ચોતરફથી ધોધમાર વરસાદ અને ઘોડાપૂરના સમાચાર આવી રહ્યા છે. આમ જ કુદરતની કૃપા રહી, તો થોડા સમય પહેલાં જેમાંનું પાણી ખૂટવા લાગ્યું હોવાની આપણે ચિંતા કરતા હતા એ સરદાર સરોવર ડેમ છલકાઈ જવાના સમાચાર અને તસવીર પણ આપણે અખબાર કે ન્યૂઝ ચેનલ પર જોઈશું!
એ જોઈને, સરદાર સરોવર બંધની લંબાઈ કેટલી હશે એવો વિચાર તમારા મનમાં ઝબકે તો? તો પછી ખાસ વિચારવાનું રહેતું નથી, ફટ સ્માર્ટફોન હાથમાં લઈને પૂછીએ એટલે ખબર પડે આ બંધ ૧.૨૧ કિલોમીટર લાંબો છે. પણ એમ દરેક વાતમાં ગૂગલનો આધાર ન રાખવો હોય તો? બંધની લંબાઈ જાતે માપવી હોય તો?