિશ્વપ્રસિદ્ધ કંપનીઓ વર્ષોવર્ષ, વિશ્વવ્યાપી સર્વેક્ષણ કરીને નોકરી કરવા માટે વિશ્વની સૌથી સારી કંપનીઓની યાદી બહાર પાડતી હોય છે. તેમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી એક નામ ટોપ રેન્ક્સમાં જોવા મળે છે – ગૂગલ.

આગળ શું વાંચશો?

ગૂગલ સ્ટુડન્ટના એમ્બેસ્ડરના અનુભવો, તેમના જ શબ્દોમાં

સતત કંઈક નવું કરવાની જેને અદમ્ય તમન્ના હોય અને એ માટે પૂરતું પ્રોત્સાહન અને સ્વતંત્રતા મળે ને એ સાથે ભરપૂર મોજમસ્તી ને સ્ટેટસ પણ મળે ત્યાં કામ કરવાની ઇચ્છા ધરાવતા લોકોની આંખમાં હંમેશા એક સ્વપ્ન અંજાયેલું રહે છે – ગૂગલ માટે કામ કરવાનું.

આવી ગૂગલ કંપનીમાંથી તમને ઈ-મેઇલ આવે કે તમે ગૂગલ સાથે કામ કરવા માટે પસંદ થયા છો, એ પણ કર્મચારી તરીકે નહીં, પણ ગૂગલના સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે, તો? ગુજરાતના ૧૧ વિદ્યાર્થીઓને હમણાં આવો અનુભવ થયો!

ગૂગલ આખા વિશ્ર્વમાં ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર પ્રોગ્રામ ચલાવે છે. ગૂગલ સાથે કામ કરવા ઉત્સુક વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખીને ગૂગલ સાથે સંકળાઈ શકે, તેઓ પોતાની કોલેજના બીજા વિદ્યાર્થીઓ અને ગૂગલ વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે. ગૂગલ તેમને તાલીમ આપે, પોતાની નવી પ્રોડક્ટના ટેસ્ટિંગનું કામ સોંપે, કોલેજમાં ગૂગલ કોઈ ઇવેન્ટ યોજે તો તેને સફળ બનાવવાની બધી જવાબદારી પેલા પસંદગીના વિદ્યાર્થીની રહે. ગયા વર્ષ સુધી વિદ્યાર્થીઓ આ માટે સીધા જ ગૂગલને એપ્લાય કરી શકતા હતા, પણ ધસારો એટલો બધો રહેતો હતો કે આ વર્ષથી ગૂગલે વિદ્યાર્થીઓ પસંદ કરવાની પદ્ધતિ બદલી.

ગૂગલ ઇન્ડિયાએ ભારતની બધી યુનિવર્સિટીઓમાંથી ૫૦૦ જેટલી કોલેજોને આમંત્રણ મોકલ્યું કે ‘કોલેજના સૌથી તેજસ્વી પાંચ વિદ્યાર્થીઓની યાદી અને તેમની વિગતો અમને મોકલો, અમે તેમાંથી અમુક વિદ્યાર્થીઓના ફોન પર ઇન્ટરવ્યૂ કરીશું અને પછી તેમાંથી એક વિદ્યાર્થી પસંદ કરીશું. આ કોલેજોની યાદી તપાસીએ તો સમજાય છે કે તેમાં ફક્ત ઇન્ફર્મેશન ટેક્નોલોજી કે કમ્પ્યુટર કે એન્જિનીયરિંગની કોલેજ જ નથી. એમાં તો એગ્રીકલ્ચર, પ્લાનિંગ, મેનેજમેન્ટ, મેડિકલ, ફાર્મસી, હોટેલ મેનેજમેન્ટ વગેરે વિષયોની કોલેજ પણ સામેલ છે. ગૂગલ તેની વેબસાઇટ પર લખે છે કે તેનું કાર્યક્ષેત્ર ભલે ઇન્ફર્મેશન ટેક્નોલોજી રહ્યું, તેની સર્વિસીઝ તો સૌ કોઈને ઉપયોગી છે અને તેને બહેતર બનાવવા માટે તેને વધુ ને વધુ, વિવિધ પ્રકારનું બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો પાસેથી આઇડિયા એકઠા કરવા છે!

ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડરના અનુભવો, તેમના જ શબ્દોમાં!

ગૂગલે ગુજરાતની ૧૬ કોલેજોને આમંત્રણ મોકલ્યું હતું અને તેમાંથી ૧૧ વિદ્યાર્થીઓને પોતાના સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા.

‘સાયબરસફરે’ આ બધી કોલેજના પ્લેસમેન્ટ ઓફિસર્સ તેમ જ પસંદ થયેલા સ્ટુડન્ટ એમ્બેસેડર્સનો સંપર્ક સાધ્યો અને ગૂગલની પસંદગી પ્રક્રિયા કેવી હતી, ઇન્ટરવ્યૂ કેવી રીતે લેવાયા, કેવા પ્રશ્નો પૂછાયા, સફળ થવા આ વિદ્યાર્થીઓએ કેવી તૈયારીઓ કરી હતી વગેરે જાણવાનો પ્રયાસ કર્યો. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્પધર્ત્મિક પરીક્ષાઓમાં પાછળ રહે છે એવી એક સામાન્ય છાપ છે, એ બાબતમાં સચ્ચાઈ શું છે એ જાણવાનો પણ પ્રયાસ કર્યો.

અમુક પ્લેસમેન્ટ ઓફિસરે પ્રતિસાદ આપીને અભિપ્રાય મોકલ્યા. સૌને એક સ્પષ્ટ સૂર એ હતો કે આવડત કે વિષયના જ્ઞાનની રીતે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ બીજા કરતાં સહેજ પણ પાછળ નથી, ફક્ત, જ્યાં પોતાનું જ્ઞાન ઇંગ્લિશમાં વ્યક્ત કરવાની વાત આવે ત્યારે આત્મવિશ્વાસનો થોડો અભાવ જોવા મળે છે. આ જ વાત, ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડરે ઉત્સાહથી લખી મોકલેલા અનુભવોમાં પણ જોવા મળી.

Please to view this content. (Not a member? Join Today!)
August-2013

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here