તમારા ફોનમાં વોટ્સએપ બંધ થઈ જશે!

ચિંતા કરશો નહીં, આ વાત ફક્ત જૂના ફોનને જ લાગુ પડે છે! ગયા મહિને વોટ્સએપ સર્વિસ સાત વર્ષની થઈ.

વોટ્સએપ કહે છે કે જ્યારે તે લોન્ચ થઈ ત્યારના મોબાઇલમાં નોકિયા અને બ્લેકબેરીની ઓપરેટિંગ સિસ્ટમ હતી. આજે વેચાતા 99.5 ટકા સ્માર્ટફોનમાં ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ હોય છે.


આથી, આ પ્રકારના ફોનમાં વોટ્સએપની સુવિધાઓ બહેતર બનાવવા પર ધ્યાન આપવા, જૂન 2017થી બ્લેકબેરી ઓએસ, બ્લેકબેરી 10, નોકિયા એસ40 અને નોકિયા સિમ્બાયન એસ60 ફોનમાં વોટ્સએપ બંધ થઈ જશે. એ ઉપરાંત, જાન્યુઆરી 2017થી એન્ડ્રોઇડ 2.1, 2.2, વિન્ડોઝ ફોન 7 અને આઇફોન 3જીએસ/આઇઓએસ 6 સિસ્ટમ ધરાવતા ફોનમાં પણ વોટ્સએપ ચાલશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here